________________
ચાર પ્રકારના અનુયોગકારો
૪૫૧ કેમકે તેઓ પાસે લોખંડના ઓજારોનો જ અભાવ થઈ જાય. આપ કેટલાક દિવસો સુધી લોખંડનું વેચાણ બંધ કરી દો, બધે લોખંડના ફાંફાં પડે તેવું કરો, કે જ્યાં સુધીમાં તે બધી ખાણોમાં જૂના લોખંડના ઓજારો નાશ પામે. એ પછી તેઓ અતિ મોવું પણ લોખંડ લેશે.”
આમ મંત્રીએ કહ્યું એટલે તે રાજપુત્ર લોખંડનો નિષેધ કરે છે. અર્થાતુ માત્ર એનો અનિર્વાહ જ નથી કરતો પણ નવા લોખંડના ઉત્પાદનો પણ બંધ કરાવે છે.
આ પ્રમાણે કર્યું એટલે બીજી ખાણોમાં ઓજારો ક્ષય પામ્યા પછી તે બીજી ખાણવાળાએ રત્ન-સોનું-ચાંદી આપીને પણ લોખંડ લેવા માંડ્યા.
ગાથામાં શબ્દ દ્વારા ભાષ્યકાર સૂચવે છે કે માત્ર રત્નાદિ વડે નહિ, પરંતુ હસ્તી વગેરે વડે પણ તેઓ બધું લેવા માંડ્યા.
આ કથાનક સ્પષ્ટ હોવાથી લખ્યું નથી.
આ દૃષ્ટાન્ન છે. હવે દાન્તિકમાં (વંદષ્ટાન્ત દ્વારા જે પદાર્થ દર્શાવવો છે તેમાં) આ દૃષ્ટાન્તને જોડીએ. જેમ એ લોખંડની ખાણ બાકીની ખાણોની આધારભૂત બની, કેમકે લોખંડની ખાણની પ્રવૃત્તિ થઈ ત્યારે જ બાકીની ખાણોની પ્રવૃત્તિ થઈ. તેમ અહીં પણ ચરણકરણાનુયોગ હોય તો જ બાકીના અનુયોગોનો સદ્ભાવ હોય. તે આ પ્રમાણે - ચારિત્રમાં જે વ્યવસ્થિત હોય, તે બીજા અનુયોગોનું ગ્રહણ કરવામાં સમર્થ બને. એ સિવાય નહિ. (૯)
આ અર્થનું પ્રતિપાદન કરવા માટે ભાષ્યકાર નવું ગાથાસૂત્ર કહે છે.
ગાથાર્થ - ટીકાર્ય - આ પ્રમાણે ચારિત્રમાં રહેલો સાધુ બાકીના અનુયોગોનું વિધિથી ગ્રહણ કરે છે. આ કારણથી ચારિત્ર વધુ ઋદ્ધિવાળું છે. (૧૦)
ગાથામાં જ તુ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે એ ચારિત્રમાં વ્યવસ્થિત સાધુ જ બીજા પણ ગુણો માટે સમર્થ બને છે.” (સટીક ઓશનિયુક્તિના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
અથવા જેમ મોટા નગરમાં પ્રવેશવા માટેના દરવાજા હોય છે તેમ અનુયોગ માટેના દ્વારા તે અનુયોગદ્વારો. તે ચાર છે. તે આ પ્રમાણે – ૧ ઉપક્રમ, ૨ નિક્ષેપ, ૩ અનુગમ અને ૪ નય. અનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
તે સામાયિકના આ ચાર અનુયોગદ્વારો છે. તે આ પ્રમાણે - (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય.