________________
૨૧૦ ]
આયુર્વેદને ઈતિહાસ ઉત્તરથી કાંઈક જુદી રીતે એની પિતાની વિશિષ્ટ રીતે થયું, પણ મૂળ આત્મા તો ઉત્તરમાંથી ઊતરી આવેલ તે જ રહ્યો. બીજી બાબતમાં આ વિધાન કેટલું સાચું હશે તે નથી કહી શકતો, પણ વૈદ્યક બાબતમાં લગભગ પૂરા અંશમાં સાચું છે.
દક્ષિણ ભારતની મૃતપરંપરા પ્રમાણે અગત્યસંપ્રદાયને પહેલાં મહાદેવે પાર્વતીને ઉપદેશ કર્યો, તેણે નન્દીશ્વરને, તેણે ધન્વન્તરિને, ધન્વન્તરિએ અગત્યને, અગત્યે મહર્ષિ ચુલત્યને, તેણે તેરયરને ઉપદેશ કર્યો અને તેની પાસેની અઢાર કે બાવીસ સિદ્ધોને વૈદ્યકવિદ્યા પ્રાપ્ત થઈ. આ પરંપરામાં અગત્યના ઉપદેશક ધન્વન્તરિ છે એ હકીકત ઉપર કરેલા અનુમાનને ટેકો આપે છે.
એ ૧૮ કે ૨૨ સિદ્ધોના પાછા બે ભેદ છે: (૧) વડસંપ્રદાય, અને (૨) તેનસંપ્રદાય.' જે સિદ્ધોએ સંસ્કૃત ભાષામાં ગ્રન્થ રચ્યા છે કે સંસ્કૃત ગ્રન્થના દ્રાવિડ ભાષામાં અનુવાદ કર્યા છે તેઓ વડ– સાંપ્રદાયિક કહેવાય છે, અને જેઓએ દ્રાવિડ ભાષામાં ગ્રન્થ લખ્યા છે તેઓ તેનસાંપ્રદાયિક કહેવાય છે.
અગરત્યસંપ્રદાયના ગ્રન્થ મોટે ભોગે રસકર્મને ઉપદેશ આપે છે. જોકે રવિ વગેરે ગ્રન્થનાં રસકર્મોથી આ અગત્યસંપ્રદાક્ત કર્મો કઈક ભાન છે, છતાં તેમાં રસકર્મનું પ્રાધાન્ય છે. આ સંપ્રદાય સિદ્ધોથી ચાલ્યો ગણાય છે. હાલમાં પણ એ સિદ્ધવૈદ્યક જ કહેવાય છે. એ જોતાં રસવિદ્યાના વિકાસ સાથે આ અગત્યસંપ્રદાયને પ્રચાર થયો છે એમ જણાય છે; છતાં દક્ષિણ ભારતના સિદ્ધસંપ્રદાયમાં ઉત્તરના ગ્રન્થમાં નથી મળતી એવી કેટલીક ક્રિયાઓ છે તેમ નવા ગે પણ કહેલા છે.
૧. દક્ષિણ ભારતમાં આ રીતે વડ અને તેના બે ભેદે સાર્વત્રિક છે, ધાર્મિક ઇતિહાસમાં પણ એ ભેદ મળે છે. ( જુઓ મારે “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', આ. ૨. પૃ. ૧૮૧). તામિલના સિદ્ધધક ગ્રન્થોની એક યાદી એઈલીએ પોતાના મેટીરિયા મેડિકા (ઈ. સ. ૧૮૨૬), ભા. ૨ માં પૃ. ૪૯૧ થી આગળ આપી છે,