________________
શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના
[ ૭૮૫ સેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે, જ્યારે “અપૂર્વ અવસર”એ ભજનમાંની ભાવનાવાળે આહંત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળો દેખાય છે.
નીરખીને નવયૌવના'* ઇત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દેહરા (એક્ષમાળા'-૩૪) કેઈ ઊંડા ઉદ્દગમમાંથી ઉદભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એને પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુજથી” ઈત્યાદિ હરિગીત કાવ્ય (મેક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે—જાણે પાછલી ઉમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દેહરા વિશે પણ એમ જ કહી શકાય.
હે! પ્રભુ, હે! પ્રભુ, શું કહું ?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી ઓતપ્રેત છે. “જડભાવે જડ પરિણમે એ કાવ્ય (૨૨૬) જન આત્મપ્રક્રિયાનું પૂરપૂરું બોધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને” એ ધ્રુવ પદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્વિકતાનું નિરૂપણ કરે છે. હું આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે તે બધાંમાં એક યા બીજી રીતે જૈન તત્વજ્ઞાન અને જન ભાવના બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન, પરિભાષાને પડદે વીં, તેને તે ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાને જ અનુભવ થાય એમ છે. આ વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્નભિન્ન સમયે લખેલા ત્રણ પત્રોઝ છે. પહેલે પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મોટે છે. બીજી વિશેષતા એ છે કે પ્રશ્નો તાત્ત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બેરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સપ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞા પાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યો. શ્રીમદ શું કરત તે કહી ન શકાય, પણ જેનેએ અને બધાએ એ વિચાર કરવો જ જોઈએ. બુદ્ધની બાબતમાં શ્રીમદે અભિપ્રાય આપે છે, તે તેમનાં મૂળ પુસ્તકે પૂરાં વાંચ્યાં હોત તે જુદી રીતે આપત.
* આ ગ્રંથમાં જુઓ પાન ૫૦. * આ ગ્રંથમાં જુઓ ખંડ ૩
મe
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org