________________
૪૩૬
આઠ પ્રકારની મહાસિદ્ધિઓ જેનાથી કમળની નાળના છિદ્રમાં પણ પેસીને બેસી શકે તે અણિમા. જેનાથી વાયુ કરતા પણ હલકા થઈ શકાય તે લઘિમા.જેનાથી મેરુપર્વત કરતા પણ મોટું શરીર વિકર્વી શકાય તે મહિમા. જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ આંગળીના ટેરવાથી મેરુપર્વતના શિખર, સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે પ્રાપ્તિ. જેનાથી પાણીમાં ભૂમિની જેમ જાય અને ભૂમિ ઉપર પાણીની જેમ ઊંચો-નીચો થાય તે પ્રાકામ્ય. (૧૦/૭) (-તત્ત્વાર્થભાષ્ય) બધા જીવોનું સ્વામીપણું તે ઇશિત્વજેનાથી બધા જીવો પોતાને વશ થાય તે વશિત્વ. (૧૦/૭) (તત્ત્વાર્થભાષ્યવૃત્તિ).” કામાવસાયિત્વ એટલે હંમેશા ઇચ્છા મુજબ વિચરી શકવું તે.
શ્રીજયતિહુઅણસ્તોત્રના ચોથા શ્લોકની ઉપાધ્યાય સમયસુંદરગણિકૃત વૃત્તિમાં તો આ પ્રમાણે કહ્યું છે –
તથા હે જિન ! તમારા નામથી જગતમાં આશ્ચર્યભૂત એવી અણિમા વગેરે આઠ પ્રકારની સિદ્ધિઓ સિદ્ધ થાય છે. ત્યાં જેનાથી શરીરને નાનું કરીને કમળની નાળના છિદ્રમાં પણ પેસે છે અને ત્યાં ચક્રવર્તીના ભોગોને પણ ભોગવે છે તે અણિમા. જેનાથી મેરુપર્વત જેવું મોટું શરીર બનાવે છે તે મહિમા. જેનાથી આંકડાના રૂ કરતા પણ હલકુ શરીર બનાવે છે તે લઘિમા. જેનાથી વજ કરતા પણ વધુ ભારે શરીર બનાવે છે તે ગરિમા. જેનાથી ભૂમિ ઉપર રહેલો પુરુષ મેરુપર્વતના અગ્રભાગ પર રહેલ સૂર્યના કિરણોને આંગળી વગેરેથી સ્પર્શ છે તે પ્રાપ્તિ. જેનાથી જેમ ભૂમિ ઉપર ગમન કરે તેમ પાણીમાં પેસીને ગમન કરે અથવા જેમ પાણીમાં ઉપર-નીચે થાય તેમ પૃથ્વી ઉપર ઉપર-નીચે થાય તે પ્રાકામ્ય. જેનાથી તીર્થકર કે ઇન્દ્ર જેવી ઋદ્ધિને વિદુર્વાને બતાવે છે તે ઇશિત્વ. જેનાથી બધા જીવોને વશ કરે છે તે વશિત્વ. આ આઠ સિદ્ધિઓ છે.”
ગુરુ આઠ મહાસિદ્ધિઓના સ્વરૂપને સારી રીતે જાણે છે. મોક્ષની સાથે જોડનારો આચાર તે યોગ છે. જ્ઞાનસારમાં કહ્યું છે - મોક્ષની સાથે જોડતો હોવાથી બધો ય આચાર યોગ મનાય છે (૨૭/૧) દષ્ટિ એટલે શ્રદ્ધા સહિતનો બોધ. યોગની દૃષ્ટિ તે યોગદષ્ટિ. યોગ અને યોગીનો અભેદ હોવાથી યોગીની દૃષ્ટિ તે યોગદષ્ટિ. તે આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ મિત્રાદષ્ટિ, ૨ તારાદષ્ટિ, ૩ બલાદષ્ટિ, ૪ દીપ્રાદષ્ટિ, ૫ સ્થિરાદષ્ટિ, ૬ કાંતાદષ્ટિ, ૭. પ્રભાષ્ટિ, અને ૮ પરાષ્ટિ. યોગદૈષ્ટિસમુચ્ચયમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા - આ યોગદષ્ટિઓના નામો છે. તેમનું સ્વરૂપ સાંભળો. (૧૩)