________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
મત દૂધ વહેંચવા માટેના કેન્દ્રો અને બાળ પુસ્તકાલય ખેલ્યાં. બધી જ પ્રવૃત્તિઓ એકલે હાથે જ શરૂ કરતા. મિત્રોનું જૂથ જામેલું. અને સૌ મદદ કરતા પરંતુ કેઈનીયે મદદ ન હોય તે પણ કામ શરૂ કરી દેતા અને એક મીશનરીની અદાથી કામ કરતા. એકેએક કામમાં સંપૂર્ણ પ્લાનીંગ ચોક્કસાઈ હિસાબની ચીવટ વગેરે પહેલેથી હતા. વઢવાણ મિત્ર મંડળની સ્થાપના ડોકટરના દવાખાનામાં ઈ.સ. ૧૯૪૮માં થયેલી એ વખતે ખાસ પ્રવૃત્તિ નહિ થયેલી, પરંતુ એક સંસ્થા ઉભી થયેલી. જે આજે સંપૂર્ણ ફોલીક્લી છે અને વઢવાણની પ્રજા માટે ઘણું સારા કાર્યો કરે છે. ૧લ્પર માં અરોરા સીનેમાની બાજુમાં રહેવા આવ્યા અને ત્યાં એક વધારાની ડીસ્પેન્સરી શરૂ કરી બે દવાખાના સંભ ળવા એટલે સમય તે ખૂબ જાય જ પરંતુ માટુંગા આવીને પણ કાલબા દેવી તથા માટુંગા બંને જગ્યાએ પ્રવૃતિઓ ચાલુ રાખી પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગમાં અને કાલબાદેવી ભાટિયા મહાજન વાડીમાં પર્યુષણ વખતે વ્યાખ્યાન માળાઓ ગોઠવતા. આ બધા કાર્યો સતત શ્રમ માગી લે છે, પૈસાની પણ જરૂર પડે છે. પરંતુ એ બધું કામ લગભગ એકલે હાથે સંભાળતા. માટુંગા આવીને અરોરા વિસ્તાર મિત્ર મંડળની સ્થાપના કરી. એ મંડળ દ્વારા પણ અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરી. પર્યુષણ પર્વ વ્યાખ્યાન માળા જે દર વર્ષે સમતાબાઈ હોલમાં ગોઠવાય છે તે સારૂ કરનાર ડે. શ્રીકાન્ત દોશી હતા. આ વ્યાખ્યાન માળાઓ એટલી બધી લેકપ્રિય છે કે હાલની બહાર બેસીને પણ હજારો માણસે એને લાભ લ્ય છે. છેલ્લા આઠેક વર્ષથી તેઓએ માટુંગાથી રહેવાનું બદલી શીવમાં આવી ગયા અને દવાખાનું પણ શીવમાં કર્યું. શીવમાં આવીને પણ તેમની સામાજિક સેવાની પ્રવૃત્તિઓ ચાલુ રહી એટલું જ નહિ પણ વધી. નવરાત્રીના ઉત્સવો જે શીવ માટું ગામાં બવેજ અયસ્થિત ચાલતા હતા તેને સંસ્કારિક સ્વરૂપઆપ્યું. રાસ, ગરબા, નાટકો, સંગીત, લેકગીત વગેરેને કાર્યક્રમ દર વર્ષે નવ રાત્રી દરમ્યાન ગોઠવતા. ટિકિટો વેચવા માટે રોજ રાત્રે શીલા બહેનને સાથે લઈને નીકળતા આ કાર્યકમ એટલા બધા લોકપ્રિય થયેલા કે આખો હાલ ચીકાર ભરાઈ જતું. આ પ્રવૃત્તિમાં જે પૈસા બચતા તે બધા જ સાયન-માટુંગા-વડાલા વિસ્તારની જનતાના ઉપયોગ માટે જ વપરાતા. થોડા વર્ષ પહેલાં વિનોબાજીનું સાહિત્ય વાંચ્યું અને એમના રંગે રંગાયા. સર્વોદય મિત્રમંડળની સ્થાપના કરી. આ સર્વોદય મિત્ર મંડળ આજે આ વિસ્તારની ઉત્તમ પ્રકારની સેવા કરી રહ્યું છે. ડોકટર શ્રી કાન્તની દરેક પ્રવૃત્તિમાં એક ખાસિયત હતી કે પોતે બને
ત્યાં સુધી હાથી દૂર રહેવું અને એ નિયમ એમણે ચૂસ્તપણે પાળે છે. તેમની છેલ્લામાં છેલ્લી પ્રવૃત્તિ તે “જન મૂતિ’ નામનું માસિક શરૂ કર્યું છે. આ પત્ર માટુંગાશીવ-વડાલા-દાદર-વિસ્તારમાં દરેક ગુજરાતીને ઘેર વંચાય
