________________
રસવિદ્યા અને રસ
[ ૨૦૧ શાસ્ત્રના બધા વિષય છે. એ સાથે કીમિયાની વાતે, જેને એ રસકૌતુક કહે છે, તે પણ છે. ગ્રંન્યકાર કહે છે કે મેં થોડે અનુભવ કર્યો છે અને બાકીનું શાસ્ત્રમાંથી જાણ્યું છે.'
રસંસારસંગ્રહ–મહામહોપાધ્યાય ગોપાલ ભટ્ટને રચેલે આ રસેન્દ્રસારસંગ્રહ એક્રેટના કહેવા પ્રમાણે ૧૩મા શતકમાં રચાયેલ છે અને એમાં રસપૂરની જે બનાવટ આપી છે તેને રસપ્રકાશસુધાકરની અને ભાવપ્રકાશની બનાવટ સાથે સરખાવતાં એ ગ્રન્ય રસપ્રકાશસુધાકર પછી અને ભાવપ્રકાશ પહેલાં રચાયે લાગે છે.૩ આ ગ્રન્થમાં આરંભમાં રસનાં શેધન, પાટન, બેધન, મૂઈન વગેરે, ગન્ધકનાં શોધનાદિ, વૈક્રાન્ત, અભ્રક, તાલ, મનઃશિલા વગેરેનાં શોધન, માર વગેરે અને પછી જીવરાદિ રોગે ઉપર રસગે, એ પ્રમાણે છે. રસવિદ્યાને વિષય રસરત્નસમુચ્ચય પેઠે વ્યવસ્થિત નથી, પણ આ ગ્રન્થના ઘણું યેગો પાછળના ગ્રન્થમાં સંગ્રહાયા છે. ગ્રન્થકર્તાએ જ ટૂંકી ટીકા લખી છે.*
રસક૯પ અને ધાતુકિયા નામના દ્રયામલતંત્રના બે કટકાઓની નેંધશ્રી. પ્ર. રાયે કરી છે અને ધાતુક્રિયામાંથી લાંબો ‘ઉતારે આપ્યો છે. રસક૯૫માં ગોવિન્દ, સ્વચ્છન્દ ભૈરવ વગેરે આચાર્યોને ઉલ્લેખ મળે છે. આ ટૂંકા ગ્રંથમાં ધાતુઓ આદિનાં શોધનમારણને વિષય જ છે. શ્રી. પ્ર. રાય આ ગ્રંથને પણ ૧૩ મા શતકની આસપાસને ધારે છે.
૧. જુઓ રસપ્રકાશસુધાકર, અ. ૧૧, સે. ૧, ૨. ૨. જુઓ વૈદ્યકશસિધુનું વિજ્ઞાપન.
૩. જુઓ આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨, પૃ. ૨૪૨ થી ૨૪૬. . ૪. સટીક રસેન્દ્રસાર સંગ્રહ કલકત્તામાં ઈ. સ. ૧૮૮૫માં શ્રી, ભુવનચન્દ્ર વસાકે છપાવ્યો છે.
૫. જુઓ હિ. હિ કે, ગ્રં. ૨, ઉ. પૃ. ૫૮.