________________
૧૦૦૦
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
ડાઈને જ આ ક
તલાલભાઈ
પ્રગતિ કરી છે. ત્રીશ વર્ષ પમેલાં તેમણે આ ધંધાની શરૂઆત કરી. ત્યારે મજુરી કામ, કડીયા કામ તથા લેબર કામ વગેરેમાં પિતાની જાત મહેનત અને ખંત કાળજીને લઈને જ પછી કેન્દ્રાકટના મોટા કામે જેવા કે, સોસાયટી, ઓફીસ બીલ્ડીંગ, રેસીડેન્ટસ બીલ્ડીંગ, ફેકટરીઓ વગેરે તે કામે રાખતા ગયાં અને કુદરતે પણ યારી આપી. અને ધંધાને સારી સ્થિતિમાં મૂકો. પિતે મધ્યપ્રદેશ, રાજસ્થાન ગુજરાતનો પ્રવાસ કર્યો છે. ધંધાના વિકાસને જ મુખ્યત્વે શોખ રહ્યો છે. શ્રી લક્ષ્મીચંદ મણીલાલ શાહ
સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે સીયાણીના વતની–ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસવાટ વચ્ચે થોડો સમય મધ્યપ્રદેશમાં પણ રાઈસ મીલનું કામ ચાલુ કર્યું. પણ કંટ્રોલ આવતા મીલ બંધ કરવી પડી અને પાછા મુંબઈ આવવું પડયું. મુંબઈમાં અત્યારે બેખે વુલન મીસ પ્રા. લી. નું સફળ સંચાલન કરી રહ્યાં છે.
નાનપણમાં વડીલે પાસેથી નિતિમત્તા અને સત્યનિષ્ઠાને વળગી રહેલા સંબંધમાં સાંભળેલા બેધપાઠને ધ્યાનમાં લઈ હમેશા એ રીતે અમલ કરવાની કેશીષ કરી છે. અત્યારે તેઓ નાની મોટી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ, લીંમડી નાગરિક મંડળ આદર્શ પ્રગતિ મંડળ, ઘાટકેપર હાઉસીંગ સેસાયટી લીંબડી, કેળવણી મંડળ, મહાવીર કલ્યાણ કેન્દ્ર એમ ૨૦ થી ૨૨ સંસ્થામાં સક્રિય કામ કરી રહ્યાં છે. હિન્દુસ્તાનના મોટા ભાગના ગામને પ્રવાસ કરે છે. શ્રી લક્ષ્મીચંદ એચ. શાહ
વીરમગામના વતની-નાની ઉમરમાં અભ્યાસ છોડી ૧૯૩૦-૩૧ ની મીઠા સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું અને ઘણે સમય સુધી દારૂ નિષેધ–પરદેશી કાપડનો બહિષ્કાર વગેરે અંગે પ્રચાર પત્રિકાઓ અને ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ અંગે ગ્રામ પ્રદેશમાં સતત પર્યટન આ બધી પ્રવૃત્તિઓને લઈ યરવડા જેલમાં છ માસ સજા ભેગવી હોવાની પણ હકીક્ત મળે છે. સ્વરાજ્ય પછી કેટલાક સમય વીરમગામ તાલુકામાં સસ્તા અનાજની દુકાન ચલાવી અને ક્રમે ક્રમે ભેયરી તીર્થ, કબઈ તીર્થ, શંખેશ્વર વગેરે જૈન તીર્થોમાં દાનવીર પાસેથી રકમ મેળવી ધર્મ ભકિતના નાના મોટા કામો ઉભા કરાવવામાં નિમિત્ત બન્યા. ઉપરાંત જ્યાં પિતાની ખેતીવાડી હતી તે ધાકડી ગામમાં જૈન સાધુ સાધ્વીઓને માટે ઉપાશ્રયમાં પણ રસ લીધો અને છેલ્લે પાલીતાણામાં મોતીશા ચેરીટી ટ્રસ્ટમાં હેડ મુનિમ તરીકે કામગીરી કરી રહ્યાં છે. નગરશેઠ શ્રી વનમાળીદાસભાઇ
રાજાશાહી કાળથી છેક આજદીન સુધી મહાજન