છે. તેમના લખાણ પણ ઘણાં લોકપ્રિય હતાં. આ માસિક દ્વારા બે ઘણાં મેટાં કાર્યો થયાં છે. એક તો બિહાર રાહત માટે લગભગ ૬૦ હજાર રૂપિયા એકઠા કર્યા અને ગુજરાત રેલ રાહત માટે પણ સારી એવી રકમ એકઠી કરી. આવા ફંડ ભેગા કર્યા પછી એ યોગ્ય રીતે વપરાય છે કે નહિ એની પણ પૂરેપૂરી કાળજી રાખતા મૃત્યુ પામ્યા એને આગળને દિવસે જ રાહત કાર્યોની જાત તપાસ કરીને આવેલા. જેમ જાહેર ફંડ એકઠા કરતા તેમ પિતા તરફથી ખાનગી મદદ પણ સારી રીતે કરતા, કેટલાય કુટુંબની દવા મફત કરતાં. ખાનગી શિષ્યવૃત્તિઓ પિતા તરફથી આપતા લેક સેવા એ જ એમનું મીશન હતું. એનું ચિંતન કરતાં કરતાં જ એ મર્યા છે. ડોકટર શ્રી કાનના પત્ની શીલાને જે સહકાર ડોકટરને તેમના પ્રત્યેક કામમાં આવે છે તે બદલ શીલા ડેનને જેટલા ધન્યવાદ દઈએ તેટલા ઓછા છે. એવા સહકાર વિના કોઈ કાર્ય થઈ શકે નહિ. શીલાબહેન અને તેમના બે બાળકો ઉપર જે વાઘાત આવી પડે છે તેમાં શીવ–માટુંગા-વડાલા વિસ્તારની જનતા અને તેમનો બહોળા મિત્ર સમુદાય તેમની સાથે છે. સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે.
ડો. શ્રી કાંતની છેલા વીશ વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિએનું સિંહાવકન કરતાં એમના વિશિષ્ઠ વ્યક્તિત્વની સુરેખ ઝાંખી થાય છે. “જન મુક્તિ અને સર્વોદય મિત્ર મંડળની આસ પાસ ઉત્સાહી કાર્યકરનું ગુચ્છ ઉભું થઈ શકયું છે. તે તેમની અનોખી કાર્યપદ્ધતિ અને બીજી વ્યકિતને સાચવી લેવાની શક્તિને મહદઅંશે આભારી ગણી શકાય દરેક પ્રવૃત્તિના તેઓ મધ્યબિંદુ અને ચાલક તત્વ રહેવા છતાં સહકાર્યકરોને તેમણે ઉષ્મા અને પ્રવૃત્તિની સફળતાના સહભાગી બનાવ્યાં.
તેમની માનવતા ભરી દૃષ્ટિ તેમના જીવન પંથની ઘાતક બની. સમાજની નાની એવી ઉણપ અને માનવ સંબંધના અસ્વાભાવિક આડંબર તેમને ખૂચ્યા. એકાદ વ્યકિતના અથવા સમષ્ટિની યાતનામાં તેઓ દુઃખી થયા. તેના સમભાગી બનીને વૈયકિતક મર્યાદામાં તેમણે રાહતની લાગણી જન્માવી અને ઉજળા ભાવિની આશા આપી. અતિ ઝડપથી અદશ્ય થતા આદર્શ સમાજ સેવકમાંના એવા એક ડો. શ્રી કાંત. ભાઈના દેહવિલયમાં વિશાળ જનસમુદાયે આત્મીય મિત્ર અને સમાજે એક ભાવનાશીલ અને ઉન્મત્ત સેવક ગુમાવ્યો. શ્રી સવાઈલાલ નાગરદાસ પડયા
ભાવનગર જિલ્લાના ગ્રામ વિસ્તારની શાળાઓમાં વર્ષો સુધી આચાર્ય પદે રહીને ઉમદા કાર્ય કર્યું છે. લેકમાં શિક્ષકનું ગૌરવ અને પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવામાં એમનો નોંધપાત્ર ફાળો છે. આઝાદી પહેલાં અને આઝાદી પછી
ની દરેક પ્રવૃત્તિમાં
અને એ નિયમ એમ
ન
સુધી આવ્યા અને પ્રતિષ્ઠા કરી અને આઝાદી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org