________________
૪૩૪
આઠ પ્રકારના કર્મો સાકારોપયોગ (જ્ઞાનોપયોગ)વાળા જીવને બધી ય લબ્ધિઓ પ્રગટે છે, દર્શનોપયોગવાળાને નહીં, કેમકે “બધી લબ્ધિઓ સાકારોપયોગવાળાને હોય છે, અનાકારોપયોગવાળાને નહીં એવું વચન પ્રમાણભૂત છે. બીજુ, જે સમયે જીવ બધા કર્મોથી હંમેશા માટે મુક્ત થાય છે તે સમયે જ્ઞાનોપયોગમાં જ હોય છે, દર્શનોપયોગમાં નહીં, કેમકે દર્શનોપયોગ બીજા સમયે થાય છે. તેથી જ્ઞાન પ્રધાન છે. તેને આવરનારું કર્મ તે જ્ઞાનાવરણ કર્મ. તેથી તે પહેલા કહ્યું. ત્યારપછી દર્શનાવરણ કર્મ કહ્યું, કેમકે જ્ઞાનોપયોગથી વેલ જીવ દર્શનોપયોગમાં રહે છે. પોતાનું ફળ બતાવનારા આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો યથાયોગ્ય રીતે અવશ્ય સુખ-દુઃખરૂપ વેદનીય કર્મના વિપાકોદયમાં કારણ બને છે. તે આ પ્રમાણે – ખૂબ પુષ્ટ થયેલ જ્ઞાનાવરણ કર્મને વિપાકથી અનુભવનારા ઘણા લોકો સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ વસ્તુને વિચારવા માટે પોતાને અસમર્થ જાણીને ખેદ પામે છે. જ્ઞાનાવરણ કર્મના સારા ક્ષયોપશમવાળા, સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ વસ્તુઓને પોતાની બુદ્ધિથી જાણતા લોકો ઘણા લોકો કરતા પોતાને ચડિયાતો જોઈને સુખ પામે છે. તથા અતિગાઢ દર્શનાવરણકર્મના વિપાકોદયથી જન્માંધ વગેરે જીવો વર્ણન ન કરી શકાય એવા દુઃખના સમૂહને અનુભવે છે. દર્શનાવરણ કર્મના સારા ક્ષયોપશમવાળો સારી આંખ વગેરે વાળો જીવ વસ્તુઓના સમૂહને જે રીતે હોય તે રીતે બરાબર જોતો ઘણા આનંદના સમૂહને અનુભવે છે. તેથી આ વાત સમજાવવા માટે દર્શનાવરણકર્મ પછી વેદનીયકર્મનું ગ્રહણ કર્યું છે. વેદનીય કર્મ સુખ-દુઃખ પેદા કરે છે. સારા અને ખરાબ વિષયોનો સંપર્ક થવા પર સંસારી જીવોને અવશ્ય રાગ-દ્વેષ થાય છે. તે રાગદ્વેષ મોહનીયના કારણે થનારા છે. તેથી આ વાતને સમજાવવા વેદનીયકર્મ પછી મોહનીયકર્મનું ગ્રહણ કર્યું છે. મોહનીયથી મૂઢ થયેલા જીવો ઘણા આરંભ, પરિગ્રહ વગેરે કર્માદાનોમાં આસક્ત થઈને નરક વગેરેનું આયુષ્ય બાંધે છે. તેથી મોહનીયકર્મ પછી આયુષ્યકર્મનું ગ્રહણ કર્યું છે. નરક વગેરેના આયુષ્યનો ઉદય થવા પર અવશ્ય નરકગતિનામકર્મ વગેરેનો ઉદય થાય છે. તેથી આયુષ્યકર્મ પછી નામકર્મનું ગ્રહણ કર્યું છે. નામકર્મનો ઉદય થવા પર અવશ્ય ઉચ્ચગોત્રકર્મ કે નીચગોત્રકર્મમાંથી એકનો વિપાકોદય થાય છે. એથી નામકર્મના ગ્રહણ પછી ગોત્રકર્મનું ગ્રહણ કર્યું છે. ગોત્રકર્મના ઉદયે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા જીવને પ્રાયઃ દાનાંતરાય, લાભાંતરાય વગેરેનો ક્ષય થાય છે, કેમકે રાજા વગેરેને ઘણા દાન, લાભ વગેરે દેખાય છે, નીચકુળમાં ઉત્પન્ન થયેલાને દાનાંતરાય, લાભાંતરાય વગેરેનો ઉદય થાય છે, કેમકે નીચ જાતિવાળાને તેમ દેખાય છે. તેથી આ વાત સમજાવવા માટે ગોત્રકમ પછી અંતરાયકર્મનું ગ્રહણ કર્યું છે. (૩)
ગુરુ ઉત્તરભેદો સહિત આઠ પ્રકારના કર્મોને જાણે છે. જે આરાધના આત્માને મોક્ષની સાથે જોડી આપે તે યોગ છે. યોગબિંદુમાં અને તેની