________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિત ભાગ-૨
ફાળાની રકમ કરી લાવેલ. તેઓ લેહાણા વિદ્યાર્થી ભવનના એક દ્રષ્ટી પણ હતા. તેમજ મેંઘીબાઈ મગનલાલ ધનજી ઉદ્યોગશાળા તથા મીડીબાઈ ટ્રસ્ટના મેનેજીંગ કમીટીના સભ્ય હતા.
તેઓનું જીવન બહુ મુખી હતું. અભ્યાસ ફક્ત તેઓને સાત ગુજરાતી, ચોપડી સુધીને હતું પરંતુ વાચન એટલું બધું વિશાળ હતું કે શામળદાસ કોલેજના ગુજરાતીના એક પ્રાધ્યાપકે વિદ્યાથીઓ સમક્ષ પ્રવચન કરતા દાદા માટે નીચે પ્રમાણે કહેલ કે સ્વર્ગસ્થ મેઘાણીભાઈ તે એક સાહિત્યકાર હતા અને તેમને સાંભળવા એ એક એક જીવનનો લ્હાવો ગણાય તેવી રીતે શ્રી ભવાનભાઈ કે જે વેપારી છે અને ખુબજ ઓછું ભણેલા છે છતાં તેમનું ગુજરાતી કાવ્યનું વાંચન એટલું બધું વિશાળ છે અને તેમની યાદશકિત ખુબજ તીવ્ર હોવાથી તેમના મુખેથી ગુજરાતી કાવ્ય રાગમાં તથા તાલબદ્ધ સાંભળવા તે પણ એક હા છે. તેઓ ગુજરાતી, હિન્દી, તેલુગુ, મરાઠી અને અંગ્રેજી ભાષા ઉપર ઘણો સારે કાબુ હતું. આ બધી ભાષાઓનું જ્ઞાન તેઓએ અનુભવથી મેળવેલ.
તેઓનું ધાર્મિક જીવન પણ એવું જ હતું. દરેક ધાર્મિક કાર્યમાં તેઓ તન મન અને ધનથી ભાગ લેતા આંગણે આવેલ માણસ ખાલી હાથે પાછો જતે નહિ દરેક સંતનું સ્વાગત તેઓ યથા શક્તિ કરતા અને દરેક સંતને તેમના પ્રત્યે ખુબજ લાગણી હતી.
સંગીતમાં ખાસ કરીને શાસ્ત્રિય સંગીતમાં તેમને વિશેષ રસ હતું. અને તેઓ પોતે પણ સંગીત જાણતા હતા. તબલા ઊપર ધ્રુપદ તથા ધમાર હાલ તેઓ પિતે વગાડતા હવેલીમાં કીર્તનમાં પણ તેઓએ ભગવાન સમક્ષ આ તાલે ઘણીવાર વગાડેલા છે અને તેમના બંગલે પણ તેઓ શાસ્ત્રિય સંગીત ના જલસા રાખતા.
સામાજીક પ્રવૃત્તિઓમાં પણ તેમને ખુબજ રસ હ અને દૃરેક સામાજીક પ્રવૃત્તિમાં તેઓ પોતે ખુબ રસપૂર્વક ભાગ લેતા.
બાળકો પ્રત્યે તેમને ખુબ જ પ્રેમ હતો અને ઘણીવાર તેઓ પિઢી ઉપરથી આવે અને જે બાળકે ક્રીકેટ રમતા હોય તે તેમની સાથે પિતે કોટ પાઘડી ઉતારી ક્રીકેટ રમવા લાગી જતા. બોળકે પત્તા રમતા હોય તે તેમની સાથે પત્તા રમતા અને નાસ્તા વગેરે મંગાવી બાળકની સાથે ઉજાણી કરતાં. આ રીતે દાદા મેટાની સાથે મોટા અને બાળકની સાથે બાળક તે રીતનું વર્તન કરતા અને તેથીજ દરેકને એમ લાગતું કે દાદાને અમારા ઉપર વિશેષ પ્રેમ છે.
