________________
આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ
૪૪૧ ગાથાર્થ અને આ દૃષ્ટિ, આવરણનો નાશ થવાથી સામાન્યથી આઠ પ્રકારની કહી છે. વિશેષ ભેદો તો સૂક્ષ્મભેદથી ઘણા ઘણા છે. (૧૮)
ટીકાર્થ અને આ એટલે ઉપર કહેલા લક્ષણવાળી દૃષ્ટિ, એના આવરણોના નાશના ભેદથી સૂક્ષ્મદષ્ટિને ગણતરીમાં લીધા વિના સ્થલ દષ્ટિના હિસાબે સામાન્યથી આઠ પ્રકારની પૂર્વાચાર્યોએ માનેલી છે. સદ્દષ્ટિના સૂક્ષ્મગણતરીએ ભેદો તો અતિ ઘણા છે, અર્થાત્ અનંત છે, કેમકે દર્શન વગેરે પરસ્પરમાં ષસ્થાનપતિત કહેલ છે. વિશેષાતુ-વિશેષો તો, સદૃષ્ટિના વિશેષ ભેદો તો, મૂયાંસો-અતિ બહુ, ઘણા ઘણા છે, સૂમેરતઃ- સૂક્ષ્મભેદને લીધે, દર્શન આદિના અનંતભેદપણાને લીધે, કારણ કે પરસ્પર પટ્રસ્થાનપતિતપણાએ કરીને તેઓનું કથન છે. (૧૮)
અહીં આઠ દૃષ્ટિના સમૂહમાં –
ગાથાર્થ - પહેલી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત પડી જાય એવી) છે, પાછલી ચાર દૃષ્ટિઓ તેવી નથી પ્રતિપાતને લીધે આ પહેલી ચાર દૃષ્ટિઓ અપાયવાળી પણ હોય છે, બીજી તેવી નથી. (૧૯).
ટીકાર્ય - મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિઓ પતનવાળી હોય છે. આ પણ તેવા પ્રકારના કર્મવૈચિત્ર્યને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે, પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી, કેમકે આ ચાર દૃષ્ટિઓમાંથી એની ઉપરની દૃષ્ટિ નીપજે છે. સ્થિર આદિ ચાર દૃષ્ટિઓ તેવા પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). જે કારણથી પહેલી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી હોય છે, તેથી જ એ અપાયવાળી - દુઃખવાળી પણ હોય છે. કેમકે એનું પતન દુર્ગતિનું કારણ બને છે. બાકી આ પહેલી ચાર જ આવી અપાયવાળી હોય છે, કેમકે એનું પતન થાય છે, બાકીની પાછલી સ્થિરા આદિ ચાર દૃષ્ટિઓ અપાયુક્ત નથી.
શંકા - શ્રેણિક આદિને આનો અપ્રતિપાત છતાં, અપાય કેમ થયો?
સમાધાન - એ અપાય આ પ્રમાણે - આ દૃષ્ટિના અભાવમાં (પૂર્વે) ઉપાર્જેલા કર્મના સામર્થ્યથી થયો. એટલા માટે જ પ્રતિપાતની સંભાવનાને અપેક્ષીને “સાપાય પણ” એમ કહ્યું. આવી રજુઆતનું કારણ એ છે કે, સૂત્રનો અભિધેય-વિષય પ્રાયિકવૃત્તિવાળો હોય છે.
અથવા સદ્દષ્ટિનો અઘાત હોતાં અપાય પણ અનપાય જ છે કેમકે વજતંદુલ દેવચોખો યા કોરડું ચોખો ગમે તેટલો પકવવામાં આવે છતાં એ પાકતો નથી, એમ અહીં સદ્દષ્ટિવાળાને ગમે તેટલું કાય-દુઃખ આવે, છતાં એના આંતરિક જાગેલા શુભ અધ્યવસાયમાં વિકાર થઈ શક્તો નથી. એટલા માટે આવી રજૂઆત કરી. યોગાચાર્યો જ અહીં પ્રમાણરૂપ