________________
સાતમી છત્રીસી હવે સાતમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - આઠ પ્રકારના કર્મો, યોગના આઠ અંગો, આઠ પ્રકારની મહાસિદ્ધિઓ અને આઠ પ્રકારની યોગદષ્ટિઓને જાણનારા તથા ચાર પ્રકારના અનુયોગમાં હોંશિયાર - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૮)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - અંજનના ચૂર્ણથી ભરેલી દાબડીની જેમ પુદ્ગલોથી ઠાંસી ઠાંસીને ભરેલા લોકમાં જીવ વડે દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ જે કાર્મણવર્ગણાનું દ્રવ્ય પોતાની સાથે એકમેક કરાય છે તે કર્મ છે. તે આઠ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણ, ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. આઠ કર્મોના ઉત્તરભેદો એકસો અઢાવન છે. પહેલા કર્મગ્રન્થમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
હવે તે કર્મના જ મૂળ પ્રકૃતિના ભેદથી આઠ પ્રકાર અને ઉત્તરપ્રકૃતિના ભેદથી એકસો અઠ્ઠાવન ભેદ બતાવતા ગ્રંથકાર તેમના નામ લઈને આઠ મૂળ ભેદોને અને દરેક ભેદના જેટલા ઉત્તરભેદ છે તેમને કહેવા માટે કહે છે -
અહીં જિનશાસનમાં ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, એક સો ત્રણ, બે અને પાંચ પ્રકારના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદ્ય(વેદનીય), મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ કર્મ કહેવાય છે. જેનાથી વસ્તુ જણાય તે જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન, એટલે કે સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુના વિશેષને ગ્રહણ કરનારો બોધ. જેનાથી દેખાય તે દર્શન, અથવા જોવું તે દર્શન, એટલે કે સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુના સામાન્યને ગ્રહણ કરનારો બોધ. જેનાથી આવરાય તે આવરણ. અથવા આ + વૃ ધાતુને “રાષ્યિઃ ઋર્તરિ (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૩/૧૨૬) આ સૂત્રથી મદ્ પ્રત્યય લાગતા બાવરણ શબ્દ બને છે. આવરણ એટલે મિથ્યાત્વ વગેરેથી યુક્ત જીવની ક્રિયાથી ગ્રહણ કરાયેલી કર્મવર્ગણાની અંદર રહેલો વિશિષ્ટ પુદ્ગલોનો સમૂહ. જ્ઞાન અને દર્શનનું આવરણ તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. જે વેદાય છે એટલે કે સુખ-દુઃખરૂપે અનુભવાય છે તે વેદ્ય,