Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1002
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૯૯૭ લીધેલી. અમરેલી નાગરીક બેન્કના મેનેજીંગ ડીરેકટર તરીકે તાલુક ખરીદ વેચાણ સંધના એડમીનીસ્ટ્રેટર તરીકે માકેટીંગ યાર્ડના મંત્રી તરીકે તથા અમરેલીની અનેક નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા. અમરેલી જિલ્લા સહકારી બેન્કના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. ડો. ચીનુભાઈ જગન્નાથ નાયક “ભારતના નાટયશાસ્ત્રમાંથી મળતી સાંસ્કૃતિક વિગતે” એ વિષય પર મહાનિબંધ લખીને ગુજરાત યુનિવર્સિટીની પી. એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરનાર સમગ્ર નાયક-ભેજક જ્ઞાતિમાં તેઓ સૌ પ્રથમ છે. જીવનમાં સ્વ. પુરુષાર્થ કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, વિદ્યાના ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે. સરકારી નોકરી કરતાં કરતાં તેમણે ૧૯૫૬માં બી. એ. ની ડિગ્રી મેળવી. ત્યારબાદ એમ. એ. માં “પ્રાચીન ભારતીય સંસ્કૃતિ’ વિષય લઈને ઈ સ. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાં દ્વિતીય વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મુંબઇ રાજ્ય તરફથી ત્રીજા વર્ગના ઓફિસરે માટેની શિક્ષણ ખાતાની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરીને સમગ્ર મુંબઈ રાજ્યમાં સૌ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇ. સ. ૧૯૫૯થી આજ દિન સુધી એચ કે. આર્ટસ કોલેજમાં ભારતીય સંસ્કૃતિ વિષયના પ્રાધ્યાપક તરીકે જે સેવાઓ આપી વિદ્યાથીઓની આલમમાં જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેનાથી સૌ ગૌરવ અનુભવે છે. શ્રી ગાત્રાળ ભેજક હિતવર્ધક સમાજ, અમદાવાદના મંત્રી તરીકે શ્રી મહીપતરામ માસ્તર સાહેબના ત્રણેય ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમજ અનેક સંસ્થાઓમાં ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે જે કાર્ય બજાવી રહ્યા છે અને ગુજરાતના તેમજ ભારતના ઇતિહાસ સંશોધનમાં જે રસ લઈ રહ્યા છે તેમજ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ભારતીય સંસ્કૃતિ’ વિષયની અભ્યાસ સમિતિના સભ્યપદે રહીને જે સેવાઓ આપી રહ્યા છે તેની પણ સહર્ષ નોંધ લેવી જ જોઈએ. શ્રી ચંદ્રકાન્તભાઈ ડી. શાહ એમાં, રાહત, દુષ્કાળના કામમાં સમય શકિતના ભોગે પણ સતતપણે કાર્યશીલ રહેતા હોય છે. હિંદના બધાજ સ્થળેનું પર્યટન કર્યું છે. ઘણાજ ભાવનાશાળી યુવાન કાર્યકર છે. શ્રી ચંપકલાલ મગનલાલ ધારીયા સુરતના વતની–સાત ધોરણ સુધી જ અભ્યાસ પણ દ્રઢ મનોબળ સત્યનિષ્ઠા અને શુભ ભાવનાના પ્રેરક પરિબળોએ તેમના જીવનનું ઘડતર જુદી રીતે જ કર્યું અનેક જાતના અનુભવેના