________________
મૃતિ સંદર્ભગ્રંથ
સ્વ. શ્રી. ચંપકલાલ ચુનિલાલ દાદભાવાળા
જેમનામાં નખશીખ સૌજન્ય હતું, જેમના જીવનમાં સેવા, ઔદાર્ય અને પરોપકારી ભાવના તાણાવાણાની માફક વણાઈ ગઈ હતી એવા શ્રી ચંપકભાઈ સૌરાષ્ટ્રના વઢવાણનું ગૌરવ સમા હતા. અને વઢવાણની શાન હતા. કઈ પણ લેકોપયેગી કામ માટે તેમની પાસે જાવ તેમના દ્વાર હમેશા ખુલ્લા જ હતા. તેમને જન્મ વઢવાણના સુપ્રસિદ્ધ દાદભાવાળા કુટુંબમાં ૧૯૦૨ માં થયો હતે. શિશુવયથી જ ગાંધી વિચાર સરણીથી રંગાયા હતા. સ્વ. મેતીભાઈ સ્વ. ચીમનભાઈ વૈષ્ણવ અને શિવાનંદજીના સાથમાં સ્વદેશી અને બીજ સેવા કાર્યોમાં ભાગ લેતા હતા તેમના પિતા સ્વ ચુનિભાઈ ચુસ્ત ગાંધી વાદી હતા અને કુલચંદભાઈ શાહની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં નિકટના સાથીદાર હતા અભ્યાસમાં ચંપકભાઈ ખૂબજ તેજસ્વી હતા પુનાની ફરગ્યુસન કોલેજમાં ઇન્ટરને અભ્યાસ કરી ૧૮ વર્ષની નાની વયે અમેરિકામાં વધુ અભ્યાસ માટે પ્રયાણ કર્યું અમેરિકા અભ્યાસ અર્થે જનારાઓમાં સૌરાષ્ટ્રના કદાચ તેઓ સૌ પ્રથમ હશે ૨૨ વર્ષે Mscની ડીગ્રી મેળવી સ્વદેશ પાછા ફર્યાં બીન લોહી ધાતુની આડ પેઢાશને વેપાર પરદેશે સાથે ચાલુ કર્યા આ વ્યાપારમાં હિન્દુસતાનમાં પહેલ કરનારે (Pioneer) હતા આજે પણ તેમને આ વ્યાપાર ચાલુ છે તેમનામાં શ્રી અને સરસ્વતીને સરસ એ સુમેળ હતે જેવા એ વિદ્યાવ્યાસંગી અને અભ્યાસુ હતા એવા જ શિલ અને દીલના ઉદાર અને અમીર હતા જ્યાં જ્યાં માનવતાને મહેરેલી દેખી ત્યાં ત્યાં એમણે અમી સીંચ્યાજ કર્યા છે વઢવાણનું ઝાલાવાડનું કે સૌરાષ્ટ્રનું કઈ પણ લેકડિતનું કામ હોય તેમાં સ્વ ચંપકભાઈને ફાળે તે અવશ્ય હોય જ પછી તે હાઈસ્કૂલ હોય કે ગૌશાળા હોય જૈનવાડી હોય કે દવાખાનું હોય જ્યાં જ્યાં પહોંચી શકાયું ત્યાં ત્યાં તેમણે વગર માંગે અને વગર યાદ કયે જીવ્યા ત્યાં સુધી દાનગંગા વહાવી જ છે. પુસ્તક માટે, દવા ઇંજેકશન માટે નાત જાતના ભેદભાવ વગર ગુસદાન જીવ્યા ત્યાં સુધી કર્યા કર્યું છે તેમના જીવનમાં સ્નેહ ઔદાર્ય અને પ્રેમી નીતરત અમીરાઈથી જ સૌની સાથે હળતા મળતા અને એક રસ થઈ જતાં. એમને મન ભૌતિક મૂલ્યની કઈ કિંમત નહોતી સાચું મૂલ્ય માનવતાનું હતું. તેમના જીવન ઉદ્યાનમાં સર્વત્ર આંબા જ વાવ્યા છે. પુપે જ ઉગાડયા હતા. જીવનભર સૌના ઉપર સ્નેહ વરસાવ્યું અને ઝેર તે તેમણે જ પચાવ્યા. વઢવાણની સરી જતી સંસ્કૃતિનું એક જીવંત પ્રતિક સમા હતા અને સમગ્ર માનવ જાતનું ગૌરવ સમા હતા. શ્રી ચુનિલાલ બી. મહેતા
જનસમુદાયમાંથી મેળવેલી મારી પાસેની મૂડી ઉપર માત્ર મારો જ નહીં પરંતુ મારા દેશ બાંધવોને પણ અધિ. કાર છે અને દેશને આબાદ બનાવવા માટેના વિકાસ કાર્યોમાં
