________________
વેદમાં આયુર્વેદનાં બીજો
" [ ર૧ એને જ ઉપયોગ કરેલે દેખાય છે, સુબુત પેઠે શસ્ત્રચિકિત્સામાં ઉપયોગી શસ્ત્રો, અનુશ કે યંત્રને ઉલ્લેખ નથી. અર્થાત્ સુશ્રતમાં કહેલી છે તેટલી શસ્ત્રચિકિત્સા વૈદિક સમય પછી ઘણે વખતે વિકસી છે. તો પછી એમાં ન કહેલા ચમત્કારો વૈદિક સમયના વૈદ્યો શસ્ત્રીવધની મદદથી સાધતા હોય એવી કલપના હાસ્યાસ્પદ છે. (દેવો અને દૈવી ચમત્કારને અહીં પ્રસંગ જ નથી.)
મંત્રો અને ઓષધિઓ ઉપરાંત વૈદિક ઋષિઓ રેગહર તરીકે પાણી(ગરાષ)ને પણ ઉપયોગ કરે છે. શ્વેદના એક ઋષિ કહે છે કે પાણીમાં અમૃત છે, પાણીમાં ઔષધ છે.”૩ બીજા પણું એ અર્થના અનેક મંત્રો છે.
શ્વેદના વૈદ્યકવિઓએ પાણીમાં જરૂર કાંઈક રેગહર શક્તિ માની છે, પણ આ ભાવના હિંદી અને યુરેપી આર્યો જે વખતે સાથે રહેતા તે વખત જેટલી જૂની છે એમ બેય પ્રજાઓનાં પ્રાચીન સાહિત્યની સરખામણીથી જણાય છે. કદાચ શીત અને ઉષ્ણ સ્નાનના ફાયદા પાણીને ગહર મહિમા ગાનાર ઋષિના જાણવામાં હોય; પણ હાલમાં જળપચારશાસ્ત્ર (Hydropathy)નો જે વિકાસ થયો છે તેને તે આધુનિક જમાને પડશે. પાછળના આયુર્વેદિક સાહિત્યમાં જળપચારની ઝાઝી વાત નથી એ ઉપરથી ઉપલા અનુમાનને પુષ્ટિ મળે છે. હાલમાં મંત્ર સાથે પાણીનું પ્રક્ષણ કરવામાં આવે છે તેમ એ વખતે પણ મંત્રેલું
૧. ઓષધિ જેટલી જ કે તેથી વધારે રાગહરશક્તિ મંત્રોમાં પ્રાચીન કષિઓને માની છે. પંચવિંશ બ્રા. (૧૨-૯-૧૦) કહે છે : મેવાં વા થર્વજનિ–આથર્વણ મંત્રો જ ઔષધો છે.
૨. . ૧-૪૩–૪. ૩. ક. ૧–૧–૧૮.