________________
४४६
ચાર પ્રકારના અનુયોગો દ્રવ્યાનુયોગ છે. ગાથામાં લખેલા શબ્દથી ગણધરરચિત સિવાયના અનાર્ષ) પણ સન્મતિતકદિ ગ્રન્થો દ્રવ્યાનુયોગમાં ગણી લેવા. (ઋષિ એટલે પૂર્વધરો. તેઓએ બનાવેલા ગ્રન્થો આર્ષ કહેવાય. એ સિવાયના ગ્રંથો અનાર્ષ કહેવાય.)
ગાથામાં તથા શબ્દ ક્રમ જણાવનાર છે.
“આગમોક્ત પ્રકાર વડે આ ચરણકરણાનુયોગાદિ ક્રમશઃ પ્રધાન છે” આમ પદાર્થ નક્કી થયો.
પ્રશ્ન - (૧) જ્યારે તમે ગાથામાં ચરણ, ધર્મ, ગણિત, દ્રવ્ય...આ ચારેય શબ્દોનો સ્પષ્ટ જુદો જુદો ઉલ્લેખ કરો છો, ત્યારે પછી વારિ એ સંખ્યાવાચક શબ્દ લખવાની જરૂર જ નથી. કેમકે આ ચરણ-ધર્મ...વગેરે ચાર વિશિષ્ટપદોનો જે ઉપન્યાસ કર્યો છે, તેનાથી જ આ અર્થ જણાઈ જાય છે કે ચાર અનુયોગ છે. વત્તારિ પદ નકામું છે.
(૨) ગાથાની રચના વિચિત્ર પ્રકારની છે. ચરણ શબ્દને જુદી સપ્તમી વિભક્તિ લગાડેલી છે. પછી ધર્મ અને ગણિતને સમાસમાં લીધા છે. અને વળી પાછું દ્રવ્યાનુયોગશબ્દને જુદી સાતમી વિભક્તિ લગાડી છે. આ બધું શા માટે?
(૩) ધમ્મળિયાજુમો અહીં અનુયોગશબ્દ છે જ. આ એક જ શબ્દ ચારેય શબ્દો સાથે જોડાઈ શકે છે. તો પછી શા માટે દ્રવ્યાનુયોગ પદમાં અનુયોગ શબ્દ પાછો લીધો?
સમાધાનઃ તમારો પ્રશ્ન એ છે કે વિશિષ્ટપદોનો ઉન્યાસ કરેલો જ હોવાથી રારિ પદ લેવું ન જોઈએ.” પણ એ વાત બરાબર નથી કેમકે વિશિષ્ટપદોનો ઉપન્યાસ કરવા છતાંય વિશિષ્ટ સંખ્યાનો બોધ થતો નથી.
પ્રશ્ન કેમ ન થાય?
સમાધાન: કોઈકને આવી શંકા થવાની પાકી શક્યતા છે કે “ભલેને, ચરણ-ધર્મગણિત-દ્રવ્ય આ ચાર અનુયોગ હોય. પણ એની જેમ બીજા પણ હશે જ.” આવી શંકા ન થાય તે માટે વત્તારિ પદ લીધેલ છે.
તમારો બીજો પ્રશ્ન એ છે કે “વર પદ જુદી વિભક્તિ વડે શા માટે બતાવ્યું?” તેમાં આ કારણ છે કે અહીં ચરણકરણાનુયોગ જ અધિકૃત છે. આ ગ્રન્થમાં એનું જ વર્ણન છે. એટલે ચરણકરણની પ્રધાનતા બતાવવા માટે એને જુદી વિભક્તિ આપીને એ પદ દર્શાવ્યું.
વળી બીજા પ્રશ્નમાં તમે પૂછેલું છે કે “ધર્મ અને ગણિત આ બે અનુયોગ એક જ વિભક્તિથી દર્શાવાયા છે (સમાસ કર્યો છે). તે શા માટે ?