Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1003
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ શ્રી જયંતભાઈએ ૧૯૭૪માં ધ્રાંગધ્રા મુકામે ભરાયેલા કાઠિયા- વાડ રાજકીય પરિષદ વખતે સ્વયંસેવક તરીકે સારી એવી કામગીરી કરેલી. તે પછી કેટલેક સમય કેમીકસના સેસમેન તરીકે ઓલ ઈન્ડીયાને પ્રવાસ કર્યો. અને સમય જતાં મિત્રોની હુંફ અને પ્રેરણાને કારણે અમદાવાદમાં આજે સ્થિર થયાં છે. આયર્ન સ્કેપ અને કોસેઝીન એજી એન્ડ કેન્દ્ર કટર્સના ધંધામાં આગળ આવ્યા છે. તેમની આ પ્રગતિ શ્રી મનસુખભાઈ પારેખ, શ્રી સુબોધચંદ્ર રતિલાલ શાહ અને મગનલાલ માણેકચંદની હંફ અને સહકારને આભારી છે. ઉપરાંત શ્રી નગીનદાસ ગાંધી અને વાડીલાલ મેહનલાલ શાહની પ્રેરણાએ પણ તેમના વિકાસમાં સારો રસ લીધો હતો. સામાન્ય સ્થિતિમાંથી આગળ આવનાર શ્રી જયંતિભાઇએ નાના મોટા ફંડફાળાઓમાં અને વ્યકિતગત રાહતના પ્રશ્નોમાં પણ દિલની અમીરાતની પ્રતીતિ કરાવી છે. શ્રી દુલાભાઈ આતાભાઈ ભાદ્રોડના વતની અને સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ જાહેરક્ષેત્રે પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણું વર્ષોથી પડ્યા છે. જિલ્લા કલબોર્ડના સભ્ય તરીકે મહુવા ખ. વ. સંઘની કારોબારીમાં પંચળા આયર જ્ઞાતિની બેડિંગ અને જ્ઞાતિના મંત્રી તરીકે, દુષ્કાળ વખતે સ્થાનિક મંત્રી તરીકે મવા ખાદી બર્ડની કમિટિમાં અને ખેડૂતના જે તે પ્રશ્નોમાં કામગીરી કરી છે. મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ ઠીક સમય કામ કર્યું છે. શ્રી નાથુભાઈ નાગરદાસ શાહ - વલસાડની અગ્રગણ્ય વ્યાપારી પેઢી નરોત્તમ વિઠલદાસ એન્ડ સન્સના સફળ સૂત્રધાર તરીકે જેઓ છેલ્લા બે દાયકાથી સંચાલન કરી રહ્યાં છે. મેટ્રીક સુધીને જ અભ્યાસ પણ ઘણા કુશળ વ્યાપારી તરીકેના નાની ઉંમરમાં જ તેનામાં દર્શન થયાં. વ્યાપાર ઉપરાંત સામાજિક સેવા ભાવનાથી પણ રંગાયેલા. રોટરી કલબ, વલસાડની કસ્તુરબા હોસ્પીટલ, સાર્વજનિક કેળવણી મંડળ, કેલેમાં, શાળાઓમાં વ્યાપારી મંડળમાં એમ અનેક સ્થળે અને સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ભવિષ્યમાં પોતે કેમીકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવવાની ખ્યાયેશ ધરાવે છે. તેમના પિતાશ્રી નાગરદાસભાઈને તા. ૨૨-૨ ૬૯ ના રોજ સ્વર્ગવાસ થયા. તેઓ પણ એવા જ ભલા, પરોપકારી અને પરગજૂ સ્વભાવના હતા. આ કુટુંબના વડા તરીકે શ્રી રમણભાઈ વડીલ છે. તેઓ પણ પેઢીમાં અને સાર્વજનિક કામમાં સારો રસ લે છે. શ્રી નંદલાલભાઈ ગાંધી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના વતની ઘણા વર્ષોથી મુંબઈમાં વસવાટ કરી રહ્યાં છે. પિતાના વ્યવસાયમાંથી