સંસ્થાઓનું આપણે ત્યાં ભારે મેટુ વજન રહ્યું છે. પાલીતાણામાં નગરશેઠ શ્રી વનમાળીદાસભાઈ તથા તેમના પરિવારમાં શ્રી શેઠ શ્રી ચુનિભાઈ તથા શ્રી દલીચંદભાઈએ એ પ્રણાલિકાને અનુસરી નગરશેઠાઈન માન મેળે જાળવી રાખ્યો છે. પાલીતાણાના નાનામોટા કામમાં આ કુટુંબ હંમેશા મોખરે રહ્યું છે. શ્રી દલીચંદભાઈના સુપુત્ર શ્રી શાંતિલાલભાઈ શેઠ ૧૯૪૯ થી મુંબઈમાં વસવાટ કરે છે. અને આજે તેઓએ ત્યાં ભારત સ્ટીલ ટયુઝ લી. ના મહારાષ્ટ્ર ખાતેના એકમાત્ર એજન્ટ શ્રી પ્રવીણચંદ્ર એન્ડ કુ. ના મુખ્ય પાર્ટનર તરીકે ધંધાકીયક્ષેત્રે ગણનાપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એટલાજ ઉમંગથી રસ ભે છે. જેને સોશ્યલગ્રપ, પાલીતાણા જૈન મિત્ર મંડળ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નગરશેઠ કુટુંબના અન્ય સભ્યો પણ વિવિધક્ષેત્રે જોડાયેલા છે. શ્રી સૈયદમામદ એ. કાદરી
સીંગાપુરના વતની. ૧૯૪૨ ના બેબમારાના ગોઝારા બનાવે વખતે જીવ સટોસટના પ્રસંગોમાંથી નીકળી જ ને મદ્રાસ, કલકત્તા, પૂના વગેરે શહેરોમાં નિષ્ઠાપૂર્વક કરી કરી. બી. એ સુધીનો અભ્યાસ એટલે મનમાં ઘણીજ હિંમત હતી બાવડામાં બળ હતું. ભાવનગરમાં ૧૯૫૭ માં તેમનું આગમન થયું. જૂદી જૂદી જગ્યાએ એટોમબાઈલસના ધંધામાં કામ કર્યું. વિશાળ અનુભવ અને કાંઈક સ્થિરતા પછી કાદરી ઓટો વર્કસ નામે પિતાને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. જાત મહેનતથી આગળ આવ્યા. અને આજે ધંધામાં ડીક પ્રગતિ કરી છે. દેશભરનો તેમણે પ્રવાસ પણ કર્યો છે. શ્રીમતી હંસાબહેન શાન્તિલાલ શેઠ
વઢવાણના વતની છે ઘણા વર્ષોથી મુંબઈમાં વસવાટ કરે છે. શ્રીમંત કુટુંબમાં તેમનો ઉછેર હોવા છતાં સાદગી ભર્યું તેમનું જીવન છે. વઢવાણના નાતાલીયા કુટુંબના ગર્ભ શ્રીમંત શેઠશ્રી ચુનિલાલ ઉજમશીના તેઓ પુત્રવધુ છે. માનવ સેવાના કાર્યક્રમો માટેની રીમની પ્રબળ ભાવનાઓ દાદ માગી ત્યે છે. જ્ઞાતિ-ધર્મ કે પક્ષના બંધનથી પર રહીને બહેન અને બાળકોને કળા અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિમય કેળવણી આપવાનો તેમજ બહેનો સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરી શકે તે માટેના વિવિધ કાર્યક્રમો
જવામાં શ્રીમતી હંસાબહેન શેઠની સક્રિય કામગીરીની નોંધ લેવી જ રહી. પા. પા. પગલી કલાકેન્દ્ર સંસ્થા દ્વારા રેલ રાહુત ફડો, છાશ કેન્દ્ર, ખીચડી કેન્દ્ર વગેરેમાં તેમનું માર્ગદર્શન અને સહકાર મહત્વનો બન્યો છે. ઉના પ્રગણું દશાશ્રીમાળી વણિકમંડળ સાથે પણ સંકળાયેલા છે. તેમના પતિના સહકાર અને પરગજુ સ્વભાવને કારણે હજારો રૂપીયાના દાન બહારથી લાવી આપવામાં અને સામાજિક સંસ્થાઓને પગભર કરવામાં શ્રીમતી હંસાબહેનની સેવાઓ અવર્ણનીય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org