________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
વર્સિટીમાં ગ્રીષ્મ સત્રમાં (૧૯૭૦) અધ્યાપન કાર્ય કર્યું છે. “ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈનટરનેશનલ એજ્યુકેશન’ ન્યુયોર્કના લીટર શીપઈન્ટર્ન પ્રોગ્રામ” (૧૯૭૦) ને ઉપક્રમે ન્યુયોર્કના સ્થાનિક (અર્બન) નેતૃત્વનો ક્ષેત્રીય અભ્યાસ કર્યો છે. ગનડેકર ફાઉન્ડેશન અને ફિલાડેફિયા રેટરી કલબની ગ્રાન્ટ મેળવી તેમણે દેશમાં (દિલ્હી, અલીગઢ, જયપુર, અમદાવાદ મુંબઈ વ. માં) ૨૩ સંશોધન લેખો પ્રસિદ્ધ કર્યા છે તેમજ શિકાગ ફિલાડેલ્ફિયા ને ન્યુયોર્કમાં રાજ કારણ પરના તેમના લેખે પ્રકાશિત થયાં છે. રાજ્યશાસ્ત્ર પર કેટલાંક પુરતો લખ્યાં છે. ગુજરાતી સામયિક અને વૃતપત્રોમાં પણ અવાર નવાર લેખે લખે છે. રાષ્ટ્રીય તેમજ આતર રાષ્ટ્રીય સેમિનાર પેનલ મીટીંગ અને પરિષદોમાં તેમને નિમંત્રણ મળ્યાં છે ને ત્યાં તેમણે નિબંધ રજુ કર્યા છે. એશિયાના વિશેષ સંદર્ભમાં “તુલનાત્મક રાજકારણ” ઉપરાંત ગુજરાતના રાજકીય વિકાસ’ સ્થાનિય રાજકારણું આ વિષયમાં તેઓ ઉંડો રસ ધરાવે છે.
પૂજ્ય શાસ્ત્રીજી પાંડુરંગ આઠવલે
પરમ ચિંતક અને સારસ્વત શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ભારતના આધ્યાત્મિક જગતનું મહામુલ રત્ન ગણાય છે. તેમનો જન્મ એક સંસ્કારી અને તત્વનિષ્ઠ કુટુંબમાં થયું છે. તેમના પિતાશ્રી વૈજનાથ શાસ્ત્રીજી વિદ્વાન ભક્ત અને ઉત્કૃષ્ટ પ્રવચનકાર હતા. તેમણે જ શ્રીમદ ભાગવત ગીતા પાઠશાળાનું ૪૩ વર્ષ પહેલા બીજારોપણ કર્યું હતું. જે આજે વિસ્તરીને મહાન વટવૃક્ષ થયેલું છે. પાશ્ચાત્ય અને પવિત્ય તત્વજ્ઞાનનો અભ્યાસ ઉપરાંત વિવિધ વિષયને પણ પૂ. શ્રી પાંડુરંગજીએ ઉંડો અભ્યાસ કર્યો છે. ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તા, તીવમેઘા તથા અવધાન શક્તિ; પ્રખર તર્કશક્તિ સાથે સૂક્રમ વિવેકદૃષ્ટિ અને આકલન શક્તિની પ્રતીતિ કરાવતાં એમના પ્રવચને હૈયા સેંસરવા શ્રેતાઓને સ્પર્શી જાય છે. નાની મોટી વ્યકિતઓ તરફને તેમને વિનય માધૂર્ય અને સમભાવશીલ વ્યવહાર સૌને મુગ્ધ કરે છે. વૈદિક સંસ્કૃતિના વિચારો આત્મ સાત કર્યા વગર જીવન વિકાસ શકય નથી; આ પરમ સત્ય રવીકારીને તેને પ્રચારને માટે આગ્રહ જીવનમાં જે વ્રત અને
ધ્યેયવાદ સ્વીકારાયેલા છે તે માટે નિગ્રહ અને પિતાના વિવિધ કાને સહગ દેનાર સજજનેને સંગ્રહ એ તેમના જીવનની ત્રિસૂચી છે.