તાણાવાણામાંથી પસાર થયાં. દુઃખી દિવસેમાં પણ હિંમતપૂર્વક નીતિ ન્યાયને રાહને વળગી રહેવાની સંજીવની સાંપડી. ૧૯૪૦થી ૧૯૬૦ સુધીમાં જે કંઈ કામ હાથ ધર્યું તેમાં નિષ્ફળતા મળી પણ એ અનુભવોમાંથી જે કાંઈ અમૃત ભાથુ લાગ્યું તેને લઈને ૧૯૬૦ પછી ધંધામાં સ્થિરતા ઉભી થઈ અને આજે ધંધાને ઘણોખરો કારભાર પુત્રોને સેંપી પોતે હળવા બન્યા છે. સાર્વજનિક ક્ષેત્રે તેમની સામાજિક અને ધાર્મિક સેવા પણ નોંધપાત્ર છે. સુરત-ખંભાતી ક્ષત્રીય સમાજના ઉપપ્રમુખ તરીકે, ધાર્મિક મંદિરના ટ્રસ્ટી તરીકે અને સુરત વણકરની સંસ્થા કે. એ. સેસાયટીના પ્લાનકમિટિ ચેરમેન તરીકે સક્રિય કામગીરી રહી છે. ગરીબ અને સામાન્ય વ્યકિતઓ તરફની તેમની મદદ અને સહાનુભૂતિ આર્થિક સહાય આપવા અપાવવામાં રહેલી છે. ઘણુજ નિખાલાસ હૃદયના છે. શ્રી ચંદ્રવદન કેશવલાલ પારેખ પ્રતાપી પિતાના પ્રતાપી પુત્ર તરીકે વ્યાપારી પ્રતિષ્ઠા સાથે સમાજ સેવામાં યથાશકિત દાન આપી ઉજવળ નામના મેળવનાર શ્રી ચંદ્રવદનભાઈ પારેખ મવાના વતની છે. સેવા અને સખાવતી ભાવનાના વારસા સાથે મેટ્રીક સુધીનો અભ્યાસ કરી શ્રી ચંદ્રવદનભાઈએ પિતાશ્રી પાસેથી પ્રેરણા લઈ મુંબઈમાં ૧૫૧થી સીમેન્ટ વગેરેની આઇટમના વ્યવસાયની શરૂઆત કરી જેમાં એકધારી પ્રગતિ સાધી છે. ધંધાર્થે યુરોપ-અમેરિકા અને ઈન્ડીયાના મોટાભાગના સ્થળેનું પરિ. બ્રમણ કર્યું છે. મવા યુવક સમાજ દ્વારા વખતે વખતના નાના મોટા સાર્વજનિક કામોમાં આ કુટુંબે દાનનું ઝરણું વહાવ્યું છે મહુવાની હોસ્પીટલમાં પિતાશ્રીને નામે મોટી રકમની સખાવત ઉપરાંત લાઈબ્રેરીમાં પણ સારી રકમ આપી છે. મુંબઈમાં મા યુવક સમાજ લાયન્સ કલબ અને ઘણી લેકલ સંસ્થાઓ સાથે સંકળાએલા છે. તેમની સમાજ સેવાની ધગશને પુરા તેમણે આપેલા દાનની વિગતમાંથી મળી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના વતની છે. ૧૯૫૧થી મુંબઈમાં વસવાટ કર્યો છે. શરૂઆતમાં નોકરી અને પછી ૧૯૫થી ઓટોમોબાઈલસના ધંધાની શરૂઆત કરી જેમાં એકધારી પ્રગતિ કરી રહ્યાં છે. સ્વયંબળેજ આ ધંધામાં તેઓ આગળ આવ્યા છે. ધંધાની શરૂઆત સાથેજ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આગેવાની ભર્યો ભાગ ભજવે છે. સુરેન્દ્ર નગર મિત્રમંડળના સેક્રેટરી, ઝાલાવાડ સેશ્યલ ગૃપના મંત્રી, માટુંગા ગુજરાતી કેળવણી મંડળ, વૃદ્ધાશ્રમ, બહેરામુંગા અનાથાશ્રમ; સી. યુ. શાહ ટી. બી. હોસ્પીટલ, પીપસ કે. એ. બર્ડ વગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સામાજિક સંસ્થાઓને પગભર કરવા નાના મેટા ફંડફાળા રહે છે. શ્રી જયંતિલાલ શાંતિલાલ જેઠારી સૌરાષ્ટ્રના હળવદના વતની અને હાલ અમદાવાદમાં છેતલા ઘણા વર્ષોથી આયર્ન પના ધંધામાં પ્રગતિ કરી રહેલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042