________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૨૧
શ્રી. જીવતલાલ પરતાપશીભાઈ
રાધનપુર શહેરમાં તેમનો જન્મ થયો. પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પુરો કરી માત્ર સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નેકરીથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સેના ચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીને ધંધો શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્યદેવીની કૃપાથી મુંબઈના આગેવાન વાયદા બજારે તેમાં શેરબજાર, રૂ બજાર, એરંડાબજાર તથા સોના ચાંદી બજારના માન્ય દલાલ બન્યા. મુંબઈ શહેરમાં સેના ચાંદીને વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં આવેલ ધી બેઓ બુલીયન એક્ષચેંજ લી. ના ફાઉન્ડર ડાયરેકટર તરીકે બુલીયન એક્ષચેંજ વીકસાવવામાં ઘણું જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે જમાનામાં થતાં અનેક બેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી કુનેહથી ઉભી થતી આંટીઘુટીઓ અને ગુંચ ઉકેલી બજારને સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધે હતે. શેર બજારની ગવર્નગ બોર્ડના ડાયરેક્ટર તરીકે લાગલગાટ ૨૭ વર્ષ સુધી સેવા બજાવેલ હતી.
આયંબીલ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કમિટિ માં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા છે. શ્રી સિધ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઈ. સ. ૧૯૫૦માં લગભગ મૃત પ્રાયઃ બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ જીવાભાઈના સહકારથી હાથમાં લઈ તે સંસ્થાને સમૃદ્ધ બનાવી છે. રાધનપુર માં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઈસ્કૂલ, આયંબીલભુવન વગેરેમાં મોટી રકમનું દાન કર્યું છે.
રાધનપુરના મર્ડમ નવાબ સાહેબ સાથે પણ તેમને ઘણો જ નીકટનો સંબંધ હતા તેમના કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઇના યુવાન પુત્ર તથા પુત્રીએ સંસાર ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજજવળ દ્રષ્ટાંત પૂરૂ પાડયું છે. હાલ તેઓ પૂચંદ્રશેખર વિજયજી તથા પૂ. મહાનંદાશ્રીજીને નામથી મુનિપલામાં વિચરે છે.)
હાલ વયના કારણે શેઠ શ્રી નિવૃત્ત જીવન ગાળે છે.
હિન્દુસ્તાન બહાર લીવરપુલ કોટન એક્ષચેન્જ અને ન્યુકે કેટન એક્ષચેંજના પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેકટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે લગભગ ૩૬ ૩૭ કંપનીઓના ડાયરેકટર હતા. પિતાના ધંધાકીય વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને જોડેલ હતા. આ સીવાય અનેક ઉદ્યોગે જેવાકે રંગરસાયણ, બેટરીઝ, સેનાચાંદી, કાપડ. સાઈકલ એજીનીયરીગ, પોટરીઝ, સ્યુગર અને પેઈન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ લઈ ઉદ્યોગો સ્થાપેલ, ઉમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી નીવૃત થયાં છે એટલે ફકત સૌરાષ્ટ્ર પિઈટ પ્રા. લી. ના ચેરમેન તરીકે રહ્યા છે. પેઈન્ટ કંપનીનું કામ તેમના બીજા નંબરના પુત્ર ચંદ્રકાન્તભાઈ તથા મુંબઈ ખાતેની પેઈન્ટની ઓફીસ તથા વેચાણ વગેરેનું કામ તેમના ભત્રીજા પ્રફુલભાઈ સંભાળે છે. શેરબજારનું કામકાજ જેષ્ટ પુત્ર વસંતલાલ સંભાળી રહ્યા છે. તથા સૌથી નાના પુત્ર નલિન ભાઈ જેઓ અમેરિકા ખાતે અભ્યાસ કરી એજીનીયર થયાં છે. તેઓ હાલ બીરલા ગ્રુપની કંપનીનું મુંબઈ ખાતે કામ સંભાળી રહ્યાં છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક લીલીસુકી જોઈ અને આજે એક આગેવાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
શ્રી જુગલદાસ દામોદર મોદી.
બુધેલના આ ઉદાર ચરિત શેઠ શ્રી જુગલદાસભાઈ મેદીને ભાવનગર જિલ્લે સારી રીતે પીછાને છે. પિતાના પુરૂષાર્થબળે વગર મુડીએ ધંધામાં ઝંપલાવ્યું, પ્રારબ્ધ યારી આપી અને આજે તેઓ મુંબઈમાં સારી સ્થિતિએ પહોંચ્યા પછી પણ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિત્તઓમાં તન મન ધનથી વતનમાં અને મુંબઈમાં સેવા આપી રહ્યાં છે.
પ્રમાણીક્તા અને સુચ્ચાઈને ઉમદા આદર્શોને નજર સમક્ષ રાખી નાની વયમાં પરદેશની મુસાફરીઓએ તેમના જીવનમાં અનુભવનું જે ભાથુ પ્રાપ્ત થયું તેને લઈને જ આજે તેઓ નાનીમેટી ઘણી સામાજિક સંસ્થાઓને પ્રેરણાદાતા બન્યા છે.
વેપાર સાથે સામાજીક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખુબ રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા આપી અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે નીવૃત થયા છે. છતાં શ્રી સિધ્ધક્ષેત્ર શ્રાવિકા શ્રમ મહેસાણા, જૈન સંસ્કૃત પાઠશાળા મુંબઈ, વર્ધમાન તપ
મુંબઈમાં દશા શ્રીમાળી વણીક વેલફૅર સાયટીના પ્રમુખ તરીકે, હિન્દી વિદ્યા પ્રચાર સમિતિ દ્વારા સંચાલીત રામનારાયણ ખૂન ખૂન વાલા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા હિન્દી હાઈસ્કૂલનાં ઉપપ્રમુખ અને ટ્રસ્ટી, ન્યુ સર્વ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org