________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૨૨૭
પ્રભાવના
વહેલે ઉઠતે ચાર કલાક શિષ્યોને ધર્મગ્રંથને અભ્યાસ | કરાવતે બાકીના સમયમાં ભારતથી આણેલા સંસ્કૃત ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાન્તર કરતે તેણે બે લાખ સંસ્કૃત શ્લેકવાળા મહાપ્રજ્ઞા પારમિતાના ગ્રંથનું ચીની ભાષામાં ભાષાન્તર કર્યું. શરૂઆતમાં આ ગ્રંથ સંક્ષિપ્તમાં ઉતારવાની તેની ઈચ્છા હતી પણ તેને સ્વપ્નમાં ચેતવણી મળી કે એમ ન કરવું તેથી તેણે આ ગ્રંથ ઉતાર્યો. તેણે ચિકિત્સા શાસને એક ગ્રંથ ચીની ભાષામાં ઉતાર્યો ભારતમાંથી ચીનમાં ગયા પછી તેણે બધા મળીને પંચોતેર ગ્રંથને ચીની ભાષામાં અનુવાદ કર્યો તે ઉપરાંત તેને કેટલીક બાબતે સમજાવવા માટે અનેક ચિત્ર દેર્યા ને પિતાને હાથે અનેક ગ્રંથની નકલે પણ ઉતારી હતી. સિંધુ નદીમાં તણાઈ ગયેલાં પુસ્તકે ફરી પ્રાપ્ત કરવા માટે તેણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. ચીનમાં ભારતની વિચાર સરણી ફેલાવી આ મહાપ્રવાસી સૂત્રોના પાઠ કરતાં કરતાં જીવનની ગાઢ નિદ્રામાં સદાને માટે પોઢી ગયે ધન્ય છે આ મહા પ્રવાસીને કે જેણે ભારત ની યાત્રા કરી ભારત વિશેની વિગતવાર નેધ લખી.
પ્રભાવના એટલે પ્રભાવ પડે તેવું કામ. ધર્મપ્રભાવના એટલે ધર્મ તરફ લોકેનું આકર્ષણ વધે તે કાર્યપ્રકાર.
ધર્મની પ્રભાવના છ રીતે થાય છે. ઉત્તમ જ્ઞાન, ઉત્તમ વિદ્યા, ઉત્તમ કળા, ઉત્તમ વકતા, મહાન સત્તા અને અતિ ધન–એ છ પ્રકાર છે.
આમાંથી કોઈ પણ પ્રકારે ધર્મની પ્રભાવના કરનાર પુરુષને પ્રભાવિક પુરુષ કહે છે રાજર્ષિ કુમારપાળ, મહર્ષિ હેમચંદ્રાચાર્ય, દાનવીર જગડુશાહ, શત્રુંજદ્વારીક સમરસિંહ, વીર વરતુપાળ વગેરે પ્રાભાવિક પુરુષ ગણાય છે.
જૈન ધમર ત્રી અને દયાનો ધર્મ છે. વિશ્વમત્રી એ એ સ દેશ છે, ને જીવમાત્ર પ્રત્યે અનુકંપાભાવ એ એનું લક્ષણ છે. આ રીતે જે જીવે એ પ્રાભાવિક કહેવાય.
વલસાડ–જેન સંઘના સૌજન્યથી
શ્રી કૃષ્ણ ઓઈલ મીલ
ડુંગ૨ ( જિ. અમરેલી) (સોરાષ્ટ્ર)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org