________________
આઠ પ્રકારની યોગની દૃષ્ટિ
૪૩૯ શંકા - ગ્રંથિભેદ થયે સમ્યગ્દષ્ટિપણું આવે છે અને તે ગ્રંથિભેદ તો ચાર યોગદષ્ટિ વટાવવા જેટલા લાંબે જઈને પછી પાંચમી દૃષ્ટિમાં પેસતા થાય છે. તેથી અહીં સમ્યગુદૃષ્ટિવાળાની દૃષ્ટિ તો ચાર પ્રકારની થઈ. તો પછી દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે
કહી ?
સમાધાન – પહેલી ચાર દૃષ્ટિ પણ પાછલી ચાર સમ્યગૃષ્ટિનું “અવંધ્ય” અવશ્ય સફળ કારણ છે, માટે પહેલી ચાર મિત્રો વગેરે દષ્ટિને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગુદૃષ્ટિ' તરીકે અહીં કહી છે. શુદ્ધ ખડી સાકરની બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગોળ જેવી આ મિત્રા આદિ ચાર દૃષ્ટિઓ છે અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઢા, ને શુદ્ધ સાકરના ચોસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ઇક્ષુ (શેરડી) વગેરેનું જ તેવા પ્રકારે પરિણમન થાય છે. તેમ જ એ પૂર્વેની ચાર અવસ્થા પણ રુચિ આદિનો વિષય બને છે, કેમકે એ શેરડી જેવી હોવાથી એમાં પણ સંવેગ-વૈરાગ્ય વગેરે છે તે મધુરતા જ છે. અભવ્ય જીવો નળવનસ્પતિ જેવા હોય છે, કેમકે તેમનામાં સંવેગની મધુરતા હોતી નથી.
આ કહીને સૂચવે છે કે “આત્મા સર્વથા અપરિણામી છે” એવા મતમાં અને “આત્મા સર્વથા ક્ષણિક છે” એવા મતમાં આ સમ્યગુદૃષ્ટિ વિશેષ હોતી નથી, કેમકે આત્મામાં તેવું એકાંત અપરિણામીપણું કે એકાંત ક્ષણિકપણું ઘટી શકતું નથી. (પછી એવું દર્શન કરનારમાં સમ્યગૃષ્ટિ ક્યાંથી હોય ?) (૧૫)
આ “દષ્ટિ સકલ યોગિદર્શનોને સાધારણ છે, એટલા માટે જેવા યોગીઓમાં જે જે રીતે હોય છે, તેવા યોગીઓને તે તે રીતે કહી બતાવવા માટે કહે છે –
ગાથાર્થ - “ખેદ આદિના પરિહારથી-ત્યાગથી યમ આદિ યોગથી યુક્ત એવા યોગીઓને અનુક્રમે આ સદ્દષ્ટિઓ અષાદિ ગુણનું સ્થાન થાય છે, એમ (પતંજલિ વગેરે) ઋષિઓને ઈષ્ટ છે. (૧૬)
ટીકાર્ય - અહીં યમ વગેરે, યોગના અંગ હોવાથી યોગ કહેવાય છે. કહ્યું છે કે, - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે.” (પાતંજલ યો. સૂ. ૨-૨૧). તે આ પ્રમાણે યમ વગેરે યોગના પ્રત્યેનીકવિરોધી એવા આશયોના ત્યાગ વડે કરીને હોય છે. અને આ આશયો પણ આઠ જ છે. કહ્યું
ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુ (રોગ) ને આસંગ (આસક્તિ) આ દોષોથી યુક્ત ચિત્તને મતિમાન નિશ્ચય કરીને પ્રયત્નપૂર્વક વર્જે છોડી દે.