આર્થિક મદદ કરવાને મારો ધર્મ છે, તેમ સમજી દાન આપવા વાળા કુંડલા તાલુકાના પીઠવડી ગામના વતની દાનવીર શેઠશ્રી ચુનિલાલ ભગવાનદાસ મહેતાનું નામ સૌરાષ્ટ્રના નામાંકિત દાનવીરમાં સદા અંકિત રહેશે. સાદા અને સરળ સ્વભાવના અપ્રસિદ્ધિને ચાહવાવાળા શેઠ શ્રી ચુનિભાઈ એ પૂર્વાવસ્થામાં આર્થિક મુશ્કેલી દુઃખ અને અનેક વિટંબણાને સામને કરતાં લેખંડના વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ સાધતા ગયા છે. વેપારી સાહસિકતા, નિતીમય પ્રમાણિક જીવન સાદા અને સરળ વિચારો તથા દલીતવી પ્રત્યે હંમેશા સહાનુભૂતિ અને સેવા સહકાર આપવાવાળા આ દાનવીરે ગુજરાતની અનેક સંસ્થાઓ, વિકાસના કાર્યો તથા લેકો ઉપયેગી ક્ષેત્રમાં છુટા હાથે દાન આપી યશસ્વી કાર્ય કીતિ પ્રાપ્ત કરી છે, પોતાના વતન પીડવડી ગામે શ્રી. ચુ. ભ. મહેતા પ્રા. શા. તથા મુકતાબેન ચુ. મહેતા બાલમંદિર તથા પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે ભગવાનદાસ ન. મહેતા દવાખાનું તથા કે. કે. હોસ્પીટલ ઓપરેશન થીયેટર તથા કપાળ ડિગમાં સારે ફળ આપે છે. આ સિવાય જેસરમાં ચુ. ભ. મહેતા ધર્મશાળા તથા છાપરી ગામે શાળાનું મકાન તથા કે. કે. હાઇસ્કુલમાં સારો ફાળો આપ્યો છે. આ સિવાય અનેક ગામમાં તથા શહેરમાં અનેકવિધ ક્ષેત્રમાં દાને આપ્યા છે. શ્રી જયંતિલાલ અમૃતલાલ શાહ
સૌરાષ્ટ્રના બાટાદના વતની અને ઘણા સમયથી ધંધાથે મુંબઈ આવીને વસેલા શ્રી જયંતિલાલ અમૃતલાલ શાહ સ્વબળે આગળ આવી વ્યાપાર અને સમાજ સેવાને ક્ષેત્રે ભારે મેટી યશકલગી પ્રાપ્ત કરી છે.
- સાહસ શૌર્યું અને પુરૂષાર્થને જ્યારે સંગમ થાય છે ત્યારે રિદ્ધિ સિદ્ધિ સ્વયે આવીને વરે છે. આવી સિધ્ધિમાં રાચતા માનવીને જે સેવાધર્મને વાર મળ્યા હોય તે તેવા માનવીનું જીવન ધન્ય બને છે એમાંથી જ કર્તવ્યાં ભિમુખ એવા માંગલિક ધર્મની જ્યોત પ્રગટે છે તે સારાએ કુટુંબ અને જ્ઞાતિ સમાજને કલ્યાણને માર્ગે દોરી અજવાળી જાય છે. શ્રી જયંતિલાલભાઈ શાહનું પુરૂષાર્થ જીવન આવી જયેતને ખ્યાલ આપી જાય છે મેટ્રીક સુધી જ અભ્યાસ પણ સ્વયં શકિતથી ઉકેલ શોધવાની તેમની દીર્ધદૃષ્ટિ અંત ઉત્સાહ અને શ્રધ્ધાને બળે અસાધારણ ઉન્નતિને વર્યા છે શરૂઆતમાં ત્રણેક માસ ટીમ્બર મરચન્ટસમાં અને ત્યારપછી લેખંડ બજારમાં છેટાલાલ કેશવજીની કુ માં ત્રણેક વર્ષ કામ કર્યું આ સમય દરમ્યાન આવડત અને અનુભવ મળ્યા અને ૧૯૪પના સપ્ટેમ્બરમાં સ્વતંત્ર ધંધાના શ્રી ગણેશ માંડ્યા જેમાં આજ સુધી એકધારી પ્રગતિ થતી રહી છે જે પેઢીઓનું તે સફળ સંચાલન કરી રહ્યા છે તે આ પ્રમાણે છે શ્રી જયંતિલાલ ચંદુલાલની કાં. કેશવલાલ ાદવજી મહેતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org