________________
૯૭૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શેઠજીએ આપેલ સેવા પણ પ્રસંશાપાત્ર છે. અમરેલી કપાળ ડિગના સંચાલન મંડળ; મુંબઈના શિક્ષણ પ્રસારક મંડળ, શિવાજી પાર્ક, સ્પોર્ટસ કલબ વગેરેના તેઓ સંચાલક છે શેઠ શ્રી ઈન્દુલાલે લાયન્સ કલબ મુંબઈના ડાઈરેકટર તરીકે એ સંસ્થાના ચેરીટી ડ્રાઈવ”ના ચેરમેન તરીકે રૂા. ૭૫૦૦૦/- કરવા ધારેલા ભંડળને રૂપીયા ૧,૫૫૦૦૦ જેટલું વધારી દીધું છે. તેમણે ઈન્ટરનેશનલ લાયન્સ કલબના ઉપક્રમે જાપાન, જર્મની, ઈંગ્લેન્ડ અને ક્રાંસ વગેરે દળોમાં “સાચાલાયન” તરીકે સુવાસ ફેલાવી છે શેઠ શ્રી ઈન્દુલાલ ઈન્ડીયન મરચન્ટસ ઓફ કોમર્સના સભ્ય તથા મુંબઈની રેડિયે કલબના પિદ્રન સભ્ય છે. તેઓશ્રીએ શ્રીદ્વારકા ખાતે તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રીની ઈચ્છા મુજબ તેમના મૃત્યુ બાદ સંવત ૨૦૨૬ ની સાલમાં ધર્મશાળા સાર્વજનિક ઉપયાગ માટે રૂપીઆ એકલાખ પચીસ હજારના ખર્ચે તૈયાર કરી વાસણ તથા પાગરણ રૂા. ૨૫૦૦૦/- નું વસાવી દીધું અને અત્યારે આમજનતા લાભ લે છે. તાજેતરમાં એક વિશ્વવિખ્યાત જાપાનીના કેલેરેશનથી વડોદરામાં એક કેમીકલ પ્લાન્ટનું આયોજન કર્યું છે. શેઠશ્રી ભુવાને વેપારમાં અતિ આવશ્યક એવી સાહસિકતા સ્વાભાવિક રીતે વરેલી છે. તેનું દર્શન થાય છે
સ્વ. શ્રી મથુરદાસ મણીલાલ પારેખ
સિહોરના વતની શ્રી મથુરદાસ મણીલાલ પારેખ પોપટભાઈનાં હુલામણા નામથી પરિચીત હતા ઉત્તરાવસ્થાની ટુંકી માંદગી ભેળવી તેમને તા. ૧પ-પ-૬ના રોજ સ્વર્ગવાસ થયો. શ્રી મથુરદાસભાઈને જન્મ તા ૮-૬-૧૮૯૫ના રેજ કાંકરેજ ગામે થયો હતો. તેમની બાળ વયમાં માતા સ્વર્ગવાસ થયા અને યુવાવસ્થામાં પિતાની છાયા ગુમાવી એટલે અંગ્રેજી ૫ મા ધોરણથી અભ્યાસ છોટી નાની વયમાં જ તેમના મોટાભાઈ શ્રી રતિભાઈ પારેખના ભુલેશ્વર ઉપરના કાપડના ધંધામાં જોડાઈ ગયા. શ્રી રતિભાઈ સ્વાશ્રયી અને ઉદ્યમી હતા. તેમનામાં કરકસર અને ચીવટનાં વિશેષ ગુણ હતા તેથી શ્રી મથુરદાસભાઈને તેમના હાથ નીચે સારી તાલીમ મળી હતી. મેટાભાઈનાં ગુણે તેમનામાં પણ ઉતરી આવેલા. આ રીતે થેડા વર્ષોમાં ધંધાકીય કુશળતા મેળવીને શ્રી રતીભાઈની આજ્ઞા લઈને મુળજી જેઠા મારકીટમાં ગરમ કાપડનો સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. વેપારનાં નવા ક્ષેત્રમાં આવતાની સાથેજ પૂ. ગાંધીજીની અસહકાર અને વિદેશી માલના બહીષ્કારની ચળવળને લીધે ધંધામાં આર્થીક રીતે ઘણું સહન કરવું પડેલું. પરંતુ પિતાની કુશાગ્ર બુદ્ધિ અને ધીરજથી આર્થીક મંદીને કુશળતા પૂર્વક નીવારી શકયા એટલું જ નહીં પણ ધંધામાં સ્થિરતા પ્રાપ્ત કરી આગેવાન વેપારીની હળમાં આવ્યું. તેમનામાં સાહસીક વૃત્તિ અને વેપાર સંબંધીની ઉંડી સુજ હતી. તેમજ પરિસ્થિતિનું માપ કાઢવાની આવડત હતી.
