________________
ચાર પ્રકારના અનુયોગો
સમાધાન ઃ ભાષ્ય ગાથા ૯માં ચિંતા ોહારિણ શબ્દ છે. તેમાં જે આકર શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સિંહાવલોકનન્યાય પ્રમાણે અહીં વજ્ર વગેરે શબ્દોમાં જોડાય છે એટલે વજ્રાકર વગેરે શબ્દો બનશે. (સિંહ આગળ ચાલીને પછી પાછળ જોતો હોય છે. એમ અહીં આગળની ગાથાનો શબ્દ પાછળની ગાથામાં જોડાય છે એટલે એ સિંહાવલોકનન્યાય કહેવાય છે.)
૪૫૦
રીતે નીકળે ?
આ સિંહાવલોકનન્યાય મુજબ જ (તેન ારપેન) ૧૦મી ભાષ્યગાથામાં જે હોતિ ૩ (ત્યાં હવરૂ ૩ લખેલું છે, તે જ હોત્તિ ૩ સમજવું) લખેલ છે. ત્યાંથી ભવતિ ક્રિયા અહીં બધે જ જોડી દેવી. અર્થાત્ રત્નાકર છે, કનકાકર છે...વગેરે.
7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તે અનેક પેટાભેદો વડે જુદા જુદા પ્રકારના બધા રૂપાના આકરોનો સમુચ્ચય કરે છે. બીજો પણ 7 શબ્દ છે. તે મૃદુ-કઠિન-મધ્ય એમ લોખંડના ભેદોનો સમુચ્ચય કરનાર છે.
જેમાં આ= મર્યાદા કે અભિવિધિ વડે રત્ન-સોનું વગેરે કરાય તે આકર કહેવાય. (રત્નના આકરમાં રત્નો જ બને, સોનું વગેરે નહિ. અમુક પ્રમાણમાં જ બને..ઇત્યાદિ મર્યાદા અને આખીય ખાણમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બધેથી રત્નો બનાવાય એ અભિવિધિ.)
ગાથામાં હતુ શબ્દ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. તે વિશેષ પદાર્થ એ છે કે રાજાએ તે ખાણો તે તે પ્રદેશો સાથે અને હાથી-ઘોડા વગેરે મિલ્કત સાથે તે પુત્રોને આપી. (૮)
આ રીતે ખાણોનું પ્રદાન થયા બાદ તેઓનું જે થયું તે કહે છે -
ગાથાર્થ - લોઢાની ખાણવાળાને ચિંતા થઈ. તે લોઢાનો પ્રતિષેધ કરે છે. બીજા ત્રણ રાજપુત્રો રત્ન વગેરે વડે લોખંડનું ગ્રહણ કરે છે. (૯)
ટીકાર્થ - લોખંડની ખાણવાળાને એવો વિચાર આવ્યો કે, “રાજા વડે હું અપમાનિત કરાયો. કેમકે એમણે મને તુચ્છ ખાણ આપી.’ આવો વિચાર આવ્યો એટલે સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું કે, ‘‘હે સ્વામી ! ચિંતા ન કરો. તમારી ખાણ જ મુખ્ય છે, બીજી ખાણો નહિ.'
રાજપુત્ર ઃ એ કેવી રીતે ખબર પડે ?
મંત્રી : જો તમારી આ લોખંડખાણ ન હોય તો બાકીની ખાણોની પ્રવૃત્તિ જ ન થાય.