Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1029
________________ ૧૦૨૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ નના પ્રમુખ તરીકે સ્મોલ સ્કેલ કમિટિમાં નાની બચતની એડવાઈઝરી કમિટિમાં નેશનલ ડિફેન્સ કમિટિમાં થીએફી. કલ સોસાયટીમાં વગેરે અનેક સંસ્થાઓમાં કામ કર્યું. સ્વ. દલપતભાઈ પંડયા શ્રી ચતુરભાઈ અમીચંદ દેશી મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના ટીમાણા ગામના વતની છે. નાની વયમાં ધંધાર્થે મુંબઈ ગયા અને દૂધની દલાલીના ધંધામાં શ્રી ગણેશ માંડ્યા. એક પછી એક પ્રગતિના પાન ચડતા ગયાં આજે દુધની–દલાલીના ધંધામાં પાયધૂની ઉપર તેમની પેઢી ખૂબજ જાણીતી બનેલી છે કાબેલ અને વ્યવહાર કુશળ આ અગ્રણી વ્યાપારીએ પોતાના ધંધાને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પિતાના કુટુમ્બને પણ ઉત્કર્ષ સાધ્ય. પુત્રોને ઉચ્ચ કેળવણી આપી પરદેશ મોકલ્યા મોટા પુત્ર શ્રી જયંતભાઈએ ડોકટરી લાઇનમાં આગળ વધી ખૂબજ નામના મેળવી છે, વતન ટીમાણમાં પણ તેમનું સારૂ એવું દાન છે, તળાજા બેડિ"ગમાં અને બીજી જૈન સંસ્થાઓમાં તેમની દેણગીએ તેમના કુટુંબને યશકલગી ચડાવી છે. દુઃખી જૈન ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ કેળવણી માટે મદદ, જિર્ણોદ્ધાર માટે જ્યાં જ્યાં પાત્રતા જોઈ ત્યાં ત્યાં હેજ પણ પાછા પગ મૂકતા નથી. ધર્મ ક્રિયાઓમાં પૂર્ણપણે રસ લેતા રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ સંકળાયેલા છે. સ્વ. શ્રી કાન્તિલાલ વૃજલાલ નગરશેઠનાં મુબારક નામોમાં ભાવનગરનાં શ્રી કાંતિ. લાલભાઈ પણ ભૂલાય તેવાં નથી. ઉગતી યુવાવસ્થામાં જ ભાવનગરની નાની મોટી અનેક સંસ્થાઓનાં પ્રાણસમા બની ગયાં. સ્વરાજ આવ્યું. પણ પ્રજાકીય પ્રશ્નોએ અવારનવાર ડોકીયા કર્યા. ત્યારે પ્રજાના વ્યાજબી પ્રશ્નોની પડખે રહ્યાં છે. વેચાણવેરાની ઐતિહાસિક લડત વખતે, ફી વધારા લડત વખતે, હોનારત કે દુષ્કાળ આફત કે સામાજિક સેવાનો જ્યારે જ્યારે સાદ પડ્યો છે ત્યારે એક યુવાનની માફક તેમનું લેહી ઉછળ્યું હતું. ભાવનગરની તખ્તસિંહજી ધર્મશાળા, પટ્ટણી સ્મારક ફંડ અને ભાવનગર એજ્યુકેશન ફંડના પ્રમુખ તરીકે, છબીલાજીની હવેલી, વૈષ્ણવ હવેલી મહાજનને વડે, વિદ્યોત્તજક ફંડમાં સેક્રેટરી તરીકે કપોળ બોડિંગમાં ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટિમાં આફ્રેડ હાઈસ્કૂલ એડવાઈઝરી કમિટિમાં ચેરીટેબલ ધર્માદા સંસ્થામાં, રોટરી કલબમાં ડાયરેકટર તરીકે, અને બે વર્ષથી ટ્રેઝરર તરીકે માણેકલાલ ચકુજી ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી તરીકે, હરજીભાઈ ખોજા સાર્વજનિક સ્કૂલની કમિટિમાં પિતાથી સેવા આપી હતી. જિલ્લા કેસમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં એની શક્તિ સોળે કળાએ ખીલતી