________________
૪૬૮
બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ ચંદ્રની કથા બંધ થઈ જાય.” વગેરે સ્ત્રીકથાને બ્રહ્મચર્યમાં રત સાધુ વર્જ. (૨)
બ્રહ્મચર્યમાં રત સાધુ હંમેશા સ્ત્રીઓની સાથે એક આસનના ભોગ વડે પરિચયને અને સતત બોલવારૂપ વારંવાર સંકથાને વર્લ્ડ. (૩)
બ્રહ્મચર્યમાં રત સાધુ સ્ત્રીઓના મસ્તક વગેરે અંગો, સ્તન-બગલ વગેરે ઉપાંગો, કેડે હાથ મૂકવા વગેરે રૂપ આકાર અથવા અંગો અને ઉપાંગોના આકાર, સારું મીઠું મીઠું બોલવું વગેરે, તેનાથી યુક્ત એવા મુખ વગેરેના વિકારો અને અડધા કટાક્ષથી જોવું વગેરેને આંખથી જોવાયા થકા વર્ષે. કહેવાનો ભાવ આવો છે – આંખ હોતે છતે અવશ્ય દેખાય છે, પણ તે દેખાવા છતાં પણ તેમનો ત્યાગ જ કરવો. રાગથી ફરી ફરી તેમને જ જોવા નહીં. કહ્યું છે કે,
આંખના વિષયમાં આવેલા રૂપને ન જોવું અશક્ય છે. તેમાં જે રાગ-દ્વેષ થાય છે તેમને પંડિત વર્ષે. (૧)” (૪)
બ્રહ્મચર્યમાં રત સાધુ દિવાલના અંતરે વગેરેમાં સ્ત્રીઓના સંભોગ સમયે કોયલ વગેરે પક્ષીની જેવા થતા કૂજિતશબ્દ, રડવું, ગાવું, હસવું, કામક્રીડા વખતે થતા મેઘની ગર્જના જેવા સ્વનિત શબ્દ, આક્રંદ કરવો વગેરે સંભળાવા પર તેમને વર્લ્ડ. (૫)
બ્રહ્મચર્યમાં રત સાધુ પૂર્વે અનુભવેલા સ્ત્રીઓના હાસ્ય, ક્રીડા, સ્ત્રીના અંગનો સંગ થવાથી ઉત્પન્ન થયેલી પ્રીતિરૂ૫ રતિ, સ્ત્રીના માનને તોડવાથી ઉત્પન્ન થયેલ ગર્વ અને પરાઠુખ (પીઠ ફેરવીને રહેલી) સ્ત્રી વગેરેને અચાનક ત્રાસ ઉત્પન્ન કરનારા એવા આંખ ઢાંકવી, મર્મસ્થાનનો સ્પર્શ કરવો વગેરેને ક્યારેય પણ વિચારે નહીં. “| ડું વુિં સદ મુરાસિયાળિ ય આવો પાઠાંતર છે. ત્યાં અર્થ આવો કરવો - સ્ત્રી સાથે ભોગવેલા ભોજનો અને બેસવાનું વિચારે નહીં. (૬)
બ્રહ્મચર્યમાં રત સાધુ હંમેશા જલ્દીથી કામના ઉન્માદને ખૂબ વધારનારા એવા વિગઈથી ભરપૂર અન્ન-પાણીને વર્લ્ડ. (૭)
બ્રહ્મચર્યમાં રત સાધુ નિર્દોષ, ગૃહસ્થો પાસેથી મળેલ, નહીં કે રાંધેલ, મિત એટલે અડધો ભાગ અશનથી' વગેરે આગમમાં કહેલ પ્રમાણથી યુક્ત એવો આહાર અવસરે સંયમયાત્રાના નિર્વાહ માટે, નહીં કે રૂપ વગેરે માટે, મનની સ્વસ્થતાપૂર્વક, નહીં કે દ્વેષપૂર્વક વાપરે, હંમેશા માત્રાને ઓળંગી ગયેલ એટલે વધુ ન જ વાપરે અથવા “માત્રા શબ્દ અલ્પઅર્થમાં, ક્રિયાના યોગમાં, મર્યાદામાં, પરિવારમાં....વપરાય છે વગેરે સૂત્રથી માત્રા શબ્દ મર્યાદા અર્થવાળો પણ દેખાવાથી મર્યાદાને ઓળંગી ગયેલને ન જ વાપરે. ક્યારેક કારણે વધુ વાપરવામાં દોષ નથી. ‘ધમ્મrદ્ધ એવા પાઠાંતરનો અર્થ આવો થાય - ધર્મથી કે ધર્મલાભથી નહીં કે મંત્ર વગેરે કરવાથી મળેલ આહારને વાપરે. ‘ધર્મીઢું' એવા