શ્રી પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ
તત્વજ્ઞાન, અધ્યાત્મ, ભક્તિ, સંસ્કૃતિ ધર્મો. નૈતિક મૂલ્યો માનવતા અને મનુષ્યજીવન વગેરેના વેરવિખેર થયેલા પાનાઓના પુનઃ સંકલનનું કાર્ય આજે જાણે પૂ. શાસ્ત્રીજી કરી રહ્યાં છે.
|
શ્રી પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખનું મૂળ વતન ખેડા જયાં એમને ૧૯૩૭ના માર્ચની તા. ૨૬મી એ જન્મ થયો. ૧૯૬૧ માં એમ. એ. થયા બાદ એમણે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં રિસર્ચ સ્કલર તરીકે ત્રણ વર્ષ સુધી કાર્ય કર્યું અને આ સમય દરમ્યાન ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બ્રહ્મી લિપિથી નાગરી સુધીને લિપિ વિકાસના વિષય પર મહા નિબંધ લખ્યો અને પી. એચ. ડી.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. આ મહાનિબંધ ગુજરાત યુનિ. એ પ્રગટ કર્યો છે. સૌરાષ્ટ્રનાં પ્રાચીન સ્થાનનાં સ્થળનામ અને એના મહત્વ અંગેની એમની લેખમાળા રાજકોટ ના દૈનિક “કુલછાબ'માં ૧૯૬૭ માં પ્રગટ થઈ છે. એમના પરિચયાત્મક અને સંશોધનાત્મક લેખો સૌરાષ્ટ્રના દૈનિક અને સામયિકોમાં અવાર-નવાર પ્રગટ થયા કરે છે. ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચની પ્રથમ પુસ્તિકાને એમણે તૈયાર કરેલે બીજો ખંડ (અભિલેખ) ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા પ્રગટ થયા છે. સૌરાષ્ટ્ર યુનિ. તરફથી જેઠવા રાજકુલ અંગેનું સંશોધન કાર્ય એમને સંપાયું છે. ઉપરાંત સ્વતંત્રપણે “નિજાનંદ સંપ્રદાય અને સંત પ્રાણનાથ” ઉપર પણ સંશોધન કર્યું છે અને તે પ્રગટ થઈ રહ્યું છે. તેમની “ Akbar and His Coin” નામની સંશોધન પુસ્તિકા હમણાં પ્રગટ થઈ છે. ૧૯૬૪ થી એઓ રાજકોટની માતુશ્રી વીરબાઇમાં મહિલા કેલેજમાં ભારતીય સંસ્કૃતિના અધ્યાપક તરીકે જોડાયા છે. અને આજે પણ ત્યાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અધ્યા પન કાર્ય કરી રહ્યા છે. એમના પ્રિય વિષયમાં લિપિ વિધા, અભિલેખ વિદ્યા અને સિક્કા શાસ્ત્ર મુખ્ય છે.
સ્વાધ્યાય એમને જીવનમંત્ર છે. અયાચકવ્રતનું સામાજિકરણ એ એમની જીવન નિષ્ઠા છે. અને ભક્તિમૂલક લેક સ ગ્રહ એ એમનું પરમ લક્ષ્ય છે. ઈશ્વર ઉપરની આત્યંતિક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કાર્ય કરવાની વૃત્તિના મૂળભૂત પાયા પર એમણે શરૂ કરેલ સંસ્કૃતિ ઉત્થાનના યુગવતી કાર્યનો વિસ્તાર સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા આજે અનેક શાખા પ્રશાખાએમાં વિસ્તરી રહ્યો છે.
હાજરાત ઇતિયા રાજપુલ તાનંદ સ
વૈદિક સંસ્કૃતિ પર અડગ શ્રદ્ધા ઉભી કરવી. સાંસ્કૃતિક મૂલ્યોનું સંધ ભાવના દ્વારા પુનઃસ્થાપન કરવું.
ભક્તિયુકત તેજસ્વી વિચારધારાથી પ્રેરિત ભાવના મંડિત કર્મયેગી માનવજીવન નિર્માણ કરવું.
આજના અનિષ્ટ બળને હિંમતથી સામને કરવા અને માનવજાતિના ઉત્કર્ષ માટે પ્રવૃત્ત થવાનો શુભ સંકલ્પ સમાજમાં નિર્માણ કરે. આ સર્વ તેમની વિવિધ પ્રવૃત્તિ પાછળ રહેલા પ્રધાન અને પ્રેરક ઉદેશ્ય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org