________________
નવ પ્રકારના નિયાણા
૪૬૯
પાઠાંતરનો અર્થ આવો થાય - ઉત્તમ એવા ક્ષમા વગેરે રૂપ ધર્મને પ્રાપ્ત કરવા માટે એટલે કે ‘શી રીતે મારો આ ધર્મ અતિચારરહિત થાય ?' એવા ભાવથી આહારને વાપરે. ઉમાસ્વાતિવાચકજીએ કહ્યું છે - ‘ઉત્તમ એવા ક્ષમા, મૃદુતા, સરળતા, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ ધર્મ છે, (તત્ત્વાર્થા૦ ૯/૬)’ ગાથામાં ‘તુ’ શબ્દ વ કારના અર્થવાળો છે અને તેનો સંબંધ વ્યવહિત એટલે અંતરવાળો છે, એટલે કે તેનો સંબંધ ‘ન' ની સાથે છે. (૮)
બ્રહ્મચર્યમાં રત સાધુ ઉત્કૃષ્ટ વસ્ર વગેરે રૂપ ઉપકરણ સંબંધી વિભૂષાને વર્ષે અને વિલાસ માટે માથાના વાળ, દાઢી-મૂછના વાળને ઓળવા વગેરે રૂપ શરીરની શોભાને ન કરે. (૯)’
ગુરુ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ બરાબર પાળે છે.
તપ વગેરે અનુષ્ઠાનોના ફલરૂપે દેવ વગેરેની ઋદ્ધિઓની પ્રાર્થના કરવી તે નિયાણું. શ્રમણપ્રતિક્રમણસૂત્રની વૃત્તિમાં કહ્યું છે -
‘દેવસંબંધી અને મનુષ્યસંબંધી ઋદ્ધિઓના દર્શન અને શ્રવણથી તેની અભિલાષાપૂર્વકનું અનુષ્ઠાન કરવું તે નિયાણું.’
તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે –
જેનાથી મુક્તિનું સુખ કપાય છે તેવો વિશેષ પ્રકારનો અધ્યવસાય તે નિયાણું. ઇન્દ્ર, ચક્રવત્તિ, વાસુદેવ વગેરેની ઋદ્ધિઓ જોઈને કે તેમની સ્ત્રીઓના સૌભાગ્ય વગેરે ગુણરૂપ સંપત્તિને જોઈને આર્તધ્યાનવાળો, મોહના મોટા બંધનમાં બંધાયેલો, ઘણા તપવાળો, ચિન્તાથી ખિન્ન મનવાળો જીવ વિચારે છે કે, ‘મને પણ આ તપના પ્રભાવથી આવતા ભવમાં આવા ભોગો અને સૌભાગ્ય વગેરે ગુણોનો યોગ થાઓ.' આમ ક્ષુદ્ર હોવાથી તે મુક્તિના સુખને કાપે છે. (/૧૩)’
નિયાણું નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ તપ, નિયમ, બહ્મચર્યના ફળના પ્રભાવથી ભવિષ્યમાં હું રાજા થાઉં, ૨. તપ, નિયમ, બ્રહ્મચર્યના ફળના પ્રભાવથી ભવિષ્યમાં હું શેઠ થાઉં, ૩ ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં, ૪ ભવિષ્યમાં હું પુરુષ થાઉં, પ ભવિષ્યમાં હું બીજા દેવ-દેવીઓ સાથે ભોગ ભોગવી શકું એવો દેવ થાઉં, ૬ ભવિષ્યમાં હું પોતાના જ દેવ-દેવીના બન્ને રૂપો વિકુર્તીને ભોગ ભોગવી શકું એવો દેવ થાઉં, ૭ ભવિષ્યમાં હું જ્યાં ભોગો ભોગવવાના નથી એવો અલ્પવેદોદયવાળો દેવ થાઉં, ૮ ભવિષ્યમાં હું શ્રાવક થાઉં, ૯ ભવિષ્યમાં હું દરિદ્ર થાઉં.