શક્ય તેટલો સમય રોજ રોજ ફાજલ પાડીને સમાજસેવાના નાના મેટા કામમાં સારૂ કામ આપી રહ્યાં છે. પ્રસિદ્ધિ અને નામનાથી હમેશા દૂર ભાગ્યા છે. જીવનમાં કાંઈક કર્યું હોવા છતાં કશું જ નથી કર્યું એ મનેભાવ તેમના મુખ ઉપર જેવા મળે છે. સુરેન્દ્રનગર મિત્રમંડળ અને સુરેન્દ્રનગરની નાની મેટી તમામ સંસ્થાઓમાં એક યા બીજી રીતે તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. શ્રી નંદલાલભાઈ ચુનિલાલભાઈ સોમપુરા ભારતમાં પ્રાચીન–અર્વાચીન શિલ્પ સ્થાપત્ય, વિશાળકાય પ્રાસાદો અને મંદિર નિર્માણની વિવિધ શૈલી અને સ્વરૂપા પ્રમાણેનું કલાત્મક બાંધકામ જાળવી રાખવામાં સોમપુરા શિલ્પીઓનું ભારે મોટું પ્રદાન રહેલું છે. આ ક્લા કસબીમાં નામના મેળવનારાઓમાં શ્રી નંદલાલભાઈ સેમપુરાને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. શિલ્પશાસ્ત્ર અને સ્થાપત્યકલાનું પ્રત્યક્ષ જ્ઞાન વારસામાં મેળવ્યું. ગુજરાતી ચાર ધોરણ સુધી જ અભ્યાસ પણ બચપણથી ઐતિહાસિક પ્રાચીન સંશોધન અને સ્થાપત્યની ઉંડી વિગતો મેળવવાની લગનીએ આજે તેઓ ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. તેમની દીર્ધદષ્ટિ અને ઊંડી સમજ-સૂઝની પ્રતીતિ તેમણે આજ સુધીમાં કરેલા નીચેના ભવ્ય કામો ઉપરથી થાય છે. બીલ્ડીંગ કામો જેવાં કે–દિગમ્બર ધર્મશાળ, ખુશાલ ભુવન, ચાંદભુવન, સાહિત્યમંદિર તથા બેજાની મજીદ, પ્રાસાદ શિલ્પના મુખ્ય કામમાં રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ સામે પાર્શ્વનાથનું મંદિર, સુરેન્દ્રનગરનું ચોવીશ જીનાલય વઢવાણનું શાન્તિનાથ પ્રાસાદ, મુંબઈ ચેમ્બરમાં રૂષભદેવ જૈન પ્રાસાદ, ઘાટકોપરમાં મુનિસુવ્રત સ્વામિપ્રાસાદ, દહીસરમાં પ્રાસાદ, પાલીતાણું કેસરીયાનગર વગેરે ઉપરાંત ઘેલા સોમનાથ એમ એક જેટલા નાનામોટા પ્રાસાદો જિર્ણોદ્ધાર અને તેની રચનામાં શ્રી નંદલાલભાઈની વિચક્ષણ શકિતએ કામ કર્યું છે. જે પ્રેકટીકલ કામગીરી આજે સ્થાપત્યના મહાન સજન સુધી વિકસાવી છે. ઉપરાંત મારબલની નવી શોધની દિશામાં તેમના પ્રયત્નો ચાલુ છે. ભારતના મેટા ભાગના તીનું પરિભ્રમણ કર્યું છે. નાનામોટા ફંડફાળાઓમાં પણ આ કલાકારે સારી દેણગી કરી છે. પાલીતાણાના મંદિરે, ભૂતેશ્વર, નાગનાથ, ભીડભંજન, ભવાની, લક્ષ્મીનારાયણ વગેરેમાં સારી સખાવતે કરી છે. સેપુરા વિદ્યાથી છાત્રાલય અને ઘણી જૈન ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી પ્રભુદાસ ખુશાલભાઈ પટેલ વાચન-મનન-ચિંતન અને પ્રવાસના પિતાના શેખને કારણે ઘણો બહોળો જન સંપર્ક કેળવી સામાજિક પ્રશ્નોને સમજતાં ગયાં ત્યારે શૌર્યની ભાવના સાથે જાહેર જીવનમાં Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042