________________
ઉપસંહાર
[ ૨૬૧: વગેરે ઉપલબ્ધ આયુર્વેદિક સાહિત્યમાં સવિસ્તર ન મળતા છતાં આવશ્યક વિષય બહારથી લઈને પણ અભ્યાસક્રમમાં દાખલ કરવાનું છેરણ સ્વીકારાયું અને હાલમાં ખાનગી તેમ જ દેશી રાજ્યો તરફથી તથા સરકાર અને યુનિવર્સિટી તરફથી ચાલતી આયુર્વેદિક શિક્ષણની સંસ્થાઓમાં વીગતમાં ફેરફાર હોવા છતાં મિશ્ર ઘેરણ જ સ્વીકારવામાં આવ્યું છે. અને છેવટ રજિસ્ટ્રેશનના કાયદાએ એ ધરણને જ સરકાર માન્ય કરવાથી એને અનિવાર્ય કરી દીધું છે.
વર્તમાનમાં આયુર્વેદના ઈતિહાસની ગતિ કઈ દિશામાં છે તેને ખ્યાલ વર્તમાનકાળના આ ટૂંકા અને સામાન્ય અવલોકનથી આવશે. બાકી વીગતવાર અવલોકન કરવા જતાં તે એક મેટું પુસ્તક થાય એટલી સામગ્રી છે.
ઉપસંહાર વેદકાળથી આરંભી વર્તમાન સુધીના આયુર્વેદના ઈતિહાસનું ટૂંકામાં અવલોકન કર્યું. આયુર્વેદની ઉન્નતિ જેમ ઉત્સાહજનક છે તેમ અવનતિ હૃદયાવસાદક છે, પણ આયુર્વેદમાં અદ્દભુત જીવનશક્તિ છે. બે બજાર વર્ષ જેટલું લાંબું આયુષ એ સાધારણ વાત નથી. વળી, પચાસ વર્ષ પહેલાં જ્યારે આયુર્વેદ અવનતિની ખીણમાંથી બહાર નહોતે આવ્યો અને પાશ્ચાત્ય વૈદ્યક આધુનિક વિજ્ઞાનની વિવિધ શાખાઓના બળથી ઉન્નતિના શિખર સુધી પહોંચી ગયું હતું ત્યારે પણ ઉત્તમ કોટિના દેશી વૈદ્યો દાક્તરોની હરીફાઈમાં ઠીક ઊભા રહી શકતા. એ વખતના શ્રેષ્ઠ વૈદ્યોમાં આયુર્વેદ ઉપર પૂરે વિશ્વાસ જોવામાં આવતું. આ વિધાનને દાખલાઓથી સાબિત કરવાની જરૂર મને નથી લાગતી.
છેલ્લાં પચાસ વર્ષોમાં વૈદ્યોએ વ્યક્તિગત તથા સાથે મળીને પિતાની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયાસ કર્યો છે, જેની સંક્ષિપ્ત દિગ્દર્શક નેધ ઉપર કરી જ છે; છતાં દાક્તરી વૈદ્યકનું પ્રજા ઉપરનું વર્ચસ