________________
૪૪૨
આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ છે. એટલે એમ નક્કી થયું કે પાછલી ચાર દૃષ્ટિ પ્રતિપાતવાળી નહીં હોવાથી, અપાયવાળી પણ નથી. (૧૯)
હવે પ્રત્યેક દૃષ્ટિની સાથે તેના અંગની યોજના બતાવતા કહે છે -
ગાથાર્થ - મિત્રા દૃષ્ટિમાં (૧) મંદ દર્શન, (૨) ઇચ્છા આદિક યમ, (૩) દેવકાર્ય વગેરેમાં અખેદ, (૪) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હોય છે. (૨૧)
ટીકાર્ય - મિત્રા દૃષ્ટિમાં દર્શન મંદ હોય છે એટલે કે ઘાસના અગ્નિકણના પ્રકાશ જેવો અતિ અલ્પ બોધ સ્વરૂપ હોય છે. વળી યમ, અહિંસા આદિ સ્વરૂપ તથા ઈચ્છા આદિ સ્વરૂપ હોય છે. કહ્યું છે કે – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ (વ્રત) છે.” અને એ યમના “ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય, સિદ્ધિ – એ ભેદ છે.' તે આગળ ઉપર કહેશે.
દેવકાર્ય વગેરેમાં અખેદ હોય છે, આદિ શબ્દથી ગુરુકાર્ય વગેરે લેવા. તેવી તેવી રીતે આ દેવકાર્ય વગેરેમાં અર્પિત હોઈ મન પરિતુષ્ટ હોવાથી અહીં ખેદ નથી હોતો, પણ પ્રવૃત્તિ જ હોય છે, માથું દુઃખવું વગેરે દોષના સદૂભાવમાં પણ ભવાભિનંદીની ભોગકાર્યમાં પ્રવૃત્તિ હોય છે તેમ. અને અષ, અમત્સર (માત્સર્ય - અસૂયા ન હોય) (કોના પ્રત્યે ?) દેવકાર્ય વગેરે ન કરતા હોય એના પ્રત્યે, કેમકે પોતે એવો તત્ત્વવેદી છે. અલબતુ, એનામાં માત્સર્યવીર્યનું બીજ તો પડેલું છે, છતાં માત્સર્યભાવનો અંકુર નથી ઊગતો. એનો તો આશય તાત્ત્વિક અનુષ્ઠાનને આશ્રયીને કાર્ય બજાવવામાં હોય છે. એટલે એને બીજાઓનો વિચાર નથી હોતો. કદાચ વિચાર આવી જાય (કે “આ લોકો કેમ દેવકાર્ય વગેરે કરતા, નથી?” તો પણ એમના પર દ્વેષ નહીં પણ કરુણાવીર્યનો જ કરુણાનો કાંઈક અંકુર ઊગે છે.)
(૨૧)
હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અત્રે કહે છે -
ગાથાર્થ - તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે, અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હોય છે. (૪૧)
ટીકાર્ય - તારા દૃષ્ટિમાં, તો શું? તો કે કંઈક સ્પષ્ટ એવું દર્શન હોય છે. એથી શૌચાદિ (પાંચ) નિયમ ઈચ્છાદિ રૂપ જ હોય છે. કેમકે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. એવું પાતંજલયોગસૂત્રનું વચન છે. તેથી અહીં બીજી યોગદષ્ટિ હોવાથી (નિયમોનો) સ્વીકાર પણ હોય છે. પણ મિત્રામાં તો એનો અભાવ જ હોય છે, કેમકે ત્યાં તેવા પ્રકારનો ક્ષયોપશમ નથી હોતો. એટલા જ માટે પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું એ અખેદ સહિત હોય. એટલા