Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1015
________________ શ્રીમંત સમાજ ભૂષણ શેઠશ્રી ભગવાનદાસજી જન–સાગ વાલા. (મ..) રોહી ભગવાનદાસ જેન ગેડ બી ગાભાલાલ જેને ભારતમાં અનેક દાનવીર. ધમ ધમી, વિદ્યાપ્રેમી, સમાજ સુધારક તા ઉદ્યોગપતિઓ થયેલ છે. શેઠશ્રી ભગવાનદાસ જૈન ઉપરોકત ગુણો ધરાવનાર એક મહાન ઉદ્યોગપતિ અને આપબળ તથા પુરુષાર્થથી ઉન્નતિના શિખરે પડોચનાર મહાનુભાવ છે. આજે ૭૫ વર્ષની વયે તેમની ધગશજુસ્સા અને સૂઝ એક યુવાનને શરમાવે તેવા છે, સાના-ચાંદી અનાજ તથા કાપડના વેપારના અનુભવના અંતે બીડી પત્તા ઉધોગને મેટા પાયા ઉપર વિસ્તાર કરવામાં લક્ષ આપ્યું. આજે એ ઉધોગની ૪૦ શાખાઓ છે. જેમાં પ્રતિદિન ત્રણ કરોડ બીડીઓ બને છે. તેમની બાલક છાપ પીડી સારા ભારતમાં પ્રખ્યાત છે. ધર્મ પ્રત્યે તેમને અપાર શ્રદ્ધા છે. મહારગઢમાં તારણ સ્વામીના સમાધિ સ્થાન ઉપર મંદિર અને ધર્મશાળા બંધાવેલ છે. સ્વાધ્યાય ભવન અને ધર્મશાળાનો વિસ્તાર કરવામાં રૂા. એક લાખ ખરચ્યા છે. સાગરમાં ત્રણ લાખ રૂપિયાના ખર્ચે એક ધર્મશાળા બંધાવેલ છે. ત્યાં એક ફ્રી દવાખાનું ૧૯૪૧માં બંધાવી સ્થાપેલ છે. જેને નિભાવ ખર્ચ તેઓશ્રી આપે છે દિગંબર જૈન મહા વિદ્યાલયમાં રૂા. પ૦ હજાર ખર્ચ એક હેલ બંધાવેલ છે. ગરીબ અને યોગ્ય વિદ્યાર્થી અને શ્રી ભગવાનદાસ શોભાલાલ જૈન ચેરિટી ટ્રસ્ટ માંથી અનેક શિષ્યવૃત્તિઓ મળે છે. તેઓશ્રી દિગંબર જૈન તારણ સમાજના પ્રમુખ અને આગેવાન હોવા ઉપરાંત સામાન્ય જન સમાજના અનેક વિધ કલ્યાણ કાર્યોમાં સક્રિય સાથે તથા સહકાર આપે છે. સમાજ કલ્યાણની ભાવના તેમના સમગ્ર જીવનમાં વણાયેલી છે. તેઓ દિગંબર જૈન સંસ્કૃત મહાવિદ્યાલયના અને સાગર ઉદાસીન આશ્રમના પ્રમુખ છે તથા સાગર મહિલા આશ્રમના પણ પ્રમુખ છે. આમ તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના આધ્યાત્મિક પ્રવચનેથી પ્રભાવીત થઇ સેનગઢમાં નિવાસ સ્થાન બનાવ્યું. અને દર્શનાર્થીઓ માટે પચીસરૂમ રહેવા માટે બનાવ્યા છે. તેમને સમાજ તરફથી “ શ્રીમંત શેડ ” અને “સમાજ ભૂષણ” નામની પધ્વીઓ એનાયત થયેલ છે. શેઠ સાહેબના પુત્ર શ્રી ડાલચંદજી જૈન છેલ્લા સાત વર્ષથી મધ્ય પ્રદેશ વિધાન સભાના સદસ્ય છે. રામલકમણની જોડી જેવા શ્રી ભગવાનદાસ અને શાભાલાલજી બંને ભાઈઓ છે, પોતાને પાંચ સંતાન છે અને શાભાલાલને બે સંતાન છે. બન્ને ભાઈઓનું કુટુંબ એક વિશાળ વટવૃક્ષ જેવું છે. તેઓશ્રીને ૨૦ મેટરો, ૧૮ જીપ ગાડીઓ, ૧૫ ટ્રક અને સેંકડે નોકર છે. આના ઉપરથી તેમના ધન વૈભવના આછા ખ્યાલ આવે છે. આવા ધનવાન હોવા છતાં તેઓ નિરાભિમાની ધર્મપ્રેમી છે. નિખાલસ અને સઇદયી છે. આવા સદગુણી સદાચારી અને ઉમદા હૃદયના મડા. નુભાવના જીવનમાંથી અન્ય ધનિકે જો કોઈ પ્રેરણા મેળવે તે એક આદર્શ ઉન્નત અને ભવ્ય સમાજનું નિર્માણ થાય તેમાં શંકાને સ્થાન નથી. એક સમાજ સુધારક તરીકે તેમણે ગરીબ કન્યાઓના વિના ખર્ચે લગ્ન કરાવી આપ્યા છે. એટલું જ નહિ, પિતાના પુત્ર-પુત્રીઓના લગ્ન પણ આદર્શ રીતે દહેજ લીધા વિના કર્યા છે અને દહેજ પ્રથા સદંતર બંધ થાય એ માટે પ્રયત્નો ક્યાં છે. એ રીતે એમને આદર્શ લગ્નના જન કહી શકાય. પૂ. ગુરુદેવના હસ્ત તારણ સ્વામીના સમાધિ સ્થાન ઉપર સ્વાધ્યાય મંદિરનું ઉદ્દઘાટન તા. ૨૫-૨-૫ના રોજ કરવામાં આવ્યું. જેમાં પાંચ દિવસ સુધી ઉત્સવ રહ્યો. અને ૨૫ હજાર માણસને ભેજન વગેરેને પ્રબંધ શેઠશ્રી તરફથી કરવામાં આવ્યો હતો. સોનગઢ પરમાગમ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં તા. ૬ઠ્ઠીએ સંખ્યાબંધ ગામના માણસને જમાડયા તથા જીથરી હોસ્પીટલમાં ૭૫૦ દર્દીઓને બંને સમય ભેજન આપવામાં આવ્યું અને પાણી ઠંડુ કરવામાં માટે રૂા. ૩પ૦૦/-નું વોટર કુલર ટી. બી. હોસ્પીટલને ભેટ આપવું. સમાજનું તેઓ ગૌરવ સમાન છે. Jain M/s. Bhawandas Shobhalal SAGAR (m.p.) | બાલક છાપ બીડી Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042