________________
૮ અધ્યાત્મ સંત શ્રી કાનજી સ્વામી ,
પરમ પૂજ્ય અધ્યાત્મ સંત શ્રી કાનજી સ્વામીને શુભ જન્મ વિ. સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ બીજને રવિવારના દિવસે કાઠીયાવાડના ઉમરાળા ગામમાં સ્થાનક- વાસી જૈન સંપ્રદાયમાં થયે હતું. તેઓશ્રીના માતુશ્રીનું નામ ઉજબાઈ અને પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. બાળવયમાં તેઓશ્રીના વિશે કે જોષીએ કહ્યું હતું કે આ કઈ મહાન પુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ ઉમરાળાની જ નિશાળમાં અભ્યાસ કર્યો હતે. જોકે નિશાળમાં તેમ જ જૈન શાળામાં તેઓશ્રી પ્રાયઃ પ્રથમ નંબરરાખતા તે પણ નિશાળમાં અપાતા વ્યાવહારિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ અને તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે “હું જેની શોધમાં છું તે આ નથી.” કઈ કઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું. અને એક વાર તે, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ તે બાળ-મહાત્મા સના વિયોગે ખૂબ રડયા હતા.
નાની વયમાં જ માતા પિતા કાળ ધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અર્થે તેમના મોટા ભાઈ સાથે પાલેજમાં ચાલુ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રમાણિક હતું.
પાલેજમાં તેઓશ્રી કઈ વખત નાટક જેવા જતાં, પરંતુ નાટકમાંથી ગંગારિક અસર થવાને બદલે કઈ વૈરાગ્ય પ્રેરક દશ્યની ઊંડી અસર તે મહાત્માને થતી.
વેપારનું કામકાજ કરતાં છતાં તેમને અંતવ્યપાર તે જુદો જ હતું. તેમના અંતરને સ્વાભાવિક છેક હંમેશાં ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતા. પોતાની દીક્ષા લેવાની ઈચ્છા મોટાભાઈને જણાવી. અને સં. ૧૯૭૦ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મટી ધામધૂમથી દીક્ષા મહોત્સવ થયો.
ચારેક વર્ષમાં લગભગ બધાં વેતાંબર શાસ્ત્રો તેઓ વિચાર પૂર્વક વાંચી ગયા છેડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષ સત્યના ધન પ્રતિ જ રહેતુ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org