રહી. ૧૯૩૬-૩૭ માં પ્રજાપરિ ષદ વખતે કપરાકાળમાં સ્વ. શ્રી બળવંતભાઇ સાથે ગામડા એમાં ઘૂમતાં. ૧૯૨૭ થી ૧૫૨ સુધી વચ્ચે ચારવર્ષ બાદ કરતાં સતત ભાવનગર મ્યુનિસિપાલિટીનાં સભ્ય તરીકે, ભાવનગર શહેર કે ગ્રેસ કમિટિમાં ઉપપ્રમુખ તરીકે મંડળ સમિતિનાં ચેરમેન તરીકે ડીસ્ટ્રીકટ લાઈફ ઈસ્યુ. એજન્ટ એસેસીએશ ભાવનગર રાજ્ય ઘણાં નિષ્ઠાવાન અને પ્રમાણિક સરકારી કર્મચારીઓ આપ્યા છે. તેમાં સ્ટેશન માસ્તર શ્રી પંડયાનો ઉલ્લેખ કરી શકાય. તેઓશ્રી તા. ૯-૭-૬૮ ના રોજ દેવલોક પામ્યા. શ્રી હર્ષદરાય દ, પંડયા સ્ટેશન માસ્તર શ્રી દલપતભાઈ પંડ્યાના જેકપુત્ર. શ્રી હર્ષદભાઈ ગુજરાત જમીન વિકાસ બેન્ક લિ. માં હાલ ડેપ્યુટી મેનેજર તરીકે અમદાવાદમાં છે. શ્રી હર્ષદભાઈ પણ શાંત પ્રકૃત્તિન અને મિલનસાર સ્વભાવના હોઈ મિત્ર વર્તુળમાં પ્રિય થઈ પંડ્યા છે. નિકરીની જવાબદારી હોવા છતાં તેઓ એક સારા પ્રવાસી છે. પ્રવાસના આ શેખને કારણે ભારતના મોટા ભાગના જેવા લાયક સ્થળોની તેઓએ મુલાકાત લીધી છે. તેઓએ યુરોપના દેશના ટૂંકા પ્રવાસનું આયોજન પણ કરેલ છે. તેમના સ્વમુખે પ્રવાસ વર્ણને સાંભળવા કે વાંચવા એ લ્હાવો છે. પ્રવાસના શોખ ઉપરાંત જુના સિકકા તથા ટીકીટ સંગ્રહને પણ તેઓ શેખ ધરાવે છે. શ્રી કુલચંદભાઈ હરચંદભાઈ દેશી મહુવા પાસેના ખુંટવડા એક ગરીબ માતાપિતાને ત્યાં જન્મ. મહુવા મામાને ત્યાં નાનપણ ઉછેર ને સંસ્કાર. શ્રી ગોખલેજીનું ચરિત્ર વાંચતાં જૈન સમાજની સેવા કરવાનાં કેડ જાગ્યા કૌટુમ્બીક સંજોગોનાં કારણે સાથી પહેલાં પાલીતણુ યશવિજ્યજી જૈન ગુરૂકુળમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્ય શરૂ કર્યું. ત્રણ વર્ષ પાટણમાં પતિ પત્નીને સાથે કામ મળ્યું અને બે વર્ષ વીર પ્રકાશમાં અને પછી વિજય ધર્મ લક્ષ્મી જ્ઞાન મંદિરમાં કાર્ય કર્યું. પંજાબી આચાર્ય શ્રી વિજ્ય વલ્લભસૂરિની આજ્ઞાથી પંજાબ ગયા. શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળમાં ૬ વર્ષ નિયામકનું કામ કર્યું. ૬ વર્ષ ફરી પાટણ જૈન મંડળ છાત્રાલયમાં કામ કર્યું. ૬ વર્ષ શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યા વિહારમાં ગૃહપતિનુ કાર્ય કર્યું શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં બેસી ગયા. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કેમશીયલ હાઇસ્કુલ ૧૯૪૩ માં શરૂ કરી પછી ભાવનગરમાં શેઠ ભેગીલાલ મગનલાલ વાણિજ્ય વિદ્યામંદિર કરાવ્યું. ગુરૂ કુળની પ્રતિષ્ઠા વધારી ફંડ મેળવ્યાને ભવ્ય મકાન તૈયાર કરાવ્યું. ૧૯૬૨ માં નિવૃત્ત થ ાં અને મુંબઈ ગયા. ૨૫ જેટલા ચરિત્રે તથા બીજા ઉપયોગી પુસ્તક લખ્યાં ને લેક પ્રિય થઈ પડયાં. વકતૃત્વને પણ સારે શોખ, કેગ્રેસ તરફ ભકિત, ૧૯૨૦ થી શુદ્ધ ખાદીનું વ્રત Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042