આ બધા ગુણોને કારણે ગરમ કાપડના વેપારીની એસેસીએશનમાં તેઓ સક્રિય ભાગ લેતા અને ન્યાય કમિટિમાં રહી સારી સેવા બજાવેલી. તેમણે શ્રી કળ કો. ઓપરેટીવ બેન્કમાં ડીરેકટર પદેથી બેંકને સેવા આપેલી ઘણા વર્ષો સુધી ઘાટકોપરની કપોળ જ્ઞાતિના ઉપપ્રમુખના હોદા પર રહી જ્ઞાતિસેવા કરી અને ઘાટકેપરના પેળ યુવક મંડળ તથા અન્ય સંસ્થાઓ સાથે વર્ષો સુધી સંકળાયેલા રહેલા આમ અનેકવિધ સામાજીક પ્રવૃત્તિમાં રહી યથાશકિત સેવા આપતા હતા આમ છતાં હંમેશાં પ્રસિદ્ધીથી દૂર રહેવાને તેમને સ્વભાવ હતે. જીવનમાં સાદાઈ અને કરકસરના હિમાયતી હતા તે પણ સ્વચ્છતા અને સુઘડતા પ્રત્યે વિશેષ ચીવટ રાખતા તેમના નિખાલસ અને માયાળુ સ્વભાવને કારણે અને પીઢ અનુભવને લીધે કુટુંબમાં અને સ્નેહમિમાં તેમની સલાહની ગણના થતી. શ્રી મથુરદાસભાઈ પોતાના જીવનમાં અભ્યદય માટે તેમનાં મોટાભાઈ સ્વ. શ્રી રતિભાઈ અને અન્ય વ્યકિતઓ જેમના પ્રભાવ અને દોરવણી નીચે જેમની પાસેથી તેમને શીખવા મળ્યું તેમની પ્રત્યે તેઓ હંમેશ સુણભાવ વ્યકત કરતા. પોતે સુખી અને ભાવનાશીલ હતા આથી તેમણે કર્તવ્યભાવે પ્રેરાઈને મુંબઈની શ્રી હરકીસનદાસ હોસ્પીટલ શ્રી જીથરી ખુશાલદાસ જગજીવનદ સ ટી. બી. હોસ્પીટલ શ્રી કપોળ કેળવણી ટ્રસ્ટ શ્રી સીહોર કેળવણી ટ્રસ્ટ શ્રી અમરેલી વેરાઈ માતા મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસ ગે શ્રી તળાજા હોસ્પીટલમાં સાધનો વસાવવા તેમણે યથાશકિત મદદ કરેલી છે. તેમજ તળાજામાં છાસકેન્દ્ર ખેલ્યું અને પશુ માટે ઘાસ ચારાની સગવડ કરી આપી. અન્ય બીજી સંસ્થાઓને પણ નાની મોટી આર્થિક મદદ કરી પિતાની સંપત્તિને અવ્યય કરી યશ મેળવ્યા શ્રી ઈશ્વરલાલ એમ. શાહ
બનાસકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રે આગેવાન કાર્યકરમાંના એક શ્રી ઈશ્વરલાલભાઈ એ પિતાની ધીકતી વકીલાતના કાર્યક્ષેત્રેની સાથે સાથે સહકારી અને સામાજિક ક્ષેત્રે પણુ ગણનાપાત્ર સેવાની સુવાસ ઉભી કરી છે. વ્યવસાયની સાથે જીવનની ઉતંગ દષ્ટિનો સમન્વય સાધી મનન-ચિંતન અને આદર્શો પ્રત્યેનો અભિગમ કેળવી સેવા પરાયણ જીવન જીવી રહ્યાં છે–પાલનપુરની સામાજિક સંસ્થાઓ રેડક્રેસ, રોટરી કલબ, સર્વમંગલમ, બનાસકાઠ: આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ આદર્શ હાઈકુલ ડીસા, થીયેસેફીકલ સાયટી પાલનપુર, હરિજન સેવક સંધ પાલનપુર વિગેરે સંસ્થાઓમાં તેમની ઉજજવળ સેવાઓ જાણીતી છે. તે શિક્ષણ અને કેળવણીની કિંમત બરાબર જાણે છે અને તેથી જ કેળવણીની દિશામાં કામ કરતી સંસ્થાઓને પગભર બનાવવામાં અને તેના સફળ સંચાલનમાં તન મન વિસારે મૂકી કામ કરતા રહ્યા છે. પાલનપુરના વ્યવહારકુશળ અગ્રણી તરીકે કર્મનિષ્ઠ કાર્યકર તરીકે જિલ્લામાં સારૂ માન પાન પામ્યા છે,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org