- તેમના જીવનની સફળતાનું મુખ્ય કારણ એ છે કે તેમણે તેમના જીવનમાં નીચેના સુત્રે ઉતારવાનો નમ્ર પ્રયાસ
કરેલ. તેઓ કહેતા કે કરેલું ભુલે તેનું પ્રાયશ્ચિત નથી. આપણે કઈ ઉપર ઉપકાર કર્યો હોય તે તે ભુલી જ પરંતુ બીજાએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તે તે હંમેશા યાદ રાખો અને તે ઉપકારને બદલે વાળી આપવા પ્રયત્ન કરે દયા, ક્ષમા અને સહનશિલતા એ કળીયુગનું તપ છે. દરેક પ્રયે દયા રાખવી; કેઈએ તમારા પ્રત્યે ખરાબ વર્તન કર્યું હોય તે ભુલી જવું પરંતુ તેમની સાથે ખરાબ વ્યવહાર તમારે નહીં કરે અને જેટલું જીવનમાં સહન કરશે તેટલા તમે આગળ આવશે અને તેઓ કહેતા કે નમ્રતાના નીચાપણાની ઉંચાઇ એની મોટી પદવીને પમાય છે અને આ વસ્તુ તેમણે પોતાના જીવનમાં ઉતારેલી, દાદાનું અપમાન કેઈએ કર્યું હોય તે તરત તેઓ ભુલી જતા અને ફરીવાર તે ભાઈ મળે તે તેઓ તેમને તેટલા જ પ્રેમથી બોલાવતા, તેઓ હંમેશા કહેતા કે કેઈનું તમારાથી સારું ન બને તે કંઈ નહિં પરંતુ કોઈના બુરામાં તે ઉભા જ રહેશે નહિં પરંતુ બને એટલું તેમનું સારૂ કરવા પ્રયત્ન કરશે. સત્યનિષ્ઠા કઈ દિવસ છોડશો નહિં. મુશ્કેલી આવે તે હિંમતથી સામનો કરશે અને તમારી સત્યનિષ્ઠા હશે તે ઈશ્વર જરૂર તમને સહાય કરશે. આવી ઈશ્વર પ્રત્યે તેમને અડગ શ્રદ્ધા હતી.
આવા ભવ્ય પુરૂષાર્થને લઈને તેઓએ જીવનમાં ખુબજ સફળતા પ્રાપ્ત કરી. અત્યારે તેમની ત્રણ પેઢીઓ ચાલે છે. મે. ધનવંતરાય ભવાનભાઈ; સે. સુધીરકુમાર એન્ડ કુ. મે. આર. આ તેષ એન્ડ કુ.” તેમનું સંચાલન તેમના સુપુત્ર શ્રી જયંતીલાલ ભવાનભાઈ શ્રી ધનવંતરાય ભવાનભાઈ તથા પૌત્ર શ્રી સુધીરકુમાર જયંતિલાલ ખુબજ સફળતાથી કરી રહ્યા છે અને તેમના પુત્રો તથા પૌત્ર પણ દાદાને ચીલે ચાલવા નમ્ર પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી ભાનુ ભાઈ સી. જાની
શ્રી ભાનુભાઈ સી જાની મોરબીના એક નામાંકિત અગ્રણી અને સમાજ સેવક છે. તેમને જન્મ ૫-૬-૧૯૦૯ માં થયો હતે. મોરબીમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ લીધા પછી કલકત્તા અને મુંબઈ વ્યવસાય અર્થે નીકળી ગયા હતા. | મા–ભેમની હાકલ પડી ત્યારે મુંબઇમાં ૧૯૩૦-૩૨
અને મેરબીમાં ૧૯૩૨-૩૪ દરમ્યાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું હતું. ૧૯૪૭માં તેમણે દિલિપ એન્ડ કુ. નામે વેપાર શરૂ કર્યો હતો અને ટૂંક સમયમાં પિતાની કાર્યદક્ષતાથી તેનું કામકાજ જમાવી દીધું હતું.
મોરબી મ્યુનીસીપાલીટીના પ્રમુખ, રોટરી કલબના પ્રમુખ, મોરબી વ્યાપાર-ઉદ્યોગ ચેમ્બરના પ્રમુખપદે રહીને તેમણે તે દરેક સંસ્થાના કામને સુદઢ બનાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રમાં તેમણે વિદ્યોત્તેજક મંડળના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org