________________
ચતુર્થ ખંડ
રસવિદ્યા અને રસગ્રન્થ ચરકસંહિતા (સૂ. અ. ૧, . ૬૮ થી ૭૦)માં ઔક્ષિદ વનસ્પતિજન્ય ઔષધ સાથે જંગમ–પ્રાણિજ અને પાર્થિવ-ખનિજને ગણાવ્યાં છે તથા ખનિજમાં સુવર્ણ, પંચલેહ (તામ્ર, રીય, સીસું, લેહ અને કલઈ ટીકાકાર પ્રમાણે), શિલાજિત, મણશીલ, હરતાલ, સૂરમે, ચૂને, રેતી વગેરેને ગણાવ્યાં છે. અન્યત્ર (સૂ. અ. ૩) મણશીલ, હરતાલ, મોરથુથુ, ગેસ, હીરાકસી અને સુરમે એટલાને ચામડીને રેગે ઉપર લેપમાં વાપર્યા છે. બીજે (સ. ૧, ગ્લૅ. ૮૮) સંચળ, સિંધાલૂણ, બિડ, ઔદિ (સાંભર મીઠું) અને સાદું મીઠું એ પાંચેય મીઠાં વર્ણવ્યાં છે. રરકમાં ક્ષારકર્મને જોકે સુશ્રુત જેટલું પ્રાધાન્ય નથી, છતાં - જવખાર, સાજીખારને પુષ્કળ ઉપયોગ કર્યો છે, અને પલાશક્ષારને પ્રતિસારણીય ક્ષાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી પાંડુરોગ ઉપર લેહમાક્ષિક અને મંદિરને ચરકે ઉપયોગ કર્યો છે. આંખના રોગ ઉપરની એક વર્તિમાં શંખ, પ્રવાલ, વૈર્ય, લોહ, તામ્ર અને સુરમાને દઢબલરચિત આ અધ્યાયમાં સુકૃતને અનુકરી
૧. જુઓ ચરક ચિ. અ. ૨૫, ૨, ૫૩. ૨. જુઓ ચરક ચિ. અ. ૧૬, શ્લો. ૭૦, ૭૧, ૭૨ અને ૭૮.