________________
ચાર પ્રકારના અનુયોગો
૪૪૫ રીતે ફેલાય છે તેમ આ દૃષ્ટિમાં સહજ પ્રવૃત્તિ હોય છે. આ દૃષ્ટિમાં અસત્ ચિત્ત ન હોવાથી ચિત્ત આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થયેલ હોય છે અર્થાત્ ચિત્તને પ્રવૃત્તિ કરવા માટે કાંઈ જ કરવાપણું રહેતું નથી ચિત્ત સ્વરૂપમાં જ વધુ ને વધુ ઠરતું જાય છે. (૧૭૮)”
ગુરુ યોગની આઠ દૃષ્ટિનું બધુ સ્વરૂપ બરાબર જાણે છે.
અનુયોગ એટલે સૂત્રના અર્થનું વ્યાખ્યાન. તે ચાર છે. તે આ પ્રમાણે – ૧ ચરણકરણાનુયોગ, ૨ ધર્મકથાનુયોગ, ૩ ગણિતાનુયોગ અને ૪ દ્રવ્યાનુયોગ. ઓઘનિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - ચાર અનુયોગ છે : (૧) ચરણાનુયોગ (૨) ધર્માનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. ક્રમશઃ તે મોટી ઋદ્ધિવાળા છે. (૫)
ટીકાર્ચ . “વત્તરિ એ સંખ્યાવાચક શબ્દ છે. અનુકૂલ કે અનુરૂપ એવો યોગ-સંબંધ તે અનુયોગ કહેવાય. ‘તુ' શબ્દ વ અર્થમાં છે. અર્થાત્ ચાર જ અનુયોગો છે.
કેટલાકો તુ શબ્દને વિશેષાર્થના વાચક તરીકે ગણાવે છે. તુ શબ્દનો વિશેષાર્થ આ પ્રમાણે કહે છે કે “ચાર અનુયોગ છે, એ ઉપરાંત તુ શબ્દથી એમ પણ સમજવું કે પૃથક્તા અને અપૃથક્ત એમ બે ભેદથી પણ અનુયોગ છે.” પ્રશ્નઃ ચાર અનુયોગ કેવી રીતે થાય?
સમાધાનઃ એક તો ચરણ સંબંધી અનુયોગ છે. અહીં ગાથામાં માત્ર શબ્દ લખેલો છે. ત્યાં ચરણ પછીના કરણ શબ્દનો લોપ થયેલો હોવાથી જ માત્ર વરખ પદ મૂકેલ છે એમ જાણવું. બાકી તો ચરણકરણાનુયોગ એમ જ કહેવું પડે.
ચરણકરણાનુયોગ - ૧૧ અંગરૂપ છે.
દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ. તે ધર્મવિષયમાં બીજો અનુયોગ છે અને તે ઉત્તરાધ્યયન-પ્રકીર્ણક રૂપ છે (છૂટાછવાયા પદાર્થોનો સંગ્રહ એ પ્રકીર્ણક કહેવાય. બાર અંગ સિવાયનું તમામે તમામ શ્રુત પ્રકીર્ણક તરીકે કહેવાય છે.)
ગણિતાનુયોગવિષયમાં ત્રીજો અનુયોગ છે. તે સૂર્યપ્રજ્ઞાપ્તિ વગેરે રૂપ છે.
ગાથામાં જે વ શબ્દ છે, તે વરણ, ગત વગેરે દરેક શબ્દોમાં અનુયા શબ્દનો સંગ્રહ કરવા માટે છે.
જે દ્રવે (eતે તે પર્યાયોને જે સતત પામતું રહે તે) તે દ્રવ્ય. “એ દ્રવ્ય સદ્-અસત્ છે? વગેરે વિચારણા કરવા સ્વરૂપ તેનો જે અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. દૃષ્ટિવાદ