________________
ચાર પ્રકારના અનુયોગો
૪૪૯ કલન = કળવું એટલે કાળ, અથવા તો સમય વગેરે રૂપ કલાઓનો સમૂહ તે કાળ. કાળમાં જ પ્રવજ્યાદાન, વડીદીક્ષા વગેરે થાય છે. નિષ્કર્ષ એ કે સારી તિથિ, સારા નક્ષત્ર, મુહૂર્ત, યોગ વગેરેમાં દીક્ષાદાન કરવું જોઈએ અને એટલે જ્યોતિષશાસ્ત્ર રૂપ કાલાનુયોગ (ગણિતાનુયોગ) પણ આ ચારિત્રના જ પરિકરભૂત = શોભાભૂત છે.
દ્રવ્યાનુયોગમાં દર્શનની નિર્મલતા થાય. કેમકે તેમાં દરેક પદાર્થની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ આપવામાં આવે છે અને એટલે યુક્તિ વડે વાસ્તવિક અર્થનો બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ બને જ.
પ્રશ્નઃ દર્શન શુદ્ધ થાય એ ખરું. પણ આપણે તો એ જોવાનું છે કે, “દ્રવ્યાનુયોગ ચારિત્ર ઉપર શી રીતે ઉપકારી બને ?” એ તો તમે બતાવો.
સમાધાન : રે, ભાઈ ! અહીં જિનશાસનમાં ચારિત્ર પણ યુક્તિ-અનુગત જ સ્વીકારવાનું છે, માત્ર એકલા આગમથી ચારિત્ર સ્વીકારવાનું નથી. (એટલે કે માત્ર આગમમાં કહ્યું છે તેથી જ ચારિત્ર લેવાનું નથી. પણ યુક્તિથી અનુગત | યુક્તિયુક્ત પણ છે....તેથી લેવાનું છે. આશય એ છે કે અન્ય ધર્મોમાં જે ચારિત્રાભાસ છે તે હિંસા વિ.થી યુક્ત હોવાથી યુક્તિયુક્ત નથી.)
પ્રશ્નઃ તમે કહ્યું કે દ્રવ્યાનુયોગથી દર્શનની શુદ્ધિ થાય. પણ એના વડે શું થાય? એ તો કહો? એ દર્શનશુદ્ધિને વચ્ચે કેમ લાવ્યા?
સમાધાનઃ ભલા આદમી ! શુદ્ધ દર્શનવાળાની પાસે જ ચારિત્ર હોય છે. એટલે ચારિત્ર માટે દર્શનશુદ્ધિ ખાસ જરૂરી છે.
ગાથામાં તુ શબ્દ વિશેષ પદાર્થ દર્શાવવા માટે છે. તે એ કે “જેનું ચારિત્ર શુદ્ધ હોય, તેની પાસે સમ્યગ્દર્શન હોય.” (નિશ્ચયનય તો શુદ્ધચારિત્રીને જ સમ્યક્ટ્રી માને છે. એટલે શુદ્ધચારિત્ર રહિત આત્માની પાસે સમ્યકત્વ એ નયની અપેક્ષાએ ન કહેવાય.) (૭)
અથવા તો સૌથી પહેલા એવા ય ચરણાનુયોગની જ બીજા જ પ્રકાર વડે પ્રધાનતા દેખાડાય છે. અને તે પ્રધાનતા તો જો દષ્ટાન્તથી બતાવાય, તો વધુ દઢ થાય એ સિવાય એ દઢ ન થાય. એટલે દૃષ્ટાન્ત દ્વારા ભાષ્યકાર એ પ્રાધાન્ય બતાવે છે -
ગાથાર્થ - જેમ રાજ્ય-પ્રદેશોમાં રાજાની પાસે હીરાની, સોનાની, ચાંદીની અને લોખંડની ચાર ખાણ હતી. તે ચારેય પુત્રોને (એકેક) અપાઈ. ()
ટીકાર્ય - પોતાની માલિકીના પ્રદેશમાં રાજા પાસે રત્નોની ખાણ હતી. પ્રશ્નઃ ગાથામાં વયરે શબ્દની સાથે માર શબ્દ તો નથી. તો “વજાકર' એવો અર્થ શી