________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
દષ્ટિ બિંદુ માત્ર ઉદ્યોગ કે વ્યાપાર તરફજ નહી પણ કેળવણીના વિકાસ માટેના પ્રયત્નમાં સફળતા મળે તેવા તેમના રચનાત્મક વિચારોને કારણે અને સૌમ્ય, ઉદાર અને નમ્ર સ્વભાવને કારણે મહુવામાં સંખ્યાબંધ સામાજિક સેવા આપતી ગગનચુંબી ઈમારતે તેમની જવલંત કારકીર્દિની સાક્ષી પૂરે છે. શ્રી ધીરજલાલભાઈ ભાસ્કર
ધોલેરાના વતની. ૧૯૪૨ ની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધે હતે. રચનાત્મક નઈતાલીમ, પ્રૌઢ શિક્ષણ, અને અસ્પૃશ્યતા નિવારણમાં ઘણા વર્ષોથી કામ કરે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ ધરાવે છે. વરા ધરમશી જાદવજી
પાલીતાણામાં જૈન સેવિકાશ્રમમાં સેક્રેટરી તરીકે જૈન સેવા સમાજ દવાખાનાના ટ્રસ્ટીપદે, પારેવા જુવાર ખાતાના પ્રમુખપદે, તથા જૈન ભુવન ધર્મશાળાના ટ્રસ્ટીપદે બુદ્ધિ વિજય જૈન પાઠશાળાના ટ્રસ્ટીપદે તેમને બીજી ઘણી સંસ્થાઓ સાથે સંકળાઈને સેવા આપી રહ્યાં છે. પાલીતાણું એજ્યુકેશન સોસાયટીમાં પણ સારે એ રસ લે છે. પાલીતાણા જૈન સેવા સમાજનાં દવાખાનામાં તેમના પિતા શ્રી જાદવજી કુલચંદને નામે રૂા. ૧૫૦૦ નું તેમણે દાન કર્યું છે. તે તેમની ઉદારતાની પ્રતિતી કરાવે છે.
પ્રશંસનીય ફાળે આપી રહ્યા છે તેઓ છેલલા દશબાર વર્ષથી માટુંગા જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખ સ્થાને રહી યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે અને જૈન સમાજની સેવા કરી રહ્યા છે શ્રી અમરેલી જૈન વિદ્યાર્થી ગૃહના વિકાસ પ્રયત્નમાં તેઓશ્રીને મહત્વનો ફાળો છે. અને તેમના શુભ હસ્તે સંસ્થાના મકાનનું શિલારેપણું થયું છે. શ્રી વીરચંદ પાનાચંદ કુટુંબ પત્રિકાના તેમના લખાણે રસપ્રદ; બેધક અને કુટુંબ વાત્સલ્ય ભર્યા હતા. શ્રી વીરનગરનાં તેમના પરમપુજ્ય પિતાશ્રીના સમરણાર્થે સ્થપાયેલ શ્રી રૂપચંદ પાનાચંદ છાત્રાલયમાં પણ તેમનો મહત્વનો ફાળો છે. શ્રી નંદલાલભાઈએ ઉદ્યોગ-વ્યાપાર-સમાજ અને ધર્મક્ષેત્રે આજ સુધીમાં જે યશપ્રાપ્તિ કરી છે તે તેમની દીર્ધદષ્ટિ અને આત્મવિશ્વાસને આભારી છે. તેમના જેવા ઉદાર એકનિક, સેવાપ્રેમી અને સૌજન્યશીલ મહાનુભાવ આપણું ગૌરવ છે.
