________________
આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ
૪૪૩
જ માટે એ હિતની સિદ્ધિ થાય છે. તથા તત્ત્વ સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા થાય છે, (પ્રથમ દૃષ્ટિના) અદ્વેષ ગુણને લીધે જ તત્ત્વ સ્વીકારવાની અનુકૂળતા થાય છે. (૪૧)
તારાદિષ્ટ કહી. હવે ‘બલા' કહેવામાં આવે છે, તેથી અહીં કહે છે -
ગાથાર્થ - બલા દૃષ્ટિમાં સુખાસન સંયુક્ત દેઢ દર્શન, અને પરમ તત્ત્વશુશ્રુષા-તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય છે, તથા યોગ વિષયમાં ક્ષેપ હોતો નથી. (૪૯)
ટીકાર્થ - બલાદષ્ટિમાં સ્થિર સુખાસનવાળુ દૃઢ દર્શન હોય છે, કેમકે તે કાષ્ઠના અગ્નિકણ જેવું છે. વળી અહીં તત્ત્વજિજ્ઞાસામાંથી ઉદ્ભવેલી તત્ત્વોને સાંભળવાની ઊંચી ઇચ્છા હોય છે. તેમજ અહીં યોગ સંબંધી અક્ષેપ છે (ક્ષેપ નામનો દોષ નથી.) કેમકે, તે યોગના ઉદ્વેગના અભાવમાંથી જન્મેલો છે. (૪૯)
બલા કહી. હવે દીપ્રા કહે છે.
ગાથાર્થ - દીપ્રા દૃષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હોતું નથી, અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂક્ષ્મ બોધથી રહિત એવી હોય છે. (૫૭)
ટીકાર્થ - દીપ્રા દૃષ્ટિમાં ભાવરેચક વગેરેથી યુક્ત પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ હોય છે, તેવા પ્રકારની પ્રશાંતવાહિતાનો લાભ થવાથી યોગમાંથી ઉત્થાન દોષનું ખૂબ જ નિવારણ થાય છે, તત્ત્વશુશ્રૂષાના ફળરૂપ તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે અને સૂક્ષ્મબોધનો અભાવ હોય છે. (૫૭)
એમ વિસ્તારથી ચોથી દૃષ્ટિ કહીને પાંચમી દૃષ્ટિ કહેવા માટે કહે છે
ગાથાર્થ - સ્થિરા દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે, તથા કૃત્ય અભ્રાંત, અનઘ (નિર્દોષ) અને સૂક્ષ્મબોધથી યુક્ત એવું હોય છે. (૧૫૪)
ટીકાર્થ - નિરતિચાર એવી સ્થિરા દૃષ્ટિમાં અપ્રતિપાતી બોધ હોય છે. અત્યંત ક્ષીણ થઈ ગયેલ આંખના પડદાના ઉપદ્રવવાળા જીવને બીજા બાહ્ય નિમિત્તથી થતા ઉપદ્રવના કારણે આંખ સારી હોવા છતાં જેમ બોધ થતો નથી તેમ સાતિચાર સ્થિરાદષ્ટિમાં બોધ અનિત્ય પણ હોય છે. રત્નની પ્રભામાં પણ ધૂળ વગેરેનો ઉપદ્રવ થવાથી તે ઝાંખી પડે છે, તેમ સાતિચાર સ્થિરાદષ્ટિમાં અતિચાર લાગવાથી બોધ ઝાંખો પડે છે. આ દૃષ્ટિનો બોધ પ્રત્યાહારવાળો હોય છે. પાતંજલ યોગસૂત્ર ૨/૫૪ માં કહ્યું છે કે - ‘ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોનો ત્યાગ કરવા પૂર્વક પોતાના સ્વરૂપમાં રહેવું તે પ્રત્યાહાર છે.’ આ દૃષ્ટિમાં વંદન વગેરે કૃત્યો અખેદ વગેરેના ક્રમને આશ્રયીને અભ્રાન્ત હોય છે, અને એથી જ અતિચાર પણ ન હોવાના કારણે વંદનાદિ કૃત્યો નિષ્પાપ હોય છે વળી ગ્રંથીભેદથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી