________________
આધુનિક સમય
[ ૨૫૯ પ્રાચીન તથા આધુનિક સ્થિતિને વિચાર કરીને ન પાઠયક્રમ તૈયાર કર્યો અને તેને અનુસરતી પરીક્ષાશ્રેણીઓ તૈયાર કરી,. વિદ્યાપીઠ પરીક્ષાઓ લઈ પદવીઓ આપે એવું ધોરણ પાડયું અને વિદ્યાપીઠને પરીક્ષક સંસ્થા તરીકે ભારતીય પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં વૈદ્યસંમેલનની લોકપ્રિયતા વધવા સાથે વિદ્યાપીઠની આ પરીક્ષાઓ પણ ધીમે ધીમે ઘણી લોકપ્રિય થઈ પ્રતિવર્ષ એ પરીક્ષાઓમાં વિદ્યાથીની સંખ્યા વધતી ગઈ અને ઈ. સ. ૧૯૩૯ ની પરીક્ષાઓમાં આખા ભારતવર્ષમાં જુદા જુદા ભાગમાં આવેલાં ૨૮ કેન્દ્રોમાં કુલ ૨૩૦૦ જેટલી મેટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ બેઠા હતા. આ પરીક્ષાર્થીઓમાં સ્ત્રીઓ પણ હોય છે. હાલમાં આ વિદ્યાપીઠ પાસે સંબદ્ધ સંસ્થાઓ પચીસ છે.
જોકે વિદ્યાપીઠને પિતાનું મહાવિદ્યાલય હોય એ ઘણું જરૂરનું છે એટલું તે વૈદ્ય સંમેલનના પ્રધાન કાર્યકર્તાઓને સંમેલનના આરંભ સાથે જ લાગ્યું હતું અને એ માટે પુષ્કળ પ્રયત્ન થયા છે–ગયે વર્ષે પણ પ્રયત્ન થયો છે, છતાં હજી મહાવિદ્યાલય સ્થપાયું નથી. પણ અનેક નાનામોટાં વિદ્યાલયોએ વિદ્યાપીઠની પરીક્ષાઓને સ્વીકારી છે. છતાં અનેક આયુર્વેદ વિદ્યાલયે એવાં છે કે જે પિતાના સ્વતંત્ર પાઠ્યક્રમ પ્રમાણે શિક્ષણ આપે છે તથા પરીક્ષાઓ લઈ પદવીઓ આપે છે. કઈ કઈ દેશી રાજ્યમાં તથા કઈ કઈ બ્રિટિશ પ્રાન્તમાં રાજ્યમામ આયુર્વેદની શિક્ષણ સંસ્થાઓ છે. તેઓ તેમ કેટલીક ખાનગી સંસ્થાઓ પણ પિતાનું ધોરણ વિદ્યાપીઠથી સ્વતંત્ર રાખે છે. છેવટ છેટલાં વર્ષોમાં તે કેટલાક પ્રાન્તમાં વૈદ્ય-હકીમેના રજિસ્ટ્રેશનને કાયદો પસાર થયે છે, એટલે એ પ્રમાણે તે સરકારે માન્ય કરેલ પાઠ્યક્રમ અને પરીક્ષાએ જ રજિસ્ટ્રેશનની યોગ્યતા આપશે.
આયુર્વેદિક વિદ્યાલય – પ્રાચીન કાળથી સારા વૈલો અધ્યાપનને પિતાનું કર્તવ્ય માનતા હતા. અને જેમ બીજી પ્રાચીન