શ્રી નંદલાલ રૂપચંદ શાહ
પુષ્પની સુગંધ વાતાવરણને મધુર બનાવે છે. પણ માનવ પુષ્પ તે આપ્તજને અને સારો સ્નેહી જને અરે ! જનતા જનાર્દનને સેવાની સૌરભથી ભરી દે છે. શ્રી નંદલાલ રૂપચંદ શાહનું જીવન પણ સેવાની સૌરભથી મધમધી રહ્યું છે સેવામૂર્તિ રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદભાઇના બડભાગી કુટુંબમાં શ્રી રૂપચંદભાઈને ત્યાં ઈ. સ. ૧૯૧૫માં વીરનગર ખાતે શ્રી નંદલાલભાઈને જન્મ થયે હતું. એ વખતના સમઢિયાળામાં અભ્યાસની વિશેષ સગવડતા ન હોવાથી શ્રી નંદલાલભાઈએ ભાવનગર-દક્ષિણ મૂતિ પાલીતાણ બાલાશ્રમ અને લીંબડી વિદ્યાથી ગૃહમાં રહીને અભ્યાસ કર્યો. રાષ્ટ્રપ્રેમને રંગ નાનપણથી લાગ્યો અને ૧૯૩૦ની સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈ દેશપ્રેમ પ્રદર્શિત વ્યાયામ રમતગમત અને તરવાનો શોખ તે એ કે સાથીઓ ચકિત થઈ જતા વીસ વર્ષની યુવાન વયે સૌરાષ્ટ્રમાં સાબુનું કારખાનું શરૂ કર્યું, તેમાં સારી સફળતા મેળવી, વ્યાપાર અર્થે કરાંચી ગયા. ત્યાં પણ સેવાક્ષેત્રે નોંધ પાત્ર કામ કર્યું હતું. ગોડલમાં હરિજન સેવક સમાજની તેમણે નેંધપાત્ર સેવા કરી હતી. ૧૯૪૮ માં કરાંચી છોડી મુંબઈ આવ્યા અને ઉદ્યોગપતિ થવાના સેણલાં સિદ્ધ કરવા તેઓ કેલીક ઈન્ડસ્ટ્રીયલ એજીનીયર્સના મેનેજીંગ પાર્ટનર તરીકે જોડાયા અને આજે ઉદ્યોગ ક્ષેત્રે દેશના વિકાસમાં
સ્વ. શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા
પ્રબળ પુરુષાર્થ જ્વલંત સાહસિક્તા અને ઈશ્વરકૃપાનું સફળ અને સુભગ મિલન એટલે શ્રી નાનજીભાઈનું જીવન. પુરુષાર્થે એમને કર્મયોગી બનાવ્યા. આત્માની આભા અનેકને પ્રેરવાને માટે તેઓ પાછળ મૂકતા ગયા શેઠ શ્રી નાનજીભાઈને જન્મ વિક્રમ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ શુકલ દ્વિતિયાને દિને જુના નવાનગર રાજ્યમાં આવેલા ગેરાણા નામના નાનકડા ગામમાં થયો હતે. તેમના પિતાનું નામ કાલિદ્રાસ, માતાજીનું નામ જમનાબાઈ આફ્રિકાના વસવાટ દરમ્યાન ઈ. સ. ૧૯૧૮ સુધીમાં બાવીશ જીનરીઓ તેમણે ઉભી કરી. અને યુગાન્ડામાં કૃષિ મુલક યંત્ર યુગનાં મંડાણ કરનારાઓમાંના તેઓ એક ઉદ્યોગી–પુરુષ બની ગયા પરંતુ તેઓ ત્યાંથી જ ન અટકયા. લૂગાઝી પાસે કાવલે ડુંગર પર જીજા અને કંપાલા વચ્ચેની ફળદ્રુપ ભૂમિ એ ડુંગરની આસપાસની વિશાળ જમીન ખેતી અર્થે ખરીદી લીધી અને ત્યાં શેરડીનું વાવેતર કર્યું. પછી મનસુબે કર્યો. કે સ્યુગર ફેકટરી ખાડનું કારખાનું ત્યાં જ ઉભું કર્યું ત્યાર પછી યુગાન્ડામાં વ્યાપાર વણજને વિકસાવ્યા રૂનો વ્યાપાર હસ્તગત કર્યો. યુગાન્ડા ડેવલેપમેન્ટ કંપની ઉભી કરી પૂર્વ આફ્રિકાની ભૂમિને ફલવતી અને સમૃદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો ભારતના ખ્યાતનામ અન્ય વ્યાપાર – પુરુષને યુગાન્ડામાં વ્યાપાર અર્થે આવવા ઈજન આપ્યું હન્નર ઉદ્યોગ અર્થે યુરોપની યાત્રાએ ખેડી અને ત્રિખંડમાં તેમનું નામ એક મશહુર શાહ સેદાગર અને ઉદ્યોગપતિ તરીકે ઝળકતું થયું. દેશમાં અને પરદેશમાં મળીને એ માણે કરોડો રૂપીઆ દાનમાં આપ્યા એ દાન પ્રવાહથી પૂર્વ આફ્રિકાની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ મહોરી ઊઠી અને ભારતીય જીવનના પ્રથમ ધબકારાને નવા યુગના સંદેશ સાથે એમણે એ ભૂમિના જનજીવનમાં જાગૃત કર્યો. ઈ. સ. ૧૯૩૪
ખ્યાતનામ ઈજન
માં તેમનું
થયું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org