________________
આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ
४३७ ટીકાર્ય - મિત્રાદષ્ટિ મિત્ર જેવી છે. તારાદષ્ટિ તારા જેવી છે. એ પ્રમાણે યોગદષ્ટિઓના નામો યથાર્થ છે. આગળ કહેવાનારું એમનું સ્વરૂપ સાંભળો. (૧૩)
પ્રકૃત-પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃતિ તો મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી યોગદષ્ટિ છે અને આ આમ આઠ પ્રકારની છે, એમના ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે
ગાથાર્થ - તૃણનો અગ્નિકણ, ગોમય-છાણનો અગ્નિકણ, કાષ્ઠનો અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે એવી સદૃષ્ટિવંતની દૃષ્ટિ આઠ પ્રકારની છે. જેમકે મિત્રામાં તૃણના અગ્નિકણ જેવી, તારામાં છાણના આગ્નિકણ જેવી, વગેરે. (૧૫)
ટીકાર્ય - અહીં અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિનો બોધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ સમજાઈ જાય છે છતાં તૃણના અગ્નિકણ આદિ ઉદાહરણની સમાનતાથી તેમની ઓળખ આપવામાં આવે છે - સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગીની બોધરૂપ દષ્ટિ આઠ પ્રકારની છે : તૃણના અગ્નિકણની ઉપમાવાળી મિત્રામાં, છાણના અગ્નિકણની ઉપમાવાળી તારામાં, કાષ્ઠના અગ્નિકણની ઉપમાવાળી બલામાં, દીવાની પ્રભા જેવી દીધ્રામાં, રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. એવી ઉપમાવાળી આઠ દૃષ્ટિ છે. અહીં ઉપમા માટે દૃષ્ટાંત બતાવ્યા તેમાં માત્ર તેવા તેવા પ્રકાશની માત્રા આદિ સાથે જ સમાનતા લેવાની છે, પણ ઉષ્ણતા - દાહકતા વગેરેની સાથે સમાનતા લેવાની નથી. કહે છે કે –
૧. મિત્રાદષ્ટિમાં બોધ ઘાસના અગ્નિકણ જેવો હોય છે, તે તત્ત્વથી ઈષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હોતો. કારણ કે - (૧) સમ્યક્રક્રિયાપ્રયોગકાલ સુધી તે ટકતો નથી. એનું કારણ એ છે કે એ બોધ અલ્પ શક્તિવાળો હોવાથી એના દ્વારા એવા સંસ્કાર ઊભા થતા નથી કે જે સારી સ્મૃતિનું કારણ બને. (૨) અને તેથી (વંદનાદિ) ક્રિયા અપૂર્ણ બની રહે છે, એટલે ભાવથી વંદનાદિ રૂપ કાર્ય થતું નથી.
૨. તારાદષ્ટિમાં તો બોધ છાણાના અગ્નિકણ જેવો હોય છે. આ પણ લગભગ એવો જ હોય છે, કેમકે વસ્તુસ્થિતિએ વિશિષ્ટ સ્થિરતા અને શક્તિ વિનાનો છે. એટલે આનાથી પણ ક્રિયાકાળે સ્મરણની પટુતા નહીં હોવાથી અને એના અભાવે ક્રિયા સાંગોપાંગ ન થતી હોવાથી એના દ્વારા બોધ પ્રકારનું ભાવકાર્ય થતું નથી.
૩. બલાદષ્ટિમાં પણ આ બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો અને ઉક્ત બે બોધ કરતાં કંઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ-વીર્ય હોય છે, એટલે અહીં પ્રયોગ સમયે પટુ