________________
આઠમી છત્રીસી હવે આઠમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - નવ તત્ત્વોને જાણનારા, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓથી ગુપ્ત, નવ નિયાણાથી રહિત અને નવકલ્પી વિહાર કરનારા - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૯)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - તત્ત્વ એટલે પદાર્થ. તે નવ છે. તે આ પ્રમાણે – ૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આસ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ અને ૯ મોક્ષ. નવતત્ત્વપ્રકરણમાં કહ્યું છે –
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – આ નવ તત્ત્વો જાણવા. (૧) એમના ક્રમથી ભેદો ૧૪, ૧૪, ૪૨, ૮૨, ૪૨, ૫૭, ૧૨, ૪ અને ૯ છે. (૨)”
પુણ્ય-પાપ સિવાયના સાત તત્ત્વોનું સ્વરૂપ તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
“જીવો ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત છે, સાકાર-અનાકાર ઉપયોગવાળા છે, શબ્દ વગેરે વિષયોનું જ્ઞાન કરનારા છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમાન કર્તાવાળી ક્રિયાઓ કરનારા છે, તેના ફળને ભોગવનારા છે અને અરૂપી સ્વભાવવાળા છે. અજીવો આ ધર્મો વિનાના હોય છે. તેઓ ધર્માસ્તિકાય વગેરે ચાર પ્રકારના છે. જેનાથી કર્મનું ગ્રહણ થાય તે આસ્રવ એટલે કે શુભ-અશુભ કર્મોને ગ્રહણ કરવાના હેતુઓ. આગ્નવોરૂપી હેતુઓ વડે ગ્રહણ કરાયેલા કર્મનો આત્માની સાથે સંયોગ તે બંધ. તે પ્રકૃતિ વગેરે (સ્થિતિ, રસ અને પ્રદેશ)થી વિશેષિત છે. તે જ આગ્નવોને ગુપ્તિ વગેરેથી જે રોકવા તે સંવર છે. વિપાક (ઉદય)થી કે તપથી કર્મોનો જે નાશ તે નિર્જરા છે. જ્ઞાન, પ્રશમ, વીર્ય, દર્શન, આત્યંતિક-એકાંતિક-બાધારહિતઉપમારહિત-સુખસ્વરૂપ આત્માનું પોતાનામાં રહેવું તે મોક્ષ છે. (૧/૪)
અહીં પુણ્ય અને પાપનો બંધમાં સમાવેશ થવાથી તેમનું જુદું ગ્રહણ કર્યું નથી. પુણ્ય