________________
૪૩૫
આઠ પ્રકારના યોગના અંગો વૃત્તિમાં કહ્યું છે -
ઉત્તમ મુનિઓએ મોક્ષની સાથે જોડી આપનારો હોવાથી યોગ એટલા માટે કહ્યો છે...(૨૦૧)'
યોગના આઠ અંગો છે. તે આ પ્રમાણે - ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ, ૫ પ્રત્યાહાર, ૬ ધારણા, ૭ ધ્યાન અને ૮ સમાધિ. ધ્યાનદીપિકામાં ઉપાધ્યાયશ્રીસકલચન્દ્રમણિએ કહ્યું છે -
યમ, નિયમ, આસનબંધ, પ્રાણાયામ, ઇન્દ્રિયોના વિષયોનું નિયંત્રણ, ધ્યાન, ધ્યેય અને સમાધિ - યોગના આ આઠ અંગોને તું ભજ. (૯૮)
પાતંજલયોગસૂત્રમાં પણ કહ્યું છે – “યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ (યોગના) આઠ અંગો છે. (૨/૨૧)'
શ્રીરાજશેખરસૂરિજીએ પદર્શનસમુચ્ચયમાં યમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે - લિંગીઓએ આઠ અંગોવાળા યોગની સિદ્ધિ માટે લિંગો ધારણ કર્યા. બધા તે યોગને આઠ અંગોવાળો કહે છે. તેનું સ્વરૂપ હું કહું છું – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતા (નિષ્પરિગ્રહપણું) એ યમો છે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાનું પ્રણિધાન એ નિયમો છે. આસન એટલે કરણ. શ્વાસોચ્છવાસનું નિયંત્રણ કરવું તે પ્રાણાયામ છે. વિષયો થકી ઇન્દ્રિયોને પાછી વાળવી તે પ્રત્યાહાર છે. કોઈક ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા છે. તે વિષયમાં એકાગ્રતા તે ધ્યાન છે. તે જ વિષયનો ભાસ થવો (તે વિષયની સાથે એકમેકતા) એ સમાધિ છે. આમ યમ વગેરે આઠ અંગો વડે યોગ આઠ પ્રકારનો મનાયેલો છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ યોગ એ મોક્ષનો ઉપાય છે. (૧૫૦૧૫૫)”
ગુરુ યોગના આઠ અંગોના સ્વરૂપને બરાબર જાણે છે.
મહાસિદ્ધિઓ મોટા ઐશ્વર્યરૂપ છે. તે આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ લધિમા, ૨ વશિતા, ૩ ઈશિત્વ, ૪ પ્રાકામ્ય, ૫ મહિમા, ૬ અણિમા, ૭ યત્રકામાવસાયિત્વ અને ૮ પ્રાપ્તિ. કહ્યું છે કે –
લધિમા, વશિતા, ઇશિત્વ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, યત્રકામાવસાયિત્વ અને પ્રાપ્તિ-આ આઠ પ્રકારનું ઐશ્વર્ય છે.”
તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -