Page #1
--------------------------------------------------------------------------
________________
આ યુર્વેદનો ઈતિહાસ
-
ગુજરાત વિધાસભા :
ગુ જરાત વિધા સભા : અ મે દી વા દે
Page #2
--------------------------------------------------------------------------
________________
આયુર્વ દ નો ઈતિ હા સ
લેખક સ્વ. શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
ગુ જ રા ત વિધા સભા : અ મ દા વા દ
Page #3
--------------------------------------------------------------------------
________________
ક પ્રકાશક :
જેઠાલાલ જીવણલાલ ગાંધી સહાયક મંત્રી
ગુજરાત વિદ્યાસભા, ભદ્ર : :
અમદાવાદ–૧
ત્રીજું સંસ્કરણ
પ્રત ૨૨૦૦
*
કિંમત સાડાત્રણ રૂપિયા
ઈ. સ. ૧૯૬
વિ. સ. ૨૦૨૨
世上
ઃ મુદ્રક ઃ
મણિભાઈ આદિત્ય
રાયખડ
પુ. મિસ્રી
મુદ્રણાલય,
અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
આયુર્વેદના ઇતિહાસને ઓછા વધુ અંશે નિરૂપવાના ભૂતકાળમાં થયેલા પ્રયત્નોની નેંધ પ્રવેશકમાં કરી છે અને તેમાંથી મને મળેલા લાભને ઋણસ્વીકાર પણ ત્યાં જ કર્યો છે. પણ અહીં નિરૂપણની મારી પદ્ધતિ વિશે થોડી સ્પષ્ટતા કરવાની છે. આયુર્વેદિક અન્યકારેના સમયની સંક્ષિપ્ત નેંધ કરીને આયુર્વેદિક સાહિત્યમાં જે વિષયની ચર્ચા મળે છે તેની નેધ સવિસ્તર કરવી એ એક પદ્ધતિ છે. જુલિયસ જેલીએ પોતાના “મેડિસિન” નામના જર્મન ગ્રન્થમાં એ પદ્ધતિને સ્વીકાર કર્યો છે. જેને ઉદ્દેશીને એ લખાય છે તે આયુર્વેદના મૂળ ગ્રન્થથી અજાણું પ્રાચ્યવિદ્યાના પંડિતેને એવો ગ્રન્થ જ ઉપકારક થાય. પણ આ ઇતિહાસના વાંચનાર માટે આયુર્વેદિક વસ્તુનું એવું સવિસ્તર નિરૂપણ મને આવશ્યક નથી લાગતું. આયુર્વેદના મુખ્ય ગ્રન્થ સુલભ છે; ટિપ્પણીઓમાં પૂરા ઉલ્લેખે આપ્યા છે અને આ ઇતિહાસને વાંચનાર આયુર્વેદિક ગ્રન્થથી પરિચિત હોવાનો સંભવ છે, એટલે વિશેષ માહિતીના જિજ્ઞાસુઓ મૂળ ગ્રન્થમાં યથેચ્છ અવગાહન કરી શકશે. અહીં આયુર્વેદશાસ્ત્રના વિકાસક્રમને ખ્યાલ આવી શકે એટલી વીમતો આપી છે. જોકે ચરકસુશ્રતના વર્ણન-પ્રસંગમાં આયુર્વેદનાં જુદાં જુદાં અંગેનાં વસ્તુની વિગતવાર નેંધ કરી દેવાથી વૈદ્યક સિદ્ધાન્તની નવી વાત જેમાં નથી એવા પાછળના ગ્રન્થની નેધ ટૂંકામાં લીધી છે.
બીજું આયુર્વેદિક ગ્રન્થકારના સમયની બાબતમાં તે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની જે સામાન્ય સ્થિતિ છે તે જ સંદિગ્ધ અટકળોવાળી સ્થિતિ આ ઇતિહાસમાં પણ છે અને કોઈપણ ગ્રન્થકારના જીવન વિશે તે અલ્પતમ માહિતી પણ ભાગ્યે જ મળે
Page #5
--------------------------------------------------------------------------
________________
૪
છે. આ સ્થિતિમાં ગ્રન્થકારોનાં ચરિત્ર સાથે એના ગ્રન્થાના સબંધ દર્શાવે એવા ઇતિહાસ લખવાના તા સંભવ જ દુર છે, પણુ કાલાનુક્રમને ચુસ્તપણે વળગી રહેલું પણુ શકય નથી, કારણ કે સમયની સૌંદિગ્ધતા ઉપરાંત ગ્રન્થા અને તેની ટીકાઓને એવા નિકટ સંબંધ છે કે મૂળ ગ્રન્થની વાત સાથે જ એના ઉપર બસે ચારસ વર્ષ પછી લખાયેલી ટીકાની વાત કરી લેવી જોઈ એ. વળી આ સાહિત્યના ઇતિહાસ છે, રાજકીય કે ખીજા બનાવાના ઇતિહાસ નથી; એટલે આવેદિક સાહિત્યના ભિન્નભિન્ન પ્રવાહોના સાતત્યને દૃષ્ટિપથમાં લેવા માટે પણ કાલાનુક્રમનું ચુસ્ત અનુસરણ જતું કરવું પડે છે. છતાં કાલાનુક્રમ નક્કી કરવાના બનતા પ્રયાસ કર્યાં જ છે. પણ આ ગ્રન્થને પુરાતત્ત્વીય ઊહાપેાહનું સંગ્રહસ્થાન બની જતા અટકા વવાની મતલબથી એ પ્રકારની સવિસ્તર ચર્ચા મૂળમાં ભાગ્યે જ કરી છે, પણ પહેલાં થયેલી ચર્ચાના ઉલ્લેખા ટિપ્પણીઓમાં આપીને સતાષ માન્યા છે.
ઃ
છેક વિ. સં. ૧૯૭૧માં સૂરતમાં ભરાયેલી ગૂજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા ગૂજરાતનું વૈદ્યક સાહિત્ય' એ નિબંધ દ્વારા આયુર્વેદના ઇતિહાસને લગતી ચર્ચાને મેં આરંભ કર્યાં અને સ. ૧૯૭૪માં આયુર્વે’વિજ્ઞાન માસિક શરૂ કર્યા પછી આયુર્વેદના પ્રતિહાસ કાઈક દિવસ લખવાનો ધારણાથી આયુર્વે་વિજ્ઞાન માં ઐતિહાસિક ઊહાપેાહના લેખા—સ્વતંત્ર કે અનુવાદાત્મક-ચાલુ પ્રકટ થયા કરે એવા પ્રયત્ન જારી રાખ્યા. પરિણામે ઠીક સામગ્રી એકઠી થઈ ગઈ હતી અને આ ઇતિહાસ લખતાં પહેલાં થઈ ગયેલા ઐતિહાસિક ઊહાપોહની પુનરુક્તિ કરવાની જરૂર ન હોવાથી મૂળમાં નિયા આપવાનું અને ટિપ્પણીઓમાં પહેલાં પ્રસિદ્ધ થયેલ ચર્ચાના ઉલ્લેખા આપવાનું ધારણુ રાખ્યું છે. ઉલ્લેખામાં ‘આયુર્વેદવિજ્ઞાન' વિશેષ પ્રમાણમાં જોવામાં આવશે; તેના આ ખુલાસા છે.
(
Page #6
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના મુદ્રિત—અમુદ્રિત સ ગ્રન્થાની એક યાદી પ્રકટ થાય એ બહુ જરૂરનું છે, પણ હજી સુધી એવી સંપૂર્ણ યાદી પ્રકટ થઈ નથી. અમુક અમુક પુસ્તકાલયાની યાદી પહેલાં તથા હાલમાં બહાર પડી છે, પણ એ ઉપરથી એક સંપૂર્ણ યાદી તૈયાર કરવાના પ્રયત્ન થયે નથી. આયુર્વેદના ઇતિહાસ માટે એવી યાદી અગત્યનું સાધન હોવા છતાં એનેા અભાવ ઋતિહાસ લખવામાં નડવાનું કારણ નથી. આયુર્વેદના સળંગ ઇતિહાસ ઉકેલી શકાય એટલું પ્રત્યેક યુગનું આયુવૈદિક સાહિત્ય પ્રસિદ્ થઈ ગયું છે.
દક્ષિણ ભારતના આયુર્વેદિક સાહિત્યનું જીદુ પ્રકરણ કરવું પડયુ છે. ત્યાંના ધણા ગ્રન્થા હજી દેવનાગરી લિપિમાં ઉપલબ્ધ નથી, એટલે ફક્ત નામા ઉતારીને સતાષ માન્યા છે.
ઈ. સ. ૧૩મા ૧૪મા શતક પછીનાં સેા વર્ષીમાં ઘણી નાનીમોટી ગ્રન્થરચના થઈ છે. એમાંથી વધારે વપરાતા ગ્રન્થાની વીગતા આપી છે, જ્યારે બાકીનાની છેવટ એક યાદી આપી છે. અલબત્ત, આ યાદી સંપૂર્ણ નથી.
આધુનિક સમયનું વીગતવાર ઐતિહાસિક અવલાન કરવા જતાં જુદું પુસ્તક થાય એટલી માહિતી ઉપલભ્ય છે, પણ અહીં તા આધુનિક આયુર્વેદિક પ્રવૃત્તિના ભિન્ન ભિન્ન પ્રકારાની જ નેધ, આયુર્વેદના સમગ્ર ઇતિહાસમાં આધુનિક સમયનું સ્થાન દર્શાવવા પૂરતી, કરી છે.
}
મુંબઈ, કાર્તિક, સ. ૧૯૯૮
દુર્ગાશ’કર કે. શાસ્ત્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય
પ્રથમ ખંડ
પ્રવેશક
:
-
૪૦
૪૨
૪૪
૫૫
વૈદિક સમય અને અશ્વિ દેવે વેદમાં આયુર્વેદનાં બીજે
વેદકાલીન વૈદ્ય વૈદિક ઔષધશાસ્ત્ર .. વૈદિક શારીર શારીર ક્રિયા રોગવિજ્ઞાન નિદાન કૃમિવિજ્ઞાન શલ્યતંત્ર વગેરે વિષય
દ્વિતીય ખંડ આયુર્વેદની સંહિતાઓ ..
ચરક-સુશ્રુતની પરંપરા ભેલસંહિતા
હારીતસંહિતા ... ધવંતરિ અને સુશ્રુતને સમય નાગાર્જુન ... ... ... કાશ્યપ સંહિતા અથવા વૃદ્ધજીવતંત્ર ... ચરક-સુકૃત–ભેલનું પૌવપર્ય ગાય, અશ્વ અને હાથીનું વૈદ્યક .. પાલકાયને હત્યાયુર્વેદ
વિલુપ્ત તંત્ર અને સંહિતાઓ પ્રાચીન બૌદ્ધ સાહિત્ય અને આયુર્વેદ ... અર્થશાસ્ત્ર અને આયુર્વેદ ...
५७
૭૪
૭૬
૮૦
૮૩.
/૫
૧૦૦
Page #8
--------------------------------------------------------------------------
________________
કામશાસ્ત્ર અને આયુર્વેદ મહાભારત, પુરાણુ અને આયુર્વેદ આયુર્વેદ અને દ'ના તથા ધર્મશાસ્ત્રા ખીજા દેશાના વૈદ્યક સાથે આયુર્વેદના સંબંધ
ચરક–સુશ્રુતનું વૈદ્યક સંહિતાકાલીન વૈદ્ય આયુર્વેના શારીરાદિ વિષયા
રસવિદ્યા અને રસથા રસત ંત્રોના યુગ
દક્ષિણ ભારતનું વૈદ્યક
નિધ ટુ
વાગ્ભટ
વૃદ્ધત્રયીના ટીકાકારા
સુશ્રુતના ટીકાકારો
વાગ્ભટની ટીકા
વૈદ્યકના સગ્રહગ્રંથી અને તેના લેખા
થતુ ખડ
પાછલા સંગ્રહગ્રંથા
નાડીવિદ્યા વગેરે આધુનિક સમય ઉપસંહાર
શબ્દસૂચી
:
...
તૃતીય ખડ
...
પંચમ ખડ
0.0
...
:
સસમ ખંડ
::
:
વર્લ્ડ ખડ
*
:
::
: :
:
...
:
: :
: :
...
:
:
: :
...
...
...
: :
: :
...
:
:::
...
...
:
...
...
...
...
...
...
:
૧૦૩
૧૦૪
૧૦૬
૧૦૮
૧૧૪
૧૧૫
૧૨૪
૧૫૪
૧૬૩
૧૬૫
૧૬૮
૧૭૪
૧૮૭
૧૯૧
૨૦૯
૨૧૭
૨૨૬
૨૨૬
૨૪૫
૨૬૧
૨૬૩
Page #9
--------------------------------------------------------------------------
________________
ગુજરાત સરકારનાં ઇનામને પાત્ર ઠરેલાં શરીરસ્ત્રાશ અને આરોગ્યને લગતાં
મહતવનાં પ્રકાશને
કાયાની કરામત ભાગ ૧ અને ૨
પૂ. ર૭૪ + ૩૩૪
લેખક - ડો. શિવપ્રસાદ કે. ત્રિવેદી દરેક ભાગની કિંમત રૂ. ૪ો
માંદગીનાં મૂળ
અથવા જીવનમાં સાજા રહેવાની કળા
પૃ. ૬૦૮
લેખક . ડો. શિવપ્રસાદ કે. ત્રિવેદી
કિંમત રૂ. ૭-૫૦
ગુજરાત વિદ્યાસભા : ભદ્ર, અમદાવાદ- ૧
Page #10
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઇતિહાસ
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
» વે શ ક. યુરોપીય પ્રાપ્ય તત્ત્વવેત્તાઓમના મેટા ભાગે એવો અભિપ્રાય ફેલાવ્યું છે કે પ્રાચીન ભારતીય લેકેએ આધ્યામિક, ધાર્મિક
અને તાર્કિક વિષયોને જ વિચાર કર્યો છે; ભૌતિક વિષયોને તો . સ્પર્શ જ કર્યો નથી. પરિણામે ભૌતિક–પ્રત્યક્ષ ઉપલબ્ધ વિષયને
સમજવાની અશક્તિ હિન્દુઓમાં વંશપરંપરાથી ઊતરી આવી છે. અત્યારે આ દેશના વતનીઓની બુદ્ધિ ભૌતિક વિષયને ગ્રહણ કરવા સમર્થ છે કે નહિ એ વિશે અથવા તે આ વિષયમાં તેઓની બુદ્ધિશક્તિની ઇયત્તાનાં અતિહાસિક કારણે વિશે વિચાર કરવાનો આ પ્રસંગ નથી; પણ પ્રાચીન ભારત ઉપર ઉપલે આરોપ સર્વાશે ખરે નથી એમ આયુર્વેદિક સાહિત્યને ઇતિહાસ જોતાં સ્પષ્ટ દેખાય છે.
આપણું પૂર્વજોએ અધ્યાત્મવિદ્યામાં તથા ધર્મવિચારમાં અસાધારણ ઉન્નતિ પ્રાપ્ત કરી હતી એ વાત ખરી છે, પણ બધા આ વનમાં બેસીને અધ્યાત્મચિંતન, ધર્મચિંતન કે કાવ્યાદિની રચનામાં ગૂંથાયેલા રહેતા અને જગતમાં શું ચાલે છે, કેમ ચાલે છે, એ બાબતને એમને વિચાર જ નહોતો આવતો એવી યુપીય વિદ્વાનોની કે તેને અનુસરનાર કેટલાક અત્રત્ય વિદ્વાનની માન્યતા તિકશાસ્ત્રના કે આયુર્વેદના વિશાળ સાહિત્યને જોતાં અથવા અર્થશાસ્ત્ર કે મહાભારતના અભ્યાસક્વારા તત્કાલીન સમાજસ્થિતિનું ચિત્ર જોતાં, યથાર્થ નથી લાગતી. ઊલટું,
૧, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર આપણી પ્રાચીન સભ્યતાને ઉપવનની સભ્યતા કહે છે તે પણ એતિહાસિક દષ્ટિએ અર્ધસત્ય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૪ ]
આયુર્વેદના ઇતિહાસ
પેાતાની આસપાસના જગતમાં શું ચાલે છે એનું સૂક્ષ્મ અવલેાકન કરતા અને પેાતાનાં અવલાકનાનાં ફ્ળાને, સાહિત્યારા, ઉપદેશદ્વારા તથા વ્યવહારમાં સાક્ષાત્ ઉપયેાગદ્વારા જગતને લાભ આપવા આ દેશમાં સર્વાંત્ર ઘૂમતા ઉત્સાહી આર્યાંનું ચિત્ર ખડું થાય છે.
વર્તમાનકાળમાં પ્રયાગપદ્ધતિથી તથા સૂક્ષ્મદર્શોકયંત્ર, દૂરદકય ત્ર વગેરે ઉપકરણાની મદદથી જે અનેક વિજ્ઞાનશાસ્ત્રોના અપૂર્વ વિકાસ થયા છે તેના તેા પ્રાચીનકાળમાં સંભવ જ નથી. પણ નરી આંખે કરેલાં સૂક્ષ્મ અને વિશાળ અવલોકના તથા એ ઉપરથી તીક્ષ્ણ મ`ગ્રાહી બુદ્ધિ વડે પ્રાપ્ત કરેલા અનેક તલસ્પશી સિદ્ધાન્તા આયુર્વેદિક સાહિત્યમાં સ્થળે સ્થળે ચતુર જોનારને દેખાય છે.
કોઈ પણ દેશના પ્રાચીન કાળનાં મુખ્ય વિજ્ઞાનશાસ્ત્રો છે : (૧) વૈદુ (Science of Medicine) અને (ર) જ્યાતિષ. આ ખે મુખ્ય શાસ્ત્રોમાં કેટલાંક અવાંતર શાસ્ત્રોને સમાવેશ થઈ જાય છે. મૂળજ્યાતિષને બાજુએ રાખીએ, એમાં કાંઈ તથ્યાંશ છે કે નહિ એ પ્રશ્નને અનિશ્ચિત માનીએ, પશુ ખગાળ અને ગણિત વિષયમાં આ દેશના પ્રાચીન આર્યાએ જે જ્ઞાન મેળવેલું તે જ્યાતિઃશાસ્ત્રના પ્રથામાં જળવાઈ રહ્યું છે. ૧
આયુર્વેČમાં પણ એકથી વધારે વિજ્ઞાનેાને સમાવેશ થાય છે. અત્યારે પાશ્ચાત્ય વૈદ્યશાસ્ત્રમાં પારંગત થવા માટે જેટલાં શાસ્ત્રોનું જ્ઞાન આવશ્યક ગણાય છે, તેટલાની જૂના વખતમાં આશા ન
૧, ન્યાતિ શાસ્ર આ દેશમાં કેટલું ખેડાયું હતું તે જાણવા માટે જુઓ શ્રી, રા, ખા. દીક્ષિતે રચેલ ‘ભારતીય યૈાતિઃશાસ્ર ’ (મરાઠી), તેમ જ ન્યાતિ શાસ્ત્રના ગ્રંથેામાં કેવું ઊંચી કક્ષાનું ગણિત છે તે જોવા માટે જીએ આ વિદ્યા વ્યાખ્યાનમાળા ’-(પુરાતત્ત્વમંદિર ગ્રન્થાવલી)માં અ. શ્રી. સ્વામીનારાયણનું વ્યાખ્યાન.
"
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવેશક
રાખી શકાય. પણ શારીર (Anatomy and Physiology) દ્રવ્યગુણશાસ્ત્ર (Materia Medica, Pharmacy), કાયચિકિત્સા, રોગવિજ્ઞાન (Pathology), શલ્ય અને શાલાક્ય તંત્ર ( Surgery ), ad' (Midwifery & Gynaecology ), 3724174 ( Paediatrics !, 24=15, ((Toxicology ), પશ્વાયુર્વેદ (Veterinary Science) વગેરે અનેક વિષયોનું થોડું ઘણું જ્ઞાન પ્રાચીન વૈદ્યોને હતું એમ આયુર્વેદિક સાહિત્ય જતાં જણાય છે. આ ભૌતિકશાસ્ત્રોનું પ્રાચીન સ્વરૂપ આજના પાશ્ચાત્ય ધોરણથી માપવું ન જોઈએ. એ જમાનામાં બીજા દેશોએ આ વિષયોમાં કેટલી નિપુણતા મેળવી હતી એ ધ્યાનમાં રાખતાં અને એ વખતની સાધનસંપત્તિ જેમાં પ્રાચીન આર્યોએ કેટલી વૈજ્ઞાનિક ગ્રહણશક્તિ (Scientific insight) કેળવી હતી એ જ જેવાનું છે. આપણાં દુર્ભાગ્યે પાછળથી વૈજ્ઞાનિક શોધખોળની બુદ્ધિ આપણા પૂર્વજેમાં ઓછી થઈ ગઈ અને પંડિત વૈદ્યોએ જૂના ગ્રન્થોના અધ્યયનમાં જ સંતોષ માનવા માંડ્યો એટલે ઉપર કહેલાં આયુર્વેદાંગભૂત શાસ્ત્રોને વિશેષ વિકાસ થયે નહિ; પણ વૈદ્યકને લગતા દરેક વિષયમાં બે હજાર વર્ષ પૂર્વે આયુર્વેદના આચાર્યો કેવા ઉત્સાહથી શોધખોળ કરતા હતા, એમનું અવલોકન કેટલું વિશાળ તથા સૂક્ષ્મ હતું, અને અવલોકનને પરિણામે તેઓ કેવા પ્રમાણપુર:સર સચોટ સિદ્ધાંતે બાંધતા, એ સમજવા માટે પ્રાચીન આયુર્વેદિક ગ્રન્થ ઉત્તમ સાધન છે.
પ્રાચીન ભારતીય આર્યોની બુદ્ધિની ઉન્નતિ અને અવનતિને ક્રમ આયુર્વેદના ઈતિહાસમાં અતિ સ્પષ્ટ દેખાય છે. કેટલાક ઈતિહાસ પર્યેષકેના મત પ્રમાણે વૈદ્યકવિદ્યાની ઉન્નતિ–અવનતિ ઉપરથી અને એ વિદ્યાની પ્રજામાં થતી કદર ઉપરથી તે તે પ્રજાની સભ્યતાનું માપ નીકળે છે. આ ધારણ યથાર્થ છે કે ન હે, પણ
Page #15
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ આ દેશના ઈતિહાસમાં તે વૈદ્યકવિદ્યાની ઉન્નતિ સાથે આપણી સભ્યતાની, અનેક વિદ્યાઓની તથા કળાઓની પણ ઉન્નતિ થતી દેખાય છે, અને એની અવનતિ સાથે અવનતિ થતી દેખાય છે. ખરી રીતે સર્વ ઉન્નતિનું મૂળ પ્રજાની જીવનશક્તિ છે; અને એ શક્તિના વૃદ્ધિહૂાસની વૈદ્યકવિદ્યા સારી નિદર્શક છે એટલી વાત નિર્વિવાદ લાગે છે.
“સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ'ના લેખક તરીકે પ્રસિદ્ધ એ. એ. મેકડોનલનાં નીચેનાં વચન ઉપરથી પાશ્ચાત્ય સંસ્કૃતિની વૃત્તિ સ્પષ્ટ દેખાશેઃ * “પ્રાચીન હિંદીઓના વૈદ્યગ્રંથેની ખરી કીમત વિશે જે તોએ એ પુસ્તકે તપાસ્યાં છે તેમને અભિપ્રાય ઊંચે નથી. હિંદુઓની બુદ્ધિએ આ દિશામાં કોઈ મહાન કર્યું હોય એ સંભવિત નથી, કારણ કે તેણે ભૌતિક વિજ્ઞાન વિશે કદી પણ વલણ બતાવ્યું નથી. શસ્ત્રવિદ્યામાં કાંઈ પણ કીમતી કામ કર્યાને દાવ હિંદ રાખી શકે તો તે કૃત્રિમ નાક બનાવવાનું છે. ”
આ વચનેની પ્રેરક વૃત્તિ સ્પષ્ટ છે. એને વિવેચનની અપેક્ષા નથી. છેલ્લી વાત કબૂલ કર્યા વગર છૂટકો નહોતો, કારણ કે યુરોપીય શસ્ત્રચિકિત્સકે કાપેલાં નાકમાન સાજા કરવાની શસ્ત્રક્રિયા
. ?. ‘With regard to the intransic value of the works of the old Jodian writers on medicine, the opinion of competent judges wbo bave bitherto examined tbem is not favourable. Nor is it likely that the Indian mind, since it never showed any aptitude for natural science, should bave accomplisbed anything great in this direc: tion. Probably oply valuable contribution to surgery to which India cap lay claim is the art of forming artificial noses.'
- Imperial Gazetteer of India, Vol. II, p. 266
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રવેશક
[૭ ( Rhinplasty) હિંદુસ્તાતમાંથી આધુનિક કાળમાં જ શીખ્યા છે એ ઇતિહાસપ્રસિદ્ધ હકીકત છે. પણ આ એક જ કળા અકસ્માત કેમ ઉદ્ભવે? એની પછવાડે શારીર વગેરે શાસ્ત્રોનું જ્ઞાન હેવું જોઈએ, એટલો પણ વિચાર મેડોનલ સાહેબને આવ્યો નથી-- કારણ કે હિંદુઓમાં ભૌતિક શાસ્ત્રોનું જ્ઞાન સંભવે જ નહિ એ દઢ માન્યતા. આવા પૂર્વગ્રહને જ બીજો દાખલ જેવો હોય તો “હિંદુઓની વૈદ્યકવિદ્યાને દશમાથી સોળમા શતકમાં વિકાસ થયે છે અને વાભદ, માધવ તથા શાળધરના ગ્રન્થમાં ચરક અને સુકૃતનાં બીજ છે” એવો જર્મન પ્રાતત્ત્વવિદ્ હાસનો મત છે. આ અનુમાન કેટલું હાસ્યાસ્પદ છે એ કહેવાની જરૂર જ નથી. આ દેશના સામાન્ય વૈદ્યો પણ ચરક સુકૃત મૂળ ગ્રન્થો છે અને એ ઉપરથી વામ્ભટ્ટ માધવે ગ્રન્થ લખ્યા છે એટલું જાણે છે. વાગભટ્ટ અને માધવ ચરક સુશ્રુતને વારંવાર નામથી નિર્દેશ કરે છે. ડે. હર્નલ પોતે હાસના ઉપર કહેલા મતને એક મશ્કરી જ ગણે છે. મેકડોનલ અને હાસના મતે પાશ્ચાત્ય વિદ્વાનોની આ વિષયની સામાન્ય વૃત્તિના નમૂનારૂપ છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી જોલી હર્નલ જેવાના પ્રયાસોને લીધે આ વલણમાં સુધારે થયો છે. અને એ શુદ્ધ થયેલી દષ્ટિના દાખલારૂપે ન્યુબર્ગર (Neuberger)ને અભિપ્રાય ટાંકી શકાય. એ વિદ્વાન કબૂલ કરે છે કે “હિંદુઓનું વૈદ્યક કદાચ એ લોકોની ઉત્તમોત્તમ સિદ્ધિઓને નહિ પહોંચતું હોય, પણુ એ શિખરની નજીક તો પહેચે જ છે. અને જ્ઞાનની સમૃદ્ધિ, તર્કની તલસ્પર્શિતા અને વ્યવસ્થિત વિચારણને લીધે પ્રાય વિદ્યમાં અગ્રસ્થાન લે છે.”૧
૧. “The medicine of the Indians, if it does not equal' tbe best achivements of their race,' at least nearly approaches them, and owing to its wealth of knowledge, depth of speculation and systematic considora
Page #17
--------------------------------------------------------------------------
________________
4]
આયુર્વેદના ઇતિહાસ
આમ અભિપ્રાયમાં સુધારા થયા છતાં ખેદ સાથે કહેવું પડે મૈં કે સંસ્કૃત સાહિત્યની સ શાખાઆને અતિ ઝીણવટથી અને ઊંડા ઊતરીને અભ્યાસ કરનાર પ્રાચ્યવિદ્યએ આયુર્વેદના પ્રાચીન ગ્રન્થાને ઘણાં વર્ષો સુધી એ રીતે જોયા નહિ, અને એ વિષયમાં મત આપવાના જે અધિકારી એટલે કે દાક્તા તે તે સ્વાભાવિક રીતે પૂર્વ ગ્રહગ્રસ્ત; પરિણામે આયુવૈદિક સાહિત્યની પ્રમાણમાં ઉપેક્ષા થઈ છે.
છતાં આયુર્વેદના ઇતિહાસને ઉકેલવાના પ્રયત્નનેય ઇતિહાસ છે. વિલ્સન, રૅાયલ અને વાઇઝનાં લખાણા સૌથી જૂનાં છે. વિલ્સનના પહેલા લેખ છેક ઈ. સ. ૧૮૨૩ માં અને રૉયલના ગ્રન્થ ઈ. સ. ૧૮૩૭ માં પ્રકટ થયેલા, જ્યારે વાઇઝનાં લખાણા ઈ. સ. ૧૮૪ અને ૧૮૪૬ માં પ્રગટ થયેલાં.૧
અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલાં આ લખાણા ઉપરાંત સ્ટેન્સલર અને લેસેન જેવાનાં ફ્રેન્ચમાં તથા શ્રાડર આદિનાં જર્મન ભાષામાં જૂના વખતમાં લખાણા થયાં છે. વળી પ્રાચ્યવિદ્યાના પડિતાએ પ્રાચ્યવિદ્યાને લગતાં વિવિધ સામયિકામાં વારંવાર
tion takes an outstanding place in the history of oriental medicine,' Neuberger : ‘History of Medicine' Trans. by Playfair, Vol. I, p. 437.
t (1) Wilson~On the Medical and Surgical Sciences of the Hindus (‘Oriental Magazine', 1823) Indian Physicians at Bagdad, ‘J. R, A. S.’ Essay on the Antiquity of Hindu Medicine,' London, 1837.
(2) Royle— An
(3) Wise= Commentary on the Hindu System of Medicine', Calcutta, I845, London 1860, 'Medical Knowledge of the Hindus', 'Lancet', Vol. II, 1860.
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રવેશક
[ *
આયુર્વેદના ઋતિહાસને લગતા વિવિધ વિષયાને સ્પર્શતાં લખાણા આપ્યાં હોય એ સ્વાભાવિક છે, જોકે એ સર્વની અહીં નેધિ કરવી અનાવશ્યક છે. ૧ પશુ છેલ્લાં સાઠ વર્ષમાં અત્રત્ય પુરાવિદેએ એક પ્રાચીન વિદ્યા તરીકે તથા આયુર્વેદપ્રેમી દાક્તરાએ વૈદ્યકવિદ્યાના રસથી ઉકેલવાના જે પ્રબળ પ્રયત્ના કર્યાં છે તેની કરવી જોઈ એ.
પાશ્ચાત્ય તેમ જ વઘોએ તેમ જ આયુર્વેદના ઇતિહાસને દ્દિગ્દર્શક નાંધ અહી
મેરેશ્વર કુત્તે બી. એ.,
".
ઈ. સ. ૧૮૮૦ માં મુંબઈના ડો. અન્ના એમ. ડી. એમણે સટીક ‘ અષ્ટાંગહૃદય 'નું સંપાદન કરતાં તેની પ્રસ્તાવનામાં આયુવેદના ઋતિહાસની ચર્ચા કરી છે. પછી વૈદ્યક શબ્દસિન્ધુ’ નામથી વૈદ્યક શબ્દોને કાશ ઈ. સ. ૧૮૯૪ માં છપાવતાં તેના સંપાદક કવિરાજ શ્રી ઉમેશચન્દ્રગુપ્તે આયુર્વેના ઇતિહાસનું ૮ અવલેાકન કર્યુ છે. પણ ગ્રન્થાકારે તે આયુર્વેદના ઋતિહાસના પહેલે ગ્રન્થ ગેાંડલના હાકાર સાહેબ સર ભગવતસિ ંહજીના ઈ. સ. ૧૮૯૬ માં બહાર પડેલા ‘એ રૉટ હિસ્ટરી આક્ આન મેડીકલ સાયન્સ ૨૨ જ છે.
.
જોકે સુક્ષ્મ અને સ્વતંત્ર આ પુસ્તક નથી, પણ તે પ્રથમ ઉપયેગમાં આવ્યું છે. પણ ઊંડા અન્વેષણની સ્પષ્ટ પ્રતીતિ કરાવતું,
અન્વેષણના દાવેા કરી શકે એવું હાવાથી પાછળનાઓને ઠીક ઠીક અભ્યાસની અને ઐતિહાસિક આયુર્વેદના ઇતિહાસનું પહેલું
૧. શ્રી. ગિરીશચદ્ર મુખાપાધ્યાયના ‘હિસ્ટરી ઑફ ઇંડિયન મેડીસીન’ના ખીજા ગ્રંથમાં પૃ. ૮૧ થી ૮૭માં · બિબ્લિએગ્રાફી આફ વસ આન ઇંડિયન મેડીસીન' આપેલ છે તે જિજ્ઞાસુએ લેવી,
૨, આ અંગ્રેજી પુસ્તકનું શ્રી, ભાનુસુખરામ નિર્રરામ મહેતાએ કરેલું ગુજરાતી ભાષાન્તર સચાળ સાહિત્યમાળાના ૧૦૦ મા પુષ્પ તરીકે વડાદરાથી પ્રસિદ્ધ થયું છે, પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે અતિશય બેદરકારીથી કરવામાં આવેલું હોઈને એ નિરુપયેાગી નીવડ્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
આયુર્વેદનો ઈતિહાસ પુસ્તક તે ઈ. સ. ૧૯૦૧ માં “એન્સાઈક્લોપીડિયા ઓફ ઈડે -આર્યન રીસર્ચ”ના એક મણકા તરીકે પ્રકટ થયેલું છે. જુલિઅસ જોલીએ જર્મન ભાષામાં લખેલું “મેડીસીન” છે. પછીના પુરાવિદેએ એનો છૂટથી ઉપયોગ કર્યો છે. છે તે પછી એ. એફ. રૂડોલ્ફ હનલે આયુર્વેદના અિતિહાસિક અન્વેષણને લગતા પ્રકીર્ણ લેખ પુરાતત્ત્વનાં સામયિકમાં લખીને,
મેડીસીન ઑફ એનશંટ ઇન્ડિયા', ગ્ર. ૧, જેના ઉદઘાતમાં આયુર્વેદના ઇતિહાસનું નિરૂપણ છે તે, ઈ. સ. ૧૯૦૭ માં પ્રગટ કરીને તથા “નાવનીતક” જેવા ગ્રન્થના સંપાદનથી તથા તેના ૧૯૧૪માં લખેલા ઉદઘાતથી આયુર્વેદના ઈતિહાસ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે.
આ સમય દરમિયાન જ પ્રખર રસશાસ્ત્રપંડિત પ્રફુલચન્દ્ર રાયે ઈ. સ. ૧૯૦૨ અને ૧૯૦૯ માં પ્રકટ કરેલા “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રીના બે ભાગના ઉદ્દઘાતમાં આયુર્વેદના ઈતિહાસનું તથા રસશાસ્ત્રના સેતિહાસ મૂલ્યનું નિરૂપણ કર્યું છે. એ જ અરસામાં કવિરાજ શ્રી વિરજાચરણ ગુપ્ત ઈ. સ. ૧૯૦૮ માં પ્રગટ કરેલા “વનૌષધિદર્પણ'ના ઉપઘાતમાં આયુર્વેદિક સાહિત્યનું બંગાળીમાં વિવરણ કર્યું છે. પણ આ સર્વથી ઐતિહાસિક નિર્ણની અને મૌલિકતાની બાબતમાં ચડી જાય એવો તે મ. મ. કવિરાજ ગણનાથ સેન સરસ્વતીને ઈ. સ. ૧૯૧૩ માં પ્રકટ થયેલા ‘પ્રત્યક્ષ શારીરને સંસ્કૃત ઉદ્યાત છે. પછી ઈ. સ. ૧૯૨૩ થી ૨૭ સુધીમાં “હિસ્ટરી ઓફ ઇન્ડિયન મેડીસીન’ના ત્રણ ગ્રન્થ પ્રકટ
૧. આ “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી નું ભાષાન્તર (જોકે એને ભાષાન્તર કહ્યું છે પણ છે સાર જ) રા. પર્જન્યરાય વૈકુંઠરાય મેઢ એમ. એ., બી. એસસી.નું ગુ. વ. સ. એ. સં. ૧૯૭૩ માં પ્રકાશિત કર્યું છે. પણ એ અસહ્ય દેથી દૂષિત છે. એ ભાષાન્તરના દેશોના દાખલાઓ માટે જુઓ આયુર્વેદવિજ્ઞાન, પુ. ૪, પૃ. ૩૧૧ ઉપર લખેલું અવલોકન.
Page #20
--------------------------------------------------------------------------
________________
[ ૧૧
પ્રવેશક કરીને કવિરાજ ડે. ગિરીશચન્દ્ર મુખપાધ્યાયે આયુર્વેદની ઐતિહાસિક ચર્ચામાં ભારે અર્પણ કર્યું છે. પછી એ. હરિપ્રપન્નજીએ ઈ. સ. ૧૯૨૮ માં “રસોગસાગર”ના ઉદઘાતમાં વૈદિક આયુર્વેદનું ઘણું વિવરણ કર્યું છે, અને છેવટ નેપાળ-રાજગુરુ પં. હેમરાજ શર્માએ ઈ. સ. ૧૯૩લ્મ “કાશ્યપસંહિતા'ના સ્વતંત્ર ગ્રન્થ જેવા ઉદ્દઘાતમાં આયુર્વેદના પ્રાચીન ઈતિહાસને અતિ વિસ્તારથી તથા પુષ્કળ ઊહાપોહ કરીને વિચાર કર્યો છે.'
મેં ઉપર ધેલા ઐતિહાસિક વિવરણના પ્રયત્નોને બનતો લાભ લીધે છે. જોકે અંગ્રેજી સિવાયની ફેંચ, જર્મન વગેરે ભાષામાં લખાયેલું સાહિત્ય મેં નથી જોયું, પણ મેં જે નિરૂપણ કર્યું છે તે ઉપર કહેલા ગ્રન્થમાંથી કોઈ પણ એક અથવા વધારેના અનુવાદરૂપ કે સારરૂપ નથી. પણ આયુર્વેદના મૂળ ગ્રન્થના અવલોકન ઉપરથી તથા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તેમ જ આ દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં આયુર્વેદિક સાહિત્યનું જે સ્થાન મને દેખાય છે તે ઉપરથી સ્વતંત્ર રીતે કરેલું છે.
આયુર્વેદને સંપૂર્ણ અને વિગતવાર ઈતિહાસ લખવાને અહીં ઉદ્દેશ નથી. એ માટે થે જોઈએ તેટલે ઐતિહાસિક ઊહાપોહ થયું નથી. હજી ઘણું સંદેવસ્થાને છે. આયુર્વેદના ગ્રન્થ પણ હજી પૂરા છપાયા નથી. જે છપાયા છે તે પણ સુવિચિત સંપાદને નથી. તેમ ગ્રન્થનું કદ પણ મર્યાદિત રાખવાનું હોઈને આ સંક્ષિપ્ત ઐતિહાસિક નિરૂપણ છે.
વળી આ નિરૂપણમાં મારું લક્ષ્ય આયુર્વેદની પ્રાચીનતા કે મહત્તા સ્થાપવાનું પણ નથી; મને આયુર્વેદિક વિચારેને જે ક્રમ દેખાય છે તેનું સામાન્ય ચિત્ર દોરવાનું છે.
૧, આયુર્વેદના ઇતિહાસ સંબંધી ઉપલબ્ધ સાહિત્યની ઉપલી નેંધ કેવળ દિગ્દર્શક છે, સંપૂર્ણ નથી; એની જરૂર પણ નથી. છતાં જિજ્ઞાસુને એ નોંધમાં ઉલ્લેખિત ગ્રન્થામાંથી વિશેષ માહિતી જરૂર મળી રહેશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
વૈદિક સમય અને અધિદેવા
વૈદ્યકના આરંભ ખરી રીતે મનુષ્યના સામાજિક જીવનના આર્ભથી શરૂ થાય છે એમ કહી શકાય. સ્વાભાવિક પ્રેરણાને વશ થઈ કેટલાંક પ્રાણીઓ પણ ઝેરી વનસ્પતિના વાણુરૂપ વનસ્પતિને શોધી કાઢી તેનેા ઉપયાગ કરે છે, એમ કેટલીકવાર કહેવામાં આવે છે. એ સાચું હાય કે ન હોય, પણ જંગલી મનુષ્યાને વૈદ્યક કહી શકાય એવું કાંઈક જ્ઞાન હાય છે એ તેા ચાક્કસ છે, અને આ દેશના મૂળ વતનીઓ પછી જેને સિન્ધુ સંસ્કૃતિ કહેવામાં આવે છે અને જેની નિશાનીઓ માહેન્જો ડેરા, હરપ્પા વગેરે સ્થળામાંથી મળી છે તે લેાકા અને દ્રાવિડ જાતિના લેાકાર એ બધા પાસે કાંઈક વૈદ્યકજ્ઞાન હતું, અને વૈદિક કાળના પ્રાચીન આર્યોંમાં જે પહેલા વૈદ્યો થયા. તેઓએ આ મૂળ વતનીઓના વૈદ્યજ્ઞાનને કાંઈક લાભ લીધેા છે એમ મને લાગે છે.
અશ્વિદેવવિષયક તેમ જ રુદ્રવિષયક વૈદિક કથાઓમાં એ એ દેવાને બીજા કરતાં કાંઈક હલકા ગણવાની જે વાત આવે છે તેનું મૂળ આયે તર લોકા અને વૈદિક આર્યાં વચ્ચેના વૈદ્યક સંબધી તથા લિ ંગપૂજા સંબંધી વ્યવહારમાં રહેલું છે. અશ્વિદેવાને બીજા દેવા કરતાં હલકા ગણવાના પહેલા ઉલ્લેખ હૈ. સં. (–૪–૯–૩), મૈ. સ. (૪-૬૬), શતપથ બ્રાહ્મણ (૪-૧-૫-૧૪) વગેરે બ્રાહ્મણામાં
૧, કાલસા જેવેા કાળા પટ્ટા માહેન્જો ડેરાના ખેાદકામમાંથી મળ્યા છે, જે શિલાજિત હોવાના સંભવ જુની શાખાળ ખાતાના કેમિસ્ટના મતે છે. જો એ સાચુ હાય તા ઘણું સૂચક છે, (‘Mohenjo-daro and its Civilization' Vol, II; કાશ્યપસંહિતાના ઉપેાદ્ઘાત, પૃ. ૨૨૪, ૧,)
૨. ઐતિહાસિક કાળમાં જે દ્રાવિડ વૈધક તરીકે ઓળખાય છે, તેમાં સ્થાનિક અંશે। હોવા છતાં એ મુખ્યત્વે આયુર્વેદની જ એક શાખા છે, પણ ઉપર જે કહ્યું છે તે તેા પ્રવૈદિક કાળના દ્રાવિડા વિશે છે,
Page #22
--------------------------------------------------------------------------
________________
વૈદિક સમય અને અશ્વદેવા
[ ૧૩
મળે છે. અને તેમાં વૈદ્યક ધંધા (શ્લેષક) સાથે સંબંધ હેાવાને લીધે મનુષ્યના સમાગમમાં આ દેવાને આવવું પડે છે, માટે તે યજ્ઞના ભાગને લાયક નથી એમ કહેલું છે. આ કથનના ઐતિહાસિક દૃષ્ટિથી વિચાર કરીએ તે વૈશ્વિક આłમાંથી વૈદ્યક ધંધા કરનારા આ. ધંધાનાં કેટલાંક રહસ્યો પડેાશી અનાર્યાં પાસેથી શીખવા માટે તેના સંબંધમાં આવ્યા હોય અને પાછલા બ્રાહ્મણુકાલમાં અનાર્યાં સાથેના વ્યવહાર .તરફ તિરસ્કાર વૃત્તિ ઉત્પન્ન થતાં વૈદ્યોના દેવ ગણાતા અશ્વિદેવા યજ્ઞના ભાગ માટે અયાગ્ય ાવાની દંતકથા ઉત્પન્ન થઈ હાય એવી મારી કલ્પના છે.
અશ્વિદેવા પુરાણામાં દેવવૈદ્ય તરીકે પ્રસિદ્ધ છે. અને આયુર્વેદિક સાહિત્યની સંપ્રદાયપરંપરામાં અશ્વિદેવા પાસેથી ઇન્દ્રે આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને તેની પાસેથી ભરદ્વાજે મેળવ્યું એવું સ્પષ્ટ કથન છે. છતાં વેદમાં અશ્વિદેવે એટલે વૈદ્ય-દેવે એવા અ નથી. નિરુક્તકાર સ્પષ્ટ કહે છે કે “ ધાવાપૃથ્વિી એ જ અશ્વિન અથવા વિસરાત એ જ અશ્વિને. કેટલાક સૂર્ય અને ચન્દ્રને અશ્વિન કહે છે, પણ ઐતિહાસિકા પુણ્ય કર્મ કરનારા રાજાએ' એવા અ કરે છે.’૧ આ રીતે યાક જે ઐતિહાસિક અર્થ કરે છે તેને અશ્વિનેાના વૈદિક પર્યાય નૌ ટકા આપે છે.ર
ઋગ્વેદમાં અશ્વિનેાને દી' હાથવાળા અને નિત્ય યુવાન કહ્યા છે.૩ વૈદિક મંત્રામાંથી અશ્વિનેાનું જે વર્ણન મળે છે. તે ઉપરથી ગોલ્ડસ્ટકર જેવા સંસ્કૃતવિદ્ વિદ્વાન ધારે છે કે અશ્વિનેાની દેવ
१. तत्र को अश्विनौ द्यावापृथिवी इत्येके ।
अहोरात्रौ इत्येके । सूर्यचन्द्रमसौ इत्येके ।
राजानौ पुण्यकृतौ इत्यैतिहासिकाः । निरुक्त १२-१
૨. . ૧–૩–૨, ૧-૧૮૦-૪ આદિ
૩. . ૧-૩-૧, ૭-૬૭-૧૦ આદિ.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
આયુર્વેદના ઇતિહાસ
ક્રયામાં એ ભિન્ન તત્ત્વા એકત્ર થયેલાં છે : (૧) પ્રાકૃતિક અને (ર) માનુષ. જેમાં અશ્વિનેાના પ્રકાશાત્મ રૂપનું વર્ણન છે તે નિરુક્તાનુસાર ઘાવાપૃથિવી કે સૂર્યચન્દ્ર કે રાત્રિદિવસનું પ્રાકૃતિક રૂપ અને જેમાં વૈદ્યક ઉપચારાની વાત આવે છે તે માનુષ રૂપ.
અશ્વિદેવા વિશે વધારે વિચાર કરવાની જરૂર નથી,॰ કારણ કે વૈદમાં કાંઈ કેવળ અશ્વિદેવને વૈદ્ય : કહેલ છે એમ નથી, પણુ સ્વનેયે વારંવાર ભિષક્ ( મિષત્તમ ) કહેલ છે.૨ એક રીતે દ્રની સ્થિતિ અશ્વિદેવને મળતી છે. જેમ અધિદેવને યજ્ઞમાં ભાગને ચાગ્ય નહાતા ગણવામાં આવતા, તેમ જ અને પશુ નહાતા ગણવામાં આવતા. દક્ષ પ્રજાપતિએ તે યજ્ઞમાં ન ખાલાવ્યા અને દ્રે દક્ષયજ્ઞના ભંગ કર્યાં વગેરે કથા પુરાણામાં પ્રસિદ્ધ છે. અશ્વિ અને રુદ્ર ઉપરાંત અગ્નિ, વરુણુ, ઇન્દ્ર, મરુત તથા સરસ્વતીને પશુ ભિષક્ કહેલ છે. ૪ પણ આ પ્રકારના ભિન્ન ભિન્ન દેવને ભિષક્ કહેનારા મંત્રોમાંથી કે ભિષદેવવિષયક ખીજા મંત્રોમાંથી કે તેની કથાઓમાંથી આયુર્વેદના વિચારોનું મૂળ પકડવા ચાગ્ય કશું મળતું નથી;પ એટલે એને વિચાર પડત મૂકી આયુવેદિક વિચારાના કેટલા અંશ વૈદિક સાહિત્યમાં મળે છે તેજ તપાસીએ.
૧. અશ્વિદેવના સમગ્ર વિષય પરત્વે જીએ ‘આયુર્વેદવિજ્ઞાન’, પુ, ૨૨, અ, ૪-૫ માં પ્રકટ થયેલા અશ્વિદેવા અને આયુર્વેદના ઇતિહાસ’ એ લેખ. ૨. જુઓ ૪. ૨-૭૩-૪; યવેદ ૧૬-૫.
C
૩. જીએ મારા રશૈવ ધર્મના સક્ષિપ્ત ઇતિહાસ ’, ૧૯૩૩, પૃ. ૬૨. ૪. અથ. ૫-૨૯–૧; ચત્તુવેદ ૨૧-૪, ૨૧-૧૪, ૨૧-૧૫, ૨૮-૯; ઋગ્વેદ ૨-૩૩-૧૩; ચન્નુવેદ ૨૧-૩૦.
૫, જેને આ રીતે ઊંડા ઊતરવું હેાય તેણે ‘આયુર્વેદ્રસદેશ ', ફરવી, ૧૯૩૪ માં . ભિષક્ કા વૈદિક સ્વરૂપ' એ લેખ તથા હિસ્ટરી આફ ઇંડિયન મેડીસીન' ગ્રં, ૧-૨ માં અશ્વિ મદિના વિસ્તારથી ઉલ્લેખા આપ્યા છે તે જોવા,
·
Page #24
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં ખો
પૌરાણિક માન્યતા પ્રમાણે વેદ અનાદિ છે અને આપણી બધી વિદ્યાઓનું મૂળ વેદ છે. આ માન્યતામાં એટલું ઐતિહાસિક સત્ય જરૂર છે કે વેદના કાળથી પ્રાચીનતર કાળમાં આપણી નજર પહેાંચી શકતી નથી. સ ંસ્કૃત સાહિત્યની પરંપરામાં વ્યાકરણ, નિરુક્ત વગેરે જેમ વેદંગ ગણાય છે, તેમ આયુર્વેદ ઉપવેદ ગણાય છે. ચરક અને સુશ્રુત બેયના મત પ્રમાણે આયુવેને અથવવેદના ઉપવેદ ગણવા જો એ.૧ ખીજા ત્રણુ વેદા કરતાં અથવવેદમાં વૈદાને લગતાં સૂચને વધારે છે, એટલે આ માન્યતા તદ્દન સ્વાભાવિક છે. છતાં ચરણવ્યૂહમાં આયુર્વેદને ઋગ્વેદના ઉપવેદ કહ્યો છે, એ આશ્રય લાગે છે.
વૈદિક સમાજમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા વગેરે વારવાર થતા રોગીના તથા લડાઈ એમાં ખાણા તથા ખીજાં હથિયારો વાગવાથી થતાં ત્રણાનેા ઉપાય શોધવા માટે તીક્ષ્ણ વિચારશક્તિવાળા ઋષિઓની બુદ્ધિ પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. આ વિષયમાં વિચારને આગળ વધવા માટે સામગ્રી પણ પુષ્કળ હતી. પંજાબનાં અને હિમાલયનાં પડધારાનાં જંગલેા હજારે વનસ્પતિઓથી ભર્યાં હતાં- યજ્ઞામાં હામત્રાનાં પશુના અવયા કાપી કાપીને હેામવાના હાવાથી વૈદિક ઋષિઓનું શરીરજ્ઞાન વધતું જતું હતું. યુદ્ધોમાં પણ વાગેલાં ખાણુનાં મૂળાં કાઢતાં તથા કપાયેલા અવયવ ઉપર પાટાપીંડી કરતાં શલ્યતંત્ર(Surgery )નું જ્ઞાન મળતું હતું. આવી અનુકૂળ પરિસ્થિતિમાં તીવ્ર બુદ્ધિશાળી તથા પ્રવૃત્તિશીલ વૈદિક
१. तत्र भिषजा पृष्ठेनैवं चतुर्णामृक्सामयजुरथर्ववेदानामात्मनोऽथर्वવેઢે તિરાવે । ચ મૂ. મ. રે ૦
इह खलु आयुर्वेदमष्टांगमुपांगमथर्ववेदस्य । सुश्रुत सू. अ. १
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
આયુર્વેદને ઈતિહાસ ઋષિઓ વૈદ્યક વિદ્યામાં ઊંડા ઊતરે એ સહજ છે. પણ આમ તર્ક ઉપર આધાર રાખવાની જરૂર નથી; એ વખતના વૈદ્યોના વૈદ્યક જ્ઞાનની ચોક્કસ નિશાનીઓ મળે છે,
વેદ અને અથર્વવેદના મંત્રોમાં તથા જુદા જુદા વેદનાં બ્રાહ્મણોમાં વૈદ્યક વિષયને લગતાં સૂચનો ટાંછવાયાં છે, જોકે આ જાતનાં સર્વ સૂચનોને કેઈએ ખાસ અભ્યાસ કર્યો નથી. વૈદિક મંત્રમાં જે પારિભાષિક શબ્દ છે તેમાંના ઘણુ ચરક સુબ્રતાદિ આયુર્વેદિક સાહિત્યમાં વપરાયા નથી, એટલે વૈદિક વૈદ્યના વૈદ્યક જ્ઞાનનું બરાબર માપ તે નહિ જ આવે. વળી, તેમાં મુખ્યત્વે ધાર્મિક વિચારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, એટલે વેદમાં સૂચન નથી મળતું માટે એ વખતના વૈદ્યને અમુક જ્ઞાન નહિ જ હોય એમ કહેવું મુશ્કેલ છે.
બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કદના મંત્રો મેટે ભાગે અથર્વવેદના મંત્રો કરતાં પ્રાચીનતર છે, પણ કેટલીક વાતે વેદના સમયમાં પ્રચાર હોવા છતાં એમાં ન સંગ્રહાતાં અથર્વવેદમાં સંગ્રહાઈ છે. અથર્વવેદના મંત્રોનું વસ્તુ ૧૪ પ્રકારમાં વહેંચાયેલું છે. તેમના બે પ્રકારે (૧) ભૈષજ્ય (રેગે. અને ભૂતબાધાને લગતા) મંત્રો, અને (૨) આયુષ્ય (દીર્ધ જીવન અને તંદુરસ્તી માટેના) મંત્રો આયુર્વેદને લગતા છે. બીજી રીતે કેટલાક શાન્ત અથવા ભેષજ આથવણ અને ઘેર અથવા આભિચારિક આથર્વાણ આવા અથર્વ મંત્રોના બે ભાગ પાડે છે. આમાંથી વૈદું પહેલા ભાગમાં આવે છે. અથર્વવેદના વૈદ્યક મંત્ર મેષજ્ઞ નામથી, આરોગ્યકર વનસ્પતિ મેગની નામથી, અને આરોગ્યકર પાણી માગી એ રીતે બહુવચનાત્મક નામથી વર્ણવાયેલ છે. - ભેષજમાંથી નીકળેલ ભૈષજ્ય શબ્દ ટ્વેદમાં કે અથર્વવેદમાં નથી, પણ કૌશિક સૂત્રનાં ભૈષજ્ય પ્રકરણે(૨૫ થી ૩૨)માં અને બ્રાહ્મણોમાં વપરાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ ૧૭
જાતના
એટલું તેા ચોક્કસ છે કે અથવવેદના ભૈષજ્ય મંત્રો તનુગત ક્રિયાઓ સાથે દુનિયાના કાઈ પણ સાહિત્યમાં જળવાઈ રહેલા પુરાતન વૈદ્યકના પૂરા હેવાલ રજૂ કરે છે. ઋગ્વેદનાં થાડાંક સૂક્તો, જેમાં આ બાબત છે, તે ખરી રીતે એ જ જાતનાં અને એ જ વિષયનાં છે. (- જુઓ ઋ. ૧૦–૧૩૭, ૧૬૧, ૧૬૩; ૧-૧૯૧૬ ૭-૧૦; ૮-૯૧; ૧૦-૫૭ તથા બીજા છૂટક મંત્રો.) આ મત્રોમાં કહેલી કેટલીક વાતા હિંદી આ અને ઈરાની આર્યાં જે વખતે સાથે રહેતા હતા તે વખતના જેટલી જૂની હાવી જોઈ એ, કારણુ કે મું. મેઞ શબ્દ સાથે ઈરાની ખીસેઝા ( Baesaza ); મૈવજ્ઞ મંત્ર સાથે મંથ ખીસેઝા (Manthra Baesaza ), સામભેજ સાથે હામ ખીસેઝા વગેરે શબ્દાનું સામ્ય સ્પષ્ટ સૂચક છે. વળી, અવસ્તાની તંદુરસ્તી અને દી જીવન માટેની પ્રામાં વેદ પેઠે વનસ્પતિઓના ઉલ્લેખ મળે છે. અવસ્તામાં અને વેદમાં ખસ રાગ માટે મન્ શબ્દ છે. આથી પણ આગળ વધીને એ. કુન્હે નામના પાશ્ચાત્ય પંડિતે તેા કૃમિ વિશેના યુટેાનિક જાદુનું તદ્વિષયક વૈદિક મંત્રો સાથે સામ્ય બતાવ્યું છે. પણ આ તે કદાચ કાકતાલીય હાય, અથવા જૂની પ્રજાના વિચારની સમાનતાનું પરિણામ હાય.
અથવવેદમાં જોકે વૈદ્યક વિષયને લગતા મત્રો ધણા છે, પણ તેનું વર્ગીકરણુ કરવું મુશ્કેલ છે. કેટલાક શબ્દો રાગવાચક છે એમ સમજાય છે, પણ કયા રાગ વિવક્ષિત છે તે કળાતું નથી, કારણ કે એ શબ્દો ઘણી વાર આયુર્વેદિક સાહિત્યમાં દેખાતા નથી. અને વૈદિક મંત્રોમાં તાવ ( તમન્ ) જેવા એક એ રાગ સિવાય કાઈનાં લક્ષણા કહ્યાં નથી. કેટલીક વાર ઘણા
૧. એન્સાઇકલેાપીડિયા આફ ઇંડા-આર્યન રીસર્ચીના એક મણકા તરીકે અથર્વવેદ ઉપર બ્લુમીડનું સરસ પુસ્તક પ્રકટ થયું છે, અને તેના મે. ઘણા ઉપયાગ કર્યો છે.
વ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮] .
આયુર્વેદને ઈતિહાસ રેગે એક જ પ્રાર્થનામાં સાથે મૂકી દીધા છે. રેગ અને ભૂતાવેશને
જુદા પાડ્યા નથી. રોગનિવારક તરીકે જે કહેલું છે તે માંત્રિક છે કે ઉપચારક્રિયાસૂચક છે, તે પણ ઘણી વાર સ્પષ્ટ નથી થતું. જાદુઈ ચીજે મેટેભાગે વનસ્પતિજન્ય હોય છે, પણ ઘણું વનસ્પતિનાં નામને અર્થ સમજાતો નથી. સાંકેતિક ચિકિત્સા (Symbolic treatment)ને દાખલે જોઈએ તે કમળાના પીળા રંગને પીળા સૂર્યમાં તથા પીળાં પક્ષીઓમાં મોકલે છે તથા ગાયના રાતા રંગને એને સ્થાને સ્થાપે છે (મ. ૧-૨૨) એ પૂરતો સૂચક છે. પણ તાવ ઉપર કુછ (કઠ) અને ક્ષત ઉપર પીપરની પ્રાર્થના છે તેમાં માદળિયાં તરીકે જ ઉપગ ઉદ્દિષ્ટ હશે કે દવા તરીકે પણ, એને નિર્ણય કર્યું કરી શકે ?
વેદનાં વૈવકને લગતાં સૂચને જરા વિગતથી તપાસીએ એટલે આ વિષય વધારે સ્પષ્ટ થશે. વૈદ્યવાચક સં. મિષ શબ્દ વેદ સંહિતામાં તથા પાછળના વૈદ્યક સાહિત્યમાં સામાન્ય રીતે વપરાયો છે. પાછળના ધાર્મિક સાહિત્યમાં વૈદ્યક ધંધાને હલકે ગણે છે. વૈદ્યક ધંધા તરફની આ અરુચિ છેક યજુર્વેદ સંહિતાઓ જેટલી જૂની ગણાય છે,૩ જેમાં વૈદ્યક ધંધા (મેષs) સાથે સંબંધ હોવા માટે અશ્વિદેવોને તિરસ્કાર કર્યો છે. આ ધંધાને લીધે અશ્વિદેવને મનુષ્યના સમાગમમાં બીજા દેવે કરતાં વધારે આવવું પડે છે એ માન્યતામાં આભડછેટની વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. પણ પ્રાચીનતર વૈદિક
૧.. ૨-૨૩–૪, ૬-૫૦-૭, ૯-૧૧૨–૧ વગેરે; ૧.૨.૫-૨૯-૧, ૬-૨૪-૨; વા. ક. ૧૬-૫, ૧૯-૧૨, ૩૦-૧૦; સૈ. . --~--
૨. જુઓ મા. ધ. ૩. ૧-૬-૧૮-૨૦, ૧૯-૧૫, શૌ. પ. પૂ. ૧–૧૭ વા. ધ. ધૂ. ૧૪–૨–૧૯; fasg. ૫૧–૧૦.
૩. સૈ. ૩. ૬-૪-૯-૩; “. . ૪-૬-૨, ૪. ગ્રા. ૪-૧-૫-૧૪.
Page #28
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૧૯
સાહિત્યમાં આ વૃત્તિ નથી દેખાતી. અશ્વિદેવત,૧ વરુણુદેવને તથા રુદ્રદેવને વૈદ્ય—મિષ કહ્યા છે. અને તે ઋગ્વેદના એક મંત્રમાં મિષક્તમ કળ્યા છે, ત્યારે યજુવેદના એક મંત્રમાં દેવાના વૈદ્ય કહ્યા છે.જ ઋગ્વેદના એક આખા સૂક્તમાં એક વૈદ્ય પેાતાની ઔષધિઓની તથા એના રાગહર ગુણાની પ્રશંસા કરે છે.' વળી, અશ્વિદેવાની આશ્ચર્યકારક ચિકિત્સાના ઉલ્લેખા વેદમાં ધણું સ્થળે છે. લંગડાને ચાલવાની તથા આંધળાને જોવાની શક્તિ અશ્વિદેવાએ આપ્યાનું અનેક મંત્રોમાં કહ્યું છે. એક સ્થળે ાક્ષને એના પિતાએ આંધળા કર્યાં હતા, અને તે આંધળા જાને વૈદ્ય અશ્વિદેવાએ નેત્રો આપ્યાં એમ સ્પષ્ટ મત્રવચન છે.” વળી, ચ્યવનને તથા પુર્ ંધિના પતિને કરી યુવાન કર્યોનું ઋગ્વેદમાં જ કહ્યું છે. એક સૂક્તમાં વિષ્પલાને લેાઢાને પગ આપ્યાનું વન છે.૯ વિપુલા ઘેાડીનું નામ છે એમ કેટલાક વિદ્વાનાના મત છે. એ જો ખરું હોય તે વધારે આશ્ચર્યકારક ગણાય. અશ્વિદેવાના ચિકિત્સા સંબધી આ મુખ્ય ચમત્કારે છે. આથી પણ આગળ વધીને એક મંત્રમાં આથવણુ દધીચ નામના ઋષિને ઘેાડાનું માથું લગાડી દીધેલું અને ધાડાના
૧. ૬. ૧-૧૧-૧૬, ૧-૧૫૭-૬, ૮-૧૮-૮, ૮-૮-૧, ૧૦-૧૯-૩; ૬. વૈ. ૭-૫૩–૧ વગેરે.
1
૨. સ. ૧૯૨૪-૯.
૩. . ૨-૩૩-૪.
૪. વા. કું, ૧૬–૧૪.
૫. ૪. ૧૦-૮-૭.
૬. . ૧–૧૧૨-૮૬ ૧૦-૩૯-૩.
૭. . ૧–૧૧૬-૧૭.
૮. . .૧૦-૩૯-૪ તથા ૧૦-૩૯-૭,
૯. ૪. ૧-૧૧-૧૫, ૧૦-૩૬,
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
6
આયુર્વેદના ઇતિહાસ માથાથી દૂધીય ઋષિએ અશ્વિનેાને મધુ 'તા ઉપદેશ કર્યાં એમ કહ્યું છે.? આ કથા બૃહદારણ્યક ઉપનિષદ (મધુપ્રમળ )માં પણ છે. પુરાણામાં સ્પ્રે યજ્ઞનું માથુ કાપી નાખ્યું અને અશ્વિદેવાએ પેાતાને યજ્ઞમાં ભાગ આપવાની શરતે પાછું સાંધી આપ્યું એવી કથા છે. આયુર્વેદિક સાહિત્યમાં વૃદ્ઘ ચ્યવન રસાયનપ્રયોગથી ફરી યુવાન થયા. ( સ્વ. વિ. અ. ૧) એ રીતે પહેલાં કહેલ વૈદિક મંત્રને અનુવાદ છે. અને અધિદેવેએ યજ્ઞનું માથુ શસ્ત્રચિકિત્સાથી કરી સાંધી આપ્યું માટે શક્યત્ર આયુર્વેદનાં આઠ આંગામાં ઉત્તમ છે, એ રીતે સુશ્રુતે પૌરાણિક કથાના શક્યતંત્રની પ્રશંસામાં ઉપયોગ કર્યાં છે. ( સુશ્રુત સૂ. ૩૬. ૨)
આંધળાને ફરી દેખતા કરી શકાય, લૂલાને ફરી ચાલતેા કરી શકાય, ઘેાડીનેા પગ ભાંગી ગયેા હોય તેા એને બદલે લેઢાનેા પગ નાખી શકાય, વૃદ્ધ માણસાને ફરી જુવાન કરી શકાય અને છેવટે કપાયેલું માથું પણ સાજું કરી શકાય, એ તા વૈદ્યક વિદ્યાના મેટા ચમકારા ગણાય. પણ આજનું મેટરની ઝડપે આગળ વધ્યે જતું પાશ્ચાત્ય વહું આ બધું કરી શકતું નથી અને વૈદિક કાળમાં આય વૈદ્યો આ ચમત્કારો કરી શકતા હોય એમ માનવાનું કાંઈ કારણ નથી. મંત્રો પોતે તથા સુશ્રુત વગેરે પણ દેવામાં—માણસામાં નહિ— આવી ચમત્કારિક શક્તિ માને છે; છતાં આવા વૈદ્યક સબંધી ચમકારા દેવાતે આરાપાય ત્યારે કાંઈક વૈદ્યક એ સમાજમાં ચાલતું હાય ખરું. એ વખતના વઘો કાંઈક શસ્ત્રચિકિત્સા પણ કરી શકતા હશે, વધારે નહિ તેા ધા ઉપર કાઈ વનસ્પતિનાં પાનની લૂગદી મૂકતા હશે, વહેતા ઘા ઉપર પાટાપીંડી કરતા હશે. અથવવેદના એક`મત્રમાં તે સ્પષ્ટ રીતે કપાયેલાં હાડને સાંધનારી ઔષિધને ઉલ્લેખ છે. બીજે પણ શસ્ત્રસાધ્ય રોગોમાં મત્રો સાથે આધિ
૧. . ૧૧૭–૨૨.
૨. . ૪–૧૨–૧.
Page #30
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
" [ ર૧ એને જ ઉપયોગ કરેલે દેખાય છે, સુબુત પેઠે શસ્ત્રચિકિત્સામાં ઉપયોગી શસ્ત્રો, અનુશ કે યંત્રને ઉલ્લેખ નથી. અર્થાત્ સુશ્રતમાં કહેલી છે તેટલી શસ્ત્રચિકિત્સા વૈદિક સમય પછી ઘણે વખતે વિકસી છે. તો પછી એમાં ન કહેલા ચમત્કારો વૈદિક સમયના વૈદ્યો શસ્ત્રીવધની મદદથી સાધતા હોય એવી કલપના હાસ્યાસ્પદ છે. (દેવો અને દૈવી ચમત્કારને અહીં પ્રસંગ જ નથી.)
મંત્રો અને ઓષધિઓ ઉપરાંત વૈદિક ઋષિઓ રેગહર તરીકે પાણી(ગરાષ)ને પણ ઉપયોગ કરે છે. શ્વેદના એક ઋષિ કહે છે કે પાણીમાં અમૃત છે, પાણીમાં ઔષધ છે.”૩ બીજા પણું એ અર્થના અનેક મંત્રો છે.
શ્વેદના વૈદ્યકવિઓએ પાણીમાં જરૂર કાંઈક રેગહર શક્તિ માની છે, પણ આ ભાવના હિંદી અને યુરેપી આર્યો જે વખતે સાથે રહેતા તે વખત જેટલી જૂની છે એમ બેય પ્રજાઓનાં પ્રાચીન સાહિત્યની સરખામણીથી જણાય છે. કદાચ શીત અને ઉષ્ણ સ્નાનના ફાયદા પાણીને ગહર મહિમા ગાનાર ઋષિના જાણવામાં હોય; પણ હાલમાં જળપચારશાસ્ત્ર (Hydropathy)નો જે વિકાસ થયો છે તેને તે આધુનિક જમાને પડશે. પાછળના આયુર્વેદિક સાહિત્યમાં જળપચારની ઝાઝી વાત નથી એ ઉપરથી ઉપલા અનુમાનને પુષ્ટિ મળે છે. હાલમાં મંત્ર સાથે પાણીનું પ્રક્ષણ કરવામાં આવે છે તેમ એ વખતે પણ મંત્રેલું
૧. ઓષધિ જેટલી જ કે તેથી વધારે રાગહરશક્તિ મંત્રોમાં પ્રાચીન કષિઓને માની છે. પંચવિંશ બ્રા. (૧૨-૯-૧૦) કહે છે : મેવાં વા થર્વજનિ–આથર્વણ મંત્રો જ ઔષધો છે.
૨. . ૧-૪૩–૪. ૩. ક. ૧–૧–૧૮.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
આયુર્વેદને ઈતિહાસ પાણી છાંટતા હશે કે પીવા આપતા હશે. પાણીને વિશ્વભેષજ આ કારણથી કહ્યું હશે. વેદકાલીન વૈદ્ય
વેદના વખતમાં જ વૈદ્યક એક ધંધો ગણાતું હતું એમ સૂચવનારાં પ્રમાણ છે. “હું કવિ છું. મારા પિતા વૈદ્ય છે, અને માતા ખાંડનારી છે. એ રીતે અમે ધનની ઈચ્છાથી જુદું જુદું કામ કરીએ છીએ, ”. એ મંત્રમાં તથા અન્યત્ર પણ વઘક વેદના સમયમાંયે ધંધા તરીકે ચાલતું હોય એમ જણાય છે. યજુર્વેદમાં પુરુષમેધના બલિઓની ગણતરીમાં વૈદ્યનું પણ નામ છે.?
વૈદિક સમયમાં મંત્ર, જળ અને એવધિ વડે ઉપચાર કરનાર આથર્વણ વૈદ્ય કેવો હશે એ નીચેના વેદના મંત્રમાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે:
यत्रौषधीः समग्मत राजानः समिताविव । विप्रः स उच्यते भिषप्रक्षोहामीवचातनः ॥ ऋ. १०-९७
સમિતિમાં જેમ રાજાઓ એકઠા થાય છે તેમ જે વૈદ્ય પાસે ઓષધિઓ એકઠી થઈ હોય તે રાક્ષસોને હણનાર તથા રોગોને નાશ કરનાર વિપ્ર વૈદ્ય કહેવાય છે.
વૈદિક વિદ્યનું કર્તવ્ય આ મંત્ર બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આયુર્વેદિક ઉઘને આદર્શ આથી ઘણે આગળ વધે છે, અને એની સાધનસંપત્તિ પણ વિશાળ છે. વૈદિક ઔષધશાસ્ત્ર
વૈદિક સમયના વૈદ્યક વિશે આટલા સામાન્ય વિવેચનથી જ એટલું તો સ્પષ્ટ સમજાયું હશે કે આયુર્વેદના પ્રાચીનતમ ગ્રન્થમાં
૧. 8. ૯-૧૧૨-૨. ૨. 8. ૯-૧૨-૩. ૩. વ. ૩. ૩૦-૧૦; સૈ. ત્રા. ૩-૪-૪-૬.
Page #32
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૨૩
જેટલા વૈદ્યક વિષયેાની જેટલી વિગતવાર માહિતી છે તેટલી વિગતના તા વૈદિક સમયમાં સંભવ જ નથી. પણ એ બધા વિષયો વિશે ખીજાત્મક સૂચને પણ વેદ્યમાં મળવાં જોઈએ એવી આશા ખાટી છે. છતાં આશ્ચર્યકારક લાગે એટલા બધા વૈદ્યક વિષયેાનું કાંઈક સૂચન વેમાં મળે છે. વેદેમાંથી લગભગ સે। જેટલી વનસ્પતિઓનાં નામેા મે' તારવ્યાં હતાં.૧ પછી મહામહોપાધ્યાય ગૌ. હી. આઝાના અભિનંદન ગ્રન્થમાં શ્રી એકેન્દ્રનાથ શ્વેષે વૈદિક સાહિત્યે ઉભિદેર કથા' નામના લેખ બંગાળીમાં લખ્યા છે, જેમાં ૧૨૯ વનસ્પતિનામા ઉલ્લેખેલાં છે.. પણ આ બધી વનસ્પતિઓના ઔષધીય ઉપયેામ જાણવામાં હતા એમ કહેવું મુશ્કેલ છે. કેટલીક વનસ્પતિનાં નામેા લાકડાંના ઉપયેાગને અંગે તેા કેટલાંક સૃષ્ટિવનના પ્રસંગમાં મળે છે.
C
કેટલાંક નામેા વનસ્પતિનામેા છે એમ સમજાય છે, પણ કઈ વનસ્પતિ છે તે સમજાતું નથી, કારણ કે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં એ નામા દેખાતાં નથી. પણ અધેડા ( અમાñ ), કઠ ( ષ્ઠ ), ગૂગળ શુનુજી ), પીપર (fqઝી) વગેરે પાછળથી ખૂબ વપરાયેલી વસ્તુઓ રેગ દૂર કરવામાં ઉપયેગ થયા છે, એ ધણું સૂચક છે. અબલત્ત, કાઈ પણ વનસ્પતિના યાંત્રિક ક્રિયાથી તદ્દન છૂટા ઔષધીય ઉપયોગ કહ્યો હોવા ખાખતમાં શંકા છે.
વનસ્પતિઓ ઉપરાંત લેાઢું, સાનું, સીસું, કલાઈ, કાંસું અને ત્રાંબુ' એટલી ખનિજ ચીજોની પણ વૈદિક ઋષિઓને માહિતી હતી, પણ દવા તરીકે કાઈ પણ ખનિજના ઉપયાગના વૈદિક સાહિત્યમાં ઉલ્લેખ હાય એમ જાણવામાં નથી.
.
૧, જુએ ‘આયુર્વે વિજ્ઞાન’, કાર્તિક, ૧૯૯૮.
૨. શ્રી, એકેન્દ્રનાથ ટ્વાષના લેખના ગુજરાતી અનુવાદ માટે જીએ
આયુર્વે દિવજ્ઞાન' ના ૧૯૩૬ આશ્વિન અને ૧૯૩૭ કાર્તિક અંકા.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪] .
આયુર્વેદને ઈતિહાસ વૈદિક શારીર આ ઔષધોપચાર માટે જેમ વનસ્પતિજ્ઞાન આવશ્યક છે, તેમ શારીર–શરીરની રચનાનું જ્ઞાન પણ આવશ્યક છે. વેદિક સાહિત્યમાં મનુષ્ય શરીરની રચના વિશે જે ઉલ્લેખ મળે છે તે આશ્ચર્યકારક છે. અથર્વવેદના એક સૂક્ત (૩૫. વે. ૧૦-૨)માં માણસના શરીરનાં હાકડાંઓની જે નેંધ છે તે ચરકના હાડકાંનાં વર્ણનને એટલી બધી મળતી છે કે બેયને સરખાવતાં તરત લાગે છે કે આત્રેય આચાર્યો જે હાડકાંઓનું વર્ણન કર્યું છે તે બધાં હાડકાં અથર્વવેદના આ વૈદ્ય-ઋષિએ જોયેલાં ખરાં. અલબત્ત, અથર્વવેદના આ સૂક્તમાં હાડકના વાચક તરીકે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં અપ્રયુક્ત એવા કેટલાક શબ્દ વાપર્યા છે. આ શબ્દોને ડો. હર્બલે જે અર્થ વિચારપૂર્વક કર્યો છે તે સ્વીકારવામાં વધે નથી, જેકે પં. હરિપ્રપન્નઇ કેટલીક બાબતમાં ડો. હર્નલથી જુદા પડે છે. વૈદિક સાહિત્યને અનુક્રમ જોઈએ તે “શતપથબ્રાહ્મણ અથર્વવેદ પછી કેટલેક વખતે સંગ્રહાયું છે; એટલે પોતાની ઉન્નતિ સાથે જતા સમાજમાં અથર્વવેદ કરતાં શતપથબ્રાહ્મણમાં વધારે ચેકસ જ્ઞાનની નિશાની મળવી જોઈએ. વસ્તુસ્થિતિ પણ એમ જ છે. શતપથ (૧૦–૧–૪–૧૨ તથા ૧૨-૨-૪–૯)માં હાડકાંની જે નેધ છે તે અથર્વવેદ કરતાં વધારે આગળ વધેલી છે. શતપથમાં જેકે આત્રેય મતાનુસાર ૩૬૦ હાડકાં કહ્યા છે, પણ કેટલીક વાતો સુશ્રતની અસ્થિગણનાને મળતી છે. સુશ્રત પેઠે શતપથ પણ અસ્થિજેટલા મજજાભાગો માને છે.૩ અથર્વવેદ, શતપથ, ચરક અને સુશ્રુત ચારેયનાં અથિપંજરનાં વર્ણનને સરખાવવાથી સ્પષ્ટ દેખાય
૧. “સ્ટડીઝ ઇન ધી મેડીસીન એફ એનશંટ ઈંડિયા', પૃ. ૧૮૨. ૨. જુઓ “રસોગસાગર”નો ઉપઘાત.
૩. જુઓ “સ્ટડીઝ ઇન ધી મેડીસીન ઐફ એનાંટ ઈંડિયા', તથા આયુર્વેદવિજ્ઞાન”, માર્ગશીર્ષ, ૧૭૮.
Page #34
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૨૫ છે કે આયુર્વેદના આચાર્યોને શરીરનાં બીજાં અંગોનું નહિ તે અસ્થિઓનું ઘણું જ્ઞાન તે વૈદિક ઋષિઓ પાસેથી મળ્યું હતું; અલબત્ત, આયુર્વેદિક આચાર્યોએ સુધારે વધારે તથા વ્યવસ્થા કરી છે એટલી વાત ખરી.
ઘોડાના અસ્થિપંજરનાં હાડકાં પણ યજુર્વેદસંહિતામાં એક સ્થળે ગયાં છે. અસ્થિઓ વિશે ઘણુ માહિતી વેદમાં સ્વાભાવિક છે. જે સાદી રીતે વૈદિક ઋષિઓ પશુઓનાં કે મનુષ્યનાં શરીરને કાપીને જોતા તે રીતે શરીરને સૌથી વધારે સ્થાયી તથા કઠણ ભાગ સહેલાઈથી દેખાય એ સમજી શકાય એવું છે. શરીરને બીજા ભાગે એવી સહેલાઈથી છૂટા પડી શકતા નથી તેમ તરત ધ્યાનમાં પણ આવતા નથી. છતાં મનુષ્ય શરીર વિશે વૈદિક ઋષિઓએ કેવી કલ્પના કરી છે તે જોઈએ.
એતરેય આરણ્યક (૧-૨-૨)માં મનુષ્યનું શરીર નીચે પ્રમાણે ૧૦૧ વસ્તુઓનું બનેલું કહ્યું છે. શરીરના કુલ ચાર ભાગ, દરેક ભાગમાં ૨૫ અવય અને વચલું શરીર ૧૦૧ મું. વળી, સાંખ્યાયન આરણ્યકમાં માથાનાં ત્રણ હાડકાં કહ્યાં છે, ડેકમાં ત્રણ પર્વ, આંગળીઓમાં ત્રણ સાંધાઓ અને અનુકમાં ૩૩ પૃષ્ટિ છે.
અસ્થિપંજરનો જે અભ્યાસ ડો. હર્બલે કર્યો છે તે બાકીને શરીરને કોઈ પાશ્ચાત્ય લેખકે અભ્યાસ કર્યો જાણ્યામાં નથી. પણ હમણાં પં. હરિપ્રપન્નજીએ સમગ્ર વૈદિક સાહિત્યનું ખૂબ મથન કરીને એમાં મળી આવતે શારીરજ્ઞાનને વિસ્તાર “રસોગસાગરના ઉપઘાતમાં પ્રકટ કર્યો છે. પંડિતજીએ હર્નલના મતનું કેટલીક બાબતમાં ખંડન પણ કર્યું છે, પણ અહીં એ બે વિદ્વાનોના
૧. વા. ઉં. ૨૫–૧ થી ૯.
૨. સુશ્રતમાંયે દરક આંગળીમાં ત્રણ ત્રણ સાંધા અને અંગૂડામાં બબ્બે સાંધા કહ્યા છે.
૩. સ. ૩. ૨-૩ થી ૬.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
આયુર્વેદના ઇતિહાસ
મતભેદ ઉપર અભિપ્રાય આપવાના પ્રસંગ નથી. વળી, ૫. હિરપ્રપન્નજીએ પહેલાં શારીરાવયવવાચક ન ગણાયેલા કેટલાક શબ્દોને શારીરાવયવવાચક ગણીને શારીરશબ્દાનું ભડાળ વધાર્યુ છે. ૧ અલખત્ત, આવી બાબતમાં મતભેદ રહે જ. વૈદિક, શતપથાક્ત અને સુશ્રુતાક્ત શારીર અવયવાનાં નામાના જે કાઠો ૫. હરિપ્રપન્નજીએ ‘રસયેાગસાગર ’ના ઉપેદ્ધાતનાં પાનાં ૭૩ થી ૭૯ માં આપ્યા છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવા. એ કાઠી જોવાથી તથા એના ઉપરનું વિવરણૢ વાંચવાથી વેદકાલીન ઋષિવૈદ્યોના શારીરજ્ઞાનની વિપુલતા જોઈ ને આશ્ચય થશે.
પ. હરિપ્રપન્નજીએ વૈદિક શારીરાવયવવાચક સંદિગ્ધ શબ્દોના જે અર્થાં કર્યાં છે તે સમાન્ય છે એમ કહેવાનું નથી, પણ એમણે પેાતાના અની સમક દલીલ પા. ૮૦ થી ૧૪૧ માં વિસ્તારથી આપી છે, જે વિરુદ્ધ મત ધરાવનારે પણ વિચારવા ચેાગ્ય છે.
શારીર અવયવાનાં ધણાં નામેા અથવવેદના ૨-૩૩-૩ સૂક્તમાં મળે છે :——આંખ ( અક્ષિ ), નાક (લિા), કાન (TMf), હડપચી (ધ્રુવુ), માથુ (શીર્ષ), મગજ (ઇશ્તિ≠), જીભ (નિટ્ઠા), ડાકનાં હાડકાં (થ્રીવા), ધમની (sfળટ્ટા), તરુણાસ્થિ ( નાસા ), પૃષ્ટવંશનાં હાડકાં (અતૂલ), ખભા (અંત), બાહુ (વાટ્ટુ), હ્રદય (ચ), કલામ (વોમ),૨ પિત્તાશય (?) (હ્રીફ્ન), પડખાં (વાર્ધ), મૂત્રપિંડ અ. ૧૨, જેમાં પંડિતજીના
.
૧. જુએ ‘આયુર્વે વિજ્ઞાન ' ૧૯૮૩ આ પ્રકારના આવિષ્કારની ચર્ચા મે કરી છે.
૨, કલેમ શબ્દ કયા અવયવને વાચક છે એ બાબત વૈધોમાં ખૂબ ચર્ચા ચાલી છે, અને ધણા મતભેદ છે. પ’, હરિપ્રપન્નજીએ ક્લેમને Gall bladder અર્થ કર્યો છે ( જુએ ‘રસયેાગસાગર ’ પા, ૯૮); જ્યારે મ. મ. ગણનાથસેને શ્વાસનલિકા ( trachea) અર્થ કર્યા છે. ( પ્રત્યક્ષશારીર, ભા, ૨, પા. ૧૭૮ ). વૈદ્યપંચાનન શ્રી, કવડે શાસ્રી ફેરી'કસ' અ કરે છે. ( જીએ એમને લેામનિય ).
Page #36
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ ૨૦
(મતને), ખરલ (છીદ્દા), યકૃત (યત), આંતરડાં (×ાસ્ત્ર), શક્શ (નિષ્કુ), પેટ (ઉત્તર), કુક્ષિ, ફેક્સમાં (?) (વ્હાશિ), નાભિ, સાથળ (ર), ગાઠણુ ( અલ્ટોવત્ ), પેની (fળ), પગના આગલા ભાગ (પ્રવ), ફૂલા ત્રોનિ), યાનિ (યોનિ તથા મંન્ન), અસ્થિ, મજ્જા, સ્નાયુ (ના), લેાહીને વહેનારી નાડી (ધમની), હાથ (f), આંગળાં (અનુષ્ટ), નખ, સાંધા (વૅ), ચામડી (વૈંસૂ) એટલાં નામેા ઉપરના એક સૂક્તમાં મળે છે.
આ ઉપરાંત અથવવેદમાં તથા યર્જુવેદની સ ંહિતામાં નીચેના શારીરાવયવવાચક શબ્દો મળે છેઃ———કનીનિકા (૧. ૪–૨૦–૩), દાંત અને દન્તમૂલ (અ. ૫-૧૮-૮ અને વા. નં. ૨૫–૧), મન્યા (ધમની અથવા શિરા-૬.૬-૨૫–૧),૧ પુરીતત્. (૪. નં. ૨૫–૮), વૃક્ક (મૂત્રપિંડ–૪. વૈ. ૯–૧૨–૧૩), ગવીની-મૂત્રનળી (અ. વૈ. ૧-૩-૬), ખસ્તિ-મૂત્રાશય (૬. વૈ. ૧-૩-૭), વત્ર-મૂત્રમાર્ગ (૬. વૈ. ૧-૮-૩૭),
વળી ધમની શબ્દ તેા વેદમાં ઘણે સ્થળે છે, પણુ અથવેદમાં હિરા શબ્દ મળે છે (બ્ર. લે. ૧–૧૭–૧), તેનેા અર્થો અશુદ્ધ રક્તવાહિની શિરા કરવા જોઈએ એમ વિદ્વાનને મત છે અને હિરા શબ્દનું શિરા સાથે સાદશ્ય પણ સૂચક છે.
રસાદિ સાત ધાતુમાંથી અસ્થિ અને મજ્જાના ઉલ્લેખ અથવવેદના ઉપર ઉદાહરેલા સુક્તમાં આવી ગયા છે, પણ અન્યત્ર શુક્ર ( રેતઃ——ગ. વૈ. ૬–૧૧–૨), માંસ (૬. વૈ. ૧૦–૨–૧), લેાહી (મસૢ૪. વે. ૪-૧૨-૪), રસ (અ. વૈ. ૮–૪–૧૦) અને મેદ (થ્ર. વૈ. ૪–૨–૫)ના ઉલ્લેખ મળે છે. વાયુ, પિત્ત અને માંથી પિત્ત
૧, ધમનીના ઉલ્લેખા માટે જુએ ‘રસયાગસાગર ’ ના ઉપાદ્ધાત, પાન ૧૨૬, ૧૨૭ તથા ‘આયુર્વેદવિજ્ઞાન ’આશ્વિન ૧૯૮૩ માં વૈધ કૃષ્ણ શાસ્રી
કવડેના લેખ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
આયુર્વેદના ઇતિહાસ
અને શ્લેષ્માના સ્પષ્ટ ઉલ્લેખ શતપથમાં છે.૧ (શતપથ ૧૨-૯-૧-૩ અને ૭–૨–૧–૫)
મર્માંના સામાન્ય ઉલ્લેખ વેદમાં મળે છે (મ. વૈ. ૮-૩-૧૭), બાકી સુશ્રુતાક્ત ગણતરીને સંભવ જ નથી. ધમનીના મેાટી, મધ્યમ, અને નાની ( મરીી, મધ્યા, નિષ્ટિવા) એવા ભેદ પણ અથર્વવેદમાં કહ્યા છે. ( મ. વૈ. ૧–૧૭–૨ )
ઉપર વૈદિક સંહિતાઓમાંથી જે શારીરાયવવાચક શબ્દ ઉતાર્યાં છે, એ જ અથવા એના પર્યાય શતપથમાં તથા બીજી સંહિતા અને બ્રાહ્મણામાં પણ મળે છે.
અથવવેદના એક સૂક્તમાંથી ઉપર ઉતારેલા શારીરાવયવવાચક શબ્દોમાં કેટલાક ખાદ્ય અવયવના અને કેટલાક આભ્યન્તર અવયવના વાચક છે. એમાં ખાસ કાંઈ વ્યવસ્થા નથી, કારણ કે
૧, ૫. હરિપ્રપન્નજીએ ૬. વૈ ૯-૧૫-૬ માં આવેલા મયુ ને અય પિત્ત અને ૬ વૈ. ૬-૧૪-૧ માં આવેલા વાત ને અથ શ્લેષ્મા કર્યા છે. ખલાસ રાગનું નામ છે એમ બીજા વૈદિક ટીકાકારાનેા મત છે.
૨. રાતપંથ ૧૨-૯-૧ નાં ૩, ૬ અને ૧૨માં ઘણા શબ્દો છે. વા. સ. ૧૯-૮૧, ૨૦-૫ થી ૧૩, ૨૫-૧ થી ૯; મૈં. સા. ૩-૧૧-૮ અને ૯; તૈ. ત્રા. ૨-૬-૪. વિગતા માટે જુએ ‘રસયેાગસાગર' ના ઉપાદ્યાતમાં ૫, હરિપ્રપન્નજીએ આપેલેા કાઠે.
પંડિત હરિપ્રપન્નજીએ, ઉપર ખતાવ્યું છે તેમ, વેદમાંથી શારીરાવચત્રવાચક નવા શબ્દો કાઢયા છે; એટલું જ નહિ, પણ કેટલાક આયુર્વેદમાં વપરાતા શબ્દોના અર્થમાં રહેલા સદેહનું નિરાકરણ કરવા માટે પણ વૈદિક સાહિત્યને પુષ્કળ ઉપયાગ કર્યાં છે. આ માટે કલેામ, ધમની વગેરે શબ્દો ઉપરનું એમનું વિવરણ જોવા જેવું છે, વૈદિક સાહિત્યને આ રીતે આયુવેદિક સાહિત્યના પ્રકાશક તરીકે ઉપયોગ કરવાના હમણાં હમણાં ખીજા આયુવેદિક વિદ્યાના પણ પ્રયાસ કરે છે,
Page #38
--------------------------------------------------------------------------
________________
[ ૨૯
વેદમાં આયુર્વેદનાં બીજે તે તે અવયવમાંથી રોગ દૂર કરવાની વાત એ સૂક્તમાં છે. એ કાંઈ શારીર અવયના વર્ણનનું સુક્ત નથી. વળી, વૈદિક સાહિત્યમાં આયુર્વેદના વગીકરણની કે વ્યવસ્થાની આશા ન જ રખાય.
પણું શરીર વિશે છૂટીછૂટી પુષ્કળ માહિતી વેદોમાં મળે છે. કેટલાક શારીર શબ્દ અને કેટલીક માહિતી વેદમાં એવી મળે છે કે જે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં નથી. દાખલા તરીકે, મૂત્રપિંડ માટે વૃાો શબ્દ આયુર્વેદમાં મળે છે, જ્યારે વેદમાં મને શબ્દ છે જેનો કેટલાક વિદ્વાનો મૂત્રપિંડ અર્થ કરે છે. એ ઉપરાંત વૈદિક સાહિત્યમાં પુરાતત્ શબ્દ હદયાવરણવાચક કે ક્ષુદ્રાન્નવાચક છે. વનિg શબ્દને કોઠામાં સફરે અર્થ આપે છે; પણ કવિરાજ ગણનાથ સેન એને અર્થ બસ્તિના મૂળમાં રહેલ એક ગાંઠ – Prostrate gland કરે છે. વળી, અથર્વવેદમાં એક નવીના શબ્દ છે, જેને અર્થ કવિરાજ ગણનાથ સેન મૂત્રપિંડમાંથી બસ્તિમાં મૂત્ર લઈ જનારી બે નળીઓ (Ureters) એમ કરે છે. આયુર્વેદિક સાહિત્યમાં મૂત્રવટુ શબ્દ ઉપરના અર્થને સૂચવે છે. પણ નવીના જેવો શબ્દ વેદમાં હોવા છતાં આયુર્વેદિક આચાર્યોએ તે કેમ નહિ વાપર્યો એ જરા આશ્ચર્યકારક લાગે છે. આયુર્વેદની સંહિતાઓ રચાઈ ત્યારે પણ વેદે દુર્બોધ થઈ ગયા એમ માનીએ કે કે તે હાલમાં આપણે ખેટ અર્થ કરીએ છીએ એમ માનીએ; પણુ વસ્તુસ્થિતિ આવી છે. આવી શંકા થવાનું કારણ પણ છે. કવિરાજ ગણનાથ સેન એ. ૨. ૧-૩ ના આધારે નવીના શબ્દનો મૂત્રવહ નળી અર્થ કરે છે, પણ વે. માં અન્યત્ર ગર્ભાધાનના
૧. “પ્રત્યક્ષ શારીરને અંગ્રેજી ઉપદ્દઘાત, પા. ૧. २. यद् आन्त्रेषु गवीन्योर्यबस्तावधि संश्रुतं ।
gવા તે મૂત્ર મુવ્યતા વહિવત સવમ્. મ. ૧. ૧-૩-૬ ૩. મૂત્રવતિ મિઝપને વાદે . પુ. શ. . ૯
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
આયુર્વેદના ઇતિહાસ
પ્રસંગમાં નવીની શબ્દ દ્વિવચનમાં જ જુદા અમાં—ગર્ભાધાનયેાગ્ય અવયવના—અ માં વપરાયા છે :
प्रजापते श्रेष्ठेन रूपेणास्या नार्या गवीन्योः ।
પુનાંä પુત્રમાèત્તિ રામે માસ સૂતરે ।।૪, વે. ૫–૨૫-૧-૩ આ ઉપરથી તેા ીની શબ્દના વેદકાળમાં નિશ્ચિત અર્થ હાય એમ જણાતું નથી. શારીરક્રિયા
શારીરરચના વિશે વેદમાં કેટલું બધું છે તે જોયું. પશુ હૃદય, ફેફસાં, મહાસ્રોત વગેરે શારીર અવયવેાની ભિન્નભિન્ન ક્રિયા, જેથી આ શરીર જીવતું રહે છે તેનું વધારે વણું ન વેદમાં હેાય એ આશા ખોટી છે. આ પ્રાકૃતશારીર (Physiology) શાસ્ત્રને આ જમાનામાં જ ખાસ વિકાસ થયા છે, ચરક–સુશ્રુતમાં એનેા ઝાઝા વિસ્તાર નથી; પણ કેટલીક સાદી માન્યતાઓ પ્રચારમાં આવી ગઈ છે. શરીરનું પંચભૂતાત્મકપણું આયુર્વેદે માન્યું છે. ઉપનિષદના સમયમાં એ માન્યતા પ્રચારમાં આવી હતી ( જુએ તૈ. ૬. ઠ્ઠી ૨). વળી, ઋગ્વેદના અનેક મંત્રોમાં ત્રિધાતુ શબ્દ છે. વેદ્રભાષ્યકાર સાયણાચાય ત્રિધાતુરામના વાર્તાવત્ત છેઘ્નધાતુત્રયગ્રામવિષયે એવા અ` કરે છે. એ અ બરાબર હોય તેા આયુર્વેદના ત્રિદેાષવાદ ઋગ્વેદના ઋષિના જાણવામાં હતા એમ ઠરે; પણ એ સંભવિત નથી. સામાન્ય રીતે શરીરના ત્રણ ભાગ વિક્ષિત હશે. છાંદાગ્ય ઉપનિષદના ત્રિવ્રતવાદ, જેમાં
૧
१. त्रिन अश्विना दिव्यानि भेषजा
त्रिः पार्थिवानि त्रिरूदत्तम दूभ्यः ।
ओमानं शय्योर्मम कायसून वे
ત્રિધાતુ શર્મ વતં ચુમતી । . ૧-૩૪-૬
તથા ત્ર ૧-૧૮૩–૧, ૩૨-૭, ૩-૫}-}, ૪–૪૨-૪ વગેરે જી.
Page #40
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૩૧
ધાતુ શબ્દ વપરાયા છે, તેને જ આયુર્વેદિક ત્રિદેાષવાદનું મૂળ માનવું પડશે. છાં. . કહે છે કે cr ખાધેલું અન્ન ત્રણુરૂપે વહેંચાય છે. તેને સૌથી જાડા ભાગ છે તે મળરૂપ થઈ. જાય છે, જે મધ્યભાગ છે તેમાંથી માંસ થાય છે, તેને જે સૂક્ષ્મ ભાગ છે તે મનરૂપ થાય છે. એ જ રીતે પીધેલા પાણીમાંથી જે સ્થૂળ ભાગ તે. મૂત્રરૂપ થાય મધ્યભાગ તે લેાહીરૂપ થાય છે, જે સૂક્ષ્મ ભાગ તે પ્રાણરૂપ થાય છે.”
າ
જ્ઞાનેન્દ્રિયા અને કર્મેન્દ્રિયાની વાત આયુર્વેદમાં જેવી છે તેવી જ ઉપનિષદેામાં છે ( જુએ પ્રશ્નોપનિષદ ૪ ). એ જ રીતે પાંચ પ્રાણા અને એનાં કમેમાં ઔપનિષદ અને સાંખ્ય સાહિત્યમાંથી આયુર્વેદે લીધાં છે. ( મિસ્ત્રાળ પંચા સંવિવેશ । મુજ ). અન્નની પાચનક્રિયા થઈ તે શરીરના અવયવે! બંધાય છે અને શુક્ર એનું શ્રેષ્ઠ પરિણામ છે એટલું ઉપનિષામાં મળે છે. વળી, તત્રોમાં નાડીચક્રના જબરા વિસ્તાર છે. અંગ્રેજીમાં જેને nervous system કહે છે તેને જ તાંત્રિકાએ નાડીચક્ર કહેલું છે એમ આજે કવિરાજ ગણુનાથ સેન વગેરે વિદ્વાન માને છે. તાંત્રિક નાડીચક્રની પ્રત્યેક વિગતને system સાથે મેળ બેસાડવા જોકે મુશ્કેલ છે, છતાં કેટલીક
nervous
१. अन्नमशितं त्रेधा विधीयते । तस्य यः स्थविष्ठो धातुः तत्पुरीषं भवति, यो मध्यमस्तन्मांसं योऽणिष्ठस्तन्मनः । आपः पीतास्त्रेधा विधीयन्ते । तासां यः स्थविष्ठो धातुस्तन्मूत्रं भवति, यो मध्यमस्तल्लोहितं योऽणिष्ठस्त· સ્ત્રાળ છાં. ૩. ૬-૫–૧–૨.
૨. ઇન્દ્રિયોના ઉલ્લેખ અથવવેદમાં ( ૧૯-૯-૫) અને શતપથમાં મળે છે. અને પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન પાંચે પ્રાણાનાં નામ શતપથ (૧૪-૬-૯-૨૭) માં મળે છે તથા અથવેદ (૧૧-૧૦-૪ )માં એક સમાન સિવાય બાકી ચારનાં નામ મળે છે અને સમાનનું નામ ચત્તુ દ (વા. સં. ૨૨-૨૩)માં મળે છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
૦૨]
આયુર્વેદને ઈતિહાસ વાતે અભુત રીતે મળી રહે છે. આ નાડીઓને ઉલ્લેખ ઉપનિષદમાં મળે છે. પ્રશ્નોપનિષદ કહે છે કે “હૃદયમાં આ આત્મા છે ત્યાં એક એક નાડીઓ છે, તેમાંથી દરેકની સે સે શાખાઓ છે અને એ પ્રત્યેકમાંથી બોતેર તેર હજાર પ્રતિશાખાઓ નીકળે છે. આ બધીમાં વ્યાનવાયુ ફરે છે” (પ્રશ્નોપનિષદ ૩). ટૂંકામાં પ્રાકતશારીર વિશે આયુર્વેદમાં જે થોડું વિવેચન છે તેનું બીજ વેદમાં, ખાસ કરીને ઉપનિષદમાં જ, મળે છે.૧ | વેદમાં રુધિરવાહિની માટે ધમની અને હિરા જેવા શબ્દો મળે છે. એ ઉપર ખેંચ્યું જ છે. પણ એટલા ઉપરથી શ્રી. વૈદ્ય પં. રામગોપાલ શાસ્ત્રી પેઠે વેદકાલીન ભિષક પરાકાષ્ઠાની ઉન્નતિએ પહોંચ્યો હતો અને સર્વ પ્રકારની રક્તસંચરણની વિધિ જાણતો હતો એમ કહેવું એ એતિહાસિક કથન નથી--ભક્તિ પ્રેરિત ઊર્મિવાક્ય છે. રગવિજ્ઞાન
રોગથી થતું દુઃખ એવું પ્રત્યક્ષ છે કે જંગલીમાં જંગલી મનુષ્ય પણ રેગી સ્થિતિ ઓળખી શકે, છતાં જંગલી માનસ ભૂતાવેશ જેવાં કારણે કપે એ સ્વાભાવિક છે. જેમ જેમ ચિત્ત કેળવાતું જાય, તેમ તેમ રોગનું સ્વરૂપ તથા તેનાં કારણ સ્પષ્ટ સમજાવા લાગે. આથર્વાણુ વૈદ્યનું રોગજ્ઞાન કેટલું વિસ્તૃત હતું એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ વેદોમાં કેટલાંક રેગનામે તથા એકબે રેગોનાં લક્ષણે સ્પષ્ટ મળે છે.
૧. અથર્વવેદ (૨-૧૭–૪ તથા ૨-૧૭-૫)ને વૈશ્વાનર તથા વિશ્વ ર શબ્દને પંડિતજીએ જઠરાગ્નિ અર્થ, કર્યો છે તે સાચો હોય તે પણ નામથી વિશેષ એ માત્રમાં કાંઈ નથી. સાયણે પણ વિશ્વન્સરને અર્થ જઠરાગ્નિ સૂચવ્યું છે.
૨. એથી વિરુદ્ધ આયુર્વેદમાં પણ રક્તસંવહન નથી એવા મત માટે જુઓ હદય ઉપર રેડ એફ. જી. મુલરનો “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૯૧ ના અંકામાં પ્રસિદ્ધ થયેલ લેખ, ખાસ પૃ. ૧૯૧-૧૯૨,
Page #42
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
તાવ માટે આયુર્વેદમાં જ્વર શબ્દ છે, પણ અથર્વવેદમાં તકમનું શબ્દ છે, જે પાછળથી નથી વપરાયે. આ તકમન ટાઢિયા તાવને વાચક છે એમ જણાય છે. પહેલાં ટાઢ આવવી, પછી ગરમી થવી, વળી એકાંતરે, તરિય વગેરે ભેદને સ્પષ્ટ ઉલ્લેખ છે.'
જવરને ચરક રોગોમાં મુખ્ય ગણે છે. આજે વર આ દેશના મનુષ્યની ઘણું મેટી સંખ્યાને ભેગ લે છે. ચરક-સુશ્રુતના વખતમાં એ એવો જ ભયંકર હશે એમ ચરક-સુશ્રુતનાં વચનો ઉપરથી જણાય છે. અથર્વવેદમાં એની ભયંકરતા સ્પષ્ટ છે–મીમાતે ત રત : ( મ. ૨. ૫–૨–૧૦ ).
તાવની ઓળખાણ (diagnosis) તે આથર્વણ વૈદ્યને પૂરી હતી. આજની પેઠે તે વખતે પણ શરઋતુમાં તાવ વધારે આવતું હશે–તૃતીયરું વતૃતીયં શભુિત વારમ્ (. . ૫-૨૨-૧૩). તાવના ઉધરસ, શરદી, માથાને દુખાવો વગેરે ઉપદ્રવને પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. તાવને પરિણામે થતા કમળાનું પણ વર્ણન મળે છે. તકમનાશન (વરહર) તરીકે કુછ કઠ)નાં ખાસ વખાણ કર્યા છે. જે
અલબત્ત, તાવ જેટલે વિસ્તાર બીજા કેઈ વેગને નથી મળતો, પણું શીર્ષામય, શરદી, ઉધરસ, ક્ષય, કમળો વગેરે રોગો ઓળખાયા હોય એમ દેખાય છે. જળાદરને વ્યાધિ આ દેશમાં ઘણો જૂને છે. વરુણના અપરાધનું પરિણામ એને ગણેલ છે 1. नमः शीताय तक्मने नमो रूराय शोचिषे कृणोमि । यो अन्येचुरुभयारभ्येति तृतीयकाय नमो अस्तु तक्मने ।
મ. ૨. ૧-૨૫-૪ ચો મજેદુમતિ . ૨. ૭–૧૧૬–૨. . ૨. તાવના ઉલ્લેખ માટે જુઓ ૩૫, .૧-૨૫, ૫-૨૨, ૬-૨૦, ૧૯-૩૯, ૫-૪, ૯-૮-૫, ૭-૧૧૬ વગેરે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪ ].
આયુર્વેદને ઈતિહાસ (જુઓ આજીગર્ત શુનઃશેપની પ્રસિદ્ધ કથા). અથર્વવેદનાં ત્રણ સૂક્તો (૧-૧૦, ૭-૮૩, ૬-૨૪) આ રેગનું ઝાંખું સૂચન કરે છે.
. . ૬-૨૪–૧ માં હૃદયરોગનો ઉલ્લેખ છે. તેમાં જળદર હૈદ્રોગનું પરિણામ હોય છે એવું કદાચ સચન હેય. સ. ૩. ૧-૨, ૨-૩ અને ૬–૧૪ માં સ્ત્રાવ રેગનું નામ છે. ટીકાકારે અતિસાર અર્થ કરે છે, તે બરાબર છે, પણ કદાચ મૂત્રાતિસાર, રક્તસ્ત્રાવ વગેરેને પણ માત્રામાં સમાવેશ કર્યો હેય. ૬-૯૦ માં વિપૂર્વને ઉલ્લેખ છે. પાછળથી એ શબ્દ કોલેરા માટે વપરાય છે. અથર્વવેદમાંયે એ જ અર્થ વિવક્ષિત હશે ? જેમ અતિસારને ઉલ્લેખ છે તેમ કબજિયાતનો હોવો જોઈએ. પણ બંધ થઈ ગયેલા પેશાબને છૂટે કરવા વિશે તે આખું એક સૂક્ત છે (જુઓ . 2. ૧-૩). આ સૂક્તમાં તારા ઉપસ્થને ભેદુ છું (તે મિના મેનં...gar તે મૂર્વ મુરતામ્ મ. જે. ૧–૩–૭) એ રીતે શબ્દો છે. એમાં પેશાબ લાવવા માટે અંદર સળી નાખવાનું સૂચન હશે ?
1. ૨. ૨-૮, ૨-૧૦ અને ૩-૭ માં ક્ષેત્રિય અર્થાત વારસામાં ઊતરતા રગને દૂર કરવાની પ્રાર્થનાઓ છે. કોઈક વનસ્પતિને ક્ષેત્રિયનાશની કહી છે.
. ચT (ઋ. ૧૦–૧૬૩) શબ્દ સામાન્ય રીતે રમવાચક છે. અને અથર્વવેદના ઉપર ઉદાહરેલા ૨-૩૩માં જુદા જુદા અવયવમાંથી ક્યા દૂર કરવાનું કહ્યું છે, એ જોતાં યહ્માથી સામાન્ય રીતે રાગ અથવા માત્ર પીડા વિવક્ષિત હશે. અમદાવાદના ૨૫ મા નિ, ભા. વૈદ્યસંમેલનમાં નૂતન રેગ પરિષદના પ્રમુખ પં.
૧. નન ક્ષેત્રસ્ય પતયે વીરચનાશાવક્ષેત્રિયમુછતુ. 4. રે. ૨-૮-૫. २. अक्षीभ्यां ते नासिकाभ्यां कर्णाभ्यां छुबुकादधि ।
ચાં શીર્ષક મરિતwાન્નિાથા વિજ્ઞાન તે . ૨-૩૩–૧
Page #44
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ w કનૈયાલાલ વૈદ્ય આ સૂક્તના મંત્ર ટાંકી ક્ષયના હાલ મનાતા ભેદની ખબર હતી એ જે અર્થ કાઢ્યો છે તે સાચું નથી. વાજસનેયી સંહિતા (૧૨-૯૭)માં સો જાતના યમ્માને ઉલ્લેખ છે ત્યાં સો જાતના અથવા ઘણી જાતના રોગો વિવક્ષિત લાગે છે. રોગોને સે જાતના કહ્યા છે એટલા ઉપરથી પણ રેગોનું કાંઈક પૃથક્કરણ એ કાળમાં થયું હશે એમ માનવું જોઈએ.
રાજ્યક્ષ્મ-ક્ષય-વળી ઋગ્યેદ (૧૦–૧૬૩)માં તથા અ. વે. માં રાજય” શબ્દ છે (૩–૧૧–૧). રાજયઠ્યા શબ્દને આયુર્વેદિક સાહિત્યમાં ક્ષય અર્થ થાય છે. આ મંત્રમાં પણ ક્ષય અર્થ વિવક્ષિત છે એમ સાયણ કહે છે અને ટેકામાં તે. સં. (૨-૫-૬ )નું વચન ઉતારે છે. “રાજા એટલે ચંદ્રમાને ક્ષય પહેલાં થો માટે રાજયશ્મા કહેવાય છે” એ તૈત્તિરીયસંહિતાની વ્યુત્પત્તિ ચરકે સ્વીકારી છે (ચરક ચિ. અ. ૮, શ્લ. ૯).
યજુર્વેદની સંહિતાઓમાં યહ્માની ઉત્પત્તિ વર્ણવતાં યશ્માને ત્રણ પ્રકારને કહ્યો છે. રાજ્યહ્મા, પાપયમ્ભા અને જાયા . આમાંથી રાજયલ્મ વિશે ઉપર કહ્યું. પાપયશ્મા શબ્દ સ્પષ્ટાર્થ નથી; સામાન્ય રીતે ખરાબ દરદ એટલે અર્થ થાય. મહાકુછ વિવક્ષિત હોવાનો સંભવ ખરે. અથર્વવેદમાં (૩–૧૧–૧) રાજયમા સાથે જ અજ્ઞાતયÆા શબ્દ છે. એને અર્થ તે ન ઓળખાયેલ રેગ એમ જ કરવો જોઈએ. આ અજ્ઞાતયમ્મા વિશે આગળ કૌશિકસૂત્રના પ્રસંગમાં થોડું વધારે વિવેચન કર્યું છે. જાયાન્ય ક રાગ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. વેદભાષ્યકાર સાયણે જાયા ને અર્થે રાજયશ્મા કર્યો છે તે કદાચ ખેટ હશે, પણ પં. હરિપ્રપન્નજી સીફિલિસ (syphilis) અર્થ કરે છે તે બેસતો નથી. ૧. હૈ. . ૨-૩–પર; . . ૧૭–૩; . . ૨–૨–૭;
શ. શ્રી. ૪–૧–૩૯.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
આયુર્વેદને ઈતિહાસ જાયાન્ય શબ્દના અર્થ માટે આયુર્વેદિક પંડિતમાં ઘણે મતભેદ છે. ઝીમર સાયણને અનુસરે છે. ઝીમરની વિરુદ્ધ લુમફીડે જાયા નો અર્થ ફિરંગ-સીફિલિસ કર્યો છે અને પંડિતજી એને અનુસરે છે. રેથે નજલે (gout) અર્થ કર્યો છે, જ્યારે હીટની કયો રોગ વિવક્ષિત છે એ નક્કી જણાતું નથી એમ કહે છે. મેફડનલ અને કીથ પોતાનો મત આપતા જ નથી.૧
પક્ષીનાવાચઃ પતિ (સ. ૭-૭૬-૪) એ મંત્રનું પંડિતજીએ કરેલું વ્યાખ્યાન વાંચ્યા પછી પણ એ રોગ સીફિલિસ હોય એમ ખાતરી થતી નથી; એટલું જ નહિ, પણ સુશ્રોક્ત ઉપદંશ પણ આધુનિક સીફિલિસ–ફિરંગ હોય એમ લાગતું નથી. ઉપદંશના વર્ણનમાં અતિમૈથુનાદિ કારણથી પુરુષની જનનેંદ્રિય ઉપર ચાઠાં અને સોજો થવાનું વર્ણન સુશ્રુતમાં મળે છે, એટલી વાત સાચી; પણ એ ચાઠાંને ફિરંગજન્ય (સીફિલિટિક) ગણવા જેવો પુરાવો નથી દેખાતો. કેટલાક વળી કુષ્ઠના વર્ણનમાં ફિરંગનાં કેટલાંક લક્ષણો જુએ છે; પણ ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાય બી. એ., એમ. ડી., એફ. એ. એસ. બી. પેઠે મને પણ “ભાવપ્રકાશના સમય પહેલાં આ દેશમાં સીફિલિસ થતું હોય અથવા એ રોગનાં લક્ષણો કેઈએ બરાબર જોયાં હેય એ વિશે શંકા રહે છે.
અશ – વાજસનેયી સંહિતામાં એક જ મંત્રમાં બલાસ, અર્શ, ઉપચિત અને પાકા એ રીતે ચાર ગેને સાથે ઉલ્લેખ છે. આમાંથી અર્શ રાબ્દને તે અત્યારે પ્રચલિત અર્થ વેદમાં પણ વિવક્ષિત લાગે છે. ઉપસ્થિત એ અપચિત, અપચી
૧. “વેદિક ઈન્ડેકસ', ગં. ૧, પૃ. ૨૮૬.
૨. “હિસ્ટરી ઓફ ઈંડિયન મેડિસિન), ગં. ૧, પૃ. ૧૩૨ થી ૧૩૭ અને આયુર્વેદવિજ્ઞાન” પુ. ૨, પૃ. ૨૪૨ તથા ૫, ૧૦, પૃ. ૩૭૧,
Page #46
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ ૩૭
એમાં કાંઈ શંકા કરવાનું કારણ લાગતું નથી. અપચીને જુદો ઉલ્લેખ પણ મળે છે ( ગ. વૈ. ૬-૮૩ ).
રાગવાચક ખલાસના અથવવેદમાં અનેક સ્થળે ઉલ્લેખ મળે છે (૩૬. વૈ. ૪–૯–૮, ૫–૨–૧૧, ૬-૧૪–૧ વગેરે). સાયણે એક સ્થળે સન્નિપાત અ કર્યાં છે, તા ખીજે સ્થળે (ઋ. વૈ. ૧૯-૩૪-૧૦ ) ક્ષય અથ કર્યાં છે. તાવ સાથે કાસ ( ઉધરસ )ના અને ખલાસને અથવવેદે ઉલ્લેખ કર્યાં છે (૫-૨૨–૧૧) એ જોતાં ખલાસના અ શ્વાસ હાવાના મને સંભવ લાગે છે.
પાકારુના અત્રણ હાવાનેા સંભવ મેક્ડાનલ અને કીથ માને છે? તે ઠીક લાગે છે.
જમ્ભ-અથર્વાવેદ (૨-૪-૨, ૮–૧–૧૬)માં આ રાગનાં ઉલ્લેખ છે. આ રાગમાં એ જડમાં ભેગાં થઈ જવાનું કહ્યું છે તે ઉપરથી તથા કોશિસૂત્રના વિનિયેાગ ઉપરથી બંધાયેલા વેબર, બ્લુમફીલ્ડ અને વ્હીટનીના મતના સરવાળા કરતાં બાળકાની આંચકી વિવક્ષિત હાય એમ લાગે છે. બાકી, જેમ સુશ્રુતમાં બાળા માટે ગ્રહ પીડા માની છે તેમ આ જમ્ભને પણ કૌશિકસૂત્ર ગ્રહ ગણે છે.
અવા—( ૪. હૈ. ૯–૮–૯)ના અ† ઝાડા અથવા મરડા લાગે છે.
ગ્રાહુ- શતપથ (૩-૫-૩-૨૫)માં તથા અથર્વવેદ (૧૧–૯–૧૨)માં આ નામ મળે છે. અથમાં એના અર્થે ઊસ્તમ્ભ હોય એમ લાગે છે.
१. नाशयित्री बलासस्यासि उपचितामपि
અથો શતત્ત્વ ચશ્માનાં પાારોરસનાશિની। વા. સં. ૧૨-૯૮
૨. ‘ વેદિક ઈંડેકસ', ગ્રે, ૧, પૃ. ૫૧૪, ૩, એજન, ગ્રં. ૧, પૃ. ૨૭.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
આયુર્વેદના ઇતિહાસ
શૈબ્ય—( અ. વૈ. ૬-૨૫–૨ )ના અ` ગળાની ગાંઠો, ગંડમાળ માનવામાં વિધા નથી.
પામા—અથવવેદ ( ૫-૨૨૧૨ )ના એક મંત્રના પાઠાંતરમાં રાગવાચક પામન્ શબ્દ છે. આયુર્વેદમાં ચામડીના રાગ–ખસના વાચક તરીકે આ શબ્દ પ્રસિદ્ધ છે. અથવેદમાં એ અહી કે ન હા, પશુ છાંદોગ્ય ઉપનિષદ (૪-૧-૮)માં માન વર્ષના એ રીતે શબ્દો છે, એટલે ત્યાં શંકાનું કારણ નથી.
વિક્લિન્દુ—અથ વેદ ( ૧૨-૪–૫)માં રાગવાચક વિલિન્દુ શબ્દ મળે છે. બ્લુમફીલ્ડ શરદી (Catarrh) અથ કરે છે. વિલાહિત—અથવવેદ ( ૯–૮–૧, ૧૨-૪–૪ )માં આ રાગવાચક શબ્દ મળે છે. બ્લુમફીલ્ડે ‘નાકમાં થતા રક્તસ્રાવ ’ એવા અથ કર્યાં છે; હીટનીએ પાંડુરોગ અથ કર્યાં છે.
વિશર—અથવ`વૈદ ( ૨૪-૨ )માં
ઝીમરે તાવમાં થતી અંગાની કળતર એવા શું સ્પષ્ટ નથી.
આ
અ
શબ્દ મળે છે.
કર્યાં છે. મૂળમાં
વાતીકાર્——અથવવેદ ( ૯–૮-૨૦ )માં રાગના નામ તરીકે મળે છે. વાયુથી થતા રોગ એમ અ લાગે છે. બ્લુમફીલ્ડ એવા જ અ કરે છે.
વિષ્કન્ધ-અથવવેદમાં અનેક સ્થળે આ શબ્દ મળે છે, છતાં અ સંદિગ્ધ છે. સાયણે એક સ્થળે ગતિપ્રતિબંધક વિઘ્ન એવા અથ કર્યાં છે. વેબરે સંધિવા અર્થે કર્યાં છે. વળી, અથવવેદમાં એક બીજા મંત્ર ( ૩–૯–૬ )માં ૧૦૧ વિષ્કન્ધ કહ્યાં છે, એ જોતાં બ્લુમમ્ફ્રીડ વિસ્કન્ધને અ રાક્ષસ કરે છે તે સંભવિત લાગે છે. અથવા સામાન્ય રોગવાચક આ શબ્દ હોય. રાગ વિઘ્નરૂપ થાય છે, રાગ રાક્ષસકૃત છે એવી માન્યતા વેદમાં છે જ, અને યક્ષ્ા ( રાગ ) પણ સે। હાવાનું વેદમાં કહેલું છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૩૯
શીપદ અને શીમીડ—શબ્દો રાગવાચક તરીકે ઋગ્વેદ (૭-૧૦-૪)માં મળે છે. અ સ્પષ્ટ નથી. શ્લીપદ તા નહિ હાય?
શીક્તિ અને શીર્ષામય—અથવવેદમાં માથાના રાગનાં આ નામેા મળે છે ( શીર્ષત્તિ અ. વૈ.૧-૧૨-૩, ૯–૮–૧ વગેરે; શીઈમય અ. વે. ૫–૪–૧૦ ),
Àાન્ય—તૈત્તિરીયસંહિતા ( ૩–૯–૧૭–૨ )માં આ શબ્દ છે. મેક્ઝેનલ અને કીથ એનેા અલંગડાપણું કરે છે.
ત્રિ—પંચવિંશ બ્રાહ્મણુ ( ૧૨–૧૧–૧૧ )માં શ્વિત્ર શબ્દ મળે છે. ધોળા રોગ અ` સ્પષ્ટ છે. આયુર્વેદમાં શ્વિત્ર શબ્દ જે અર્થાંમાં વપરાય છે તે જ અ—ધાળા કાઢ અહીં વિવક્ષિત લાગે છે.
ક્લિાસ—અથĆવેદ ( ૧-૨૩૪ )માં, વાજસનેયી સંહિતા ( ૩૦–૨૧ )માં અને પંચવિશ બ્રાહ્મણ ( ૧૪-૩-૭)માં વપરાયેલા કિલાસ શબ્દ પણ આયુર્વેદમાં વપરાય છે અને અથ એક જ લાગે છે: ધાળેા કાઢ.
સિમલ—વાજસનેથી સંહિતા ( ૩૦-૧૭) અને તૈત્તિરીય ( બ્રાહ્મણુ ( ૩–૪–૧૪ )માં આ રાગવાચક શબ્દ મળે છે. આયુર્વેદમાં કુષ્ઠભેદ તરીકે સિષ્મ શબ્દ મળે છે. એ સિધ્મના અ જ સિમલથી વિવક્ષિત લાગે છે.
સુરામ—ઋગ્વેદ (૧૦-૧૩૧-૫ )માં સુરામ શબ્દ મળે છે. મેડેનલ અને કીથ એના અ માત્યય જેવા કરે છે.ર
હરિમંત્—ઋગ્વેદ (૧-૧૦-૧૧)માં અને અથવવેદ (૧-૨૨-૧, ૯–૮–૯ વગેરે)માં આ શબ્દ મળે છે. એના અર્થ પીળાપણાના રાગ એટલે ક્રમળેા સ્પષ્ટ લાગે છે.
૧. ‘વેક્રિક ઇંડેકસ', ગ્રે. ૨, પૃ. ૪૦૫.
૨. એજન, પૃ. ૪૫૯.
Page #49
--------------------------------------------------------------------------
________________
* ]
આયુર્વેદના ઇતિહાસ
હુધામય-હેડ્રોગ-હુદ્યોત—દ્રોગ શબ્દ ઋગ્વેદ (૧-૧૦-૧૧)માં મળે છે, અથવĆવૈદ (૧-૨૨-૧)માં હુદ્યોત અને (૫-૩૦-૯)માં હુઘામય શબ્દો મળે છે. દ્રોગ શબ્દ પાછળથી પણ પ્રચલિત છે.
ટૂંકામાં વૈદિક સાહિત્યમાં આવેલા રાગવાચક શબ્દો જોતાં આયુર્વેદિક કાયચિકિત્સામાં વર્ણવેલા રાગેામાંના કેટલાક મોટા રાગોનાં નામો મળે છે; અને હજી વધારે શબ્દો, ઝીણવટથી શોધવામાં આવે તા, રાગવાચક નીકળી આવવાના સંભવ છે.
નિટ્ટાન
!
રાગા સાથી થાય છે એ વિશે ઊંડુ વિવરણ વેદમાં હાવાના સંભવ નથી, પણ ત્રિધાતુવાદની માન્યતાનું મૂળ વેદાં હોવાનું ઉપર કહ્યું જ છે. હવે આ ત્રણ ધાતુ—વાત, પિત્ત અને કક્—ની વિષમતામાંથી રાગા થાય છે એ કાયિક રાગેા માટેની આયુર્વેદિક માન્યતાનું ખીજ પણ વેદમાં મળે છે. અથર્વવેદમાં એક સ્થળે અબ્રજ, વાતજ અને શુષ્ક એમ ત્રણ પ્રકારના રાગ કહ્યો છે. આમાંથી વાતજ સ્પષ્ટ છે અને ઉપર વાતીકાર શબ્દ છે એના અર્થ પણ વાતકૃત રાગ લાગે છે. પણ અભ્રના અ ક રોગ અને શુના અ પિત્તવિકારજનિત રાગ સાયણાચાય કરે છે તે યથા હાય તે આયુર્વે`દિક સિદ્ધાન્ત આખાનું ખીજ આવી જાય.
વળી, આયુર્વેદમાં સુશ્રુતે ચાર પ્રકારના
વ્યાધિએ માન્યા છેઃ સ્વાભાવિક, આગન્તુક, કાયિક અને માનસ ( યુ. સૂ. ૧), પણ સ્વાભાવિક પ્રકારને ખાસ રોગરૂપ ગણવાની જરૂર નથી. વળી, ચરકે નિજ અને આગન્તુક એવા બે ભેદ જ પાડયા છે
१. मुख शीर्षक्त्या उत कास एनं परुष्परुराविवेशा यो अस्य । यो अभ्रजा वातजा यश्च शुष्मो वनस्पतीन्सचतां पर्वतांश्च ॥ —મ. વૈ. ૧-૧૨-૩
Page #50
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
""
( નિ.. ૧ ). - વેદ તથા બ્રાહ્મણ ગ્રન્થામાં આગન્તુક એ એ કારણેા રાગનાં કારણને રાક્ષસ, યાતુધાન અને સર્પ કારણ માટે રાગ અથવા અમીવન હરિપ્રપન્નજી કહે છે.ર
[ ૪૧
શારીરિક અને માન્યાં છે અને તેમાં આગન્તુક નામ આપ્યું છે, અને કાયિક શબ્દ વાપર્યાં છે,” એમ ૫.
વૈદ્યનું વર્ણન કરતાં વેદમાં રક્ષેાહા અને અમીત્રચાતન એમ એ વિશેષણા વાપરેલાં દેખાય છે. તેમાંથી રાહાના 'અ' આગન્તુક વ્યાધિ હરનાર અને અમીવચાતનને અકાયિક—ત્રિધાતુવિકારજનિત રાય હરનાર એવા પંડિતજી કરે છે. રાક્ષસ કે યાતુધાનને ખરેખર ભૂતયેાનિ માનીએ તેાપણુ એ આગન્તુક તેા છે જ, એટલે એ અંમાં વાંધો નથી; જોકે મુખ્યત્વે અભિધાનિમિત્ત થતા રાગાને સુશ્રુત આગન્તુક કહે છે. વળી રાક્ષસા, સપ્ન, યાતુધાનાનેા વેદમાં જ્યાં જ્યાં ઉલ્લેખ આવે ત્યાં બધે રાગકર કૃમિ એવા અ થઈ શકે એમ મને લાગતું નથી. સર્પાને ત્રાસ આજે પણ આ દેશમાં ધણા છે અને જૂના કાળમાં તે ઘણા વધારે હરી; એટલે સર્પના નાશ માટે જે પ્રાનાએ વેદમાં મળે છે. તેમાંની ઘણી તે આ ખરા સર્પોના નાશ માટે હરશે. અલબત્ત, સર્પ વગેરેના શથી જે રાગ થાય તે આગન્તુક જ ગણાય, અને આયુર્વેદમાં પણ સર્પાદિના વિષની ચિકિત્સાનું અગત ત્ર નામનું એક અંગ છે. ( જુઓ સુશ્રુત, કેપસ્થાન ), જેમાં વિષધ્ન મંત્રોના ઉપયેગને ઉપદેશ કર્યાં છે.
૧. જોકે અમીવન શબ્દ સૂક્ષ્મ જન્તુવાચક અગ્રેજી અમીમા ( Amoeba ) શબ્દને એટલેા મળતા છે કે મૂળ એક જ શબ્દ હોવાના સંભવ છે.
૨. જુએ ‘ આયુર્વેદવજ્ઞાન', સં. ૧૯૮૪, અં, ૭, પૃ. ૨૧૩ તથા “રસયાગસાગર ’ને ઉપાદ્ધાંત, પૃ. ૩૫ થી ૪૧,
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨ ] -
આયુર્વેદને ઈતિહાસ રાક્ષસ, યાતુધાન, ભૂત વગેરેને એક પ્રકારની નિ પ્રાચીન માનતા; અને રાક્ષસો વગેરેના વળગાડથી માણસ રેગી થાય છે એવી માન્યતા આયુર્વેદમાં છે. “દેવ, અસુર, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, પિત, પિશાચ, નાગ, ગ્રહ વગેરેથી જેનું ચિત્ત દૂષિત થયું હોય તેના ગ્રહના ઉપશમન માટે શાન્તિકર્મ, બલિહરણ વગેરે ભૂતવિદ્યા” (. . ૧) છે.
છાંદોગ્ય ઉપનિષદ (૬-૧-૨-૪)માં વિદ્યાઓ ગણાવતાં ભૂતવિદ્યા ગણાવી છે, તે આયુર્વેદિક અર્થમાં જ હશે. આ ભૂતવિદ્યાને વદિક કાળમાં ઘણો પ્રચાર હોવાનો સંભવ છે. આ ભૂતવિદ્યાનું પાછલા કાળમાં પણ ઘણું જોર રહ્યું હતું એ બાળકોના રોગોનું નવ ગ્રહોની પીડારૂપે જે આયુર્વેદમાં વર્ણન કર્યું છે તે ઉપરથી સમજી શકાય છે.
છતાં ભૂતોના કે ભૂતપતિ દ્ધના વર્ણનમાં વેદમાં ક્યાંક એવા શબ્દો મળે છે, જેમાંથી રોગકર તત્ત્વ-કદાચ સૂક્ષ્મ જન્ત–અર્થ નીકળે. દા. ત. એક મંત્રમાં “જે માણસને અન્નમાં અને પાણી પીનારને તેનાં પાત્રોમાં વધે છે” એ રીતે સ્ત્રનું વર્ણન છે. તેમાં ખોરાક મારફત તથા પાણી મારફત ફાટી નીકળતા રોગોનું જ સૂચન હશે. પણ રાક્ષસ, ૮, પિશાચ વગેરેના વર્ણનમાં ગૂઢ રીતે કૃમિવર્ણન જ બધે વેદમાં છે એવું નથી. કૃમિવિજ્ઞાન
અથર્વવેદનાં ત્રણ કૃમિનિવારક સૂક્તો (સ. ૨. ૨-૩૧, ૨-૩૨ અને ૫–૨૩)માં સ્પષ્ટ કૃમિ શબ્દથી કૃમિઓનું વર્ણન કરેલું છે, જોકે એ જ વેદમાં અન્યત્ર (ક. ૩. ૯-૪-૧૬) કીટ શબ્દથી, બીજે વળી ( મ. . ૨-૨૫–૨ વગેરે) દુનમન શબ્દથી
૧. જુઓ સુકૃત ઉ. સ્થા. અ. ૨૭ થી ૩૧. २. येऽन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ।
તેષાં સઢયોગને વધવાનિ તમર વ. . ૧૬-૬૨
Page #52
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૪૩ વર્ણન કરેલું છે. આ વૈદિક સૂક્તોને ઊંડો અભ્યાસ કરી શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાયે પરોપજીવી (Parasites) કૃમિ વિશે વેદમાં શું મળે છે એનું સરસ તારણ કાઢ્યું છે. અથર્વવેદનાં આ સૂતોમાં કમિઓના બે ભેદ તથા અલગંડુ, અવસ્કવ, શલૂન વગેરે નામે આપ્યાં છે. એ નામથી કયા કમિ ઉપલક્ષિત છે એ લક્ષણવર્ણનના અભાવે સમજવું મુશ્કેલ હતું, પણ શ્રી ગિરીન્દ્રનાથે ઘણું અજવાળું પાડયું છે. તેઓ કહે છે તેમ પાછલા કાળના હિંદુ વૈદ્યો કરતાં વૈદિક ઋષિઓને આંતરડામાં રહેતા આંત્રકૃમિઓ વિશે વધારે જ્ઞાન હતું અને પ્રાચીન આયુર્વેદિક ગ્રન્થકારેએ આ વિષયના જ્ઞાનમાં વિશેષ ઉમેરે કર્યો નથી એમ દેખાય છે. અથર્વવેદમાં કૃમિને દૃષ્ટ અને અદષ્ટ એમ બે જાતના કહેલા છે. આયુર્વેદિક સાહિત્યમાં પણ આ બે વિભાગ મળે છે, પણ તેમાં અદષ્ટને અર્થ ન દેખાતાં એટલે અંદરના અને દષ્ટ એટલે બાહ્ય એવું મુખ્યત્વે વિવક્ષિત છે. કીડી વગેરેને ચરક બાહ્ય કૃમિ ગણે છે એ ઉપરથી પણ એમ જ લાગે છે. વેદમાં પણ દષ્ટ અને અદષ્ટને મુખ્ય અર્થ બાહ્ય અને આવ્યંતર એવો જ લાગે છે. છતાં સૂર્ય અદષ્ટ કૃમિને નાશ કરે છે માટે સૂર્યને અદષ્ટહદ્ કહ્યો છે (જ. ૧–૧૯૧–૯ અને . ૨. ૬-પર-૧) એ જોતાં કવચિત અદૃષ્ટ કૃમિથી સૂક્ષ્મ જન્તુ પણ વિવક્ષિત હશે એમ માનવાનું મન થઈ જાય છે.
આ દષ્ટ અને અદષ્ટ કૃમિઓ રેગ ઉત્પન્ન કરે છે એ વૈદિક ઋષિઓના જાણવામાં હતું. કૃમિઓ પર્વતમાં, વનસ્પતિમાં, પશુએના શરીરમાં અને પાણીમાં રહે છે ( . ૨. ૨-૩૧–૫) એની
૧. જુઓ “જર્નલ ઓફ આયુર્વેદ” ના નવેમ્બર ૧૯૨૭ના તથા તે પછીના અમુક અંકમાં શ્રી ગિરીન્દ્રનાથના “Human Parasites in the Atharva Veda' નામના લેખે તથા “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪ના વૈશાખના તથા પછીના અંકમાં તેનો અનુવાદ,
Page #53
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ અથર્વવેદને ખબર છે. અથર્વવેદ કહે છે કે હેરના શરીરમાં ( ક. ૨. ૨-૩૧-૨), બાળકોમાં (. ૨. ૫–૨૩) અને મોટાં માણસના શરીરમાં કૃમિ આંતરડાંમાં, માથામાં તથા પડખામાં રહે છે. કેટલાક કૃમિ આંખમાં અને નાકમાં ફરતા હોય છે અને કેટલાક દાંતની વચમાં હોય છે (બ. વે. ૨–૩૧.
અથર્વવેદન ઉપર કહેલાં સૂક્તોમાં આપેલા અલગંડુ વગેરે કૃમિઓના વર્ણન ઉપરથી શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાયે આંતરડાના બે જાતના-ચપટા અને ગળ-કૃમિની તો વેદકાલીન વૈદ્યોને ખબર હતી જ, પણ વાળાનીયે ખબર હતી એમ નક્કી કર્યું છે. વાળાના સૂચક શબ્દો વૈદિક મંત્રામાં મળે છે અને કૌશિકસૂત્રમાં અથર્વવેદના કૃમિનિવારક સૂક્તને વિનિયોગ દર્શાવતાં વાળાને કાઢવાને જે ઉપાય બતાવ્યો છે તે પણ પાછળથી પ્રચલિત ઉપાય છે. શ્રી ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાયનું આ અનુમાન સાચું હોય તે પણ વેદકાળમાં વાળાનું જ્ઞાન હોવા છતાં વૃદ્ધત્રયીમાં વાળાનું નામ કે સૂચન નથી અને
સાં નાગ 20 ... -
ક્ષત (ક. . ૭–૭૬-૪), વિદ્રધિ (વિધ ૬-૧૨૭–૧), છિન્ન–ભગ્ન (જ. . ૪–૧૨ ), વ્રણ (મક . ૨. ૨-૩) વગેરે શલ્યતંત્રના રોગોને વેદોમાં ઉલ્લેખ છે. એક આથર્વાણ
૧. જુઓ “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪, પૃ. ૨૫૬ તથા પૃ. ૨૬૨ અને થર્વવેદ ૨-૩૧-૪.
ક્ષત (ક. ૨. ૭–૭૬-૪), વિદ્રધિ (વિધિ ૬-૧૨૭–૧), છિન્ન–ભગ્ન (ક. ૨. ૪-૧૨), વ્રણ (૩૪. ૨. ૨-૩) વગેરે શલ્યતંત્રના રોગોને વેદોમાં ઉલ્લેખ છે. એક આયુર્વાણ
૧. જુઓ “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪, પૃ. ૨૫૬ તથા પ્ર. ૨૬૨ અને અથર્વવેઢ ૨-૩૧-૪,
Page #54
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો શલ્યવિદ્દ કપાયેલાં હાડકાંને સાંધી દેવાની, ચેપાઈ ગયેલાં કે કપાવેલાં અંગને સમું કરવાની, છૂટાં પડી ગયેલાં માંસ અને મજજાને સ્વસ્થ કરવાની એક ઓષધિને પ્રાર્થના કરે છે (જુઓ 1. ૨. ૪–૧૨). એક સ્થળે (મ. ૨. ૧–૧૭) રક્તસ્ત્રાવ માટે પાટો બાંધવાનું તથા રેતીથી ભરેલી કોથળીથી દબાણ કરવાનું સૂચન દેખાય છે તે સરસ વૈદ્યક જ્ઞાન બતાવે છે. એક મંત્રમાં ત્રણને પકાવી અને તેમાંથી સ્ત્રાવ(પરુ )ને કાઢી નાખી માટી ઘણુગોનો નાશ કરે છે એવું કથન છે. ૧ આમાં મહાત્મા ગાંધીજી જેની ભલામણ કરે છે તે માટીના ઉપચારનું બીજ છે.
અપચી ઉપર વેધ અને છેદને પ્રવેગ સૂચવ્યું છે તે આયુવેદિક શલ્યતંત્રને માન્ય છે. આ રીતે વીંધવાની અને કાપવાની વાત આવે છે, એટલે કાંઈક શસ્ત્રકર્મ જરૂર થતું હોવું જોઈએ, પણ ઉપર કહ્યું છે તેમ ઝાઝે ભાગે વનસ્પતિ, પાણી અને મંત્રથી શસ્ત્રસાધ્ય રોગો, ખાસ કરીને અકસ્માત તથા યુદ્ધમાં હથિયારથી થતાં નુકસાને ઉપર ઉપચાર કરતા હશે એમ લાગે છે. પણ પં. હરિપ્રપન્નએ અથર્વવેદના :
वि ते भिननि मेहनं वि योनि वि गवीनिके। विमातरं च पुत्रं च विकुमारं जरायुणा ।
ભવ કરાયું પચતામ્! મ. ૨. ૧–૧૧–૫
એ મંત્રનું વિસ્તારથી વ્યાખ્યાન કરી એના એક કટકામાં જુદી જુદી શસ્ત્રક્રિયા કહી છે એવો અર્થ કર્યો છે. અશ્મીરીની, ગર્ભાશયગત ગુલ્મની, મૂત્રોત્સર્ગની, મૃત માતાના ઉદરમાંથી १. अरुस्राणमिदं महत् पृथिव्या अध्युतम् । तदास्रावस्य भेषजं तदु रोगमनीनशत् ॥
અ. ૨. ૨-૩-૫ २. विध्याम्यासां प्रथमा विध्याम्युत मध्यमाम् ।
इदं जघन्यामासामाच्छिनधि स्तुकामिव ||
Page #55
--------------------------------------------------------------------------
________________
અ૬].
આયુર્વેદનો ઈતિહાસ
જીવતો ગર્ભ કાઢવાની, જીવતી માતાના ઉદરમાંથી મૃત ગર્ભને બહાર કાઢવાની, આડા આવેલા ગર્ભને કાઢવાની તથા એરને કાઢવાની એટલી સુઝુક્ત શસ્ત્રયંત્રક્રિયા આ એક મંત્રમાં કહેલી છે એમ પંડિતજી કહે છે (જુઓ “રયોગસાગરને સંસ્કૃત ઉપઘાત, પૃ. ૨ થી ૭). આ પ્રમાણે અર્થે કરવામાં ચમત્કૃતિ જરૂર છે, પણ આ મંત્રના દ્રષ્ટાએ આટલી બધી ક્રિયાઓ આ એક મંત્રમાં કહેવા માગી હોય એ ગળે ઊતરતું નથી. વેદમાં સર્વ વિદ્યાઓ છે અને પાછળના ગ્રંથ વેદના વિવરણરૂપ જ છે એવું દઢ શ્રદ્ધાથી માનનારા જૂના કેટલાક ટીકાકારોએ બીજા કેટલાક મંત્રોમાંથી આ રીતે વિશાળ અર્થો કાઢયા છે ખરા, પણ વેદમાં અનેક વિદ્યાઓનાં બીજે છે અને એને વિકાસ પાછળથી થયો છે એ અતિહાસિક માન્યતા છે. આ લેખક પણ એ અતિહાસિક માન્યતા સ્વીકારે છે. વળી, ઉપરને અથર્વવેદનો મંત્ર જે સૂક્તમાં છે એ આખું સૂક્ત સુવાવડીના સુખપ્રસવ માટે છે, અને ઉપરના મંત્રમાં તથા તે પહેલાંના તથા પછીના મંત્રમાં એર પડવાની વાત મુખ્ય છે. પ્રસવ થઈ ગયા પછી ઓર ન પડતી હોય ત્યારે એર પાડવા માટે જે ક્રિયા એ વખતે થતી હશે એનું જ માત્ર સૂચન આ મંત્રમાં હોય એમ મને લાગે છે. અશ્મરીની શસ્ત્રચિકિત્સાને આ મંત્રમાંથી અર્થ કાઢવો એ તે પ્રકરણવિરુદ્ધ છે. મૂત્રમાર્ગમાં સળી નાખીને પેશાબ લાવવાનું સૂચન ઉપર કહ્યું છે તેમ ૩૫. 3. ૧-૩-૭ માં હોવાનું સંભવિત લાગે છે, કારણ કે ત્યાં મૂત્ર છૂટું કરવાનું જ પ્રકરણ છે; પણ . . ૧-૧૧ માં તો સુખપ્રસવનું જ પ્રકરણ છે. પ્રસૂતિતંત્ર
૩૪. ૧. ૧-૧૧ સૂક્તમાં સૂચિત કર્મ જે કઈ હેય તે પાછળના આયુર્વેદિક પ્રસુતિતંત્રનું બીજ છે એમ માનવામાં વધે નથી. આ સતને વિચાર ઉપર થઈ ગયો છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૪૭ શાલાક્ય–આંખના રોગોમાંથી અલજી (ક. ૨. ૯-૮-૨૦)ને ઉલ્લેખ છે, પણ “માથાને યક્ષ્મા”, “આંખને યહ્મા”, “નાકનો યસ્મા” (જુઓ ક. ૨. ૨-૩૩) એ શબ્દોમાં આંખ, નાક વગેરેના રોગોને ઉલ્લેખ છે, જોકે તેમાં કયા રંગે સૂચિત છે એ કહેવું મુશ્કેલ છે; પણ તે તે અંગના સામાન્ય રોગો ઓળખાયા હશે અને તેની કાંઈક ચિકિત્સા પણ શરૂ થઈ હશે, એમ માનવામાં વધે નથી.
અગરતંત્ર–બ્રાહ્મણોમાં અને સૂત્રોમાં સર્ષવિદ્યા અને વિષવિદ્યાની વાત આવે છે ( જુઓ શ. બા. ૧૦-૫-૨-૨૦, સાં. શ્રી. સૂ. ૧૬-૨-૨૫, આ. શ્રી. સૂત્ર ૧૦-૭-૫, છ. ૭–૧–૨, 4િ– ઘાન ૧–ર–૫). આ વિદ્યાઓ તો ખાસ આથર્વણુવિદ્યાઓ છે. અથર્વવેદ (પ-૧૩, ૫-૧૬, ૬-૧૨, ૭-૫૬)માં સર્પવિષ વિશે કેટલાંક સૂક્ત છે, જેમાં agવમ્ જેવા લોકભાષાના શબ્દ વપરાયા છે એ ઘણું સૂચક છે. ઝેરી ખાણોને પણ અથર્વવેદ (૪-૬)માં ઉલ્લેખ છે.
રસાયન અષ્ટાંગ આયુર્વેદમાંથી હવે માત્ર રસાયન અને વાજીકરણ આ બેનાં મૂળ જેવાનાં રહ્યાં. આયુષ્યસુતો અથર્વવેદમાં અને બીજા વેદોમાં પુષ્કળ મળે છે. શ્રૌત અને ગૃહ્ય સૂત્રોમાં આયુષ્યમંત્રો પુષ્કળ ટકેલા છે. એ માટે માદળિયાં વગેરે બાંધવાનો રિવાજ હતા. સે શરદ અને તેથી પણ વધારે આયુષ્ય ભોગવવાની વૈદિક વાસના અનેક મંત્રોમાં ઉહિલખિત છે અને અથર્વવેદમાં તે આયુર્વર્ધક અનેક સૂકતો છે (જુઓ . ૨. ૧-૩૫, ૩–૧૧, –૫૩–૬, ૨–૨૮, ૨-૨૯, ૩-૩૧ વગેરે). १. तत्ते बध्नाम्यायुषे वर्चसे बलाय दीर्घायुष्त्वाय शतशारदाय ।
(૧-૩૫-૧) शतं जीव शरदो वर्धमानः शतं हेमन्तान्शतमु वसन्तान् । शतं त इन्द्रो अग्निः सविता बृहस्पतिः शतायुषा हविषाहार्षमेनम् ॥
(૩–૧૧–૪)
Page #57
--------------------------------------------------------------------------
________________
૮].
આયુર્વેદને ઈતિહાસ દીઘાયુષ માટે રસાયની યોજના ચરક-સુશ્રુતમાં છે. વેદમાં મુખ્ય રસાયન દેવસ્તુતિ છે.
વાજીકરણ-અથર્વેદમાં વાજીકર ઓષધિને સ્પષ્ટ ઉલ્લેખ છે. અલબત્ત, ઓષધિનું નામ નથી આપ્યું, પણ “જેનું વીર્ય નષ્ટ થઈ ગયું છે એવા વરુણદેવ માટે ગધે જે ઓષધિને ખેદી હતી, ઉપસ્થને ઉત્તેજન આપનારી તે ઓષધિને હું ખોદું છું” એ શબ્દોમાં વાજીકરણ ગુણને સ્પષ્ટ નિર્દેશ છે. આ જ સૂક્તના પછીના મંત્રમાં એષધિ પેઠે મંત્રની વાજીકરણ શક્તિ સૂચવી છે. વાજીકરણને ઉપયોગ પ્રજોત્પતિ માટે થતો હશે એમ આ સુક્ત ઉપરથી તથા ગર્ભાધાન માટેના (મ. જે. ૫-૨૫) સુક્ત ઉપરથી દેખાય છે.
ટૂંકામાં આયુર્વેદનાં બધાં અંગોનું બીજ વેદમાં મળે છે એ નિઃસંદેહ છે. અલબત્ત, જેટલું આથર્વણુ વૈદ્ય જાણતા હશે તેટલું બધું વેદમાં મળી આવે એ આશા ખોટી છે. વેદે કાંઈ વૈદ્યકના ગ્રન્થ નથી. વળી, હજી વેદમાં વૈદાને લગતા જેટલા ઉલ્લેખો મળે છે તે બધાને વિગતવાર અભ્યાસ થયે નથી, પણ આથર્વણ વૈદ્યને વિકાસ થઈને જ આયુર્વેદના આચાર્યો થયા છે એ નિ:સંદેહ છે. આથર્વણ વૈદ્ય જ આયુર્વેદના આચાર્ય માટે ક્ષેત્ર તૈયાર કર્યું છે. પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિના કાળમાં કાયચિકિત્સક અને શલ્યહર વૈદ્ય તે જુદા હતા એ નક્કી જ છે, પણ શાલાક્ય ચિકિસક, કૌમારભૃત્ય અને ભૂતવિદ્યાભિ પણ જુદા હોવાનો સંભવ છે. પણ આથર્વ વેદ્ય તો સર્વ પ્રકારની ચિકિત્સા એક જ કરતો હશે. ખરી રીતે આથર્વણમંત્રવિદ્ વિપ્ર જ વૈદ્યક કરતો હશે. પછી જેમ જેમ વૈદ્યક જ્ઞાન વધતું ગયું તેમ તેમ મંત્રવિદ્દ ન હોય એવા १. यां स्वा गन्धर्वो अखनद् वरुणाय मृतभ्रजे। तां त्वा वयं खनामस्योषधि शेपहर्षणीम् ।
- અ. . ૪-૪-૧
Page #58
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[૪૯ ચિકિત્સક દેખાવા માંડ્યા, અને આગળ જતાં કાયચિકિત્સક અને શલ્યહર્તા જુદા પડ્યા.
કૌશિકસુત્ર–વૈદિક સમયને વિચાર પૂરો કર્યા પહેલાં કૌશિકસૂત્રમાં રહેલા વૈદ્યકનું ટૂંકું અવલોકન કરી લેવું જોઈએ. વેદોની રચનામાં ઊંડા ઊતરવાની અહીં જરૂર નથી, પણ એટલું કહેવું જોઈએ કે વેદના મંત્રોને ક્યાં ઉપગ-વિનિયોગ કરવો તેની સૂચનાઓનો સંગ્રહ કરનાર ગ્રન્થ જૂના વખતમાં લખાયા છે. વૈદિક સાહિત્યમાં આ ગ્રન્થનું સ્થાન છેલ્લું છે. અથર્વવેદ સંબંધી કોશિકસૂત્ર નામનો આવો જૂનો ગ્રંથ છે અને તેના સમર્થ સંપાદક ખુમફીડ કૌશિસૂત્રને પાછલા સૂત્રકાળમાં મૂકે છે એ જોતાં એને ઈ. સ. પૂર્વે ૩૦૦-૪૦૦ માં મૂકી શકાય એમ મને લાગે છે. અલબત્ત, આ કૌશિકસૂત્ર કાંઈ વૈદ્યક ગ્રન્થ નથી, એટલે એના ઉપરથી એ વખતના વૈદ્યક જ્ઞાનનું માપ ન નીકળે એ હકીકત ધ્યાનમાં રાખીને કૌશિકસૂત્રનું અવલોકન કરવાનું છે.
પહેલું તે અથર્વવેદને જેટલાં વનસ્પતિનામની ખબર છે તે બધાંની ખબર કૌશિકસૂત્રને હોવી જ જોઈએ, પણ બધાને ઉલ્લેખ ન મળે એ સંભવિત છે. સૂત્રમાંથી નામ તારવતાં પચાસેક નામ તો મને મળ્યાં, પણ વેદ કરતાં કૌશિકસૂત્રમાં આ વનસ્પતિઓ વિશે ઓછી માહિતી મળે છે; અને વેદમાં ન હોય એવાં નામે સૂત્રમાં શોધવાનો પ્રયત્ન જ વ્યર્થ છે, કારણ કે સૂત્રની સ્વતંત્ર પ્રવૃત્તિ જ નથી. પછી રોગોનાં નામમાં ઉદાવતને ઉલ્લેખ છે (૪૨૫–૧૯). મને ધ્યાન છે ત્યાંસુધી વૈદિક સાહિત્યમાં ઉદાવતને ઉલેખ નથી. દવાની બનાવટમાં ફાંટને ઉલ્લેખ છે (૪-૨૫–૧૮). અન્યત્ર જળો લગાડવાના રિવાજનું સૂચન છે. નસ્યનું પણ સૂચન છે (૪-૨૬-૮). વરુણગ્રહીતને ઉલ્લેખ છે ત્યાં તેને જલદરી અર્થ ટીકાકારે કર્યો છે તે બરાબર છે. વરુણના
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦ ] *
આયુર્વેદને ઈતિહાસ કોપથી જલદર થયાનું અતરેયબ્રાહ્મણક્ત હરિશ્ચન્દ્ર-આખ્યાન પ્રસિદ્ધ છે. સર્પના ઝેર ઉપર હળદરનું ચૂર્ણ ઘીમાં નાખીને પિવડાવવાનું કૌશિકસૂત્રમાં કહ્યું છે (૪-૨૮-૪). અલબત્ત, અ. વ.ના મંત્રોથી અભિમંત્રણ કરીને.
એક બીજા રોગ વિશે કૌશિકસૂત્રકારની સેંધથી એનું વૈદ્યક જ્ઞાન વેદ કરતાં વધારે છે એ સ્પષ્ટ દેખાશે. અથર્વવેદમાં રાજયશ્મા સાથે અજ્ઞાતયમાનો ઉલ્લેખ છે એ કહ્યું જ છે. આ અજ્ઞાતયમ્મા ક રોગ ? સૂત્રકાર અજ્ઞાતયશ્માને અર્થ “ગ્રામ્ય” વ્યાધિ કરે છે અને તેને ટીકાકાર “ગ્રામ્ય ' વ્યાધિ મિથુનસંગથી થાય છે, એમ કહે છે. જો એ ખુલાસો સાચો હોય તો કાઈક જાતને પાછળના ઉપદંશ જેવો વ્યાધિ અજ્ઞાતયશ્માથી વિવક્ષિત ગણાય.
પણ આટલાથીયે કૌશિકસૂત્રના કર્તાને વૈદ્યક સંબંધી આથર્વણ વૈદ્ય કરતાં વધારે જ્ઞાન છે એ તો સમજાય છે, અને કૌશિકસૂત્રને સમય જતાં એ સ્વાભાવિક છે; પરંતુ કૌશિકસૂત્રનું લક્ષ્ય વૈદ્યક નથી, પણ મંત્રવિદ્યા–અભિમંત્રણ છે. આ બાબતમાં કૌશિકસૂત્રને ટીકાકાર કેશવ કહે છે તે જરા ધ્યાનમાં લેવા જેવું છે. તે કહે છે : भेषजशान्तिभैषज्यशब्देनोच्यते। तत्र द्विविधा व्याधयः। आहारनिमित्ता अन्यजननपापनिमित्ताश्च । तत्राहारनिमित्तषु चरकवाहडकसुश्रुतेषु व्याध्युपशमनं भवति। अशुभनिमित्तेषु अथर्ववेदविहितेषु शान्तिकेषु व्याध्युपशमनं भवति । ૌ. સુ. મ. ૪ નં. ૨૫ ની ટીકા.
કેશવનું કથન સ્પષ્ટ છે. એના કહેવા પ્રમાણે આહારાદિ કારણથી જે રેગો થાય તેની ચિકિત્સા ઘેરણ પ્રમાણે આયુર્વેદને અનુસરી કરવી, પણ પૂર્વજન્મનાં પાપકર્મથી જે રોગો થાય તેની ચિકિત્સા અથર્વવેદક્ત શાન્તિકર્મોથી કરવી. કેશવનું આ કથન કૌશિકસૂત્રના કાળને લાગુ પાડવામાં વધે નથી. એ પહેલાં
Page #60
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
• [૫૧ અથર્વવેદના સમયમાં આ ભેદ હોવાનો સંભવ નથી. એ સમયે તે શાંતિ કર્મ અને વૈદ્યકકર્મ બેય આથર્વણ ભિષક જ કરતે એમ માનવું પડશે. પછી વૈદ્યકવિદ્યાને વિકાસ થયે, છતાં મંત્રવિદ્યાનું જોર તદ્દન નાશ ન પામ્યું. પૂર્વનાં અસકર્મને વ્યાધિનું એક કારણ માનવાનું ( જુઓ ચ. વિ. અ. ૩) તથા મુક્તિવ્યપાશ્રય પેઠે જ દેવવ્યાપાશ્રય ભવજને સ્થાન આપવાનું (જુઓ ચ. વિ. અ. ૮, ૮૭) આયુર્વેદાચાર્યોનું વલણ જોતાં કૌશિકના ટીકાકારનું ઉપલું કથન ઇતિહાસને અનુકૂલ છે એ કબૂલ કરવું પડશે. ચરકના શબ્દોમાં કહીએ તે દેવવ્યપાશ્રયચિકિત્સક તે કૌશિકસૂત્રને અનુસરી અભિમંત્રણ વગેરે કરનાર બ્રાહ્મણ અને યુક્તિવ્યપાશ્રયચિકિત્સક તે પુનર્વસુ આત્રેય અને તેના શિષ્ય. કૌશિકસૂત્રને સમય પુનર્વસુ આત્રેયના સમયથી બહુ દૂર નહિ હોય. પાછળથી આથર્વણ મંત્રવિદ્યાને પ્રચાર કમી થઈ ગયો, પણ આપણું લેકમાં મંત્રાદિની માન્યતા તે રહી જ અને કૌશિકસૂત્રના ટીકાકારના સમય સુધી અથવા આજ સુધી અમુક અંશે ચાલુ છે.
ઉપરના વિવરણમાંથી એવું અનુમાન પણ નીકળે કે કૌશિકસૂત્રના કર્તાને ચરક્ત વૈદ્યકની ખબર હશે અથવા ખબર હોવાનો સંભવ હતો, પણ તેનું કામ તે દૈવવ્યાપાશ્રયચિકિત્સા જ આથર્વણ મંત્રોના વિનિયોગદ્વારા દર્શાવવાનું હોવાથી એમાં વૈદ્યક સૂચને વિશેષ ન હોય એ સ્વાભાવિક છે.
ખરી રીતે એ કાળે આયુર્વેદનાં જુદાં જુદાં અંગેના અષણની બળવાન પ્રવૃત્તિ ચાલી રહી હતી એક માન્યા વગર છૂટકે નથી. અનેક શોધકે દેશભરમાં ફરી જુદા જુદા પ્રાન્તની વનસ્પતિઓ ઓળખવામાં તથા ગુણ-ઉપગ નક્કી કરવામાં પડ્યા હતા. બીજા વળી જુદાં જુદાં રેગલક્ષણે નેંધવાની તથા
Page #61
--------------------------------------------------------------------------
________________
પર ]
આયુર્વેદને ઈતિહાસ તેનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિમાં પડ્યા હતા. કોઈ રોગની કારણમીમાંસા વિચારી રહ્યા હતા, બીજા જુદા જુદા ઉપચારના પ્રયોગ કરી રહ્યા હતા, કેટલાક વળી શરીરનો વિગતવાર પરિચય મેળવી શસ્ત્રકર્મની વિદ્યા ધીમેધીમે ખેડવા મંડયા હતા.
આ વાક્યો લખવાં ઘણું સહેલાં છે, પણ કાંઈ ન હોય તેમાંથી કેવળ અનુભવની મદદ વડે જ આવી વિદ્યાઓ ખેડવી એ ઘણું અઘરું કામ છે. પહેલા પ્રયત્ન કરનારાઓ પાસે આજના વિદ્યાર્થીઓ પાસે છે તેવા ચરક-સુશ્રતના કે સર્જરી, મેડિસિન, મિડવીફરી વગેરેના ગ્રન્થ નહોતા. તેઓને તે પાથર્વણ ભિષક પાસેથી જે કાંઈ ડી માહિતી મળે તે મેળવી પછી તે સાક્ષાત પ્રકૃતિ અથવા જડચેતન સૃષ્ટિ પાસેથી જ્ઞાન મેળવવાનું હતું અને અતિશય બુદ્ધિશાળી અને સાહસિક માણસ જ આવી રીતે નવું જ્ઞાન મેળવી શકે છે. એકબે નહિ, પણ અનેક પેઢીના અનેક વૈદ્યોએ પરમ પ્રયત્ન કરીને જે જ્ઞાન એકઠું કર્યું અને તેની પ્રતિભાશાળી આચાર્યોએ જે વ્યવસ્થા કરી તે આપણે ચરકસંહિતામાં અને સુશ્રુતસંહિતામાં જોઈએ છીએ. અલબત્ત, ઉપર કહેલા વચલા કાળના વૈદ્યોના અપૂર્વ પ્રયત્નોની કયાંય નોંધ નથી. આયુર્વેદના સાચા ઉત્પાદકોનાં નામ પણ ભુલાઈ ગયાં છે. ફક્ત ચરકમાં સત્રકાર ઋષિઓને જે ઉલ્લેખ મળે છે તે ઉપર કહેલ ઇતિહાસનો સૂચક છે.
વૈદિક સમયમાં આયુર્વેદને જે વિકાસ થયો હતો તેની સંપૂર્ણ નહિ પણ સવિસ્તર સમાજના આપણે કરી. એથી આયુર્વેદના લગભગ સર્વ પ્રાચીન અંગોનો બીજવિન્યાસ વૈદિક કાળમાં જ થઈ ગયો હતો એ સ્પષ્ટ દેખાય છે. પણ ઝીણવટથી વિચાર કરતાં કોઈ કોઈ અંગને ઘણો ઓછો વિકાસ થયેલ દેખાશે, ત્યારે કોઈકને ઠીક ઠીક વિકાસ થયેલે દેખાશે. પહેલી જ નજરે જે ધ્યાન ખેંચે છે તે શારીરનું જ્ઞાન છે. અથર્વવેદ અને
ને આપજયા રાની
વૈશાએ મ
Page #62
--------------------------------------------------------------------------
________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૫૩ શતપથના સમયના વૈદ્યને શરીરનાં હાડકાંઓ સંબંધી ઘણું અને ઘણું ચોક્કસ જ્ઞાન છે. આ શારીરના જ્ઞાન સાથે ઓષધિઓના જ્ઞાનને સરખા. ચરક-સુશ્રુતની સરખામણીમાં વેદોમાં ઓષધિવિજ્ઞાન ઘણું અલ્પ છે. ચરક-સુશ્રુતમાં છસો સાતસે એવધિઓ છે, ત્યારે વેદમાં સવાસો ભાગ્યે જ છે. અને જેના નામે વેદમાં છે તેઓના ગુણ-ઉપયોગ વિશે પણ શાસ્ત્રીય વિવેચન કશું જ નથી. એ જ રીતે રોગ સંબંધી જ્ઞાન પણ વેદમાં ચરક-સુશ્રુત સાથે સરખાવતાં અતિ અલ્પ છે. અલબત્ત, વિશાળ વૈદિક સાહિત્યમાં આવેલાં વચનમાત્રને સંગ્રહ અશક્ય છે અને ઈતિહાસ માટે એવી જરૂર નથી, પણ વેદમાં બધું છે, પાછળથી વેદ કરતાં જ્ઞાન આગળ નથી વધ્યું પણ ઘટયું છે એવું માનનાર વર્ગની વાત જુદી છે. એમ જેઓ નથી માનતા તેઓને તે આટલા સામાન્ય અવકનથી વૈદિક વિદ્યની વિદ્યાસંપત્તિને સાચો ખ્યાલ આવી જશે.
અહીં એટલું કબૂલ કરવું જોઈએ કે વેદો કાંઈ વૈદ્યક પ્રત્યે નથી. એટલે તેમાં આવેલા છૂટક ઉલ્લેખ ઉપરથી એ સમયના વૈદ્યના જ્ઞાનનું સંપૂર્ણ માપ આપણને ન આવે. અથર્વવેદના છૂટક ઉલ્લેખેને જ જોતાં વેદકાળના છેલ્લા સમયને વૈદ્ય આયુર્વેદનાં આઠેય અંગેમાં કાંઈક કાંઈક કામ જરૂર કરતો હશે એમ માનવામાં વાંધો નથી. વૈદિક સાહિત્યમાં જેને ઉલ્લેખ ન મળે એવી પણ કઈ કઈ વનસ્પતિ અથર્વણુ વંદ્ય વાપરતા હોય અને જેનું સૂચન નથી મળતું એવી કોઈ કોઈ શસ્ત્રક્રિયા પણ કરતો હોવાનો સંભવ છે, પણ ચરક-સુશ્રુતકાલીન વૈદ્ય સાથે સરખાવવામાં આવે તે વેદકાલીન વૈદ્યનું જ્ઞાન ઘણું મર્યાદિત જ માનવું પડશે. પણ એ વૈદિક સમયના છેલ્લા ભાગને એટલે શતપથબ્રાહ્મણને પુરાવિદમાં બહુમાન્ય સમય ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ને ગણતાં એ સમયની અને ચરક-સુશ્રુતસંહિતાઓની પ્રતિસંસ્કૃત રચનાના સમયને ઈ. સ.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪].
આયુર્વેદને ઈતિહાસ ૧૦૦થી ૩૦૦ની આસપાસ માનતાં એ વચ્ચેના લગભગ આઠ વર્ષના ગાળામાં આયુર્વેદ સંબંધી બધો શાસ્ત્રીય વિકાસ થયો છે. મારી કહેવાની મતલબ એ છે કે ચરક-સુકતમાં જે શાસ્ત્રીય જ્ઞાન જેવામાં આવે છે તે કાંઈ તે તે ગ્રન્થના કર્તાઓ આય– અગ્નિવેસ-ચરક અથવા કાશીરાજ-સુશ્રુત ગમે તેની પણ કોઈ એકની પૂંછ નથી.
છેક અથર્વવેદના સમયથી–ઘણું કરી ઈ. સ. પૂર્વે એક હજારથી એ વખતના વૈદ્ય વિએ વૈદ્યક જ્ઞાન મેળવવા માંડ્યું હતું, પણ ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતક સુધી એ જ્ઞાને કાંઈ વ્યવસ્થિત રૂપ પ્રાપ્ત કર્યું નથી. આપણું સૂત્રગ્રન્થોની, ખાસ કરીને કલ્પસૂત્ર અને ધર્મસૂત્રની, રચના ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી શરૂ થઈ છે એમ વિદ્વાની માન્યતા છે. એ અરસામાં જ વિદ્વાન વૈદ્યોએ પણ પિતપોતાના વૈદ્યક જ્ઞાનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો સંભવ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ખંડ
આયુર્વેદની સંહિતાઓ વૈદ્યને લગતા સંસ્કૃત ભાષામાં અત્યારે જે સેંકડે ગ્રન્થ મળે છે તે સર્વમાં પ્રાચીનતમ, પરમ પ્રતિષ્ઠાવાળા અને પાછળના વૈદ્યક સાહિત્યના મૂળભૂત એવા બે સંપૂર્ણ ગ્રન્થ મળે છે અને બે ત્રુટિત મળે છેઃ (૧) ચરકસંહિતા, (૨) સુશ્રુતસંહિતા, (૩) ભેલસંહિતા, અને (૪) સંવત ૧૯૯૫માં જ છપાયેલી કાશ્યપ સંહિતા.
આ ચારમાં પણ જૂના કાળથી ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા બેને જ પ્રમાણભૂત ગ્રન્થ તરીકે વૈદ્યોમાં પ્રચાર હતા એ ચેકકસ છે. વાડ્મટ જેવો લગભગ ચૌદસ વર્ષ પહેલાંને આયુર્વેદપારંગત વિદ્વાન વૈદ્ય “ચરક-સુશ્રુતને છોડીને ભેલાદિ કેમ નથી વંચાતા?” એમ કહે છે અને ઈ. સ. ૧૧ મા શતકના કવિ શ્રી હર્ષ
નૈષધચરિત'માં વૈદ્ય પાસે ચરક-સુશ્રુતના જ્ઞાનને જ ઉત્તમ વૈદ્ય હેવા માટે આવશ્યક તરીકે દર્શાવે છે.
१. ऋषिप्रणीते प्रीतिश्चेद् मुक्त्वा चरकसुश्रुतौ भेलाद्याः किं न पठयन्ते ?
–. હૃ. ૩. ૫. ૪૦, . ૮૮ २. कन्यान्तःपुरबावनाय यदधीकारान्न दोषा नृपं
द्वौ मन्त्रिप्रवरश्च तुभ्यमगदंकारश्च तावूचतुः। देवाकर्णय सुश्रुतेन चरकस्योक्तेन जानेऽखिलं
स्यादस्यानलदं विना नदलने तापस्य कोपीश्वरः॥ સુશ્રતની નિર્ણયસાગરની આવૃત્તિમાંથી શ્રી જાદવજી ત્રિ. આચાર્યના નિવેદનમાં કરેલો ઉતારે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
આયુર્વેદનો ઈતિહાસ ચરક અને સુશ્રુત બનેની પરંપરા જુદી છે. વૈદ્યકની બે મોટી શાખાઓ કાયચિકિત્સા (Medicine) અને શસ્ત્રચિકિત્સા ( Surgery)ના અનુક્રમે પ્રતિનિધિરૂપ આ બે ગ્રન્થ છે. આ બે ગ્રન્થ જોતાં એમ લાગે છે કે એ મૂળરૂપ નહિ પણ મુખરૂપ છે. વેદ પછી અને આ બે સંહિતાઓ હાલમાં જેવી મળે છે તેવી રચાઈતે પહેલાં વૈદ્યને લગતું ઘણું વાડ્મય ઉત્પન્ન થયું હશે. જે અનેક ઉત્સાહી અને તીક્ષ્ણ બુદ્ધિશાળી ઋષિઓએ આયુર્વેદનાં વિવિધ અંગેની જાતે અવલોકન તથા પ્રયોગો વડે અભ્યાસ કર્યો હશે તેમાંથી કેટલાકે સૂત્રરૂપે ગ્રન્થ કર્યા હશે. જેમ પાણિનિ કે યાસ્ક પિતાની પહેલાંના અનેક સૂત્રકારેનો ઉલ્લેખ કરે છે તેમ ચરકમાં પણું સૂત્રકારેને અને અનેક શાસ્ત્રોને ઉલ્લેખ મળે છે. અને ગર્ભ કેવી રીતે બંધાય છે એ પ્રસંગમાં સૂત્રે જેવા કટકાઓ કુમારશિરા ભરદ્વાજ, બાલીકભિષફ કાંકાન, ભદ્રકાય, ભદ્રશૌનક, બડિશ, વૈદેહ જનક, મારીચિ કશ્યપ અને ધન્વન્તરિ એટલાનાં નામથી ઉતાર્યા છે. મીમાંસાસૂત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરેમાં આવી જ રીતે બીજાના મોં ઉતારેલા છે. પણ આ સૂત્રકારે પુનર્વસુ આત્રેયથી - પૂર્વના જ છે એમ નિશ્ચય કરવો મુશ્કેલ છે; સમકાલીન હોવાને પણ સંભવ છે. ચરકમાં જ સૂત્રસ્થાનના ત્રણ અધ્યાયમાં પુનર્વસુ આયના પ્રમુખપદ નીચે ઋષિવૈદ્યોની સભા મળી હોય એવું વર્ણન છે અને એમાં ભરદ્વાજ, કાંકાયન, ભદ્રકાય, બડિશ અને મારીચિ પોતપોતાના મત દર્શાવી ભાગ લે છે. અહીં જનક વૈદેહનું નામ છે, અન્યત્ર વૈદેહ નિમિનું નામ છે. અહીં ભકશૌનક છે, અન્યત્ર
૧. ઋષી મૂત્રવામિત્રયમાળા -વર વિ. ૩૫. ૮ विप्रतिपत्तिवादास्त्वत्र बहुविधाः सूत्रकाराणामृषीणां सन्ति सवषाम् ।
–૨a. . ૬ विविधानि हि शास्त्राणि प्रचरन्ति लोके। -चरक वि. अ. ८
Page #66
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[ ૫૦
કેવળ શૌનક નામ છે. પણ આ પ્રાચીન સભા કે પરિષદ વિશે વધારે વિવેચન કર્યાં પહેલાં ચરકની રચના માટે એ ગ્રન્થ પેાતે શું કહે છે તે જોઈ એ.
ચરક-સુશ્રુતની પરંપરા
ચરકના પહેલા જ અધ્યાયમાં કહ્યું છે કે “ પહેલાં હિમાલયની તળેટીમાં પ્રાણિમાત્ર ઉપર કરુણાથી પ્રેરાઈ તે તપના તેજથી પ્રદીપ્ત, બ્રહ્મજ્ઞાનના નિધિરૂપ મહર્ષિએ એકઠા થઈ ને વિચાર કરવા લાગ્યા કે ધર્મ, અર્થ, કામ અને મેક્ષનું મૂળ ઉત્તમ આરેાગ્ય છે અને રાગા આરોગ્યના, કલ્યાણુના અને વિતના પણ હરનાર છે; માટે આ રાગેારૂપ મેાટું વિઘ્ન મનુષ્યાને માથે આવી પડ્યું છે એના ઉપાય શા ? એમ વિચાર કરતાં એના ઉપાય ઇન્દ્ર જાણે છે એવું સમજાતાં ઋષિઓની વતી દી` વિતની ઇચ્છાવાળા ભરદ્વાજ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રે ભરદ્વાજને જે ત્રિસૂત્ર આયુર્વેદ બ્રહ્મા જાણુતા હતા તે શાશ્વત આયુર્વેદ્ર ભણાવ્યા. ભરદ્વાજ પાસેથી ઋષિએ આયુર્વેદ શીખ્યા અને જાતે રાગરહિત જીવિત અને પરમસુખ પામ્યા.
“ પછી મૈત્રીપરાયણ પુનઃ'સુએ સર્વભૂતા ઉપર અનુકમ્પાથી પવિત્ર આયુર્વેદ છ શિષ્યાને ભણાવ્યા : અગ્નિવેશ, ભેલ, જતુક, પરાશર, હારીત, ક્ષારપાણિ. આ છ શિષ્યામાં પહેલાં અગ્નિવેશે પેાતાનું તન્ત્ર રચ્યું, પછી ભેલ વગેરેએ પેાતપેાતાનાં તન્ત્રો રચ્યાં અને આત્રેયને સંભળાવ્યાં. ગુરુએ ખીજા ઋષિ સાથે ખરાખર કર્યુ છે. ' યથાવત્ પૂત્રિતમિતિ) એ અનુમતિ આપી. ’’ (ચ સૂ. અ. ૧).
ચરકના પહેલા અધ્યાયની આ કથા બહુ સૂચક છે. સુશ્રુતે જોકે આવા વિસ્તાર નથી કર્યાં, પણ આરંભમાં જ કહ્યું છે કે સ્વયંભૂએ પ્રજાઓને ઉત્પન્ન કરીને તરત જ એક હજાર અધ્યાયે અને એક લાખ શ્લેાકવાળા આયુર્વેદ કર્યાં, અને પછી એનાં આઠ
tr
Page #67
--------------------------------------------------------------------------
________________
પર ]
આયુર્વેદને ઈતિહાસ અંગે કર્યા, જે બ્રહ્મા પાસેથી પ્રજાપતિ ભણ્યા; એમની પાસેથી અશ્વિદેવો, અશ્વિ પાસેથી ઇન્દ્ર અને ઈન્દ્ર પાસેથી હું આયુર્વેદ ભણ્યો છું એમ ભગવાન કાશીરાજ દિવોદાસ ધન્વન્તરિ પોતાના ઓપધેનવ વગેરે સાત શિષ્યોને કહે છે, અને આ રિપે સુશ્રતને અગ્રેસર કરીને સાંભળે છે.” (gધુત . મ. ૧)
* ચરક અને સુકૃતમાં કહેલી આ પરંપરા બીજી વિદ્યાઓની પરંપરાને મળતી આવે છે. “વિદ્યાઓ માત્ર પરમપુરુષનું નિશ્વસિત છે,” “ઈશ્વરે જ સૃષ્ટિની પેઠે વિદ્યાઓને ઉત્પન્ન કરી છે”—એ વૈદિક માન્યતાને આ કથાઓમાં અનુવાદ છે. અર્થાત સ્વયંભૂ, પ્રજાપતિ, અશ્વિ, ઇન્દ્ર વગેરે દેવને અતિહાસિક વિચારમાં ગણવાની જરૂર નથી. પણ ભારદ્વાજ ઋષિની વાત જુદી છે. આયુર્વેદિક સાહિત્યમાં જેકે ભરદ્વાજની વિશેષ વાત નથી, પણ એ વૈદિક ઋષિ છે. અથર્વવેદના દશમા કાંડના એક સૂક્તના એ ઋષિ છે. આ એક સૂક્તમાં ઉપર આવી ગયેલું હાડકાંઓનું વર્ણન છે. અથર્વવેદમાં પણ આ કાંડ પ્રાચીનતર ( ૮ થી ૧૨ ) વિભાગમાં છે; એટલે વેદાંતર્ગત આયુર્વેદના પ્રતિનિધિ તરીકે ભરદ્વાજને માનીએ તો ભરદ્વાજ ઈન્દ્ર પાસે શીખ્યા અને ઋષિઓ ભરધાજ પાસેથી શીખ્યા એ કથા ઠીક બેસી જાય છે. વૈદિક વૈદ્યક પુનર્વસુ આત્રેય, ધન્વન્તરિ વગેરેને વારસામાં મળ્યું છે એ ઐતિહાસિક હકીકતને આ પરંપરાથા ટેકે આપે છે.
પુનર્વસુ આય–પુનર્વસુ આત્રેય વિશે જરા વિસ્તારથી વિચાર કરવો પડશે. આખા ચરકમાં સ્થળે સ્થળે અને પ્રત્યેક અધ્યાયના આરંભમાં “ભગવાન આત્રેય કહે છે. એ રીતે ઉલ્લેખ છે. અનેક સ્થળે અગ્નિવેશ પૂછે છે અને પુનર્વસુ આત્રેય ઉત્તર આપે છે એ રીતે સંવાદયોજના છે. સંવાદશિલીને ઉપનિષદોમાં ઘણો ઉપયોગ થયો છે. ત્રણેક સ્થળે સભાની પેઠે અનેક ઋષિઓની ચર્ચા
Page #68
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૫૯
છે, પણ તેમાં પ્રમુખ તે પુનર્વસુ આત્રેય જ હોય છે. બધી રીતે ચરકને જોતાં ભગવાન પુનર્વસુ આત્રેય આ ગ્રંથના મૂળ ઉપદેશક છે એમ સહેલાઈથી સમજી શકાય છે, પણ આખે ગ્રંથ આદિથી અંત સુધી પુનર્વસુ આત્રેયને નથી. અગ્નિવેશ વગેરેના વચને છોડી દઈએ તો પણ કેટલોક ભાગ આત્રેયનો નથી, કારણ કે ચરકમાં જ પ્રત્યેક સ્થાનના તથા અધ્યાયના અન્તમાં કિનારે તન્ને વરપ્રતિરે એવા શબ્દો છે.
મતલબ કે અગ્નિવેશે જે તત્ર રચેલું તેને ચરકે પ્રતિસંસ્કાર કરતાં જે ગ્રન્થ થયો તે આ ચરકસંહિતા. પણ અહીં પ્રતિસંસ્કાર એટલે શું એ સમજી લેવાની જરૂર છે. ચરકમાં જ દઢબલે કહ્યું છે કે –
विस्तारयति लेशोक्तं संक्षिपत्यतिविस्तरम् । संस्कर्ता कुरुते तन्त्रं पुराणं च पुनर्नवम् ॥
(ચરકસંહિતા, સિ. સ્થાન, અ. ૧૨, શ્લે. ૭૬) ટૂંકમાં કહેલું હોય તેને વિસ્તાર કરે અને અતિવિસ્તાર હોય ત્યાં સંક્ષેપ કરે, ટૂંકામાં પ્રતિસંસ્કર્તા જૂના તંત્રને ફરી નવું કરે છે.
આ શબ્દો બહુ સ્પષ્ટ છે. ટૂંકમાં કહેલને વિસ્તાર કરતાં જૂનાં વાક્યો રાખીને નવાં ઉમેર્યા હોવાને જ અર્થ થઈ શકે નહિ. તેમ સંક્ષેપ કરતાં પણ માત્ર વાક્યો કાઢી નાખવાથી ચાલે નહિ. સંબંધ મેળવવા માટે બધી રચના નવી જ કરવી પડે અને તેથી જૂનું તંત્ર, દઢબલ કહે છે તેમ, નવું જ થાય. આ વિચારસરણીથી જોઈએ તે અત્યારે મળે છે તે ચરકસંહિતા જ છે. અગ્નિવેશત એમાંથી કેટલો ભાગ હતું તે નક્કી થવું અશક્ય છે.
પણ ચરકસંહિતાને ઇતિહાસ આટલેથી અટકતો ન અગ્નિવેશતંત્રનો પ્રતિસંસ્કાર ચરકે કર્યો છે એમ કહેનાર દૃઢબલ પોતાના સ્પષ્ટ ઉમેરીને નિર્દેશ નીચેના શબ્દોમાં કર્યો છે –
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
આયુર્વેદને ઈતિહાસ ચરકસંહિતાના ચિકિત્સાસ્થાનમાં ૧૭ અધ્યાય મળતા નથી તેમ જ કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાનના અધ્યાય મળતા નથી; તેથી આ મહાર્થતંત્રને સંપૂર્ણ કરવા માટે એ રીતે ખૂટતા ૪૧ અધ્યાયો આ દઢબલે રચ્યા છે.”
| (ચરકસંહિતા, ચિ. અ. ૩૦, લો. ૨૭૪-૭૫)
આ સ્પષ્ટ શબ્દો જોતાં હાલની ચરકસંહિતાના કુલ ૧૨૦ અધ્યાયોમાંથી એકતાળીસ એટલે ત્રીજો ભાગ દઢબલને છે અને બાકીના બે ભાગમાં એ પ્રતિસંસ્કર્તાએ વધારે ઘટાડે નહિ કર્યો હોય એમ નથી કહેવાતું.
વૈદ્ય પં. હરિપ્રપન્નછ દઢબલના આ શબ્દ માનવાની ના પાડે છે, પણ દઢબલના સ્પષ્ટ શબ્દ જોતાં એવી ના પાડવાનો કાંઈ અર્થ નથી. વળી, વિજયરક્ષિત વગેરે જૂના ટીકાકારે પણ ઉપર કહેલા અધ્યાયો દઢબલના છે એમ સ્વીકારે છે.
સુશ્રતને સંપ્રદાય – “દિવાદાસ ધન્વન્તરિએ સુકૃતાદિ સાત શિષ્યોને શલ્યતંત્રને મુખ્ય વિષય રાખીને ઉપદેશ આપે ” એમ સુકૃતમાં જ લખ્યું છે. ગ્રન્થમાં ‘ભગવાન ધન્વન્તરિ કહે છે એ રીતે સ્થળે સ્થળે ઉલેખ છે, છતાં સમગ્ર ગ્રંથ સુશ્રુતસંહિતા કહેવાય છે. સૌશ્રુતતંત્ર એમ પણ પાછળના ટીકાકારે ઉલ્લેખ કરે છે. અર્થાત ધન્વન્તરિએ શલ્યતંત્ર વિશે જે ઉપદેશ આપ્યો તેને સંગ્રહ કરી સુશ્રતે આ તંત્ર રચ્યું એમ પરંપરાથી મનાય છે. પણ વસ્તુસ્થિતિ એટલી સાદી નથી. હાલની સુશ્રુતસંહિતા કેવળ શલ્યતંત્ર
૧. કવિરાજ ગણનાથ સેન દઢબલને પણ પ્રતિસંસ્કર્તા જ કહે છે. ( જુઓ ભાનુમતી ટીકા સહિત સુકૃત સૂત્રસ્થાન, ૧૯૩૯, ઉપઘાત, પૃ. ૬)
૨. જુઓ “રસોગસાગર અને અંગ્રેજી ઉપોદ્દઘાત, ૫. ૭૦.
૩. આ વિષયની સવિસ્તર ચર્ચા માટે જુઓ ૧૯૨૩ની ભાવનગરની ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં “ચરકસંહિતામાં દઢબલને હાથ” નામનો મારો નિબંધ, જે આયુર્વેદવિજ્ઞાન” પુ. ૮, અં.૨ માં પણ છપાયો છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[૬૧ નથી. એમાં આયુર્વેદનાં આઠે અંગેનું વિવરણ છે. બીજું, ગ્રન્થના આરંભમાં અનુક્રમણિકા આપી છે. તેમાં “પાંચ સ્થાનમાં ૧૨૦ અધ્યાય છે એમ પહેલાં કહ્યું છે. તેમાં સત્રસ્થાનના અધ્યાય ૪૬, નિદાનના ૧૬, શારીરના ૧૦, ચિકિત્સિતના ૪૦, કપના ૮, એથી આગળ ૬૬.” “આ રીતે ૧૨૦ અધ્યાયે થયા અને એથી આગળ પોતાના નામથી જ પ્રખ્યાત ઉત્તરતંત્ર છે.” (સૂ. અ. ૩.). આ શબ્દ જરા વિચિત્ર છે, પણ પહેલા અધ્યાયમાં એથીયે વધારે વિચિત્ર વચન છે. શરૂઆતમાં આયુર્વેદનું સામાન્ય સ્વરૂપ કહી એક શ્લોકમાં કહ્યું છે કે “આ ટૂંકામાં ચિકિત્સાનું બીજ કહ્યું છે. ૧૨૦ અધ્યાયમાં હવે એનું વિવેચન થશે.૧” આ વચન સ્પષ્ટ છે. એનો અર્થ એટલો જ થાય કે સુશ્રુતમાં ૧૨૦ અધ્યાય હોવા જોઈએ. પછી તરત જ ગદ્યમાં આ લોકને અનુવાદ કરતાં કહે છે કે “તેમાં ૧૨૦ અધ્યાયે પાંચ સ્થાનમાં, તેમાં પણ સૂત્ર, નિદાન, શારીર, ચિકિત્સિત અને કલપસ્થાનમાં અર્થને અનુસરી વહેંચી નાખી બાકીના વિષયો ઉત્તરતંત્રમાં કહીશું.” આ વચનનો જ ત્રીજા અધ્યાયમાં અનુવાદ કર્યો છે. આ વચન ઉપર વિચાર કરતાં સ્પષ્ટ દેખાય છે કે પહેલાં પાંચ સ્થાનમાં વહેંચાયેલું ૧૨૦ અધ્યાયનું સૌશ્રુતતંત્ર હતું અને પાછળથી તેમાં ઉત્તરતંત્ર ૬૬ અષાનું ઉમેરાયું. ઉત્તરતંત્રને વિષય બીજા ગ્રન્થમાંથી લીધે છે એમ ઉત્તરતંત્રના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે : “૧૨૦ અધ્યાયમાં મેં જે વારંવાર કહ્યું હતું કે આ વાત ઉત્તરતંત્રમાં વિસ્તારથી કહીશ તે ઉત્તમ ઉતરતંત્ર હવે કહું છું. જેમાં વિદેહરાજાએ કહેલા શાલાક્યતંત્રમાં વર્ણવેલા બધા રંગે તથા (બીજાઓએ વિસ્તારથી જોયેલા) બાળવ્યાધિઓ તથા પરમઋષિઓએ કાયચિકિત્સાનાં છ તંત્રોમાં કહેલા ઉપસર્ગાદિ તથા આગન્તુક રોગે આ ઉત્તરતંત્રમાં કહ્યા છે.”
આ વચનથી કપષ્ટ સમજાય છે કે અગ્નિવેશ, ભેલ વગેરેનાં છ તંત્રો પ્રસિદ્ધ થયા પછી એમાંથી તથા વિદેહ વગેરેનાં તંત્રોમાંથી
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
આયુર્વેદને ઈતિહાસ શાલાક્યને તેમ જ પાર્વતક, છવક વગેરેમાંથી બાળરોગને વિષય લઈ એ બધાના સંગ્રહરૂ૫ ઉત્તરતંત્ર કેઈએ રચેલું છે. અર્થાત મૂળ પાંચ સ્થાન પૂરાં થયા પછી ઘણે વખતે છઠું સ્થાન રચાયું હશે. પાંચમા સ્થાનને અત પણ એવી રીતને છે કે જાણે ત્યાં જ ગ્રન્થની સમાપ્તિ થતી હેય. હવે આ ઉત્તરતંત્ર ઉમેરનારે માત્ર ઉત્તરતંત્ર જ ઉમેર્યું છે કે બાકીના પાંચસ્થાનમાં પણ સુધારવધારો કર્યો છે? આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. સ્થળે સ્થળે ઉત્તરતંત્રમાં આ વિષય કહીશું એટલું તે ઉમેયુ જ છે. એટલે ઉત્તરતંત્ર સાથે ખાસ વિરોધ ન આવે એવો ફેરફાર પણ કર્યો હશે જ. પણ આ ઉત્તરતંત્ર કોણે ઉમેર્યું અને તે પહેલાં સુશ્રુતતંત્રને કોઈએ પ્રતિસંસ્કાર કર્યો હતો કે નહિ? વિજયરક્ષિત વગેરે ટીકાકારે વૃદ્ધસુકૃતના નામથી કેટલાક પાઠોને ઉદ્ધાર કરે છે અને આ પાઠ હાલની સુશ્રુતસંહિતામાં મળતા નથી. માટે હાલની સુશ્રુતસંહિતાના મૂળરૂપ વૃદ્ધસુકૃત અથવા વૃદ્ધસૌશ્રતંત્ર નામને શલ્યતંત્રને ગ્રંથ પહેલાં હતું એમ કવિરાજ ગણનાથ સેનને મત છે.
આ વૃદ્ધસુકૃત કે આદ્યસુશ્રુત સંહિતાને મોટો ભાગ ઘર બળી જવા જેવો હેઈ લુપ્ત કે ખંડિત થઈ ગયું હશે. અનેક ગ્રન્થ લુપ્ત થઈ ગયાના પુરાવા છે તેમ જ ભૂલકાશ્મય જેવી
१. बीजं चिकित्सितस्यैतत्समासेन प्रकीर्तितम् ।
सविंशमध्यायशतमस्य व्याख्या भविष्यति ॥ सु. सू. अ. १ ૨. વૃદ્ધસુકૃત અને સુશ્રત, વૃદ્ધાશ્મટ અને લધુવાગ્લટ એ રીતે જૂના કાળથી નામે પ્રચલિત છે. અહીં વૃદ્ધને અર્થ શું કરો ? રાજકીય ઇતિહાસમાં– ખાસ કરીને ગુજરાતના ઈતિહાસમાં મેટે (વૃત્ત) ભીમ એટલે ભીમ પહેલો અને લઘુમીમ અથવા બાલમૂલરાજ એટલે ભીમ બીજો તથા મૂળરાજ બીજો એવો અર્થ પ્રચલિત હતો. (જુઓ “પ્રબંધચિંતામણિ” ગુ. ભા, પૃ. ૨૦૪ અને “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ” વિ. ૨, પૃ. ૩૪૩.).
Page #72
--------------------------------------------------------------------------
________________
આર્યુવેદની સંહિતાઓ
[ $3
સહિતા અત્યારે અત્યંત ખંડિતરૂપમાં મળે છે. મતલબ કે ધન્વન્તરિના ઉપદેશના સંગ્રહ થઈ તે ઔષધેનવ, ઔરભ, પોકલાવત વગેરેની પેઠે સૌશ્રુતતંત્ર પણ પહેલાં રચાયેલું. એ જ વૃસુશ્રુત. પછી ઔપચેનવાદિ તંત્રો તદ્દન લુપ્ત થઈ ગયાં, જ્યારે સૌમ્રુતતત્રના ખંડિત ગ્રંથના પ્રતિસંસ્કાર થઈ તે સુશ્રુતસંહિતા થઈ. આ પ્રમાણે સુશ્રુતને પ્રતિસ ંસ્કાર વારંવાર થયા છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. સુશ્રુતમાં પેાતામાં જોકે આ પ્રતિસંસ્કારને સ્પષ્ટ નિર્દેશ નથી, પણ ઉપર દર્શાવ્યું છે તેમ ઉત્તરતંત્રના આરંભનાં વચનેામાં પ્રતિસંસ્કારનું સૂચન છે અને જૂના ટીકાકારા એ વાત સ્વીકારે છે. ડલ્સન તા સ્પષ્ટ કહે છે કે આમાં પ્રતિસ સ્કર્તા નાગાર્જુન જ છે. આ શબ્દોમાંથી સુશ્રુતના પ્રતિસ’સ્કર્તા તરીકે ખીજાં નામેા પણ ખેાલાતાં હશે એવા ધ્વનિ નીકળે છે, એમ અણુનાથ સેન કહે છે.
એ પછી પણ સુશ્રુતના પ્રતિસંસ્કાર થયા છે. હર્નલે તેા વૃદ્ધ વાગ્ભટે પણ સુશ્રુતને પ્રતિસસ્કાર કર્યાં છે એવું માન્યું છે. વળી, જેજ્જટ અને ચન્દ્રટે પણ સુશ્રુતનેા પ્રતિસંસ્કાર કર્યાં છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. ૩
૧. જીએ ‘ પ્રત્યક્ષરાારીર ' ના ઉપાધ્ધાત તથા ભાનુમતીસહિત સુશ્રુત સૂત્રસ્થાનના ઉપેદ્ઘાત, પૃ. ૫ તથા ૭.
૨. જુએ ‘સ્ટડીઝ ઇન ધી મેડિસન આફ્ એન્થટ ઇંડિયા,' પૃ. ૧૦૧, ૩, આ કથન માટે આધાર ચન્દ્રેટનું નીચેનું વચન છેઃ
सौश्रुते चन्द्रटेनेह भिषक्तीसटसूनुना ।
पाठशुद्धिः कृता तन्त्रे टीकामालोक्य जैज्जटीम् ॥
આ વચનને। અ` પાઠસશાધન કર્યુ. છે' એટલા જ થાય, વિલુપ્ત ગ્રન્થના આપૂર્ણ અને વિસ્તારના ત્યાગરૂપ પ્રતિસંસ્કાર કર્યો છે એવા ન થાય એમ શ્રી નવજી આચાય કહે છે, (જીએ ભાનુમતી સાથે સુ, સૂ. ના ઉપેાહ્યાત પુ. ૬, ટિ, ૨ )
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
*
આયુર્વેદનો ઈતિહાસ પુનર્વસુ આત્રેયને સમય ચરકસંહિનાની પરંપરામાં જેનું પહેલું નામ આવે છે તે આત્રેયને વિચાર પહેલાં કરીએ. (૧) પુનર્વસુ આત્રેય, (૨) કૃષ્ણાત્રેય અને (૩) ભિક્ષુ આત્રેય એ રીતે આ ત્રણ આત્રેયેનો ઉલ્લેખ ચરક સંહિતામાં મળે છે. શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાય ચેથા દત્તાત્રેયને પણ ગણાવે છે, અને એ રીતે અત્રિ તથા અનસૂયાના પુત્ર અને વિષ્ણુના અવતારરૂપ પૌરાણિક દત્તાત્રેયનો વૈઘકમાં એ પ્રવેશ કરાવે
છે અને મદ્રાસની સરકારી પ્રાચ્ય પુસ્તકશાળામાં “નાડીતવિધિ” નામનું એક હસ્તલિખિત પુસ્તક છે, જેમાં દત્તાત્રેયનો ઉલ્લેખ છે એ પુરાવો આપે છે. પણ એમણે આપેલ ઉતારો જોતાં એ ગ્રન્ય આધુનિક અને તાંત્રિક લાગે છે. ઉપરના ત્રણ પ્રાચીન આત્રેય સાથે દત્તાત્રેયને ગણવાની જરૂર મને લાગતી નથી.
પુનર્વસુ આત્રેય અને કૃષ્ણત્રેય એક જ હોય એમ ચરકમાં અને ભૂલમાં પણ કેટલેક સ્થળે પુનર્વસુ આત્રેય માટે જ કૃષ્ણત્રેય નામ વાપર્યું છે એથી નકકી થાય છે. મહાભારત શાંતિપર્વ સ્વતંત્ર રીતે આને ટેકો આપે છે –ાધર્વ નારો વેહું #ાયસિતમ્ (મ. શાં. અ. ૨૧૦), પણ શ્રીકંઠ અને શિવદાસ સેન જેવા ટીકાકારો, કવિરાજ ગણનાથ સેને દર્શાવ્યું છે તેમ, કૃષ્ણત્રેયને શાલાક્યતંત્રના કર્તા તરીકે કવચિત ઉલ્લેખ કરે છે ? ત્યારે શ્રીકંઠદત્ત પોતે અન્યત્ર ૧. જુઓ નિવેરાય ગુit #mત્રેથેન માષિતનું
| ચરક ચિ. અ. ૨૮, કલો. ૧૫૨,
તથા , અ. ૨૯, ૧. ૧૫૦ तथा कृष्णात्रेयं पुरस्कृत्य कथाश्चकमहर्षयः॥
1 –ભેલસંહિતા ૨. જુઓ (૪) શાસ્ત્રક્રિમિeતુ પ્રતિરોષ વદિત ટ્રાઈના તથા ૨
#ાત્રેય–સિદ્ધયોગની ટીકા (ख) उक्तं हि कृष्णात्रेयेण सप्तवर्षमुपादाय नस्तस्कम चतुर्विधम् । ચક્રસંગ્રહની ટીકા. જુઓ પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૩૨
Page #74
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
नागराद्यमिदं चूर्ण कृष्णात्रेयेण पूजितम् । એ મૂળ ચરકના વચન ઉપર વૃન્દમાં ટીકા કરતાં ત્રેયઃ પુનઃ એમ કહે છે. આ બધું જોતાં કૃષ્ણત્રય અને પુનર્વસુ આત્રેય એક જ; પણ એથી ભિન્ન એક શાલાક્યતંત્રકાર કૃષ્ણાત્રેય થઈ ગયા હતા એમ માનવું યોગ્ય છે.
ભિક્ષુ આત્રેય–બૌદ્ધ જાતકોમાં એવી કથા છે કે ભગવાન બુદ્ધના સમયમાં આર્યાવર્તમાં બે મોટાં વિદ્યાલયો હતાં : (૧) પૂર્વમાં કાશી, અને (૨) પશ્ચિમમાં તક્ષશિલા. આ બન્ને વિદ્યાલયોમાં બધી વિદ્યાઓ (ારાવાનિ-વૈશિવન) શીખવવામાં આવતી. એ વખતે તક્ષશિલા વિદ્યાસ્થાન તરીકે બહુ પ્રખ્યાત હતું. તક્ષશિલાના વિદ્યાલયમાં ભગવાન બુદ્ધના સમયમાં કે તે પહેલાં તરતના સમયમાં વૈદ્યકવિદ્યાના મુખ્ય અધ્યાપક આત્રેય હતા. ત્રિપિટકમાં જેને ઉલેખ મળે છે એવા બુદ્ધના સમકાલીન રાજા પ્રદ્યોતના, રાજા બિંબિસારના તથા ભગવાન બુદ્ધના ચિકિત્સક જીવન કુમારભૃત્ય તક્ષશિલામાં આત્રેય પાસે જ વૈદ્યક શીખ્યા હતા એમ પણ બૌદ્ધ સાહિત્યમાંથી મળે છે. આ છવકના ગુરુ આય તે જ ચરકસંહિતાના મૂળ વક્તા પુનર્વસુ આય એમ હર્નલને મત છે. આ મત બરાબર હોય તે ઈ. સ. પૂર્વે ૬૦૦ની આસપાસમાં આત્રેય થઈ ગયા હોવા જોઈએ. પણ અન્ય વિદ્વાને તક્ષશિલાના આત્રેયને ભિક્ષુ આત્રેય કહે છે અને પુનર્વસુ આયથી ભિક્ષુ આત્રેય જુદા તથા અર્વાચીન છે એમ કરાવે છે. આ વિદ્વાને પુનર્વસુ આત્રેયને બુદ્ધ પહેલાં ઘણું વખત ઉપર મૂકે છે, પણ ચરકસંહિતામાં પુનર્વસુ આત્રેય સાથે ચર્ચા કરનાર તરીકે પારીક્ષિ મૌલ્ય વગેરે સાથે ભિક્ષુ આત્રેયનું પણ નામ છે. ( જુઓ રાજ ૪. . ૨૫, વન:પુરૂષીય અધ્યાય). ચરકના પહેલા અધ્યાયમાં વૈદક
1, og vil Rockbill's Life of Buddha, pp. 65-66.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬] .
- આયુર્વેદને ઈતિહાસ સંપ્રદાયમાં પ્રખ્યાત બડિશ, કાંકાયન વગેરે સાથે અંગિરા, જમદગ્નિ, વસિષ્ઠ વગેરે અતિ પ્રાચીન ઋષિઓને પણ એકઠા કર્યા છે એ ઉપરથી તથા આખા અધ્યાયની રચના જોતાં એ અધ્યાય પાછળને તથા એ ઋષિસભા કલ્પિત લાગે છે, પણ વાતકલાકલીય, યજજ:પુરુષીય તથા આત્રેય ભદ્રકાથી એ અધ્યાયની પરિષદ વધારે સ્વાભાવિક લાગે છે. એમાંના કેટલાકના ગ્રન્થમાંથી પાછળના ટીકાકારોએ લેકે ઉતાર્યા છે. એટલે ભિક્ષુ આત્રેયને એતિહાસિક પુરુષ તથા પુનર્વસુના સમકાલીન માનવામાં વાંધો નથી લાગતો. બૌદ્ધ પરંપરાને ન માનીએ તે પણ ચરકના મૂળ ઉપદેશકને સમય લગભગ એ જ આવી રહે છે. ચરક-સુશ્રતને મૂળ ઉપદેશ અથર્વવેદ અને શતપથબ્રાહ્મણથી અર્વાચીન છે. હવે વૈદિક સાહિત્યનો સમય નિશ્ચિત કરવા માટે કાંઈ જ ચોકકસ સાધન ન. હોવાથી પાશ્ચાત્ય અને પ્રાચ્ય પંડિતોમાં એ વિશે બહુ મતભેદ રહે છે. પાશ્ચાત્ય પંડિતેના બહુમતે અથર્વવેદ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની આસપાસ રચાયો હશે અને શતપથબ્રાહ્મણ ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ સુધીમાં. સગત લેકમાન્ય તિલક જેવા ઋદને ઈ. સ. પૂર્વે ૪૦૦૦માં મૂકે છે (જુઓ “મૃગશીર્ષ'. “આર્યોને ઉત્તર ધ્રુવને નિવાસમાં તે એથીયે જૂના કાળમાં ખેંચી જાય છે.) . પણ એમને શતપથબ્રાહ્મણને ઈ. સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ મૂકવું પડે છે. પ્રાચીન બૌદ્ધ અને જૈન સાહિત્ય - સાથે ઓપનિષદ સાહિત્યને તથા એની ભૌગોલિક, સામાજિક વગેરે માહિતીને સરખાવતાં શતપથને ઈ. સ. પૂર્વે ૫૦૦ થી ૮૦૦થી બહુ દૂર ખેંચી જવું મુશ્કેલ છે. ગમે તેમ હે, પણ એટલું નિશ્ચિત છે કે અથર્વવેદ અને શતપથ પછી આયુર્વેદ શાસ્ત્ર તરીકે વિકાસ થયો છે.
પણ શતપથમાં અસ્થિગણના કરનાર ઋષિ આત્રેયની અસ્થિગણનાની પદ્ધતિને જાણે છે એમ માનીએ તો ચરકસંહિતાના મૂળ
Page #76
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતા
[•z©
ઉપદેશક પુનવર્સુને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી અર્વાચીન ન
હાવા જોઈએ. વળી, .
गान्धारदेशे राजर्षिर्नग्नजित् स्वर्ण मार्गदः । संगृह्य पादौ पप्रच्छ चान्द्रभागं पुनर्वसुम् ॥
એવું વચન ભેલસંહિતા (પૃ. ૩૦ )માં મળે છે. ઈરાનના રાજા દારાયસ ઈ. સ. પૂર્વે પર૧ થી ૪૮૫ )ના સમયમાં સિન્ધુ દેશ અને પંજાબના કેટલાક ભાગ એના તાબામાં હાઈ તે માટી ખંડણીરૂપે એ ભાગના અર્થાત્ બંધારના રાજાને સારું ઈરાનના રાજાને આપવું પડતું. આ સેનાને ઉલ્લેખ સ્વર્ગના વ્ શબ્દોમાં છે એમ ગણીને વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાય નગ્નજિત રાજાને દારાયસના સમકાલીન અને પુનઃ`સુ આત્રેયને નજિતના રાજવૈદ્ય ઠરાવે છે.૧ પાછળથી એમણે ‘સ્વમા દુઃ શબ્દમાંથી કરેલી ઉપલી કલ્પના છેડી દીધી છે, પણ આ નગ્નજિતનું નામ શતપથ અને ઐતરેય બ્રાહ્મણમાં મળે છે એ ઉપર ભાર દીધા છે.જે એ વખતે નગ્નજિત નામના કાઈ રાજા થયા હાય એમ આપણે ખીન્ન પુરાવાથી જાણતા નથી, પણ પુનવંસુ આત્રેયના સમય તેા જે શતથતા સમય તે જ એમ ખીજા ઐતિહાસિક વિચારથી જણાય છે.
>
આ પુન`સુ આત્રેયને ચરકમાં તથા જેલમાં ચાન્દ્રભાગિ કે ચાન્દ્રભાગ પણ કહેલ છે.૩ એના અ
૧, જીએ ‘ચરકસંહિતા' સટીકની નિ. સા. પ્રેસની ૧૯૩૫ની આવૃત્તિને ઉપાદ્ધાત તથા ‘આયુર્વેદવજ્ઞાન' પુ. ૧૮, પૃ, ૧૦૫-૬,
*
૨. જીએ · ચરકસંહિતા ’નિ. સા. પ્રે,, આ, ૩, ઉપાદ્ઘાત,
૩. ચથાઋત્રં મળવતાવ્યાહતં ચાન્દ્રાશિના । -—ચક સૂ, અ. ૧૩ સુશ્રોતા નામ મેધાવી ચન્દ્રામાંમુયાર હૈં । —Àલસંહિતા પૃ. ૩૯
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૮]
આયુર્વેદનો ઈતિહાસ ચન્દ્રભાગા (બિયાસ) નદીતટવાસી એવો કદાચ હય, પણ એ જ ગ્રન્થમાં અન્યત્ર હિમાલયની તળેટીમાં ( સૂ. અ. ૧ ), બીજે
સ્થળે રમણીય ચિત્રરથ વનમાં ( સૂ. અ. ૨૬ ) અને ત્રીજે સ્થળે પંચાલ દેશની કાંપિલ્ય રાજધાનીમાં (વિ. અ. ૩) પુનર્વસુ આત્રેયે ઉપદેશ કરતાં વિહાર કર્યો હોવાનું કહેલું છે; અને ભેલના ઉપર ઉતારેલા વચનમાં ગાન્ધાર દેશના રાજાના ગુરુ હોવાને ઉલ્લેખ છે, જે બૌદ્ધ પરંપરાને ટેકો આપે છે.
અગ્નિવેશતંત્ર-પુનર્વસુ આત્રેયને ઉપદેશ સાંભળી અગ્નિવેશ, ભેલ, જકર્ણ, પરાશર, હારીત અને ક્ષારપાણિ એ છ શિષ્યોએ જુદાં જુદાં તંત્રો રચ્યાં એમ ચરક ( સૂ. અ. ૧)માં કહ્યું છે, પણ હાલમાં તો અગ્નિવેશતંત્રની ચરકપ્રતિસંત આવૃત્તિ, જે ચરકસંહિતા નામથી પ્રખ્યાત છે તે જ મળે છે, પણ જૂના વખતમાં ચરકસંહિતાથી ભિન્ન પણ અગ્નિવેશતંત્ર પ્રચલિત હતું એમ ચક્રપાણિ, વિજયરક્ષિત, શ્રીકંઠ વગેરે ટીકાકારેના ઉલ્લેખ ઉપરથી જણાય છે. આ ટીકાકારોએ અગ્નિવેશના નામથી ઉદ્ધત કરેલા શ્લેકે હાલની ચરકસંહિતામાં નથી એ ઉપરથી ૧૧ મા ૧૨ મા શતકમાં અગ્નિવેશતંત્ર ત્રુટિત કે સમગ્ર વિદ્યમાન હોવાનો સંભવ કવિરાજ ગણનાથ સેન માને છે. અંજનનિદાનર નામના નાના ગ્રન્થના કત અગ્નિવેશ તો આ તત્રકારથી ભિન્ન અને અતિ અર્વાચીન જણાય છે. એણે સુશ્રુતમથી, કદાચ માધવમાંથી પણ, ઉતારો કર્યો છે. વળી ચક્રપાણિ, વિજયરક્ષિત વગેરે પ્રાચીન ટીકાકાર અંજનનિદાનથી અજાણ્યા છે અને એની ભાષા, રચના વગેરે અનાર્ષ–તદ્દન અર્વાચીન ઢબનાં છે.
| ચરકન સમય - વરરાજુ એ રીતે પાણિનીય સત્રમાં ચરકને નિર્દેશ છે; એ ઉપરથી કેટલાક અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તાને
૧. જુઓ “પ્રત્યક્ષશારીર”નો ઉપદ્યાત. ૨. આ ગ્રંથ ભાષાટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાઈ ગયા છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૬૯ પાણિનિને પૂર્વકાલીન ઠરાવે છે, પણ એમાં કાંઈ અર્થ નથી. આ પાણિનીય સૂત્રમાં યજુર્વેદની કઠ અને ચરક નામની બે શાખાઓના પ્રવર્તક ઋષિઓનો ઉલ્લેખ છે. યજુર્વેદની ચરક, કઠ વગેરે શાખાઓ પ્રસિદ્ધ છે ( જુઓ ચરણબૂહ). બીજો મત એવો છે કે યોગસૂત્રકાર તથા વ્યાકરણમહાભાષ્યકાર પતંજલિ તે જ ચરક. જોકે વ્યાકરણના મહાભાષ્યમાં કે પાતંજલસૂત્રમાં અથવા એના વ્યાસભાગમાં કઈ સ્થળે પતંજલિ અને ચરકની એકતાનું પ્રતિપાદક કોઈ વચન નથી મળતું, પણ ચરકના ટીકાકાર ચક્રપાણિદત્ત ટીકાના આરંભમાં નીચે પ્રમાણે નમસ્કાર કરે છે :
पातञ्जलमहाभाष्यचरकप्रतिसंस्कृतैः।
मनोवाकायदोषाणां हर्बेऽहिपतये नमः ॥
પાતંજલસૂત્રવૃત્તિના કર્તા ભેજ તથા ગવાર્તિકના કર્તા વિજ્ઞાનભિક્ષુ પણ પતંજલિને જ ચરક માને છે. આ મતને અનુસરી મંજૂષામાં આHલક્ષણ દર્શાવતાં નાગેશભટ્ટ રતિ વર પતંગદિ: એમ કહે છે; અને ભાવમિશ્ર અહિપતિ–શેષ શી રીતે મુનિના પુત્ર થયા તથા ચરક કહેવાય એ વિશે લંબાણથી દંતકથા કહે છે (જુઓ ભાવપ્રકાશ, અ. ૧). કવિરાજ ગણનાથ સેન તો કેટલાંક પાતંજલ સૂત્રો સાથે કેટલાંક ચરકવચનનું સામ્ય જુએ છે તથા ચરકે યોગને મોક્ષસાધન કહ્યો છે તથા તેની ગણનામાં સાંખ્ય મતને અનુવાદ કર્યો છે એને પણ એની એક્તા પુરવાર કરવા માટે પ્રમાણ તરીકે આગળ ધરે છે, પણ એ તો ખોટું છે. સાંખ્યયોગની એ સમયના–મહાભારત સમયના સમગ્ર સાહિત્ય ઉપર પ્રબળ અસર દેખાય છે, પણ એટલા જ ઉપરથી સાંખ્યશાસ્ત્રકારે બધાં શાસ્ત્રો રહ્યાં છે એમ ન કહેવાય. ચરકમાં તો વૈશેષિક અને ન્યાયદર્શનની પણ વાતો છે. એ ગમે તેમ હય, પણ ભેજ, ચક્ર
૧. જુઓ માર “ આયુર્વેદનાં દાર્શનિક તથા સત્ત સંબંધી પ્રકરણોને અભ્યાસ.”
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
આયુર્વેદનો ઈતિહાસ પાણિના વખતથી પતંજલિ એ જ ચરક અને તે શેષનો અવતાર એવી માન્યતા પ્રચારમાં આવી છે અને લકે એ વાત શ્રદ્ધાથી માનતા આવ્યા છે; જેકે મહાભાષ્યના ભર્તુહરિ, કેટ, વામન,
જ્યાદિત્ય વગેરે ટીકાકારે મહાભાષ્યકાર પતંજલિની એમસૂત્રકાર પતંજલિ સાથે કે ચરક સાથે એકતા માનતા હોય એવો ઉલ્લેખ એમની ટીકાઓમાં કયાંય મળતો નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે વ્યાકરણમહાભાષ્યકાર પતંજલિને સમય ઈ. સ. પૂર્વે ૧૫૦ની આસપાસ નિશ્ચિત થઈ ચૂક્યો છે. માટે એ જ ચરક હોય તો એને સમય નકકી જ છે. પણ વેગસૂત્રકાર પતંજલિ અને વ્યાકરણ મહાભાષ્યકાર. પતંજલિ પણ એક નથી, કારણ કે યોગસૂત્રમાં વ્યાકરણ મહાભાષ્યકાર પછી કેટલેક વખતે પ્રચારમાં આવેલા બૌદ્ધ શૂન્યવાદવું તથા વિજ્ઞાનવાદનું ખંડન છે; માટે યોગસૂત્રકારને છેક ઈ. સ. ચોથા શતક પછી ઘણા પાશ્ચાત્ય તવિદ મૂકે છે. ૧
બીજી તરફથી ચરક એ જ મહાભાષ્યકાર પતંજલિ એવું માનવા માટે પણ કશે પ્રબલ પુરા નથી. પહેલું તે જે દઢબેલે અગ્નિવેશતંત્રને ચરકપ્રતિસંસ્કૃત કહ્યું છે તેણે પ્રતિસંસ્કર્તાનું નામ પતંજલિ નહિ પણ ચરક લખ્યું છે. વળી, ભટ્ટાર હરિશ્ચન્દ્ર જેવા ચરકના જૂના ટીકાકારે તથા વાગભટ જેવા જૂના વૈદ્યક ગ્રન્થકર્તાએ પતંજલિનું નહિ પણ ચરકનું નામ લખ્યું છે. અને એ બધા ઉપરથી વિદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્ય કહે છે?
. ?. mail Journal of the A. O. S. Vol. XXXTHİ 4151"att આપણાં દર્શનના સમય વિશે લેખ, તથા સભાષ્ય યોગસૂત્રના વુડના હા. એ. સિ. માં છપાયેલ ભાષાન્તરને ઉપદુધાત.
૨, સટીક ચરકસંહિતાની ૧૯૩૫ની નિ. સા. .ની આવૃત્તિને ઉપઘાત. .
Page #80
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૭૧ તેમ અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તા તે મહાભાષ્યકાર પતંજલિ નહિ . પણ કોઈ ચરક નામના વૈદ્ય એવો મારો પણ મત છે.
બીજી તરફથી ફેંચ પંડિત પ્રોફેસર સી લેવીએ ચિનાઈ સાહિત્યમાંથી શોધી કાઢયું છે કે પ્રખ્યાત બૌદ્ધ રાજા કનિષ્કના વિશ્વાસપાત્ર વૈદ્યનું નામ ચરક હતું. અને જેકે કનિષ્કને સમય હજી તદ્દન ચેકસ નથી થયો, પણ ઈ. સ. ના પહેલા કે બહુ તે બીજા શતકમાં કનિષ્ક થઈ ગયા એ નિર્વિવાદ છે.
હવે જે કનિષ્કના સમકાલીન ચરક એ જ અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તા હોય તો તે એને સમય ઈ. સ. ૧૦૦ ની આસપાસમાં માનવો જોઈએ. અને જેકે પુરાવિદ કીથ તથા રાજગુરુ હેમરાજ શર્મા કહે છે તેમ કનિષ્કના સમકાલીન ચરકને જ પ્રતિસંસ્કર્તા ચરક માનવા માટે ચેખ પુરા કઈ નથી અને એકલા નામ ઉપર કાંઈ વિશ્વાસ ન મુકાય, છતાં વૈદ્યરાજ જાદવજી ત્રિ. આચાર્ય કહે છે તેમ જ્યાંસુધી બીજા ચરકનો પત્તો ન લાગે ત્યાંસુધી કનિષ્કના રાજવૈદ્યને પ્રતિસંસ્કર્તા માનવામાં કાંઈ વધે નથી.૪ અને બીજી રીતે ચરકસંહિતામાં મળી આવતા દાર્શનિક વિચારેને વૈશેષિકાદિ દર્શને સાથે સરખાવી જોતાં અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તાને સમય ઈ. સ. ૧૦૦ની આસપાસમાં
1. Indian Antiquary, Vol. XXXII, p. 381-89. ૨. મ. મ. ગૌ. ઝાકૃત “રાજપૂતાને કા ઇતિહાસ', ખ , પૃ. ૧૧૧
૩. History of Sanskrit Literature, p. 406 તથા કાશ્યપસંહિતાને ઉપદ્યાત, પૃ. ૯૬.
૪. સટીક ચરકસંહિતાની નિ. સા. પ્ર. વાળી ૧૯૩૫ ની આવૃત્તિને ઉપોદ્ધાત.
Page #81
--------------------------------------------------------------------------
________________
૦૨]
[, આયુર્વેદનો ઈતિહાસ કે બહુ તો બીજા શતકના આરંભમાં માનવો જોઈએ એ મારે મત છે.
દઢબલને સમય ચરકે પ્રતિસંસ્કૃત અગ્નિવેશતંત્રમાં ઉપર કહેલા ૪૧ અધ્યાયની અનુપૂર્તિ કરનાર વૈદ્ય દઢબલ કાશ્મીરના હતા એમ તેના એક વચન ઉપરથી જણાય છે. એ પિતાને પંચનામાં જન્મેલે કહે છે. આ પંચનદ તે પંજાબ નહિ, કારણ અહીં તેને શહેર કહ્યું છે. આ દેશમાં પંચનદ નામનાં અનેક સ્થળે હતાં, પણ હર્નલના મત પ્રમાણે કાશ્મીરમાં જે વાનર નામનું ગામ છે, જેની નિકટમાં પહેલાં કાશ્મીરના રાજા અવન્તીવર્માના વખતમાં ઝેલમ અને સિધુને સંગમ થતું હતું તે. ચક્રપાણિદત્ત અને વિજયરક્ષિત ચરકસંહિતામાંથી ઉતારે કરતાં કાશ્મીર–પાઠને કેટલીક વખત ઉલ્લેખ કરે છે અને દઢબલે ઉમેરેલા અધ્યાયમાંથી ઉદાહરણ આપતાં - ૧, જુઓ “આયુર્વેદનાં દાર્શનિક તથા સંવૃત્ત સંબંધી પ્રકરણોને અભ્યાસ', પૃ. ૬૨.
૨. દક્ષિણ તર્કસ્તાનમાંથી ઈ. સ. બીજા શતકના અંતની ચામડા ઉપરની કઈ વૈદ્યક ગ્રંથના કટકાની એક હસ્તપ્રત મળેલ છે, જેમાં આઠ અથવા દશ રસ હેવાનું કહ્યું છે. ચરક કરતાં પ્રાચીનતર સંપ્રદાયનું આ કથન હોવાને કીય તર્ક કર છે (જુઓ History of Sanskrit Literature, Preface, p. 23), પણ કીથને આ વિષયને અભ્યાસ નથી અને પાશ્ચાત્ય પુરાવિદ જૂની શેધખોળમાંથી મળેલા ત્રુટિત કટકાઓ ઉપરથી બહુ તર્કો કરે છે. વસ્તુતઃ ચરકને આઠ રસની ખબર છે જ (જુએ . સૂ. . ૨૬). વળી, ઉપર કહેલા કટકામાં જે ઉલ્લેખ છે તે તત્કાલીન માન્યતાને સૂચક છે એવું શી રીતે નિશ્ચિત થાય?
૩. વાર્થ દુવો નાતઃપૂજન પુરે ચરક.સિ. અ. ૧૨, શ્લો. ૬૬
૪. જુઓ બરાજતરંગિણું ૪-૨૪૮ અને તે ઉપર ઓરલ સ્ટીનનું વિવરણ, ; ગ્રં. ૨, ૫. ૨૩૯, ૪૧૯,
૫. ચરક. ચિ. અ. ૧૩, શ્લો. ૧૧૫ની ટીકા અને મધુકાષ અર્શેનિદાનમ.
Page #82
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૭૩ દઢબલને ઉલ્લેખ કરે છે. મતલબ કે ચરકસંહિતામાં ખૂટતા અધ્યાયે ઉમેરતી વખતે બાકીના ભાગને પણ દઢબલે પાઠશુદ્ધિ કહેવાય એ જે પુનઃસંસ્કાર કર્યો હશે તેને આ ટીકાકારે કાશ્મીર– પાઠ કહે છે. ટૂંકામાં દઢબલનું સ્થાન કાશ્મીરમાં માનવામાં હરકત નથી.
દઢબલના સમય માટે કવિરાજ ગણનાથ સેન આદિ આયુર્વેદ વિદ્વાનને એ મત છે કે ચરકસંહિતાની દઢબલે કરેલી અનુપૂર્તિમાંથી વાભેટે ઉતારા કર્યા છે, માટે દઢબલ વાગભટ પહેલાં થઈ ગયા. વૃદ્ધ વાલ્મટને સમય ચિનાઈ મુસાફર ઇત્સિંગ (ઈ. સ. ૬૭૫ થી ૬૮૫) પહેલાં માનવાને ઇતિહાસવિદેને મત છે. વળી આઠમા શતકમાં “માધવનિદાન’નું અરબીમાં ભાષાન્તર થયું છે અને “માધવનિદાનમાં વૃદ્ધ વાલ્મટમાંથી ઉતારા છે, એ જોતાં વાલ્મટને સાતમા શતકમાં માનવાને હર્બલને મત છે. પણ વરાહમિહિરે કાન્દપિક પ્રકરણમાં આપેલે એક પાઠ છે, જે વાલ્મટમાં મળતો હોવાથી મેં વાડ્મટને વરાહમિહિર પહેલાં એટલે પાંચમા શતકમાં માનેલ છે. ૩ અને જેકે હર્નલ જેવો વિદ્વાન અષ્ટાંગસંગ્રહકાર અને અષ્ટાંગહૃદયકારને ભિન્ન માને છે તથા દઢબલને અષ્ટાંગસંગ્રહકાર અને નિદાનકાર માધવ પછી અને અષ્ટાંગહૃદયકારની પૂર્વે એટલે ઈસ. આઠમા શતકમાં મૂકે
૧. જુઓ “પ્રત્યક્ષશારીર'નો ઉપદ્યાત.
૨. જુઓ 'સ્ટડીઝ ઇન ધી મેડિસિન એફ એયંટ ઇડિયા’ ઉઘાત, : પૃ. ૧૦ થી ૧૨ તથા “આયુર્વેદવિજ્ઞાન”પુ. ૮, અં. રમાં “ચરકસંહિતામાં દઢબલને હાથ” નામને મારા લેખ.
૩. “આયુર્વેદવિજ્ઞાન”, પુ. ૩, પૃ. ૩૫૮-૫૯,
૪. અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદય બેયના કર્તા એક જ કે ભિન્ન એની ચર્ચા વાડ્મટના પ્રકરણમાં આગળ આવશે એટલે અહીં નથી કરી.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪ ]
આયુર્વેદના ઇતિહાસ
છે,? પણ મેં અન્યત્ર વૃદ્ધ વાગ્ભટના અષ્ટીંગસ ંગ્રહના અમુક પાઠાને દઢબલના પાઠો સાથે સવિસ્તર સરખાવીને સાબિત કર્યુ છે કે દૃઢખલ અષ્ટાંગસ ંગ્રહકારની પહેલાં થઈ ગયા છે.૨ આ રીતે દૃઢખલના સમય પાંચમા શતક પહેલાં ઠરે છે. કવિરાજ ગણનાથ સેન ત્રીજા શતકમાં દૃઢબલને મૂકે છે, ૩ પણ નાવનીતકમાં દૃઢખલની અનુપૂર્તિ માંથી ઉતારા મળતા નથી, એ જોતાં દૃાખલના સમય ઈ. સ. ૪૦૦ની આસપાસમાં માનવા જોઈ એ એવા મારા
મત છે.
બેલસ હિતા—પુનર્વસુ આત્રેયના અગ્નિવેશાદિ છએ શિષ્યોએ ભિન્નભિન્ન તંત્રો રચ્યાં હતાં એમ ચરકસંહિતા ( મૂ. અ. ૧)માં લખ્યું છે, પણ તેમાં, ઉપર જોયું તેમ, એક અગ્નિવેશત ત્ર પ્રતિસ ંસ્કૃત રૂપમાં પણ સંપૂર્ણ મળે છે અને બાકીનાં સર્વાં નષ્ટ થઈ ગયાં છે એમ પહેલાં મનાતું હતું. પણ હલે તાંજોરના રાજકીય પુસ્તકાલયની હાથપ્રતાની નોંધ કરતાં એક ભેલસંહિતાની નોંધ કરી હતી.૪ બેસહિતાની એ હાથપ્રત ઈ. સ. ૧૬૫૦માં તેલગુલિપિમાં લખાયેલી છે. આ એક જ હાથપ્રત ઉપરથી કલકત્તા યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૨૧ માં એ ભેક્ષસંહિતા છપાવી નાખી છે. આ ગ્રન્થ
૧. સ્ટડીઝ ઇન ધી મેડિસિન આફ એન્ગ્યુ ઇંડિયા', ઉપેદ્ઘાત, પૃ. ૧૧ થી ૧૬,
૨. ‘ આયુર્વેદવિજ્ઞાન’, પુ. ૮, અં. ૨ માં “ ચરકસંહિતામાં દૃઢબલને હાથ' નામના મારા લેખ, પૃ. ૪૬, તથા ‘આયુર્વેદવિજ્ઞાન’, પુ, ૭, અ ૧૦ માં નાવનીતક ઉપર મારા લેખ.
૩. પ્રત્યક્ષશારીરને ઉપાદ્ઘાત, પૃ. ૫૧ થી ૫૩,
૪. એ પછી પૂર્વ તુસ્તાનમાંથી ભેલસહિતાની ઈ, સ, નવમા શતકની હાથપ્રતના એક કટકા હાથ લાગ્યા છે, જેને છપાયેલી પ્રત સાથે સરખાવતાં પાડફેર જોવામાં આવે છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[ ૭૫
૧
ત્રુટિત છે. એની રચના ચરકસહિતાને મળતી છે, પણુ ચરક પેઠે એના બહુ પ્રતિસંસ્કાર થયા હોય એવું દેખાતું નથી. એ લાકપ્રિય નહાતી એ તે ચરક–સુશ્રુતને છેડીને ભેલાદિ કેમ ભાતા નથી ? ' એમ વાગ્ભટ્ટ કહે છે તેથી દેખાય છે, પણ કદાચ એ જ કારણથી એમાં કેટલાક જૂના અંશ જળવાઈ રહ્યો છે. ખરી રીતે તેા ચરકસંહિતામાંય કેટલોક જૂનેા અંશ છે જ, પણ ભેલસંહિતા ( પૃ. ૮૭, ૮૯ )માં પૃથિવીકાય, અપકાય, વાયુકાય, તેજ:કાય વગેરે શબ્દો આવે છે તે બૌદ્ધ પાલિગ્રન્થ દીધનિકાય ( ૧, પૃ. ૫૫)ના પથવીકાય, આપેાકાય, બ્રહ્મકાય, દેવકાય, વગેરે શબ્દોની યાદ આપે છે.
6
ભેલસંહિતા ત્રુટિત છે તેમ એમાં ચરક સુશ્રુતથી નવું ભાગ્યે જ છે; એટલુંજ નહિ, પણ ચરકસ ંહિતામાં કાયચિકિત્સાવિષયક જે સવિસ્તર માહિતી છે તે ભેલમાં નથી; છતાં મન માથાની અંદર રહે છે અને તે બગડવાથી ઉન્માદ થાય છે' (ચિ. સ્થાન અ. ૮) તેમ જ “ રસ ( એટલે લોહી ) હૃદયમાંથી નીકળી પાછું હૃદયમાં આવે છે” ( સૂ. અ. ૨૧) એ વૈદ્યક સિદ્ધાન્તનાં મહત્ત્વનાં કથા ભેલ જેટલા સ્પષ્ટ રૂપમાં ચરક-સુશ્રુતમાં નથી મળતાં.
r
આ બેલસ'હિતા મૂળ અગ્નિવેશતત્ર સાથે રચાયેલ દુરો અને એમાં જૂના અંશ છે, છતાં આખા ગ્રન્થ તેા સુશ્રુતના ઉત્તરતન્ત્ર
૧. ત્યાં માવાનાત્રેયઃ એ રીતે પ્રત્યેક અધ્યાયના આર્ભમાં વચન છે.
૨. આ બૌદ્ધ પારિભાષિક શબ્દોનું સામ્ય શ્રી ખી, એમ. બરુઆએ શેાધી કાઢયું છે. ( જીએ ઇંડિયન કલ્ચર, જુલાઈ ૧૯૩૬, તથા ‘આયુર્વેદવિજ્ઞાન', પુ. ૨૦, પૃ, ૧૯૫માં તેને અનુવાદ.)
.
૩, જુઓ વૈધ જાદવજી ત્રિ, આચાર્યનુ ૨૮મા નિ, ભા. વૈદ્ય સંમેલનમાં ભાષણ. ‘ આયુર્વેČવિજ્ઞાન', પુ. ૨૨, અ. ૨,
Page #85
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ પછી અને નાવનીતક પહેલાં ઈ. સ. ૩૦૦ની આસપાસમાં રચાયેલ હોય એ મારે મત છે.'
હારીતસંહિતા–પુનર્વસુના શિષ્ય હારીતના નામ ઉપર ચઢેલી એક હારીતસંહિતા છપાઈ છે, પણ આ ગ્રન્થની ભાષા, રચના વગેરે તદ્દન અનાર્થ – પાછળના સંગ્રહગ્રન્થને મળતી આધુનિક છે. વળી ચક્રપાણિ, વિજયરક્ષિત આદિ ટીકાકારોએ હારીતના નામથી ઉતારેલાં વચનો આ હારીતસંહિતામાં નથી. ટૂંકમાં, છપાયેલી હારીતસંહિતાને અનાષ ઠરાવવામાં વિદ્વાનોને એકમત છે. ૩
ધન્વન્તરિ અને સુશ્રુતને સમય ચરકસંહિતાની ચર્ચા દઢબલના સમયનિર્ણય સાથે પૂરી કરી. હવે ઉપર જે સુકૃતની પરંપરા દર્શાવી છે તેના ધન્વન્તરિ આદિ આચાર્યોના સમયને વિચાર કરીએ. સુશ્રુતસંપ્રદાયના મૂળ ઉપદેશક કાશીરાજ ધન્વન્તરિ છે. મ. મ. કવિરાજ ગણનાથ સેન કહે છે કે કુલ પાંચ ધન્વન્તરિનાં નામે મળે છે. તેમાંથી હરિવંશ, મહાભારત, વિષ્ણુપુરાણ, ભાગવત, બ્રહ્માંડ વગેરે પુરાણમાં બે ધન્વન્તરિ વિશે કથા મળે છે. તેમાં સમુદ્રમન્થન વખતે વિષ્ણુને અવતાર થયે તે પહેલા ધન્વન્તરિ, એ વૃત્તાન્ત સત્યયુગને છે.
૧. સુપ્રતના ઉત્તરસ્થાનમાંથી જેલમાં અને જેલમાંથી નાવનીતકમાં ઉતારે કર્યો છે એનું હલે સાબિત કર્યું છે. જુઓ આયુર્વેદવિજ્ઞાન', પૃ. ૭, અં. ૧૦માં નાવનીતક ઉપર મારા લેખ.
૨. હારીતસંહિતા કલકત્તામાં ઈ. સ. ૧૮૮૭ માં તથા જયરામ રઘુનાથ દ્વિારા ગુજરાતી ભાષાન્તર સાથે મુંબઈમાં ઈ. સ. ૧૮૯૨માં છપાયેલ છે.
૩. જુઓ “પ્રત્યક્ષશારીરને તથા “કાશ્યપ સંહિતા ને ઉપદ્દઘાત.
૪. જુઓ ૧૯૩૯માં પ્રકાશિત “ભાનુમતી સહિત સુશ્રત સૂત્રસ્થાન' માં કવિરાજ ગણનાથ સેનને ઉદ્દઘાત.
Page #86
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ પછી બીજા ધન્વન્તરિ તે કાશરાજના વંશમાં ધન્વરાજાના પુત્રરૂપે દ્વિતીય સંભૂતિમાં ઉત્પન્ન થયા. પછી ત્રીજા ધન્વન્તરિ તે એ જ કાશવંશમાં ધન્વન્તરિના પ્રપૌત્ર દિવદાસ નામના રાજા થયા, જેનું વર્ણન ઋગ્વદમાં, ઉપનિષદોમાં તથા મહાભારતમાં મળે છે. પણ એ દિદાસને પુરાણોમાં કયાંય આયુર્વેદના ઉપદેશક નથી કહેલ, માત્ર સુશ્રુતસંહિતામાં જ કહેલ છે. તે ઉપરના ત્રણમાંથી સુકૃતના ઉપદેશક કયા ? કેટલાક કહે છે કે ત્રીજા કુલપરંપરાથી શલ્યવિદ્યાના તથા ધન્વન્તરિ નામના અધિકાર હેઈને તેમને ત્યતંત્રના ઉપદેશક માનવા જોઈએ, કારણ કે દિદાસ તો એમને જ કહેલા છે. પણ કવિરાજ ગણનાથ સેન એને “અમરવર” સુબતમાં કહેલ છે તથા એ પિતાને આદિદેવ કહે છે એ ઉપર ભાર મૂકીને ધન્વરાજાના પુત્ર બીજા ધન્વન્તરિને જ શલ્યતંત્રના મૂળ ઉપદેશક માનવાના મતના છે. મને પિતાને આ ઝીણવટમાં વિશેષ તવ લાગતું નથી. બીજા કે ત્રીજા ગમે તે માનવાથી અતિહાસિક વિચારમાં ફેર પડતું નથી.
એક ચે ધન્વન્તરિ વિક્રમ રાજાની સભાના નવરત્નમના એક હતા, પણ એ સુશ્રતના ઉપદેશક તે નહિ જ. એક પાંચમા ધન્વન્તરિ કેટલાક બ્રાહ્મણોના ગોત્રપ્રવર્તક છે અને એ ગોત્રના
૧. જુઓ સુકૃત “સૂ. ૧, ૩ તથા મહું ટ્ટિ ધન્વન્તરિરવિવો ઇત્યાદિ સૂ. અ. ૧ ક.
૨, જુઓ ભાનુમતી સહિત સુશ્રુત સૂત્રસ્થાનને ઉદ્દધાત, ૩. જુઓ નીચેનું કાવ્યસંગ્રહોક્ત પ્રસિદ્ધ પદ્ધ :
धन्वन्तरिक्षपणकामरसिंहशकुवेतालभट्टघटखपरकालिदासाः ।। ख्यातो. वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥
-
Page #87
--------------------------------------------------------------------------
________________
ધ૭૮ ] *
આયુર્વેદને ઈતિહાસ વૈદ્ય નામના સારસ્વત બ્રાહ્મણ હાલમાં પણ પંજાબમાં, સિન્ધમાં અને બંગાળમાં મળી આવે છે.
- હવે આ પાંચમાંથી બીજા કે ત્રીજા ધન્વન્તરિ, જે સુશ્રતના ઉપદેશક તે, કયારે થયા? દિતીય દ્વાપરમાં (ધાપરના અન્તમાં?) એમ પુરાણ કહે છે. દ્વાપરના અન્તમાં અથવા કલિની સંધ્યામાં જે મહાભારતનું યુદ્ધ થયું તેમાં ધન્વન્તરિસંપ્રદાયના જ વૈદ્યો શહરણનું કાર્ય કરતા હશે. એટલે મહાભારતના યુદ્ધને પાંચ હજાર વર્ષ થતાં તો ધન્વન્તરિ તે પહેલાં પાંચ વર્ષ થયા હોય એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. બીજી તરફથી મિલિન્દપ્રક્ષાદિ બૌદ્ધ સાહિત્યમાં અને પાણિનિસત્ર, વાર્તિક, પાતંજલ મહાભાષ્ય • આદિ ગ્રન્થમાં ધન્વન્તરિ સુશ્રુતને નામે લેખ મળે છે, માટે એ ગ્રન્થકારના સમયથી હજાર વર્ષ પહેલાં ધન્વન્તરિ સુશ્રુત થઈ ગયા એમ પણ તેઓ કહે છે.
ઉપર પ્રમાણે સાડાપાંચ હજાર અને સાડાત્રણ હજાર વર્ષ વચ્ચે ફેર ન ગણવો એ એતિહાસિક અનવેષણ તે ન જ ગણાય. અને પાણિનિમાં જેને નામોલ્લેખ હોય તે પાણિનિ પહેલાં હજાર વર્ષ પહેલાં થયું હોય એવું કેમ કહેવાય? સો વર્ષ પહેલાં હોય. વળી મહાભારતનું યુદ્ધ પાંચ હજાર વર્ષ પહેલાં થયું એવી જ્યોતિષીઓની માન્યતા પુરાણોનાં સ્પષ્ટ વચનની વિરુદ્ધ છે. પુરાણોનાં કથને પ્રમાણે મહાભારત યુદ્ધને ઈ. સ. પૂર્વે લગભગ ચૌદસે વર્ષ થયાં છે.
પણ કવિરાજ ગણનાથ સેનના ઉપર ઉતારેલા વિચારોના અંતર્વિરોધથી જ દેખાય છે તેમ ધન્વન્તરિ આદિ નામ ઉપરથી કોઈ પણ ગ્રન્થના સમયને નિર્ણય કરવાનો પ્રયત્ન જ છે. અનેક ગ્રન્થ શિવ-પાર્વતીને નામે ચઢેલા છે. ઘણું અર્વાચીન
૧. મહાભારતના સમયના વિચાર માટે જુઓ માર “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ. ૧૯૩૯, પૃ. ૬૦-૬૧.
Page #88
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ ગ્રન્થ (દા. ત. હારીતસંહિતા) પ્રાચીન ઋષિઓને નામે ચઢેલા છે. જુદા જુદા સમયે—હજાર દેઢ હજાર વર્ષના ગાળામાં રચાયેલાં પુરાણ વ્યાસને નામે ચઢેલાં છે. એટલે ઉપદેશક કે પ્રખ્યકર્તાના નામ ઉપરથી સમયને નિર્ણય ભારતીય ઇતિહાસમાં અશક્ય છે. ગ્રન્થના વસ્તુનું પૌર્વાપર્ય તપાસીને જ તેના સમયને એતિહાસિક નિર્ણય થઈ શકે એવી સ્થિતિ છે અને આત્રેયના સમયને વિચાર કરતાં જે કહ્યું છે તે જ ધન્વન્તરિના સમયને લાગુ પડે છે. હાલની સુશ્રુતસંહિતામાં શરીર જેવા જે જૂનામાં જૂના અંશે છે તે પણ અથર્વવેદ પછીના છે. વળી, આ ક્ત અસ્થિસંખ્યાની ધન્વન્તરિને ખબર છે, માટે એ આત્રેય પછી અને હર્નલના મત પ્રમાણે શતપથોક્ત અસ્થિગણનાના લેખકને સુશ્રુક્ત અસ્થિગણનાની અમુક માન્યતાઓની ખબર છે એ જોતાં શપથની અર્વાચીન મર્યાદા જે ઈ. સ. પૂર્વે છઠું શતક માનવામાં આવે તો ધન્વન્તરિને સમય એ જ શતકમાં આત્રેયના શિષ્ય અગ્નિવેશની સાથે મૂકવો જોઈએ એમ હર્નલ કહે છે તે ઠીક લાગે છે.
પણ હર્નલની કહેવાની મતલબ એવી નથી કે હાલની સુશ્રુતસંહિતા શતપથકાળની છે. સુપ્રતની સમગ્ર રચના વેદત્તરકાલીન છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે. ખરી રીતે ઉપલબ્ધ ચરકસંહિતા અને સુપ્રતસંહિતા બેય, ઉપર કહ્યું તેમ, પ્રતિસંસ્કૃત છે. પણું એ બેયના મૂળ ઉપદેશક શતપથના સમયમાં થઈ ગયા છે. વૈદિક સાહિત્યમાં જે વૈદ્યક અંશ છે તે આપણે પહેલાં જ છે, અને એમાંથી જ ધીમે ધીમે ચરક-સુશ્રતના વૈદ્યક જ્ઞાનનો વિકાસ થયું છે. એ જોતાં એના મૂળ ઉપદેશકને વૈદિક કાળના છેલ્લા ભાગમાં માનવા એ જ યોગ્ય છે.
૧. જુઓ. “સ્ટડીઝ ઈન ધી મેડિસિન ઓફ એશ્ય ઇડિયા ઉપધાત, પૃ. ૮ અને ૧૦૬ તથા કાશ્યપ સંહિતાનો ઉપદ્ઘાત, પૃ. 9 : .
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
આયુર્વેદના ઇતિહાસ
સુશ્રુત—સુશ્રુતને વિશ્વામિત્રના પુત્ર સુશ્રુતસ ંહિતામાં જ કહ્યા છે.૧ રામાયણમાં, યોગવાસિષ્ઠમાં અને પુરાણામાં વિશ્વામિત્ર ઋષિને ઉલ્લેખ મળે છે. રામચન્દ્ર ત્રેતાયુગમાં થઈ ગયા હોવાથી એ વિશ્વામિત્રને પણ ત્રેતાયુગના માનવા પડશે. બીજા એક હરિશ્ચન્દ્ર રાજનું સસ્વ હરનાર વિશ્વામિત્રની કથા મહાભારતાદિમાં મળે છે. તેથી કયા વિશ્વામિત્રના પુત્ર આ સુશ્રુત એ કર્ણિક અંધારામાં છે એમ કવિરાજ ગણુનાથ સેન કહે છેર તે સાચું છે.
એક ખીજા વૈદ્યક તન્ત્રકાર વિશ્વામિત્રનું નામ પણ જૂના ટીકાકારાએ કરેલા ઉતારામાંથી મળે છે. આ વિશ્વામિત્રને તેા ઉપલા સુશ્રુતપિતા વિશ્વામિત્રથી જુદા તથા પાછળના, કવિરાજ ગણુનાથ સેન કહે છે તેમ, માનવા પડશે.
વિશ્વામિત્રના પુત્ર નહિ પણુ શાલિહેાત્ર મુનિના પુત્ર એવા એક સુશ્રુતના ઉલ્લેખ અવૈદ્યકમાંથી મળે છે અને અગ્નિપુરાણમાં ગાય, ઘેાડા અને હાથીઓના વૈદ્યકતા ઉપદેશ પણ ધન્વન્તરિએ જ સુશ્રુતને કર્યાં હતા એમ કહેલું છે. પણ આ વાત એ સિવાય ખીજા પુરાણમાં નથી. સુશ્રુતસ ંહિતાના સુશ્રુતને સમય તે ધન્વન્તરિના
ઉપર નક્કી કરેલા સમયની નજીક જ માનવા પડશે.
નાગા ન—સુશ્રુતસંહિતાને વારંવાર પ્રતિસ ́સ્કાર થયા છે અને ડૅલ્લન નાગાર્જુનને પ્રતિસંસ્કર્તા કહે છે એ ઉપર નાંધ્યું જ છે. હવે આ `પ્રતિસ’સ્કર્તા નાગાર્જુનના સમયને વિચાર કરીએ.
બુદ્ધ પછીના કાળમાં ભારતીય ઇતિહાસમાં અનેક નાગાર્જુના થયા છે,૪ તેમાંથી સુશ્રુતસંહિતાના પ્રતિસરકર્તા તે યા ? એ પ્રશ્ન
૧. વિશ્વામિત્રદ્યુતઃ શ્રીમાન્ સુશ્રુતઃ પરિવૃઇતિ ।
૨. જુઓ ભાનુમતીસહિત સુશ્રુત સૂત્રસ્થાનના ઉપાદ્ધાત, પૃ. ૫.
r
૩. શાહિદ્દોત્રસૃષિએ સુશ્રુતઃ પવૃિઘ્ધતિ। શાલિહેાત્રસહિતા
૪. જીએ કાષપસંહિતાના ઉપાદ્ધાત, પૃ. ૬૪, ટિ. ૬:
Page #90
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[ ૧
વિકટ છે. માધ્યમકવૃત્તિના કર્તા અને બૌદ્ધ શૂન્યવાદના પુરસ્કર્તા નાગાર્જુન તેા ફિલસૂફ઼ છે, વૈદ્ય નથી; માટે સુશ્રુતના પ્રતિસ ંસ્કર્તા નહિ—એમ શ્રી હેમરાજ શર્મા કહે છે તે યથાય લાગે છે. ૧
ખીજા એક નાગાર્જુન કક્ષપુટ, લેાહશાસ્ત્ર, યેાગશતકાદિ ગ્રન્થાના કર્તા તરીકે રસશાસ્ત્રના ઇતિહાસમાં જાણીતા છે. ચક્રપાણિદત્ત અતિગહન લેાહશાસ્ત્રના કર્તા તરીકે મુનીન્દ્ર નાગાર્જુનના ઉલ્લેખ કર્યાં છે. વૈદ્યક ગ્રન્થામાં નાગાર્જુનના નામના ખીજા પણ એવા જ ઉલ્લેખો મળે છે. આ સિદ્ધ નાગાર્જુન જ સુશ્રુતના પ્રતિસ સ્કર્તા હાવા જોઈએ એમ શ્રી હેમરાજ શર્માના તથા કવિરાજ ગણુનાથ સેનના મત છે. ૪ હવે શાતવાહન રાજાના સમકાલીન એક મહાવિદ્વાન માધિસત્ત્વ નાગાર્જુનના ઉલ્લેખ સાતમા શતકના ચિનાઈ બૌદ્ધ યાત્રી યુવાન ચુઆંગે છે અને તેના ચમકાલીન બાણુ કવિએ પણ શ્રીચરિત'માં નાગાર્જુનને શાતવાહન રાજાના મિત્ર કહેલ છે.પ એ જોતાં અગિયારમાં શતકા
૧. એન.
૨. જ્ઞાાનુંનો મુનીન્દ્રઃ શાપ યો ોશાશ્રમતિ"નમ્ |—ચક્રદત્ત ૩. જ્ઞાનાર્જીનેન હિલિતા સન્મે વારુિપુત્રò/વૃન્દ નેત્ર રાગાધિ.
નાગાનાભ્રક આદિ ચેગા પણ પ્રસિદ્ધ છે,
૪, કાશ્યપસ ંહિતાના ઉપેદ્ધાત, પૃ. ૬૪, ટિ. ૬ અને ભાનુમતી સહિત સુશ્રૃત સૂત્રસ્થાનને ઉપાદ્ઘાત.
૫. જુઓ કાશ્યપસંહિતાના ઉપાદ્ધાત, પૃ. ૬૪, ટિ, ૬ તથા તેમાં ઉતારવું ‘હ ચરિત’નું નીચેનું વચન ઃ તામેવા તમારા નાનાજીનો नाम लेभे ૨, त्रिसमुद्राधिपतये शातवाहनाय नरेन्द्राय सुहृदे स ददौ ताम् । ૫. શ્રી હેમરાજ શર્મા પેાતાના ગ્રન્થસ ગ્રહમાં સચવાઈ રહેલી ‘શાતવાહનચરિત’ની એક સંસ્કૃત પેાથીમાં પણ શાકય ભિક્ષુરાજ ધિસત્ત્વ નાગાર્જુન મહારાજ શાતત્રાહનના ગુરુ હોવાનું કહેવું છે એમ કહે છે.
{
"
Page #91
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ એબીરૂની પોતાની પહેલાં સે વર્ષે એક રસાયન વિદ્યાનિપુણ નાગાર્જુન થઈ ગયા હોવાનું કહે છે તે કાં તો કોઈ ત્રીજા નાગાર્જુન વિશે હોય કે એનો સમય જાણવામાં એબીરૂનીની ભૂલ થઈ હોય.
નાગાર્જુનના સમયને નિર્ણય આ રીતે એની અનેકતાથી ગૂંચવાઈ જાય છે. હર્નલ તે માધ્યમકવૃત્તિના કર્તા અને દંતકથા પ્રમાણે કનિષ્કના સમકાલીન નાગાર્જુનને જ પ્રતિસંસ્કર્તા માને છે અને એ રીતે એને ચરકના સમસામયિક ઠરાવે છે. મને તો માધ્યમકવૃત્તિકર્તા દાર્શનિક નાગાર્જુનને માત્ર નામના એક્યથી પ્રતિસંસ્કર્તા માનવા તે પં. હેમરાજ શર્મા પેઠે બેસતું નથી. બૌદ્ધ તેમ જ જૈન મૃતપરંપરામાં સાતવાહનના સમકાલીન નાગાર્જુનને રસશાસ્ત્રના વિદ્વાન માન્યા છે, તો એ પ્રતિસંસ્કૃત હોઈ શકે. હવે શાતવાહન નામ આદ્મવંશના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, એટલે કવિરાજ ગણનાથ સેન બુદ્ધજન્મ પછી બસે વર્ષ ઉપર નાગાર્જુનને મૂકે છે તે એની પ્રાચીનતમ મર્યાદા છે; પણ મને તે સુકૃતને પ્રતિસંસ્કારક ઈ. સ. બીજાથી ચોથા શતક વચ્ચે થયો હોય એમ સાંખ્યાદિ દર્શને સાથે સુશ્રતના દાર્શનિક વિચારને સરખાવતાં અને સાંખ્યકારિકામાંથી સુશ્રુતમાં સ્પષ્ટ ઉતારે કરે છે એ જોતાં લાગે છે, પછી એ નાગાર્જુન શાતવાહનના મિત્ર છે કે કઈ બીજા હે.
૧, બરાજતરંગિણી'માં નાગાર્જુનને કનિષ્કના સમકાલીન કહેલ છે. ૨. “સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઓફ એક્યૂટ ઈંડિયા, ઉપે, પૃ. ૯.
૩. જુઓ “પ્રબંધચિંતામણિનું મારું ગુજરાતી ભાષાન્તર, પૂ. ૨૫૩થી ૨૫૫ તથા ૨૫૫ પૃષ્ઠની ટિ. ૨૮.
૪. જુઓ “આયુર્વેદનાં દશ નિક તથા સદ્દવૃત્ત સંબંધી પ્રકરણને અભ્યાસ', પૃ. ૫૮, ૧૯,
Page #92
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[ ૮૩
કાશ્યપસહિતા અથવા વૃદ્ધજીવતંત્ર
કાશ્યપસ ંહિતા અથવા વૃદ્ધજીવકતત્ર નામના ચરક, સુશ્રુત અને ભેલના કાળના પણ ભેલ કરતાં પણ વધારે ખ ંડિત ગ્રન્થ નેપાળના રાજગુરુ પ`. હેમરાજ શર્માના ગ્રંથસંગ્રહમાં મળી આવ્યેા છે. એ ગ્રન્થની હાથપ્રતને લગતી વીગત એના લાંબા ઉપેદ્ધાતના આરંભમાં આપી છે. એ ગ્રન્થ ઈ. સ. ૧૯૩૮ માં વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાય વડે સંપાદિત થઈ ને ૨૪૦ પૃષ્ઠના ઉપેદ્ઘાત સાથે નિયસાગર પ્રેસમાં છપાઈ ને બહાર પડયો છે. જેમ ચરકસંહિતા તથા ભેલસંહિતા કાયચિકિત્સાપ્રધાન ગ્રંથા છે અને સુશ્રુતસ ંહિતા શક્યત ત્રપ્રધાન છે તેમ આ કાશ્યપસહિતા કૌમારભૃત્યતંત્ર છે,
કાશ્યપસહિતાના કર્તાએની પણ ચરક-સુશ્રુતના કર્તાઓ પેઠે પરંપરા છે. જેમ ચરકસંહિતાના મૂળ ઉપદેશક પુનર્વસુ આત્રેય છે, તેમ આ કાશ્યપસંહિતાના મૂળ ઉપદેશક મારીચ કશ્યપ છે. ચીકના પુત્ર જીવકે કશ્યપે રચેલા એ મેાટા તંત્રના સંક્ષેપ કર્યાં છે. પછી કલિયુગમાં એ તન્ત્ર નષ્ટ થઈ ગયું, પણ એ જીવકના જ વંશના વાસ્યે એને પ્રતિસંસ્કાર કર્યાં.૧ આ રીતે કાશ્યપસ ંહિતા પણ ઉપલબ્ધ ચરક-સુશ્રુત પેઠે પ્રતિસંસ્કૃત છે.
વળી આ ખંડિત સ`હિતામાં જર લખ્યું છે કે વૃદ્ધજીવકતંત્ર નષ્ટ થયેલું૩ એ જોતાં મૂળ ઉપદેશક કાશ્યપના તથા
ઉપાદ્લાત, પૃ. ૨૭-૨૮માં કાશ્યપ
૧. આ કાયપસંહિતાને સંહિતામાંથી ઉતારેલા ક્ષેાકેા,
૨. આ ગ્રન્થની જે એક જ પેથી પ, હેમરાજ શર્માને મળી છે તેમાં ૨૯મા પૃષ્ટથી શરૂ થાય છે અને ૨૬૪મા પૃષ્ઠ સુધી જ પાનાં છે. મતલખ કે આર્ભના દશ-બાર અધ્યાય નથી મળ્યા. છેવટના ખિલ ભાગના ૮૦ અધ્યાયમાંથી ૨૬ અધ્યાયેા જ મળ્યા છે અને વચ્ચે પણ ઘણાં પાનાં, લગભગ ૪૫ જેટલાં, તૂટે છે અને જે પાનાં છે તેમાંયે ઘણી પંક્તિ તૂટે છે. ( જીએ ઉપાદ્ધાત, પૃ. ૨૭ તથા ગ્રન્થના પૃ. ૧ ની .િ ૬) ૭. તત: જયુિને તન્ત્ર નæમેતવ્ય-જીયા । ઉપેાધાત પૂ, ૨૮
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
આયુર્વેદને ઈતિહાસ છવકને ઘણા વિસ્તારથી પં. હેમરાજ શમએ વિચાર કર્યો છે, પણ એની બહુ જરૂર મને લાગતી નથી. એટલે પં. હેમરાજ શર્માએ પુષ્કળ ઊહાપોહ પછી જે નિર્ણય કર્યો છે તે જ અહીં ઉતારું છું.'
પં. હેમરાજ શમી કહે છે કે આયના સમકાલીન તરીકે મારીચ કાશ્યપને ઉલ્લેખ, વાવિદને આત્રેય અને કાશ્યપ બેયના સમકાલીન હેવાને ઉલ્લેખ, આત્રેયના અન્તવાસી તરીકે ભૂલને તથા ગાધારના રાજા નગ્નજિતને ઉલેખ, નગ્નજિત અને દારુવાહનું એજ્ય અને દારુવાહને કાશ્યપતંત્રમાં નિર્દેશ, ગાન્ધારરાજા નગ્નજિતને અતરેયબ્રાહ્મણમાં અને તેના પુત્ર સ્વજિતને શતપથબ્રાહ્મણમાં નિર્દેશ વગેરે ઉલ્લેખો પરસ્પર મેળવીને વિચાર કરતાં એમ લાગે છે કે મારીચ કાશ્યપ, પુનર્વસુ આત્રેય, ભેલ, નગ્નજિત દારુવાહ અને વાવિદ એ ભેષજયવિદ્યાના આચાર્યો ઐતરેય અને શતપથના કાળથી અર્વાચીન નથી અને થોડાઘણું એકબીજાની આગળપાછળ છે.
સામાન્ય રીતે ઉપર જુદી જ વિચારશ્રેણીથી ચરક અને સુશ્રુતના મૂળ ઉપદેશકને જે સમય નક્કી કર્યો છે તેની સાથે પં. હેમરાજ શર્માને- ઉપલે નિર્ણય અવિરુદ્ધ છે. વળી ૫. હેમરાજ શર્મા કહે છે કે બૌદ્ધ મહાવગ આદિ ગ્રન્થોમાં જેની કથા મળે છે તે છવક અને આ તંત્રના કર્તા વૃદ્ધજીવક ભિન્ન છે, કારણ કે બૌદ્ધ ગ્રન્થમાં એ છવકને, કુમારે પાળીને ઉછેર્યો માટે તેને કુમારભૂત્યસંશા મળી એમ કહેવું છે વળી એ કથામાં છવકને શસ્ત્રકર્મ કરનાર કહેલ છે, ત્યારે આ તંત્રકર્તા છવક કૌમારભૂત્ય (બાલકેના રેગોની ચિકિત્સા )ના વિદ્વાન છે. પણ બૌદ્ધ કથાઓનો સંગ્રહ કરનાર ભિક્ષુઓ આયુર્વેદીય પરિભાષાના જાણકાર ન હોવાથી
૧. કાશ્યપ સંહિતાને ઉદ્દઘાત, ૫. ૧૦૧,
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૮૫
આયુર્વેદની સંહિતાઓ કૌમારભૂત્ય (પાલિ “કુમારભચ્ચ”) સંશા માટે નવી દંતકથા જોડે અને વૈદકને ચમત્કાર દર્શાવવા માટે શસ્ત્રકર્મને ઉલ્લેખ કરે એ સ્વાભાવિક છે. એટલે મારા મતે આ વૃદ્ધ છવક ભગવાન બુદ્ધના સમકાલીન બૌદ્ધ ગ્રન્થક્ત છવક હેય એમાં કાંઈ અસંભવિત નથી.
કૌમારભૂત્યના આચાર્ય તરીકે જીવકને ઉલ્લેખ નાવનીતમાં મળે છે. એ ગમે તેમ છે, કૌમારભૂત્ય–બાલરગચિકિત્સા–ને મૂળ ઉપદેશ અને તેની કાંઈક રચના અગ્નિવેશતંત્રની સમસામયિક હવાને સંભવ સ્વીકાર્યા છતાં આ કાશ્યપસંહિતા તો વાયે પ્રતિસંસ્કત કરેલી છે અને વાસ્થને સમય નક્કી કરવાનું કાંઈ સાધન નથી. માત્ર એક વિચિત્રતા સેંધવા જેવી છે કે વૈદિક સંપ્રદાયના આ ગ્રન્થમાં કાળવિભાગના વર્ણનમાં ઉત્સર્પિણ, અવસર્પિણી જેવા જૈન પરિભાષાના શબ્દો મળે છે અને કૃતયુગના મનુષ્યનાં શરીરાદિને સાત રાત સુધી જ ગર્ભવાસ, અભેદ્ય અને અચ્છિા , હાડકાં વગરનું માથું, જન્મતાં જ સર્વ કર્મ કરવાની શક્તિ વગેરે અદ્ભુત કલ્પના છે. બીજું અવ્યક્તમાંથી અહંકાર વગેરે જે સેળ વિકારનું વર્ણન આ પ્રસ્થમાં છે તે સ્પષ્ટ રીતે સુકૃત પેઠે સાંખ્યકારિકાને અનુસરે છે.૩ ગ્રન્થને સમગ્ર રીતે જોતાં પણ ચરક અને સુશ્રુત પછી તરતમાં આ પ્રતિસંસ્કૃત ગ્રન્થ રચાય હેય એવો સંભવ મને લાગે છે.
ચરક-સુશ્રુત-ભેલનું પીપર્ય પૌવપર્યની બાબતમાં આયુર્વેદવિદ્વાનોના મોટા ભાગને એવો મત છે કે મૂળ અગ્નિવેશતંત્ર સૌશ્રુતતંત્ર કરતાં કાંઈક
૧. ઉપલી બૌદ્ધ થાની રચના પછી દોઢ હજાર વર્ષે રચાયેલા “ભેજપ્રબંધ'માંય ચમત્કાર દર્શાવવા પરીનું શસ્ત્રકર્મ કર્યાની કથા લખી છે.
૨. કાશ્યપ સંહિતા પૃ. ૪૪. ૩. એજન, પૃ. ૪૫.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬ ] .
આયુર્વેદને ઈતિહાસ પ્રાચીન છે. પછી ચરકસંહિતાની રચના, ભાષાશૈલી વગેરેમાં પ્રાચીનતાની છાપ દેખાય છે, જ્યારે સુકૃતની રચનામાં વ્યવસ્થા તરી આવે છે, જે સુશ્રુતનો પ્રતિસંસ્કાર ચરકના પ્રતિસંસ્કાર પછી થયે છે એમ સૂચવે છે. અત્યારની ચરકસંહિતામાં ધન્વન્તરિમતને ઉલ્લેખ મળે છે; જ્યારે સુકૃતમાં ચરકનાં વચનો ઉતારેલાં છે. પ્રતિસંસ્કાર થયા પહેલાં ઘણું વર્ષોથી બેય તંત્ર વિદ્યમાન હોવાથી આ રીતે પ્રતિસંસ્કર્તાઓ દ્વારા પરસ્પર ઉલ્લેખ–ઉદ્ધાર સ્વાભાવિક છે. પં. હરિપ્રપન્નછ ચરકમાં સુશ્રોક્ત સિદ્ધાન્તો સ્વીકારેલા છે, માટે વર્તમાન ચરક સુશ્રતથી અર્વાચીન છે એમ કહે છે અને સુશ્રુતમાં ચરકમાંથી પાઠોને ઉદ્ધાર કર્યો છે એ વાત કબૂલ કરતા નથી. સુકૃતમાંથી ભેલ નામસહિત ઉતારા કરે છે અને અગ્નિવેશ તથા ભેલ એક ગુરુના શિષ્ય છે. માટે પણ સુશ્રતથી ચરક અર્વાચીન છે એવું તેઓ પ્રતિપાદન કરે છે. આથી ઊલટું, મ. ભ. કવિરાજ ગણનાથ સેન ચરકનાં કેટલાંક વચને સુપ્રતમાં સ્પષ્ટ ઉતારેલાં છે એ દર્શાવીને કહે છે સુશ્રુતસંહિતાને પ્રતિસંસ્કાર ચરકના પ્રતિસંસ્કાર પછી થયો છે. મને એ જ વાત સાચી લાગે છે. આયુર્વેદની આ પ્રાચીન સંહિતાઓના પૌવપર્યનો ક્રમ મને નીચે પ્રમાણે દેખાય છે : દહબલના પ્રતિસંસ્કાર અને ઉમેરા વગરની ચરકસંહિતા પ્રથમ સંહિતા, પછી ઉત્તરસ્થાન વગરની સુશ્રુતસંહિતા, પછી ઉત્તરસ્થાન, પછી ભલસંહિતા, પછી નાવનીતક અને છેલ્લા દઢબલ. દઢબલને સમયે લગભગ ઈ. સ. ૪૦૦ની આસપાસ. આ રીતે જોતાં ઉપલબ્ધ ભેલસંહિતા પણ, જોકે એના પ્રતિસંસ્કારને ઉલ્લેખ નથી મળતો છતાં, પ્રતિસંસ્કૃત હેવી જોઈએ
૧. જુઓ ચરક શા. ૬-૧૮ તથા ૮-૨૯; ચિ. ૫-૬૪ વગેર.
૨. “સિયોગસાગરને અંગ્રેજી ઉપદ્યાત, પૃ. ૭૦-૭૧; સંસ્કૃત ઉપોદ્દઘાત, પૃ. ૨૫.
૩. જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્દઘાત, પૃ. ૫૧.
Page #96
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ અને એવું માનતાં પં. હરિપ્રપન્નજીની અગ્નિવેશ અને ભેલ એક ગુરુના શિષ્ય હોવાની દલીલનું બળ તૂટી જાય છે.
ઈ. સ. પાંચમું શતક આ રીતે આયુર્વેદસંહિતાઓની અર્વાચીન મર્યાદા કરે છે. હરિશ્ચન્દ્રાદિ ટીકાકારોની ટીકાઓ રચાવાની શરૂઆત પાંચમા શતકમાં થઈ છે અને ચરકસુશ્રુત ઉપરથી વૃદ્ધ વાગભટ જેવા સંગ્રહગ્રન્થો રચાવાની શરૂઆત પણ એ જ શતકમાં થઈ છે. એ જોતાં ઈ. સ. પાંચમા શતકમાં ચરક-સુશ્રુતસંહિતાઓ પૂર્ણ હતી એમ જ માનવું યોગ્ય છે. આ દેશના પ્રાચીન સાહિત્યને અર્વાચીન કાળ તરફ ખેંચવાનું જેમનું વલણ ગણાય છે એવા પાશ્ચાત્ય પંડિતે પણ ઉપરની અર્વાચીન મર્યાદા સ્વીકારે છે.' અલબત્ત સંપૂર્ણ ટીકાઓ ૧૧ મા શતકની જ મળે છે, એટલે તે પહેલાના સૈકાઓને પાઠ ચોક્કસ નક્કી કરવાની મુશ્કેલી હોવા છતાં સંપૂર્ણ ગ્રન્થો ઈ. સ. પાંચમા શતકમાં હતા એ ચક્કસ છે.
ચરક-સુશ્રુતના સમય વિશે અહીં સુધી જે વિચાર કર્યો તેથી સ્પષ્ટ દેખાય છે કે એ ગ્રન્થના મૂળ ઉપદેશક ઈસ. પૂર્વે પાંચમા–છઠ્ઠા શતકમાં શતપથાદિ બ્રાહ્મણોના કાળમાં થઈ ગયા અને તે પછી તરતમાં કેઈક ગ્રન્થ રચાયા હશે, કદાચ સુત્રશૈલીમાં ૩ પણ એ કાળનું વૈદિક ભાષામાં કે સૂત્રમાં લખાયેલું કઈ સાહિત્ય જળવાયું નથી અને અત્યારે જે ગ્રન્થ છે તેમાંથી જૂન-નો ભાગ જુદો પાડી શકાય એમ નથી. મૂળ ઉપદેશના સમય
૧, રફ એફ. જી. મુલર કહે છે કે આયુર્વેદિક સંહિતાઓને પ્રથમ રચનાસમય લગભગ ઈ. સ. ની પહેલી સહસ્ત્રાબ્દીના મધ્યમાં મૂકી શકાય. (જુઓ જ, ૨. એ. સ. ૧૯૩૨, પૃ. ૭૮૪ થી ૮૧૪); આ. વિ, પુ. ૧૦, પુ, ૧૪૧.
૨, ડ૯લન જેવા ટીકાકારે પાઠચર્ચા કરી જ છે.
૩. ચરકસંહિતામાં સૂત્રકાર ઋષિઓને ઉલ્લેખ આવે છે. તે આ ગ્રન્થકારાને અનુલક્ષીને હશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
<<]
આયુર્વેદના ઇતિહાસ
પછી સેંકડો વર્ષાં સુધી ચાલેલ શાષખાળ, સુધારાવધારા અને ગ્રન્થાના પ્રતિસંસ્કાર પછી વર્તમાન સંહિતા તૈયાર થઈ છે અને એ વૈદિક ભાષામાં નહિ પણ પાણિનિ પછીની મહાભારતીય ભાષામાં છે.૧
ચરક-સુશ્રુતના સમયનિયની ચર્ચામાં એક વસ્તુ નોંધવાની બાકી રહે છે તે અહીં જ નાંધવી ઠીક છે. ચરકસંહિતામાં વૈદ્યક કા માટે પ્રશસ્ત નક્ષત્ર, કરણ, મુર્દાદ્દિને ઉલ્લેખ છે, પણ તેમાં વારના ઉલ્લેખ નથી; અને શંકર બાલકૃષ્ણ દીક્ષિતના ભારતીય જ્યેાતિઃશાસ્ત્ર' (પૃ. ૧૩૯ )માં વારનાં નામેાની શકકાળ પહેલાં એક હજાર વર્ષોં ઉપર ભારતમાં પ્રવૃત્તિ થઈ છે. એવું વિધાન છે, તેનેા હવાલા અગ્નિવેશતંત્રના સમયનિ યમાં શ્રી જાદવજી ત્રિકમજી આચાયે આપ્યા છે.ર પણ એ વિદ્વાન પાતે જ પ્રતિસ ંસ્કૃત ચરકસહિતાને એટલા જૂના કાળમાં નથી મૂકતા. વળી ભાગવત જેવા ઈ. સ. ચાચા શતક પછીના ગ્રન્થમાં પણ વારા ઉલ્લેખ નથી તથા શ. બા. દીક્ષિતની કાલગણના એ વિષયમાં સમાન્ય નથી, એટલે એકલી એ દલીલ નિર્ણાયક ન થઈ શકે. અનેક પ્રકારના ખીજા બળવાન પુરાવાઓ વડે ચરક-સુશ્રુતાદિ સંહિતાઓના સમય વિશે ઉપર નિ ય કર્યાં છે, તેમાં ફેરફાર . કરવા માટે જ્યાતિષના ઋતિહાસની આ દલીલ પૂરતી પ્રબળ મને લાગતી નથી.
ગાય, અધૂ અને હાથીનુ વૈદ્યક
આ દેશમાં ખેતી ચાલુ થઈ ત્યારથી ગાય અને ખળનું મહત્ત્વ આર્યંના ધ્યાનમાં આવ્યું હતું. બ્રાહ્મગ્રન્થાના કાળમાં ધણી ગાયા
૧. મહાભારતનું હાલનું સ્વરૂપ . સ, ચાયા શતકથી અર્વાચીન નથી, ૨. જુઓ ચરકસંહિતા (નિ. સા, પ્રે.ની આવૃત્તિ)માં એમને ઉપાદ્ધાંત તથા આ.વિ., પુ. ૧૮, પૃ. ૧૦૭, ૩. એજન, પૃ. ૧૧૦,
Page #98
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૮૯
રાખવી એમાં મહત્તા મનાતી. ઘેાડા પણ વાહન તરીકે વેદકાળમાં વપરાતા હતા, પણ તે પછીના કાળમાં ધાડાઓ અને હાથીઓની લશ્કરનાં અંગ તરીકે કીમત વધી. આ અતિહાસિક સ્થિતિમાં પ્રાણીનું વૈદ્યક પશુ માટે ભાગે માનુષ વૈદ્યકના ધેારણે જ વિકાસ પામે એ સ્વાભાવિક છે. અને વસ્તુતઃ એમ જ બન્યું છે. અશ્વવૈદ્ય અને ગજવૈદ્યક ઉપર જે સાહિત્ય મળે છે તેનેા પ્રાચીનતમ અંશ પણ આયુર્વેદના મૂળ ગ્રન્થા રચાયા પછી તૈયાર થયા છે અને એ રીતે હસ્ત્યાયુર્વેદ આદિ સાહિત્યનું વૈદ્યક સાહિત્યમાં સ્થાન ધ્યાનમાં રાખીને જ, ઉપલબ્ધ ગ્રન્થાના રચના– સમય ગમે તે હાય પણ, એની ગાંધ અહીં કરવાનું યેાગ્ય ધાયુ′ છે.
અધવૈદ્યક—શાલિહાત્રસંહિતા નામનેા ગ્રન્થ જોકે અત્યારે આખા મળતા નથી, પણ પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિ પેઠે અવૈદ્યના મૂળ ઉપદેશક તરીકે હયધેાષના પુત્ર શાલિહાત્ર પ્રસિદ્ધ છે અને તેણે સુશ્રુતને ઉપદેશ કર્યાં હતા એમ કહ્યું છે. શાલિહેાત્રની એક અપૂર્ણ હાથપ્રત ઇઢિયા આફ્રિસ લાયબ્રેરીમાં છે. આ ગ્રન્થમાં અષ્ટાંગ અવૈદ્યનું આઠ સ્થાનમાં વર્ણન કર્યું. છે, પણ જે મળે છે તે તેા ત્રુટિત પ્રથમ સ્થાન છે, ખીજેથી ખીજા કટકાએ પણ ત્રુટિત મળ્યા છે.૨
આ ગ્રન્થનું કે અશ્વવૈદ્યક સંબંધી કાઈ ખીજા સ ંસ્કૃત ગ્રન્થનું કુબ્રત ઉલ મુક નામથી ઈ. સ. ૧૩૮૧ માં કારસી ભાષાન્તર થયું છે. વળી, આવા જ કાર્ય પુસ્તકનું માગલ શહેનશાહ શાહજહાનના વખતમાં કિતાબ ઉલ વૈત નામથી અરખીમાં
.
૧. જીએ ગિરીરાયન્દ્ર મુખેાપાધ્યાયનું · હિસ્ટરી ઑફ ઇડિયન મેડિસિન’, ૨', ૨, પૃ. ૩૬૬ થી ૩૭૨.
૨. એજન, પૃ. ૩૭૪,
Page #99
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઇતિહાસ ભાષાન્તર થયું છે અને તેનું કે પછી કોઈ બીજાનું અંગ્રેજી ભાષાન્તર ઈ. સ. ૧૭૮૮માં કલકત્તામાં છપાયું છે.'
એક શાલિહોત્રીય અશ્વશાસ્ત્ર નામને સંસ્કૃત ગ્રન્થ મદ્રાસની ગવર્નમેન્ટ એરિયેન્ટલ મેન્યુરિટ્સ લાયબ્રેરીમાં છે. એક ગણરચિત અશ્વાયુર્વેદની હાથપ્રતની નેંધ નેપાળના કેટલેગમાં છે. ૩ વર્ધમાનને યોગમંજરી નામનો ગ્રન્થ, દીપંકરનું અશ્વઘક શાસ્ત્ર અને ભેજના પણ ૧૩૮ શ્લોકના શાલિહોત્ર ગ્રન્થની નોંધ મળે છે. એક કહણવિરચિત શાલિહેત્રસારસમુચ્ચયની હાથપ્રત મળે છે. એક હયલીલાવતી નામના ગ્રન્થને ઉલ્લેખ જયદત્તના અવૈદ્યકની પ્રસ્તાવનામાં શ્રી કવિરાજ ઉમેશચન્દ્ર દત્ત કર્યો છે. આ ટક ગ્રન્થ ઉપરાંત અગ્નિપુરાણુ જેવા ગ્રન્થમાં અવૈદ્યક સંબંધી પ્રકરણે મળે છે.
પણ અવૈધકના ઉપલબ્ધ સાહિત્યમાંથી બે ગ્રન્થ (૧) જયદત્તસૂરિકૃત અવૈદ્યક, અને (૨) નકુલકૃત અશ્વચિકિત્સા બંગાલ ર. એ. સે. તરફથી “બિબ્લેથિકા ઈન્ડિકા” સિરીઝમાં છપાયેલ છે.
પડવે વિરાટનગરમાં છૂપે વેષે રહ્યા ત્યારે નકુલે વિરાટ રાજાના ઘોડાઓની સંભાળ રાખવાનું અને સહદેવે ગાની સંભાળનું કામ માથે લીધેલું એ મહાભારતીય આખ્યાયિકાને પરિણામે નકુલના નામે અશ્વચિકિત્સાનો ગ્રન્થ ચડ્યો હોય એવો સંભવ છે.
૧. એજન, પૃ. ૩૭૯ થી ૩૮૨. ૨. એજન, પૃ. ૩૯૪. ૩. એજન, પૃ. ૩૭૫. ૪. જુઓ કીથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરચર', પૃ. ૪૬૫. ૫. વેધરાજ જા. ત્રિ. આચાર્ય પાસે હાથપ્રત છે. ૬, જુઓ મહાભારત, વિરાટપર્વ.
Page #100
--------------------------------------------------------------------------
________________
આયુર્વે દની સંહિતાઓ
[ &t
અશ્વચિક્રિત્સાને ર્ભ તા કદાચ હસ્તિચિકિત્સા સાથે ઈ. સ. પૂર્વે ત્રીજા—ચેાથા શતકમાં થયા હશે, પણ શાલિહેત્રના સમય માટે ચાક્કસ પુરાવા ગણાય એવું તે પંચત ંત્ર (૫-૭૯)માં ઘેાડાના દાહ ઉપર વાંદરાની ચરખીની ચિકિત્સા શાલિહેાત્રના નામથી આપી છે એ ‘ઉદાહરણને ગણુવું પડશે. અને અત્યારે ઉપર નાંધેલા જે બે ગ્રન્થા છપાયેલા છે તેમાંથી એક વિજયદત્તના પુત્ર મહાસામન્ત જયદત્તસૂરિના અશ્વવૈદ્યની હાથપ્રત ઈ. સ. ૧૪૨૪ની મળે છેર અને તેમાં અફીણુને ઉલ્લેખ છે એ જોતાં એ ગ્રન્થને ઈ. સ. ૧૩ મા શતકના માની શકાય. ખીજા નકુલના અશ્વચિકિત્સા ગ્રન્થની ઈ. સ. ૧૩૬૪ની હાથપ્રત નેપાળમાંથી મળી છે.૩ એટલે તે પહેલાંના એ ગ્રન્થ ખરા જ. જયદત્તના અશ્વવૈદ્યકમાં ૬૮ અધ્યાષા છે, જ્યારે નકુલની અશ્વચિકિત્સામાં ૧૮ અધ્યાયો છે. શાલિહેાત્રીયશાસ્ત્ર જોઈને પેાતે ગ્રન્થ લખ્યા છે એમ નકુલ કહે છે. જયદત્ત પણ શાલિહેાત્રશાસ્ત્રના ઉલ્લેખ કરે છે.
'
પણ જયદત્તમાં નકુક્ષનો ઉલ્લેખ નથી. વળી શા ગધરપતિમાં જયદેવના કહીને અશ્વશાસ્ત્રને લગતા થાડા ક્ષેાકા ઉતાર્યા છે.૪ હવે આ જયદેવ જો ‘ગીતગાવિંદ'ના કર્તા જ હાયા અનેા સમય બારમું શ્રુતક છે, પણ એમ ન હેાય તેાપણુ જયદત્તસૂરિના સમય ૧૩ મા શતકથી બહુ દૂર નથી અને નકુલનેા ગ્રન્થ તે પહેલાંના પશુ બહુ જૂના નહિ એમ લાગે છે; જોકે ચાસ
પુરાવા નથી.
જયદત્તસૂરિના ગ્રન્થ ધાડાના રાગાની ચિકિત્સાના સંપૂર્ણ અન્ય છે. સામાન્ય આયુર્વેદિક પદ્ધતિને એનાં નિદાન-ચિકિત્સા
૧, મેડિસીન, જેલી, પૃ. ૧૪,
૨. એજન.
૩, એજન તથા એની ફ્રૂટનેટ ૮,
૪, જીએ અશ્વવૈદ્યકની કવિરાજ ઉમેશચદ્ર દત્તની પ્રસ્તાવના,
Page #101
--------------------------------------------------------------------------
________________
૨]
આયુર્વેદને ઇતિહાસ અનુસરે છે. ઔષધ આયુર્વેદેક્ત છે, પણ ઘેડાની જાત, ઘેડાનું વય ઓળખવાની રીત, ઘોડાને ખોરાક અને ઘોડાને થતા ખાસ રોગો વગેરેનું વર્ણન પણ એમાં છે.
પાલકાપ્યને હત્યાયુર્વેદ હરત્યાયુર્વેદના કર્તા પાલકાય મુનિ વિશે એવી દંતકથા છે કે રાજા દશરથના સમકાલીન, અંગદેશ-ચંપાના રાજા રામપાદ કે લેમપાદ, કે જેઓ ઋષ્યશૃંગ મુનિના સસરા થાય, તેઓએ પાલકાય મુનિને હાથીઓને વશ કરવાની વિદ્યા શીખવા માટે લાવ્યા હતા. લેકમાનસની કલ્પનાએ હત્યાયુર્વેદના ઉપદેશક પાલકાયને સામગાયનાખ્ય મુનિના વીર્યથી હાથણીના પુત્ર કપ્યા છે.
હરત્યાયુર્વેદ એ મેટ ગ્રન્થ છે. પૂનાની આનન્દાશ્રમ સિરીઝમાં છપાયે છે. આ ગ્રન્થમાં હાથીઓના રોગો અને તેની ચિકિત્સાના વર્ણન સાથે હાથીઓનાં લક્ષણો, હાથીઓના વર્ગો, હાથીને પકડવાની તથા પાળવાની રીત વગેરે પણ છે.
હરત્યાયુર્વેદમાં ચાર વિભાગ કે સ્થાન છે: (૧) મહારગસ્થાન, જેમાં મહારગોનું વર્ણન છે, (૨) ક્ષુદ્રરોગસ્થાન, (૩) શલ્યસ્થાન. જેમાં હાથીઓની શસ્ત્રચિકિત્સાનું વર્ણન છે; શારીર, ગર્ભાવક્રાન્તિ, શસ્ત્રો અને યન્ત્ર વગેરેનું વર્ણન પણ આ સ્થાનમાં જ છે, અને (૪) ઉત્તરસ્થાન. આ ચાર સ્થાનમાં કુલ ૧૬૦ અધ્યા છે અને હાથીના લગભગ ૧૮૨ રેગનું વર્ણન છે.
પાલકાયના આ હત્યાયુવેરને સમય નક્કી કરવાનું કાંઈ સાધન નથી. એટલી વાત ચોક્કસ છે કે હાથીઓને પાળવાની વાત મહાભારતમાં છે; એટલું જ નહિ, પણ ઈ. સ. પૂર્વે ચોથા
૧. હાલના ભાગલપુર શહેરથી ૨૪ માઈલ ઉપર આવેલા પાથરધાટને કનિંગહામે ચંપા માન્યું છે. (જુઓ “હિસ્ટરી એફ ઇડિયન મેડિસિન', ગં, ૨, ૫, ૪૦૦)
Page #102
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[ ૯૩
શતકમાં મગધમાં ગ્રીક એલચી તરીકે રહી જનાર મેગેસ્થિનિસને ભારતમાં હાથીઆને પાળવામાં આવતા એ હકીકતની તેા ખબર છે જ; પણ હાથીઓના આંખના રાગ ઉપર દૂધના ઉપયાગની અને ખીજા રાગા તથા ત્રણા ઉપર ગરમ પાણી, ડુક્કરનું માંસ, આસવ અને ધીના ઔષધ તરીકે ઉપયોગની પણ ખબર છે. ૧ એટલે હાથીઓની ચિકિત્સાને કાંઈક પ્રચાર ઈ. સ. પૂર્વે ચેાથા શતકમાંચે હતા. પછી અરીકે કાતરાવેલા શિલાલેખમાં મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા માટે ઔષધેાની વ્યવસ્થા પાતે કરી હાવાનું કહેલું છે. મતલબ કે ઈ. સ. પૂર્વે ત્રીજા શતકમાં પશુચિકિત્સા આ દેશમાં કાઈક રૂપમાં હતી ખરી ર
ઈ. સ. ચેાથા શતકના સિલાનના રાજા બુધદાસે જેમ પેાતાના લશ્કરમાં માણુસા માટે ચિકિત્સકેા રાખ્યા હતા તેમ હાથી અને ઘેાડાઓ માટે પણ રાખ્યા હતા.
આ રીતે ઈ. સ. પૂર્વે ચેાથા શ્રુતકથી હાથીનું અને ધણું કરી ઘેાડાનું પણ કાંઈક વૈદ્યક શરૂ થયું હશે. હસ્ત્યાયુવેદની સમગ્ર રચના ચરક-સુશ્રુતને અનુસરે છે એ જોતાં એ સ ંહિતા એ પૂર્ણ થયા પછી દૃઢખલ પહેલાં કે પછી એ ગ્રન્થ રચાયા હાવા જોઈ ઍ. ખીજી તરફથી એથ્નીની ઈ. સ. ૧૦૩૦)એ હાથીઓના વૈદ્યક સબંધી કાઈક ગ્રન્થનું ઉદાહરણ આપ્યું છે, એ જોતાં ખીજો ચેાક્કસ પુરાવા ન મળી આવે ત્યાંસુધી ઈ. સ. ૧૧ મા શતક પહેલાં અને ધણું કરી ઈ. સ. ચેાથા–પાંચમા શતકમાં હત્સ્યાયુવેદ રચાયા છે એમ માનવું ચેાગ્ય છે.
૧, જીએ મેડિસિન, જેલી, પૃ. ૧૪.
૨. ઇન્ક્રિપ્શન્સ આક્ અશાક, પૃ. ૫૧ અને ૬૬.
૩. મેડિસિન, જોલી, પૃ. ૧૪.
૪. એજન.
Page #103
--------------------------------------------------------------------------
________________
હ૪ ]
આયુર્વેદને ઈતિહાસ હરત્યાયુર્વેદના રેગોનું વર્ગીકરણ, નિદાન, ચિકિત્સાક્રમ ઈત્યાદિ સામાન્ય આયુર્વેદના ઘેરણને અનુસરે છે, છતાં એમાં હાથીઓને જ ખાસ થતા રોગો(દા. ત., મદરેગ વગેરે)નું વર્ણન તથા એની ચિકિત્સા વગેરે ઘણું નવું વસ્તુ છે.
હત્યાયુર્વેદ ઉપરાંત “માતંગલીલા' નામને એક હાથીઓના વૈદ્યકને લગત નારાયણને રચેલે ગ્રન્થ છે, જે ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝમાં છપાયે છે. આ ગ્રન્થના કર્તા પણ પાલકાય મુનિને જ હરત્યાયુર્વેદના આદિ આચાર્ય ગણે છે. કીથ આ ગ્રન્થને એની ભાષા, પદ્યરચના વગેરે ઉપરથી આધુનિક કહે છે.
અશ્વવેદ્યક અને ગજવૈદ્યક પેઠે ગવૈદ્યકનાં કે બીજાં પશુઓનાં વૈદ્યકનાં જુદાં પુસ્તકે મળતાં નથી, પણ ૧૪ મા શતકના “શાર્ગધરપદ્ધતિ” નામના ગ્રન્થમાં બકરાં, ગાય વગેરેની ચિકિત્સાના પણ છેડા શ્લેકે છે.
વૃક્ષાયુવેદ– આયુર્વેદાચાર્યોએ વૃક્ષને પણ સચેતન માનેલ છે અને તેની ચિકિત્સા ઉપર ધ્યાન આપ્યું છે. અત્યારે શાગધરપદ્ધતિમાં વૃક્ષાયુર્વેદ અથવા ઉપવનવિનોદ નામનું ૨૩૬ શ્લેકેનું એક પ્રકરણ જળવાઈ રહ્યું છે અને આ વિષયમાં એ જ જેવા જેવું છે. જોકે રાઘવભટ્ટને “વૃક્ષાયુર્વેદ” નામને બીજે પણ ગ્રન્થ મળે છે.
૧. સંસ્કૃત કાવ્યસાહિત્યમાં હાથીઓના મદની ગન્ધની ઘણું વાત આવે છે. એ મદ એક જાતનો હાથીનો રાગ છે, અને હાથીના લમણે ઉપરના સ્ત્રાવમાંથી ખાસ જાતની ઉગ્ર ગંધ આવે છે.
૨. “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ૫, ૪૬૫.
૩. જુઓ ચરસંહિતા (સૂ. ૧, ૨, ૪૮)ની ચક્રપાણિની ટીકા, જેમાં નીચેને શ્લેક ટીકાકાર ઉતાર્યા છે :
अन्तःसंज्ञा भवन्त्येते सुखदुःखसमन्विताः।
Page #104
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
વિલુસ તંત્રો અને સંહિતાઓ ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા એ બે સંપૂર્ણ અને ભેલ તથા કાશ્યપ એ બે અપૂર્ણ સંહિતાઓ ઉપરાંત કાયચિકિત્સા આદિ ભિન્ન ભિન્ન અંગેના અનેક ગ્રન્થ ડહલનાદિ પ્રસિદ્ધ ટીકાકારેના સમયમાં વિદ્યમાન હતા એમ જુદી જુદી ટીકાઓમાં આપેલાં ઉદાહરણોથી દેખાય છે. કવિરાજ ગણનાથ સેને જુદી જુદી ટીકાઓમાંથી આ લુપ્ત પ્રત્યેની યાદી “પ્રત્યક્ષશારીરના ઉપોદઘાતમાં જુદી તારવી છે. એમણે નમૂનાનાં ઉદાહરણ પણ ઉતાર્યા છે તે છોડી દઈને નીચે લુપ્ત ગ્રંથની યાદી જ “પ્રત્યક્ષશારીર' ના ઉપઘાતમાંથી ઉતારવામાં આવે છે –
કાયચિકિત્સાનાં તન્નો-(૧) અગ્નિવેશતત્ર, (૨) જક્તકર્ણસંહિતા, (૩) પરાશરસંહિતા, (૪) ક્ષારપાણિસંહિતા, (૫) હારીતસંહિતા, (૬) ખરનાદસંહિતા, (૭) વિશ્વામિત્રસંહિતા, (૮) અગત્યસંહિતા, (૯) અત્રિસંહિતા.૪
શયતંત્રો–(૧૦) ઔપધેનવતંત્ર, (૧૧) ઔરબ્રન્ટ, (૧૨) વૃદ્ધસુશ્રુતતન્ન, (૧૩) પૌષ્કલાવતતન્ન, (૧૪) વૈતરણતત્ર,
૧. આ અગ્નિવેશતંત્ર ચરકસંહિતાથી જુદું છે એમ તેમાંથી ઉતારેલા પાઠોથી જણાય છે.
૨, હારીતસંહિતા છપાયેલી છે તે તે આધુનિક છે. એ નામના પ્રાચીન તંત્રમાંથી ટીકાઓમાં પાઠે ઉતારેલા મળે છે.
૩. ખરનાદસંહિતા ઉપરના ન્યાસની હાથપ્રતનું સાતમાથી નવમાં શતક વચ્ચે લખાયેલું એક પાનું ગિલગિટમાંથી મળ્યું છે. ( જુઓ આયુર્વેદવિજ્ઞાન, પુ. ૨૨, પૃ. ૨૧૩)
૪. અત્રિસંહિતાનું નામ પ્રસિદ્ધ છે અને છપાયેલ છે, પણ એને કઈ પાઠ કઈ ટીકામાં ઉતારેલે મળતું નથી એટલે એનું અસ્તિત્વ સંદિગ્ધ છે. આત્રેયસંહિતા તે અર્વાચીન છે. | પ, સુકૃતમાં ઔષધેનવ, ઔરબ્રના તંત્રે ઉલ્લેખ કર્યો છે (સૂ ૪-૯), પણ એમાંથી કઈ ઉતારશ કવિરાજ ગણનાથ સેનને મળ્યો નથી.'
Page #105
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ (૧૫) ભજતસ્ત્ર, (૧૬) કરવીર્યતન્ન, (૧૭) ગપુરક્ષિતત૧ (૧૮) ભાલકિતન્ન, (૧૯) કપિલટન્ટ, (૨૦) ગતિમત~.
શાલાથતંત્રો – (૨૧) વિદેહતત્ર, (૨૨) નિમિત−, (૨૩) કાંકાચનતન્ન,૩ (૨૪-૨૫) ગાર્મેન્ટ અને ગાલવતન્ન, (૨૬) સાત્યકિતન્ન, (૨૭) શૌનક્તન્ન, (૨૮) કરાલતન્ત્ર, (૨૯) ચક્ષુષ્યતન્ચ, (૩૦) કૃષ્ણાયતન્ચ.
ભૂતવિદ્યાતંત્રો–ભૂતવિદ્યા નામનું આયુર્વેદનું અંગ પ્રસિદ્ધ છે. એ વિદ્યાનું બીજ સુશ્રુત-વાડ્મટમાં મળે છે (સુશ્રુત ઉત્તરસ્થાન અ. ૬, વાલ્મટ ઉ. અ. ૪, ૫ વગેરે), પણ એના કોઈ ગળે મળતા નથી એમ કવિરાજ ગણનાથ સેન કહે છે.
કૌમારભૂત્યતન્નો—(૩૧) જીવતત્ર, (૩૨) પાર્વતકતસ્ત્ર, (૩૩) બધતન્ન, (૩૪) હિરણ્યાક્ષતત્ર. ' અગદતન્નો-(૩૫) કાશ્યપસંહિતા, (૩૬) અલંબાયનસંહિતા, (૩૭) સનકસંહિતા કે શૌનકસંહિતા, (૩૮) ઉશનઃસંહિતા,૫ (૩૯) લાટયાયનસંહિતા.
૧, આ તંત્રોમાંથી પાઠ મળ્યા નથી.
૨. ગાય અને ઘોડાના વૈદ્યક ઉપર ગૌતમસહિતા છે એમ સાંભળ્યું છે, એમ કવિરાજ ગણનાથ સેન કહે છે.
૩. કાકાયનનું નામ ચરકમાં મળે છે, પણ એના તંત્રમાંથી કોઈ ઉતારે મળ્યો નથી.
. ૩૫, ૩૨, ૩૩ આ ત્રણેયમાંથી કોઈ પાઠ ઉતારો મળ્યો નથી, પણ હમણું કાશ્યપ સંહિતા કે વૃદ્ધજીવત– મળી આવેલ છે, જેની નોંધ ઉપર કરી છે.
૫. ઉશન:સંહિતાની વૃદ્ધ વૈદ્યમાં પ્રસિદ્ધિ છે, પણ એમાંથી ઉતારે મળ્યા નથી,
Page #106
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૭ રસાયનતત્વો-(૪૦) પાતંજલતત્ર, (૪૧, ૪૨) વ્યાડિતન્ન અને વશિષ્ટતત્ર, (૪૩) માંડવ્યતન્ન, (૪૪) નાગાર્જુન, (૪૫) કક્ષપુટતન્ન, અને (૪૬) આરોગ્યમંજરી.૪
વાજીકરણતત્ર—(૪૬) કુસુમારત–.૫
અહીં જે યાદી પ્રત્યક્ષશારીર”ના ઉદ્દઘાતમાંથી ઉતારી છે, તે યાદીમાં કેટલાંક તે નામે જ મળે છે અને કેટલાંકનાં નામથી થોડાં વધારે ઉદાહરણ મળ્યાં છે, પણ એ ગ્રન્થ કયારે રચાયા એ કહેવું મુશ્કેલ છે. કોઈ કોઈ ત ચરકસંહિતા અને સુશ્રતસંહિતા પ્રતિસંસ્કૃત થઈને સંપૂર્ણ થઈ તે પહેલાં પણ રચાયા હોય. અલબત્ત, ટીકાઓમાં મળી આવતાં ઉદાહરણેમાંથી કોઈ વૈદિક ભાષામાં નથી, એટલે ભારતકાળથી આરંભી ટીકાકારોના વખત સુધીમાં, જેનાં ઉદાહરણ ટીકાઓમાં મળ્યાં છે, તે મળે રચાયા હેવા જોઈએ.
પ્રાચીન બૌદ્ધ સાહિત્ય અને આયુર્વેદ
પ્રાચીનતમ બૌદ્ધ સાહિત્ય—ત્રિપિટકમાં છૂટક ઉલ્લેખે વૈદ્યકના કહેવાય એવા મળી આવે, પણ અગત્યનાં ગણાય અને આયુર્વેદના ઇતિહાસ ઉપર કોઈ પણ પ્રકાશ નાખે એવા તે બે પ્રકરણે મારા ધ્યાનમાં છે. એક તો વિનયપિટકના મહાવગ્નમાં છવક કુમારભાગ્ય
૧. પાતંજલતંત્રમાંથી પાઠનો ઉતારે મળે છે. આ પતંજલિ એ જ મહાભાગ્યકાર કે યોગસૂત્રકાર એવું માનવા માટે કોઈ પુરાવા નથી. - ૨. (૪૧), (૪૨), (૪૩) આ ત્રણેય તંત્રો નામથી પ્રસિદ્ધ છે. એમાંથી કવિરાજ ગણનાથ સેનને ઉતારા મળ્યા નથી.
૩. નાગાર્જુન વિષયક ઉલ્લેખ ઉપર આવી ગયા છે.
૪. (૪૫), (૪૬) ગ્રન્થો નાગાર્જુનના મનાય છે. . . પ. આ નામ પ્રાચીન વાજીકરણતંત્રનું પ્રસિદ્ધ છે, પણું એમાંથી ઉતારા મળ્યા નથી અને મ. મ. મથુરાપ્રસાદ દીક્ષિત સંપાદિત ૧૯૨૨માં બહાર પડયું છે તે તો આધુનિક જણાય છે.' - - - - -
Page #107
--------------------------------------------------------------------------
________________
હ૮
આયુર્વેદનો ઈતિહપ્ત (કૌમારભૃત્ય)ની કથા.૧ આ કથામાંથી આયુર્વેદ, જેને એ ગ્રન્થમાં એક શિ૯૫ કહેલ છે, તેના શિક્ષણ માટે તક્ષશિલામાં ખાસ સગવડ હેવાનું સિદ્ધ થાય છે. અને બીજું એક છવક નામના કૌમારભૂત્યના આચાર્યને ડહલનની ટીકામાં, કાશ્યપ સંહિતામાં તથા નવનીતકમાં ઉલ્લેખ મળે છે. અને આ બૌદ્ધ છવકને પણ કુમારભચ્ચ (કૌમારભૃત્ય) કહેલ છે, એ સામ્ય સૂચક છે. છવકના શસ્ત્રક્રિયા સંબંધી તથા વિરેચનાદિ ચિકિત્સા સંબંધી જે ચમત્કારોનું વર્ણન વિનયપિટકમાં છે, તે તે એ પ્રકારની પૌરાણિક કથાઓ પેઠે ઇતિહાસમાં ઉપક્ષણય જ છે.
આ જીવનની કથા ઉપરાંત વિનયપિટકમાં જ એક ભજ્યસ્કંધ છે. તેમાંથી પણ આયુર્વેદના ઇતિહાસ ઉપર થડે પ્રકાશ મળે છે.
એ ભૈષજ્યકંધના જ શબ્દ નીચે ઉતાર્યા છે :
એ વખતે ભગવાન શ્રાવસ્તીમાં અનાથપિંડના આરામ જેતવનમાં વિહાર કરતા હતા. એ વખતે ભિક્ષુઓ શરદ (ટાઢિયા) તાવના રોગમાંથી ઊઠ્યા હતા. એટલે યવાગુ પીએ તે તેની અને ભાત ખાય તે તેની ઊલટી થઈ જતી હતી. તેથી ભિક્ષુઓ કૃશ, દુર્વર્ણ અને પીળા તથા ધમનિસતત થઈ ગયા હતા. - “અને ભિક્ષુઓની આ સ્થિતિને વિચાર કરીને આહારનું કામ કરી શકે છતાં યૂળ આહાર ન ગણાય પણ હૈષમ્ય ગણાય એવી વસ્તુમાં ઘી, માખણ, તેલ, મધ અને ખાંડનો વિચાર કર્યો અને
૧. વિનયપિટકના શ્રી રાહુલ સાંસ્કૃત્યાયને કરેલા અને સારનાથની મહાબોધિ સેસાયટીએ છપાવેલા હિંદી ભાષાન્તર ૫. ૨૬૬ થી ૨૭૪ માં છવક કૌમારભૃત્યનું ચરિત્ર આપ્યું છે, અને તેમાંથી “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨૦, ૫. ૨૦ માં ઉતાર્યું છે. .
૨. એજન, પૃ. ૨૧૫ થી ૨૨.
Page #108
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતાઓ
[ r
એ પાંચની ભિક્ષુઓને અનુમતિ આપી.” આમાં દૂધના ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવું છે. પછી રીંછ, માલાં, સૂવર, ગધેડાં વગેરેની ચરબી પકાવી તેલની સાથે મેળવીને લેવાની અનુમતિ આપી.
પછી દવાઓની જરૂર પડતાં હળદર, આદુ, વજ, અતિવિષ, વાળા, નાગરમોથ વગેરે જળવાળા મૂળરૂપ દવાઓની અનુમતિ અને તેને વાટવા માટે ખલબત્તાની પણ અનુમતિ આપી.
પછી લીંબડાને કષાય, કડાછાલને કષાય, પટાલ કષાય, કરંજના કષાય અને બીજા પણુ કષાયાની અનુમતિ આપી.
પછી પત્રરૂપ દવાઓ, જેમકે લીંબડાનાં પાન, કડાછાલનાં પાન, પટેાલનાં પાન, તુળસીનાં પાન, કપાસનાં પાન વગેરે પાનની અનુમતિ આપી.
પછી ફળરૂપ ાએ, જેમકે વાવડિંગ, પીપર, મરી, હરડાં, બહેડાં, આમળાં વગેરેની અને હિંગ, સજ્જીત ગુ' વગેરે ગુની અનુમતિ આપી.
લવણા—મીઠું, સંચળ, સિ ંધાલૂણુ, વાનસ્પતિક લવણું ( કર્યું ?) અને જે કાઈ ખીજું પ્રચલિત હાય તેની અનુમતિ આપી.
ચૂÇરૂપ દવાની અનુમતિ તથા એ માટેનાં ખાણિયા, મુસળ તથા ચાળણીની અનુમતિ આપી.
રાગોનાં નામેામાં સ્થૂળકક્ષ ( દાદર ), ખુજલી, ફેાલા, આસ્રાવ, ભૂતપ્રેતથી થતા રોગ એટલાં મળે છે.
અંજન—અંજનદાની અને અંજનની સળીનેા ઉલ્લેખ છે. માથે લગાડવાનાં તેલનેા અને નસ્યના તથા નસ્ય નાખવાની તળાતા ઉલ્લેખ છે.
ધૂમપાનનું તથા ઘૂમની વાટ તથા શ ંખ, સાનું, રૂપું વગેરેનાં મનેત્રના ઉલ્લેખ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦.]
- આયુર્વેદને ઈતિહાસ પકાવેલા તેલને ઉલ્લેખ છે, અને ઘીને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. સ્વેદના પ્રકારે પણું વર્ણવ્યા છે.
સ્નેહકર્મ, સ્વેદકર્મ, વિરેચન, શિરાધ-ફસ ખોલવી, શસ્ત્રકર્મ, મલમપટ્ટા અને વ્રણરોપણ તેનો ઉલ્લેખ છે. સર્પવિષ અને વિષભક્ષણ ઉપર ઝાડ, પેશાબ, રાખ અને માટી લેવાની અનુમતિ છે.
પાંડુરંગ ઉપર ગેમૂત્રવાળી હરડે આપવાનો ઉલ્લેખ છે. ગંધકના લેપને ઉલ્લેખ છે.
આ ઉલ્લેખમાં વીગત તો છેડી છે, પણ જે છે તે પ્રસંગે પાત્ત હોવાથી તથા ચમત્કાર મિશ્રિત ન હોવાથી વસ્તુસ્થિતિની સારી નિદર્શક છે. વૈદ્યકની ચરકેત પદ્ધતિ એ વખતે પ્રચલિત હોય એમ ચેખું દેખાય છે, જોકે કઈ ગ્રન્થનું નામ નથી લખ્યું.
આ વિનયપિટક બૌદ્ધ પાલિ સાહિત્યમાં જે જૂનામાં જૂના ગ્રન્થ છે તેમાંનું એક છે અને ખુબ અતિહાસિક ઊહાપોહ કર્યા પછી તદ્વિદે ઈ.સ. પૂર્વે ત્રીજા શતકમાં વિનયપિટકને મૂકે છે. એ જોતાં ઈ. સ. પૂર્વે ત્રીજા શતક પહેલાં આયુર્વેદને ઠીક પ્રચાર હતું, એનું ખાસ શિક્ષણ આપવામાં આવતું અને લેકેની વૈદ્યો ઉપર તેઓ ઘણા ચમત્કાર કરી શકે એવી શ્રદ્ધા હતી, વગેરે વૈદકના ઇતિહાસમાં ઘણું અગત્યના નિર્ણયે ફલિત થાય છે.
અર્થશાસ્ત્ર અને આયુર્વેદ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કૌટિલીય અર્થશાસ્ત્રનું સ્થાન વિશિષ્ટ છે. વેદત્તરકાલીન પ્રાચીન ગ્રન્થમાં અર્થશાસ્ત્ર પણ એક છે. કૌટિલીય અર્થશાસ્ત્રના સમય માટે બહુ વિવાદ થયો છે. નન્દવંશને નાશ કરી મૌર્ય ચંદ્રગુપ્તને મગધની ગાદી ઉપર બેસાડનાર ચાણક્ય એ જ આ અર્થશાસ્ત્રને કર્તા એમ ગણીને કેટલાક ૧. જુઓ વિન્ટરનિઝનું “હિસ્ટરી ઓફ ઈંડિયન લિટરેચર' ગ્રંથ ૨, પૃ. ૧
Page #110
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૦૧
અ
એને ઈ. સ. પૂર્વે ચેાથા શતકમાં મૂકે છે, જ્યારે ખીજા શાસ્ત્રની પરંપરા એટલી કે એથીયે વધારે જૂની હાવાનું સ્વીકારે છે, પણ ઉપલબ્ધ અર્થશાસ્ત્રના સમય ઈ. સ. ૩૦૦ માં મૂકે છે.ર કૌટિલીય અર્થશાસ્ત્ર જૂના કાળમાં પ્રચલિત ધણી વિદ્યાઓના પરિચય દર્શાવે છે. તેમાં આયુવેંદના પશુ કેટલાક પરિચય દર્શાવે છે. પહેલું તેા અર્થશાસ્ત્રના કંટકશાધન નામના ચોથા અધિકરણમાં આશુમૃતકપરીક્ષા ' નામનું પ્રકરણ છે. હાલમાં વ્યવહાર વૈદ્યક ( Medical Jurisprudence)ને અંગે જે મૃતકપરીક્ષા (Postmortem Examination) કરવામાં આવે છે તેનું, અશાસ્ત્રમાં જળવાઈ રહેલું આ પ્રકરણ પ્રાચીનતમ રૂપ છે.
'
વળી આયુર્વેદના ચરક-સુશ્રુતાદિ ગ્રન્થામાં આ પ્રકરણ છે જ નહિ એ કારણથી પણ અર્થશાસ્ત્રના આ પ્રકરણની વિશેષ કિંમત છે. અશાસ્ત્રમાં કેાઈના મરણુ વિશે શંકા પડતાં મરણ શાથી— ભારથી, કાંસાથી, પાણીમાં ડૂબી જવાથી કે ઝેરથી થયું છે તે નક્કી કરવા માટે જે સાદી પરીક્ષા કહી છે તે આયુર્વેદને અનુસરતી જ છે. અશાસ્ત્રમાં ટૂંકામાં જે આશુશ્રૃતકપરીક્ષા આપી છે તે વ્યવહારાયુર્વેદનું કાઈ ખૂનું તંત્ર પહેલાં હશે તેમાંથી ઉતારી હાવાના સંભવ છે. અશાસ્ત્રમાં એ રીતે ખીજાં તત્રામાંથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લગતી વાતા સગ્રહેલી છે એ પ્રસિદ્ધ છે.
વળી, રાજાને પાતાને ખારાક વગેરેમાં ઝેર અપાવાની તથા વિષકન્યાના ઉપયાગની એ જમાનામાં ખીક રહેતી તેમ જ શત્રુઓ
૧. વિન્સેન્ટ સ્મિથની · અલી હિસ્ટરી આફ ઇંડિયા', આ ૩, રૃ, ૧૩૭ તથા ‘ભારતીય ઇતિહાસકી રૂપરેખા ', ત્ર, ૨, પૃ. ૨૬૨થી આગળ.
૨. કીથનું ‘હિસ્ટરી આક્ સસ્કૃત લિટરેચર', ૧૯૨૯, પૃ. ૪૬૧.
૩, ‘આયુર્વેદ વિજ્ઞાન’, પુ, ૨૧, અંક ૧માં આશુશ્રૃતકપરીક્ષાઓને આખા કટકા ઉતાર્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ] *
આયુર્વેદને ઈતિહાસ તરફથી લશ્કરના માર્ગનાં જળાશયમાં ઝેર મેળવવાની જૂના જમાનામાં બીક રહેતી અને એ માટે રાજાના રસેડા ઉપર તથા લશ્કર સાથે એક કે વધારે વૈદ્યને રાખવાને એ વખતે રિવાજ હતો. સુશ્રત કહે છે તેમ વૈદ્યોને તંબૂ લશ્કરની છાવણીમાં રાજાના તંબૂની નજીકમાં જ રાખવામાં આવતો હશે અને તે ઉપર ધજા રહેતી હશે, જેથી દૂરથી દેખાય.
રાજાને માટે આવેલું અન્ન વિષમુક્ત છે કે નહિ તેની પરીક્ષા માટે અર્થશાસ્ત્રમાં જે સૂચનાઓ આપેલી છે તે સુકૃત (કલ્પસ્થાન, અ. ૧)નાં તષિયક વચને સાથે સરખાવવાથી સ્પષ્ટ દેખાય છે કે અર્થશાસ્ત્ર તથા સુશ્રતે અગદતંત્રના કેઈ ગ્રન્થમાંથી એકસરખા ઉતારો કર્યો છે, તે પણ સુશ્રુતને એ વિષયની ખબર હોવાથી એનાં વચને સ્પષ્ટાર્થ છે ત્યારે અર્થશાસ્ત્રનાં વચને અસ્પષ્ટાર્થ છે. આ અગરતંત્રના જાણકારને અર્થશાસ્ત્ર જાંબલીવિદ કહે છે.
તન્ત્રયુક્તિઓનું અર્થશાસ્ત્રમાં તથા ચરમાં વર્ણન છે. અર્થશાસ્ત્રમાં ૩૨ તત્રયુક્તિઓ કહેલ છે (અ. ૧૫, આ ૧), જ્યારે ચરકમાં ૩૫ છે; પણ બેયમાં ઘણું તન્ત્રયુક્તિઓ એક જ ૧. સુકૃત ક. અ, ૧ તથા જુઓ અર્થશાસ્ત્રનું નીચેનું વચન –
ત્રિવિણ: શત્રત્રાનgવત્રતા હિાયથાગવાનરક્ષિs: gઠતોડનુછેદ (અ. ૧૦-૩) આ વૈદ્ય કે વૈદ્યો લડાઈમાં વાગેલા ધા ઉપર પાટાપિંડી કરવાનું કામ પણ કરતા. રસેડાના ઉપરી તરીકે વૈદ્યને રાખવાને રિવાજ મધ્યકાળમાં પણ હતો. ચક્રપાણિદત્ત પોતાના પિતાને ગૌડાધિનાથના રસેડાને અધિકારી કહે છે.
૨. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન” પુ ૨૧, અં. ૧ માં આયુર્વેદ અને અર્થશાસ્ત્ર નામનો મારે લેખ.
૩. તમારા ગારીવિ મિષગથારનાર છું: કૌટિલીય અર્થશાસ્ત્ર, ૧-૨૧.
Page #112
--------------------------------------------------------------------------
________________
અરજુની સહિતાએ
[ ૧૦૭ છે. ચરકસંહિતાને તત્રયુક્તિવાળે છે અધ્યાય દઢબલને છે અને અર્થશાસ્ત્રના તત્રયુક્તિવાળા અધ્યાય પછી લખાય લાગે છે.
કૌટિલીય અર્થશાસ્ત્ર (અ. ૪, અ. ૧)માં શરીરને જોખમ છે એવું પહેલેથી કહ્યા વગર ઉપચાર કરે અથવા એની ભૂલથી દર્દી મરણ પામે તે દંડ કરવાનું વિધાન છે; જ્યારે રાજાની રજા લઈને જોખમવાળી શસ્ત્રક્રિયા કરવી એમ સુશ્રુતે કહ્યું જ છે.
કામશાસ્ત્ર અને આયુર્વેદ અર્થશાસ્ત્ર જે પણ એથી જરા વધારે વ્યવસ્થિત અને તૃતીય પુરુષાર્થ કામની શાસ્ત્રીય ચર્ચા કરનારો એ વિષયનો જનામાં જને પ્રમાણભૂત ગ્રન્થ તે વાસ્યાયનનું કામશાસ્ત્ર છે. આ ગ્રન્થના સમય વિશે પણ ઘણી ચર્ચા થયા છતાં છેવટને નિર્ણય થયું નથી, પણ સામાન્ય વલણ અર્થશાસ્ત્ર પછી ઈ. સ.ના ચોથા શતકમાં કામશાસ્ત્રને મૂકવા તરફ છે.
આ કામશાસ્ત્રની ચરક-સુશ્રતને ખબર નથી, જોકે વાગભટને છે. એથી ઊલટું કામશાસ્ત્રને આયુર્વેદની ખબર છે. કામસૂત્રકાર સ્પષ્ટ કહે છે કે–
आयुर्वेदाच्च वेदाच्च विद्यातन्त्रेभ्यः एव च । आप्तेभ्यश्चावबोद्धव्या योगा ये प्रीतिकारकाः॥
-કામશાસ્ત્ર, ૭. ૧. ૪૯ ૧. સુપ્રત ચિ. અ. ૭, . ૨૯.
૨. જુઓ કીથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર', ૧૯૨૮, પૃ. ૪૬૯ તથા તેની પાદટિપ્પણુઓ. કીથ તે ઈ. સ. પાંચસે સુધી ખેંચી જવાનું વલણ ધરાવે છે, જ્યારે શ્રી હારાણચન્દ્ર ચાકલાદાર જેવા કામસૂત્રને ઈ. સ. ત્રીજા સૈકાના ઉત્તરાર્થને ગ્રન્ય ગણે છે. (જુઓ એમનું Studies in V. Kamasutra, 1929 )
૩. વાડ્મટ (ઉ, અ. ૪૦, . ૪૧) અમરત્રવિહિતામનવવાન એમ કહે છે ત્યાં આ વાત્સ્યાયનનું કામશાસ્ત્ર જ ઉદિષ્ટ હેવાનો સંભવ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
આયુર્વેદના ઇતિહાસ
પણ જે આયુર્વેદમાંથી પ્રીતિકારક યોગા જાણવાનું કામશાસ્ત્રકાર કહે છે તે આયુર્વે† એટલે ચરક-સુશ્રુતની સંહિતા જ કે કાઈ ખીજા ગ્રન્થા, એ નક્કી કહેવું મુશ્કેલ છે. અન્યત્ર સીર્યવિાના. દિક્ષાંસાવિ વૈદ્યને ( એજન ૨–૨) એ રીતે વૈદ્યક શબ્દ વાપર્યોં છે અને આયુર્વેદની વિશિષ્ટ પરિભાષાને પરિચય બતાવ્યા છે. પણુ સૌથી વિશેષ તા કામશાસ્ત્રનું છેલ્લું ઔપનિષદ અધિકરણ, જેમાં વૃષ્ય યોગા છે, તે ચરક-સુશ્રુતના વાજીકરણ ચાંગા સાથે સરખાવવા ચેાગ્ય છે. પ્રાચીનતર વાજીકરણતામાંથી ચરક-સુશ્રુતમાં તેમ જ કામસૂત્રમાં સરખા ઉતારા કરવામાં આવ્યેા હાય તે સંભવિત છે. પણ અમુક ત્રણેક યોગાની ખાખતમાં એ ચરક-સુશ્રુતમાંથી જ ઉતાર્યાં હાય એટલું બધું મળતાપણું છે.
કામસૂત્રમાં વશીકરણુ માટે પણ આયુર્વે પ્રસિદ્ધ ધતૂરા, મરી, પીપર, થાર, મહુશીલ, વજ, ખેરસાર, નગડ, ભાંગરા વગેરે ઔષધેા વાપરેલ છે. અભ્યંજન અને સુભગકરણમાં પણ આયુર્વેદપ્રસિદ્ધ બ્યા જ કામસૂત્રકારે વાપર્યાં છે.
મહાભારત, પુરાણુ અને આયુર્વેદ
મહાભારતને આયુર્વેદની ખબર છે. આયુર્વેદનાં આઠે અંગા હેાવાની પણ ભારતને ખબર છે. વૈદ્યકના ઉપદેશક તરીકે કૃષ્ણાત્રેયના ઉલ્લેખ મહાભારતમાં મળે છે.૪ એ ઉપરથી આત્રેયના
૧. જીએ ‘આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૨૧, પૃ. ૨૫૩ માં · આયુર્વેČદ અને કામશાસ્ર ' નામના મારા લેખ, જેમાં પૂરા ઉતારા કરીને સરખામણી કરી છે. ૨. આયુર્વેવિત્તમંત્રિધાતું માં પ્રક્ષતે ।
—મહા. શાન્તિપ, અ. ૧૩૭
3. कच्चित्ते कुशला वैद्या अष्टांगे च चिकित्सिते ।
૪. જુઓ ઉપર, પૃ. ૬૪,
—મહા. સભાપર્વ, અ. ૩૫
Page #114
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૦૫ અગ્નિવેશાદિ શિષ્યોમાંથી કોઈનાં લખેલાં એક કે વધારે તંત્ર પણ એ વખતે પ્રચારમાં હેય એ સંભવિત છે. અને કાયચિકિત્સાની સાથે સાથે જ જૂના કાળથી શસ્ત્રચિકિત્સા ખેડાતી હોવાથી શસ્ત્રચિકિત્સકે મહાભારતના કાળમાં હોવા જોઈએ જ અને યુદ્ધની વાતમાં શસ્ત્રચિકિત્સકને ઉલ્લેખ સ્વાભાવિક હેવાથી મહાભારતમાં મળે જ છે.
હાલનાં પુરાણે મહાભારત પછીનાં છે એ નિ:સંદિગ્ધ છે અને તેમાં સૌથી જૂ નું વાયુપુરાણ છે. વાયુપુરાણુને સમય ઈ. સ. ચોથું શતક માનવાને મત મેં અન્યત્ર સપ્રમાણ દર્શાવ્યા છે. હવે વાયુપુરાણમાં અષ્ટાદશ વિદ્યાઓ ગણાવતાં આયુર્વેદને ઉલ્લેખ કર્યો છે. તે આયુર્વેદના કાઈક ગ્રન્થને અનુલક્ષીને જ હશે, પણ વાયુપુરાણને આયુર્વેદની ઘણી વાતોની ખબર છે. વાયુપુરાણમાં અરિષ્ટલક્ષણ નામનો એક આખો અધ્યાય છે અને એમાં આપેલાં લક્ષણોને ચરક-સુશ્રુતમાં આપેલાં લક્ષણે સાથે સરખાવતાં અરિષ્ટલક્ષણને લગતા અત્યારે લુપ્ત થઈ ગયેલા કોઈ ગ્રન્થમાંથી વાયુપુરાણમાં કેટલાક ઉતારે કર્યો હોય એવું લાગે છે,
૧. સવરકુંar: વૈયા: શાસ્ત્રવિશારદા !
–એજન, ઉદ્યોગપર્વ, અ. ૧૫ર २. उपातिष्ठन्नथो वैद्याः शल्योद्धरणकोविदाः । सर्वोपकरणयुक्ताः कुशलैः साधुशिक्षिताः॥
-મહાભારત, ભીષ્મપર્વ, અ. ૧૨૦ ૩. જુઓ મારું “પુરાણવિવેચન', પૃ. ૧૬૧.
ક, જુઓ વાયુપુરાણ, અ. ૬૧, . ૭૮-૭૯. અષ્ટાદશ વિદ્યાઓ યાજ્ઞવલક્યસ્મૃતિ (અ. ૧, શ્યો ૩)માં ગણાવી છે તેમાં પણ આયુર્વેદ છે જ.
૫, જુઓ “આયુર્વેદ વિજ્ઞાન, ૫. ૯, પૃ. ૮૯, જેમાં પણ વિગતવાર સરખામણુ કરી છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧]
આયુર્વેદને ઈતિહાસ છતાં વાયુપુરાણનાં કેટલાંક વાક્યો સુકૃતના પાઠને એવી નિકટતાથી અનુસરે છે કે સુશ્રુતમાંથી ઉતારે કર્યો છે એમ જ માનવું પડે. આ મતના પિષક બીજા દાખલા પણ વાયુપુરાણમાંથી મળે છે. વાયુપુરાણ (અ. ૧૭)માં રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ વગેરે રસાદિ ધાતુએને ઉત્પત્તિક્રમ આપ્યો છે તે સુશ્રુતને અનુસરીને છે. વાયુપુરાણના ઉપરના જ પ્રસંગનું એક વચન સ્પષ્ટ રીતે ભેળસંહિતાને અનુસરે છે. છેવટ કલિવર્ણનમાં વાયુપુરાણમાં “સોળ વર્ષથી ઓછી ઉમરની સ્ત્રીઓને યુગક્ષયમાં પ્રસૂતિ થશે” એમ જે કહ્યું છે તે સ્પષ્ટ રીતે સુશ્રુતના “સેળ વર્ષથી ઓછી ઉમરની સ્ત્રીમાં ગર્ભાધાન કરે તો એ ગર્ભ કૂખનાં જ નાશ પામે છે” એ શબ્દોને યાદ કરીને કહ્યું છે. ટૂંકામાં વાયુપુરાણુને ચરક, સુશ્રુત અને ભેલ ત્રણેયની ખબર છે. અગ્નિપુરાણમાં ઘણું શાસ્ત્રની વાતને સંગ્રહ હાઈને આયુર્વેદની પણ કેટલીક વાતોને સંગ્રહ છે, પણ એ પુરાણું પાછલા કાળનું હેઈને એમાં આયુર્વેદના ગ્રમાંથી ઉતારા સ્વાભાવિક છે.
આયુર્વેદ અને દર્શને તથા ધર્મશાસ્ત્રો
न्यायधना मत्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाप्तप्रामाण्यात् ( ન્યાયસૂત્ર, અ. ૨, સૂ. ૬૮) એ વચન ઉપરથી એના વખતમાં આયુર્વેદના એક કે વધારે ગ્રંથે હેવાનું અનુમાન થઈ શકે.
પણ ધર્મશાસ્ત્રો અને દર્શનના વિચારોની આયુર્વેદ ઉપરની અસરને મેં અન્યત્ર સવિસ્તર વિચાર કર્યો છે અને એ વિચારને
૧. એજન, પૃ. ૯૪–૯૫. ૨. એજન, પૃ. ૯૬. ૩. જુઓ વાયુપુરાણ, અ. ૫૮, ૫૮ તથા સુશ્રત, શા. અ. ૧૦.
૪. જુઓ મારું “આયુર્વેદના દાર્શનિક તથા સત્ત સંબંધી પ્રકરણેને અભ્યાસ.”
Page #116
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતાઓ
[ ૧૦૦
પરિણામે હું એવા નિર્ણય ઉપર આવ્યેા છું કે સરકસ હિતાનાં દાર્શનિક પ્રકરણે વૈશેષિકસૂત્ર પછી અને સાંખ્યકારિકા તથા ધણું કરી ન્યાયદર્શન પહેલાં ઈ. સ.ના પહેલા શતકમાં રચાયાં છે, અને સુશ્રુતનું દાČનિક પ્રકરણુ સાંખ્યકારિકા . પછી. સાંખ્યકારિકાને સમય સૌંદિગ્ધ છે, પણ ઈ. સ. ખસેાની આસપાસમાં તે રચાયું છે. સવૃત્તસંબંધી ચરકનું પ્રકરણ સુશ્રુતના એ પ્રકરણુ કરતાં પ્રાચીનતર છે એ ચાક્કસ. સુશ્રુત માટે ભાગે મનુસ્મૃતિને અનુસરે છે. વળી ચક્ર—સુશ્રુત ઉપનયનવિધિ તથા અધ્યયન-અધ્યાપન અને અનઘ્યાયના દિવસે। જેવા નિયમોની ખાખતમાં ધ શાસ્ત્રને અનુસરે છે અને સ્પષ્ટ શબ્દમાં એને અનુસરવું જોઈ એ એમ કહે છે.૧
ખીજી તરફથી હ°લ જેને આત્રેય સંપ્રદાયની અસ્થિગણુના કહે છે તે ચરકાક્ત અસ્થિગણુનાને પાઠ યાજ્ઞવલ્કયસ્મૃતિ અને વિષ્ણુસ્મૃતિમાં મળે છે.૨ યાજ્ઞવલ્કયને સંચારી (ચેપી) રાગની ખબર છે ( અ. ૧, શ્લા. ૫૪). મતલબ કે સુશ્રુતથી પણ એ સ્મૃતિકાર પરિચિત છે. યાજ્ઞવલ્કયસ્મૃતિને સમય ઈ. સ. ચોથું શતક ગણાય છે, અને વિષ્ણુસ્મૃતિના સમય કદાચ એથી ઘેાડા વહેલા હાય.૩
પ્રાચીન સંસ્કૃત સાહિત્યતી આથી વધાયે સરખામણી કરવાની જરૂર નથી લાગતી, પણ વ્યાકરણસાહિત્યમાંથી મળી આવેલ એક ઉલ્લેખ અહી. તેાંધવાયેાગ્ય છે. કાશિકાવૃત્તિ ( ૮-૪-૬ )માં વનસ્પતિ, વૃક્ષ, આધિ વગેરેનાં લક્ષણા આપ્યાં છે તે ચરાક્ત ( સૂ. અ. ૧, શ્લા. ૭૨ )ને મળતાં છે એટલું જ નહિ, પણુ ઓષધ્ય: જાત્રાન્તા: એ શબ્દો તેા કાશિકાકારે ચરકમાંથી જ
૧, જીએ સુશ્રુત સૂ. અ. ૨, શ્લા, ૯-૧૦,
૨. હલનું - સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઑફ એન્શ્યન્ટ ઇંડિયા ’,
૫. ૪૦-૪૧ વગેરે.
૩. મેકડોનલનું ‘ સૉંસ્કૃત લિટરેચર', પૃ. ૪૨૮-૨૯.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ] .
આયુર્વેદને ઈતિહાસ ઉતાર્યા છે. કાશિકાને પ્રચાર ચિનાઈ મુસાફર ઇત્સિંગના સમયમાં હતો અને ઈ. સ. ૭૦૦માં એના ઉપર ટીકા લખાઈ છે, માટે એ ગ્રન્ય ઈ. સ. ૬૦૦થી અર્વાચીન નથી.'
બીજા દેશનાં વૈદ્યક સાથે આયુર્વેદને સંબંધ
- ઇજિસ, એસીરિયા, બેબિલેનિયામાં તથા બીજી તરફથી ચીનમાં ઘણું જૂના કાળમાં કાંઈક વૈદ્યકવિદ્યા હતી, પણ એને આયુર્વેદ સાથે કેઈ જાતનો સંબંધ હોય એમ લાગતું નથી. એ પ્રાચીન સંસ્કૃતિઓ પેઠે એ વૈદકે પણ સ્વતંત્ર રીતે વિકાસ પામ્યાં હતાં. પણ ગ્રીસના વૈદ્યક સાથે આયુર્વેદને કાંઈ સંબંધ હતા કે નહિ અને હતો તે કેવો હતો એ પ્રશ્ન મહત્વનું છે અને તેની ઘણી ચર્ચા થઈ છે. આધુનિક પાશ્ચાત્ય વૈદક તથા યૂનાની વઘકને આધુનિક ભારતમાં પ્રાચીન ભારતીય વિદ્યક સાથે સમાગમ થતાં એ બેયના મૂળરૂપ ગ્રીસના વૈદ્યક સાથે પ્રાચીન ભારતીય વૈદ્યકની તુલના સ્વાભાવિક છે. આવી તુલનાને અંગે થયેલો સર્વ ઊહાપોહ અહીં ઉતારવાની જરૂર નથી ધારી, પણ જેલી, હર્નલ અને કીથ એ ત્રણ તદ્વિદ પંડિતેના નિર્ણયને સાર જ અહીં ઉતારીને સંતોષ માને છે. ૩
૧. જુઓ કથનું હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ૧૯૨૮, પૃ. ૪૨૯-૩૦, - ૨. જુઓ શ્રી. ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાયનો, “સર્જિકલ ઇન્સ્ટમેન્ટ ઓફ ધી હિન્દુઝ, ગ્રંથ ૧, પૃ. ૩૩૮ થી ૩૪૧ તથા કાશ્યપ સંહિતાને ઉઘાત, પૃ. ૧૪૮, ૧૪૯ તથા પૃ. ૨૦૨ થી ૨૦૬,
૩. જેલીનું “મેડિસિન', પૃ. ૧૭, ૧૮; હલનું મેડિસિન ઑફ એશ્યન્ટ ઇડિયા, પ્રસ્તાવના, પૃ. ૩, ૪ અને કથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર', પૃ. ૫૧૩-૧૪. . . .
. .
Page #118
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
- ૧૦૯ - ગ્રીસનું વૈદ્યક અને આયુર્વેદ
ગ્રીક ગ્રન્યકાર ડીઓસ્કાર્ડસ અને તે પહેલાંના ગ્રન્થકારના ઔષધશાસ્ત્રમાં ભારતીય તત્વ તરત પકડી શકાય છે. દા. ત. પીપર, પીપરીમૂળ, કુષ્ઠ, એલચી, તજ, સુંઠ, વજ, ગૂગળ, મેથ, તલ વગેરે ભારતીય ઔષધ ગ્રીક ઔષધશાસ્ત્રમાં મળે છે. - ગ્રીક અને પ્રાચીન આયુર્વેદ વચ્ચે ઘણું સામ્ય છે એમાં શંકા નથી, પણ એ સામનું મૂળ શું છે તે નકકી કરવું મુશ્કેલ છે. ગ્રીક વૈદ્યક અને આયુર્વેદ વચ્ચે સામ્યના દાખલા જેવા હોય તો જેલી ગણવે છે તેમ દષવાદ, દેષના વૈષમ્યથી રેગથી ઉત્પત્તિ, આમ, પમાન અને પકવ એવી તાવની તથા સોજાની ત્રણ સ્થિતિનું વર્ણન, ઉપચારસાધનના શીત અને ઉષ્ણ તથા રૂક્ષ અને સ્નિગ્ધ–પિછિલ જેવા વિભાગો, રેગો ઉપર તેથી વિરુદ્ધ ગુણવાળા ઉપચારની પદ્ધતિ, સાધ્યાસાધ્ય જ્ઞાન ઉપર ભાર, ચિકિત્સકનાં લક્ષણો, ગુરુ પાસે શિષ્ય લેવાની પ્રતિજ્ઞા અને ચિકિત્સકના આચારને આદર્શ, ધર્મમાં બાધક ગણવા છતાં વૈદકમાં મદ્યો અને આસોને ઔષધ તરીકે ઉપયોગ, ચાતુર્થક, તૃતીયક અને અજેવું વગેરે તાવના ભેદનું વર્ણન, ક્ષયનું વર્ણન હોવું જ્યારે હૃદયના રોગનું વર્ણન ન લેવું, માટી ખાવાથી થતા પાંડુરોગ, ગર્ભવ્યાકરણનું વર્ણન, ગર્ભનાં અંગોની એકસાથે ઉત્પત્તિની માન્યતા, બીજના વિભાગથી જોડકાંની ઉત્પત્તિ, જમણી બાજુનાં ચિહ્નો પુરુષગર્ભનાં અને ડાબી બાજુનાં ચિહ્નો સ્ત્રી ગર્ભનાં સૂચક હોવાની માન્યતા, આઠ માસને ગર્ભ જન્મે તો જીવે નહિ એવી માન્યતા, મૃતગર્ભને બહાર કાઢવાની રીત, શસ્ત્રચિકિત્સામાં પથરીની શસ્ત્રચિકિત્સા, અર્શ ચિકિત્સા, શિરાવેધ, જળો લગાડવાની ક્રિયા જેમાં યવનક્ષેત્રમાં (ગ્રીસમાં?) ઉત્પન્ન થતી જળો પણ ગણાવી છે (સુશ્રુત સ. ૧૩–૧૩), દાહક્રિયા, કેટલાંક શસ્ત્ર અને
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
આયુર્વેદના ઇતિહાસ
યંત્રાનું સ્વરૂપ અને આંખ ઉપર શસ્રકમ કરતાં જમણી આંખ માટે ડામે હાથ વાપરવાની સૂચના વગેરે ધણી બાબતનું સામ્ય છે. પણ આમાંથી ગ્રીસની અસરનું પરિણામ કેટલું છે અને કેટલું સમાન · વિકાસજન્ય છે એ નક્કી કરવું ઘણું કઠણ છે. એમ કીથ કબૂલ કરે છે. ત્રિધાતુવાદ ગ્રીસની અસરનું પરિણામ છે. એમ કદાચ ગ્રીસની વિદ્યાના પડિતા ધારે, પણુ આયુર્વેદના ત્રિધાતુવાદને સાંખ્યદર્શીનના ગુણત્રયવાદ સાથે નિકટ સંબંધ છે એ પ્રાચ્યવિદ્યાવિદ્યાને સુવિદિત છે.૨ ત્રિધાતુવાદને, ખાસ કરીને વાતદોષાના, ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે. વળી, જ્યાતિષવિદ્યાએ જેમ યવનેનું ઋણુ સ્વીકાર્યું છે. તેમ આયુર્વેદે કથાંય સ્વીકાયુ નથી. આયુર્વેદ ઉપર કંઈક અસર હોય તેા શસ્ત્રવિદ્યા ઉપર હાવાનેા સંભવ જોલી માને છે, પણ એની દલીલ નિર્ણાયક નથી.
હલ કહે છેઃ તેમ ટીસિયાસ ( Klesias અને મેગેસ્થિતિ ( ઈ. સ. પૂર્વે ૩૦૦
ખીજી તરફથી ઈ. સ. પૂર્વે ૪૦૦ ) તેઓએ ઉત્તર ભારતમાં પાટલીપુત્રમાં વસ્યા હતા, છે. પણ હલ કહે છે
મુસાફરી કરી હતી. મેગેસ્થેનિસ તા એટલે પરસ્પર વિદ્યાવિનિમયને સંભવ તેમ શબરછેઃ સિવાય માનવશરીરનું સાચુ જ્ઞાન મળી શકે નહિ અને મનુષ્યશરીરને અમુક રીતે શાંધીને અંદરના ભાગેા જોવાની સ્પષ્ટ સૂચના સુશ્રુતમાં છે અને ચરકમાંથી
૧. ઉપર પ્રાચીન ગ્રીક વૈદ્યક અને આયુર્વેદ વચ્ચે સામ્યના દાખલા આપ્યા છે તે જોલીના મેડિસિન’ પૂ, ૧૮-૧૯ માંથી લીધા છે, જે કીચે પણ હિસ્ટરી આક્ સંસ્કૃત લિટરેચર', પૃ. ૫૧૩માં એ પ્રમાણભૂત ગ્રન્થમાંથી ઉતાર્યા છે.
૨. જીએ કાથ, પૃ. ૫૧૪,
૩, ઉપર પૃ. ૩૦-૩૧.
૪. જુઓ હુલનું મેડિસિન ઇન એન્શ્યન્ટ ઈંડિયા ’, ૧૯૦૭, પૃ. ૩, અને આ બાબતમાં હુલના અનુમતિપૂર્વક ઉલ્લેખ કર્યા છે. પૃ. ૫૧૪
Page #120
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[૧૧૧ એ ક્રિયાના પ્રચારને ટકે મળે છે. પણ આ બેમાંથી એકેય સંહિતામાં પશુના શરીરને ચીરીને જોવાની વાત નથી. મતલબ કે આયુર્વેદમાં માનવશરીરનાં અસ્થિઓને જે બહેળો પરિચય જેવામાં આવે છે તે મનુષ્ય શરીરને કાપીને મેળવેલ છે. હવે ગ્રીસ વિશે જોઈએ તે એલેકઝટ્રિયાના હિરેફીલસ અને ઈરેસીસ્ટ્રેટસના સંપ્રદાયના ઈ. સ. પૂર્વે ત્રીજા શતકના વૈદ્યોમાં મૃત તથા જવતા પણ શરીરને ચીરીને જોવાનો પ્રચાર હોવાને ચોકકસ પુરા છે, પણ તેનામાં નાડીતંત્ર અને શિરા આદિ વાહિનીતંત્રનું જ્ઞાન એટલું બધું આયુર્વેદ કરતાં વધારે છે કે જો ગ્રીક પાસેથી આયુર્વેદીએ કાંઈ શીખ્યા હોવાનો સંભવ માનવો હોય તે એ જૂના કાળમાં–ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં હાઈપોકેટીસ અને તેના નજીકના અનુયાયીઓના સમયમાં બન્યું હોય એમ માનવું પડે, પણ હાઈપોક્રેટીસના સંપ્રદાયમાં શબચ્છેદને પ્રચાર હેવાને પુરા નથી. ઈ. સ. પૂર્વે ૪૦૦ માં ટીસિયાસ ભારતમાં આવ્યાને પુરાવા છે અને ઈ. સ. પૂર્વે પાંચમા-છઠ્ઠા શતકમાં જે શારીર જ્ઞાન ધાન્વન્તર વૈદ્યોને હેવાની આપણને વૈદિક સાહિત્યમાંથી તથા ચરક-સુશ્રુતમાંથી માહિતી મળે છે તે જોતાં હાઈપિકેટીસના વખતનું ગ્રીસનું શારીર જ્ઞાન ભારતનું ઋણી હેવાના સંભવની ના પડાય એમ નથી એમ હર્નલ કહે છે. બીજી તરફથી હાઈપકેટીસના અનુયાયીઓને શબચછેદને પરિચય તદ્દન નહોતો એમ નથી કહી શકાતું અને શબચછેદનો પરિચય હોય તો શરીર જ્ઞાનની કેટલીક સમાનતા સ્વતંત્ર રીતે ઉત્પન્ન થવાને સંભવ પણ છે જ. વળી, પ્રાચીન ગ્રીક વૈદ્યક સાહિત્યમાં આયુર્વેદમાં છે તેવી અસ્થિગણુના નથી મળતી, એટલે તુલના કરવાનું સાધન નથી. વળી, હર્નલ વીગતવાર બતાવે છે તેમ ટેલમુળું જે શારીર છે તે જ
૧. જુઓ હર્નલનું “મેડિસિન ઇન એજ્યન્ટ ઇન્ડિ', પૃ. ૪ , ૨. એજન, પૃ. ૫,
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ].
આયુર્વેદને ઈતિહાસ જે ગ્રીસનું હાઇપોક્રેટીસના સંપ્રદાયનું શરીર હોય તે આયુર્વેદીય અને ટેલકુદની અસ્થિરણના ઘણું ભિન્ન છે. પણ ઈ. સ. પૂર્વે પહેલા શતકને કેસસ (Census) હાડકાંની વાત કરતાં પાદકૂર્ચાસ્થિ, પાણિકૂર્ચાસ્થિ વિશે કહે છે કે એમાં અનિશ્ચિત સંખ્યાનાં ઘણાં નાનાં હાડકાં હોય છે, પણ તે એક જેવાં લાગે છે. હવે ઘણાં નાનાં હાડકાં હેવાને મત સુશ્રતમાં મળે છે અને એક હાડકું હેવાને મત ચરકમાં મળે છે. વળી, હાથ અને પગની આંગળીઓમાં ૧૫ સાંધા હોવાની વાતમાં ગ્રીસનું શારીર ટેલમુદના તથા આયુર્વેદના શારીરને મળતું આવે છે.
બધું જોતાં તદ્વિદે કશું એક્કસ કહી શકતા નથી. ભારતમાં તથા ગ્રીસમાં વૈદક જ્ઞાનના સ્વતંત્ર વિકાસ તરફ વિદ્વાનેનું વિશેષ વલણ છે. છતાં ઉપર જે સામ્ય નેપ્યું છે તે જોતાં કાંઈક વિદ્યાવિનિમય બે દેશો વચ્ચે થયે હેય એ અસંભવિત નથી.
* તિબેટનું વૈદ્યક તિબેટ જેવા પિતાની પડોશના દેશ ઉપર આયુર્વેદ જેવા શાસ્ત્રની અસર જૂના કાળમાં જ થઈ હેય-–કદાચ ત્યાંના શાસ્ત્ર સાથે વિનિમય થયો હોય એ સ્વાભાવિક છે. પણ કેટલી અને કેવી રીતે અસર થઈ છે તે વિશે ઘણું થોડું નકકી થયું છે.
તિબેટમાં અજ્ઞાત સંસ્કૃત મૂળમાંથી ચાર તંત્રને અનુવાદ આઠમા શતકમાં થયો છે અને ત્યારપછી પણ અનેક વૈદ્યક સંસ્કૃત ગ્રન્થના તિબેટી અનુવાદ થયા છે. પરિણામે ટિબેટનું વૈદ્યક મટે ભાગે આયુર્વેદના આધારે ઊભું થયું છે. દા. ત. શરીરમાં નવ છિદ્રોને અને ૯૦૦ નાડીઓને ગણેલ છે. છે ! નિદાનમાં આયુર્વેદ ત્રિધાતુ સિદ્ધાંત માન્ય છે. દૂધ અને માછલાંના સાગથી કુબરિયાતથી થતા રોગ થવાની વાત પણ છે.
૧, જુઓ હર્નલ, પૃ. ૧૨૪.
Page #122
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૧૩ ઔષધિઓમાં ત્રિફળા, મરી, ઉત્પલ, ડુંગળી, સૂંઠ, તજ, કુક વગેરે મળે છે. તિબેટના શવ્યતંત્રમાં શૃંગાવચારણથી લોહી કાઢવાની પદ્ધતિ, શસ્ત્રો અને યંત્રોનાં જાનવરનાં મેઢાં વગેરે ઉપરથી નામ પાડવાની રીત, ગર્ભની જાતિ પરીક્ષાની રીત વગેરે ઘણું આયુર્વેદમૂલક છે.
ઘણા તિબેટના ગ્રન્થનું મેગિલ ભાષામાં ભાષાન્તર થયું છે. વળી હિમાલયની લેગ્રા વગેરે ઘણુ પ્રજાઓ તિબેટી વૈદ્યકને ઉપયોગ કરે છે.
સિલોનમાં તિબેટ પહેલાં ઘણું વર્ષો ઉપર બૌદ્ધ ધર્મ સાથે આયુર્વેદ પણ ગય હશે. મહાવંશમાં સારથ્થસંગ્રહ નામના વૈદ્યક ગ્રન્થને ઉલ્લેખ છે, તેને બાદ કરતાં ૧૩મી સદીને ગાર્ણવ જૂનામાં જૂને ગ્રન્થ છે. સિંહલી ભાષામાં હાલમાં જે વૈદ્યક ગ્રન્થો છપાયેલા તથા હાથપ્રતોમાં છે તે આયુર્વેદ ઉપરથી જ રચાયેલા છે. દ્રાવિડ વૈદ્યક વિશે વધારે નોંધ આગળ આવશે,
બર્મા-સુશ્રુતની ખ્યાતિ ઈ. સ. ૯૦૦માં કાજ સુધી બૃહત્તર ભારતમાં પહોંચી હતી, પણ હાલમાં–અઢારમી સદીમાં સુકૃત, દ્રવ્યગુણુ વગેરે વૈદ્યક ગ્રન્થનું બમઝ ભાષામાં ભાષાન્તર થયું છે.
ફારસી અને અરબી-અવસ્તાકાલીન પ્રાચીન ઈરાની ભાષામાં વૈદ્ય અને દવાના વાચક શબ્દો વૈદિક શબ્દોને કેટલા મળતા છે તે પહેલાં કહ્યું છે. વળી, રેગેનાં તથા શરીરના ભાગોનાં કેટલાંક નામે મળતાં છે. ચરકસંહિતામાં બાલ્હીકભિષ; કાંકાયનને ઉલ્લેખ છે એ ઈરાન સાથે સંબંધ બતાવે છે. પછી સિદ્ધયોગમાં પારસીયવાનીને ઉલ્લેખ છે. સુશ્રતમાં હિંગ અને નારંગ જેવી ઈરાનથી આવતી વસ્તુઓનો ઉલ્લેખ છે. પછી મધ્યકાળમાં ધાતુઓ તથા પારાને બહેળો ઉપયોગ તથા ધાતુઓનું ભસ્મીકરણ, અફીણુને ઉપગ અને નાડી પરીક્ષાની પદ્ધતિ વગેરે ઈરાન
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
આયુર્વેદને ઈતિહાસ અથવા અરબસ્તાનથી હિન્દુસ્તાનમાં આવ્યાં છે એમ જેલી કહે છે.૧ પછીના મુસ્લિમ કાળમાં તો ફારસી વૈદ્યક આયુર્વેદથી સ્વતંત્ર રીતે જ હિન્દુસ્તાનમાં રહ્યું છે.
બીજી બાજુથી અમ્બાસીદ ખલીફના અથવા કદાચ તેથીયે જૂના સસાની કાળમાં આયુર્વેદના ગ્રન્થનાં ફારસીમાં ભાષાન્તરે થયાં હતાં, પણ તે જળવાઈ રહ્યા નથી. વળી, તેનાં અરબી ભાષાંતરે થયાં હતાં, પણ ચરક અને સુશ્રુત સિવાય બીજા વૈદ્યક ગ્રન્થનાં નામ નક્કી થઈ શકતાં નથી. પણ રાઝી અને બીજા અરબી ગ્રન્થકારે પિતાની અનુક્રમણિકાઓમાં તથા ઉદાહરણ આપતાં કેટલીક વાર ભારતીય મૂળ હોવાનું સ્વીકારે છે. અબુ મસૂર(દશમી સદી)ના ઔષધશાસ્ત્રમાં ઘણી હિંદી દવાઓ છે. એ હકીમ વિદ્યા મેળવવા માટે હિંદુસ્તાનમાં આવ્યો હતો અને ઘણી વાર અજ્ઞાત ગ્રન્થોમાંથી ઉતારા કરે છે.
| ચરક-સુશ્રુતનું વૈદ્યક–ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા એ ભેલ અને કાશ્યપની ખંડિત સંહિતાઓ સાથે ગણતાં આયુર્વેદના પ્રાચીનતમ આદ્યગ્રન્થ છે એટલું જ નહિ, પણ આ દેશના પ્રાચીન આર્યોએ વૈદ્યક વિદ્યામાં જે મૌલિક, સનાતન મૂલ્યવાળા અને એ વિષયની વિવિધ શાખાઓને પિતાના વર્તુળમાં સમાવી દેતા સિદ્ધાન્ત બાંધ્યા છે તથા વિચાર કર્યા છે તે સર્વને સંગ્રહ આ ગ્રંથમાં છે. આયુર્વેદિક વૈદ્યોનો એ ગ્રન્થ જ સાચો આધાર છે. વૈદ્યકનાં કેટલાંક અંગોમાં તે આ ગ્રન્થમાં જે મળે છે તેમાં ઉન્નતિની ટોચ આવી ગઈ છે અને પછીને ઇતિહાસ અવનતિને ઇતિહાસ છે.
- ૧ જાઓ રેલીનું મેડિસિન', પૃ. ૧૮. * ૨. લીના મેડિસિનમાંથી તિબેટ, બર્મા, સિલેન, અને ફારસીઅરબી વિષયક ઉપરનું વર્ણન ઉતાર્યું છે,
Page #124
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૧૫ આ સંહિતાઓમાં શારીર, કાયચિકિત્સા, શલ્ય આદિ અંગેને લગતું જે જ્ઞાન મળે છે તે એક કે બેચાર વ્યક્તિઓની અન્વેષણશક્તિનું ફળ નથી, પણ પહેલાં જે પરંપરા આપી છે તેથી સુચિત થાય છે તેમ વૈદિક કાળના છેલ્લા ભાગના સમયથી આરંભી ચરક-સુશ્રતના પ્રતિસંસ્કારના કાળપયેતના અનેક સિકાઓ દરમિયાન થઈ ગયેલા અનેક સમર્થ અવેષની મહેનતનું એ ફળ છે. જોકે એ સૈકાઓ દરમિયાન થયેલા વિકાસને ઈતિહાસ આપણે ઉકેલી શકતા નથી, પણ ધીમે ધીમે વિકાસ થયો છે અને અત્યારે મળે છે તે એ વિકાસક્રમનું છેલ્લું પગથિયું છે એ ચોક્કસ છે. આ સંહિતાઓમાંના જુદા જુદા થરના વિશ્લેષણને પ્રયત્ન શક્ય નથી. બીજી તરફથી આ સંહિતાઓમાં કાયચિકિત્સા આદિ ભિન્ન ભિન્ન અંગે સંબંધી જેટલું જ્ઞાન ભર્યું છે તે બધું અહીં ઉતારવું તો શકય જ નથી, પરંતુ તેને સાર આપવાની જરૂર લાગતી નથી: કારણ કે આયુર્વેદના ગ્રન્થ સુલભ છે અને જિજ્ઞાસુ સહેલાઈથી જોઈ શકશે, એટલે એતિહાસિક મૂલ્યના કારણે નેધવા ગ્ય મને જે લાગ્યું તેને જ અહીં નિર્દેશ કર્યો છે.
સંહિતાકાલીન વૈદ્ય-વેદિક વૈદ્ય, ઉપર બતાવ્યું છે તેમ, ઔષધે અને મંત્રેલા જળ વડે રોગોની સાથે રાક્ષસને પણ નાશ કરનાર માંત્રિક વૈદ્ય હતા, પણ સંહિતાકાલીન વૈદ્ય એથી તદ્દન જુદે છે. સંહિતાકાળમાં પણ દેવવ્યાપાશ્રય વિદ્યક ચાલતું હતું, પણ એ કાર્ય કરનાર માંત્રિકે જુદા હતા. માંત્રિક અને વૈદ્ય એક જ એ સ્થિતિ ભૂતકાળની વસ્તુ બની ગઈ હતી, તેમ જ માત્ર ઔષધે પાસે રાખીને હવે વૈદ્ય થઈ શકાતું નહતું.
વૈદ્યમાં ઉપયોગી એવાં બસ્તિ આપવાની નળી વગેરે સાધને, વૈદ્યકનાં પોથાં અને ઔષધે એટલી સામગ્રી પાસે રાખનાર તથા
૧. જુઓ ઉપર, પૃ. ૨૨. ૨. ચરકસંહિતા, સૂ. અ. ૧૧-૫૪.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ].
આયુર્વેદને ઈતિહાસ વૈદાને ડોળ કરનારને, ચરકાચાર્ય વેશધારી (છઘચર) વૈદ્ય ગણે છે. “જાતે સિદ્ધ નહિ પણ સિદ્ધ વૈદ્યની પાસે રહીને તેઓની ભલામણથી વૈદ્ય થઈ બેઠેલા બીજ સિદ્ધસાધિત વૈદ્યોને” પણ ચરક હલકા ગણે છે, પણ “પ્રયોગ, જ્ઞાન અને વિજ્ઞાનની સિદ્ધિથી સિદ્ધ થયેલા અને (દર્દીઓને) સુખ આપનારા,” જેને ચરક કવિતાભિસર (જીવનને જાળવનાર) નામ આપે છે, તેને જ એ સાચા વૈદ્ય ગણે છે.
વિદ્યનો આદર્શ—ચરક-સુશ્રુતની દષ્ટિમાં વૈદ્યને આદર્શ ઘણે ઊંચે છે. ચરકના કહેવા પ્રમાણે વધે ઔષધિઓને સંપૂર્ણ રીતે ઓળખવી જોઈએ. બીજી તરફથી જેના ઉપર ઔષધને ઉપયોગ કરવાનું છે તે શરીરને પણ સંપૂર્ણ પરિચય વૈદ્યને હોવો જોઈએ અને દર્દી ઉપર ઔષધને ઉપયોગ જાણવો જોઈએ. પણ આટલેથી પૂરું થતું નથી. પાછલા અલ્પ વિદ્યાવાળા જમાનામાં અભણ વૈદ્યો પિતાની કેઠાવિદ્યા ઉપર બહુ ભાર મૂકતા. અરે, શાસ્ત્રજ્ઞાનને એ જ્ઞાન વગરના છતાં પણ કમાણી કરતા કેટલાક આગલી પેઢીના વૈદ્યો લગભગ નિરર્થક ઠરાવતા. જ્યારે સરકાચાર્ય. કઠાવિદ્યા–પિતાની બુદ્ધિ–ને મહત્ત્વ જરૂર આપે છે, પણ એ સાથે જ કહે છે કે “પતાની બુદ્ધિ એ આંખ છે અને શાસ્ત્રાભ્યાસ વસ્તુને દેખાડનાર પ્રકાશ છે. આ બેયને સારી રીતે ઉપયોગ કરીને ચિકિત્સા કરનાર વૈદ્ય દેષપાત્ર નથી. વૈદ્ય ગુણસંપત્તિ માટે હમેશાં ખૂબ પ્રયત્ન કરે.”૫ અને આ શાસ્ત્રાભ્યાસમાં સાચા ગુરુ પાસેથી મેળવેલું વૈદ્યકનાં સર્વ અંગેનું શુદ્ધ જ્ઞાન મુખ્ય છે.
૧. ચરક, સૂર અ. ૧૧-૫૦. ૨. એજન, સૂ. અ. ૧૧, લે. પ થી ૫૩. ૩. એજન, સૂ. અ. ૧, સે. ૧૨૨. ૪. એજન, સે. ૧૨૨-૨૩. ૫. એજન, ર. અ. ૯, . ૨૪-૨૫.
Page #126
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૨૦ વળી, સારા વૈદ્ય “રાગનાં કારણે, લક્ષણ, રેગની શાન્તિ અને રેગ ફરી ઊથલે ન મારે એ જ્ઞાન તો મેળવવું જ, પણ જાતે બધી ક્રિયા કરીને અનુભવ મેળવી લે ” એમ ચરક કહે છે. કઈ પણ જમાનાના સાચા વૈદ્ય માટે વિદ્યા, અનુભવ કે કર્મભ્યાસ
અને અંદરની બુદ્ધિ-એક જાતને સૂઝ કે એ તે જરૂરનાં છે જ, પણ ચરકાચાર્ય તે પવિત્રતાને પણ આવશ્યક ગણે છે અને એ પવિત્રતા ઉપર ભાર મૂકીને વૈદ્યને આદર્શ દર્શાવતાં કહે છે કે “પિતાને શરણે આવેલા દુઃખી રેગી પાસેથી વિદ્વાનને વેશ ધારણ કરનાર વૈદ્ય કાંઈ પૈસા લેવા એ કરતાં તે સપનું ઝેર કે ઉકાળેલું ત્રબું પીવું વધારે સારું.”
અલબત્ત, વૈદ્ય કમાવા માટે ધ ન કરવો એમ ચરકનું કહેવું નથી, પણ કમાણુ એ એનું લક્ષ્ય ન હોવું ઘટે. ચરક તો કહે છે: “વૈદ્ય સર્વ રોગીઓની પોતાનાં બાળકોની કરે તેમ કેવળ ધર્મ મેળવવાની ઈચ્છાથી રોગોમાંથી રક્ષા કરવી. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ માટે આયુર્વેદ છે, પણ જેઓ અર્થ અને કામ માટે નહિ પણ ભૂતદયા માટે ચિકિત્સા કરે છે તેઓ સર્વશ્રેષ્ઠ છે. જેઓ ચિકિત્સાને બજારુ ચીજ પેઠે વેચે છે તેઓ સેનાના ઢગલાને છોડીને ધૂળના ઢગલાને પકડે છે. દારુણ રગે વડે યમરાજાના દરબારમાં જવા તૈયાર થયેલા દર્દીઓના યમના પાસને કાપી જેઓ જીવિત આપે છે તેઓને આ જીવિતદાનથી બીજું કોઈ દાન મોટું નથી. ભૂતદયા એ પરમ ધર્મ છે એમ જાણીને જે ચિકિત્સાને વ્યવસાય કરે છે તેના બધા અર્થ સિદ્ધ થાય છે અને તે આત્યંતિક સુખ એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે.”૩ | ચરકના ઉપર કહેલા આદર્શનું સંપૂર્ણ અનુસરણ બધા વૈદ્યો નહિ કરી શકતા હોય, પણ છેક ચરકના કાળથી તે ગઈ
૧. ચરક, સૂ. અ. ૯, , ૬, ૧૮–૨૧. ૨. એજન, સૂ. અ. ૧, . ૧૩૨-૩૩. ૩. એજન, ચિ. અ. ૧, પૃ. ૪, . ૫૬૬૨.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
આયુર્વે ના ઇતિહાસ
પેઢીના કાળ સુધી પેઢી દર પેઢી થયેલા આ દેશના અસંખ્ય વૈદ્યોમાંથી ઉત્તમ વૈદ્યોએ એ આદર્શને દૃષ્ટિ સન્મુખ રાખ્યા હતા એ નિઃશક છે.
પણ આ પરાપકારી આદર્શોનું લક્ષ્ય રાખવાથી જૂના બધા વૈદ્યો દરિદ્ર હરશે એમ માનવાનું કારણુ નથી. ચરકમાં વૈદ્યોને પૂજ્ય ગણવાનું તથા તેમને બન્નેા આપવાનું વિધાન છે જ૧ અને ગરીબ માણસાની કૃતજ્ઞતા ખ્યાતિ વધારીને તથા ખીજી અનેક રીતે બદલા આપી રહેતી અને શ્રીમન્તા પાસેથી પૈસેા પશુ મળતા. શ્રેષ્ઠ વૈદ્યોને રાજાના વૈદ્ય થવાની મહેચ્છા રહેતી. ચરકાચા સ`ગુયુક્ત શ્રેષ્ઠ વૈદ્યને રાજા કહે છે.ર અને રાજવૈદ્ય પદવીના ઉલ્લેખ ઈ. સ. પૂર્વે પહેલા શતકના શિલાલેખમાં મળે છે.
રાજાએ રસાડા ઉપર તથા લશ્કરની છાવણી સાથે હમેશાં વૈદ્યોને રાખતા એ પહેલાં કહ્યું છે. એ ઉપરાંત ઝેરની ચિકિત્સા જાણુનાર૪ તથા રાણીઓને સુવાવડ આવે ત્યારે તેની સંભાળ લેનાર તેમ જ નવાં જન્મેલાં કુંવરકુંવરીઓની સભાળ લેનાર વૈદ્યોનેપ પણ રાખવામાં આવતા અને આ વૈદ્યો પાતપેાતાના વિષયને લગતાં વિશાળ સામગ્રીવાળાં તુરાલયેા, પ્રસૂતિજ્ઞાળાએ, કુમારાગારે વગેરે રાજ્યને ખર્ચે ઊભાં કરતા હશે.
ચરકે ( સૂ. અ. ૧૫ )માં રાજાને, રાજવીને કે પુષ્કળ પૈસાવાળા ખીજાને વમન કે વિરેચન પિવડાવવું હેાય ત્યારે એ માટે
૧. ચરક, àા. ૫૦-૫૧,
૨. એજન, સૂ. અ. ૯, શ્લા. ૧૯,
૩. જુઓ પીતલખેારા ગુફાના લેખા, નં. ૬-૭ ( ઈ. કે. ટ, વે, ઈ, ), ૪. જીઓ ઉપર પૃ. ૪૧ અને ૪૭,
૫. જીએ રંશ (સ. ૩ )નું નીચેનું વચન—
कुमारभृत्याकुशलैरनुष्ठिते भिषग्भिराप्तैरथ गर्भमर्मणि ।
Page #128
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સ`હિતાઓ
[ ૧૧૯
ખાસ કેવું મકાન રાખવું, કેટલી સામગ્રી રાખવી તથા કેટલાં માણસા તહેનાતમાં રાખવાં તેની સવિસ્તર સૂચનાઓ કરી છે. રાજાને કે ધનિકને પેાતાને માટેની આ ઇસ્પિતાલને મળતી પણ કદાચ નાના પાયા ઉપરની સ ંસ્થા સમય વૈદ્યો પેાતાના સામાન્ય દર્દીઓ માટે પેાતાના મકાનમાં ઊભી કરતા હોય એ સંભવિત છે, પણ જાહેર ઇસ્પિતાલની સૂચક કાઈ વાત સંહિતામાં મળતી નથી. એ માટે ખીજા ઐતિહાસિક સાધનની જ મદદ લેવી પડે છે.
"C
આતુશાળાઓ (ઇસ્પિતાલા )—મૌય ચક્રવર્તી શાક મહારાજાએ પેાતાના દેશમાં તથા પોતાના પડેાશી રાજાઓના દેશામાં સત્ર મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા પેાતે સ્થાપી છે તથા મનુષ્ય તેમ જ પશુએ માટે જ્યાં ન હોય ત્યાં ઔષધેા લઈ આવીને રાખ્યાં છે તથા ચપાવ્યાં છે” એમ એના ખીજા શિલાશાસનમાં ક્રાતરાવ્યું છે. અહીં ‘ મનુષ્યચિકિત્સા ' અને ‘ પશુચિકિત્સા ' શબ્દોથી શું સમજવું? ચિકિત્સા માટે કાંઈક સગવડ રાજ્ય તરફથી કરવામાં આવી હશે એમ સમજાય છે. એને પ્રંસ્પિતાલ નહિ તે ઇસ્પિતાલપ્રથાના આરંભ કહી શકાય.
.
>
અશાકના કાળ પછી લગભગ છસેા વર્ષે ઈ. સ. ૪૦૫ થી ૪૧૧ ની વચ્ચે ભારતમાં મુસાફરી કરનાર ચિનાઈ યાત્રાળુ ફ્રાહ્વાન લખે છે કેર “ મગધની રાજધાનીમાં એક સરસ ધર્માદા ઇસ્પિતાલ હતી. કાઈ પણુ જાતના રાગથી પીડાતા નિરાશ્રિત ગરીબ દર્દી એ બધા એમાં આવે છે. એ દર્દીઓની સારી રીતે સંભાળ લેવામાં આવે છે. એક ચિકિત્સક તેની ચિકિત્સા કરે છે. તેઓને આવશ્યક
૧. જીએ ઇન્સ્ક્રિપ્શન આફ અશાક' હર્ટ્ઝનું, પૃ. ૫૧, ૬૬ તથા • ગુજરાતના ઐતિહાસિક લેખા', ભા. ૧, લેખ. ૧.
૨. જીએ ફાહ્યાનની મુસાફરીએના જાઇલ્સના તરજૂમામાંથી વિન્સેન્ટ સ્મિથે કરેલા ઉતારા, આ. ૩, પૃ. ૨૬,
Page #129
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના ઇતિહાસ
આવે છે. આ રીતે તેને પૂરા તે સાજા થાય ત્યારે તેને
૧૦]
ખારાક અને ા આપવામાં આરામથી રાખે છે અને જ્યારે જવા દેવામાં આવે છે.”
આ વન તા સ્પષ્ટ ધર્માદા ઇસ્પિતાલનું છે, પણ ફાદ્યાન કહે છે તેમ ધર્માદા કરવામાં એકબીજાની સ્પર્ધા કરતા ાનવીર લેાકાનાં દાનેા વડે ધશાળાએ તથા આવી ઇસ્પિતાલે ત્યારે ચાલતી હતી. ઈ. સ. ના સાતમા શતકના ચિનાઈ, મુસાફ્ર યુવાન ચુઆંગ પ મફત દવા આપનાર વૈદ્યો સાથે પુણ્યશાળાએ હવન રાજાએ બંધાવી હોવાનું કહે છે. ૧
ઇસ્પિતાલ સબંધી ઉપરના ગુપ્તકાલીન ઉલ્લેખેા પછી સા વર્ષી પછીના એક ઉલ્લેખ મળે છે. ચાલ દેશના વીર રાજેન્દ્ર દેવુએ ઈ. સ. ૧૦૬૭માં એક શાસન કાઢેલું છે, જે દક્ષિણના ચેંગલપટુ મંડળના તિરુમકૂડલ ગામના શ્રી વેંકટેશ્વરના મન્દિરના ગર્ભગૃહની દીવાલમાં કાતરેલું છે. એ શાસનમાં વેંકટેશ્વરના નિત્યાત્સવાદિકના ખર્ચની ગાઠવણ સાથે એક પાઠશાળા અને વિદ્યાર્થીઓના આરેાગ્ય અર્થ આપેલા એક આતુરાલયના ખની પણ ગોઠવણુ કરેલી છે. આતુરાલય ( ઇસ્પિતાલ)ની ગાઠવણ નીચે પ્રમાણે છે:
દ
આ આતુરાલયનું નામ શ્રી વીરચેાલેશ્વર આતુરાલય. તેમાં - ૧૫ દર્દીઓને રાખી શકાશે. ચિકિત્સા માટે એક કાયચિકિત્સક, એક શલ્યચિકિત્સક, બે પુરુષ પરિચારા, બે સ્ત્રી પરિચારિકાઓ, એક સેવક, એક દ્વારપાલક, એક ધેાખી અને એક કુંભાર ” એટલાં માણસા રાખવાની સૂચના સાથે તેના તેના પગારની પણ નીચે પ્રમાણે ગાઠવણ છે : “કાદ ડરામાશ્વત્થામ ભટ્ટારને એ આતુરાલયમાં કાયચિકિત્સક તરીકે રાખેલ છે અને તેને ત્રણ કરિણિ જેટલું ધાન્ય મળશે. શલ્યક્રિયા
૧. ખીલ્સ ‘બુદ્ધિસ્ટ રેકર્ડ્ઝ', ગ્રે, ૧, પૃ. ૨૧૪.
૨. કુરિણિ અને નાડી એ દાણાના કાઈ માપનાં દ્રાવિડ નામેા છે. આ રીતે દાણામાં પગાર આપવાના રિવાજ જૂના વખતમાં સામાન્ય હતા.
Page #130
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[૧૨૧ કક્કારને એક કુરિણિ જેટલું ધાન્ય મળશે. બે પરિચાર-ચિકિત્સામાં ઉપયોગી ઓષધિઓ લઈ આવવા માટે, ઔષધ પકાવવામાં આવશ્યક લાકડાંઓ લઈ આવવા માટે તથા દવાઓ તૈયાર કરવા ભાટે બે પુરુષ પરિચારકે રાખ્યા છે, જે દરેકને એક કુરિણિ જેટલું ધાન્ય આપવું. દર્દીઓની સેવા માટે તથા બીજું કામ કરવા માટે એક ત્રીજો પરિચારક રાખે છે, જેને એક નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓને વખતસર યથાયોગ્ય દવા તથા પથ્ય વગેરે આપવા માટે (રસોઈનું કામ કદાચ એને માથે જ હશે) તથા તેની પરિચર્યા માટે બે સ્ત્રી પરિચારિકાઓ રાખી છે તેને હમેશાં ચાર નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓનાં કપડાં ધોવા માટે એક ધોબી અને આતુરાલયમાં આવશ્યક માટીનાં વાસણ તૈયાર કરવા માટે એક કુંભાર રાખ. વળી એક કાર પાલક રાખો, જેને ચાર નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓની પથારી માટે સાત કટ (ખાટલા ) અને રાત્રિએ દીવા માટે ૪૫ નાડી જેટલું તેલ દર વર્ષે આપવું.” ઉપરના લેખમાં આતુરાલય માટે ખાસ તૈયાર કરવા યોગ્ય છેડી દવાઓની તથા તે તે દવાઓ કેટલી તૈયાર કરવી તેની સૂચનાઓ પણ છે.'
આ પછી ઈ. સ. ૧૨૬૨ને એક બીજો લેખ આ% દેશના મલકાપુરના શિલા સ્તંભ ઉપરથી મળે છે. એ લેખમાં કાતીય રાણી દ્વાસ્માના તથા તેના પિતા ગણપતિના ગુરુ વિશ્વેશ્વરની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે. આ વિશ્વેશ્વર ગૌડદેશના દક્ષિણ રાઢાના વતની શૈવ આચાર્ય હતા અને તેમને કાકતીય ગણપતિ તથા દ્રમ્મા(ઈ. સ. ૧૨૬૧થી ૧૨૯૬ )એ કૃષ્ણ નદીની
૧. પૂનાના આઠમા નિ, ભાવૈદ્ય સંમેલન આગળ સ્વ. પં. ડી. ગોપાલાચાલુએ વાંચેલા “દક્ષિણ ભારતમાં આયુર્વેદ વિદ્યાને પ્રચાર” એ નામના નિબંધમાંથી ઉપરને ઉતારે કર્યો છે. એ નિબંધને અનુવાદ “આયુર્વેદ કવિજ્ઞાન, પુ. ૧ ના ૪ થી ૮ અંકમાં છપાયે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ].
આયુર્વેદને ઈતિહાસ દક્ષિણે આવેલાં અમુક ગામે દાનમાં આપેલાં અને એ બે ગામોની આવકના ત્રણ ભાગ પાડી વિશ્વેશ્વરે એક ભાગ પ્રસૂતિશાળાના ખર્ચ માટે, એક આરોગ્યશાળા માટે અને એક સત્રશાળા માટે રાખ્યો હતો. આ પ્રસૂતિશાળા અને આરોગ્યશાળા વિશ્વેશ્વરે જ બંધાવ્યાં હેય કે તેના કોઈ પૂર્વાચાર્યોએ, પણ સ્થાનિક શૈવમંદિર સાથે એમને જોડી દેવામાં આવ્યાં હતાં.
ઉપર આયુર્વેદની ઇસ્પિતાલ વિશે જે ઐતિહાસિક પુરાવા ધ્યા છે તે ઉપરથી ચેખું દેખાય છે કે બ્રિટિશેએ આ દેશમાં આવીને આધુનિક ઢબની ઇસ્પિતાલ સ્થાપી તે પહેલાં એ પ્રકારને મળતી, દર્દીઓને એક સ્થળે રાખીને તેમની ચિકિત્સા કરવાની પદ્ધતિવાળી કેઈક જાતની સંસ્થાઓ આ દેશમાં હતી ખરી, પણ અશકે શરૂ કરેલી રાજાએ મનુષ્ય અને પશુ માટે ચિકિત્સાની વ્યવસ્થા કરવાની પ્રથા આગળ ચાલી નથી. દક્ષિણના જે બે દાખલા ઉપર ઉતાર્યા છે તેમાં મંદિરે સાથે આતુરાલય અને પ્રસૂતિશાળા હેવાની વાત છે. જોકે વધારે ઉલ્લેખો મળતા નથી, છતાં બીજાં પણ અનેક મન્દિરેમાં ધર્મશાળા તથા પાઠશાળા સાથે નાનીમેટી આતુરશાળાઓ હેવાને સંભવ છે, કારણ કે ધર્મશાસ્ત્રમાં મહાવૈદ્યયુક્ત આરોગ્યશાળા બંધાવવાનું મોટું પુણ્ય કહેલું છે. પણ ધર્મશાળાએ અને પાઠશાળાઓ આ દેશમાં જેટલી વ્યાપક હતી તેટલી આતુરશાળાઓ વ્યાપક નહતી એ ચોક્કસ છે.
સંહિતાકાલીન અધ્યયન-અધ્યાપન–સંહિતાકાળમાં આયુર્વેદની આધુનિક પદ્ધતિની પાઠશાળાઓ હોવાને તે સંભવ જ નથી. એ પ્રાચીન સમયમાં જે રીતે ગુરુ પાસે જઈને,
૧. જુઓ આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૨૨, અં. ૪, ૫, ૨૪૨ ૨. જુઓ ચરક, વિમાનસ્થાન, અ. ૮ અને સુકૃત, સૂત્રસ્થાન, અ. ૨.
Page #132
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતા
[૧૩
( વૈદ્યનું કુળ
ધણું કરી ગુરુને ઘેર જ કે તેમના આશ્રમમાં રહીને, ખીજી વિદ્યા ભણવામાં આવતી તે રીતે આયુર્વેદ પણ ભણવામાં આવતા. ચરકાચાર્ય કહે છે કે વૈદ્ય થવા ઈચ્છનારે પહેલાં કર્યુ શાસ્ત્ર ભણ્યું છે તેનેા નિણૅય કરવા. પછી આચાર્ય'ની પસંદગી કરવી અને પછી આચાર્યની દેવ પેઠે તથા પિતા પેઠે અપ્રમત્ત રીતે સેવા કરવી અને તેની પાસેથી સંપૂર્ણ શાસ્ત્ર જાણી લેવાના પ્રયત્ન કરવા. બીજી તરફ્થી ગુરુએ પહેલાં તેા શિષ્યની પરીક્ષા કરવી. બ્રાહ્મણુ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી ગમે તેને તેનાં કુળ હાય તેની પહેલી પસંદગી ), વય, શીલ, શૌય, શૌય, ખળ, ખુદ્ધિ, સ્મૃતિ, સહનશક્તિ વગેરે જોઈ તે વૈદ્યે શિષ્યને ઉપનયન આપવું. એ માટેના વિધિમાં ધર્માંશાસ્ત્રને અનુસરી દેવ, બ્રાહ્મણુ અને વૈદ્યોનું પૂજન તથા હામની ક્રિયા કરવાનું સુશ્રુતે કહ્યું છે. પછી ભણવાના સમયમાં સત્યવ્રત, બ્રહ્મચર્ય અને ગુરુને અનુકૂળ વન રાખવાને આદેશ આપતાં ગુરુ કહે છે કે એથી ઊલટું વર્તન રાખીશ તેા તને અધમ થશે અને તારી વિદ્યા નિષ્ફળ જશે. અલબત્ત, ગુરુ જો શિષ્ય તરક ચેગ્ય રીતે ન વર્તે – વિદ્યા આપવામાં ચેારી રાખે, તેા એ પણ પાપભાગી થાય. છેવટે વિદ્યા ભણી લીધા પછી દ્વિજ, ગુરુ, દરિદ્ર, મિત્ર, સંન્યાસી, સાધુ, અનાથ વગેરેના ઔષધેાપચાર પેાતાનાં બાન્ધવા તે હાય તેમ ગણીને કરવા. શિકારી, પતિત અને પાપીની દવા ન કરવી, છતાં પ્રાણીને સુખ થાય એમ ઇચ્છવું. રાગીઓને આરેાગ્ય આપવા માટે સર્વાત્માથી પ્રયત્ન કરવા. જીવિત માટે પણ રાગીના દ્રોહ ન કરવા. આ ઉપરાંત વૈદ્ય હમેશાં દર્દી અને તેના કુટુંબ સાથે કેવી જાતના સંબંધ રાખવા એ બાબતમાં પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવા વગેરે ઊંચા નૈતિક ઉપદેશ ચરકે આપ્યા છે.
અધ્યયનમાં ધ શાસ્ત્રને અનુસરી આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ વગેરે દિવસામાં અનઘ્યાયનું વિધાન વૈદ્યકશાસ્ત્રમાં પણ છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૨૪] . .
આયુર્વેદને ઈતિહાસ " ગુરુ પાસે વિદ્યા ભણું લીધા પછી જાતે શિષ્યને ભણાવીને તથા તવિદ્યો સાથે સંભાષા–ચર્ચાઓ કરીને પોતાની વિદ્યા વધાર્યા કરવી એ ચરકને ઉપદેશ છે.
આયુર્વેદિક શારીર–વૈદ્યકનાં પૂર્વીગમાં શારીર મુખ્ય છે. સામાન્ય લોકોને–શિક્ષિતના મોટાભાગને પણ એવો મત છે કે દેશી વૈદ્યકમાં શારીર( Anatomy )નું જ્ઞાન નથી તથા શસ્ત્રક્રિયા (Surgery) નથી, પણ આ ભ્રમ છે. હાલના દાક્તરના શારીરજ્ઞાન સાથે પ્રાચીન વૈદ્યના શારીરજ્ઞાનને સરખાવી ન શકાય, પણ સંહિતાકાલીન વૈદ્યના ધ્યાનમાં શારીરજ્ઞાનની આવશ્યકતા પૂરે કરી હતી. ચરકાચાર્ય સ્પષ્ટ કહે છે કે “જેને આખા શરીરનું સંપૂર્ણ જ્ઞાન સર્વદા હોય તે જ લોકોને સુખ આપનાર આયુર્વેદને સંપૂર્ણ જાણે છે.” (ચરક શા. અ. ૬)
સુશ્રતમાં તે મૃત શરીરને પાણીમાં સડવીને પછી તેનાં બાહ્ય અને આત્યંતર સર્વ અંગેને જોવાનું વિધાન છે. અને “એક્સ જ્ઞાન મેળવવા ઈચ્છનાર શસ્ત્રકર્મ કરનારે મૃત શરીરને સારી રીતે શોધીને શરીરના અવયવો જોઈ લેવા જોઈએ. શરીર અને શાસ્ત્ર બેય જેણે જોયાં છે તે જાણકાર થાય છે અને પ્રત્યક્ષ દર્શન તથા શાસ્ત્રજ્ઞાન બેય મળીને સાચું જ્ઞાન વધે છે.” એ રીતે સુશ્રુતે શસ્ત્રકર્મ કરવા ઈચનારને ઉપદેશ આપે છે. કાયચિકિત્સકને શારીરનું વધારે સૂક્ષ્મ જ્ઞાન હોવું જોઈએ એ સ્વાભાવિક છે.
ઉપર પ્રમાણે શારીરનાનની આવશ્યકતા સંહિતાકાલીન વૈદ્યોના ધ્યાનમાં પૂરી હતી એ ચોક્કસ છે, પણ તેઓને શરીરનું કેટલું
૧. ચરક, વિમાનસ્થાન, અ. ૮. ૨. જુઓ સુકૃત, શારીર, અ. ૫.
Page #134
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[૧૫. જ્ઞાન હતું એ એક્કસ કહેવું મુશ્કેલ છે. સુશ્રુતમાં મૃત શરીરને તપાસવાની જે રીતે કહી છે તે રીતે શરીરનાં હાડકાં જેવા કઠણ અને સડે નહિ તેવા ભાગે જ જોઈ શકાય એમ પણ કેટલાક વિદ્વાનો કહે છે.
જે કે પ્રાચીન વૈદ્યોએ સેડવ્યા સિવાય ચીરીને મૃત શરીર નહિ જોયું હોય એમ નથી કહી શકાતું, છતાં જે મળે છે તેમાં હાડકાંઓનું વર્ણન છે તથા લીહા, યકૃત, આંતરડાં, મૂત્રાશય વગેરે અંદરના મોટા અવયવોનાં નામ સ્પષ્ટ નોંધ્યાં છે, પણ એ અવયવોનું વિશેષ વર્ણન નથી. સૂક્ષ્મદર્શયમંત્રની મદદ જ્યારે નહોતી તથા આજની શબચછેદની ધીમે ધીમે દરેક ચીજ નરી આંખે બારીક રીતે જોવાની રીત પણ જૂના વખતમાં હેવાનો સંભવ નથી, ત્યારે શરીરના પ્રત્યેક ભાગનું વીગતવાર જ્ઞાન હોવાને પણ સંભવ નથી; પણ જે વ્યવહારુ જ્ઞાન હશે તેમાં મોટો ભાગ પણ ગુરુ તરફથી શિષ્યોને મઢે ઉપદેશાતે હશે અને જે વર્ણન ગ્રન્થમાં લખાતું હશે તેમાં પણ પાછળથી વૈદ્યોમાંથી શરીરના અંદરના ભાગોને પ્રત્યક્ષ જોવાની રીત નીકળી જતાં ઘણો ગોટાળો થઈ ગયું હોય એમ લાગે છે. કેટલુંક વર્ણન સમૂળગું ગ્રન્થમાંથી ઊઠી ગયું, કેટલાક વર્ણનમાં પાઠફેર થવાથી પ્રત્યક્ષ વિરેાધ ઉત્પન્ન થઈ ગયો કેટલાક શારીરશબ્દ ગ્રન્થમાં રહી ગયા પણ એ કયા અવયવના વાચક છે તે ભૂલી જવાયુ અને કેટલાક એક કરતાં વધારે અર્થમાં
૧. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન,” પુ. ૧૮, અં. ૪ માં “પ્રાચીન આયુર્વેદમાં હૃદય” નામનો લેખ.
૨. આયુર્વેદના શારીરમાં કેટલે ગેટાળે થઈ ગયો છે એના દાખલાઓ માટે જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્દઘાત, પૃ. ૬૪ થી ૭૪.
૩. જુઓ વૈદ્યોમાં ચાલેલી કામ ચર્ચા, છેલ્લે લેખ, “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૮, પૃ. ૨૮૩ થી આગળ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
· આયુર્વેદના ઇતિહાસ
વપરાવા લાગ્યા.o તેમ પ્રત્યક્ષ પરિચય ધટી જતાં કેટલાક કાલ્પનિક વિસ્તાર પણ ઉમેરાયા અને તેને પરિણામે આયુર્વેદના શારીરમાં ધણી ગડબડ થઈ ગઇ છે. છતાં પ્રાચીનેાના સાચા શારીરજ્ઞાનનું સૂચક કૈટલુંક ચરક—સુશ્રુતમાં જળવાઈ રહ્યું છે.
હાડકાં ચરકમાં ૩૬૦ અને સુશ્રુતમાં ૩૦૦ ગણ્યાં છે અને હાલમાં દાક્તરી મતમાં ખસેા ગણાય છે. સામાન્ય માણસને આ મતભેદથી જ પ્રાચીન વૈદ્યોને હાડકાનું જ્ઞાન નહેતું એમ લાગે, પણ હલે અતિશય પરિશ્રમથી તુલનાત્મક અભ્યાસ દ્વારા આયુર્વેદની અસ્થિગણુના ખરાખર છે માત્ર ગણતરીની રીત જુદી છે, એ સિદ્ધ કર્યું છે.૩ વળી ત્વચાને સુશ્રુત સાત પ્રકારની તથા ચરક છ પ્રકારની કહે છે અને હાલ સુક્ષ્મદર્શીકય ત્રથી ત્વચાના વિભાગ દેખાય છે એ હકીકત પ્રાચીન વૈદ્યોની તર્કબુદ્ધિને શાણાસ્પદ છે. તેમ કલા, જેને અ કવિરાજ ગણુનાથ સેન મેમ્બ્રેન કરે છે, તેનું વર્ણન તથા સ્નાયુઓ, જેને અ એ જ વિદ્વાન · ફ્રાઈથસ ટીસ્યુ ’ અથવા ‘ લીગામેન્ટ ’ કરે છે, એનું વન પણ પ્રાચીન વૈદ્યોના જ્ઞાનનું ઠીક
>
સૂચક છે.જ
6
શારીરનું વૈદ્રિક વૈદ્યને સારું જ્ઞાન હતું એ ઉપર જોયું છે. એ જ્ઞાનમાં પાછળથી બહુ વિકાસ થયો હોય એવું દેખાતું નથી. ગવીની જેવા શારીરાવયવવાચક વૈદિક શબ્દો ભુલાઈ ગયા છે.પ
૧, જીએ વૈદ્યોમાં ચાલેલી ધમનીવિષયક ચર્ચા, ‘પ્રત્યક્ષશારીર’ના ઉપેાધાત, પૃ. ૬૬ થી ૬૮. કવિરાજ ગણનાથ સેનની જ ‘સજ્ઞાપ ચકવિમ’ નામની પુસ્તિકા અને તેનેા ગુજરાતી અનુવાદ આયુવેદ વિજ્ઞાન,’ પુ, ૧૫, અ’૧-૨,
૨, જુઓ ‘પ્રત્યક્ષશારીરના ઉપેાદ્ઘાત, પૃ. ૭૧,
:
૩. જુઓ હુલના · સ્ટડીઝ ઇન ધી મેડિસિન આફ એન્શ્યન્ટ ઈંડિયા, ' ૪. જીએ નિ, ભા. વૈદ્ય સ ંમેલનની ત્રીજી બેઠકના પ્રમુખ તરીકે કવિરાજ ગણનાથ સેનનું ભાષણ, રજત જયન્તી ગ્રન્થ, પ્રથમ ભાગ, પૃ. ૫૮,
4.
જીએ ઉપર, પૃ. ૨૯.
Page #136
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
| [ ૧૭ છતાં સંહિતાઓમાં જે શારીરજ્ઞાન છે તે વૈદ્યક ઉપયોગ માટે જ મેળવાયેલું છે. વૈદિક ગ્રન્થો કરતાં સંહિતાઓમાં શારીરજ્ઞાન વધારે છે, તેમાં પણ ચરક કરતાં સુકૃતમાં શારીરની ઘણી વિગતો વધારે છે તથા લખાણ વધારે વ્યવસ્થિત છે. વળી, શારીર ભાગનું સુશ્રુતનું વગર કારણું વધારે વૈજ્ઞાનિક છે.
સંહિતાકાલીન શારીરસાન ચરક અને સુકૃતનાં શારીરસ્થાનમાં મુખ્યત્વે જળવાઈ રહ્યું છે. આયુર્વેદના પછીના ઈતિહાસમાં શારીરજ્ઞાનને કશે વિકાસ થયો નથી; એટલું જ નહિ, પણ ખેદને વિષય છે કે શારીરનો પ્રત્યક્ષ પરિચય નીકળી ગયું છે. કેવળ શારીર ઉપર લખાયેલ તે ભાસ્કરભટ્ટે રચેલે શારીરપદ્મિની નામને હર્નલના કહેવા પ્રમાણે ઈ. સ. ૧૦૦૦ માં રચાયેલ એક જ ગ્રન્ય જાણવામાં આવ્યું છે. આ ગ્રન્થ સુશ્રુતને અસ્થિગણનામાં અનુસરે છે એમ હર્નલ કહે છે. બીજા બે શ્રીમુખકૃત શારીરશાસ્ત્ર અને શારીર વૈદ્યકનાં નામ ફેટના કટલેગસ કેટલોગમમાંથી કવિરાજ ગણનાથ સેને ઉતાર્યા છે. ૨
શારીરકિયાવિજ્ઞાન ( Physiology )–આયુર્વેદના ગ્રન્થમાં જે જે શરીર અવયવોનાં નામ છે તે સર્વની ક્રિયાનું વર્ણન નથી મળતું, છતાં શારીરક્રિયાવિજ્ઞાન આયુર્વેદમાં બિલકુલ નથી એમ નથી. આયુર્વેદે ત્રિદોષવાદમાં ઘણું શારીરક્રિયાવિજ્ઞાનનો સમાવેશ કર્યો છે. વળી, પાચનક્રિયાનું પણું વર્ણન છે અને રસ, રક્ત, માંસ, મેદ, મજજા અને અસ્થિ એ સાત ધાતુઓ માનીને તેમનાં ઉત્પતિ તથા પિષણને આયુર્વેદમાં વિચાર
૧. જુઓ “આયુર્વેદીય શારીરમ્’ નામની મુંબઈ પ્રાતીય આ, સં. મંડળ તરફથી ૧૯૩૨ માં છપાયેલી પુસ્તિકા અને સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઓફ એશ્યન્ટ ઇંડિયા', પૃ. ૧૭,
૨. “પ્રત્યક્ષશારીરને ઉપોદઘાત, ૫, ૬૨. ' ૩, જુઓ ચરક સૂ. અ. ૨૮ તથા શારીરસ્થાન અ, ૬ અને કિ, સ્થાન - અ. ૧૫ તેમ જ સુશ્રત સૂ. અ. ૪૬,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮],
આયુર્વેદને ઈતિહાસ કર્યો છે. એ ઉપરાંત અંદરના સ્ત્રાવો અને શરીરની અંદરની ક્રિયાથી શરીરને ઉપયોગી સારભાગનું શરીરમાં મળી જવું તથા મળભાગનું બહાર નીકળી જવું વગેરેને આયુર્વેદાચાર્યોને ઠીક ખ્યાલ હતો. શારીરક્રિયામાં મુખ્ય એવી રક્તસંવહનની ક્રિયાનું સંક્ષિપ્ત પણ સૂચક વર્ણન આયુર્વેદમાં મળે છે એમ આ દેશના વિદ્વાન વૈદ્યો માને છે, જોકે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને શંકા કરે છે. ૩ આહારને રસ એ જ રક્તાદિ ધાતુઓનું મૂળ હેવાથી તથા “રસ જ લાલ રંગ ધારણ કરે છે ત્યારે રક્ત કહેવાય છે” (સુકૃત સૂ. અ. ૧૪) એવી આયુર્વેદની માન્યતા હેઈને રક્તસંવહનની વાત કરતાં “તે રસ હૃદયમાંથી વીસ ધમનીઓમાં પેસી આખા શરીરનું હમેશાં તર્પણ કરે છે. શરીરને અનુસરતા એ રસની ગતિ અનુમાનથી જાણવી '' ( સુશ્રુત સુ. અ. ૧૪). “હૃદયમાં રહેલી દશ સિરાઓ આખા શરીરમાં સર્વત્ર રસાત્મક એજને લઈ જાય છે” (વાગભટ શા. અ. ૬), “જને વહનારી હૃદયમાંથી નીકળેલી દશ ધમનીઓ શરીરમાં ચારે તરફ (જથી) પુરાય છે જે એજ વગર સર્વ પ્રાણીનું હૃદય ટકી શકતું નથી અને જે ગર્ભને સાર છે તે રસ (શરીરમાં) ફરતો ફરતે ફરીને હૃદયમાં પ્રવેશે છે” (ચરક સૂત્ર. અ. ૩૦ ના આરંભના દશ લેકે), “વિક્ષેપ જેનું કર્મ છે એવા વ્યાન વાયુથી રસધાતુ શરીરમાં સર્વ તરફ હંમેશાં વિશ્રાતિ વગર ફેંકાયા કરે છે” (ચરક ચિ. અ. ૧૫, શ્લે. ૩૬), “હૃદયમાંથી રસ નીકળે છે અને ચારે તરફ ફેલાઈને પાછા શિરાઓ દ્વારા હૃદયમાં આવે છે” (ભેલ સૂ. અ. ૨૧) વગેરે
૧, જુઓ સુકૃત , અ. ૧૪. ૨. જુઓ આગલા પૃષ્ઠની ટિપ્પણી ૩ ના ઉલ્લેખો.
૩. જુઓ જેલીનું “મેડિસિન પૃ. ૪૧ તથા “આયુર્વેદ વિજ્ઞાન પૃ. ૧૮, અં. ૩ અને પછીના અંકમાં પ્રગટ થયેલો રનેલ્ડ એફ. જી. મુલરને પ્રાચીન આયુર્વેદમાં હૃદય' નામને લેખ.
Page #138
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૨૯
ચરક, ભેલ અને વાગ્ભટનાં વચના જોતાં જેને આચાર્યાં રસ કે એજ કહે છે તે રક્ત શરીરમાં ફરે છે અને હૃદયમાંથી વાહિનીઓ દ્વારા નીકળી પાછું વાહિનીઓ દ્વારા જ યમાં આવે છે એટલી રક્તસ વહનની ખબર સત્તરમા શતકમાં પશ્ચિમમાં શેાધ કરનાર હાવે પહેલાં દોઢ હજાર વર્ષ ઉપર આચાને હતી એ ચેાખ્યુ દેખાય છે. પણ હૃદયના વર્ણનમાં આયુર્વેદના ગ્રન્થામાં ગડબડ થઈ છે. ઉપરના ઉતારામાં તથા અન્યત્ર॰ પણ ચરક-સુશ્રુતાદિ ગ્રન્થામાં સ્પષ્ટ રીતે રક્તાશય( Heart)ને જ કાઠામાં રહેલ હૃદય કહેલ છે; પણ ખીજાં વચનેામાં, પ્રાચીન ઔપનિષદ વચનેાથી ચાહ્યા આવતા હૃદયમાં આત્મા અને મન છે એ વિચાર ચરક–સુશ્રુતમાં પણ ઊતર્યા છે. અને “ આત્મા, ચિત્ત અને વિચારા હૃદયમાં રહેલા છે’ (ચરક સૂ. અ. ૩૦), હૃદય ચેતનાસ્થાન છે, એ તમેગુણથી અભિભૂત થતાં ઊંધ આવે છે ( સુશ્રુત શા. અ. ૪), “મુદ્ધિ જેમાં રહેલી છે તે મનને દૂષિત કરીને” (ચરક ચિ. અ. ૯, શ્લો. ૫) વગેરે ચરક-સુશ્રુતનાં હૃદયમાં મનની સ્થિતિ ખતાવનારાં વચનેાના, મન–મુદ્ધિનું સ્થાન મગજમાં છે એ આધુનિક વિજ્ઞાનના સમાન્ય સિદ્ધાન્ત સાથેના વિરાધનું સમાધાન કરવાની સુચ્છાથી કેટલાક આયુર્વેદપડિતાએ હાલમાં હૃદયને મગજ કરવા માંડયો છે.
* *
,,
tr
અ
૧. સુશ્રુત શારીરસ્થાન, અ, ૪ તથા ચરક શા, અ, ૭ વગેરે. ૨. દ્િઘષ આત્મા ( પ્રશ્ન ઉ. ૩-૬ ); ચ ષો અન્તર્દયે આવારા: तस्मिन्नयं मनोमयः पुरुषः । तै. उ. अनुवाक् ६
દૈવ્રુત્તિષ્ઠ યગિરનવિષ્ટ તન્મે મનઃ શિવનુંલ્પમસ્તુ । શુકલ યજુવેદ સ`હિતા, અ. ૩૪, ૧ થી ૬
૩, જીએ આયુવે દિવજ્ઞાન,' પુ. ૨૦, અ, ૧ માં ~, ગ ંગાધર શાસ્ત્રીના આ હૃદય કિયું” નામના લેખ અને શ્રી, ગ, સ, દીક્ષિતનાં પુસ્તકા—જ્ઞાનેશ્વરીચે શાસ્ત્રીય મથન તથા ત્રિધાતુ ત્રિદેષ ચર્ચા (પૃ: ૧૦૧થી આગળ).
હું
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ] .
આયુર્વેદને ઈતિહાસ કેટલાક વળી હૃદય શબ્દના (૧) રક્તાશય અને (૨) મગજ એવા બે અર્થ કરે છે, પણ મને હૃદય શબ્દને આ મગજ અર્થ પ્રાચીનએ માન્યો હોય એમ જણાતું નથી. બાકી, ભેલનું માથું અને તાળવું એ બેની વચ્ચે મન રહેલું છે એ વચન મગજમાં મન હોવાનું ઠીક સૂચક છે.
ત્રિદોષવાદ–ઉપર પ્રમાણે શારીરક્રિયાવિજ્ઞાન વિશે છૂટક સૂચને મળે છે, પણ એ વિષયમાં આયુર્વેદને સાચે આધાર તે ત્રિદોષવાદ છે. આયુર્વેદમાં સૃષ્ટિક્રમ અને પદાર્થનું વર્ગીકરણ ઉપનિષદે તથા સાંખ્ય-વૈશેષિકાદિ દર્શનેમાંથી ઊતરી આવેલ છે; જોકે આયુર્વેદે વીગતોમાં ઝીણું વધારાઘટાડા કર્યા છે.૩ પછી પ્રાચીન ઓપનિષદ ત્રિકરણ (છ. ઉ. ૬-૩) તથા સાંખ્યદર્શનના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ તેમ જ “ચન્દ્ર, સૂર્ય અને વાયુથી જગતનું પ્રત્યક્ષ ધારણ થાય છે” એ દાખલ–એ બધા ઉપરથી આયુર્વેદાચાર્યોએ ત્રિદોષવાદ ઉપજાવ્ય લાગે છે (જુઓ સુકૃત સૂ. અ. ૨૪ તથા અ. ૨૧), પણ તેઓએ આધુનિક ભૌતિક વિજ્ઞાન (Physical Sciences ) તથા તેનાં અવલોકનો, પ્રયોગો વગેરેની મદદ વગર કેવળ સમર્થ પ્રતિભાના બળ વડે શારીરક્રિયાવિજ્ઞાન, ગવિજ્ઞાન અને ચિકિત્સા ત્રણેયને એ ત્રિદોષવાદના એક સૂત્રમાં ગૂંથી લીધાં છે અને એ કારણથી જ ત્રિદોષવાદ એ આયુર્વેદની એક વિશેષતા છે. વાત, પિત્ત, કફને આધુનિક વિજ્ઞાનની
૧, જુઓ “પ્રત્યક્ષશારીર, નાડીખંડ, પૃ. ૩, ટિ. ૪ તથા “આયુર્વેદ વિજ્ઞાન’ પુ૧૯, પૃ. ૨૩૬માં મી. ગેવર્ધન શર્મા છાંગાણુને “હૃદયવિચાર” નામને લેખ.
૨. જુઓ બેલસંહિતા, ચિ. અ. ૮.
૩. જુઓ “આયુર્વેદ વિજ્ઞાન”પુ, ૧૮, અં. ૯માં “ત્રિદોષવાદ અને કાશીની પરિષદ” નામને મારા લેખ તથા મારું “આયુર્વેદનાં દાર્શનિક તથા સર્વર સંબંધી પ્રકરણને અભ્યાસ.”
Page #140
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૧ પરિભાષામાં શું કહી શકાય એ વિશે વૈદ્યોમાં વર્ષોથી પુષ્કળ ઊહાપોહ થયો છે. પણ હજી સર્વ શંકાઓનું સમાધાન કરે અને આધુનિક માનસને સંતોષ આપે એવો નિર્ણય થયો નથી. કદાચ એ શક્ય નહિ હોય, કારણ કે પ્રાચીન વર્ગીકરણ આધુનિકથી જુદી જ ભૂમિકા ઉપર હોય એમ લાગે છે. છતાં વાત, પિત્ત, કફ કપિત નથી અને દેઢ-બે હજાર વર્ષથી સંતોષકારક રીતે વૈદ્યક વ્યવહારમાં કાર્ય સાધક નીવડેલ છે.
સામાન્ય રીતે કવિરાજ ગણનાથ સેન વાત, પિત્ત, કફને જે રીતે સમજાવે છે તે અત્યારે વૈદ્યોમાં સર્વમાન્ય નહિ તે બહુમાન્ય છે. વાયુ, પિત્ત અને કફનું પ્રસાદરૂપ અને મળ૨૫,
૧. વૈદ્યસંમેલનના સભાપતિઓનાં વ્યાખ્યાને અને વૈદ્યકીય સામયિકોમાં વારંવાર પ્રકટ થયેલા અનેક લેખો ઉપરાંત મદ્રાસ સરકાર ઈ. સ. ૧૯૨૧માં નીમેલ “ધ ઈન્ડીજીનસ સીસ્ટમ એફ મેડિસિન”ની કમિટીને રિપોર્ટ, મ. મ. કવિરાજ ગણનાથ સેનના સિદ્ધાન્તનિદાનને આરંભ, નાશિકના ૧૯મા નિ. ભા. વૈદ્યસંમેલનની સમિતિ તરફથી માગવામાં આવેલા ત્રિધાતુસર્વસ્વ સંબંધી અનેક નિબંધ (જેની યાદી “આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૧૪, પૃ. ૨૩૨-૩૪માં છે) અને “ત્રિદોષ એ પ્રત્યક્ષ પદાર્થ છે” એ નામને ભિકાજી વિ. ડેકરને આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૪, પૃ. ૨૩૮થી આગળ છપાયેલો લાંબો નિબંધ વગેર પુષ્કળ સાહિત્ય છે. પછી કાશીમાં સ. ૧૯૯૨ના કાર્તિકમાં ભરાયેલ પંચભૂત અને વિદેષવાદ પરિષદમાં આવેલા નિબંધો અને છેવટે થયેલા ઠરાવો.
આયુર્વેદ વિજ્ઞાન ”ના ૧૯૯૧ ના પુસ્તકમાં પણ અમુક નિબંધે છપાયા છે. ત્રિદેષવાદ નામને એક નિબંધ શ્રી ભાનુશંકર નિર્ભયરામનો પુસ્તકાકાર સં. ૧૯૯૧માં જ છપાયો છે, “ત્રિધાતુદોષ ચર્ચા ” નામનું છે. ગ. સ. દીક્ષિતનું લખેલું એક મોટું મરાઠી પુસ્તક ઈ. સ. ૧૯૩૯ માં છપાયું છે, ઉપલી નોંધ કેવળ દિગ્દર્શક છે, સંપૂર્ણ નથી.
૨. ઓડકાર, અધેવાયુ વગેર વાયુ તે મલભૂત વાયુ, પિત્ત (Ble) તે મલભૂત પિત્ત અને નાક, છાતી વગેરેમાંથી નીકળતે કફ (Phlegm) એ મલભૂત કફ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
આયુર્વેદને ઈતિહાસ તેમ જ પ્રાકૃતરૂપ તથા વિકૃતરૂ૫; વળી વાયુની કેવળ સૂક્ષ્મતા અને પિત્ત તથા કફની સૂક્ષ્મ અને સ્થળ ઉભયવિધતા વગેરે વિસ્તૃત વિષયની ચર્ચા અહીં શક્ય, નથી, પણ કવિરાજ ગણનાથ સેનના શબ્દોમાં, સમગ્ર નાડીમંડલ (Nervous System)ની ક્રિયાઓને વાયુમાં, શરીરમાં જે કાંઈ કાર્યો ઉષ્ણુતા અને તેજથી થાય છે (Heat producing mechanism) તેને પિત્તમાં અને શરીરમાં તર્પણ સ્નિગ્ધતા રાખનાર અને ઉષ્ણતા ન વધવા દેનાર જે કાર્ય થાય છે તેને કફમાં સમાવેશ કર્યો છે. અલબત્ત, આ કરતાં વાત, પિત્ત, કફમાં ઘણું વધારે છે. નીરોગ તથા રોગયુકત શરીરની સર્વ પ્રકારની ક્રિયાઓનું ત્રણ લક્ષણસમૂહમાં વગીકરણ કરવાનો પ્રયાસ મને ત્રિદોષવાદમાં દેખાય છે.
દવ્યગુણવિજ્ઞાન અને પરિભાષા વૈદ્યનું દ્રવ્યગુણવિજ્ઞાન અને પરિભાષા ( Meteria Medica and Pharmacy) પણ એક પૂર્વાગ છે. વૈદિક કાળના વૈદ્યને લગભગ સે વનસ્પતિદ્રવ્યોને પરિચય હશે એ ઉપર જેવું છે, અને એમાંથી ચેડાં દ્રવ્યોનું જ ઔષધીય જ્ઞાન હશે અને તે પણ અ૫; પણ સંહિતાકાલીન વૈદ્યને છસેથી વધારે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિઓને પરિચય છે, જોકે હાલમાં એમાંથી કેટલીક સંદિગ્ધ થઈ ગઈ છે અને ત્રણસોથી વધારે ભાગ્યે જ વપરાય છે. વળી, પ્રાણીઓ અને પક્ષીઓનાં માંસ, રક્ત, દૂધ, મૂત્ર, મળ વગેરેને પણ પુષ્કળ ઉપયોગ સંહિતાઓમાં કરેલો છે. ઔષધીય વનસ્પતિનું કયું અંગ દવા તરીકે લેવું તથા કઈ
૧. જુઓ “સિદ્ધાન્ત નિદાનના પહેલા બાર કે, તેની ટીકા અને તેમાં ઉદાહરલાં સંહિતાઓનાં વચનો તથા નિ. ભા. વૈદ્યસંમેલનની ત્રીજી બેઠકના સભાપતિનું વ્યાખ્યાન. આ સિવાય ત્રિદોષવિષયક ગ્રન્થવચનોના સંગ્રહ આગલી ટિપ્પણીમાં ઉલિખિત નિબંધ અને ગ્રન્થામાં મળશે.
Page #142
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૩.
ઋતુમાં લેવું વગેરેના વિચાર પણ છે.૧ વળી ઔષધીય બ્યાના ગુણાતા ઘણા બહેાળા અનુભવ સંહિતાકાલીન વૈદ્યોને હતા. એ. ચેાક્કસ છે. તેઓએ ગુણાનું વી કરણ પણ કર્યુ. છે અને રસ, ગુણુ, વી, વિપાક અને પ્રભાવ વડે શરીરમાં ઔષધીય દ્રવ્યા અસર કરે છે એમ આચર્ચાએ માન્યું છે.૨ પ્રાચીન આર્યોંએ આધુનિક રીતે પશુએ ઉપર પ્રયાગ કરીને નહિ, પણ સીધા મનુષ્યા ઉપર અનુભવ લીધે હાય એમ જણાય છે.
આ ઔષધીય દ્રવ્યોના ગુણાનું વર્ણન કરનારા અઘ્યાયા ચરકસુશ્રુતમાં છે, પણ પાછળથી નિટુના નામથી એ વિષયના જુદા જ ગ્રંથા રચાયા છે. ધન્વન્તરિનિધટુ, રાજનિધટુ આદિ નિબંદુગ્રન્થાની નેાંધ આગળ આવશે, વનસ્પતિની ઓળખાણુ દર્શાવનારું જેવું . વનસ્પતિશાસ્ત્ર ( Botany ) હાલમાં વિકાસ પામ્યુ છે તેવું ચરક–સુશ્રુતના કાળમાં નહેતું, પણ વૈધે ઔષધીય વનસ્પતિના પરિચય ભરવાડ, તપસ્વીઓ વગેરે જંગલમાં રહેનારા લેાકા પાસેથી મેળવવે જોઈએ એમ આચાર્યાએ કહેલું છે.૪
પ્રાચીન આચાર્યએ દવા તરીકે વાપરવા માટે ઔષધીય તેલ, આસવ, ગુટિકા, અવલેહ, એટલા જૂના કાળમાં કલ્પના અંગે તાલમાપની પણ સૂચના
દ્રવ્યેાની સ્વરસ, ફ્રાંટ, વાથ, ઘી, રસક્રિયા વગેરે અનાવટાની પણ કરી છે અને એ બનાવટાને કરી છે.પ
૧. એ સુશ્રુત સૂ. અ. ૩૬.
૨. જીએ ચરકસંહિતા, સૂત્રસ્થાન, અ. ૨૬ અને સુશ્રુત, સૂ. અ. ૪૦. ૩. જુઓ ચરક સૂત્રસ્થાન, અ, ૨, ૩, ૪ વગેરે તથા સુશ્રુત સૂત્રસ્થાન.
અ. ૩૮.
૪. જીએ સુશ્રુત સ્, અ, ૩૬, શ્લા, ૮ તથા ચરક સૂ, અ, ૧, શ્ચા, ૧૨ થી ૧૨૨,
૫. જુઓ ચરક સૂ. અ, ૪ તથા કપસ્થાન અ, ૧૨, શ્લા. ૮૭ થી આગળ તથા સુશ્રુત સ્. અ. ૩૮, ક્ષ્ા. ૮૦ તથા ચિ, અ, ૩૧,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
આયુર્વે ના ઇતિહાસ
દ્રવ્યગુણશાસ્ત્રમાં ખનિજોના ઉપયાગ રસશાસ્ત્રના વિકાસને લીધે પાછળથી વધ્યા છે, તેમ જ ઔષધક્રિયાશાસ્ત્રની પણ પ્રગતિ થઈ છે.
સ્વસ્થવૃત્ત—આયુવેદનાં મુખ્ય પૂર્વાંગાની ચર્ચા ઉપર પ્રમાણે ટૂંકમાં કર્યા પછી હવે મુખ્ય અંગા તરફ વળીએ. આયુર્વેદ એટલે આયુષનું જ્ઞાન; અને આયુર્વેદાચાર્યાં જેનાથી આરેાગ્ય જળવાઈ રહે, માથુસ માંદુ ન પડી જાય એવા આહારવિહારના નિયમે આપવા અને પાતાનું કર્તવ્ય ગણે છે. આ સ્વસ્થવૃત્ત (Hygiene)શાસ્ત્રને આ જમાનામાં ધણા વિકાસ થયા છે. અને આયુર્વેદમાં જેને હાલમાં જાહેર આરેાગ્યશાસ્ત્ર ( Public Hygiene ) કહેવાય છે તેની બહુ ચર્ચા નથી, જોકે જાહેર આાગ્ય માટે આવશ્યક કેટલાક નિયમેા, દા. ત. રસ્તામાં ન થૂંકવું, મળત્યાગ નદીને કાંઠે ન કરવા વગેરેના સત્કૃત્તમાં સમાવેશ કર્યાં છે,॰ પણ વ્યક્તિગત આરાગ્યને આયુર્વેદે ઝીણા વિચાર ર્યાં છે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાથી આરંભી શું શું કરવું એની દિનચર્યાં તેમ જ ઋતુચર્ચા અને સાન્ન રહેવા માટે શું ન કરવું એ સંબંધી નિયમા આયુર્વેદે આપ્યા છે, ૨ જેમાંના ધણા આધુનિક વિજ્ઞાનથી અપ્રતિકૂળ છે.
વળી, આયેાગ્ય માટે આવશ્યક ગણેલા સવૃત્તમાં સત્ય, બ્રહ્મચર્ય, મૈત્રી, કારુણ્ય વગેરે ઊંચામાં ઊંચા માનવગુણાને સમાવેશ કરીને આયુર્વેદાચાર્યાએ ઉચ્ચ નૈતિક દષ્ટિ દર્શાવી છે.
નિદાન-આયુર્વેદ ત્રિકન્ધ અથવા ત્રિસૂત્ર કહેવાય છે. આ ત્રણ કન્ય એટલે (૧) હેતુ, (ર) લિઙ્ગ અને (૩) ઔષધ.૩
૧. જુએ ચરક રૂ. અ. ૮ અને સુશ્રુત ચિ. અ. ૨૪,
૨. ચરક સૂ. અ, ૫, ૬, ૭ અને ૮ તથા સુશ્રુત સ્ અ. ૬ તથા ચિ. અ. ૨૪,
૩. જુઓ ચરક સૂ. અ. ૧, ક્ષેા. ૨૪.
Page #144
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સહિતાઆ
[ ૧૩૫
આમાંથી હેતુ અને લિંગ અથવા લક્ષણાના સમાવેશ રાગના નિદાનમાં થઈ જાય છે. આયુર્વેદાચાર્યાની રાગકારણ વિશે સામાન્ય રીતે એવી કલ્પના છે કે રાગેાના સહેજ, ગર્ભાવસ્થામાંથી આવેલા, બહારના આધાતથી થયેલા, પેાતાના મિથ્યા આહારવિહારથી ઉત્પન્ન થયેલા, ઋતુ વગેરે કાળના ફેરફારથી થયેલા, આગન્તુક અને સ્વભાવજન્યૂ એ રીતે સાત પ્રકાર છે. વળી, આચાર્યાંએ શારીર અને માનસ એય જાતના રાગેા માન્યા છે. રજોગુણ અને તમેગુણુ માનસરોગના હેતુ છે, ત્યારે વિકૃત થયેલા વાત, પિત્ત અને કફ્ શારીર રોગોનું કારણ છે.૨ આ ત્રણ દેષા વિકૃત ચવાનાં કારણે ગ્રન્થકારાએ વિસ્તારથી આપ્યાં છે, જોકે ટૂંકામાં સ કારણેાના કાળ, બુદ્ધિ અને ઇન્દ્રિયાર્થાના હીન, મિથ્યા અને અતિયાગમાં સમાવેશ કર્યાં છે.૪
જેમ શારીરક્રિયાઓના આયુર્વેદાચાર્યાએ વિદ્યાષવાદમાં સમાવેશ કર્યાં છે તેમ એ જ ત્રણ ાષાની વિકૃતિના સંચય, પ્રક્રેાપ, પ્રસર અને સ્થાનસત્રય થઈ તે રાગેાનાં લક્ષણા દેખાય છે એવું માનીને રાગવિજ્ઞાન(Pathology)ના પણ એમાં જ સમાવેશ કર્યાં છે.
પણુ અહીં હાલમાં પાશ્ચાત્ય વૈદ્યકમાં અનેક રાગેાના કારણરૂપે મનાતા સૂક્ષ્મ જન્તુકારણુવાદ વિશે આયુર્વેદમાં શું છે એ પ્રશ્ન ઊઠવાના સંભવ છે. શરીરમાંથી ઝાડા વાટે જે કૃમિ નીકળે છે તેની કાંઈક ખબર તેા વૈદિક વૈદ્યને પણુ હતી અને આયુર્વેદને
૧. જુઓ સુશ્રુત સૂ. અ. ૨૪ તથા છઠ્ઠા નિ, ભા, વૈશ્વસમેલનના સભાપતિનું ભાષણ, રજતજયન્તી ગ્રન્થ, ભા, ૧, પૃ. ૧૧૬,
૨. ચરક સૂ. અ. ૧, શ્લા, ૫૭ અને સુશ્રુત સ્. અ, ૨૧, ૩. ચરક સૂ. અ. ૨૮ અને સુશ્રુત સૂ. અ. ૨૧. ૪. જીઓ ચરક સૂ. અ. ૧૦.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
આયુર્વેદને ઈતિહાસ પણ છે, પરંતુ સૂક્ષ્મ અદશ્ય કૃમિઓ જેથી કુષ્ઠાદિ રોગ ઉત્પન્ન થાય છે તેનેયે ઉલ્લેખ મળે છે. વળી “ કુષ્ઠ, અમુક તાવ, ક્ષય, આંખને રોગ (નેત્રાભિષેન્દ) વગેરે રોગોને ચેપ લાગે છે” એ વાત પણ સુકૃતમાં સ્પષ્ટ કહી છે. પણ સૂક્ષ્મદર્શકયંત્ર વગરના એ જમાનામાં સૂક્ષ્મ જન્તુશાસ્ત્ર( Bacteriology )ની આધુનિક પ્રકારની ઉન્નતિ થવાને સંભવ જ નથી અને એ ઉન્નતિ સિવાય એને મહત્ત્વ મળવાને પણ સંભવ નથી. અલબત્ત, શરીરની સ્વાભાવિક પ્રતિષેધક શક્તિ( Immunity (૬ની મહત્તા મહર્ષિએ સમજ્યા હતા એમ માનવામાં વધે નથી. ચરકાચાર્યે આ દૃષ્ટિથી જ આહાર, નિદ્રા (જેમાં આરામને સમાવેશ થાય છે ) અને બ્રહ્મચર્ય એ ત્રણને શરીરના ઉપસ્તમ્ભ કહ્યા છે. એ યથાર્થ છે.
જેમ રોગનાં કારણેને આયુર્વેદાચાર્યોએ વિચાર કર્યો છે તેમ એનાં લક્ષણોને પણ ઘણે વિચાર કર્યો છે. ભિન્ન ભિન્ન રોગનાં વિશિષ્ટ લક્ષણોનું વર્ણન આચાર્યોએ નિદાન સ્થાનમાં, ચિકિત્સાસ્થાનમાં તથા સુશ્રુતના ઉત્તરસ્થાનમાં કરેલું છે. આયુર્વેદાચાર્યોના મત પ્રમાણે કોઈ રોગનું નામ ન મળે તો પણ પ્રકુપિત દેશનાં લક્ષણો જોઈને રોગને ઉપચાર થઈ શકે.
પરીક્ષા–રોગની પરીક્ષા પ્રત્યક્ષ, અનુમાન અને શાસ્ત્ર એ ત્રણથી કરવી એમ કહ્યા પછી પ્રત્યક્ષ પરીક્ષા જીભ સિવાય બાકીની
૧. સુકૃત, ઉત્તરતન્ન, અ. ૫૪. ૨. એજન, પ્લે ૧૫ થી ૨૦. ૩. સુકૃત નિદાન, અ. ૫, શ્લો. ૩૨, ૩૩. ૪. ગણનાથ સેન એને “વૈષ્ણવી શક્તિ કહે છે. ૫. ચરક સૂ. અ. ૧૧, . ૩૫.
૬. ચરક સૂ. અ. ૧૮, ક. ૪૪ થી ૪૭ અને સુકૃત સૂત્ર. અ. ૩૫, à, ૧૯,
Page #146
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૭ જ્ઞાનેન્દ્રિયથી કરવી એમ ચરક કહે છે, ત્યારે સુશ્રુત કહે છે કે
દર્શન, સ્પર્શ અને પ્રશ્ન એ ત્રણ વડે રેગની પરીક્ષા કરવી એમ કેટલાક કહે છે તે ખોટું છે. ખરી રીતે કાન વગેરે પાંચે ઇન્દ્રિયેથી તથા પ્રશ્નથી પરીક્ષા કરવી.”૨ અલબત્ત, હાલમાં ત્રાદિ ઇન્દ્રિયની મદદમાં સ્ટેથેસ્કોપ, થર્મોમીટર વગેરે સાધનો વપરાય છે એ ત્યારે ન હતાં, પણ જ્ઞાનેન્દ્રિયે વડે તથા અનુમાનશક્તિ વડે થઈ શકે એટલી પરીક્ષા જરૂર કરવામાં આવતી. અલબત્ત, આ રીતે પિતાની જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ વડે કરવામાં આવતી પરીક્ષામાં પર્કરણ અને તીર્ણ બુદ્ધિશાળી ઘણો ઊંડે ઊતરી શકે, જ્યારે મંદશક્તિવાળાની પરીક્ષા ઉપરછલ્લી અને કેટલીક વાર ભૂલભરેલી બનવાનો સંભવ છે. થર્મોમીટર જે રીતે ગમે તેને હાથે મુકાય પણ એકસરખું જ્ઞાન આપે તેમ સ્પશેન્દ્રિયથી ન બને એ દેખીતું છે. નવા જમાનામાં પરીક્ષાની સાધનને ભારે વિકાસ થયો છે.
ચિકિત્સા – કાયચિકિત્સાના નિદાનવિભાગની વાત ઉપર થઈ ગઈ. ચિકિત્સાનો વિચાર કરતાં પહેલાં જ કહેવું જોઈએ કે પ્રાચીન આચાર્યોએ કાયચિકિત્સાશાસ્ત્ર( Medicine)ને ઘણે વિકાસ કર્યો હતો અને અત્યારે પણ વૈદ્યોના જીવનને આધાર કાયચિકિત્સા જ છે. આ દેશમાં સાધારણ રીતે થતા તાવ, ઝાડા, ભરડે, ક્ષય, પાંડુરોગ, ઉધરસ, દમ વગેરે ઘણું રે ઉપર અસરકારક ઔષધના બહોળા અનુભવથી ગોઠવેલા યોગો દ્વારા ચિકિત્સાપદ્ધતિ ચરકના ચિકિત્સાસ્થાનમાં અને સુશ્રુતનાં ચિકિત્સા તથા ઉત્તરસ્થાનમાં કહી છે; પ્રાચીનએ કહેલા ઘણુંખરા રે અત્યારે ઓળખી શકાય છે. અલબત્ત, કઈ કઈ વર્ણન અપૂર્ણ હોવાના કારણે કે બીજા કારણે સંદિગ્ધ કટિમાં પડી ગયા છે. કેઈક અત્યારે
૧. ચરક વિમાન, અ. ૪, ૨. સુશ્રુત સૂ. અ. ૧૦-૪.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
આયુર્વેદને ઈતિહાસ દેખાતા જ નથી, જ્યારે કેટલાક નવા રેગે જોવામાં આવે છે. આટલા લાંબા કાળને અંતરે આવો ફેરફાર સ્વાભાવિક છે. પણ આયુર્વેદાચાર્યોએ નિદાનચિકિત્સાની એવી પદ્ધતિ ગોઠવી હતી કે નવા રોગોની ચિકિત્સા કરવામાં વૈદ્ય મૂંઝાય નહિ.
જુદા જુદા રંગે ઉપર ફાયદાકારક ઔષધો અને યોગ્ય બનાવટનો ઉપાય શોધી કાઢવા સાથે આચાર્યોએ પથ્યાપથ્ય અને લંઘનાદિ ઉપચાર પદ્ધતિઓ શોધી કાઢી છે. પથ્યાપથ્યના જ્ઞાન અર્થે આહારમાં વપરાતાં દ્રવ્યોના તથા ખોરાકની જુદી જુદી બનાવટોના ગુણ આચાર્યોએ વિસ્તારથી વર્ણવ્યા છે. આ સામાન્ય ઉપદેશ સાથે કેટલાક રોગો ઉપર તો અજબ શોધ કરી છે. દાખલા તરીકે, એક વખતના સર્જન જનરલ સર પાડેલ્યુકસે એક પ્રસંગે કહેલું તેમ “વિડાલ (Widal) અને જાવાલ( Gaval )ના જર્મનીમાં થયેલા પ્રયોગોને પરિણામે ઉદરરોગ( Dropsy )માં મીઠા વગરને ખોરાક આપવો એ હવે દાક્તરીમાં આવશ્યક ગણાય છે, પણ આ વસ્તુ પૂર્વમાં હજારે વર્ષથી જાણવામાં હતી.” અને ખરેખર ચરકે ઉદર ચિકિત્સિત( . ૧૦૦,૧૦૧ )માં મીઠાવાળા અન્નની તથા પાણીની ના પાડી છે અને દૂધના પ્રયોગની ચરક-સુતે ઉદરમાં ખાસ ભલામણ કરી છે.૪ હાલના વૈદ્યો દૂધ ઉપર રાખવાને પ્રગ કરાવે છે એ પ્રસિદ્ધ છે. આયુર્વેદિક કાયચિકિત્સાની
૧. જુઓ ચરક સૂ. અ. ૫ અને અ. ૨૬, ૨૭, ૨૮ તથા સુકૃત સૂ. અ. ૪૧,
૨. જુઓ નિ, ભા. વેદસંમેલનની સાતમી બેઠકના સભાપતિના વ્યાખ્યાનમાં સર પાર્ટીટ્યુકીસે ઈંદરની કિંગ એડવર્ડ મેડિકલ સફૂલ સાથેની લેટરી અને લાયબ્રેરી ખુલ્લી મુકતાં કરેલા ભાષણમાંથી ઉતારી. (રજતજયન્તી ગ્રન્થ, ભા. ૧ )
૩. વળી જુઓ સુશ્રુત ચિ. અ. ૨૩-૧૦. ૪. ચરક ચિ. અ. ૧૩, . ૭૧.
Page #148
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૯
આવી બધી વિશેષતાઓ અહીં નોંધી શકાય નહિ, પણ પચકા ઉલ્લેખ કર્યા વગર નહિ ચાલે. આયુર્વેદાચાર્યાએ સ્નેહ, સ્વેદ, વમન, વિરેચન અને બસ્તિ એ પાંચને ઉપચારનાં માર્યા કર્યાં ગણ્યાં છે. આ કર્માં કયા કયા રાગમાં ખાસ ફાયદો કરે છે, એ કઞા વિધિ, એના ભે, એના અતિયેાગ અથવા હીનયેાગની વ્યાપત્તિમા તથા તેના ઉપચારો વગેરે અનેક ખાખાના સવિસ્તર વિચાર આયુર્વેદે કર્યાં છે. સામાન્ય રીતે વિરેચન (જીલાખ), વમન અને અસ્તિ (એનીમા ના પાશ્ચાત્ય વૈદ્યકમાં તથા દેશી વૈદ્યકમાં ઉપયોગ થાય છે, પણ આયુર્વેદીક્ત વમન, વિરેચન, બસ્તિમાં એથી ધણું વધારે છે, અને પચકમમાંથી સ્નેહ, સ્વેદ જેવી કેટલીક ક્રિયાઓ જૂની રીતે મલખારમાં હજી થાય છે. આયુર્વેદીક્ત પૉંચક'ની તથા ખીજાં કેટલાંક ચિકિત્સાકર્માંની વિશાળ શકયતા નવા અન્વેષકાની અન્વેષણુશક્તિની રાહ જુએ છે.
શયત ત્ર—શસ્રથિકિત્સા ( Surgery : Major & Minor )—શયતંત્રના અનેક ગ્રન્થા પહેલાં હતા એ ઉપર જોયું છે, પશુ અત્યારે તેા સુશ્રુતના સૂત્રસ્થાનમાં અને ચિકિત્સાસ્થાનમાં જે જળવાઈ રહ્યું છે તે જ આપણી પાસે છે.
શસ્ત્રચિકિત્સાને અંગે પહેલા વિચાર એમાં ઉપયાગી થયારાને આવે છે. દેશી વૈદ્યકમાં જૂના વખતમાં જે શસ્ત્રચિકિત્સા હાય તા એમાં ઉપયાગનાં હથિયારા પણ હાવાં જોઈ એ. હવે જોકે જૂની શેાધખાળમાં કાઈ સ્થળેથી શસ્ત્રવઘોનાં હથિયાર મળી આવ્યાં નથી, પણ સુશ્રુતમાં એનું જે વર્ણન છે તે એટલું સ્પષ્ટ અને સૂચક છે કે એ બધાં હથિયારા એક કાળે વપરાતાં હશે એ ચાસ છે.
૧. જુઓ ચરક સૂ. અ, ૧૩ થી ૧૬ તથા આખું કલ્પસ્થાન તેમ જ સુશ્રુત ચિકિત્સાસ્થાન, અ. ૩૧ થી ૩૭.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
આયુર્વેદના ઇતિહાસ
'
સુશ્રુતે શસ્ત્રકŕપયોગી હથિયારાના બે મોટા વિભાગ પાડયા છે૧ : (૧) યન્ત્રા (Non-utting or Blant Instruments), અને (૨) શસ્ત્ર ( Cutting_Instruments ). આ હથિયારો ધણા લેાકેા માને છે તેમ જંગલી કે પ્રાથમિક દશાનાં નહાતાં. સુશ્રુત કહે છે કુર યન્ત્રા માટે ભાગે લેાઢાનાં, કાઈ વાર ખીજી વસ્તુ( દા. ત., શીંગડું, હાડકાં વગેરે )નાં પશુ યેાગ્ય માપનાં, સારી રીતે પકડાય એવું, મજબૂત, સારા દેખાવનાં અને દાંતાવાળાં કે લીસા મેાઢાવાળાં તથા જુદાં જુદાં જનાવરા, પક્ષીઓ વગેરેનાં મેઢાના આકારનાં ( જે આકાર ઉપરથી તેઓનાં નામેા પાડયાં છે ), જુદાં જુદાં કાને લાયકનાં હેાવા જોઈએ.” સુશ્રુતે ખીજાનાં યન્ત્રા જોઈ તે તેવાં તૈયાર કરાવવાં એમ લખ્યું છે, એ ઉપરથી પણ ગ્રન્થામાં વન જ છે એમ નથી પણુ યન્ત્રશસ્ત્રા પણ હતાં એમ ઠરે છે. વળી, શસ્ત્રા સારી પકડવાળાં, સારા લેઢામાંથી બનાવેલાં તથા સારી ધારવાળાં હાવાં જોઈએ એમ લખેલું છે ( સુશ્રુત સૂ. અ. ૮-૮ ). શસ્ત્રાને પાણી પાવાના વિધિ પણ લખ્યા છે (એજન ૧૨). કુલ યન્ત્રા સુશ્રુતે ૧૦૧ ગણ્યાં છે, જેમાં શસ્ત્રવૈદ્યના હાથને ચોગ્ય રીતે પ્રધાનતમ કહેલ છે ( સૂ. અ. ૭–૩ ). વળી યન્ત્રાના છ પ્રકાશ નીચે પ્રમાણે ગણ્યા છે ઃ (૧) સ્વસ્તિકય ત્રા ( Cross-bladed Insruments—Forceps ) ૨૪; (૨) સદશયંત્ર ( Pincers. હાલનાં Dissection Forceps with or without catch) ૨; (૩) તાલયન્ત્ર (Scoop ) ૨; (૪) નાડીયન્ત્ર ( Tubular lnstruments) ૨૦, જેમાં આધુનિક tubular specula cathetars, syringes, cupping instruments વગેરેને સમાવેશ થાય છે; (૫) શલાકાયન્ત્ર ( Blunt probe, hook, sound વગેરે ) ૨૮;
૧. જીએ સુશ્રુત સૂ અ. ૬ અને ૮.
૨. એજન, ૭, ૯,
Page #150
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સ ંહિતાઓ
[ ૧૪૧
અને (૬) ઉપયતંત્ર ( પાટા, ટ્વારી, ચામડું વગેરે) ૨૫. પ્રત્યેકનાં માપ, આકાર વગેરેનું વર્ણન કર્યુ છે. ૧
સુશ્રુતે શસ્ત્રો ( cutting instruments) મંડેલાગ્ર આદિ વીશ ગણાવ્યાં છે, જેમાં જુદી જુદી જાતનાં ચાકુ (KnifeSharpCurette), કરવત, કાતર, Trocar, સાઈ વગેરેના સમાવેશ થાય છે. આ હથિયારામાંથી છેદન, લેખન, ભેદન, વિસ્રાવણ, વ્યધન, આહરણુ, એપણુ અને સીવણુ એ આઠ જાતનાં શસ્ત્રકમાંંમાંથી કયા કર્મીમાં કર્યું વાપરવું, કેવી રીતે અમુક પડવું, તથા હથિયાર વાપરવાની ટેવ કેવી રીતે પાડવી એ બાબતની પણ સૂચના સુશ્રુતે આપી છે.ર
શસ્રક્રિયા—આ યન્ત્રો અને શસ્ત્રનેા પ્રાચીન શઅવૈદ્યો યેાગ્ય ઉપયોગ ધણી કુશળતાથી અને ઝડપથી કરતા હશે એ ચેાક્કસ છે, કારણ આ જમાનાનાં દર્દીને ભાનરહિત કરનારાં કલોરોફોમ આદિ ઔષધો (anaesthetics)ના અભાવને લીધે મારુ શસ્ત્રક` કરવું કેટલું બધું મુશ્કેલ થતું હશે એ સમજી શકાય છે. સુશ્રુતમાં ગંભીર શસ્રક કરવા પહેલાં દર્દીને મદ્ય ( દારૂ ) પાવાનું લખ્યું છે અને એના ધેનમાં પડેલાને શસ્ત્રના શ્વાની વેદના નથી જણાતી એમ માન્યું છે, પણ એ વખતે
૧. સુશ્રુત સૂત્રસ્થાન, અ, ૭. આ યન્ત્રાની આધુનિક સાથે સરસ સરખામણી કવિરાજ ગણુનાય સેને ‘Indian Medical Record’ના ૧૯૧૪ના આકાબર અને ૧૯૧૫ના નવેમ્બર અંકમાં કરી છે,
"
સ્વ. શ્રી. ગિરીન્દ્રનાથ સુખાપાધ્યાય ખી. એ., એમ. ડી., એમણે Surgical Instruments of the Hindus ' નામના ગ્રન્થ લખ્યા છે.
.
૨. જીએ સુશ્રુત સ્, અ. ૮ તથા ૯.
૭. સુશ્રુત સ્ અ, ૧૭, શ્લા. ૧૨ થી ૧૪.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
આયુર્વેદના ઇતિહાસ
શસ્ત્રક` કેવું કષ્ટભરેલું હશે એ પથરીના શસ્રકનું સુશ્રુતે જે વર્ષોંન કર્યુ” છે ( ચિ. . ૭) તે ઉપરથી દેખાય છે. એ કારણથી જ સુશ્રુતમાં કહ્યું છે કે “ ન કરવાથી ચાક્કસ મૃત્યુ થશે અને કરવાથી સંદિગ્ધ હોય એટલે કે કદાચ બચી જાય એમ હાય તા શસ્રક કરવું અને તે પણ રાજાની રજા લઈ તે ''. ( એજન, શ્વે. ૨૯ ). આયુર્વેČના ઉપલા સ્પષ્ટ ઉલ્લેખા શ્વેતાં ‘ભાજપ્રખ ધ’માં “ માહચૂર્ણથી રાજાને માહ પમાડી માથાની ખાપરી ઉધાડવાની તથા પાછું બંધ કરી ચામડી સીવી લીધા પછી સજીવનીથી રાજાને જિવાડયાની ” વાતને દંતકથા જ માનવી પડશે. આયુર્વેદમાં માહચૂના કે સંજીવનીને પત્તો નથી તેમ જ ‘ભાજપ્રબંધ’ રચાયા ત્યારે વદ્યોમાંથી સુશ્રુત, વૃવાગ્ભટના વખતને શસ્ત્રક્રિયાના અભ્યાસ તદ્દન નીકળી ગયા હતા.
""
છેદ્ય
પણ પ્રાચીન કાળમાં શવૈદ્યો જરૂર પડતાં હિંમતથી હાથપગ કાપી નાખતા; જલેાદર રાગમાં ત્રીદ્વિમુખ શસ્ત્રથી પાડી અને દ્વિારા નાડી—કલાઈ કે ખીજી ધાતુની એ મેાઢાવાળી નળી ( Canula )—નાખી તે દ્વારા ચારપાંચ વખતમાં પાણી કાઢી નાખતા.ર દાક્તરી પેરેસેન્ટેસિસ ( Paracentesis) કરતાં આ રીત ઉત્તમ છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. અસ્તિ ચીરીને પથરી કાઢવાને વિધિ પણું વીગતથી વવ્યા છે. પેટ ૩ ચીરીને અંદરના અવયવા ઉપર શસ્ત્રક ( Laparatomy) કરવાના વિધિ વર્ણવ્યો છે.૪ માથામાંથી શસ્ય કાઢવાનું કહ્યું છેપ તે ખાપરીને ચીરીને ( Trephining )
૧, સુશ્રુત શા. અ, ૬. ૨. એજન, ચિ. અ. ૧૪. ૩. એજન, ચિ. અ. ૭.
૪. એજન, ચિ. અ. ૧૪, ૫. એજન, ચિ. અ, ૨, શ્લા. ૬૯.
Page #152
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સ ંહિતાઓ
[ ૧૪૩
કરવાનું હરશે. આવાં મોટાં શસ્રકર્માં ઉપરાંત તાજા લડાઈમાં થતા ધા અને શરીરની અંદર રહી ગયેલાં ખાણુનાં ક્ળા(શલ્ય)ને શસ્ત્રક્રિયા કરીને કાઢવામાં તથા તેનાં ત્રણાની સારવારમાં પ્રાચીન શઅવૈદ્યને ઘણી જાતની ક્રિયા કરવી પડતી. વળી, લડાઈમાં તથા ખીજી રીતે હાડકાં ભાંગી જાય તેની ચિકિત્સા પણ સુશ્રુતમાં છે. પછી અર્શી, ભગંદર, પ્રમેહપિડકા, વિસર્પ રાગ, નાડીરાગ, ગાંઠ, અબુ વગેરે રોગા ઉપર નાની શસ્ત્રક્રિયાએ તે સામાન્ય હતી. આવી શસ્ત્રક્રિયા પછી તેમ જ બીજી રીતે થયેલાં ધારાંઓની ચિકિત્સા સુશ્રુતે વિસ્તારથી કહી છે. ૪ આ શસ્ત્રક્રિયા ઉપરાંત એ વખતના શસ્ત્રવૈદ્યો ક્ષારક, ડાંભ દેવાનું ક' ( અગ્નિકર્મ ), જળા લગાડીને લાહી કાઢવાનું ક, ક્રૂસ ખેાલીને લેાહી કાઢવાનુ ક્રમ વગેરે કર્માં પણ કરતા.પ હાલમાં જળેા લગાડવાનું તથા સ ખાલવાનું કામ ખીજા લેાકેા પશુ કરે છે, પણ વૈદ્યોમાંથી એ કર્માં ધણા વખતથી નીકળી ગયાં છે. દાંત વગેરે ઉપરની તથા મૂઢ ગની શસ્ત્રક્રિયાની નોંધ પાછળ આવશે.
શાલાકચ—આંખ, કાન, નાક, અને ગળાના રાગેાની ચિકિત્સાના શાસ્ત્રને પ્રાચીનેા શાલાકયતંત્ર કહે છે. એ વિષયના જૂના કાળમાં જુદા ગ્રન્થા હતા, જેનેા ઉલ્લેખ પહેલાં કર્યાં છે. તેમાંથી સુશ્રુતે ઉત્તરત ંત્રના (અ. ૧ થી ૨૬) અધ્યાયામાં ખેંચેલા સાર અત્યારે જળવાઈ રહ્યો છે. સુશ્રુતે આંખના અંતેર રાગા ગણ્યા છે,
૧. એજન, ચિ, અ. ૨.
૨. એજન, ચિ. અ. ૩.
૩. એજન, ચિ. અ. ૬, ૮, ૧૨, ૧૭, ૧૮.
૪, એજન, સૂ. અ. ૧૭, ૧૮ તથા ચિ, અ. ૧
પ. એજન, સૂ. અ, ૧૦, ૧૨, ૧૩, ૧૪ અને શારીરસ્થાન અ, ૮.
૬. આયુવેદોક્ત આંખના રાગોને આધુનિક રીતે સમાવવાના પ્રયત્ન ડો, કે. એસ. મ્હસકર Opthalmology of Ayurvedists નામના લેખમાં Journal of the Indian Medical Association, September, 1931 માં કર્યા છે,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
આયુર્વેદના ઇતિહાસ
માથાના અગ્યાર રોગા ગણ્યા નાંખવાં, સેક કરવા, આંખ,
કાનના અઠ્ઠાવીશ, નાકના એકત્રીશ અને છે. આંખ વગેરેના રોગા ઉપર ટીપાં કાન વગેરે ધાવાં, આંખમાં વા આંજવી, કાનમાં તેલ નાંખવું,૧ શિરાવિરેચન વગેરે ઉપચારો ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રમાં કરવાનું પણ સુશ્રુતે કહ્યું છે.
દા. ત. અ` રોગ ( Pterygeum ) ઉપર છેદનને ઉપદેશ સુશ્રુતે ( ઉ. અ. ૧૫, શ્લા. ૫ થી ૯) સરસ આપ્યા છે. આ શસ્ત્ર હાલના દાક્તરી શસ્ત્રકને મળતું છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે.ર આંખના મેાતિયાની શસ્ત્રક્રિયા, જેને હાલમાં ( Couching ) કહે છે, તે વર્ણવવામાં આવી છે અને હાલમાં પણ કાઈ કાઈ એ ક્રિયા કરે છે.
શાલાયત ંત્રના વિષયમાં આંખ ઉપરાંત દાંતના રોગ વિશે એ શબ્દો કહેવાના છે. જોકે સુશ્રુતે શાલાકયતંત્રમાં મેઢાના રોગાને ગણ્યા છે, છતાં એ રાગેાનાં ચિકિત્સાદિ ઉત્તરસ્થાનમાં આંખ વગેરેના રોગા સાથે નથી કહ્યાં, પણ નિદાન અને ચિકિત્સાસ્થાનમાં કર્યાં છે, અને દાંતના રાગાની ચિકિત્સાનું ચિ. સ્થાન અ. ૨૨ માં વર્ણન કરતાં દાંત કાઢી નાખવાની, દંતમાંસના રાગામાં છેદનની, દંતશર્કરાના ઉદ્દરણુ(removal of the tarter )ની ક્રિયા વગેરે આધુનિક દંતવૈદ્યકની ઘણી ક્રિયાએ કહેલી છે. ડૉ. જમશેદજી જીવણુજી માદી કૃત્રિમ દાંતાની ગાઠવણની વાત પણ છે એમ કહે છે,૪ પણ મને તેા એ મળતી નથી.
૧. આ ટીપાં તેલ વગેરે ઔષધેાથી સિદ્ધ કરેલાં સમજવાં, સુશ્રુત ઉ. અ. ૮, ક્ષેા. ૪, ૫.
૨, જીએ જયન્તી ગ્રન્થ, પૃ. ૭૫.
૩, સુશ્રુત ઉ. અ. ૧૭, àા. ૫૭ થી ૬૧.
૪. જીએ Journal of B, B. R. A. S. 1926, Vol. 2, No
1 માં છપાયેલાં Is Ayurved a Quackery ? નામના ડો, મેાદીના લેખ તથા તેને · આયુર્વેદ વિજ્ઞાન ', પુ. ૧૦, પૃ. ૧૧૦માં છપાયેલેા અનુવાદ.
Page #154
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ,
[ ૧૪૫ ભૂતવિદ્યા–ભૂતવિદ્યા ખરી રીતે વેદકાળથી આ દેશમાં ચાલતી હતી અને હાલમાં જેમ ગામડાંમાં ભૂત, પ્રેત, જિન વગેરેના વળગાડના વહેમે છે, તેમ જૂના કાળમાં પણ આ દેશમાં હતા. પણ વૈદ્યોએ તો એને રેગ તરીકે જોયા છે. વળી વાઈ ઘેલછા જેવા માનસરોગોનાં નિદાન-ચિકિત્સાને પણ ભૂતવિદ્યામાં સમાવેશ કર્યો છે. વળગાડના નિદાનમાં આઠ પ્રકારના પ્રહ ગણ્યા. છે અને તેની ચિકિત્સામાં જપ, હેમ વગેરે ધાર્મિક ક્રિયાઓની સૂચના કરી છે. બાકી, વાઈ અને ઘેલછામાં તે નિદાન અને ચિકિત્સા બેય સામાન્ય વૈદ્યક સિદ્ધાન્તાનુસાર કહેલ છે. જે
કૌમારભૂત્ય-કૌમારભૂત્ય શબ્દનો અર્થ બાળકના ઉછેરની વિદ્યા એવો થાય, પણ બાળકોના રોગોને પ્રાચીનએ કૌમારમૃત્યમાં જ સમાવેશ કર્યો છે. અને સુશ્રુતે બાળકને થતા ઘણું રેગેને બાલગ્રહની પીડાઓ ગણી છે.૩ આ એ વખતની પ્રચલિત માન્યતાનું સૂચક છે. બાકી જુદાજુદા ગ્રહોની પીડાનાં જે લક્ષણો આપ્યાં છે તે તે મેટે ભાગે રંગોનાં સૂચક છે. વળી, એના ઉપાય તરીકે હોમ, મંત્ર, પાઠ, સરસિયા તેલને દીવો કર વગેરે ટુચકા લખ્યા છે, પણ દવાઓ બતાવી છે. વળી મોટાં માણસને થતા. જે વરાદિ રોગ બાળકોને થાય તેને જુદા નેધવાની જરૂર ચરક–સુશ્રુતે નહિ ગણું હેય; જેકે કાશ્યપ સંહિતામાં એવા રોગોની ચિકિત્સા લખી જ છે. અજગલિકા, મસૂરિકા ( શીતળા) જેવા બાળકેને થતા રોગોને ક્ષુદ્ર રોગમાં સુશ્રુતે ગયા છે. આ ઉપરાંત
૧. જુઓ સુશ્રત ઉત્તરસ્થાનને અમાનુષેપસર્ગ પ્રતિષેધ નામના ૬૦મો અધ્યાય,
૨, જુઓ સુકૃત ઉત્તરસ્થાનના ૬૧ અને ૬૨ અધ્યાય તથા ચરક ચિ. સ્થાનના ૯ અને ૧૦ અધ્યાયે,
૩-૪.. જુઓ સુકૃત ઉઆ ૨૭ થી ૩૭. ૫. સુકૃત ચિ. અ. ૧૩.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
આયુર્વેદના ઇતિહાસ
ક્રાશ્યપસંહિતામાં ખીજે ન કહેલા બાલશાષ ( Rickets ) જેવા રાગનું ફ્રોગ નામથી વન કર્યાં છે? અને એ સંહિતામાં દાંતના ભેદ, દાંતની ઉત્પત્તિ વગેરે વિષયા તથા ધાત્રીની તેમ જ તેના દૂધની પરીક્ષા વગેરે બાબતે પણ ચચી છે.૨
ચાનિવ્યાપત્તન્ત્ર ( Gynaecology )—સુશ્રુતમાં ચેાનિવ્યાપપ્રતિષેધ અધ્યાય( ઉ. અ. ૩૮ )ને કૌમારભૃત્યતન્તમાં ગણ્યા છે. યાનિરાગના કારણથી ગર્ભ રહેવામાં મુશ્કેલી આવે એ કારણુ હરશે. આ એક અધ્યાયમાં વીશ યાનિરેગા કહ્યા છે અને એ ઉપરાંત આવના રાગેાનું વર્ણન સુશ્રુતે શારીરસ્થાનના ખીજા અધ્યાયમાં કર્યું છે અને અપ્રકરણ( નિ. અ. ૨)માં વણુ વેલ ચેાનિપ્રરાહ પેઠે કાઈક સ્ત્રીરોગ ખીજાં પ્રકરણામાં પણ વર્ણ વેલ
છે.૪
ગર્ભિણીવ્યાકરણ અને પ્રસૂતિતન્ત્ર- સુશ્રુત
શારીર
સ્થાનના દશમા અધ્યાયમાં અને ચરક શારીરસ્થાનના આઠમા અધ્યાયમાં ગર્ભ કયારે રહે, કેવી રીતે રહે, જુદે જુદે મહિને એનું રૂપ કેવું હાય, ગર્ભિણીને જુદા જુદા મહિનામાં કેવી રીતે સાચવવી, કસુવાવડ જેવી અપત્તિ અને છેવટ સુવાવડ વખતે માતાને તથા નવા જન્મેલા બાળકને શું કરવું એ સર્વે` વિષયાનું, મતલબ કે ગર્ભાવ્યાકરણ સાથે પ્રસૂતિતન્ત્રનું વર્ણન કર્યુ” છે.
૧. કાશ્યપસંહિતા, રૃ, ૧૦૦,
૨. કાશ્યપસંહિતા, સૂ. અ, ૧૯,
૩, ચરકસ હિતા ચિ, અ. ૩૦માં યાનિાગાનું વન છે.
૪, ચેાનિવ્યાપત્તન્ત્ર વિષયક આયુર્વેદીય ગ્રન્થામાં શું છે તે માટે તથા તે તે રાગના આધુનિક દાક્તરી પર્યાયેા માટે જુએ ડૉ. રૃ, શ્રી. હંસકરના યાનિવ્યાપત્તન્ત્ર, પ્રસૂતિતન્ત્ર અને કૌમારભૃત્ય ( Gynaecology, Obstetrics & Pediatrics of the Ayurvedists) alal Journal of the Indian Medical Association ૧૯૩૨ ના નવેમ્બર-ડિસેમ્બર અંકમાં છપાયેલેા લેખ, અને તેના આયુર્વેદ વિજ્ઞાન’, પુ, ૧૭, પૃ. ૯૯માં આપેલા સાર,
Page #156
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સ ંહિતાઓ
[ ૧૪૭
ચરક–સુશ્રુતમાં સુવાવડીને રાખવા માટે જે મકાન ( સૂતિકાગાર )નું વર્ણન કર્યું છે, તેમાં હવા, પ્રકાશ, કામળ વસ્રા અને સુવાવડીનાં સુખસગવડના એવા સારા વિચાર કરેલા છે કે સુવાવડીની હાલની સ્થિતિ લેકમાં અજ્ઞાન અને દરિદ્રતા વધ્યા પછી ઉત્પન્ન થઈ હરી એમ લાગે છે. અલબત્ત, ગૃહ્યસૂત્રને અનુસરતી ધાર્મિક વિધિ—સ્વસ્તિવાચનાદિની વાત પણ ચરક-સુશ્રુતમાં છે જ.
સુવાવડ માટે ભાગે કુદરતી રીતે કોઈ પણ જાતની અડચણુ વગર આવતી હોવા છતાં હમેશાં એવું નથી બનતું. કવચિત્ ગર્ભને બહાર નીકળવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિ (Difficult labour and Abnormal presentions ) આયુર્વેદમાં મૂઢગ કહેલ છે. મૂઢગર્ભના સુશ્રુતે આઠ પ્રકારા વણું વ્યા છે ( સુ. નિ. અ. ૮ તથા ચિ. અ. ૧૫), જેમાં આડું આવવાના હાલમાં જાણવામાં આવેલા ઘણા પ્રકારો આવી જાય છે. ૧ વળી, આ મુશ્કેલીઓમાં મંત્રા અને ઔષધે નિષ્ફળ જતાં હાથથી ગર્ભને ફેરવીને કરવાની ક્રિયાઓ કહી છે તે પ સયુક્તિક છે. અને છેવટ યાનિની સ્થિતિ કે ગર્ભનું શરીર એવું હાય કે ગર્ભ બહાર ન જ નીકળી શકે અથવા ગર્ભ મરી ગયા હોય તેા ગર્ભને કાપીને કાઢવાનું વિધાન પણ સુશ્રુતમાં છે. બનતાં સુધી જીવતા ગર્ભને શસ્ત્રથી ન કાપવા એવા સુશ્રુતના આગ્રહ છે. માના પેટને ચીરીને પણ જીવતા ગર્ભને કાઢી લેવાનું સુશ્રુતમાં કથન છે, પણ એ વચનના શબ્વે જરા સંદિગ્ધ છે.૨
4
૧, આ વિષયની સવિસ્તર ચર્ચા માટેનુ એકેન્દ્રનાથ શ્વેષા મૂઢગ અને ચિકિત્સા ’ નામના કલકત્તાની બીજી એરિયેન્ટલ કૉન્ફરન્સ આગળ વાંચેલેા નિબન્ધ અને તેના આયુર્વેદ વિજ્ઞાન’, પુ. ૧૧, અં. ૪-૫ માં છપાયેલા અનુવાદ,
ર. જીએ સુશ્રુત નિ. અ, ૮, શ્ર્લા, ૧૪. આ ક્ષેાકમાં મરેલી માતા ઉપર શસ્રકર્મ કરવાનું કહ્યું છે કે જીવતી માતા ઉપર, એ પ્રશ્ન છે. ( જીએ સુશ્રુતનું કુંજલાલ ભિષગ્રતનું અગ્રેજી ભાષાન્તર, ઉપલા બ્લેક ઉપર ટીપ.)
Page #157
--------------------------------------------------------------------------
________________
આયુર્વે દના ઇતિહાસ
આયુર્વેદમાં સુવાવડીને થતા સૂતિકારાગા ( Puerperal ) diseases )નું પણ થાડુ વર્ણન છે અને એ સૂતિકારાગેાની ઔષધચિકિત્સા માત્ર હાલના વૈદ્યોમાં પ્રચલિત છે. ખાકીની વિદ્યાએમાંથી પ્રસૂતિતંત્ર વૈદ્યોમાંથી નીકળીને અભણ અસ કારી સુયાણીઓના હાથમાં ધણા વખતથી ચાલ્યું ગયું છે અને મૂઢગચિકિત્સા વૈદ્યો માટે તે। ગ્રન્થામાં જ છે. બાકી, કાઈક ગામડામાં પરંપરાથી કે સ્વયં પ્રજ્ઞાથી મૂઢગભક્રિયામાં ચમત્કારિક હસ્તકૌશલ મેળવેલે એકાદ ગામડિયા મળી આવે છે ખરા.
૧૪૮ ]
અગદતન્ત્ર (Toxicology)—સ્થાવર અને જંગમ સ પ્રકારનાં ઝેરેની ચિકિત્સા જેને વણુ વિષય છે તે આયુવેનું અંગ અગદતન્ત્ર નામથી ઓળખાય છે. મૂળ, ફળ વગેરે તથા હરતાલ, સામલ વગેરે ખનિજ દ્રવ્યેા સ્થાવર વિષ ગણાય છે. સર્પ, વીંછી, ઝેરી ઉંદર, અનેક જાતનાં ઝેરી જીવડાં વગેરેનાં ઝેરો એ જગમ વિષ ગણાય છે. ૧ પ્રાચીન કાળમાં ખાસ વૈદ્યો હતા અને રાજા ઘણી જરૂર પડતી.૨
આ
અગદ્દતત્ર જાણનારા
પાસે તથા લશ્કરમાં એ વૈદ્યોની
સ્થાવર વિષની બાબતમાં પાછળથી પહેલાં ન વપરાયેલાં વિષા વપરાયાં છે. તેમ જૂનાં કેટલાંક નામશેષ થઈ ગયાં છે. પણ સ્થાવર વિષના ભેદ, વિષનાં લક્ષણા, વિષની અસરની જુદી જુદી અવસ્થાની ચિકિત્સા વગેરે ઉપયુક્ત વિષયની શાસ્ત્રીય ચર્ચા તે સુશ્રુતમાં છે જ. ટાઢું પાણી માથે રેડવું, ઊલટી કરાવવી, મધ અને ઘી ખાવાં, જુલાબ આપવા તથા વિઘ્ન ઔષધો આપવાં એટલી સામાન્ય ચિકિત્સા છે.
૧. સુશ્રુતના કલ્પેસ્થાનના આઠ અધ્યાયેા તથા ચરકના ચિ. સ્થાનને વિષચિકિસિત અધ્યાય,
૧. જુઓ ઉપર પૃ. ૧૦૨,
Page #158
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૪૯ જંગમ વિષમાં આજે જે સર્પવિષ આ દેશનાં હજારે પ્રાણીઓને ભાગ લે છે તેનું સુકૃતમાં પણ વિસ્તારથી વર્ણન છે. માત્ર દષ્ટિ અને નિઃશ્વાસથી વિશ્વની અસર કરનારા સુશ્રુતક્ત દિવ્ય સર્પો તો હાલમાં નથી, પણ સર્ષની દાઢમાં વિષ હોય છે એ પ્રાચીનેને ખબર હતી. હાલના વૈજ્ઞાનિક ઘેરણ ઉપર નહિ પણ સનું કાંઈક વર્ગીકરણ કરીને આયુર્વેદાચાર્યોએ વર્ણન કર્યું છે. પછી સર્પના ઝેરની અસરનું પણ સુકૃતમાં વર્ણન છે. સર્પવિર્ષની ચિકિત્સામાં દેશની ઉપર મંત્રેલ પાટો બાંધ, પછી દેશને કાપીને બાળ, કાપી નાખવો કે ચૂસ, અને પછી શિરાવેધથી લેહી કાઢવું એ સામાન્ય ક્રિયા અને પછી મન્નથી ઉતારો તથા
ઔષધના અગદ પાવા એટલી મુખ્ય ચિકિત્સા છે. વીંછીની ચિકિત્સા સર્પ પેઠે કરવાનું સુશ્રત ( ક. અ. ૮ )માં કહ્યું છે અને હાલમાં પણ બેયમાં દંશથી ઊંચે પાટા બાંધી મંત્રોપચારને પ્રચાર છે. પણ કાળા નાગ (કાવ્યો)નું ઝેર પૂરું દંશમાં ઊતર્યું હોય તે એ ઊતર્યાના દાખલા દુર્લભ છે. એ જ રીતે આયુર્વેદમાં ગમે તેવા ઝેરને દૂર કરનાર ઔષધે લખ્યાં છે. અને આયુર્વેદ બહારનાં પણ ઘણું લેકમાં વપરાય છે, પણ પ્રગથી શાસ્ત્રીય પરીક્ષા કરતાં ઝેર ઉતારનાર કેઈ ઔષધ ડો. મહસકરને મળ્યું નથી.
સુશ્રુતમાં સર્પ, વીંછી ઉપરાંત જે ઝેરી જનાવરના ઝેરનું વર્ણન છે તેમાં ઉંદરના ઝેરનું વર્ણન ખાસ છે. હાલમાં પણ કેટલીક વાર ઉંદર કરડવાથી તાવ વગેરે ઝેરી લક્ષણો થતાં દેખાય છે. ચિકિત્સામાં ડાંભ, લેહી કાઢવું અને ઔષધીય લેપ એ મુખ્ય
૧. જુઓ મૈસૂરના ૨૧ મા નિ. ભા. વૈદ્ય સંમેલન આગળ ડૉ. મહાસકાર વાંચેલે વંશે પ્રયુગનાના મારતવર્ષીય વનસ્પતયઃ નામને નિબંધ તથા તે ઉપરથી શ્રી. બા. ગ. વૈદ્ય લખેલો જારદgોવિ વીવતિ નામનો “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧૪, ૫. ૧૭ માં છપાયેલો લેખ.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
- આયુર્વેદને ઈતિહાસ છે. પછી કૂતરાં, શિયાળ વગેરેના કરડવાથી થતા હડકવા-(ાત્રા Hydrophobia)નું વર્ણન છે. એના ઉપાયો લખ્યા છે, અને સાથે માંત્રિક ઉપચાર કહેલ છે. હડકવા થયા પછી અસાધ્ય છે એ પણ નેપ્યું જ છે.
છેવટ અનેક જાતનાં કીટનાં ઝેરનું તથા ચિકિત્સાનું વર્ણન કર્યું છે, જેમાં ઘોળી, કીડી, દેડકાં, કાનખજૂરા વગેરે સમાવેશ થાય છે. આ કીટે તેમ જ વીંછી વગેરેની ઉત્પત્તિ છાણ, સર્પ વગેરેના સડામાંથી માની છે તે એ જમાનાની સામાન્ય ક૯૫ના લાગે છે.૧
આ અગદતંત્રના વિષયમાં પાછળથી જ્ઞાન વધ્યું નથી. રસાયન વાજીકરણ–ચરકસંહિતામાં સ્પષ્ટ કહ્યું છે કે
ઔષધ બે જાતનું છેઃ એક નીરોગીન તેજ બળ આદિને વધારનારું અને બીજું રેગીના રોગને હરનારું.” કાયચિકિત્સા આદિ આયુર્વેદાંગમાં રેગીના વેગને હરનાર ઔષધની ચર્ચા છે, જ્યારે રસાયન વાજીકરણમાં પહેલા પ્રકારના ઔષધની ચર્ચા છે. અલબત્ત, કેટલાંક ગહર ઔષધમાં થેડી રસાયન કે વાજીકરણની શકિત હોઈ શકે, તેમ રસાયન વાજીકરણ ઔષધે થોડું ઘણું રેગ હરવાનું કાર્ય કરે એમ ચરક સ્વીકારે છે.
રસાયનથી માણસ દીર્ઘ આયુષ, યાદદાસ્ત, મેધા, આરોગ્ય, યૌવન, કાન્તિ, વાસિદ્ધિ, લેકવન્ધતા” આદિ મેળવે છે, એમ
ચરક કહે છે. ૩
રસાયનના બે જાતના પ્રયોગો (૧) કુટીરાવેશિક, અને (૨) વાતાતપિક ચરકમાં વર્ણવ્યા છે. વળી, આ પ્રયોગો વડે તથા એ
૧. જુઓ બ્ર, સૂ ૨-૧-૬ના શાંકરભાષ્યમાં છાણમાંથી વીછી આદિ ઉત્પન્ન થવાની વાત છે.
૨. જુઓ ચરકસંહિતા, ચિ. અ. ૧, ગ્લૅ. ૪. ૩. એજન, . ૭, ૮.
Page #160
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૫૧ સિવાય પણ આયુર્વેદમાં કહેલાં રસાયન ઔષધના સેવનથી દીર્ધાયુષ, આરોગ્ય અને યૌવનની પૂર્તિ પ્રાપ્ત થાય એમ આયુર્વેદ માને છે.
રસાયન ગુણવાળાં અનેક ઔષધે અતિશક્તિવાળી ફલશ્રુતિ સાથે લખ્યા પછી પણ આયુર્વેદ એમ તે માટે જ છે કે “સત્યવાદી, અઝેધી, મદ્ય અને મૈથુનથી દૂર રહેનાર, અહિંસક, પ્રશાન્ત, જયપરાયણ, પવિત્ર, ધીર, તપસવી, જાગવું અને ઊંઘવું બેયને સમતાથી સેવનાર, હંમેશાં દૂધ ઘી ખાનાર, દેશકાળનું પ્રમાણ જાણનાર, પ્રશસ્ત આચરણવાળે, અધ્યાત્મ તરફ જેની ઇન્દ્રિયો વળેલી છે એ અને જે જિતાત્મા છે તેને નિત્યરસાયન જાણુ અને એવા ગુણોવાળો જે રસાયનનું સેવન કરે તો યક્ત ગુણેનો લાભ મેળવે.”૧ મતલબ કે ઔષધો અને ઉત્તમ ખેરાક સાથે મનની ઉચ્ચ સ્થિતિ પણ દીર્ધાયુષ અને આગ્ય માટે આવશ્યક છે એમ આયુર્વેદ માને જ છે. અને જોકે ફલશ્રુતિમાં હજારો વર્ષનું આયુષ,
જન સહસ્ત્ર ગતિ વગેરે અતિશયોક્તિઓ છે, પાછળથી અતિશક્તિને પ્રકાર વધે છે, પણ પ્રકૃષ્ટ મીમાંસક શબરસ્વામી સ્પષ્ટ કહે છે તેમ પ્રાચીનકાળનાય બુદ્ધિશાળી વિદ્વાને આવી અતિશક્તિ માનતા નહિ; એટલે હજાર વર્ષ કે હજાર તે દૂર રહ્યાં, સો વર્ષ જેટલું લાંબું પણ ભલે ન જિવાય, પણ વિધિપૂર્વક રસાયનસેવનથી આરોગ્યને અને કદાચ આયુષને પણ કાંઈક લાભ થાય છે એટલું માનવામાં વાંધો નથી.૪
૧. જુઓ ચરક ચિ. અ. ૧, પા, ૪, શ્લો. ૩૦ થી ૩૪. * ૨. એજન, અ. ૧, પા. ૩, શ્ય. ૧૩ અને પા. ૪-૭ તથા સુશ્રુત ચિ. અ. ૨૭, લે. ૧. .. 3. न रसायनानामेतत्सामर्थ्य दृष्टं येन सहस्रसंवत्सरं जीवेयुः।
• શબરભાષ્ય ૪. સુકત ચિ. અ. ૨૭ માં કહેલ વિડગલના પ્રયોગનો સ્વ.
Page #161
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના ઇતિહાસ
વાજીકરણ—સ્વસ્થ ને ઊસ્કર ઔષધના એ પ્રકારામાં એક રસાયન અને ખીજું વાજીકરણ. વાજીકરણ કે વૃષ્ય એટલે પુરુષની સ્ત્રીસભાગની શક્તિને વધારનાર ઔષધેા. ઘણા જૂના કાળથી કામેચ્છાથી તીવ્રતાથી આ પ્રકારનાં ઔષધોની માગણી આ દેશમાં હતી એમ કામશાસ્ત્રના ગ્રન્થા તથા આયુર્વેદનાં વાજીકરણ પ્રકરણા જોતાં જણાય છે. પાછળથી એ માગણી ઘટી નથી પણ વધી છે. પરિણામે વૈદ્યકના પાછલા ગ્રન્થામાં દૃયાગાની સંખ્યા વધી છે, અને આ જેમાનામાં શક્તિની દવાઓની ગમે તેવી અતિશયાક્તિભરેલી જાહેરખબરેાથી છાપાંઓનાં પાનાં ભરેલાં દેખાય છે.
૧૫૨ ]
પણ આયુર્વે દાક્ત વાજીકરણપ્રયાગેામાંના ધણામાં સાચા વાજીકરણ ગુણુ હાય છે. વળી, આયુર્વેદમાં વાજીકરણ માટે પ્રાણિજ વસ્તુઓ—ખાસ કરીને બકરાં વગેરે પ્રાણીઓનાં વૃષણા—ખાવાનું વિધાન છે એ જોતાં હાલમાં જે અવયવની ખામી હોય તે અવયવ આપવાની જે ચિકિત્સાપ્રણાલી (Orgenotherapy ) પ્રસિદ્ધ થઈ તેની પ્રાચીનેાને ખબર હતી એમ કહેવુ પડશે.
વળી, નપુંસક્તા ક્ષણિક તથા કાયમી શાથી થાય છે એ શાસ્ત્રીય વિષયના પશુ આયુર્વેદે વિચાર કર્યાં છે, જોકે આયુર્વેદેાક્ત વિચારણા યથા છે એમ હું નથી મ્હે. અમુક જાતનું નપુંસકપણું નથી જ મટતું એ પણ આયુર્વેદે કહેલું જ છે.૨ હું ભટ્ટજીએ તથા તેને અનુસરી બીજાઓએ ઘણા અનુભવ લીધેા છે. ( જીએ ઝંઠુ ભટ્ટજીનું ચરિત્ર, પૃ. ૮૭ થી ૯૦)
૫, માલવીયજીના સ. ૧૯૯૪ના કાયાકલ્પના પ્રયાગે જગાડેલી ચર્ચા પણ આ વિષયમાં તેવા જેવી છે. જીએ ‘આયુર્વેદ વિજ્ઞાન,’ પુ, ૨૧, અં. ૭,
૩. ૧૯૫.
૧. જીએ સ્રરક્ર સિ. અ. ૨, પૃ. ૨, ૩, ૧૦, ૨૮ વગેરે તથા સુશ્રુત ચિ. અ, ૨૬, શ્લા, ૧૮, ૧૯, ૨૫, ૨૬,
૨. સુશ્રુત શા. અ. ૨, શ્લેા. ૩૮ થી ૪૪,
Page #162
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૫૩ યુનાની સંસ્કૃતિ અને વૈઘકને મુસ્લિમ રાજ્યકાળમાં આ દેશમાં પ્રચાર થયા પછી વિલાસિતા અને વાજીકરણ ચોગાને પ્રચાર બેય વધ્યાં છે.
ઉપર પ્રમાણે આયુર્વેદનાં વિવિધ અંગે અને ઉપાંગોનું ટૂંકામાં વર્ણન કરવાને હેતુ આયુર્વેદના મૂળ ગ્રન્થ ચરક–સુકૃતમાં શો છે તેને સામાન્ય વાંચનારને સામાન્ય ખ્યાલ આવે એ છે. એથી વધારે ઊંડા ઊતરવા ઈચ્છનાર માટે તો મૂળ ગ્રન્થ જેવા એ જ રસ્તો છે. ઉપર જેને અંગુલિનિર્દેશ પણ નથી થઈ શકયો એવું વૈદ્યક મૂલ્યવાળું એ સંહિતાઓમાં ઘણું છે એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર છે, પણ આયુર્વેદનો ઇતિહાસ સમજવા માટે આટલું પૂરતું છે એમ મને લાગે છે. | ચરક, સુશ્રુત, ભેલ અને કાશ્યપ સંહિતા અને તત્સમકાલીન બીજી સંહિતાઓ, જેની નૈધ ઉપર આવી ગઈ છે, તેમાંથી કેટલીક ( અત્યારે લુપ્ત હોવાથી કેટલી એ ચક્કસ ન કહી શકાય) એટલું આયુર્વેદિક ગ્રન્થસાહિત્ય ઈ. સ. ચેથા શતક સુધીમાં તૈયાર થઈ ગયું હતું. આયુર્વેદનાં શલ્ય, શાલાક્ય, પ્રસૂતિતંત્ર આદિમાં એ પછીના કાળમાં નવી શોધે ભાગ્યે જ થઈ છે, પણ સ્મશાસ્ત્ર જેવી વૈદ્યકની નવી શાખાઓને વિકાસ પાછળથી થયો છે. વળી, આયુર્વેદનું પછી શું થયું એ અતિહાસિક કુતૂહલને સંતેશે એવી તે ઘણું સામગ્રી છે માટે આયુર્વેદના ઇતિહાસમાં આગળ ચાલીએ.
Page #163
--------------------------------------------------------------------------
________________
તૃતીય ખંડ
વાગ્ભટ
ચરક–સુશ્રુતની સ ́હિતા પછી આયુર્વેદના ઋતિહાસ જે જુદા જુદા પ્રવાહમાં ચાયા છે તેમાં યોગસ ંગ્રહના જે સૌથી માટા પ્રવાહ ચાલ્યે. તેના આરંભ તે પછી તરતમાં, ધણું કરી ઈ. સ. ચેાથા શતકમાં, નાવનીતકની રચનાથી થયા છે. પછી સંહિતાગ્રન્થા ઉપર ટીકા લખવાની શરૂઆત એ પછીના સૈકામાં ધણું કરી થઈ છે, પણ એ બેયનું અવલાકન કર્યાં પહેલાં ચરક-સુશ્રુત પેઠે આયુર્વેદનાં સર્વ અંગાની ચર્ચા કરનાર અને આયુર્વેદિક સાહિત્યમાં ચરક–સુશ્રુતથી જ ઊતરતું પણ લગભગ એની પંક્તિનું સ્થાન પ્રાપ્ત કરનાર—આયુર્વેદની વૃદ્ધત્રયીને ત્રીજો ગ્રન્થ અષ્ટાંગસંગ્રહ કે વધારે યાગ્ય રીતે ગ્રન્થકર્તાને નજરમાં રાખીને કહીએ તા અષ્ટાંગસંગ્રહ અને અર્ધાંગહૃદયના કર્તા વાગ્ભટનું અવલાકન પહેલાં કરી લેવું ચેાગ્ય છે.
વાગ્ભટના એ ગ્રન્થામાં અષ્ટાંગસંગ્રહ વૃવાગ્ભટ નામથી યોગ્ય રીતે જ પ્રસિદ્ધ છે. એમાં અષ્ટાંગસંગ્રહ પહેલા લખાયેા છે અને માટા પણ છે, એટલે પહેલાં એના જ વિચાર કરવા ઉચિત છે.
અલ્ટંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયના કર્તા એક છે કે ભિન્ન એ પ્રશ્નને પાછળ રાખી પહેલાં અષ્ટાંગસંગ્રહના સમયને વિચાર કરી લઈ એ.. અષ્ટાંગસંગ્રહમાં ચરક અને સુશ્રુત એયને સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે, અને એ બન્ને ગ્રન્થામાંથી સળંગ પુષ્કળ ઉતારા
૧
૧, જીએ અષ્ટાંગસંગ્રહ ઉ. અ, ૫૦ માં ૠષિત્રનીતે એ ક્ષ્ાક,.
Page #164
--------------------------------------------------------------------------
________________
વાભટ
કર્યા છે. અષ્ટાંગસંગ્રહકાર પોતે જ ગ્રંથના આરંભમાં કહે છે તેમ
આયુર્વેદમાં જુદાં જુદાં તંત્રોમાં એ જ વસ્તુ કવચિત થેડા વિશેષ સાથે વારંવાર કહી છે અને એ બધાં તન્નો જોતાં જિંદગી પૂરી થઈ જાય, માટે વિસ્તાર અને પુનરુક્તિ છોડી થઈને તથા સંક્ષેપ માટે ક્રમનો ફેરફાર કરીને આયુર્વેદનાં સર્વે તંત્રોને સાર અષ્ટાંગસંગ્રહમાં ખેંચે છે.” ચરક-સુશ્રુતમાં ન મળતું અથવા એથી મતભેદવાળું જે કાંઈ અષ્ટાંગસંગ્રહમાં મળે છે તે અત્યારે લુપ્ત બીજાં તંત્રોમાંથી લેવામાં આવ્યું છે એ ચેકકસ છે. એમ છતાં અષ્ટાંગસંગ્રહને મુખ્ય આધાર તે ચરક-સુશ્રત જ છે. ચરક અને સુશ્રત બેયની વસ્તુને સંગ્રહ કરવાની ગ્રન્થકારની મતલબ છે એ વાત અષ્ટાંગહૃદયમાં તે સ્પષ્ટ કહી પણ છે.
ટૂંકામાં ચરક-સુશ્રુત પ્રસિદ્ધ થયા પછી એટલે ઈ. સ. ચયા શતક પછી અષ્ટાંગસંગ્રહની રચના થઈ છે, અને એની અર્વાચીન મર્યાદા જોઈએ તે માધવનિદાનના કર્તા માધવ અષ્ટાંગહૃદયમાંથી ઉતારે કરે છે, માટે માધવ પહેલાં અષ્ટાંગહૃદય અને અષ્ટાંગસંગ્રહ બેયના કર્તા થઈ ગયા છે. હવે માધવને સમય અરબી પુરાવા ઉપરથી ઈસ. સાતમા અથવા આઠમા શતકમાં માનવાને મત હર્નલે આપે છે અને એ સાધારણ રીતે સર્વમાન્ય થયે છે.
૧. જુઓ દાખલા તરીકે વૈદ્ય ૫. રામચન્દ્ર શાસ્ત્રી કિંજવડેકર સંપાદિત અછાં સંગ્રહ શારીરસ્થાનની ૧૯૩૮ની આવૃત્તિમાં આપેલી ઉલ્લેખસૂચિઓ.
૨, અષ્ટાંગહૃદય ઉ. અ. ૪૦, . ૮૪.
૩. જુઓ માધવનિદાનના આરંભના નિયાને પૂર્વકarળ આદિ કે અષ્ટાંગહદય નિ. અ. ૧ માંથી ઉતાર્યા છે. તેમ જ અશેનિદાનમાં અષ્ટાંગહદય અ. ૭ માંથી છે. ૨૮ થી ૪૫ ઉતાર્યા છે.
૪, જુઓ જોશીનું “ઇડિયન મેડિસિન” પૃ. ૭-૯ તથા હર્નલનું “સ્ટડીઝ ઇન ધી મેડિસિન એફ એસ્થેટ ઇડિયા” પૃ. ૧૬ અને પી. સી. રાયનું હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રીને ઉપદ્દઘાત, પૃ. ૧૧૨.
. શા
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
આયુર્વેદને ઈતિહાસ અષ્ટાંગસંગ્રહને સમય આથી વધારે નિશ્ચિત કરતાં હર્બલ કહે છે કે બૌદ્ધયાત્રી ઇન્સિંગ, જેઓ લગભગ ઈ. સ. ૬૭૫ થી ૬૮૫ સુધીનાં દશ વર્ષ નાલન્દામાં રહ્યા હતા, તેઓએ લખ્યું છે કે “પહેલાં (વૈદ્યકની) આઠ શાખાઓ આઠ પુસ્તકમાં હતી, પણ હમણું એક માણસે તેને સંગ્રહ કરીને એક પુસ્તક બનાવ્યું છે અને હિંદુસ્તાનના વૈદ્ય તેને અનુસરીને ચિકિત્સા કરે છે” ( રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ પ્રેકિટસ). ઇસિંગનું ઉપરનું કથન વાટના અષ્ટાંગસંગ્રહને ખાસ લાગુ પડે છે એમ હર્નલ કહે છે એ મને સયુકિક લાગે છે, પણ એ ઉપરથી તેઓ એને સમય ઈ. સ. ૬૨૫ ઠરાવે છે તે છેડે વહેલે હવે જોઈએ એવું મને નીચેના કારણથી લાગે છે.
પ્રખ્યાત પૌતિષાચાર્ય વરાહમિહિર, જેઓ શક ૪૨૧ (ઈ. સ. ૫૫૬) માં થઈ ગયા છે, તેઓએ કાંદપિક પ્રકરણ (બૃહસંહિતા અ. ૭૬)માં માક્ષિક આદિ દવાઓવાળો એક પાઠ આપે છે, જે અષ્ટાંગસંગ્રહ (ઉ. અ. ૪૯)માંથી ઉતારવામાં આવ્યો છે એ મેં અન્યત્ર વિગતવાર બતાવ્યું છે. અને એ પુરાવાના બળથી હું અષ્ટાંગસંગ્રહને ઈ. સ. પાંચમા શતકમાં કે ઈ. સ. ૫૦૦ની આસપાસમાં મૂકું છું. મ. ભ. કવિરાજ ગણનાથ સેન પણ ઉપલા પુરાવાને ઉલ્લેખ કર્યા વગર અષ્ટાંગસંગ્રહને ઈ. સ. પાંચમા શતકમાં મૂકે છે. ૩
અષ્ટાંગસંગ્રહના કર્તાનું નામ વાલ્મટ હતું. એના પિતામહનું નામ પણ વાડ્મટ જ હતું અને તેઓના પિતાનું નામ સિંહગુપ્ત અને પોતે સિંધુમાં જન્મેલા એટલી હકીકત અષ્ટાંગસંગ્રહને
૧. હર્નલ: એજન, પૃ. ૧૦. ૨. જુઓ આયુર્વેદવિજ્ઞાન,’ પુ. ૩, પૃ. ૩૫૮. ૩. “પ્રત્યક્ષશારીરને ઉપાઘાત, આ. ૩, પૃ. ૫૪.
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૭
અન્તે આપી છે. ૧ આ મહાન વૈદ્ય વિશે આપણે એટલું જ જાણીએ છીએ. અલબત્ત, વાગ્ભટની પ્રખ્યાતિ એટલી બધી જૂના વખતમાં હતી કે એને વિશે ઘણી દંતકથા ચાલેલી, જેમાં એક દંતકથામાં વાગ્ભટ, માળવાની ધારાનગરીમાં ભેાજ રાજાના વૈદ્ય કહેલ છે, અને વૃદ્ઘ વાગ્ભટ સસરા અને લઘુ વાગ્ભટ જમાઈ એવી કલ્પના કરી છે. આ વાગ્ભટે માત્ર વાની સુગંધથી ભાજરાજાના શરીરમાંથી રાજ્યમાાને રાગ દુર કર્યાંની ચમત્કારિક કથા આપી છે તથા હોદ્દવાળી કથા વાગ્ભટને આરાપી છે. પણ આ દંતકથાઓથી વાગ્ભટના ચરિત્ર ઉપર કરશે! પ્રકાશ પડતા નથી.
I
વાાટ
:
.
વાગ્ભટ એક કે એ ? —અષ્ટાંગસ ંગ્રહના કર્યાં વાગ્ભટ અને અલ્ટંગહૃદયના કર્તા વાગ્ભટ એ એક જ કે જુદા જુદા ? અર્ધાંગસંગ્રહમાં કર્તાની ઓળખાણુ જે શ્લોકથી આપી છે એ શ્લોક તેા અષ્ટાંગહૃદયમાં નથી આપ્યા, પણ પ્રત્યેક સ્થાનની સમાપ્તિમાં · સિ ંહગુપ્તના પુત્ર વાગ્ભટની આ કૃતિ ' એ રીતે શબ્દો છે. અષ્ટાંગસંગ્રહના કર્તાના પિતાનું નામ પણ સિંહગુપ્ત છે. આ ઉપરથી વૈદ્યોમાં એય ગ્રન્થાના કર્યાં એક જ હાવાથી માન્યતા પ્રચલિત હતી. પછી પાશ્ચાત્ય વિદ્વાન હલે અષ્ટાંગસંગ્રહના કર્તા ઈ. સ. ૬૨૫ માં થઈ ગયા અને એથી અર્વાચીન કાળમાં માધવ અને દૃઢખલ પછી. પણ ચક્રપાણિ દત્ત પહેલાં ઈ. સ. નવમા શતકમાં અષ્ટાંગહૃદયકાર થઈ ગયા છે એમ કહ્યું છે. હલની આ વિષયની લીલાના સવિસ્તર વિચાર કર્યાં પછી
१. भिषग्वरो वाग्भट इत्यभून्मे पितामहो नामधरोऽस्मि यस्य । सुतोऽभवत् तस्य च सिंहगुप्तस्तस्याप्यहं सिन्धुषु लब्धजन्मा ॥ અ. સ. ઉ, અ, ૫૦
૨. જીએ મેરુતુગના ‘પ્રબંધચિંતામણિ’ ગ્રન્થનેા મે કરેલા અને ફા, શું. સસાથી પ્રકાશિત અનુવાદ, પૃ. ૨૫૮ થી ૨૬૦
૩, હનÖલ સ્ટડીઝ ઇન મેડિસિન ક્ એન્શ્યન્ત ઇંડિયા', પૃ. ૧૬
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
આયુર્વેદને ઈતિહાસ મેં સપ્રમાણ સાબિત કર્યું છે કે દહબલ તો અષ્ટાંગસંગ્રહકારનીયે પહેલાં થયા છે, પણ અષ્ટાંગહૃદયકારને માધવ પછી માનવાની પણ જરૂર નથી. ખરી રીતે અષ્ટાંગહૃદયમાંથી માધવે ઉતારો કર્યો છે. એટલે અષ્ટાંગસંગ્રહકાર અને અષ્ટાંગહૃદયકાર જુદા કે એક એટલું જ વિચારવાનું છે. હર્બલ જુદા માને છે અને એને અનુસરીને બીજા પણ કેટલાક વિદ્વાને જુદા માને છે. વધારે આશ્ચર્યકારક તો એ છે કે પં. હરિપ્રપન્નછ બેને ભિન્ન માને છે અને સિંહગુણસનું' જેવા શબ્દો લેખકોએ અને પ્રકાશકેએ મૂળમાં ન જોયા છતાં મૂક્યા છે એમ કહે છે. પણ બીજા કવિરાજ ગણનાથ સેન અને વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય જેવા વિદ્વાન વૈદ્યો અષ્ટાંગહૃદયના ઉ. અ. ૪૦ના ૭૮-૮૦ શ્લેક ઉપર ભાર મૂકીને બન્નેને એક કર્તા હોવાનું માને છે. કવિરાજ ગણનાથ સેન તો બેય ગ્રન્થની ભાષા સરખી હોવાની તથા બેમાં મતભેદ ન હોવાની પણ દલીલ કરે છે, જોકે મને તે અષ્ટાંગહૃદયની કેટલીક પદ્યરચના વધારે સુન્દર લાગે છે. “સિંહગુપ્તસૂનુ બેય વાભેટ છે
એ દલીલમાં તે બહુ દમ નથી, કારણ કે રસરત્નસમુચ્ચયના કર્તા વાભટને પણ સિંહગુપ્તસૂનુ કહેલ છે. પ અને વાગભટ નામના ઘણું ગ્રન્થકારે થઈ ગયા છે, પણ “અષ્ટાંગ વૈદ્યકરૂપ સમુદ્રના મંથનમાંથી અષ્ટાંગસંગ્રહરૂપ જે મેટ અમૃતરાશિ મળે તેમાંથી
૧. જુઓ, આયુર્વેદ વિજ્ઞાન’ પુ. ૮, પૃ. ૩૮ થી ૪૩. ૨. જુઓ ઉપર પૃ. ૧૫૫ તથા તેની ટિ. ૩.
૩. રસયોગસાગરને ઉપદ્યાત, પૃ. ૩ર. ' ૪. જુઓ 'પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૫૪ તથા ચરકસંહિતાની આવૃત્તિ બીજને ઉપોદઘાત, પૃ. ૧૩. • ૫. રસરત્નસમુચ્ચય, અ. ૧–૯.
૧. જુઓ સટીક અષ્ટાંગહૃદય, નિ, સા. નું છઠું સંસ્કરણ, ઈ. સ. ૧૯હ્યાં વારસટવિમર્શ, પૃ. ૪૧ માં આપેલી યાદી.
Page #168
--------------------------------------------------------------------------
________________
વાગ્ભટ
[ ૧૫૯
વચન
એછે। શ્રમ કરનારાઓ માટે આ મોટા ફળવાળું જુદું તન્ત્ર રચ્યું છે' એ અષ્ટાંગહ્રદય (ઉ. અ. ૪૦, લેા. ૮૦ )તું એકકત્વનું સ્પષ્ટ સૂચક છે. અને એકતાના પક્ષમાં સૌથી પ્રખળ પુરાવા એ જ છે. સામા પક્ષમાં અષ્ટાંગસંગ્રહમાં હાડકાં વિસ્તારથી ગણાવ્યાં છે ત્યારે અષ્ટાંગહ્રદયમાં હાડકાં ૩૬૦ છે એટલું જ કહી દીધું છે. તે ઉપરથી અસ્થિજ્ઞાનની જે આવશ્યકતા સુશ્રુતકાળમાં મનાતી તે અષ્ટાંગસંગ્રહના કાળમાં નહાતી મનાતી, છતાં પેાતાના ગ્રન્થ પૂરા સંગ્રહ ગણાય માટે અષ્ટાંગસંગ્રહમાં વીગતથી ગણાવ્યાં પછી વૈદ્યકના વિદ્યાર્થી માટે અનાવશ્યક લાગવાથી અષ્ટાંગહૃદયમાં છેાડી દીધાં એમ માનવું કે અષ્ટાંગસંગ્રહ અને અષ્ટીંગહૃદય વચ્ચેના કાળમાં શરીરનાનની ઉપેક્ષા વૈદ્યોમાં વધતી ગઈ એમ ગણવું ? ચાક્કસ ઉત્તર આપવા મુશ્કેલ છે. જોકે હલ તા માને છે કે વૃદ્ઘ વાગ્ભટના કાળમાં શારીરત્તાન સુશ્રુતથી ઓછું થયું હતું અને અષ્ટાંગહૃદયના કાળમાં ધણું વધારે ઓછું થયું. બીજા પણુ આવા દાખલાઓ છે. અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયના દિનચર્યાધ્યાયને સરખાવતાં ચરક–સુશ્રુતમાં નથી એવું કેટલુંક નવું અને ઉપયુક્ત અષ્ટાંગસંગ્રહમાં મળે છે, પણ અષ્ટાંગહૃદયમાં અષ્ટાંગસંગ્રહમાંથી દશ જ શ્લેાકેા છે, જ્યારે બાકીના ૧૯ નવા છે; તે નવામાં કાઈક રત્નરૂપ છે, છતાં અષ્ટાંગસંગ્રહમાં એ નથી. એથી ઊલટું અલ્ટંગસંગ્રહના વ્યવહારાપયેાગી શ્લેાકા હૃદય 'માં છેાડી દીધા છે તે શા માટે? સ ંક્ષેપનું કારણ હોય તે। નવા શા માટે મૂકયા ?૧ આવી ધણી મુશ્કેલીએ એકતા માનવાના પક્ષમાં મને દેખાય છે, છતાં પ્રાચીન માનસને આધુનિક ગજથી ન માપવું જોઈ એ; એટલે અર્વાંગસંગ્રહ રચ્યા પછી અમુક વર્ષી ગયાં કેડે અર્વાંગહૃદય એ જ વૈદ્ય વાગ્ભટે રચ્યું હોય કે સા ાઢસા વ
"
૧. જુએ, મારા 'આયુથે દના દાનિક તથા સદ્વ્રુત્ત સબંધી પ્રકરણાને અભ્યાસ', પૃ. ૬૮, ૬૯ એ લેખ, જેમાં એ વાગ્ભટને ભિન્ન માન્યા છે..
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ].
આયુર્વેદને ઈતિહાસ પછી એ જ નામના બીજા માણસે રચ્યું હેય બેય સંભવ છે. ચોક્કસ કહેવા માટે પુરા નથી એવો મારો મત છે.
વૈદ્ય વાટ ધ વૈદિક હતા કે બૌદ્ધ એ વિશે પણ મતભેદ થશે છે, પણ મને તે અષ્ટાંગસંગ્રહનું મંગલાચરણ સ્પષ્ટ બૌદ્ધ લાગે છે. પહેલા શ્લોકમાં સ્પષ્ટ વુદ્ધાય છે અને બીજા કના રાગાદિ રંગને સમૂલ ઉખેડી નાખનાર એક વૈદ્ય તે પણ બુદ્ધ જ. વળી, અષ્ટાંગસંગ્રહમાં સર્વ જવરનિવૃત્તિ માટે આર્યાવલે કિતને તથા આર્ય તારાને નમસ્કાર કરવાનું કહ્યું છે. આર્યાવલોકિતને ગુરુ પણ કહેલ છે (અ. સં. ઉ. અ. ૫૦ ). અન્યત્ર જિન, જિનસુત અને તારાની આરાધના ઉલ્લેખ છે (ચિ. અ. ૨૧). મહાવિદ્યાને એક સ્થળે ઉલેખ છે ( ઉ. અ. ૮). આવા ઉલ્લેખે ઉતારી વાભટવિના લેખક વિષગાચાર્ય હરિશાસ્ત્રી પરાડકર વાડ્મટને બૌદ્ધમતાવલંબી કહે છે, તે યથાર્થ લાગે છે. અષ્ટાંગહૃદયકાર એક છે કે જુદા, પણ બૌદ્ધ તો છે જ.
અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયનું વસ્તુ–વાગભટે મુખ્યત્વે ચરક-સુશ્રુતમાંથી અને કંઈક અંશે અત્યારે ન મળતાં બીજાં તત્રમાંથી વૈદ્યકનાં સર્વ અંગેને લગતાં વસ્તુને સંગ્રહ કરીને તેની ચરક-સુશ્રુતથી જરા જુદી રીતે ગોઠવણ કરી છેઃ (૧) સૂત્ર, (૨) શારીર, (૩) નિદાન, (૪) ચિકિત્સા, (૫) ક૯૫ અને ૨ (૬) ઉત્તરસ્થાન. આ વિભાગો સુશ્રુતને અનુસરતા છે, છતાં સુકૃતના કલ્પસ્થાનમાં અગતન્ત્ર છે, જ્યારે અષ્ટાંગસંગ્રહના કલ્પસ્થાનમાં વમન, વિરેચન અને બસ્તિના ક૯પે તથા તેની વ્યાપત્તિઓ વગેરે ચરકના કલ્પ અને સિદ્ધિસ્થાનવાળા વિષયોનું વર્ણન છે. ચરક અને સુશ્રુતમાં વસ્તુને જ નહિ પણ ગોઠવણને પણ વાલ્મટે કે સંગ્રહ કર્યો છે એની આ દાખલો છે. એ જ રીતે કાયચિકિત્સાને
જુઓ અમ્રાંગહદય સટીકની નિર્ણયસાગરે પ્રકાશિત કરેલી ૧૯૩૯ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, . .
Page #170
--------------------------------------------------------------------------
________________
વાટ
[૧૬૧. આખો વિષય પહેલાં પાંચ સ્થાને માં બહુધા સમાવી દઈને છઠ્ઠા ઉત્તરસ્થાનમાં બાકીના કૌમારભૂત્ય, ભૂતવિદ્યા (ઉન્માદ, અપસ્માર પણ), શાલાક્ય, શલ્ય, અગદતંત્ર અને રસાયન-વાજીકરણને સમાવેશ કર્યો છે અને એ રીતે પ્રાધાન્ય કાયચિકિત્સાને આપ્યું છે. કદાચ એ જ કારણથી હાડકાંઓના વર્ણનમાં સુશ્રુતક્ત ઘણી વાતો સ્વીકાર્યા છતાં કુલ સંખ્યા ચરકને અનુસરી ત્રણસો સાઠ કહી છે.
વાટની દૃષ્ટિ સમજવા માટે આટલી તુલના બસ છે. બાકી વાæટે નવું ભાગ્યે જ કહ્યું છે એમ સામાન્ય રીતે કહી શકાય. છતાં ચરક-સુશ્રતની બહાર વધારો અષ્ટાંગસંગ્રહમાં કેટલાક છે. દા. ત. બાલગ્રહના પ્રકરણમાં, સુકૃતમાં જુદા જુદા ગ્રહના પ્રતિષેધમાં સ્નાનની–નવરાવવાની વાત અર્ધા કે એક લેકમાં કહેલી છે (જુઓ ઉ. અ. ૨૮, શ્લ. ૯; અ. ૨૯, લો. ૮; અ. ૩૦, શ્લ. ૮ વગેરે) અને આજ સુધી શીતળા વગેરેમાં નવરાવવાને વિધિ પ્રચલિત છે, પણ અષ્ટાંગસંગ્રહમાં સ્નેપનવિધિ નામને લાંબે અધ્યાય છે (ઉ. અ. ૫), તેમાં નવરાવવા વખતે બેલવાના મંત્ર લંબાણથી આપ્યા છે. સુશ્રુતમાં સમંત્ર નવરાવવું એટલું જ છે. મતલબ કે વાભેટમાં આ જાતને વિશેષ છે અને તે બીજાં તંત્રમાંથી આવ્યો હોવાનું સંભવ છે.
બીજો દાખલો શસ્ત્રકર્મોપગી યંત્રોના વર્ણનમાં (જુઓ અ. નં., સૂ. અ. ૩૪) સુશ્રત કરતાં બે સંદંશયં ત્રણ શલાકાયંત્રો તથા કેટલાંક નાડીતંત્રે વધારે કહ્યાં છે. આ નાડીયંત્રમાં નીક્ષણયંત્ર જેવા ઉપયોગી નાડીયંત્રને સુપ્રતમાં ઉલ્લેખ નથી, જ્યારે અ. સં. માં છે. આ જાતના વધારે દાખલાઓ આપવાની અહીં જરૂર નથી, અભ્યાસીઓ શોધી શકશે.
૧. યંત્ર સંબંધમાં આ બે ગ્રન્થોની તુલના માટે જુઓ સટીક સુશ્રતની નિ છે, ની ૧૯૩૧ ની આવૃત્તિ, સૂ. અ. ૭ માં સંપાદકીય ટિપ્પણીઓ
૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧ર ]
:
'આયુર્વેદને ઇતિહાસ અષ્ટાંગસંગ્રહને અષ્ટાંગહૃદય સંક્ષેપ છે; અષ્ટાંગસંગ્રહમાં સૂ. ના ૪૦, શારીરના ૧૨, નિદાનના ૧૬, ચિ. ના ૨૪, કલ્પના ૮ અને ઉત્તરના ૫૦ મળી કુલ ૧૫૦ અધ્યાયો છે, જ્યારે અષ્ટાંગહૃદયમાં કુલ ૧૨૦ અધ્યા છે. વળી, અષ્ટાંગસંગ્રહમાં ગદ્યપદ્યના મિશ્રણવાળી કિલષ્ટ રચના છે, જ્યારે અષ્ટાંગહૃદયમાં વિદ્યાથીને યાદ રાખવામાં અનુકૂળ સરસ પદ્યમય રચના છે. અધ્યાય ઓછા કરવા સિવાય રચના બેયની એક જ છે. અલબત્ત, કવચિત અષ્ટાંગસંગ્રહની વિગતે જેમ અષ્ટાંગહૃદયમાં છોડી દીધી છે, તેમ નવી ઝીણું વીગતો ઉમેરી પણ છે. દિનચર્યાધ્યાય (અષ્ટાંગહૃદય સૂ. અ. ૨)નો વધારો ઘટાડો ઉપર ને છે. બીજા દાખલાઓ અભ્યાસીઓ શોધી શકશે.
વાડ્મટના આ બે ગ્રન્થોમાંથી અષ્ટાંગસંગ્રહ કદાચ એની રચનાની કિલષ્ટતાના કારણે બહુ લોકપ્રિય થયો નથી, પણ અષ્ટાંગહૃદય ખૂબ લોકપ્રિય થયું છે. દક્ષિણમાં, વિશેષતઃ મલબાર તરફ, સૈકાઓથી એ જ વૈધકને મુખ્ય પાઠ્યચન્ય છે. “ી વારમટનામr =” એ પ્રચલિત ઉક્તિમાં સત્યાંશ જરૂર છે.
વાગભટે ઉપર કહેલા ગ્રન્થ ઉપરાંત અષ્ટાંગનિઘંટુ અને અષ્ટાંગાવતાર નામના પ્રત્યે પણ રચ્યા હેવાનું વૈદ્ય હરિશાસ્ત્રી પરાડકર કહે છે અને પુરાવામાં સેંધે છે કે મદ્રાસની એરિયેન્ટલ લાઇબ્રેરીના કેટલોગમાં “શ્રી વાહટે રચેલ અષ્ટાંગહૃદય સંહિતામાં અષ્ટાંગનિઘંટુ સમાપ્ત થયે” એવી પુપિકાવાળી હાથપ્રત હોવાની નોંધ છે તથા અરુણદક્તિ (સૂ. અ. ૧, શ્લો. ૫ ની ) 'ટીકામાં “આ જ તંત્રકારે અષ્ટાંગાવતારમાં કહ્યું છે એમ લખ્યું છે. પણ અષ્ટાંગાવતારની હાથપ્રત હજી સુધી ક્યાંયથી મળી નથી અને અષ્ટાંગનિઘંટુ મદ્રાસ તરફના કોઈ વૈદ્યને ઉમેરો હેય તે
૧. જુઓ અ. હ. ની નિ. મે, ૧૯૩૯ ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, ૫, ૨૬, ૨૭.
Page #172
--------------------------------------------------------------------------
________________
ટીકાકારે
[ ૧૬૨ જુદી વાત, પણ તે અષ્ટાંગહદયની ઉપર સિવાયની હાથપ્રતમાં મળતું નથી. એટલે વામ્ભટે આ ગ્રંથ રચ્યા હોય એમ માનવામાં શંકા રહે છે.
વૃદત્રયીના ટીકાકારે વૃદ્ધત્રયીમાં જેમ દઢબલની અનુપૂર્તિ વગરની ચરકસંહિતા પહેલી રચાઈ છે તેમ એના ઉપરની ટીકા પણ પહેલી રચાઈ છેઘણુ કરી ઈ. સ. પાંચમા શતકમાં.
(૧) ભટ્ટાર હરિન્દ્ર–ચરકના ટીકાકારમાં પહેલું નામ ભટ્ટાર હરિશ્ચન્દ્રનું મળે છે. તેની રચેલી ચરકન્યાસ નામની ટીકાના શરૂઆતથી સૂત્રસ્થાનના ત્રણ અધ્યાય સુધીના ભાગનું એક પુસ્તક મદ્રાસના સરકારી પ્રાચ પુસ્તકાલયમાં મળેલું છે, અને રાવળપિંડીના આયુર્વેદાચાર્ય પં. મસ્તરામ શાસ્ત્રી તરફથી કટકે કટકે છપાય છે. પહેલે કટકા છપાઈ ગયો છે.
બાણ કવિએ જે ભટ્ટાર હરિશ્ચન્દ્રને હર્ષચરિત' (ઉ.૧, . ૧૨) માં ઉલ્લેખ કર્યો છે તે આ જ અને ટીકાકાર જજજટ પિતાને વાગ્યટના શિષ્ય ગણે છે અને તેણે હરિચક્રને ઉલેખ કર્યો છે. વળી વાટ પહેલાં હરિન્દ્ર થઈ ગયો હોય એમ ચક્રપાણિ માને છે અને છેવટ મહેશ્વરે “વિશ્વપ્રકાશકશ'ના આરંભમાં ચરકના ટીકાકાર હરિચંન્દ્ર સાહસક રાજાના વૈદ્ય હતા એમ કહેલું છે. એ બધા પુરાવાને આધારે સાહસિક એટલે વિક્રમાદિત્ય અને ગુપ્તવંશને ચંદ્રગુપ્ત બીજે એ જ વિક્રમાદિત્ય એવા ઈતિહાસવિદોના મતને અનુસરી વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્યો ભટ્ટાર હરિશ્ચન્દ્રને સમય ઈ. સ. પાંચમા શતકમાં માને છે.
૧. જુઓ સટીક ચકસંહિતા. નિ. કે. ની ૧૯૪૦ ની આવૃત્તિને ઉપદ્યાત તથા “આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૧૮, પૃ. ૧૮૧ માં બીજી આવૃત્તિના ઉપાદ્યાતને અનુવાદ, તેમ જ એ જ પુ. માં પૃ. ૧૩૪ ઉપર ભટ્ટાર હરિશ્ચન્દ્ર નામનો લેખ,
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
આયુર્વેદનો ઈતિહાસ આ ભટ્ટાર હરિશ્ચન્દ્ર ખરનાદસંહિતાને પ્રતિસંસ્કાર કર્યો છે એવી જનકૃતિ અષ્ટાંગસંગ્રહની ઈન્દુ વ્યાખ્યાના સમયમાં પ્રચલિત હતી.
(૨) જે જજટ–ચરકના ટીકાકાર જજટ વાગભટના શિષ્ય હોવાનું પિતે જ કહે છે. એની રચેલી નિરંતરપદ વ્યાખ્યાન નામની ટીકાનું એક પુસ્તક ચિકિત્સાસ્થાનથી આરંભી સિદ્ધિસ્થાન પર્વત, પણું વચ્ચે વચ્ચે ઘણું ગુટિત, મદ્રાસને સરકારી પ્રાગ્ય પુસ્તકાલયમાંથી વૈદ્યરાજ જા. ત્રિ. આચાર્યે મેળવ્યું છે. આ જે જજટ ભટ્ટાર હરિશ્ચન્દ્રનું નામ લખે છે, માટે તેના પછી પણ વાટને સમકાલીન હાઈને ઈ. સ. પાંચમાના પાછલા ભાગમાં કે છઠ્ઠામાં થયો હશે. જેજ સુકૃતની વ્યાખ્યા પણ રચી હતી એમ ડહલન અને મધુકેશના ઉતારાઓથી જણાય છે. એના કૈયટ, મમ્મટ પેઠે ટાન્ત નામ ઉપરથી એ કાશ્મીરને વતની હોવાની વૃદ્ધ વૈદ્યોમાં માન્યતા હતી; પણ એ વાભટને શિષ્ય છે એ જોતાં સિન્ધને હેવાને સંભવ છે. આ જેટ સુકૃતના ટીકાકારોમાં સૌથી જૂને છે. એની સુશ્રુત ઉપરની ટીકા અત્યારે મળતી નથી. ડલને જેક્લટની ટીકા જોઈને પિતાની ટીકા લખી છે એમ કહ્યું છે. . (૩) ચક્રપાણિ દત્ત–આ વૈદ્યકાચાર્ય, જેમણે ચરક ઉપર આયુર્વેદદીપિકા અને સુશ્રુત ઉપર ભાનુમતી ટીકા લખી છે, તેઓ નરદત્ત વૈદ્યના શિષ્ય, ગૌડ દેશના રાજાના વિશ્વાસપાત્ર વૈદ્ય, નારાયણના પુત્ર અને એ જ ગૌડરાજાના અતરંગ ભાનુદત્તના ભાઈ હતા, એ રીતે એમણે ચક્રાસંગ્રહને અન્ને પિતાને પરિચય આપે છે. ચક્રપાણિ દત્તના આશ્રયદાતા આ ગૌડરાજા છે નયપાલદેવ એમ શિવદાસ સેને કહ્યું છે, અને આ નયપાલ રાજાને સમય ઈ. સ.
૧. એજન.
૨. જુઓ ભાનુમતી ટીકા સાથેના સુકૃત સૂત્રસ્થાનને ઉપદઘાત તથા આયુર્વેદ વિજ્ઞાન’, પુ. ૨૨, અં, ૧૧, ૧૨ માં તેનો અનુવાદ.
Page #174
--------------------------------------------------------------------------
________________
ટીકાકારે
* [ ૧૬૫ ૧૦૪૦ થી ૧૦૭૦ ઇતિહાસવિદોએ માન્ય છે, માટે ચક્રપાણિ દત્ત પણ એ જ સમય ઠરે છે.
ચક્રપાણિ તે કુલ ચાર ગ્રંથ લખ્યા છે. તેમાં ચરકની આયુર્વેદીપિકા નામની ટીકા આખી મળે છે અને વારંવાર ચરક સાથે છપાઈ છે. તેની બીજી ટીકા સુશ્રુત ઉપર ભાનુમતી છે, તે સૂત્રસ્થાન સુધીની જ મળે છે અને હમણું જ સુશ્રુતસૂત્રસ્થાન સાથે છપાઈ છે. ચક્રપાણિ દત્ત ચક્ર સંગ્રહ અને દ્રવ્યગુણસંગ્રહ એ બે ગ્રન્થો પણ લખ્યા છે, પણ એ વિષે કહેવાને પ્રસંગ પાછળ આવશે.
(૪) શિવદાસ સેન–તેણે ચરકની તસ્વચન્દ્રિકા નામની વ્યાખ્યા લખી છે. વ્યાખ્યાની એક હાથપ્રત, જેમાં સૂત્રસ્થાનના આરંભથી ૨૭ અધ્યાય સુધીની વ્યાખ્યા મળે છે, તે મુંબઈની છે. એ. સ. ના પુસ્તકાલયમાં છે. પ્રયત્ન કરવામાં આવે તે આખી પ્રત મળી શકે એવો વેધરાજ જા. ત્રિ. આચાર્યને વિશ્વાસ છે. આ શિવદાસ સેનને વિશેષ વિચાર પાછળ આવશે.
સુકૃતના ટીકાકારે (૫) ગયદાસ-સુશ્રતના ટીકાકારેમાં પ્રાચીનતમ જંજટને ઉલ્લેખ ઉપર આવી ગયો છે, અને કાળક્રમમાં બીજા ગયદાસ આવે છે. આ ગયદાસની પંજિકા નામની સુશ્રુત ઉપર ટીકા હતી. ટીકાકાર ડલને વારંવાર ગયદાસને ઉલેખ કર્યો છે, અને પોતે મોટે ભાગે ગયદાસના પાઠોને સ્વીકાર્યા છે. આ ગયદાસે જે જજટને ઉલ્લેખ કર્યો છે. માટે એ જેક્લટ પછી અને ડલ્લન પહેલાં ઘણું કરી ઈ. સ. સાતમા-આઠમા શતકમાં થયા હોવાનો સંભવ છે. ગયદાસની ટીકા પંજિકા કે ન્યાયચન્દ્રિકા નિદાનસ્થાનની મળી
૧. ચક્રપાણિ દત્ત વિશે ઉપર જે લખ્યું છે તે ભાનુમતી સાથે નિ. પ્રે, માંથી ૧૯૩૯ માં બહાર પડેલ સુશ્રુતસૂત્રસ્થાન સાથે મ. મ, કવિરાજ ગણનાથ સેનના ઉપધાતના આધાર છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદને ઈતિહાસ છે અને સટીક સુશ્રુતની ૧૯૩૮ની ત્રીજી આવૃત્તિમાં છપાઈ છે. ઘણે સ્થળે ડલનની ટીકા કરતાં સ્પષ્ટતર અને વિસ્તૃત છે. ગયદાસની શારીરસ્થાનની ટીકાની પ્રત પણ નરેશ શાસ્ત્રી પાસે છે એમ એ કહે છે.૧
(૬) ડલનાચાર્ય અથવા ડહણાચાર્ય– કવિરાજ ગણનાથ સેન મથુરા પ્રદેશના નિવાસીનું નામ ડલને જ ઠીક લાગે છે એમ કહે છે. આ ડહલનાચાર્ય ઈ. સ. દશમા થતમાં થઈ ગયા એવું અનુમાન થાય છે. તેઓ મથુરા પાસે આવેલ ભાદાનક દેશના ભરતપાલ નામના વૈદ્યના પુત્ર અને સહપાલ રાજાના પ્રીતિપાત્ર હતા, એમ એ પોતે જ સુશ્રતની ટીકાના આરંભમાં કહે છે. આ સહપાલ રાજા મથુરા પ્રદેશના કોઈક ભાગને અધિપતિ પણ સામંત હશે એ ડલને તેને સાદી રીતે “ભાદનકનાથ” કહેલ છે તે ઉપરથી કવિરાજ ગણનાથ સેન તર્ક કરે છે. આ સહપાલ ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ બંગાળના પાલ વંશને, ઘણું કરી મહીપાલને, પૂર્વજ હશે, એવો ગણનાથ સેનને મત છે. પણ એ સામંત છે એટલે કોઈ ફટા હશે એવો મારે તર્ક છે. પાલ રાજાઓની સત્તા દશમા–અગિયારમા શતકમાં બંગાળની બહાર પણ ભારતમાં ફેલાઈ હતી એ ઇતિહાસપ્રસિદ્ધ છે.
બીજી તરફથી ગણનાથ સેન બતાવે છેતેમ ૧૧મા શતકના ચક્રપાણિ દત્તને, બીજી ટીકાઓમાં પુષ્કળ ઉતારા કરનાર ડલને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી અને નામ લીધા વગર ચક્રપાણિએ
૧. બોડલિયન લાયબ્રેરીમાંથી મંગાવેલી આ ખંડિત પ્રત છે. ૨. જુઓ ભાનુમતી સાથેના સુશ્રુતસૂત્રસ્થાનને ઉપોદઘાત, '૩, જુઓ સુ. ઉ. અ. ૨૬ ની ટીકાને અન્તભાગ. ૪. જુઓ બીજી ટિપ્પણુમાં કહેલો ઉપોદઘાત. ૫. એજન.
Page #176
--------------------------------------------------------------------------
________________
તીકાકારે
[૧૧૦ ડલ્સનના મતનું ખંડન કર્યું છે. એ જોતાં ડલ્લન ચક્રપાણિ પહેલાં એટલે દશમા શતકમાં થઈ ગયા હોવા જોઈએ.
હલ્લન અને ચક્રપાણિની ટીકાના ઉત્કર્ષાપકર્ષને વિચાર કરતાં ચક્રપાણિની ટીકા ઉચ્ચ કેટિનું પાંડિત્ય દર્શાવે છે, પણ વિદ્યાર્થીઓને ઉપકારક થાય એવી સરલાર્થતા, બીજા મને સંગ્રહવાની નિપુણતા, અનેકવિધ પ્રાચીન પાઠોને દર્શાવવાની કુશળતા અને વિદ્યાથીઓને બોધ થવામાં ખાસ ઉપયોગિતા હલ્લનની ટીકાની છે એમ જે કવિરાજ ગણનાથ સેન કહે છે તે યથાર્થ છે. અને એ જ કારણથી એની નિબન્ધસંગ્રહ ટીકાને વધારે પ્રચાર થયો છે. ખરી રીતે હજી સુધી તે સુકૃતની સંપૂર્ણ ટીકા એ એક જ મળી છે.
ચરક અને સુશ્રુતની સંપૂર્ણ ટીકાઓ જેની મળે છે તે બે ટીકાકારે ચક્રપાણિ દત્ત અને ડહલન વિશે ગણનાથ સેન સુશ્રુતના પ્રથમ અધ્યાયમાંથી દાખલે ટાંકીને કહે છે કે “ખેટા પાઠે કાઢી નાખીને જેનો અર્થ યુક્તિયુક્ત હોય એવા પાઠે નક્કી કરવાને તો બેમાંથી એકેય ટીકાકારે પ્રયત્ન કર્યો નથી.”
સુશ્રતના બીજા ટીકાકાર-ડક્ષને પિતાની ટીકાના આરંભમાં જે જજટ અને ગયદાસ ઉપરાંત પંજિકાકાર ભાસ્કર અને ટિપ્પનકાર માધવ તથા બ્રહ્મદેવને ઉલ્લેખ કર્યો છે, અને કાર્તિક કે કાર્તિકકુંડ, સુધીર, સુકીર એટલા બીજા ટીકાકારોનાં નામો ડલનની ટીકામાંથી ગણુનાથ સેને ઉમેર્યા છે. વળી, ટિપણુકાર લક્ષ્મણનું નામ કવચિત ડલ્લનમાં મળે છે તથા ગૂઢપદભંગ નામની એક વ્યાખ્યાનું નામ પણ ડલ્લનમાં મળે છે, પણ તેના કર્તાનું નામ મળતું નથી એમ પણ એ વિદ્વાન કહે છે. આ રીતે
૧, એજન, ૨. એજન. ૩. એજન,
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ]
આયુર્વેદના ઇતિહાસ
સુશ્રુતની ખાર વ્યાખ્યાઓ થઈ હાય એમ જણાય છે, પણ સંપૂર્ણ તેા એક જ ડલ્લનની નિષ્ફન્વસ`ગ્રહ મળે છે, જ્યારે ગયદાસની તથા ચક્રપાણિની અપૂર્ણ મળે છે. બાકીની બધી કાલમહાદધિમાં તણાઈ ગઈ છે.
વાગ્ભટની ટીકાઓ
અર્ધાંગસંગ્રહ ઉપર જેટાદિની રચેલી બેત્રણ ટીકાએ છે એમ ભિષગાચાય શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે,૧ પશુ તેમે કહે છે તેમ અત્યારે ઇન્દુએ રચેલી શિલેખા નામની એક જ ટીકા સંપૂ` મળે છે, જે ત્રિચુરના મંગલાય પ્રેસમાંથી વૈદ્ય ટી. રૂપારશવે ઈ. સ. ૧૯૨૬ માં છપાવેલ છે.
આ ઇન્દુના ઉલ્લેખ હેમાદ્રિની અષ્ટાંગહૃદયની ટીકા ( સૂ. અ. ૭, શ્લો. ૪ )માં છે. એથી જૂના ઉલ્લેખ મળ્યા નથી, એટલે ઈ. સ. ૧૩મા શતક પહેલા ટીકાકાર ઇન્દુ થઈ ગયા હોવા જોઈ એ. ખીજી તરફથી કેરલ( મલબાર )ના વૈદ્યોમાં પરંપરાથી પ્રચલિત એક દંતકથા ઉતારતાં તન્ત્રયુક્તિવિચાર નામના ગ્રન્થ લખનાર વૈદ્ય નીલમેધે ગ્રન્થારમ્ભે કરેલા નમસ્કારમાં ઇન્દુ અને જેજ્જટને વાગ્ભટના શિષ્યા કહેલા છે. અલબત્ત, આ દંતકથાને વિશેષ પુરાવાની અપેક્ષા તેા રહે જ છે. ઇન્દુએ અષ્ટાંગહૃદય ઉપર પશુ ટીકા કરી હોવાનું શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે.૩
અષ્ટાંગહૃદયના ટીકાકારા—અષ્ટાંગહૃદયની ઘણી ટીકાઓ થઈ છે. આયુર્વેદના બીજા કાઈ ગ્રન્થ ઉપર એટલી ટીકા નહિ લખાઈ હાય એમ વૈદ્ય શ્રી. હરિશાસ્ત્રી પરાડકર કહે છે તે યથા
૧. સટીક અષ્ટાંગહુચ, નિ. કે. ૧૯૩૯માં વાગ્ભટવિમર્શ', પૃ. ૩૯. ૨. જીએ શ્રી વચીસેતુ લક્ષ્મી ગ્રન્થમાળામાં છપાયેલ તન્ત્રયુક્તિવિચારના આરભના ક્ષેાકા તથા તેની અવતારિકા.
૩. વાગ્ભટવિમા, પૃ. ૧૫.
Page #178
--------------------------------------------------------------------------
________________
ટીકાકાર
લાગે છે. ચરક-સુશ્રુતના ભટ્ટાર હરિશ્ચન્દ્ર અને એક્ઝટ જેવા ટીકાકારોએ પણ અષ્ટાંગહૃદયની ટીકા કરી છે, એમ તેઓ કહે છે, પણ શા ઉપરથી કહે છે એ નર્યું નથી. અને હરિશ્ચન્દ્ર તે વાડ્મટ પહેલાં હોવાનો સંભવ ઉપર દર્શાવ્યું છે. એમણે અષ્ટાંગહૃદયની કુલ ૩૪ ટીકાઓનાં નામે લખ્યાં છે, જેમાંથી ૧૧ ના કર્તાઓનાં નામની ખબર નથી. વળી, એ યાદીમાં કર્ણાટી, દ્રાવિડી, કેરલી વગેરે ટીકાનાં નામે છે તે તો કદાચ કાનડી વગેરે ભાષામાં અનુવાદના વાચક હશે. એ ગમે તેમ હે, પણ એ સંપૂર્ણ યાદી અહીં ન ન ઉતારતાં જે નવ ટીકાઓની પરાવિદ પી. કે. ગેડેએ અષ્ટાંગહૃદયની પ્રસ્તુત આવૃત્તિના અંગ્રેજી ઉપઘાતમાં ચર્ચા કરી છે તે તથા છપાયેલી બેની ટૂંકામાં અહીં નેધ કરી છે.
આ ચેત્રીસ કે અગિયારમાંથી જે બે છપાઈ છે તેને વિચાર પાછળ રાખી બાકીની નવનાં નામ નેધવામાં આવે છે. (૧) આશાધરની ઉઘોત. આને ઉલેખ પીટર્સને આશાધરના
ગ્રંથ ગણાવતાં કર્યો છે, પણ એક્રેટના કેટલોગસ કેટલેગોરમમાં એની હાથપ્રતની નોંધ નથી એમ શ્રી. પી. કે. ગોડે કહે છે. આશાધર સપાદલક્ષના જૈન વિદ્વાન હતા અને ઈ. સ. ૧૨૪૦ માં વિદ્યમાન હતા. ચન્દ્રનન્દનની પદાર્થચન્દ્રિકા. એક્રેટમાં એની હાથપ્રતોની સેંધ મળે છે. શ્રી. પરાડકર પાસે પણ એની હાથપ્રતો છે. આ ચન્દ્રનન્દનને હેમાદ્રિએ તથા ડલને ઉલ્લેખ કર્યો છે એટલે
એ દશમા શતક પહેલાં થઈ ગયા. ૧. જુઓ સટીક અષ્ટાંગહૃદય, નિ, એ. ૧૯૩૯ માં વાગ્યવિમર્શ, પૃ. ૨૮. ૨. એજન, પૃ. ૨૯, ૩૦. ૩. એજન, પૃ. ૬ થી ૮ તથા તે ઉપરની ટિપ્પણીઓ.
૪. શ્રી. પી. કે. ગોડેના અંગ્રેજી ઉપોદઘાતની ટિપ્પણીઓમાં કેટલોગસ કેટેગોરમના સ્થળનિર્દેશ છે તે જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવા,
Page #179
--------------------------------------------------------------------------
________________
sa ]
આયુર્વેદના ઇતિહાસ
(૩) સુચનારની ટીકાની હાથપ્રતની પણ એક્રેટમાં તાંધ છે. સૂસ્થાનની ટીકા તેા વેંકટેશ્વર પ્રેસ (મુંબઈ)માં છપાઈ ગઈ છે. (૪) ટાડરમલની ટીકાની તૈધ પણ એમાં જ છે. શ્રી. પરાડકરે પણ એની હાથપ્રતા મેળવી છે. આ ટેાડરમલ્સ તે મહાન માગલ શહેનશાહ અકબરના મંત્રી ટોડરમલ જ હેરો. એના નામ ઉપર એક વર્ધક ગ્રન્થ પણ છે.
(૫) પાઠયા નામની એક ટીકાની પણ એમાં જ નાંધ છે.
આ મે ટીકાઓની પણ એમાં જ
નોંધ છે.
8. ભાલપ્રેમાધિકા
(૮) ભટ્ટ નરહરિ અથવા નૃસિંહ કવિ— ભટ્ટ શિવદેવના પુત્ર—ની
-
વાગ્ભટખડબડન ટીકાઓની એમાં જ નોંધ છે.
(૯) દામાદરની સકેતમાંજરીની નેાંધ પણ એમાં જ છે.
(૧૦) અરુણુદત્તની સર્વાંગસુંદરા ટીકા સંપૂ` મળે છે. આ અરુણુદત્ત મૃગાંક દત્તના પુત્ર અને આયુર્વેદના તેમ જ 'સ્કૃતવિદ્યાના સારા જ્ઞાતા હતા અને તેણે અનેક આયુવૈત ત્રામાંથી ઉતારા કર્યા છે. અરુણુદત્તે પાતાની ટીકામાં કવચિત્ પાતાનાં રચેલાં પદ્યો પણ મૂક્યાં છે. અરુણુદત્ત વૈદિકધર્માવલંબી હતા એમ · એના મ’ગલાચરણુથી જણાય છે.
અરુષ્ણુદત્તના સમયના નિર્ણય ડૅ. હ`લે નીચે ટૂંકામાં નોંધેલા પુરાવાથી નીચે પ્રમાણે કર્યાં છે. અને કવિરાજ ગણુનાથ સેન, વૈ. જાદવજી ત્રિ. આચાય, શ્રી. પી. કે. ગાર્ડ વગેરેએ એનિયને માન્ય રાખ્યા છે.
૧. અરુણુદત્ત નામધારી ત્રણેક ગ્રંથકારા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં થઈ ગયા છે. ( જીએસટીક, અ, હું, માં વાગ્ભટવમ તથા શ્રી. ગાડૅના અગ્રેજી ઉપાધાત, પૃ. ૮.)
૨. હલ, પૃ, ૧૭,
Page #180
--------------------------------------------------------------------------
________________
ટીકાકાર
[ ૧૭૧ + વાચસ્પતિએ માધવનિદાન ઉપર આતંકદર્પણ નામની ટીકા લખી છે અને તેના આરંભમાં એ કહે છે કે પોતે વિજયરક્ષિત અને તેને શિષ્ય શ્રીકંઠેદત્તની મધુકોશ ટકા જેઈ છે અને વિજયરક્ષિતે ચક્રદત્તને ઉલેખ કર્યો છે તથા આંખની રચનાની ચર્ચામાં અરુણદત્તના મતનું ખંડન કર્યું છે. અહીં અરુણદત્તનું નામ લીધું નથી, પણ અણુદત્ત (અ. હ. ઉ. મ. ૧૨, શ્લો. ૧ ની ટીકામાં) દર્શાવેલા મતથી તદ્દન ઊલટ મત દર્શાવ્યું છે.
હવે વાચસ્પતિએ ટીકાના આરંભના શ્લોકમાં કહ્યું છે કે પોતાના પિતા પ્રમદ હમ્મીર રાજાની અને મોટાભાઈ મહમ્મદ રાજાની સભામાં હતા. આ મહમ્મદ તે પ્રખ્યાત મહમ્મદ ઘોરી (ઈ. સ. ૧૧૯૩ થી ૧૨૦૫) એમ હર્નલ ધારે છે. વળી, વિજયરક્ષિતે ઈ. સ. ૧૨૯૩ માં ગરત્નમાલા લખનાર ગુણકરને ઉલ્લેખ કર્યો છે. મને એ ઉલ્લેખ મળે નથી. આ ઉપરથી હનલે ઉપરના ત્રણ ટીકાકારો માટે નીચેને કાલાનુક્રમ ગોઠવ્યો છે : અરુણદત
ઈ. સ. ૧૨૨૦ લગભગ વિજયરક્ષિત
ઈ. સ. ૧૨૪૦ લગભગ વાચસ્પતિ
ઈ. સ. ૧૨૬૦ લગભગ અને આ ગોઠવણ ઘણે ભાગે સ્વીકારાઈ છે, પણ મને નીચેના કારણથી એમાં શંકા પડે છે. અલબત્ત, હેમાદ્રિએ પણ જેને ઉલ્લેખ કર્યો છે તે અણદત્ત તે ઈ. સ. ૧૨૨૦ કે તેથી પહેલાં થયા હશે, કારણ કે તેણે સાતમા શતકના બાણ અને આઠમા શતકના માઘને ઉલ્લેખ કર્યો છે, પણ તે પછીના કેઈને નથી કર્યો, એટલે કદાચ ચક્રપાણિના અણદત્ત સમકાલીન પણ હોય.
૧. મા. નિ, નેત્રરોગનિદાન, . ૨૯ ની ટીકા. ૨. પીટર્સનનો રિપોર્ટ, ૧૮૮૯ થી ૨, ૫, ૨૬.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
આયુર્વેદને ઈતિહાસ પણ વિજ્ય રક્ષિતને સમય હર્નલે ઈ. સ. ૧૨૪૦ માં મૂક્યો છે તેમાં શંકા પડવાનું એ કારણ છે કે વિજયરક્ષિતના શિષ્ય શ્રીકઠે હેમાદ્રિને ઉલ્લેખ કર્યો છે એ જોતાં વિજયરક્ષિત અને શ્રીકંઠ ઈ. સ. ૧૩૦૦ પહેલાં થયા હોવાનો સંભવ નથી અને વાચસ્પતિ તે પછી ઈ. સ. ૧૪ મા શતકમાં થયા હોવા જોઈએ. તેણે ઉલેખેલો મહમ્મદ તે મહમ્મદ ઘેરી નહિ, પણ પછીનો દિલ્હીને સુલતાન અલાઉદીન મહમ્મદશાહ પહેલે (ઈ. સ. ૧૨૯૬ થી ૧૩૧૬) કે મહમ્મદ તઘલખ (ઈ. સ. ૧૩૨૫ થી ૧૩૫૧) ગમે તે હોય અને હમ્મીર તે રણથંભેરને ચોહાણ હમ્મીર (ઈ. સ. ૧૨૮૨ થી ૧૩૦૧) હોય એમ બધા ઉલ્લેખ જોતાં મને લાગે છે.
(૧૧) હેમાદ્રિ–અષ્ટાંગહૃદય ઉપર બીજી ટીકા હેમાદ્રિની આયુર્વેદરસાયન નામની છે. આ ટીકા ઘણો પ્રયત્ન કર્યા છતાં હજી સુધી સૂત્રસ્થાન અને ક૫સિદ્ધિ સ્થાનની જ પૂરી મળી છે. અને એ ઉપરાંત નિદાનચિકિત્સાસ્થાનના પાંચછ અધ્યાયની ૧૯૩૯ ની નિ. . ની આવૃત્તિના સંપાદકને મળી છે, જોકે બાકીના ભાગની ટીકા પણ હેમાદ્રિએ રચી હશે એમ શ્રી પરાડકર માને છે.
આ હેમાદ્રિ ચતુર્વર્ગચિન્તામણિ નામના ગ્રન્થના રચનાર તરીકે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. તે દેવગિરિના યાદવરાજા મહાદેવ (ઈ. સ. ૧૨૬૦ થી ૭૧) અને તેના અનુયાયી રામચન્દ્ર (ઈ. સ. ૧૨૭૧ થી ૧૩૦૯) ના મંત્રી હતા અને તેણે ઘણું સંસ્કૃત ગ્રન્થ લખ્યા છે. હેમાદ્રિ કે હેમાડપંતને નામે મહારાષ્ટ્રનાં ઘણું જૂનાં બાંધકામે પણ ચઢયાં છે. આયુર્વેદ
૧. વાડ્મટવિમર્શ, પૃ. ૩૩
૨. જુઓ દક્ષિણ પૂર્વ સમયને ઇતિહાસ તથા બહેમાદ્રિ યાચે ચરિત્ર', મરાઠી પુસ્તક.
Page #182
--------------------------------------------------------------------------
________________
ટીકાકારો
[ ૧૭૩
પછી ઈ. સ. પી. કે. ગાર્ડએ કર્યાં છે તે
રસાયન ટીકા ુમાદ્રિએ ચતુર્થાંચિન્તામણિ લખ્યા ૧૨૭૧ થી ૧૩૦૯ વચ્ચે રચેલ છે એમ શ્રી આયુર્વે દરસાયનના આરંભના લેાકા ઉપરથી ત યથાર્થ લાગે છે. હેમાદ્રિની ટીકા એની વિદ્વત્તાની સૂચક તથા ઉલ્લેખાથી ભરેલી છે. વળી, તેણે મૂળ અ. હ.ના અધ્યાયેાના ક્રમ બદલીને જુદાજુદા સ્થાનના અધ્યાયેાને પ્રકરણવાર સાથે લઈ તે ટીકા કરી છે. આ ફારાર હેમાદ્રિએ ‘સુખસ ંગ્રહણ ' માટે કર્યાં છે એમ એ પેાતે જ કહે છે.
હેમાદ્રિએ પેાતાનું આત્મવૃત્ત ચતુર્થાંચિન્તામણિના આર ંભમાં લખ્યું છે.
ઉપર ગણાવી છે તે ઉપરાંત ટીકાકાર શિવદાસ સેનની અ. હું. ઉત્તસ્થાનની ટીકાની હાથપ્રત કવિરાજ શ્રી જ્યાતિષચન્દ્ર સેનને મળી છે અને શ્રદ્ધેય મુરબ્બી પાસેથી સાંભળ્યું છે કે એ ટીકા કવિરાજ જ્યાતિષચન્દ્ર સેનથી જ સંપાદિત થઈ તે છપાશે.
હેમાદ્રિની ટીકામાંથી તથા વિજયરક્ષિત અને શ્રૉક ડૈદત્તની વૃન્દની ટીકામાંથી સુદાન્ત સેન, વાપ્યચન્દ્ર, ગદાધર અને ઈશાનદેવનાં નામેા મળે છે, પણ તેની રચના વિશે કશું કહેવું મુશ્કેલ છે; જોકે વાય્યચન્દ્ર અને ઈશાનદેવ ચરકના ટીકાકાર હાય એમ અનુક્રમે હેમાદ્રિના તથા વિજયરક્ષિતના ઉલ્લેખથી જણાય છે.ર ગદાધર સુશ્રુતના ટીકાકાર શ્રીકંઠની ટીકા ઉપરથી જણાય છેઃ અને સુદાન્તસેન સ્વતંત્ર ગ્રન્થકાર વિજયરક્ષિતના કહેવાથી જણાય છે.જ
૧. જીએ વ. સ. ૫. ડિસેમ્બર ૧૯૩૯ માં શ્રી જ્યોતિષચન્દ્ર સેનના લેખ, આ ટીકા લક્ષ્મીરામ ટ્રસ્ટ તરફથી છપાય છે.
૨, બ્રુ અ. હું. (નિ. પ્રે.ની ૧૯૩૯ આ, ) પૃ.`૧૧૧, તથા માધવનિદાનની એ ટીકાવાળી ૧૯૨૦ ની નિ, પ્રે. ની આવૃત્તિ, પૃ. ૫૦.
૩, જીએ વૃન્દમાધવ, પૃ. ૧૦૨ માં ટીકા,
૪. જીએ મા. નિ, ની ઉપર કહેલી આવૃત્તિમાં પૃ. ૧૦.
Page #183
--------------------------------------------------------------------------
________________
વૈધકના સગ્રહગ્રન્થા અને તેના લેખકો
ચરક-સુશ્રુતની સંહિતાઓ રચાયા પછી તરતમાં સંગ્રહગ્રન્થા રચાવાના આરંભ થયા છે એમ કહી શકાય. જૂનામાં જૂના સંગ્રહગ્રન્થ નાવનીતક મળ્યા છે. આ ગ્રન્થના નામની પણ પચાસ વર્ષ પહેલાં કાઈને ખબર ન હતી. એ ગ્રન્થ કાશગર ( પૂર્વ તુર્કસ્તાન )ના ખડિયરમાંથી લેફ્ટેનન્ટ મેઅરને મળ્યા હતા અને ઈ. સ. ૧૮૯૦ થી ૧૯૧૪ વચ્ચે એને ઉપેદ્ધાત વગેરે સાથે હર્નલે પૂરેપૂરા પ્રકાશિત કર્યાં. એ ગ્રન્થ, હલે સપ્રમાણ સાબિત કર્યા પ્રમાણે, ઈ. સ. ચેાથા શતકમાં લખાયા છે. આ રીતે નાવનીતક એ જૂનામાં જૂના યેાગસ ગ્રહ છે; જોકે એ ગ્રન્થના કર્તાના નામને પત્તો નથી. એમાં ચૂર્ણયોગાધ્યાય, ધૃતપાનાધ્યાય, શૈલાધ્યાય, મિશ્રકાધ્યાય, બસ્તિયેાગાધ્યાય, યવાનૂ ધ્યાય, વૃયેાગાધ્યાય, તેત્રાંજન, કેશરજન, અભયાકલ્પ, શિલાજિત અધ્યાય, ચિત્રકાધ્યાય, કુમારભૃત્ય, વધ્યાચિકિત્સિત અને સુભગાચિકિત્સિત એ રીતે કુલ ૧૬ અધ્યાયેા છે, પણ જે એક જ ચેાથા શતકમાં લખાયેલ હાથપ્રત મળી છે તેમાં ૧૪ મા અધ્યાયથી આગળનાં પાનાં નથી.
આ ગ્રન્થના કર્તાએ ચરક, સુશ્રુત અને ભેલમાંથી ચૂ આદિના પાઠા ઉતાર્યાં છે, પણુ અતે વૃદ્ધ વાટની ખબર નથી; એટલું જ નહિ, પશુ દૃઢબલનીયે ખંબર નથી.ર એટલે ચરકની બલે અનુપૂર્તિ કરી તે પહેલાં આ રચાયા છે. અત્યારે આયુર્વેદના ઈતિહાસની દૃષ્ટિએ એ ગ્રન્થ ધણા કીમતી છે.
ચિકિત્સાકલિકા—નાવનીતક પછી અનેક સંગ્રહગ્રન્થા રચાયા હરશે, પશુ ચિકિત્સાકલિકા પહેલાંના કાઈ ગ્રન્થ મળ્યો નથી.
૧. નાવનીતના ઇતિહાસ જાણવા જેવા છે; પણ એ ઇતિહાસને સવિસ્તર જોવા ઇચ્છનાર ‘આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૭, અ’. ૧૦ માં છપાયેલેા “તાવનીતક લેખ જેવા
૨. જુઓ ‘ઉપલી ટિપ્પણીમાં કહેલા લેખ.
Page #184
--------------------------------------------------------------------------
________________
અંગ્રહસ્થળે ચિકિત્સાલિકાના કતી તીસટ વાગભટના પુત્ર હતા એમ ડે. ઓફ્ફટે લખ્યું હોવાની વૈદ્ય જ, ત્રિ. આચાર્યો નેધ કરી છે, પણ તીસટે પોતાના પિતાનું નામ જ લખ્યું નથી; એટલું જ નહિ, પણ ગ્રન્થના આરંભમાં હારીત, સુશ્રત, પરાશર, ભેજ વગેરે ચિકિત્સકોના નામો લખ્યાં છે તેમાંય વાભખ્ખું નામ લખ્યું નથી. વળી, પ્રથમ શ્લેકમાં પિતાના ચરણને નમસ્કાર કર્યા છે ત્યાં ટીકાકાર ચન્દ્ર, જે તીસટના પુત્ર છે, તેણે પણ પિતાના દાદાનું નામ લખ્યું નથી; એટલે એકાદ હાથપ્રતની ઇતિશ્રીર ઉપરથી કરેલું એક્રેટનું કથન વિશ્વાસપાત્ર નહિ માની શકાય.
તીસચારસે શ્લેકમાં આ ગ્રન્થ લખે છે. પહેલા ૯૮ ગ્લેમાં આયુર્વેદના ત્રણ દેવ, ધાતુઓ, ભલે, શિરાઓ, ત્રણેય દેષનાં પ્રાપને, દેશે પ્રકુપિત થતાં થતા રેગે, તે તે દેશના પ્રશમનના ઉપાયે, ઔષધના ગુણો, પછી તેલ, ધૃત, ચૂર્ણ, પ્રલેપ, આસ્થાપન, અનુવાસન, નસ્ય, અંજન, બસ્તિ વગેરે યોગને વિધિ ઇત્યાદિ સામાન્ય સૂત્રોનું ટૂંકામાં નિરૂપણ કર્યા પછી વરાદિ રેગની લક્ષણકથનપૂર્વક સંક્ષિપ્ત ચિકિત્સા કહી છે. પણ તેમાં પ્રાચીન પ્રણાલિકાને અનુસરી કાયચિકિત્સા પૂરી કર્યા પછી શાલાય, શલ્ય, ભૂતવિદ્યા, કૌમારતન્ત્ર, રસાયન અને વાજીકરણ એ રીતે વિભાગ પાડીને ચિકિત્સા કહી છે. અલબત્ત, ચારસો શ્લેકમાં “ઓછી વિદ્યાવાળા, જેની બુદ્ધિ સુશ્રુતાદિ શાસ્ત્રસમુદ્રમાં અજ્ઞાનથી મૂંઝાઈ જાય તેવા અબુધ વૈદ્યો માટે આ યોગસમુચ્ચય” રચેલે
૧, જુઓ સટીક ચરકસંહિતા, નિ. પ્રે, આ. ૨., ઉ. પૃ. ૧૩.
૨. શ્રી, હરિશાસ્ત્રી પરાડકર ‘વાભવિમશ” પૃ, ૧૬ માં લખે છે કે ચિકિત્સાલિકાની ભાંડારકર પ્રાચ્ય વિદ્યામંદિરની હાથપ્રતમાં વામાન તીન પત્તતં જિલ્લાનાä એવી ઈતિશ્રી છે. કદાચ એ ઉપરથી
કેટે નોંધ કરી હશે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ]
આયુર્વેદને ઈતિહાસ હેવાથી કયા રોગમાં શસ્ત્રકર્મ કરવું, ક્યા રોગોમાં શિરાક્ષ કરવો, કયામાં જળ લગાડવી, કયાં દ્રવ્યોથી સજાને પકાવ અને વણમાં ગુગ્ગલુતિક્ત વ્રત કથારે ભરવું વગેરે શલ્યતંત્રને સાર આઠ જ શ્લેકમાં કહી દીધું છે. અલબત્ત, જ્વરાદિ રોગોની ચિકિત્સામાં જે જે પ્રાચીન ગ્રન્થમાં રહસ્યભૂત ગ્રન્થકારને લાગ્યું તે કહ્યું છે અને એ રીતે ગ્રન્થ કીમતી છે, પણ કાયચિકિત્સાનું પ્રાધાન્ય અને શલ્યાદિ બીજાં અંગોની ઉપેક્ષા થઈને એ જ્ઞાનની અર્ધગતિને આયુર્વેદના ઇતિહાસમાં આરંભ આ ગ્રન્થના રચનાકાળથી ગણો જોઈએ એમ મને લાગે છે.
આ ચિકિત્સાકલિંકા ઉપર એના કર્તા તીસટના પુત્ર ચન્દ્રટની વિદ્વત્તાભરેલી ટીકા છે. એ ટીકામાં ચન્દ્રકે ચરક, સુશ્રુત, ક્ષારપાણિ, ખરનાદ, ભેલ, પરાશર, વિદેહ, હારીત વગેરે જે નામે લખ્યાં છે તેમાં હરિશ્ચન્દ્ર અને જે જજટનું નામ છે. વળી, પોતે જોયેલા ગ્રન્થો ગણાવતાં જેજ જટની સુશ્રુત ઉપરની ટીકાને એ ઉલ્લેખ કરે છે. એ ઉપરથી જેજજટ પછી ચન્દ્રટ થયા છે એ નક્કી અને જજટ પિતાને વાલ્મટના શિષ્ય કહે છે, માટે વાડ્મટ પછી પણ વાલ્મટને સીધે ઉલ્લેખ તીસ કે ચન્દ્ર નથી કર્યો એ જોતાં વાભટની પ્રસિદ્ધિ થયા પહેલાં એટલે છઠ્ઠા શતકમાં એ પિતાપુત્ર થયા હોવા જોઈએ એ મારો મત છે.
ચન્દટતીસટના પુત્ર ચન્દ્રટે પિતાના ગ્રન્થ ઉપર ટીકા રચવા ઉપરાંત એ પિતે એ ટીકાને અને કહે છે તેમ ગરત્નસમુચ્ચય અને સુશ્રુતની પાઠશુદ્ધિ એ બે રચના કરી છે. ચન્દ્ર, આયુર્વેદને સારા વિદ્વાન છે એ તે એની ટીકા ઉપરથી જ દેખાય છે. એ જેને સુશ્રુતની પાઠશુદ્ધિ કહે છે તેની એક પ્રત ઇન્ડિયા ઓફિસ
૧. જુઓ ઉપર પૃ. ૧૬૪.
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૭ લાયબ્રેરીમાં છે, કવિરાજ ગણનાથ સેન તે એને સુશ્રુતને પ્રતિસંસ્કાર કહે છે.
તીસટ અને ચન્દ્રા બેય સૂર્યભક્ત છે.
રવિગુપ્ત-સિદ્ધસારસંહિતા અથવા સારસંગ્રહ નામના એક વૈદ્યક ગ્રન્થની હાથપ્રતો નેપાળમાંથી મળી છે. આ રવિગુપ્ત બૌદ્ધ હતા અને વૈદ્ય હોવા ઉપરાંત કવિ અને નૈયાયિક પણ હતા. સર્વાંગસુંદરા ટીકામાં જે રવિગુપ્તના સિદ્ધસારને ઉલેખ છે તે આ જ હેવાને સંભવ છે. આ રવિગુપ્ત ઈ. સ. આઠમા શતકના આરંભમાં થઈ ગયા.૩
માધવનિદાન અને તેના કર્તા માધવકરતીસટ કહે છે તેમ ઓછી વિદ્યાવાળા વૈદ્યો માટે જેમ ઔષધોના સંગ્રહની આવશ્યકતા લાગવા માંડી હતી તેમ જ કેવળ નિદાનવિષયક વચનને જુદા સંગ્રહ હોવાની પણ આવશ્યકતા લાગી જ હશે. અત્યારે આ વિષયમાં સૌથી જૂને અને સૌથી માન્ય ગ્રન્ય માધવનિદાન છે. એના કર્તા પિતે કહે છે તેમ એણે પહેલાંના મુનિએચરક-સુશ્રુતાદિનાં વચનને સંગ્રહ કરેલ હોવા છતાં એને સ્વતંત્ર ગ્રન્થની પ્રતિષ્ઠા મળી ગઈ છે.
માધવકરે પિતાના ગ્રન્થનું નામ જેકે રેગવિનિશ્ચય રાખ્યું છે, પણ ગ્રન્થ “માધનિદાન” નામથી જ વધારે પ્રખ્યાત થયો છે. એમાં આરંભમાં પંચનિદાનલક્ષણ આપ્યા પછી જવર, અતિસાર વગેરે રોગોનું નિદાન ચરક, સુશ્રુત, વાક્ષટાદિ ગ્રન્થમાંથી વચને ખેંચી લઈને તથા એ સંહિતાગ્રન્થને કેટલાક વિસ્તાર છોડી દઈને આપ્યું છે.
૧. જુઓ હર્નલ સ્ટડીઝ ઈન ધ મેડિસિન એફએચંટ ઇન્ડિયા', પૃ.૧૦૦. ૨. ઉપર ૫, ૭8. ૩. જુઓ જર્નલ ઓફ આયુર્વેદ, એપ્રિલ, ૧૯૨૬, પૃ. ૩૭૩. ૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના ઇતિહાસ
માધવનિદાનના સમય—અરબી પુરાવા માધવને સાતમાઆઠમા શતકમાં મૂકે છે, કારણ એલ્બીરૂની કહે છે તેમ પહેલા અબ્બાસીદ ખલીફાના સમયમાં જે સંસ્કૃત ગ્રન્થાનાં અરબીમાં ભાષાન્તરા થયાં છે તેમાં માધવનિદાન પણ હતું? અને કવિરાજ ગણુનાથ સેન આદિ વિદ્વાન વૈદ્યોએ એ સમય કબૂલ રાખ્યા છે.૩
જી રીતે વાગ્ભટ પછી અને ચક્રપાણિ તથા વૃન્દની પહેલાં માધવ થઈ ગયા છે. તે ઇન્દુરના પુત્ર છે, અને નામને છેડે કર આવે છે એ ઉપરથી તથા કંવદન્તી ઉપરથી કવિરાજ ગણુનાથ સેન એને અંગાળી ધારે છે. એ શિવભક્ત છે. માધવકરે રત્નમાલા નામના પણુ એક ગ્રન્થ લખેલો હાવાના ઉલ્લેખ શ્રી ગેાપીમાહન કવિરાજકૃત મુક્તાવલીના એક પદાં મળે છે.૪
૧૦૮ ]
માધવના ટીકાકારા—માધવનિદાન' ઉપર એ ટીકાઓ મળે છે : (૧) શ્રી વિજયરક્ષિત અને તેના શિષ્ય શ્રીક ંઠની મધુકાશ ટીકા, અને (૨) શ્રી વાચસ્પતિ વૈદ્યે રચેલી આતંકદર્પણુ ટીકા. આને માટે ઉપર સકારણ બતાવ્યું છે તેમ વાચસ્પતિ ઈ. સ.ના ૧૪ મા શતંકના પાછલા ભાગમાં થઈ ગયા અને વિજયરક્ષિત તથા તેના શિષ્ય શ્રીકંઠદત્ત તે પહેલાં પણ હેમાદ્રિ પછી એટલે ઈ. સ. ના ૧૪ મા શતકના પહેલા ભાગમાં થઈ ગયા.પ
વિજયરક્ષિતની વિદ્વત્તા એની ટીકામાં પદેષદે દેખાય છે. તેણે આયુર્વેદની સ ંહિતામાં ઊંડું અવગાહન કરેલું છે. એ શિવભક્ત છે. તેના શિષ્ય શ્રીકંઠદત્તે ગુરુની અધૂરી ટીકા પૂરી કરવા ઉપરાંત વૃન્દમૃત ‘સિદ્ધયોગ' ઉપર કુસુમાવલી નામની ટીકા
૧. જોલીનું ઇંડિયન મેડિસિન', પૃ. ૭, ૯ અને હલ પૃ. ૧૬, ૨. હિસ્ટરી આક્ હિન્દુ કેમિસ્ટ્રી,' પૃ. ૧૧૧, ૧૧૨,
: ૩. જીએ પ્રત્યક્ષશારીર,' ઉપાદ્ધાત, પૃ. ૫૫, ૪, જુએ ‘માધવિનદાન' (નિ, પ્રે, )ને ઉપાદ્લાત. ૫. ઉપ૨ પૃ. ૧૭૨,
Page #188
--------------------------------------------------------------------------
________________
સંગ્રહથે
[ ૧૭૯ લખી છે. એ પણ આયુર્વેદને વિદ્વાન છે. તેણે સિદ્ધયોગની ટીકામાં : અનેક ટીકાકારોનાં નામ લખ્યાં છે. એ પણ શિવભક્ત છે.
વૃન્દકૃત સિદ્ધાગ–ચિકિત્સાકલિકાના ઘેરણ ઉપર રચાયેલ પણ એ કરતાં ઘણો વિસ્તૃત આ સિદ્ધગ ગ્રન્થ છે. માધવના ગદવિનિશ્ચયને અનુસરી જેનું ફળ અનુભવમાં આવ્યું હોય એવા યોગોને પિતે સંગ્રહ કર્યો છે એમ વૃન્દ કહે છે. માધવનિદાનમાં આપેલા રોગવર્ણનના કમને વૃન્દ અનુસરે છે એમાં તે શંકા નથી. બાકી એમાં આપેલા યોગે “દષ્ટફળ” છે કે નહિ તે તે વૈદ્યોએ અનુભવ કરીને નક્કી કરવાનું રહ્યું. આ વૃન્દ ચરક, સુશ્રત, વાલ્મટ અને માધવ પછી અને ચક્રદત્તની પહેલાં થયા છે. માધવને વૃન્દ અનુસરે છે એટલે એની પછી એમાં તે શંકા જ નહિ. સ્નાયુક રોગ, જેનું વર્ણન માધવનિદાનમાં નથી, તેનું વર્ણન વૃજે વિટાધિકારને અનતે કર્યું છે. એ વર્ણન યથાર્થ છે અને ચક્રદત્તે વૃન્દના શબ્દો જ સ્નાયુક રોગની ચિકિત્સાના વર્ણનમાં ઉતાર્યા છે. ચક્રતિ એ રેગનું નિદાન તે લખ્યું જ નથી, પણ વૃદંત નિદાન પિતાને કબૂલ છે એ આશય રાખે છે. ચક્રદત્તના ટીકાકાર શિવદાસ સેન કહે છે તેમ “સ્નાયુક પેગ સગ્વિનિશ્ચયમાં નથી કહ્યો, પણ વૃન્દમાં કહ્યો છે.” મતલબ કે એમાંથી ચક્રદત્ત લીધો છે. ચક્રદક્તિ પોતે વૃન્દના સિદ્ધગમાંથી ગો લીધા હોવાને સ્વીકાર ચક્કસંગ્રહને અને કર્યો છે. ચક્રદત્તનો સમય ઈ. સ. ૧૦૬૦ નિશ્ચિત હોવાથી વૃન્દને સમય કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ ઈ. સ. નવમા કે દશમા શતકમાં લેવાને સંભવ છે.
વૃન્દના ટીકાકાર કહે છે તેમ પશ્ચિમમાં (મારવાડમાં) વધારે થતા નવા રંગનું વૃને ખાસ વર્ણન કર્યું છે એ જોતાં તે - પશ્ચિમ હિંદના વતની હોય એવો તર્ક થઈ શકે. વૃન્દ શિવભક્ત છે.
૧, જુઓ પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૫૫.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
આયુર્વેદને ઈતિહાસ - ચક્રપાણિ દત્ત જેવા ચરક-સુશ્રુતના પારંગત વિદ્વાને જેનું
અનુસરણ કરવું યોગ્ય ગણ્યું છે તે ગ્રન્થ સંગ્રહની દષ્ટિએ કીમતી હે જ જોઈએ. - જવરથી આરંભી વાજીકરણ સુધીના ૭૦ અધિકારોમાં આરંભમાં ચિકિત્સાના સિદ્ધાન્તો ટૂંકામાં કહ્યા પછી યોગોને સંગ્રહ કર્યો છે. પછીના અધ્યાયમાં નેહ, સ્વેદ, વમન, વિરેચન, બસ્તિ, ધૂમ, નસ્ય, કવલ અને અરિષ્ટનું વર્ણન કર્યું છે. પછી ૮૧ મે સ્વસ્થાધિકાર છે, જેમાં પ્રાચીન આયુવેદાચાર્યોની પ્રથાને અનુસરી આરોગ્ય માટે પરસ્ત્રી અને પરધનની ઇચ્છા ન કરવાને તથા અહિંસાપરાયણ રહેવાનો ઉપદેશ આપે છે. છેલ્લે મિશ્રકાધિકાર છે, જેમાં વૈદ્યકનાં ચાર પાદ, માન, પરિભાષા વગેરે પ્રકીર્ણ વિષય છે.
વૃન્દના આ સિદ્ધયોગ ઉપર શ્રીકંઠ દત્તની વ્યાખ્યા કુસુમાવલી નામની ટીકા છે. આ શ્રીકઠે જ માધવનિદાનની ટીકા લખવામાં ભાગ લીધો છે એ ઉપર કહ્યું છે. એ ૧૪ મા શતકમાં થઈ ગયે. એણે ટીકા કયાંક ક્યાંક અધૂરી રાખેલી તે નાગર જ્ઞાતિના ભાભલના પુત્ર નારાયણે પૂરી કરી છે એમ આનન્દાશ્રમ ગ્રન્થમાલાની આવૃત્તિમાં ટીકાને અને લખેલું છે.
ભેજરાજાને રાજમાર્તડ–ભેજના નામ ઉપર અલંકાર, તિષ વગેરે વિષયોના ગ્રન્થો મળે છે, તેમ રાજમાર્તડ નામને એક વૈદ્યક ગ્રન્થ પણ મળે છે. આ રાજમાર્તડ મેંગસંગ્રહાત્મક કે ગ્રંથ છે. એ માળવાના પ્રખ્યાત રાજા ભેજ (વિ. સં. ૧૮૫૭ થી ૧૧૧૨)ને છે એની ખાતરી નથી, પણ પોતે મહારાજ હોવાનું તે પ્રખ્યારમ્ભ કર્તા કહે છે, અને રાજા ભેજ જાતે વિદ્વાન અને 'વિદ્વાનેના આશ્રયદાતા તરીકે પ્રસિદ્ધ છે. એ જોતાં એણે કે એના ' આશ્રિત વૈદ્ય આ ગ્રન્થ એ હોવાનો સંભવ છે.'
૧. વૈદ્યરાજ જા. ત્રિ, આચાર્યો આયુર્વેદ ગ્રન્થમાળામાં મુંબઈમાં આ ગ્રન્થ છપાવ્યો છે. •
Page #190
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થ -
-
[૧૮૧.
થકદત્તના બે ગ્રન્થો-ચરક-સુશ્રતના આ પ્રખ્યાત ટીકાકારના સમય વગેરેની ચર્ચા એની ટીકાના અવલોકન પ્રસંગે કરી છે. એ. વૈદ્ય મહામહોપાધ્યાય અને શિવભક્ત છે એમ એના ચક્કસંગ્રહના મંગલાચરણથી જણાય છે અને બ્રાહ્મણ છે એમ ગ્રન્થાને આપેલા શાપથી અનુમાન થાય છે. ચક્રદત્ત વૃન્દના સિદ્ધગને અનુસરીને પિતાને યોગસંગ્રહ લખે છે એટલું તે એ પોતે પર સ્વીકારે છે. અલબત્ત, વૃન્દ કરતાં એણે વેગે વધારે લખ્યા છે અને કદાચ એ જ એની વિશેષતા હશે. સાધારણ રીતે આ પાછલા જમાનામાં એ જ દ્રવ્યના નવા નવા પેગે વધતા ગયા છે. એક જ એગમાં થોડો ફેરફાર તથા ફલશ્રુતિમાં વધારોઘટાડે પણ જોવામાં આવે છે. બાકી તો આદિથી અન્ત સુધી ચક્કસંગ્રહ વૃન્દના સિદ્ધયોગને અનુસરે છે.
ચક્કસંગ્રહ ઉપર રત્નપ્રભા નામની કોઈની ટીકા હતી, પણ એ વધારે વિસ્તૃત તથા ભૂલભરેલી લાગવાથી ચરકસંહિતા ઉપર ટીકા લખનાર શિવદાસ સેને ચક્કસંગ્રહ ઉપર તવચન્દ્રિકા નામની ટીકા લખી છે.
શિવદાસ સેન મંગલાચરણથી વૈષ્ણવ કરે છે, સેનાન્સ નામથી બંગાળના વઘ જાતિના જણાય છે. એ પિતાને ગૌદશના માલંચિકા ગામને વતની અને ગૌઠરાજાના વૈદ્ય અનન્ત સેનનો પુત્ર કહે છે. એના સમયને નિર્ણય એ દ્રવ્યગુણસંગ્રહની ટીકામાં પોતે ગૌડરાજા બાર્બક સાહ પાસેથી અતરંગ પદવી અને છત્ર પ્રાપ્ત કર્યું હતું એમ કહે છે તે ઉપરથી થઈ શકે છે. આ બાર્બક સાહ તે
૧. ચક્રદત્તના દ્રવ્યગુણસંગ્રહની શિવદાસ સેનની ટીકાના ઉપર કહેલા લોકનો પાઠ પહેલાં તે ખેટે છપાયેલું, પણ હમણાં કવિરાજ ન્યાતિષ ચન્દ્રસેને બાર્બક સાહ પાઠ જોઈએ એમ નક્કી કર્યું છે. જુઓ વૈ. સં. ૫. ડિસેમ્બર, ૧૯૩૯ માં શિવદાસ સેનની લછુવાશ્મટ ટીકા' નામને લેખ :
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
આયુર્વેદના ઇતિહાસ
જાનપુરના દિલ્હીથી નિમાયેલા સૂક્ષ્મા હતા. એના સમય ઈ. સ. ૧૪૮૭ થી ૧૪૮૯ છે.૧ શિવદાસ સેનની લધુવાગ્ભટ ટીકાની હાચપ્રત સકાબ્દ ૧૪૪૮ની મળી છે.
અંગસેન—વૃન્દના સિયાગને અને ચક્રદત્તના ચક્રસંગ્રહને મળતા આ બંગસેનના ચિકિત્સાસારસંગ્રહ નામના ગ્રન્થ છે. એ ગ્રન્થના કર્તા પેાતાને ક્રાન્તિકાવાસમાં જન્મેલા તથા ગદાધરના પુત્ર કહે છે, અને મંગલાચરણ ઉપરથી શિવભક્ત તથા સેનાન્ત નામ ઉપરથી બંગાળી જાય છે. ચરક સુશ્રુત, વાગ્ભટ અને માધવ પછી તેા અંગસેન છે જ, પશુ વાળા(નાયુ)નાં નિદાનચિકિત્સા વૃન્દમાંથી ઉતારે છે એટલું જ નહિ, પણ એમાં પેાતાના તરફથી ઉમેરા કરે છે એ જોતાં વૃન્દ પછી અમુક કાળે ખંગસેન થયા છે એટલું નક્કી. હવે ચક્રદત્તની ગ્રહણીચિકિત્સામાં એક રસપપ`ટિકા છે, જેને માટે નિવૃદ્ધા ચાળિના એ રીતે ચક્રપાણિ કહે છે. મતલબ કે એ એની પેાતાની બનાવટ છે. અને અંગસેને રસાયનાધિકારમાં એને ગન્ધકપટી કહીને આપી છે. એ જોતાં ખંગસેન ચક્રદત્ત પછી થાય છે એમ નક્કી થાય છે. અભ્રક, લાડુ, પારદ, ગન્ધક, તામ્ર વગેરે ખનિજ ઔષધેાના ઉપયાગની બાબતમાં પણ ચક્રદત્ત અને અંગસેન સમાન કક્ષામાં પશુ ખંગસેન પાછળના જણાય છે. બીજી તરફથી હેમાદ્રિએ ખંગસેનમાંથી પુષ્કળ ઉતારા કર્યાં છે.૨ એ જોતાં ચક્રદત્ત પછી અને હેમાદ્રિ પહેલાં. વળી, મહારાષ્ટ્ર સુધી બંગાળી ગ્રન્થકારની ખ્યાતિ પહેાંચવાને ઓછામાં ઓછાં પચાસ વર્ષના ગાળા તેા જોઈએ, એ જોતાં અંગસેનને સમય ઈ. સ. ૧૨૦૯ ની આસપાસમાં ઠરે છે. કવિરાજ
૧. જુઓ ડની ક્રોનાલાજી, પૃ. ૨૬૪ તથા ૩૫.
૨. બ્રુએ સટીક અષ્ટાંગહૃદયની નિ, કે. વાળી ૧૯૩૯ ની આવૃત્તિમાં હેમાદ્રિએ ઉલ્લિખિત ગ્રન્થાની સૂચી.
Page #192
--------------------------------------------------------------------------
________________
સંગ્રહસ્થળે
[ ૧૮૩ ગણનાથ સેને શા ધર પછી અને ભાવમિશ્ર પહેલાં મૂકેલ છે તે , ભ્રમ લાગે છે.' ગદનિગ્રહ અને સેઢલનિઘંટુના કર્તા વૈદ્ય સેહલ - બારમા શતકમાં જ ગુજરાતમાં એક સેઢલ નામના વૈદ્ય થઈ ગયા. એ જોશી પણ હતા. પોતે ગુણસંગ્રહ નામથી રચેલા નિઘંટુને અન્ત સોઢલ પિતાને વત્સત્રના રાયવાળ બ્રાહ્મણ, વૈદ્ય નન્દનના પુત્ર અને સંધદયાળુના શિષ્ય કહે છે. આ ઉપરાંત સૂરતની ઈ. સ. ૧૯૧૫ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસે વૈદ્ય ધીરજરામ કાશીરામ પાઠકના સંગ્રહમાંથી ગદનિગ્રહની જે એક હાથપ્રત મૂકી હતી તેમાં આપેલી વિશેષ પ્રશસ્તિમાં પોતાને તિ શાસ્ત્રી પણ કહે છે. તેના નિઘંટુમાં પણ કયોતિ સોઢતા ટ્રાવ િમHI એવા રાદો છે. અને સેઢલના સમયનિર્ણયમાં આ હકીકત ઘણી ઉપયોગી છે. વૈદ્યક સાહિત્યના પૌવંપર્ય ઉપરથી અનુમાને મેં એને પચીસ વર્ષ પહેલાં બારમા શતકમાં મૂક્યો હતે. પણ સ્વ. મ. બ. વ્યાસે જ વિ. સં. ૧૨૫૬ના. ભીમદેવ બીજાના એક તામ્રપત્ર ઉપર ધ્યાન ખેંચ્યું છે કે જેમાં રાયકવાળ જ્ઞાતિના બ્રાહમણ તિ સોઢલના પુત્રને દાન આપવામાં આવ્યું છે.પ રાયકવાળ જ્ઞાતિ અને જ્યોતિ સેઢલ એ બે સાથે છે, એટલે આ સેઢલ તે ગદનિગ્રહના કર્તા સેઢલ જ. મતલબ કે “
૧. “પ્રત્યક્ષશારીરને ઉપધાત, , ૫૭ ૨. જુઓ ગદનિગ્રહની ભૂમિકામાં આપેલી ટીપ ર. ૩. જુઓ આયુર્વેદ વિજ્ઞાન, પુ, ૨, પૃ. ૩૭ થી ૩૯
૪. જુઓ સૂરતની સાહિત્ય પરિષદમાં “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય નામને મારે નિબંધ.
૫. જુઓ ગુ. એ. લે, ભા. ૧, લેખ નં. ૧૫૮ તથા આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨, પૃ. ૩૮, ૩૯,
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
આયુર્વેદને ઈતિહાસ ગનિગ્રહના ક્ત વૈદ્યક સોઢલ ઈ. સ. બારમા શતકમાં થઈ ગયા. વળી રાયકવાળ જ્ઞાતિ ગુજરાતમાં જ હેવાથી તેઓ ગુજરાતી હતા એ પણ નક્કી.
* આ સઢલે રચેલા મદનિગ્રહમાં કુલ દશ ખંડે છે. પહેલા પ્રયોગખંડમાં ચૂર્ણ, ગુટિકા, અવલેહ વગેરે બનાવટોને જુદાજુદા ગ્રન્થમાંથી સંગ્રહ કરવામાં આવ્યું છે. શાધરના મધ્યમ ખંડમાં પણ આ રીતે જ ચૂર્ણ, ગુટિકા વગેરેના અધ્યાય છે. અલબત્ત, શાધરમાં રસને અધ્યાય છે, ત્યારે ગદનિગ્રહમાં એ નથી. ગદનિગ્રહ શાધર કરતાં. જૂને ગ્રન્થ છે. ગદનિગ્રહના બાકીના નવ ખંડેમાં કાયચિકિત્સા, શાલાક્ય, શલ્ય, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય, અગદતન્ન, રસાયન, વાજીકરણ અને પંચકર્માધિકાર એ રીતે વિભાગે પાડી, શરૂઆતમાં સંક્ષિપ્ત નિદાન અને પછી ચિકિત્સા કહેલી છે.
સોઢલને માધવનિદાનની તે ખરી જ પણ વૃન્દનીયે ખબર છે, કારણ કે સ્નાયુકનાં નિદાન–ચિકિત્સા વૃન્દમાંથી સેઢલે ઉતાર્યા છે. આથી આગળ ચક્રદત્તના ચક્કસંગ્રહની ખબર એને હેય એમ દેખાતું નથી. ચક્રદતમાં છે તેવા રસગેયે સેઢલમાં નથી. સેઢલ બંગસેનના લગભગ સમકાલીન હોવા છતાં બંગસેનને ચક્કસંગ્રહની ખબર છે અને સેઢલને નથી તેનું કારણુ બંગસેન બંગાળી છે એટલે તે બંગાળી ગ્રન્થથી તરત પરિચિત થાય અને સઢલ ગુજરાતી હોવાથી ન થાય એ જ લાગે છે. વળી, રસોને ઉપયોગ કદાચ બંગાળામાં વહેલે શરૂ થયે હશે.
સેઢલ ગુજરાતી છે એ ઉપર કહ્યું જ છે. ગુજરાતી હોવાથી જ બીજા નિઘંટુમાં ન લખેલી એવી ગુજરાતમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ એણે નેંધી છે. આ વનસ્પતિઓનાં નામે પણ હાલમાં પ્રચલિત ગુજરાતી નામને મળતાં છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થા
[ ૧૮૫
બારમા
શતકના
આ ગુજરાતી વૈદ્ય સાઢલે ચિકિત્સાથી પ્રયાગાને જુદા પાડવાની પહેલ કરી છે એ એની વિશેષતા તેંધિવા જેવી છે. વળી, પ્રાચીન સહિતાને ધેારણે કાયચિકિત્સા, શાલાય વગેરે વિભાગા એણે રાખ્યા છે ખરા, પણ વિભાગ પાડવામાં ક્રેટલીક ગડબડ પણ કરી છે. દા. ત., અશ્મરી આદિશ્ચયત ંત્રના રાગાને ટાયચિકિત્સામાં નાખ્યા છે, જ્યારે ગ્રન્થી, અપચી, સદ્યોવ્રણ વગેરેને શાલાકયત ત્રના નેત્રરાગાદિ પછી શક્યતંત્રમાં નાખી માધવવૃન્દ્રના ક્રમને ફૈબ્યા છે. ખાકી, શસ્ત્રચિકિત્સા તેા શય્યાધિકારમયિ નથી. ટૂંકામાં ઘણી રીતે સાઢલના વૈદ્યક ગ્રન્થા જૂના અને અગત્યના હોવા છતાં એને પ્રચાર ખીજે કે એના જન્મસ્થાન ગુજરાતમાં વિશેષ જોવામાં આવ્યેા નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ખંડ
રસવિદ્યા અને રસગ્રન્થ ચરકસંહિતા (સૂ. અ. ૧, . ૬૮ થી ૭૦)માં ઔક્ષિદ વનસ્પતિજન્ય ઔષધ સાથે જંગમ–પ્રાણિજ અને પાર્થિવ-ખનિજને ગણાવ્યાં છે તથા ખનિજમાં સુવર્ણ, પંચલેહ (તામ્ર, રીય, સીસું, લેહ અને કલઈ ટીકાકાર પ્રમાણે), શિલાજિત, મણશીલ, હરતાલ, સૂરમે, ચૂને, રેતી વગેરેને ગણાવ્યાં છે. અન્યત્ર (સૂ. અ. ૩) મણશીલ, હરતાલ, મોરથુથુ, ગેસ, હીરાકસી અને સુરમે એટલાને ચામડીને રેગે ઉપર લેપમાં વાપર્યા છે. બીજે (સ. ૧, ગ્લૅ. ૮૮) સંચળ, સિંધાલૂણ, બિડ, ઔદિ (સાંભર મીઠું) અને સાદું મીઠું એ પાંચેય મીઠાં વર્ણવ્યાં છે. રરકમાં ક્ષારકર્મને જોકે સુશ્રુત જેટલું પ્રાધાન્ય નથી, છતાં - જવખાર, સાજીખારને પુષ્કળ ઉપયોગ કર્યો છે, અને પલાશક્ષારને પ્રતિસારણીય ક્ષાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી પાંડુરોગ ઉપર લેહમાક્ષિક અને મંદિરને ચરકે ઉપયોગ કર્યો છે. આંખના રોગ ઉપરની એક વર્તિમાં શંખ, પ્રવાલ, વૈર્ય, લોહ, તામ્ર અને સુરમાને દઢબલરચિત આ અધ્યાયમાં સુકૃતને અનુકરી
૧. જુઓ ચરક ચિ. અ. ૨૫, ૨, ૫૩. ૨. જુઓ ચરક ચિ. અ. ૧૬, શ્લો. ૭૦, ૭૧, ૭૨ અને ૭૮.
Page #196
--------------------------------------------------------------------------
________________
ક્ષવિદ્યા અને રસ
[ ૧૮૭ ઉપયોગ કર્યો છે અને મુક્તાદચૂર્ણમાં મેતી, પ્રવાલ, વૈર્ય, શંખ, સ્ફટિક, ગન્ધક, તામ્ર, લેહ અને રૌણ ખાવામાં વાપર્યા છે. આ અધ્યાય દૃઢબલને છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. વળી, રસાયન તરીકે બધી જાતના લેહ (એટલે તામ્ર, રૌય વગેરે) તથા સુવર્ણને ખાવામાં ચરકે વાપરેલ છે.
પણ ચરકે આ લેહાદિ ધાતુઓને ખાવામાં ઉપયોગ કર્યો છે તે એનાં ચૂર્ણને છે કે એને એ સ્પષ્ટ કર્યું નથી. અત્યારના વૈદ્યો સ્વાભાવિક રીતે ભસ્મ જ વાપરે છે, પણ ભસ્મવિધિને સ્પષ્ટ પ્રચાર વૃન્દ, ચક્રદત્ત અને સોઢલ સુધીના ગ્રન્થમાં દેખાતું નથી. લેહનાં પાતળાં પતરાને ખૂબ તપાવીને ત્રિફળાના કવાથમાં, ગોમૂત્રમાં અને ક્ષારના પાણીમાં ભેળવી અને પછી તેનું ચૂર્ણ કરીને ખાવાની વિધિ ચરમાં છે. ચક્રદત્તમાં જે વિધિ લંબાણથી આપ્યો છે તે ચોક્તને વિસ્તાર છે.
આ ઉપરાંત ચરકમાં એક સ્થળે “ગન્ધકના વેગથી કે સુવર્ણભાક્ષિક પ્રયોગથી નિગૃહીત પારે કુકના રેગીએ ખાવો” એવું વિધાન છે. પારે ખાવાની વાત ચરકમાં આ એક જ સ્થળે છે. આપણું રસશાસ્ત્રને ઈતિહાસ લખનાર પ્રફુલ્લચન્દ્રરાયે આ ઉલ્લેખને તથા વાગભટને શિલાજવાદિ રસાયન, જેમાં પારે છે તેને પણ નથી ગણે. પણ વૃન્દના ઉપયોગને પહેલો ગણે છે, જ્યારે યુરોપમાં પારદવાળી બનાવટને ખાવામાં ઉપયોગ ૧૫ મા
૧. જુઓ ચરક ચિ. અ. ૨૬, ૨. ર૪૬. ૨ " , " ૧૭, શ્લો. ૧૨૫-૨૬. ૩. , , ૧, પા. ૩, . ૪૬. ૪. , , ૧, પા. ૩, . ૧૫ થી ૧૭.
, , ૭, . ૭૦, ૭૧. ૬. જુઓ અ, સં. ઉ. રસાયન અધ્યાય; અહ, ઉ. અ. ૩૦, . ૧૩૧.
;
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮ }
આયુર્વેદને ઈતિહાસ શતકના પેરેસે સસથી શરૂ થયું છે એમ ત્યાંના એ વિષયના ઇતિહાસ ઉપરથી શ્રી. પ્ર. રાય કહે છે." - સુશ્રુતમાં ચરક કરતાં જે કેટલીક વિશેષતા છે તેમાં શસ્ત્રકમ અને અગ્નિકર્મ પેઠે ક્ષારકર્મ પણ છે એ ઉપર નેપ્યું છે. ક્ષારકર્મ માટે જરૂરી ક્ષાર બનાવવાને વિધિ, પાનીય પ્રતિસારણીય એવા ક્ષારના ભેદે, ક્ષારને દાહક બનાવવાનો વિધિ. એ ક્ષારોને કયા કયા સગોનાં ઉપયોગ શકય છે વગેરે સુશ્રુતમાં વિસ્તારથી આપેલ છે. ૨. ચરક પેઠે સુશ્રુતને પણ બંગ, નાગ, તામ્ર, રૌમ્ય, સુવર્ણ, લોહ અને મંડૂર એટલાની ખબર છે. કાંસાને પણ ઉલ્લેખ છે અને તેને ઉપયોગ કર્યો છે. આ ધાતુઓને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાને વિધિ (અયસ્કૃતિ) સુશ્રુતમાં ચરકને મળતો જ છે, પણ એમાં ધાતુઓનાં પતરાંઓ ઉપર લવણ વર્ગને લેપ કરવાનો હોવાથી એ વિધિ ભલે અપૂર્ણ અને અશાસ્ત્રીય હોય છતાં એમાં ધાતુઓના ક્ષારો (melallic salts) બનાવવાના આધુનિક વિધિનું બીજ છે, એમ શ્રી. પ્ર. રાય કહે છે. એ વિદ્વાન કહે છે તેમ પાછળના રસાવાદિમાં થયેલા વિકાસને સુશ્રુતમાં આરંભ દેખાય છે. ખનિજોની બાબતમાં બાકીની ચરકાક્ત વાત તો સુશ્રુતમાં છે જ, ફક્ત પારદ ખાવાની વાત નથી અને એ જોતાં ચરકમાં એ કટકો દહબલનો હાય એવી શંકા પડે છે. સુતે હાદિ ધાતુઓને કૃમિ ઉપર ઉપયોગ કર્યો છે એ નેધવા ગ્ય છે,
૧. “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી, ગ્રં. ૧, ઉ., પૃ. ૧૦૨. ૨. સુશ્રુત સૂ. અ. ૧૧. ૩. , , ૩૮-૬૩ તથા ઉ. અ. ૧૮, શ્લો, ૧૦૩. ૪. , ચિ. અ. ૧૦–૧૧. ૫. હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી,” પૃ. ૪૯. : ૬. સુકૃત ઉં, અ. ૧૪, શ્લો. ૩
.
Page #198
--------------------------------------------------------------------------
________________
-રસવિદ્યા અને રસ
[ રહે ચરક-સુશ્રુત પછી નાવનીતમાં કોઈ વિશેષ નથી. માત્ર આંખ ઉપરના એક અંજનમાં ગેસ, રસવંતી અને મણશીલ સાથે રીતિકુસુમ પણ નાવનીતકમાં વાપર્યા છે, એ કદાચ વિશેષતા કહેવાય.
વાલ્મટ પણ રસવિદ્યાની બાબતમાં સામાન્ય રીતે ચરક-સુશ્રુતથી વિશેષ આગળ નથી જતા. ઉપદંશના ત્રણ ઉપર મોરથુથુ, મણશીલ, હરતાલ, ફટકડી, હીરાકશી વગેરેને વાટે વાપર્યા છે. તે એની વિશેષતા શ્રી. પ્ર. રાયે ગણી છે, પણ એ તે સુશ્રુતે પણ વાપરેલ, છે.૪ લેપમાં ઉપયોગી તે એ દ્રવ્યોને ચરકે ગણ્યાં જ છે. સુવર્ણ વગેરેને ખાવામાં ઉપયોગ વાગભટે કર્યો છે એમાં પણ નવું નથી, પણ બંધ કૂરડી (અધમૂષા)માંકે તામ્ર, સ્ત્રોતાંજન, લેહ, સુવર્ણ અને રૌને રાખીને તેમ જ નાગ, ગંધક, તામ્ર, હરતાલને રાખીને ધમીને ગરમી આપવાની સૂચના વાડ્મટમાં છે. કરડી (મૂષા)નો ઉલ્લેખ તો સુશ્રુતમાંય છેપણ અધમૂષાને ઉલ્લેખ વાટે પહેલે કર્યો છે. અને એ રીતે તૈયાર થયેલી બનાવટ રસગ્રન્થની બનાવટના વર્ગની નજીક આવે છે એમ શ્રી. પ્ર. રાય કહે છે.
શ્રી. પ્ર. રાયે વાગભટ(ઉ. અ. ૧૩)ની પારાવાળા એક અંજનની ગંધ કરીને વાગભટે પારાને એટલે એક જ ઉપયોગ કર્યો છે એમ લખ્યું છે,’ પણ વાડ્મટે પારાને રસાયન તરીકે ખાવામાં ઉપયોગ કર્યો છે એ ઉપર નેપ્યું છે. વૃન્દમાં એક
૧. નાવનીતક ૧, ૧૧૦. ૨. અ. સં, ઉ, અ. ૩૯ તથા અ, હ, ઉ. અ. ૪૩, શ્લો. ૪-૫. ૩. હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી, ગં. ૧, પૃ. ૫૫, ૪. સુશ્રુત ચિ. અ. ૧૯, લો. ૪૦. ૫. જુઓ ઉપર પૃ. ૧૮૬. ૬. જુઓ અ. ૮. ઉ. અ. ૧૩, ૪ ૨૦, ૨૧ તથા ૩૧, ૩૨. ૭. સુશ્રુત ઉ. અ. ૧૮, શ્લો, ૮૬, ૮. “હિસ્ટરી ઑફ હિન્દુ કેમિસ્ટ્રી", સં. ૧, પૃ. ૫૬.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
આયુર્વેદના ઇતિહાસ
અંજન છે, જેને ચક્રપાણુિએ નાગાર્જુનાવટી કહી છે, એમાં કાંઈ
છે
માથામાં પાા
વિશેષ નથી. પશુ ધતૂરાના રસ જૂ મરી જાય છે એમ લખ્યું હાલમાં જૂ મારવા માટે શ્રી ઉપરાંત જે બનાવટા વૃન્દની કાશ્મીરની હાથપ્રતમાં જ ધ શ્રી. પ્ર. રાયે લીધી છે, પણુ એ સ્પષ્ટ પ્રક્ષિપ્ત નોંધવાની જરૂર નથી ગણી.
સાથે પારાને મેળવીને લગાડવાથી એ નવીનતા નેાંધવા ચાગ્ય છે.
ભરે છે. આ
મળે છે તેની હાઈ ને
અહી
ચક્રદત્તમાં પારાને, ગંધકને, અભ્રકને તથા લેાહને શુદ્ધ કરવાનું કહ્યું છેર એ રસવિદ્યાની શાધનપ્રથાનું પહેલું કથન છે. પછી ચક્રદત્તે કૅલી અથવા રસપટીને પાઠ આપ્યા છે અને તેને એ પેાતાની શાષ કહે છે. પછી ચક્રદત્તે એક તામ્રયાગ આપ્યા છે, જેમાં તાંબાના પતરાની ઉપર નીચે ગાઁધક રાખી, પછી સ્થાલીમાં રાખી તેને બીજી સ્થાલી ઢાંકી, બંધ કરી, રેતી ભરેલા વાસણમાં મૂકી, ગરમી આપવાનું લખ્યું છે, આ ક્રિયા પણ રસવિદ્યાના સંબંધ સૂચવે છે.' ચક્રદત્ત લાહની બનાવટ પણ વિસ્તારથી લખી છે, પણ તેમાં નવું તત્ત્વ નથી. પણ અભ્રકના ઉપયાગ ચક્રત્ત પહેલી વાર કર્યાં છે.પચક્રદત્તમાં એક છીપ, શંખ અને મરખાની રાખ એટલાંને ગધેડાંના મૂત્રમાં આગાળી એ ક્ષારના આઠમા ભાગ જેટલું સરસવનું તેલ એ સાથે પકાવી વાપરવાથી વાળ ખરી જાય છે, એમ કહેલું છે. આ પ્રયાગ કામશાસ્ત્રમાંથી આવ્યા હૈાવાના સંભવ' છે,
૧, વૃન્હેં ( અ. આ. ), પૃ. ૧૨૨,
૨. ચક્રદત્ત, અમ્લપિત્તચિકિત્સા, ૩. એજન, ગ્રહણીચિકિત્સા,
૪. એજન, રસાયનાધિકાર.
પ. એજન, રસાયનાધિકાર,
૬. એજન, યાનિવ્યાપસ્ચિકિત્સા, - હિસ્ટરી આફ, હિન્દુ કેમિસ્ટ્રી,’ ૨, ૧, પૃ. ૫૫.
Page #200
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસગ્રન્થા
[ ૧૯૧
સતત્રોને યુગ
અગિયારમા–બારમા શતકથી રસતંત્ર રચાવા માંડયાં છે. તે પહેલાંના કાળના આયુર્વેČદીય ગ્રન્થકારાને ખનિજોની કેટલી ખબર હતી તથા ઔષધ તરીકે તેને કેટલા ઉપયાગ તેઓએ કર્યાં છે, એ ટૂંકામાં જોઈ લીધું. હવે તાંત્રિક રસવિદ્યાના વિકાસને ઇતિહાસ ફૂંકામાં જોઈ એ.
મહાયાન બૌદ્ધધર્મીની પાંખમાં તત્રમા અને તાંત્રિક ગ્રન્થાના વિકાસ થયા છે એ સામાન્ય અતિહાસિક હકીક્ત છે. 1 જોકે પાછળથી બૌદ્ધ, શાક્ત અને શૈવ એ ત્રણેય માનાં તંત્રો મળે છે, પણ શાક્ત અને શૈવ ઉપર એટલી મહાયાનની અસર થઈ છે એમ જ માનવું. યાગ્ય છે. ધાર્મિક ઇતિહાસની વાત બાજુ ઉપર રાખી રસવિદ્યાના ઇતિહાસને જ જોઈ એ તેા રસવિદ્યામાં નાગાર્જુનના સ્થાનનું મહત્ત્વ જોતાં પણુ મહાયાન બૌદ્ધ અસર નીચે રસતત્રોના વિકાસ થયા છે એમ માનવું યેાગ્ય છે.
રસરત્નસમુચ્ચયના આરંભમાં આદિમ, ચન્દ્રસેન વગેરે રસસિદ્ધિપ્રદાયક જે સત્તાવીશ રસસિદ્ધોનાં નામ આપ્યાં છે તેમાં નાગાર્જુનનું નામ છે. વળી, નાગાર્જુનના નામે ચઢેલા સેન્દ્રમ ગલ ગ્રન્થમાં એ યાદીમાંના એ રત્નષ અને માંડવ્યનાં નામ છે. આ રસસિદ્ધ નાગાર્જુનનું વ્યક્તિત્વ તથા તેને નામે ચઢેલા ગ્રન્થાનું કત્વ સંદિગ્ધ હાવા છતાં રસવિદ્યાના પ્રકરણુના આરંભ એનાથી જ કરવા ચાગ્ય છે.
જોકે તિબેટની બૌદ્ધ દંતકથા બૌદ્ધ શૂન્યવાદના પુરસ્કર્તા અને માધ્યમકવૃત્તિના કર્તા મહાન નાગાર્જુનને રસશાસ્ત્રમાં પણુ હિસ્ટરી ઑફ હિન્દુ
૧. આ વિષયની વિસ્તૃત ચર્ચા માટે જીએ કેમિસ્ટ્રી,' ગ્ર’. ૨ ઉપાદ્ઘાત.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦ર ] . '
આયુર્વેદને ઈતિહાસ પારંગત માને છે, પણ સુકૃતના પ્રતિસંસ્કર્તાની ચર્ચાના પ્રસંગમાં કહ્યું છે તેમ માધ્યમકવૃત્તિના કર્તા દાર્શનિક નાગાર્જુનથી આ રસસિદ્ધ નાગાર્જુન ભિન્ન જ હોવા જોઈએ. નાગાર્જુનના કર્તત્વને દાવો' કરનાર રસેન્દ્રમંગલમાં શાહવાહન અને નાગાર્જુન વચ્ચે સંવાદ છે અને દંતકથા પણ શાલવાહન સાથે નાગાર્જુનને સંબંધ જોડે છેઃ એ જોતાં રસસિદ્ધ નાગાર્જુન તે શાલવાહન કે સાતવાહનના મિત્ર જ અને ઈ. સ. ત્રીજા શતકમાં એ થઈ ગયા હોવાને સંભવ છે, પણ કીમિયાની વાતેવાળાં જૂનામાં જૂનાં તંત્રો તો ઈ. સ. પચમાં-છઠ્ઠા શતકમાં રચાયાં હોવાને સંભવ છે. એથી જૂના કાળમાં રચાયેલાં તંત્રો મળ્યાં નથી. નેપાળમાંથી મળેલ કુંજિકાત–માં પારદને શંકરનું વીર્ય કહેલું છે અને પારદના સંસ્કારને તથા ષડજારણને ઉલ્લેખ છે. વળી, તામ્રને રસધ કરવાની અર્થાત પારદથી વેધ કરીને તાંબાનું સેનું બનાવવાની વાત પણ છે. આ કુજિકાત– મહાયાનમતનું તંત્ર છે અને છઠ્ઠા શતકમાં લખાયું હોવાને સંભવ છે, પણ એ રસવિદ્યાનો ગ્રન્થ નથી. જેને રસવિદ્યાના પ્રાધાન્યવાળું તંત્ર કહી શકાય એવો જૂનામાં જૂને પ્રન્ય તે નાગાર્જુનના નામે ચઢેલો. રસરત્નાકાર કે રસેશ્વમંગલ છે. અને એ ગ્રન્થ સાતમા-આઠમા
૧. જુઓ “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી . ૨, ૩, ૫.૧૬ થી ૧૯. ૨. ઉપર ૫, ૮૧, ૩. એજન. ૪. હિ. હિ. કે. ચં. ૨, ૬, પૃ. ૨૪, ૩૮. ૫. એજન, ઉ. પૃ. ૪૩ તથા તેની ટીપ. . ૧. એજન, . પૂ. જ ના તેની ટીપ.
૯. રસરત્નાકર કે રસેશ્વમંગલને શુદ્ધ તંત્ર ગણવામાં કાં તે શ્રી. પ્ર. રાયે અમુક ભાગ જ જે છે અથવા નાગાર્જુનનું નામ જોઈ ને શેવાળા ભાગની ઉપેક્ષા કરી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
વિદ્યા અને રસથસ્થા
[ ૧૯૩
શતકના છે એમ. શ્રી. પ્ર. રાય કહે છે, જોકે મારે મતે એથી અર્વાચીન છે.
રસરત્નાકાર કે સેન્દ્રમ ગલ-શ્રી. પ્ર. રાય પાસેની હાથપ્રતની પ્રતિશ્રીમાં ‘નાગાર્જુનવિરચિત સરત્નાકર એ રીતે શબ્દો છે, જ્યારે મે વર્ષો પહેલાં સ્વ. તનસુખરામ મ. ત્રિપાઠી પાસેથી મેળવેલ હાથપ્રતની પ્રતિશ્રીમાં ‘નાગાર્જુનવિરચિત રસેન્દ્રમ ગલ’ એ રીતે નામ છે.૧ જેટલા કટકા શ્રી. રાયની હિ. હિ. કે. માં છપાયા છે તેને આર્મેન્દ્રમગલના તે ભાગ સાથે સરખાવતાં એય એક જ લાગે છે. અને શ્રી. પ્ર. રાયવાળા કટકાને અન્તે સેન્દ્રમંગલ સમાપ્ત” એવા શબ્દો છે. સેન્દ્રમગલના પ્રકાશક રસવૈદ્ય જીવરામ કાલિદાસ પણ રસરત્નાકર અને રસેન્દ્રમંગલ એક જ હાવા જોઈએ એમ ભૂમિકામાં લખે છે.
<<
આ સરાકર કે રસેન્દ્રમ'ગલમાં આ અધ્યાયેા હાવાનું આરંભમાં કહ્યું છે, પણુ મળેલી ચાર પ્રતામાં ચાર જ અધ્યાયેા હતા. ગ્રન્થ ખંડિત અને અવ્યવસ્થિત છે એ તા દેખીતું છે. રસના સ્વેદનાદિ અઢાર સંસ્કારા, હલકી ધાતુમાંથી સેાનું કરવાના કીમિયા, રસ, ઉપરસ અને લેહનાં શાધનાદિ, સ` લેાહનું મારણ, અભ્રક, માક્ષિક વગેરેનાં સત્ત્વપાતન, અભ્રકાદિની ક્રુતિ વગેરે રસતંત્રના જ વિષય સાથે આ ગ્રન્થમાં મથાનભૈરવરસ, દશમૂલ કવાથ વગેરે રાગહર ચેાગા પણ છે. એ જોતાં આ ગ્રન્થ જેવા છે તે તા ૧૧મા શતક પહેલાંના નથી લાગતા. અલબત્ત, એમાં નાગા નરચિત તરી કે પ્રખ્યાત ક્ષપુટ ફટા પણ છે,
૧. એજન, ઉ. પ્રુ. ૪૧, ૨. સ્વ, શ્રી. ત. મ. ત્રિપાઠી પ્રતા ઉપરથી રસવંદ્ય શ્રી, જીવરામ રસેન્દ્રમગલ છપાવેલ છે.
૧૩
પાસેથી મને મળેલી તથા ખીજી ત્રણ કાલિદાસે ઈ. સ. ૧૯૨૪ માં ગોંડલમાં
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪ ]
- આયુનો ઇતિહાસ rજ્યારે નાણાનવિરચિત કક્ષપુટ નામના જુદા જ પ્રખ્યાતી હાથપ્રતો મળે છે. એક મુંબઈની ર. એ. સ. ના પુસ્તકાલયમાં છે (જુઓ નં ૮૧૧). એ પ્રતમાં ૧૦૬ પાના છે. તેમાં વીશ પટેલ છે અને અસ્તિંભન, ગત્યાદિસ્તમ્ભન, સેનાસ્તષ્ણન, અશનિસ્તષ્ણન, મેહન, ઉચ્ચાટન, મારણ, વિદ્વેષણ, ઇન્દ્રજાલવિધાન વગેરે વિષય છે.
નાગાર્જુનને જ રચેલ મનાતે એક આશ્ચર્યગમાલા નામને ગ્રન્થ, જેના ઉપર જૈન શ્વેતાંબર સાધુ ગુણાકરની ઈ. સ. ૧૨૩૯ માં રચાયેલ ટીકા છે, તેની નધિ પીટર્સનના ત્રીજા રિપોર્ટ (પૃ. ૩૧૩)માં છે. આ ગ્રન્થમાં કક્ષપુટને મળતાં વશીકરણ, વિષણ, ઉચ્ચાટન, ચિત્રકરણ, મનુષ્યાન્તર્ધાન, કુતુહલ, અગ્નિસ્તંભન, જલસ્તમ્ભ, ઉન્માદકરણ રમશાતન, વિષપ્રયોગવિધાન, ભૂતનાશન વગેરે વિષય છે. અહીં આ વિવાનું વિશેષ વિવરણ આવશ્યક નથી, પણ આ તન્નગ્રન્થમાં રમશાતન જેવી સામાન્ય બાબતો સાથે અસંભવિત ચમત્કારે પણ વર્ણવેલા છે અને તેના એવા જ વિચિત્ર ઉપાયે કહેલા છે, એટલું જ સૂચન બસ છે.
નાગાર્જુનના નામ ઉપર કીમિયા, વશીકરણ, મારણાદિ પ્રયોગો અને વૈદ્યક ગો બધુંય ચહેલું છે, પણ એ નામ અહીં કશી ચિતિહાસિક કિંમતનું નથી એ દેખીતું છે. - રસહદયતંત્ર – રસેન્દ્રમંગલના કરતાં આ રસહૃદયતંત્ર
ધણ વ્યવસ્થિત અને સંપૂર્ણ ગ્રન્થ છે. તંત્ર નામને પણ એ પહેલા ( ૧. દા. ત. મનુષ્યન્તર્ધાન માટે લખ્યું છે કે –
વિવૃવનમદ્વિતમસંન્યા મન:રિરાયુiી : ત્રિભુવનમાં નિપૂવૃતિ તિવચા ઢરાતટે n : જુઓ મું, રૉ. એ. સે. પુસ્તકાલયનાં હસ્તલિખિત પુસ્તકનું કેટલેગ, નં.૮૧૧.
૨. આયુર્વેદ ગ્રન્યમાળામાં વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્યું પ્રકાશિત કર્યો છે..
Page #204
--------------------------------------------------------------------------
________________
રવિશ અને રસશે
I ૧૫ ગ્રન્થ કરતાં વધારે યોગ્ય છે. “સર્વદર્શનસંગ્રહ'ના કર્તા ૧૪ મા શતકના માધવાચાર્યે રસહૃદયમાંથી નામ સાથે ઉતારે કર્યો છે. અને તે પહેલાંના તેરમા શતકના રસરત્નસમુચ્ચયમાં રસસિદ્ધો ગણાવતાં ગોવિંદ નામ છે. તે આ ગ્રન્થના કર્તા જ હશે. રસરત્નસમુચ્ચયમાં આ ગ્રન્થમાંથી ઉતારો પણ કરે છે. મતલબ કે આ ગ્રન્થના કર્તા તેરમા શતક પહેલાં થઈ ગયા છે એ નક્કી. ક્યારે એ કહેવું મુશ્કેલ છે. આ ગ્રન્થનાં પ્રકરણો (જેને ગ્રન્થમાં અવધ કહેલ છે)ની ઇતિશ્રીમાં પ્રખ્યકર્તાને પરમહંસ પરિવ્રાજકાચાર્ય ગોવિંદ ભગવત્પાદ કહેલ છે. બીજી તરફથી ભગવાન શંકરાચાર્યે પિતાને ગોવિંદભગવત્પાદના શિષ્ય કહેલ છે. આ નામસામ ઉપરથી રસહદયનું આયુર્વેદીય ગ્રન્થમાળામાં સંપાદન કરતાં શ્રી. યંબક ગુરુનાથ કાળેએ શંકરાચાર્યને ગુરુ ગોવિંદભગવત્પાદને જ આ ગ્રન્થના કર્તા માન્યા છે. પણ કેવલાદ્વૈતવેદાંતને પણ કોઈ ગ્રન્ય શંકરાચાર્યના એ ગુએ લખેલે મળ્યું નથી, અને કઈ તંત્રગ્રન્થના કર્તા આ વેદાન્તાચાર્યને ગુરુ હોય એ માનવું મુશ્કેલ છે. પણ રસહૃદય જેવા ગ્રન્થને આઠમા શતક જેટલા જૂના કાળમાં ખેંચી જવામાં મને તો બીજી જ મુશ્કેલી નડે છે. રસહૃદયમાં રસવિદ્યાનું જે બહાળું જ્ઞાન જેવામાં આવે છે તે આઠમા શતકમાં હોય તે ૧૧ મા શતકના ચક્રપાણિ દત્ત જેવા વૈદ્યક સાહિત્યના વિશાળ પરિચયવાળા વિદ્વાન વૈદ્યના ગ્રન્થ ઉપર એની અસર થયા વગર રહે નહિ. માટે હું તે રસરત્નાકર કે રસેન્દ્રમંગલને પણ ૧૧ મા શતક પહેલાં માનતો નથી અને આ રસહૃદયને પણ શ્રી પ્ર. રાય પેઠે ૧૧ મા શતકને ગ્રન્થ માનવાના મતને છું.' રસહૃદયના કર્તાએ પિતાને પરિચય આપતાં ચંદ્રવંશના હૈયાકુળના કિરાતનૃપતિ શ્રી મદન, જેઓ જાતે રસવિદ્યાભિજ્ઞ હતા, તેમની પાસેથી પોતાને બહુમાન મળ્યું હતું
' ૧. જુઓ હિસ્ટરી ઐફિ હિન્દુ કેમિચ્છી, ગં. ૨, ૬, પૃ. ૫૩.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯ ]
આયુર્વેદને ઈતિહાસ અને પિતે રસકર્મમાં પ્રવૃત્ત રહેતા એમ ગ્રન્થાને લખ્યું છે. આ કિરાતદેશ તે વિધ્યાચલની પાસેને પ્રદેશ એમ શ્રી. કાળેએ તર્ક કર્યો છે અને મદનદેવ તે કનિંગહામે આપેલી હૈહયવંશાળીમાંને આઠમા શતકને રાજા કામદેવ એમ માન્યું છે. પણ કનિંગહામના પુસ્તકમાં જોતાં એ વંશાવળી તે ભાટચારણોના ચોપડાની છેક ઈ. સ. પૂર્વે ૮૫૭ થી શરૂ થતી સાલ વગરની વંશાવળી છે, જેની કશી એતિહાસિક કિંમત એતિહાસિક વિદ્વાનોએ ગણું નથી. ખરી રીતે સિક્કાઓ અને ઉકીર્ણ લેખે ઉરથી હૈહની જે વંશાવળી નકકી કરવામાં આવી છે તે ઈ. સ. ૮૭૫ થી શરૂ થાય છે અને તેમાં કામદેવ જેવું નામ નથી; એટલે હૈહયરાજાના નામ ઉપરથી રસહદયના સમયને નિર્ણય થઈ શકે એમ નથી.
આ રસહૃદય ગ્રન્થમાં કુલ ૧૯ અવબોધ છે, જેમાં પહેલા અવબેધમાં રસપ્રશંસા છે અને તેમાં કહ્યું છે કે “ભાણસે ધન, શરીરાદિને અનિત્ય જાણીને મુક્તિ માટે યત્ન કરવો જોઈએ અને એ મુક્તિ જ્ઞાનથી જ મળે, પણ જ્ઞાન અભ્યાસથી થાય, જ્યારે અભ્યાસ શરીર સ્થિર હોય ત્યારે જ થઈ શકે. અને શરીરને સ્થિર અને અજરામર તે એક રસરાજ કરી શકે છે.”૩ પણ રસહૃદયકારને માણસ પોતાની મુક્તિ મેળવી શકે એટલાથી સંતોષ થતો નથી. એ તે કહે છે કે “રસસિદ્ધ થતાં હું પૃથ્વીને વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત કરીશ.” આ ઘણી ઉન્નત વાસના છે. આ ગ્રન્થકારનું આ વલણ વશીકરણ, ઉચ્ચાટન વગેરે–વાળા પામતાંત્રિક માર્ગથી જુદુ દક્ષિણમાગીય
૧. કનિંગહામનો આ. સ. રિ, ગ્રં, ૧૭, પૃ. ૮.
૨. જુઓ એજન, ગ્રં. ૯, પૃ. ૧૧૨; ગૃ. ૧૭, પૃ. ૨૦; તેમ જ ડફની કેનેલો છ, પૃ. ૨૯૩ અને “ભારત કે પ્રાચીન રાજવંશ', પ્રથમ ભાગ, પૃ. ૫૫ તથા પૃ. ૫૯ વગેરે.
૩. રસહૃદય ૧, , ૧૦, ૧૩. ૪. એજન, . ૬.
Page #206
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને સગ્રન્થા
[ ૧૯૭
જ્ઞાનયેાગવાદાનુસારી છે. જગતને નિર્જરામર કરવાની વાત મહાયાનમતની સૂચક છે. આ દક્ષિણમાગીય વલણુને લીધે જ રસેશ્વરસિદ્ધાન્તના નિરૂપણમાં સČદનસંગ્રહના કર્તાએ રસહૃદયના આધાર લીધા હશે. બનારસની એક હાથપ્રતના અન્તમાં 66 તથાગત કલ્યાણુ કરા ” એવા શબ્દો છે,૧ એ ઉપરથી શ્રી. પ્ર. રાયે કર્તાને બૌદ્ધ માનેલ છે. પણ “ વેદાધ્યયનથી અને યજ્ઞથી અત્યંત શ્રેય થાય છે” એમ કહેનાર લેખક બૌદ્ધ ન હાય એ શ્રી કાળેની દલીલ મને સાચી લાગે છે.
ખીજા અવખાધમાં પારદના અઢાર સકારાનાં નામ અને પછી સ્વેદન, મન, મૂર્ચ્છના, ઉત્થાપન, પાતન, રાધન, નિયમન અને દીપન એટલાÖા વિધિ આપ્યા છે. ત્રીજા અવમેધમાં અભ્રકગ્રાસની પ્રક્રિયા છે. ચેાથામાં અભ્રકના ભેદ તથા અભ્રકસત્ત્વપાતનનું વિધાન છે. પાંચમામાં ગતિનું વિધાન, છઠ્ઠામાં જારણવિધાન, સાતમામાં બિડવિધાન, આઠમામાં રસરંજન, નવમામાં ખીજવિધાન, દશમામાં વૈક્રાન્તાદિમાંથી સત્ત્વપાતન, અગિયારમામાં ખીજનિર્વાહ, બારમામાં દ્રાધિકાર, તેરમામાં સંકરખીજ વિધાન, ચૌદમામાં સકરબીજજારણુ, પંદરમામાં ખાદ્યવ્રુતિ, સોળમામાં સારણ, સત્તરમામાં કામણુ, અઢારમામાં વૈવિધાન અને છેલ્લા એગણીસમા અવખાધમાં શરીર શુદ્ધ કરીને રસાયન તરીકે સેવવાના યોગા કહ્યા છે. છેવટે કેટલાક ખેચરગુટિકા જેવા યોગા માટે આશ્રય કારક અતિશયાક્તિવાળી ફલશ્રુતિ કહી છે.
ટૂંકામાં રસહૃદય રસવિદ્યાની સારી પ્રગતિ થયા પછી લખાયેલ અને કદાચ અત્યારે ઉપલબ્ધ ગ્રન્થામાં આદ્ય અને વ્યવસ્થિત ગ્રન્થ છે. જીવનની ફિલસૂફીને રસવિદ્યા સાથે આ રીતે જોડવાની આવશ્યકતા ગ્રન્થકારને લાગી છે એ પણ આ ગ્રન્થની આવતા
૧. રસહૃદય પૃ. ૧૩૫, ટિ. માં હિં, હિ. કે, ગ્ર', ૨ માંથી ઉતારલા ક્ષેાક.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ]
આયુર્વેદના ઇતિહાસ
દર્શાવે છે. વળી આ ગ્રન્થમાં રસાયન તરીકે રસના ઉપયાગ ઉપર તથા રસ સિદ્ધ કરવા અર્થે અભ્રકાદિની ઉપયોગિતા ઉપર ઝોક છે, જ્યારે પાછળથી રસાયન તરીકેને મહિમા ચાલુ રહેવા છતાં રાગહર તરીકે પારદ પોતે તેમ જ અભ્રકાદિ મહારસો, ગન્ધકાદિ ઉપરસે, કમ્પિલાદિ સાધારણ રસા, રત્ના અને સુવર્ણાદિ ધાતુએ એ સા સ્વતંત્ર રીતે યાગે! તૈયાર કરીને - વૈદ્યકીય ઉપયાગ કરવા તરકે વધારે ને વધારે વલણ થતું ગયું છે.
માધવે સદર્શન
રસાણ વ‰—રસવિદ્યાના આ ગ્રન્થનેા સંગ્રહમાં ઉલ્લેખ કર્યાં છે, પણ શ્રી. પ્ર. રાય કહે છે કે એમને કાશ્મીરમાંથી એક અને મદ્રાસ એરિયેન્ટલ લાયબ્રેરીમાંથી બીજી હાથપ્રત મુશ્કેલીથી મળી હતી. એ ખારમા શતકનેા ગ્રન્થ છે, એમ એ વિદ્વાન ધારે છે; અને એ યથાર્થ છે.રે આ રસાવતા ત્ર તાતી સામાન્ય રીતે પાર્વતીપરમેશ્વરના સંવાદરૂપ છે અને તેના વિભાગેાતે પટલ નામ આપેલ છે. રસા વતત્રમાં તેના વક્તા “ શ્રી ભૈરવ કહે છે કે રસા, ઉપરસા, ધાતુ, કપડું, કાંજી, બિડ, ધમણુ, લાહનાં પતરાં, ખરસ, પથ્થરના બત્તા, કાષ્ટીય ત્ર, વાંકી ફૂંકી, છાણાં, લાકડાં, માટીનાં અને ધાતુનાં વાસણ્ણા ( ક્રૂરડી, દાથરી, માટલાં, તપેલાં વગેરે), સાણસી, મુસળ, ખાંડણિયા, કાતર, ધાતુની કુલડી, વજન, કાંટા, છેદનયંત્ર, સાટી, વાંસની ફૂંકણી, લેાઢાની ફૂંકણી, લેાઢાની કટારી, અંગારા, ઓષધિ, ઘી, તેલ, ખટાઈ, ક્ષારા, લવણા, વિષે, ઉપવિષેા વગેરે બધા સભાર એકઠા કર્યાં પછી રસક શરૂ કરવું.”
"13
૧. આ ગ્રન્થ કલકત્તામાં બી, ઈ, સિરીઝમાં છપાયા છે.
૨. હિં. હિ. કે., ચં. ૧, ૯, પૃ. ૭૩,
૩. રસા'વ, ચતુ પટલ, શ્લા, ૨ થી ૬, તથા ‘આયુર્વેă વિજ્ઞાન’, પુ. ૧, પૃ. ૧૯૨માં કરલેા ઉતારા,
Page #208
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસ
| [ ૧૯૯ ઉપર ઉતારે સાત આઠસો વર્ષ પહેલાંને આ દેશને રસસિદ્ધ (કેમિસ્ટ) કેવાં સાધને પિતાની પ્રયોગશાળામાં રાખો એને ઠીક ખ્યાલ આપે છે.
રસાર્ણવ (ચતુર્થ પટલ)માં યંત્રોની ઉપયોગિતા સ્પષ્ટ કહી છે અને મજબૂત કૂરડીઓ કેવી રીતે બનાવવી તે પણ લખ્યું છે.
જુદી જુદી ધાતુઓની જવાળાને રંગ જુદે જુદે હેય છે એ આધુનિક વિજ્ઞાનપ્રસિદ્ધ વાત છે. રસાણંવમાં એ વસ્તુ નેધાયેલ છે. તે કહે છે કે “ત્રાંબાની જવાળા આસમાની રંગની હેય છે, બંગની હેલાના જેવા રંગની, લોઢાની પીળાશ પડતા કાળા રંગની અને મોરથુથુની લાલ હેય છે.” શુદ્ધ ધાતુની પરીક્ષા તથા કાચી ધાતુમાંથી ધાતુ કાઢવાની રીત, જેને પ્રાચીન સર્વપાતન: કહે છે, તે સાર્ણવમાં લખેલ છે. સાર્ણવમાંથી નમૂના તરીકે આટલું બસ છે.
રસેન્દ્રચૂડામણિ –કર્તા સમદેવ. રસરત્નસમુચ્ચય (અ. ૯)માં યન્ત્રોનું વર્ણન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે “બધાં રસતંત્ર જોઈને તથા ટૂંકામાં સેમદેવને અનુસરીને નીચે યંત્રોનું વર્ણન કર્યું છે.” એ ઉપરથી યંત્રોની બાબતમાં સોમદેવ પ્રમાણભૂત મનાતા હોવા જોઈએ. અને એ સોમદેવને રસેન્દ્રચૂડામણિ નામને ગ્રન્ય મળે છે. એ બારમા–તેરમા શતકની વચ્ચેનો હેવો જોઈએ એમ શ્રી. પ્ર. રાય કહે છે અને મને એ માનવામાં કોઈ વાંધે લાગતો નથી.૪ - સોમદેવ પોતે કહે છે કે “અનેકશ: રસતન્નો જોઈને હવે યન્સ કહેવામાં આવે છે.” વળી ઊર્વપાતનયંત્ર અને કેષિકાયન્સ
૧. જુઓ રસાવ, ચતુર્થ પટેલ, શ્લો. પ૦, ૫૧; “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧, પૃ. ૯૩.
૨. એજન, સપ્તમ પટલ, . ૧૦, ૩૬ વગેરે; “આયુર્વેદ વિજ્ઞાન', પુ. ૧, પૃ. ૬૯૩.
૩. મોતીલાલ બનારસીદાસે લાહોરથી ૧૯૮૯ માં છપાળે છે. ૪. હિ. હિ. કે, ગ્રં, ૨, ૩. મમ. . .
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
આયુર્વેદના ઇતિહાસ
નન્દીએ કહેલા છે એમ સામદેવ કહે છે.૧ મતલબ કે આ નન્દીને ગ્રન્થ એ વખતે ઉપલભ્ય હશે. સરત્નસમુચ્ચયકારે નન્દીના ઉલ્લેખ કર્યાં છે. સામદેવે નન્દી ઉપરાંત નાગાર્જુન, બ્રહ્મજ્યેાતિ, દંડી અને શંભુનાં નામ લખ્યાં છે.ર
આ સામદેવ પોતાને કરવાલભૈરવપુરના રાજા કહે છે, પણ એ પુર કે એ રાજાના વંશ વિશે કશું ાણવામાં આવ્યું નથી.
રસપ્રકાશસુધાકર-શ્રી. યશોધરવિરચિત. આ અન્યના કર્તા શ્રી. યોાધર જૂનાગઢ (કાઠિયાવાડ)ના રહેવાસી ગુજરાતી શ્રીગાડ બ્રાહ્મણ હતા અને એમના વૈષ્ણવ પિતાનું નામ પદ્મનાભ હતું એમ એ પેાતે જ ગ્રન્થાન્ત કહે છે.
રસરત્નસમુચ્ચયમાં
ઘણા વિષયા આમાંથી લીધા છે. વળી શ્રી. પ્ર. રાય ધારે છે તેમ ર. ૨. સ.ના મોંગલાચરણનાં ૨૭ સસિદ્ધોનાં નામેામાં જે યોાધન છે તેના સાચેા પાઠ યાધર હાવા જોઈએ. વળી, સામેશ્વર પછી એમાંથી ઉતારી કરનાર ચરશેાધર થયા છે. મતલખ કે, આ ગ્રન્થર્તા ઈ. સ. ૧૩ મા શતકમાં થઈ ગયા છે.૪ ૨. ૨. સ. પહેલાંના ગ્રન્થામાં આ સારી વ્યવસ્થિત રસમન્ય છે. એમાં પારદના અષ્ટાદ્દશ સંસ્કારા, રસબન્ધ અને રસભસ્મવિધિ—જેમાં રસકપૂરને વિધિ પણ છે, સ્વર્ણાદિ ધાતુ, મહારસ, ઉપરસ અને રત્ના વગેરેનાં લક્ષણા, ગુણા, શાધન અને મારજી વગેરે, એકસેા રસપ્રયાગા, યન્ત્રો, મુષા અને પુટાનું વિવરણુ અને વાજીકરણ પ્રયોગા વગેરે રસ
૧. એજન, ટીપ.
૨. એજન, ૭, પૃ. ૧૫.
૩. આયુર્વેદ ગ્રંથમાળામાં ગ્રન્ય છપાય છે.
૪, જુઓ હિ. હિ. કૅ, શ્ર, ૨, પૃ. ૫૭,
Page #210
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસ
[ ૨૦૧ શાસ્ત્રના બધા વિષય છે. એ સાથે કીમિયાની વાતે, જેને એ રસકૌતુક કહે છે, તે પણ છે. ગ્રંન્યકાર કહે છે કે મેં થોડે અનુભવ કર્યો છે અને બાકીનું શાસ્ત્રમાંથી જાણ્યું છે.'
રસંસારસંગ્રહ–મહામહોપાધ્યાય ગોપાલ ભટ્ટને રચેલે આ રસેન્દ્રસારસંગ્રહ એક્રેટના કહેવા પ્રમાણે ૧૩મા શતકમાં રચાયેલ છે અને એમાં રસપૂરની જે બનાવટ આપી છે તેને રસપ્રકાશસુધાકરની અને ભાવપ્રકાશની બનાવટ સાથે સરખાવતાં એ ગ્રન્ય રસપ્રકાશસુધાકર પછી અને ભાવપ્રકાશ પહેલાં રચાયે લાગે છે.૩ આ ગ્રન્થમાં આરંભમાં રસનાં શેધન, પાટન, બેધન, મૂઈન વગેરે, ગન્ધકનાં શોધનાદિ, વૈક્રાન્ત, અભ્રક, તાલ, મનઃશિલા વગેરેનાં શોધન, માર વગેરે અને પછી જીવરાદિ રોગે ઉપર રસગે, એ પ્રમાણે છે. રસવિદ્યાને વિષય રસરત્નસમુચ્ચય પેઠે વ્યવસ્થિત નથી, પણ આ ગ્રન્થના ઘણું યેગો પાછળના ગ્રન્થમાં સંગ્રહાયા છે. ગ્રન્થકર્તાએ જ ટૂંકી ટીકા લખી છે.*
રસક૯પ અને ધાતુકિયા નામના દ્રયામલતંત્રના બે કટકાઓની નેંધશ્રી. પ્ર. રાયે કરી છે અને ધાતુક્રિયામાંથી લાંબો ‘ઉતારે આપ્યો છે. રસક૯૫માં ગોવિન્દ, સ્વચ્છન્દ ભૈરવ વગેરે આચાર્યોને ઉલ્લેખ મળે છે. આ ટૂંકા ગ્રંથમાં ધાતુઓ આદિનાં શોધનમારણને વિષય જ છે. શ્રી. પ્ર. રાય આ ગ્રંથને પણ ૧૩ મા શતકની આસપાસને ધારે છે.
૧. જુઓ રસપ્રકાશસુધાકર, અ. ૧૧, સે. ૧, ૨. ૨. જુઓ વૈદ્યકશસિધુનું વિજ્ઞાપન.
૩. જુઓ આયુર્વેદ વિજ્ઞાન, પુ. ૨, પૃ. ૨૪૨ થી ૨૪૬. . ૪. સટીક રસેન્દ્રસાર સંગ્રહ કલકત્તામાં ઈ. સ. ૧૮૮૫માં શ્રી, ભુવનચન્દ્ર વસાકે છપાવ્યો છે.
૫. જુઓ હિ. હિ કે, ગ્રં. ૨, ઉ. પૃ. ૫૮.
Page #211
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના ઇતિહાસ.
સસાર - ગાવિંદાચાય ના આરસસાર ગ્રન્થમાં પારદના અષ્ટાદશં સરકાર વગેરે રસશાસ્ત્રના જાણીતા વિષયેા છે. આ ગ્રન્થકર્તા તા લખે છે કે આ પદ્ધતિ ભાટદેશવાસી બૌદ્ધો જાણે છે. અને બૌદ્ધમત જાણીને મેં રસસાર રચ્યા છે.? મતલબ કે ખારમા—તેરમા શતક સુધી બૌદ્ધોમાં અને ખાસ કરીને વિંગેટના બૌદ્ધોમાં રસવિદ્યા સારી રીતે જળવાઈ રહી હતી.
૨૦]
આ ગ્રન્થકાર અફ્રીણુના ઉપયોગ કરે છે, જોકે અક્ીણુ શું છે. એની સાચી ખબર એને નથી. એ તા કહે છે કે સમુદ્રમાં થતાં ઝેરી માલાંમાંથી અફીણુ નીકળે છે. આ અક્ીણુના ઉપયોગ ઉપરથી શ્રી. પ્ર. રાય ૧૩મા શતકના ગ્રન્થકર્તાને માને છે.ર
-
રસસ્ત્નાકર — પાતીપુત્ર નિત્યનાથ સિદ્ધ વિરચિત સખંડ, રસેન્દ્રખંડ, વાદિખ ંડ, રસાયનખંડ અને મંત્રખડે એ રીતે પાંચ ખંડમાં રચાયેલા આ ગ્રન્થ ધણા મોટા છે.૩ એમાંથી વાદિખ તથા મંત્રખંડને બાદ કરતાં ત્રણેય બાકીના ખડા વૈદ્યક સાથે સબંધ ધરાવે છે.રસરત્નસમુચ્ચયમાં નિત્યનાથનું નામ મળતું હાવાથી આ નિત્યનાથ સિદ્ધ તે પહેલાં થઈ ગયા છે અને શ્રી. જા. ત્રિ. આચાય કહે છેઃ તેમ આ ગ્રન્થમાં કહેલા વાલુકામીન પ્રયાગ એ સમકક્ષ સેદ્દા રેગમાહી' નામથી યૂનાનીમાં પ્રસિદ્ધ પ્રયાગ છે; એ જોતાં યુનાની વૈદ્યક આ દેશમાં આવ્યા પછી એટલે ઈ. સ. ૧૩મા શતકમાં નિત્યનાથ થયા છે. આ ગ્રન્થમાં રસોધન,
१. एवं बौद्धा विजानन्ति भोटदेशनिवासिनः तथा बौद्धं मतं तथा ज्ञात्वा रससारः कृतो मया ।
૨. હિ. હિ. કે, ગ્રં, ૨, ઉ. પ્રુ ૬૯,
૩. રસરાકરના પાંચેય ખંડ છપાયા છે, વાદિખંડ અને મંત્રખંડ શ્રી. જીવરામ કાલિદાસે અને રસ તથા રસેન્દ્ર ખંડ કલકત્તામાં છપાયા છે, જ્યારે રસાયનખંડ આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયા છે.
૪, આયુર્વેદ અન્યમાળામાં સંપાદિત રસાયનખંડનું નિવેદન,
Page #212
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસન્થ
[ ૨૦૭ મારણ વગેરે રસવિદ્યાના ખાસ વિષય રસખંડના આરંભમાં આપ્યા પછી જ્વરાદિ રોગની ચિકિત્સા વિસ્તારથી આપી છે, જેમાં એવધીય વેગે છે, પણ રસગે વિશેષ પ્રમાણમાં છે..
ઉપર પ્રમાણે રસરત્નાકરથી–૧૩મા શતકથી રસવૈદ્યક કે રસપ્રચુર ચિકિત્સાને યુગ શરૂ થયો છે એમ કહી શકાય. જોકે નિત્યનાથવિરચિત એ જ એ પ્રકારને પહેલો અન્ય છે એમ નથી કહી શકાતું; ઊલટું રસરત્નાકરના વેગોની મોટી સંખ્યા જોતાં એટલા બધા ચેપગે એકદમ કે એક જ વૈવને હાથે તૈયાર થવાનો સંભવ નથી, પણ જે મળે છે તે ગ્રન્થોને સમયનિર્ણય ઘણું મુશ્કેલ છે. વળી ૧૧માથી ૧૩મા શતકમાં રસાકમાં પણ પ્રવૃત્તિ થઈ હોય એમ લાગે છે. કેવળ રસવિદ્યાના કહેવાય એવા સારા ગ્રન્થ છે કે થોડા મળ્યા છે, પણ એ સૈકાઓમાં રચાયાં હોય એવાં ઘણાં પ્રકીર્ણ પાનાંઓ મળે છે. ધાતુરત્નમાલા, સુવર્ણતંત્ર, કાકચડેશ્વરીમત, દિનાન્તસૂરિવિરચિત રસચિન્તામણિ વગેરેની શ્રી. પ્ર. રાયે હિ. હિ. કે. ના બીજા ગ્રન્થમાં નોંધ લીધી છે. પણ આ દેશના એ મધ્યકાલીન રસશાસ્ત્રીઓનું ધ્યાન શુદ્ધ રસશાસ્ત્ર (કેમિસ્ટ્રી) કે એમાંથી ઉત્પન્ન થતી બીજી ઔદ્યોગિક વિદ્યાએ ખેડવા તરફ પહેલેથી જ થોડું હશે. છેક ઈ. સ. ચારની આસપાસને દિલ્હીને ગુપ્ત લેખવાળો લેહસ્તંભ તથા બીજી એવી હાદિ ધાતુઓમાંથી બનેલી પ્રાચીન વસ્તુઓ જતાં ઉદ્યોગોમાં રસશાસ્ત્રીય જ્ઞાન વપરાતું હવામાં શંકા નથી, પણ એ શાસ્ત્રનું જે જ્ઞાન ગ્રન્થદ્વારા જળવાયું છે તે તો ઉપર કહ્યા તેવા તાંત્રિક ગ્રન્થમાં જ છે. અને એ તાંત્રિકે પોતે જ કીમિયાની પાછળ ખુવાર થવામાં સાર ન જોઈને અને પારદ, ગન્ધક, લેહ વગેરેને વૈદ્યક ઉપયોગ વિશેષ ફલપ્રદ છે એવું જોઈને રસવૈદ્યક તરફ વળ્યા હોય; અથવા વૈદ્યોએ જ તાંત્રિકોની રસવિદ્યાને લાભ લીધે હોય એમ હોય. રસોંદર્ય જેવા ગ્રન્થમાં રસના રસાયન તરીકેના ઉપયોગની વાત છે, એ જોતાં મને દક્ષિણમાર્ગો અને
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
આયુર્વેદને ઈતિહાસ સમજુ તાંત્રિકે પહેલાં વૈદ્યક તરફ વળ્યા અને પછી વૈદ્યોએ એ વિદ્યાને અપનાવી લીધી હોય એમ લાગે છે. છેક તેરમા શતકથી આરંભમાં શુદ્ધ રસપ્રકરણના અધ્યાય હાય અને પછી જવરાદિ રેગો ઉપર રસોગથી મુખ્યત્વે ભરેલી ચિકિત્સા હેય એવા ગ્રન્થ લખાવા માંડ્યા છે.
આ પ્રકારના રસવૈદ્યક ગ્રન્થમાંના રસેન્દ્રચિન્તામણિ, માળવાના રાજાના વૈદ્ય મથનસિંહને રસનક્ષત્રમાલિકા, વિષ્ણુદેવને રસરાજલક્ષ્મી વગેરે અનેક ગ્રન્થા ૧૩મા ૧૪મા રાતક જેટલા જૂના છે, પણ ઘણી રીતે સર્વશ્રેષ્ઠ અને એ પ્રકારના ગ્રન્થોમાં સૌથી વધારે પ્રખ્યાતિ પામેલે તો રસરત્નસમુચ્ચય છે.
રસરત્નસમુચ્ચયના કર્તાનું નામ વાડ્મટ છે અને અષ્ટાંગસંગ્રહના કર્તા વાક્ષટ પેઠે આ વાગભટ પણ પિતાને સિંહગુપ્તના પુત્ર કહે છે. કેવળ આ નામસામ ઉપરથી જૂના વૈદ્યો અષ્ટાંગસંગ્રહના અને અષ્ટાંગહૃદયના કર્તા વાડ્મટ જ રસરત્નસમુચ્ચયના પણ કર્તા છે એવું માનતા હતા; પણ આયુર્વેદના ઇતિહાસને વિચાર જે વિદ્વાન વૈદ્યોએ આ જમાનામાં કર્યો છે, તેઓએ રસરત્નસમુચ્ચયના કર્તા વાભટને ભિન્ન તથા પાછળના ગયા છે અને રસરત્નસમુચ્ચયમાં ચર્પટીને તથા સિંધણ રાજાને ઉલેખ છે એ ઉપરથી તથા પૌવપર્ય વગેરે
૧. આ રસેન્દ્રચિન્તામણિ પ્રત્યેની કેટલીક હાથપ્રતિમાં કર્તાનું નામ કલાનાથના શિષ્ય ઢંદુકનાથ એમ છે, જ્યારે કેટલીકમાં ગુહકુલસંભવ રામચંદ્ર એમ છે. છપાયેલાં પુસ્તકમાં પણ આ મતભેદો જેવામાં આવે છે. ગ્રન્ય પહેલાં કલકત્તામાં છપાયેલ છે, અને સં. ૧૯૯૧ માં વૈદ્ય પં. મણિશર્માએ પોતાની સંસ્કૃત ટીકા સાથે રામગઢ (જયપુર)થી છપાવેલ છે. આ ગ્રન્થને ૧૩ મા ૧૪ મા શતકને પ્ર. રાય ગણે છે (હિ. હિ. કે, ગ્રં. ૨, પૃ. ૨૫૧).
૨. આ ગ્રન્થમાં અફીણનો ઉપયોગ છે (હિ. હિ. કે, ગ્રં. ૨).
૩. આ વૈધ રાજા બુકના રાજવૈધ હતા માટે ૧૪મા શતકના પાછલા ભાગમાં થઈ ગયા (હિ. હિ, કે, ગ્રં, ૨).
૪. જુઓ “પ્રત્યક્ષશારીર’ને ઉદ્દઘાત.
Page #214
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસગ્રન્થા
[ ૨૦૫ ઉપરથી શ્રી. પ્ર. રાયે ૨. ૨. સ.ને સમય ૧૩મા શતકમાં માન્ય છે તે બરાબર લાગે છે ?
રસરત્નમુચ્ચયના પહેલા ૧૧ અધ્યાયમાં રસોત્પત્તિ, મહારના શાધન આદિનું નિરૂપણ, ઉપરસ, સાધારણ રસનાં શોધનાદિ વગેરે શુદ્ધ રસશાસ્ત્રીય વિષયો છે અને બાકીના ભાગમાં વરાદિ રેગ ઉપર રસયોગોના પ્રાધાન્યવાળી ચિકિત્સા છે.
૨. ૨. સ. માં જે શુદ્ધ રસશાસ્ત્રીય વસ્તુ છે તેમાંથી નમૂના તરીકે થોડું ઉતાર્યું છે.
૨. ૨. સ.કાર કહે છે કે “જ્ઞાનવાળા, દક્ષ, રસશાસ્ત્રમાં કુશળ, મંત્રસિદ્ધ, મહાવીર, નિશ્ચલ, શિવ અને પાર્વતીને ભક્ત, હમેશાં ' ધૈર્યવાળા, દેવપૂજનતત્પર, સર્વ રસવિદ્યાની વિશેષતા જાણનાર અને રસકર્મમાં કુશળ એવો માણસ આચાર્ય થવાને ગ્ય છે.”
શિષ્યનાં લક્ષણોમાં ગુરુભક્ત, સદાચાર વગેરે સાથે મંત્રારાધનતત્પરતાને પણ નધેિલ છે.
રસશાળા વિશે એ ગ્રન્થકાર કહે છે કે “મને રમ, રોગરહિત અને ધર્મરાજ્યવાળા દેશમાં તથા ઉમા-મહેશ્વરથી યુક્ત સમૃદ્ધિવાળા સારા નગરમાં મોટા ભાગની વચ્ચે ચાર દ્વારથી સુશોભિત રસશાળા કરવી. તેની પાસે અત્યંત ગુપ્ત એવો રસમંડપ કરે અને તેમાં અરીસા જેવી ચળકતી ભૂમિ બનાવી એના ઉપર રમણીય વેદી કરવી.”
૧. જુઓ વાડ્મટ નિ.ની ૧૯૩૯ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, પૃ. ૪૦. ચર્પટીને ઉલ્લેખ તો ૨. ૨. સ., અ. ૬, . ૫૮માં છે. હિ. હિ કે, ગ્રં. ૧, ઉ., પૃ. ૮૮ તથા ગ્રં. ૨, પૃ. ૨૨૨-૨૩.
૨. રસરત્નસમુચ્ચયની અનેક આવૃત્તિઓ મળે છે. આ. સં. સી.ની જૂની છે, પણ હાલમાં પં. હજારીલાલ શુકલની સંસ્કૃત ટીકા સાથે પણ પીલીભીતથી સં. ૧૯૯૪માં છપાઈ છે.
૩. ૨. ૨. સ. અ. ૬, શ્લો. ૩-૪. એજન, અ. ૫, . ૬-૭. ૪. એજન, અ. ૬, , ૧૩, ૧૪, ૧૮.
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
આયુર્વેદને ઈતિહાસ આ રસશાળામાં “હમેશા રસનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું”.૧ “સેનાનાં પતરાં ત્રણ તલા અને પા તોલા ૯ મેળવી ખટાઈમાં ઘૂંટી શિવલિંગ બનાવવું.”
આગળ ચાલતાં એ જ ગ્રન્થકાર કહે છે કે “જે રસવિદ્યા શિવે પોતે કહેલી છે તે રસવિદ્યા અતિશય ગુપ્ત રાખવા યોગ્ય છે અને સાધકને વિધિપૂર્વક આપવી.”
આ શબ્દ તથા આચાર્યનાં લક્ષણો તેમ જ શિવલિંગપૂજનનો આ માર્ગમાં જે મહિમા કહ્યો છે તે જોતાં મૂળ મહાયાન બૌદ્ધ તાંત્રિકે પાસેથી શિવ અને શાક્ત તાંત્રિકે પાસે આ વિદ્યા આવેલ છે, અને તેઓએ જ એને ગુપ્ત રાખીને ખેડી છે એ સ્પષ્ટ દેખાય છે. પણ એ તાંત્રિકે વૈદ્યક તરફ વળ્યા એથી આ દેશના વૈદ્યકને મેંટે લાભ થયે. - ઉપર કહેલી સર્વસાધનયુક્ત રસશાળામાં ર. ૨. સ.કાર કહે છે કે ૪ “પૂર્વ દિશામાં રસૌરવની સ્થાપના કરવી. અગ્નિ
ખૂણુમાં ભઠ્ઠીઓ રાખવી. ખરલ વગેરે દક્ષિણ દિશામાં રાખવી. મૈત્ય ખૂણામાં શસ્ત્રકર્મને રાખવું. પશ્ચિમમાં જોવા વગેરેનાં સાધને, વાયવ્ય ખૂણામાં સૂકવવાનાં સાધનો અને સિદ્ધ વસ્તુઓને ઈશાન ખૂણામાં રાખવી.”
વળી રસકર્મમાં આવશ્યક પદાર્થોની પ્રત્યકારે યાદી આપી છે : “સત્તપાતન કાઝી, અનેક જાતની પાણીની કેડીઓ, બે ધમણો, માટીની ધાતુની તથા પથ્થરની કેડીઓ, ટૂંકણીઓ, ખાંડવાનાં સાધન, વાટવાનાં સાધને, ખરલો, તપાવાય એવી
૧. એજન, અ. ૬, લે. ૧૮.
૨. શિવલિંગ બનાવવાની ક્રિયા કાંઈક રહસ્યવાળી કહી શકાય, છતાં એ રહસ્ય જાણનારા વૈદ્યો છે.
૩. એજન, . ૭૦. ૪. ૨, ૨. સ, અ, ૭, શ્લો. ૩ થી ૧૦
Page #216
--------------------------------------------------------------------------
________________
રસવિદ્યા અને રસથન્થા
[ ૨૦૭
લોઢાની ખરલા, અનેક જાતના બત્તાએ, ચાળણીઓ વગેરે સાધતેના સંગ્રહ કરવા.’૧
રસશાસ્ત્ર રસરત્નસમુચ્ચય પ્રમાણે ખનિજોને પાંચ ભાગમાં વહેંચેલ છે : રસા, ઉપરસા, સાધારણ રસા, રત્ના અને લેહા. તેમાં રસ મુખ્યત્વે પારાના વાચક છે, પણ રસશાસ્ત્રી અભ્રકાદિને પણ રસ કહેવા માંડયાં એટલે પારેા સેન્દ્ર કહેવાયા. હવે રસ આઠ છે : (૧) અભ્રક, (ર) વૈક્રાન્ત, (૩) માક્ષીક, (૪) વિમલ, (૫) શિલાજિત, (૬) સસ્યક, (૭) ચપલ, (૮) રસક. ઉપરસ પણ આઠ છે : (૧) ગન્ધક, (૨) ગૈરિક, (૩) કાસીસ, (૪) તુવરી, (૫) હરતાલ, (૬) મશીલ, (૭) 'જના, (૮) ક ંકુ”. પછી સાધારણુ રસો : (૧) કમ્પિલ, (૨) ગૌરીપાષાણુ, (૩) નવસાર, (૪) કપ, (૫) અગ્નિજાર, (૬) ગિરિસિન્દૂર, (૭) હિંગુલ અને (૮) મૃદ્દારશૃંગ. રત્નેઃ (૧) વૈક્રાન્ત, (૨) સૂર્ય'કાન્ત, (૩) ચન્દ્રકાન્ત, (૪) હીરા, (૫) મેાતી, (૬) રાજાવ, (૭) પુષ્પરાગ, (૮) ગડૅાદ્બાર, (૯) પ્રવાલ, (૧૦) ગામેદ, (૧૧) વૈદૂ, (૧૨) નીલ. રસરત્નસમુચ્ચયકારે ધાતુઓ, જેને એ લેાહ કહે છે, તેની ગણતરી આ પ્રમાણે કરી છે (૧) સુવ†, (૨) રૌપ્ટ, (૩) લોઢું, (૪) નામ, (પ) ખગ, () પિત્તલ, (૭) કાંસ્ય અને (૮) વલેાહર. ૨. ૨. સાકારે પિત્તળ, કાંસ્ય અને વલાહ ત્રણેયને મિશ્રધાતુ કહેલ છે અને કાંસું તથા વલાહમાં કઈ કઈ ધાતુનું મિશ્રણ છે તે પણ કહેલું છે.
ર. ૨. સ. પછી રસયેાગાના મોટા સંગ્રહવાળા ગ્રન્થાની રચનાના પ્રવાહ વધ્યેા છે, છતાં જેમાં રસસકારા, ધાતુ, ઉપધાતુ,
૧. ઉપર ટૂં’કા ઉતારા કર્યા છે, પણ એ આખા અધ્યાયમાં રસશાળામાં જોઈતી વસ્તુ, કામ કરનાર માણસે વગેરેનું જ વર્ણન છે.
૨. ૨. ૨. સ. માં રસેનું વર્ણન અ. ૨ માં, ઉપરસે। અને સાધારણ રસેાનું અ. ૩ માં, રત્નેાનું અ. ૪માં અને ધાતુઓનું અ. ૫ માં છે. ૨, ૨. સ. માં આપેલા રસા વગેરેનાં નામેામાંથી હાલમાં કઈ વસ્તુ ઓળખાય છે તે જાણવા માટે હિ. હિ, કે, ગ્રં. ૧ અથવા ડૉ. વામન ગણેશ દેસાઈનું ! ભારતીય રસશાસ્ત્ર' જુએ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
આયુર્વેદના ઇતિહાસ
મહારસ, ઉપરસ, રત્ન, ઉપરત્ન વગેરેનાં પરિચય, શાધન, મારણ મુખ્ય હાય અને સાથે રસયેાગા પણ થાડા હૈાય એવા પણ કેટલાક ગ્રન્થા રચાયા. દા. ત., રસપદ્ધતિ એ જાતના ગ્રન્થ છે.૧ એ ભિષવર બિન્દુના રચેલા છે અને તેના ઉપર તેના પુત્ર મહાદેવની ટીકા છે. ટીકાના ઉતારા ઉપરથી રસરત્નાકર, રસરાજલક્ષ્મી, રસરનમુચ્ચય વગેરે પછી આ ગ્રન્થ રચાયા છે. અને આ ગ્રન્થના સંપાદક શ્રી. જાદવજી ત્રિ. આચાય કહે છે તેમ રસ-કામધેનુ અને આયુર્વેદ– પ્રકાશમાં રસપદ્ધતિમાંથી ધણાં પદ્યો ઉતાર્યાં છે. એટલે એ ૧૭ મા શતક પહેલાં રચાયા છે. ગ્રન્થકર્તા મહારાષ્ટ્રના છે એમ સપાક્કે જ તેાંધ્યું છે.
પણ ૨. ૨. સ. પછી ધીમે ધીમે રસશાસ્ત્રને પેાતાને ખેડવાની વૈજ્ઞાનિક વૃત્તિ ક્ષીણ થતી ગઈ, એ તેા પછીના ગ્રન્થા જોતાં સ્પષ્ટ દેખાય છે. ૨. ૨. સ. ના વખતનેા રસવિદ્, કાંસુ જાતે બનાવતા કદાચ નહિ હૈાય, પણ એ શું છે અને શેમાંથી બને છે તે જાણતા હતા. પાછળથી એ પ્રકારના વૈજ્ઞાનિક વિચાર વચ્ચેા નથી, પણ ધટયો છે. ગ્રન્થનાં કેટલાંક વચના પણ સ ંદિગ્ધ થઈ 'K' રસવૈદ્યકમાં પાછળથી ચેાડુ' જ્ઞાન વધ્યું પણુ છે. દા. ત.,
સત્યખૂણામ થ્િ થુમાંથી તામ્રરૂપ સત્ત્વ મળે છે એ તા ૨. ૨. સ.માં
માંધ્યું છે. પણ ભાવપ્રકાશમાં મેરથ્ થુને સ્પષ્ટ તામ્રની ઉપધાતુ કહેલ છે એ વસ્તુને વિશેષજ્ઞાનસૂચક કહી શકાય.૪ વળી, જોકે રસાવાદિ ગ્રન્થામાં બિડના નિર્દેશ છે, પણ શંખદ્રાવ જેવા તેજાબના સ્પષ્ટ નિર્દેશ તે પાછલા ગ્રન્થામાં જ મળે છે. સેાની વગેરે કારીગરાએ તેજાબના પહેલાં, ધણું કરી અકબરના સમયમાં ઉપયાગ કરવા માંડયો લાગે છે.પ
૧, આયુર્વેદ ગ્રન્થમાળા (૧૪મું પુષ્પ)માં આ ગ્રન્થ ૧૯૨૫માં છપાયા છે, ૨. ૨. ૨. સ,, અ. ૫, શ્ર્લા, ૨૦૫ તથા ૨૧૨,
`૩, એજન, અ, ૨, શ્લા, ૧૩૫,
૪. હિ. હિ, કે,, ચ, ૧, પૃ. ૧૦૨,
૫. એજન, પૃ. ૧૮૬-૮૭.
Page #218
--------------------------------------------------------------------------
________________
ખંડ ૫ દક્ષિણ ભારતનું વૈદ્યક ઈ. સ. ૧૩ મા ૧૪ મા શતક સુધી આપણે પહોંચી ગયા છીએ. અર્વાચીન કાળ તરફ એથી આગળ વધતાં પહેલાં દક્ષિણ ભારત, જેમાં દ્રાવિડ, આ%, કેરલનો સમાવેશ થઈ જાય છે, તે પ્રદેશના વૈદ્યક ઉપર એક ટૂંકી નજર નાખી લઈએ.
દક્ષિણ ભારતના વિદ્વાન વૈદ્યો પિતાને ત્યાં પ્રચલિત વૈદ્યકને અગત્યસંપ્રદાય કહે છે અને આત્રેય, સુશ્રુત એ બે જેવો એને ત્રીજે સંપ્રદાય ગણે છે; પણ અતિહાસિક દૃષ્ટિએ ખરી વાત એટલી જ લાગે છે કે દક્ષિણ ભારતમાં ઉત્તરમાંથી જે સંસ્કારપ્રવાહ ઘણું પ્રાચીન કાળમાં ગયે તેને ત્યાંના લેકેએ અગત્ય નામ આપ્યું. પણ આથી દક્ષિણ ભારતનાં તામિલ, કેરલ એણે કws ઉત્તરમાંથી સંસ્કારે ગયા પહેલાં કશું સંસ્કૃતિ જેવું છે.
બંગ, (ક એમ કહેવાની મારી મતલબ નથી, પણ એ પ્રાચીનતર સ્વતંત્ર અંશ અત્યારે છૂટો પાડો અશક્ય છે; એટલે સ્થાનિક અને ઉત્તરમાંથી આગન્તુક સંસ્કારનું મિશ્રણ થઈને દક્ષિણ ભારતમાં જે સંસ્કૃતિપ્રવાહ ચાલ્યું તે અગત્યસંપ્રદાય. વળી, દક્ષિણને પ્રદેશ મધ્યકાળમાં પણ કાંઈક છૂટો રહેવાથી ત્યાં જે વિકાસ થયે તે પણ
૧. જુઓ “દક્ષિણ ભારતમાં આયુર્વેદવિદ્યાને પ્રચાર ” એ નામનું ૨૬-૨-૧૯૧૭ને દિવસે પૂનાના આઠમા નિ. ભા. વૈદ્ય સંમેલનમાં આપેલું અને “આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૧ ના ૫, ૧૫ થી આગળ છપાયેલું વ્યાખ્યાન, એ વ્યાખ્યાનમાંથી આ પ્રકરણમાંની માહિતી ઉતારી છે,
૧૪ -
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
આયુર્વેદને ઈતિહાસ ઉત્તરથી કાંઈક જુદી રીતે એની પિતાની વિશિષ્ટ રીતે થયું, પણ મૂળ આત્મા તો ઉત્તરમાંથી ઊતરી આવેલ તે જ રહ્યો. બીજી બાબતમાં આ વિધાન કેટલું સાચું હશે તે નથી કહી શકતો, પણ વૈદ્યક બાબતમાં લગભગ પૂરા અંશમાં સાચું છે.
દક્ષિણ ભારતની મૃતપરંપરા પ્રમાણે અગત્યસંપ્રદાયને પહેલાં મહાદેવે પાર્વતીને ઉપદેશ કર્યો, તેણે નન્દીશ્વરને, તેણે ધન્વન્તરિને, ધન્વન્તરિએ અગત્યને, અગત્યે મહર્ષિ ચુલત્યને, તેણે તેરયરને ઉપદેશ કર્યો અને તેની પાસેની અઢાર કે બાવીસ સિદ્ધોને વૈદ્યકવિદ્યા પ્રાપ્ત થઈ. આ પરંપરામાં અગત્યના ઉપદેશક ધન્વન્તરિ છે એ હકીકત ઉપર કરેલા અનુમાનને ટેકો આપે છે.
એ ૧૮ કે ૨૨ સિદ્ધોના પાછા બે ભેદ છે: (૧) વડસંપ્રદાય, અને (૨) તેનસંપ્રદાય.' જે સિદ્ધોએ સંસ્કૃત ભાષામાં ગ્રન્થ રચ્યા છે કે સંસ્કૃત ગ્રન્થના દ્રાવિડ ભાષામાં અનુવાદ કર્યા છે તેઓ વડ– સાંપ્રદાયિક કહેવાય છે, અને જેઓએ દ્રાવિડ ભાષામાં ગ્રન્થ લખ્યા છે તેઓ તેનસાંપ્રદાયિક કહેવાય છે.
અગરત્યસંપ્રદાયના ગ્રન્થ મોટે ભોગે રસકર્મને ઉપદેશ આપે છે. જોકે રવિ વગેરે ગ્રન્થનાં રસકર્મોથી આ અગત્યસંપ્રદાક્ત કર્મો કઈક ભાન છે, છતાં તેમાં રસકર્મનું પ્રાધાન્ય છે. આ સંપ્રદાય સિદ્ધોથી ચાલ્યો ગણાય છે. હાલમાં પણ એ સિદ્ધવૈદ્યક જ કહેવાય છે. એ જોતાં રસવિદ્યાના વિકાસ સાથે આ અગત્યસંપ્રદાયને પ્રચાર થયો છે એમ જણાય છે; છતાં દક્ષિણ ભારતના સિદ્ધસંપ્રદાયમાં ઉત્તરના ગ્રન્થમાં નથી મળતી એવી કેટલીક ક્રિયાઓ છે તેમ નવા ગે પણ કહેલા છે.
૧. દક્ષિણ ભારતમાં આ રીતે વડ અને તેના બે ભેદે સાર્વત્રિક છે, ધાર્મિક ઇતિહાસમાં પણ એ ભેદ મળે છે. ( જુઓ મારે “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', આ. ૨. પૃ. ૧૮૧). તામિલના સિદ્ધધક ગ્રન્થોની એક યાદી એઈલીએ પોતાના મેટીરિયા મેડિકા (ઈ. સ. ૧૮૨૬), ભા. ૨ માં પૃ. ૪૯૧ થી આગળ આપી છે,
Page #220
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતનું વૈદ્યક
[ ૧૧ બીજું, નાડી પરીક્ષાની વાત વૃદ્ધત્રયીમાં નથી એ પ્રસિદ્ધ છે. પાછળના ગ્રન્થમાં એ વિદ્યા ક્યાંથી આવી ? દ્રાવિડભાષામાં લખાયેલા ઠીક જૂના ગણાય એવા ગ્રન્થમાં નાડીજ્ઞાન અને મૂત્રપરીક્ષાની વાત છે, એ જોતાં નાડીઝાન દક્ષિણમાંથી ઉત્તરમાં આવ્યું હોય એ સંભવિત છે. અલબત્ત, ચેકસ નિર્ણય એ દ્રાવિડ ગ્રન્થને અતિહાસિક દષ્ટિએ અભ્યાસ થયા પછી થઈ શકે.
આ સિદ્ધસંપ્રદાયના વૈદ્યક સાહિત્યના કાલનિર્ણય માટે ઐતિહાસિક દૃષ્ટિએ સ્વ. પં. ડી. ગોપાલાચાલું કહે છે તેમ વિશેષ વિચાર થયો નથી, અને ગ્રન્થોનાં નામ માત્ર ઉતારવાનો કશે અર્થ નથી, એટલે એ સ્વ. દ્રાવિડ વિદ્વાનને અનુસરી જે ગ્રન્થ વિશે ટૂંકી પણ નોંધ મળે છે તેની જ યાદી નીચે ઉતારી છે.
દ્રાવિડ પ્રદેશમાંથી ત્યાંના વૈદ્યક છેક સિંહલદ્વીપ સુધી પ્રવાસ કર્યો છે. આનન્દકન્દ નાથના ગ્રન્થને કર્તા મળ્યાનભૈરવ સિંહલદ્વીપની રાજસભાને વૈદ્ય હતો એમ કહે છે. જે અનેકનાં તન્નો જોઈને ૨. ૨. સ. ની રચના પોતે કરી હોવાનું તેને કર્તા કહે છે તેમને જ જે આ મન્થાનભૈરવ હોય તે તાંત્રિક રસવૈદ્ય દક્ષિણમાં છેક સિંહલદ્વીપ સુધી ફેલાયા હતા એમ જણાય છે. બીજી તરફથી દ્રાવિડ રસવિદ્યાનાં અને ઉત્તરની રસવિદ્યાનાં મૂળરૂપ તંત્ર લગભગ એક જ હતાં એમ દેખાય છે.
સિંહલદીપના વૈદ્યક સાહિત્યમાં ૭-૮ ગ્રન્થનાં નામે પં. ડી. ગોપાલાચાલુંએ ગણવ્યાં છે, જેમાંને ભેષજમંજૂષા પાલી ભાષામાં લખેલે ગ્રન્થ છે અને તેમાં મોટે ભાગે વનસ્પતિ તથા થોડા રસગે છે. સારસંક્ષેપ સિંહલ ભાષામાં છે, જ્યારે સારાર્થસંગ્રહ, ભેષજક૫, ગશતક વગેરે ગ્રન્થ સંસ્કૃત ભાષામાં છે. ગશતક ઉપર સંસ્કૃત ટીકા પણ છે. એમાં યોગને સંગ્રહ છે અને
૧. શ્રી ભૈરોક્ત આનન્દકન્દ નામનો ગ્રન્થ સં. ૧૯૯૭માં નિ. ભા. વૈદ્ય સંમેલન તરફથી છપાય છે,
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ].
આયુર્વેદને ઈતિહાસ સિંહલદ્વીપના વૈદ્યો મેટે ભાગે આ ગ્રન્થને અનુસરીને ચિકિત્સા કરે છે. ગરત્નાકર નામને ગ્રન્થ મયૂરપાદ ભિક્ષુ નામના પ્રખ્યાત વૈદ્ય રચેલે છે. આ પણ યોગસંગ્રહ છે.
કેરલમાં આયુર્વેદ– કેરલ જેકે દ્રવિડદેશ નથી, પણ દક્ષિણ ભારતને તો છેડે ગણાય. એ પ્રદેશમાં અષ્ટાંગહૃદયને ઘણે પ્રચાર છે. ખરી રીતે વૃદ્ધત્રયીમાંથી અષ્ટાંગહૃદયનું જ પઠન પાઠન ત્યાં થાય છે. સામાન્ય વૈદ્યો માટે તે એ સિવાય બીજે વૈદ્યક ગ્રન્થ જ ન હોય એવું વલણ રૂઢ છે, પણ કેરલના વૈદકમાં કેટલીક વિશેષતા છે. સ્નેહ
દાદિ પંચકર્મ કરવાની ત્યાં સામાન્ય પ્રથા છે. ત્યાંના વંઘકમાં આ કર્મો મોટો ભાગ ભજવે છે અને એ કર્મો માટે ખાસ સાધને વપરાય છે. બીજી વિશેષતા કેરલમાં કેટલાક વૈદ્યો જ લીલી અને સૂકી એષધીય વનસ્પતિઓ વેચવાનો ધંધો કરે છે. અને કેરલમાં અગદતંત્રને ઘણો પ્રચાર છે. કેટલાંક વૈદ્યકુટુઓ જૂના કાળથી વિષવૈધકનું કામ કરનારાં છે.
કેરલમાં અષ્ટ વૈદ્ય નામથી પ્રસિદ્ધ આઠ વૈકુટુઓ છે. તેઓના મૂળપુરુષે પરશુરામાવતારના વખતમાં અષ્ટાંગ આયુર્વેદના
એક એક અંગમાં પારંગત હતા એવી દંતકથા છે. આ કુટુઓ નમ્બદ્રી બ્રાહ્મણ ગણાય છે અને સારી સ્થિતિમાં છે. તેમાંના કોઈ કેઈને રાજ્ય તરફથી જૂના વખતમાં દાને મળ્યાં છે.
કેરલના વૈદ્યક સાહિત્યમાં અષ્ટાંગસંગ્રહની ઇન્દુ ટીકા કરવામાં લખાઈ હોવાને રાંભવ છે. પછી ભદત નાગાર્જુનરચિત રસવૈશેષિકસૂત્ર નામનો ગ્રન્થ તથા તેના ઉપરનું નરસિંહકૃત ભાષ્ય કેરલ દેશમાં લખાયેલ છે. આ રસવૈશેષિકસૂત્રમાં આરોગ્યશાસ્ત્રની મીમાંસા છે. આ પ્રકારને હું ધારું છું કે આ એક જ ગ્રન્થ આયુર્વેદિક સાહિત્યમાં છે. આ ગ્રન્થના કર્તા ભદન્ત નાગાર્જુન, સભાષ્ય રસવૈશેષિકસૂત્રના સંપાદક શ્રી. શંકર મેનન કહે છે તેમ, બીજા
Page #222
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતનુ વેધક
[ ૨૧૩.
નાગાનાથી ભિન્ન અને કેરલના બૌદ્ધ સંન્યાસી જણાય છે. એના ટીકાકાર નરસિંહ પણ કેરલના છે. ટીકાકારના સમય શ્રી. શ ંકર મેનન ઈ. સ. આઠમા શતકમાં અને સૂત્રકારને તે પહેલાં પાંચમાથી સાતમા શતકની વચ્ચે માને છે, પણ એ સમયનિણૅય માટે અપાયેલા પુરાવા પૂરતા નથી લાગતા.
તન્ત્રયુક્તિવિચાર નામના નીલમેધ વૈદ્યને રચેલા એક ગ્રન્થ પણ કેરલીય છે. આ નીલમેધ વૈદ્યનું અપર નામ વૈદ્યનાથ હતું. એ ગ્રન્થના મંગલધ્યાનમાં ઇન્દુ અને જે~ટને ભણાવતા વાહટ (વાગ્ભટ)ને ઉલ્લેખ છે. એ જોતાં કર્યાં વાગ્ભટ અને જેટ પછી થયા છે. કારે તે ચાક્કસ કહેવું મુશ્કેલ છે. શ્રી. શંકર મેનન નીલમેધ વૈદ્યને શકરાચાર્યના સમકાલીન ગણે છે, પણ એમની દલીલ હૃદયગ્રાહી નથી; પણ અષ્ટાંગહૃદયની લોકપ્રિયતા, વાગ્ભટવિષયક દંતકથા, તન્ત્રયુક્તિવિચાર જેવા ગ્રંથની રચના વગેરે કેરલમાં ઉત્તરના આયુર્વેદિક ગ્રન્થાના સારા પ્રચાર દર્શાવે છે.
રસેાપનિષદ નામને પાર્વતીપરમેશ્વરના સંવાદરૂપ અષ્ટાદશાધ્યાયાત્મક એક ગ્રન્થ ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝમાં છપાયા છે, જેમાં રસવિદ્યાની જ માટીમાંથી ધાતુ કાઢવાની તથા કીમિયાની વાતા રસહૃદય વગેરેથી કાંઈક જુદી રીતે કહેલી છે અને રસયેગા નથી. રસમહાદધિ નામના કાઈ મોટા ગ્રન્થના ભાગ હાય એવા આ ગ્રન્થ છે. કેરલના વૈદ્યવર કાલિદાસનેા રચેલા વૈદ્યમનારમા નામના એક ગ્રન્થ આયુર્વેદ ગ્રન્થમાળામાં ( આઠમું પુષ્પ ) છપાયા છે.
ઉપર નાંધ્યા છે તે ઉપરાંત ધારાક૫૩, હરમેખલા', સહસ્ર
૧. જીએ રસવેશેષિકસૂત્રની શ્રી, વચિસેતુ ક્ષ્મી ગ્રન્થાવલિ આ. ( ગ્રન્થાંક ૮)માં શંકર મેનનનેા અગ્રેજી ઉપેાદ્ઘાત જી, ૧૨, ૧૪,
૨. એજન, પૃ. ૨૦.
૩. ધારાકલ્પ નામના એક ગ્રન્થ આયુર્વેદ . ગ્રન્થમાળા( પુષ્પ મુ)માં છપાયા છે, અને સ્વેદકર્માની કેરલમાં પ્રચલિત પદ્ધતિ માટે એ જોવા જેવા છે. ૪. ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં હમેખલા ગ્રન્થ ૧૯૩૭માં છપાવે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
આયુર્વેદને ઈતિહાસ ગ, આરોગ્ય કલ્પદ્રુમ, સર્વગચિકિત્સાર, ચિકિત્સાનવું વગેરે ગ્રન્થ કેરલમાં પ્રસિદ્ધ છે.
કર્ણાટકમાં આયુર્વેદ-પૂજ્યપાદ નામના જૈન આચાર્યને પૂજયપાદીય નામને સંસ્કૃત ગ્રન્થ ન ગણાય છે, પણ જૈન વૈદ્ય ઉગ્રાદિત્યાચાર્ય એ પોતે કહે છે તેમ રાષ્ટ્રકૂટ રાજા તૃપતંગના વૈદ્ય હતા અને એ કારણથી ઈ. સ. ના નવમા શતકના આરંભમાં થઈ ગયા. પણ કર્ણાટકમાં કાનડી ભાષામાં ગ્રન્થ લખનાર ઘણા વૈદ્યો થઈ ગયા છે. તેમાં જૈન મંગળરાજ, જે ઈ. સ. ૧૭૬૦માં થઈ ગયા, તેણે વિષચિકિત્સા સંબંધી ખગેન્દ્રમણિદર્પણ નામને મે ગ્રન્થ કાનડી ભાષામાં લખ્યો છે, જેમાં સ્થાવર વિચિકિત્સાનો વિષય પૂજ્યપાદીયમાંથી લીધે હોવાનું પોતે કહે છે. પછી બ્રાહ્મણ અભિનવચન્દ્ર ઈ. સ. ૧૪૦૦ માં થઈ ગયા. તેઓએ ચન્દ્રરાજના ગ્રન્થોમાંથી ઉદાહરણે લઈને અવૈદ્ય નામનો નવીન ગ્રન્થ કાનડી ભાષામાં લખે છે. જૈન દેવેન્દ્ર મુનિએ બાળગ્રહચિકિત્સા નામને. ગ્રંથ લખે છે.
વળી રામચન્દ્ર, ચન્દ્રરાજ વગેરેએ અશ્વઘક, કીર્તિમાન નામના ચાલુક્ય રાજાએ ગાયનું વૈદ્યક અને વીરભદ્ર પાલિકાના ગજાયુર્વેદ ઉપર કર્ણાટક ભાષામાં ટીકા લખેલ છે. આ ઉપરાંત વાગભટ, ચિન્તામણિ વગેરે ગ્રન્થનાં કાનડી ભાષામાં જૂના કાળથી ભાષાન્તરે મળે છે.
આલ્બ દેશનું વૈદ્યક – આશ્વના વૈદ્ય ચિન્તામણિ અને બસવરાજીયમ નામના બે સંસ્કૃત ગ્રન્થ મુખ્યત્વે વાપરે છે. ચિતાભણિ ગ્રન્થને કર્તા વલભેન્દ્ર નિયોગી બ્રાહ્મણ કુળને વિદ્વાન વૈદ્ય હતો. આ ગ્રન્થમાં નાડી, મૂત્ર વગેરેની પરીક્ષા સાથે નવરાદિ રેગોની સનિદાન ચિકિત્સા વર્ણવેલ છે. ચિકિત્સામાં ચૂર્ણ, ગુટિકા અવલેહ વગેરે સાથે રસોગને પણ ઉપયોગ કરેલ છે. - ૧. આ ગ્રન્થ મેંગલર જેબુમાં ડૉ. એમ. આર. ભટ્ટે છપાવ્યો છે,
Page #224
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતનું વૈદ્યક
[ સય બીજે એવો જ અતિ પ્રચલિત પ્રત્યે બસવરાજયમ છે. કર્ણાટકમાં લિંગાયત મતના મુખ્ય પ્રચારક ૧૨મા શતકના બસવને રચેલે આ ગ્રન્થ ગણાય છે, પણ એમાં પૂજ્યપાદીય ગ્રન્થમાંથી તથા નિત્યનાથના ગ્રન્થમાંથી ઉતારા છે. રસગો પુષ્કળ છે અને અફીણ પણુ વાપર્યું છે. એ જોતાં ૧૩ મા શતકથી એ ગ્રન્થ જ ન હોઈ શકે.
જવરાદિ રોગોના નિદાન-ચિકિત્સા વર્ણવનારે આ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં કેટલાક આશ્વમાં પ્રચલિત નવા યોગો છે. કેટલાક રોગો આશ્વ પદ્યમાં છે. વળી આન્દ્રમાં જ મળતી કેટલીક દવાઓ આ ગ્રન્થમાં વપરાઈ છે.
'આ ગ્રન્થમાં માધવનિદાનના નામ નીચે રસગે ઉતારવામાં આવ્યા છે એ વિચિત્ર લાગે છે.
દક્ષિણ ભારતના વૈદ્યક સાહિત્યની નોંધ કરતાં પં. ડી. ગોપાલાચાલુએ આયુર્વેદસૂત્રને ઉલ્લેખ કર્યો છે, પણ જે સૂવગ્રન્ય જોવામાં આવ્યું છે તે તે પ્રાચીનતાની પ્રતીતિ કરાવતો નથી. બાકી શિવતત્વરત્નાકર, જગન્નાથસરિના પુત્ર મંગળગિરિને રસપ્રદીપિકા વગેરે રસગ્રન્થ સારી સંખ્યામાં દક્ષિણ ભારતમાં રચાયા છે, એમ કહી શકાય.
આ રસગ્રન્થ ઉપરાંત કેટલાક સંગ્રહગ્રન્થો પણ દક્ષિણ ભારતમાં રચાયા છે. દા. ત., શ્રીનાથ પંડિતને પરહિતસંહિતા નામને અન્ય. જેમાં શલ્ય, શાળ્યાદિ આઠે અંગેનું નિરૂપણ છે, એમ પં. ડી. ગોપાલાચાલું કહે છે. એ પ્રત્યે જે નથી, પણ ભાવપ્રકાશને
૧. બસવરાજયમ છપાયો છે. ૨. યોગાનન્દભાષ્યસમેત એક આયુર્વેદસૂત્ર મૈસૂરમાં ૧૯૨૨માં છપાયેલ છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
આયુર્વેદના ઇતિહાસ મળતા હાવાનેા સંભવ છે. પછી આન્ત્ર બ્રાહ્મણુ ત્રિમદ્યભટ્ટના બૃહદ્યાગતર ગિણી,૧ પરમચૈવાચાં શ્રીકંઠ પંડિતના રચેલા ચેાગરત્નાવલિ, પછી ભેષજસવ સ્વ, ધન્વન્તરિવિલાસ, સન્નિપાતચન્દ્રિકા, યાગશતક, ધન્વન્તરિસારનિધિ, રાજમૃગાંક, પ્રશ્નોત્તરરત્નમાલા, ગદ્યસંજીવની, ઉમામહેશ્વરસંવાદ વગેરે ગ્રન્થા દક્ષિણ ભારતમાં રચાયા છે. પછી નાડીજ્ઞાનવિનિ ય—વિધનાડીતંત્ર, નાડીનક્ષત્રમાલા, નાડીજ્ઞાન વગેરે નાડીપરીક્ષાના ગ્રન્થા, શ્રીક ઢનિદાન જેવા નિદાનગ્રન્થા તથા અભિધાનચૂડામણિ, દ્રવ્યગુણુચતુઃશ્લોકી, અષ્ટીંગયનિધ ટુ વગેરે નિટુ ગ્રન્થા પણ દક્ષિણ ભારતમાં રચાયા છે.
સ્વ. પં. ડી. ગાપાલાચાલુના એક જ નિબંધના આધાર લઈને ઉપર જે દક્ષિણ ભારતના આયુર્વેદિક સાહિત્યની નેોંધ કરી છે તે ધણી રીતે અપૂર્ણ છે, પણુ દ્રાવિડ વિદ્વાના જ એ વિષય ઉપર ભવિષ્યમાં વધારે પ્રકાશ નાખી શકશે.
૧. આ બૃહદ્યાગતર’ગિણી મેાટા સંગ્રહ ગ્રન્થ છે અને બે ભાગમાં આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્યમાળામાં ઈ, સ. ૧૯૧૩માં છપાયા છે, આ ગ્રન્થમાં અનેક વૈદ્યક ગ્રન્થામાંથી સ ́ગ્રહ કરીને પંચકર્મ, દિનચર્યા, ઋતુચર્ચા, સિદ્ધાન્તના ગુણેા, પ્રવાહીએાના ગુણા, નિધઢું, ધાત્વાદિનાં લક્ષણ, શેાધન, મારણ અને ગુણા તથા નવરાદ્ઘિ રાગેાની ચિકિત્સા વગેરે વિસ્તારથી કહેલાં છે. ચરક, સુશ્રુત, વાગ્સટ, શાધર, રસરત્નપ્રદીપ, રસેન્ડ્રુચિન્તામણિ, સારસ ગ્રહ વગેર ગ્રન્થેામાંથી ઉતારા કરેલા છે. ા ખદ્રાવનું વર્ણન પણ છે, ભાવપ્રકાશનું નામ નથી . અને ફિગ રાગના ઉલ્લેખ નથી એ સૂચક છે, ગ્રન્થની એક હાથપ્રત શક ૧૭૩૩ માં લખાયેલી છે, ગોંડલ ઠાકાર સાહેબ ભગવતસિંહજીના આયુર્વેદના ઇતિહાસમાં અને તે ઉપરથી ોલીમાં ઈ, સ. ૧૭૫૧ માં આ ગ્રન્થ રચાયા એમ લખ્યું છે, પણ ત્રિમલ્લના એક ગ્રન્થની હાથપ્રત ૧૪૯૮ ની મળે છે એમ શૈલી જ (પૃ. ૨) કહે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
ખડ ૬
નિઘંટ ચરક-સુશ્રુતના કાળમાં જ ઓષધીય દ્રવ્યોના ગુણ-ઉપયોગના વર્ણનની આવશ્યકતા વૈદ્યોના ધ્યાનમાં આવી હતી. ચરકના અન્નપાનવિધિ ( સૂ. અ. ૨૭) અધ્યાયમાં મૂકધાન્યવર્ગ, શમીધાન્યવર્ગ, માંસર્ગ, શાકવર્ગ, ફલવર્ગ, હરિતવર્ગ, મઘવર્ગ પાડી તે તે વર્ગમાં શું શું આવે છે તે કહેવા સાથે દરેકના ગુણદોષ પણું વર્ણવ્યા છે. એ જ રીતે પવિરેચનગ્નતાશ્રિતીય (સૂ. અ. ૪) ૨૧૭ માં જીવનીય, બૃહનીય, લેખનીય વગેરે પચાસ મહાકષાયે ગણુવ્યા છે. તેમાં પણ નિઘંટુપદ્ધતિનું બીજ છે. સુશ્રુત આ વિષયમાં ચરકથી આગળ જાય છે. સુશ્રુત સૂત્રસ્થાનના ૩૮ મા અધ્યાયમાં જે ૩૭ દ્રવ્યગણે ગણાવ્યા છે તેમાં વૈદ્યકીય દષ્ટિની પ્રગતિ દેખાય છે. વાગભટ આ બાબતમાં સુશ્રતને અનુસરે છે (જુઓ અ. હે. સૂ, અ. ૧૫). અન્નપાનવિધિઅધ્યાય ચરક પેઠે સુકૃતમાં પણ છે જ (જુઓ સૂ. અ. ૪૬), પણ પ્રવાહી દ્રવ્યો-દૂધ, ઘી, છાશ, દહીં, પાણી વગેરેના વર્ણનને સુશ્રુતમાં જુદે અધ્યાય છે (સૂ. અ. ૪૫).
આ રીતે નિઘંટુ સાહિત્ય મૂળ તે ચરકસુશ્રુતમાં જ છે, પણ પ્રત્યેક ઓષધીય દ્રવ્યનું પૃથફ વર્ણન કરવાની પદ્ધતિ બ્રહત્રયીના
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
આયુર્વેદના ઇતિહાસ
કાળ પછી શરૂ થઈ છે. હાલમાં જૂનામાં જૂના નિષટુ જોકે ધન્વન્તરીય નિધ ગણાય છે; અને ધન્વન્તરિ તે। સુશ્રુતના ઉપદેશાનું નામ છે માટે એ જ ધન્વન્તરિનિધ ટુના પશુ કર્યાં એવી પ્રાચીનેાની સ્વાભાવિક માન્યતા હતી, પણ સુશ્રુતના ઉપર કહેલા ગણાની રચનાથી ધન્વન્તરિનિધટુનું સ્વરૂપ ધણુ પાછલા કાળનું છે. અલબત્ત, આરભમાં ધન્વન્તરિને નમસ્કાર છે; એથી વિશેષ ધન્વન્તરિ સાથે એ નિટુને કાંઈ સબંધ હાય એમ લાગતું નથી. બધું જોતાં અમરકાશમાં જે ઔષધને નિધ ુ છે તે કદાચ જૂનામાં જૂના હશે. અમરનેા સમય ઈ. સ. ૫૦૦ની આસપાસમાં મેકડાનલે મૂકથો છે. અમરની દૃષ્ટિ વૈદ્યકીય નથી એટલે એની ઉપયેાગિતા પણ મર્યાદિત છે. એ જ જાતનેા ખીજો કાશ માળવાના રાજા મુંજના સમકાલીન શમા શતકના હલાયુના અભિધાનરત્નમાલાર છે, પણ વૈદ્યક નિધટુમાં જૂનામાં જૂના કદાચ ચક્રદત્તના દ્રવ્યગુણુસંગ્રહ હાય એમ મને લાગે છે, કારણ કે એમાં ચરક-સુશ્રુત પેઠે ધાન્યવર્ગ, માંસવ, શાકવ, મદ્યવ, કૃતાન્નવ, આહારવિધિવ અને અનુપાનવ એટલા વર્ગાનું જ વન છે; ઔષધીય દ્રવ્યાનું વર્ણન નથી. ચક્રપાણિ દત્તના આ નાના ગ્રન્થ ઉપર શિવદાસ સેનની ટીકા પશુ છે.
ચક્રદત્તને ચરક-સુશ્રુત બેયની ખબર તેા છે જ, પણ એ આ દ્રવ્યગુણસ ગ્રહમાં મુખ્યત્વે સુશ્રુતને અનુસરે છે હવે ધન્વન્તરિનિટુને પણ ચરક-સુશ્રુત એયની ખબર છે. એયમાંથી ગુણુવનના અર્ધા કે આખા શ્લોકા ધન્વન્તરિનિધંટુમાં ઉતાર્યાં છે, છતાં સુશ્રુતના વર્ગીકરણથી ધન્વન્તરિનિધ ટુકારે ભિન્ન વર્ગીકરણુ
૧. તુ મેકડાનલના ‘સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ ' (ગુ, ભા.) ઈ. સ,
૧૯૨૧, પૃ. ૬૨.
૨. એજન.
Page #228
--------------------------------------------------------------------------
________________
ધ દુઆ
[
સ્વીકાર્યું” છે. દા. ત., સુશ્રુત અને ચરક્રમાં દાડમને લવ'માં ગણ્યુ છે અને ચક્રદત્ત એનું પૂરું અનુકરણ કર્યું છે, પણ ધન્વન્તરિનિધ ટુમાં દાડિમતે આથ્રાગ્નિ વર્ગો, જેમાં માટા ભાગ લવના છે, તેમાં ન મૂકતાં શતપુષ્પાદ્રિ વર્ગમાં મૂકેલ છે. એ જ રીતે કેળાંને કરવીરાદિ વમાં મૂકેલ છે. આ વગીકરણના ફેરફાર તેમ જ કેટલીક ખીજી વિશેષતા ઉપરથી ધન્વન્તરિનિધ ટુ ચક્રદત્ત પછી રચાયેલ છે; કદાચ બારમા શતકના આરંભમાં એમ અત્યારે તા હું માનું છું. કવચિત્ ધન્વન્તરિનિધ ટુમાં દ્રવ્યગુણુસંગ્રહનાં વચને ઉતારવામાં પણ આવ્યાં છે.
ધન્વન્તરિનિધ ટુને એ ગ્રન્થમાં દ્રવ્યાવલિ કહેલ છે. એમાં ગુડ્રુચ્યાદિ, શતપુષ્પાદિ, ચન્દનાદિ, કરવીરાદિ, આથ્રાપ્તિ અને સુવર્ણાદિ છ વર્ગોમાં ૩૭૦ દ્રવ્યાનું વર્ણન કર્યું છે, એમ એ પેાતે જ કહે છે, પણ પ્રતામાં પાઠફેર છે. બ્યાની સંખ્યાની ગણતરીમાં પણુ ફેરફાર છે.૧ આનન્દાશ્રમ સસ્કૃત ગ્રન્થાવલિમાં છપાયેલ ધ. નિ. માં જે મિશ્રકાદિ વ છે તે તેા પાછળથી ઉમેરાયેલા લાગે છે.ર આ નિધંટુમાં પહેલાં ગુડ્ડય્યાદિ વર્ગોનાં ઔષધા ગણાવ્યાં છે. તે સાથે જ ગુડ્રુચ્યાદિ ઔષધસમૂહોના તથા વર્ષાંતે આખા વષઁના ગુણો લખ્યા છે તેમાં સુશ્રુત–વાગ્ભટની ગણુવર્ણનપદ્ધતિની અસર દેખાય છે. બાકી પ્રત્યેક ઔષધના પર્યાયા આપ્યા છે તથા ટૂંકામાં ગુણા કહ્યા છે તે આ નિધટુની વિશેષતા છે.
ધન્વન્તરિનિધ ટુ પછી ખીજો નિઢું સાઢલને નિધ’ટુ છે. વૈદ્ય સાઢલ બારમા શતકમાં થઈ ગયા છે.૩ એ ધન્વન્તરિને અનુસરે
૧. સરખાવેા રૂગનાથજી ઇન્દ્રજીના નિધ’ટ્રુસ’ગ્રહની પ્રસ્તાવનામાં કરલેા ઉતારા તથા આ, સ, ગ્ર, માં છપાયેલ ધ, નિ,
૨. આ છઠ્ઠા સુવર્ણાદિ વના છેલ્લા શ્લોક.
૩. જુઓ ઉપર રૃ. ૧૮૩,
Page #229
--------------------------------------------------------------------------
________________
રર૦]
આયુર્વેદને ઈતિહાસ છે, પણ એણે વિસ્તારથી લખ્યું છે તથા વનસ્પતિઓને ઓળખીને ભેદે દર્શાવ્યા છે.
દાખલા તરીકે વૈદ્ય રૂગનાથજી ઇન્દ્રજીએ નોંધ્યું છે કે ધન્વન્તરિનિઘંટુમાં “પાસ” એક જ લખ્યું છે ત્યાં સેઢલે “યાસકયમ ” એટલે ધમાસે તથા જવાસે બે જુદાં લખ્યાં છે. “ખદિર”ને ઠેકાણે
ખદિર બે' (ખેર તથા ગોરડ) તેમ જ બે નિંબ (લીંબડો અને બકાન) જુદા ગણ્યા છે.'
સિદ્ધમંત્ર–વૈઘવર કેશવને રચેલ સિહમંત્ર નામને ગ્રન્થ, જેને મુંબઈમાં સં. ૧૯૬૫ માં શ્રી. મુરારજી વૈદ્ય છપાવ્યો છે, જોકે ધન્વન્તરિ વગેરે નિઘંટુઓને મળતો નથી, છતાં એની નોંધ અહીં જ કરવી યોગ્ય છે. આ ટૂંકા ગ્રન્થમાં વાતઘ, વાતઘ પિત્તલ, વાતદ્મ લેમ્પલ વગેરે સત્તાવન ગુણભેદો દર્શાવી તેમના પ્રત્યેક ગુણ ધરાવનાર વર્ગનાં દ્રવ્યો સૂચવ્યાં છે. આ ગ્રન્થકાર આરંભમાં જ કહે છે કે ચરકે એક દ્રવ્યને વાતલ કહ્યું હોય અને સુશ્રુતે વાત ન કહ્યું હોય તે એવા મતભેદને આ ગ્રન્થમાં અમુક ધારણથી નિર્ણય કરવામાં આવ્યો છે અને એ જ એની વિશેષતા છે. આ ગ્રન્થ ઉપર ગ્રન્થકર્તાના પુત્ર
પદેવની ટીકા છે અને તેઓ દેવગિરિના યાદવરાજ મહાદેવ અને રામચંદ્રના મંત્રી હેમાદ્રિના સભાપંડિત હતા, એટલે એ ઈ. સ. ૧૨૭૧ થી ૧૩૦૦ ના અરસામાં થઈ ગયા. આ કેશવના પુત્ર એ પદે શતશ્લોકી ચન્દ્રકલા નામથી એક ટૂંકે વૈદ્યક ગ્રંથ લખે છે.
- મદનવિનોદનિઘંટુ-મદનપાલને મદનવિનેદનિઘંટુ ૧૪મા શતક (ઈ. સ. ૧૩૫)માં રચાયે હોવાનું અનુમાન ડે. ભાંડારકરે ૧. નિઘંટુસંગ્રહ, પૃ. ૫૦૪.
૨. મારા વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, ઈ. સ. ૧૯૩૯ ની આવૃત્તિ ૩, પૃ. ૨૧૪ અને મરાઠીમાં “હેમાદ્ધિ ચાચે ચરિત્ર”.
૩. શતકી ચન્દ્રકલા ગ્રન્થ ગુજરાતી ભાષાન્તર સાથે છપાઈ ગયો છે. -
Page #230
--------------------------------------------------------------------------
________________
નિઘંટુએ
- [ ૨૨૧ કરેલું છે અને એને યથાર્થ માનવામાં વધે નથી. . રાજેન્દ્રલાલ મિત્રે તથા વિશ્વેશ્વરનાથ રેઉએ આ નિઘંટુના કર્તા મદનપાલને કને જના ગહડવાલ વંશના રાજા મદનપાલ (ઈ. સ. ૧૦૯૮ થી ૧૧૦૯) માનેલ છે, પણ તે ભૂલ છે, કારણ કે કાજના મદનપાલના પૂર્વજોનાં નામે મદનવિનોદના કર્તાના પૂર્વજોનાં નામથી ભિન્ન જ છે. નિઘંટુકાર કહે છે તેમ મદનપાલ કાછના રાજા હતા. આ કાચ્છ જમના નદીને કાંઠે દિલ્હીની ઉત્તરે હતું. એ કાચ્છના ટક્ક વંશના રાજાઓમાં મદનપાલના કહેવા પ્રમાણે પહેલો રત્નપાલ છે, તેને ભરતપાલ, તેને હરિશ્ચન્દ્ર, તેને સાધારણ, તેને સહજપાલ અને તેને ભાઈ મદનપાલ. મદનપાલનિઘંટુની રચના તે ધન્વન્તરિને મળતી છે, પણ તેમાં દ્રા વધારે વર્ણવાયાં છે. છેલ્લા ૧૩ મા મિશ્રાધ્યાયમાં મદનપાલે દિનચર્યા અને ઋતુચર્યાનું પણ વર્ણન કર્યું છે, તો પછી તૈયાર ખોરાક (તારનું વર્ણન કર્યું હોય એમાં શું આશ્ચર્ય ? મદનપાલે ધન્વન્તરિ ઉપરાંત બીજા પણ ઘણું નિઘંટુઓ જોયા હતા એમ એ પોતે કહે છે. મદનપાલ કૃષ્ણભક્ત છે એમ એની વર્ગવર્ણનના આરંભની સ્તુતિથી દેખાય છે.
રાજનિઘંટુ કે અભિધાનચૂડામણિ–આ ગ્રન્થના કર્તા નરહરિ પોતાને કાશ્મીરવાસી કહે છે. તેઓ અમૃતેશાનન્દના શિષ્ય અને શિવભક્ત હતા. આ નરહરિ પંડિત કહે છે કે પોતે ધન્વન્તરિ,
૧. જુઓ ભાંડારકર સંસ્કૃત રિપેર્ટ ૧૮૮૩-૮૪, પૃ. ૪૭ તથા ડફની નોલેજ. પૃ. ૨૨૮ તથા ૨૯૫.
૨. જુઓ આર. એલ. મિત્રની ટિસીસ એફ સંસ્કૃત મેન્યુટિસ, પૃ. ૨૬૫ તથા “ભારત કે પ્રાચીન રાજવંશ,” ભા. 1, પૃ. ૯૮, ૯૯, રાજેન્દ્રલાલ મિત્રની નોંધ જ નિઘંટુઆદર્શની પ્રસ્તાવના પૃ. ૩૫ માં ઉતારી છે.
૩. આ વંશાવળીને મદનવિનેદનિઘંટુ સિવાય બીજે આધાર ન મળે ત્યાં સુધી એમાંનાં “સાધારણું જેવાં નામો સંદિગ્ધ રહેશે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨]
આયુર્વેદને ઇતિહાસ મદન, હલાયુધ, વિશ્વપ્રકાશ, અમરકેશ વગેરે દેશો જેઈને આ નિઘંટુરાજ રચ્યો છે. આમાંથી હલાયુધ ૧૧ મા શતકમાં, વિશ્વ પ્રકાશ ૧૨ મામાં અને ઉપર બતાવ્યું છે તેમ મદનવિનોદ ૧૪ મા શતકમાં રચાયે, એ જોતાં આ રાજનિઘંટુ ૧૫ મા શતકથી વહેલે રચાયો હોવાનો સંભવ નથી.
રાજનિઘંટુમાં આગલા નિઘંટુઓ કરતાં દ્રવ્ય વધારે છે, વર્ગો પણ વધારે છે. કુલ ૨૩ વર્ગ છે અને તેમાં પર્યાવર્ગ ( બજારમાં વેચાતી દવાઓને વર્ગ), અનેકાર્થ નામોના વર્ગો, રોગનાં નામને અર્થો, તેમ જ બુદ્ધિ, આદાન, નિદાન, આત્મા, ઋતુઓ, રાતનાં નામ વગેરે ઘણું વૈદ્યકાપયોગી શબ્દોવાળા વર્ગો છે, પણ તેમાં કશી શાસ્ત્રીય વ્યવસ્થા નથી. વળી, બીજ નિઘંટુઓ કરતાં જે વધારે વનસ્પતિના છે તેમાંના કેટલાંક માટે તે ભિન્ન વનસ્પતિનાં જ સૂચક છે કે જૂનાં નામ ભુલાઈ જતાં નવાં પડેલાં છે તેનો નિર્ણય, વૈદ્ય રૂગનાથજી ઈન્દ્રજી કહે છે તેમાં મુશ્કેલ છે. તેઓ જ કહે છે તેમ રાજનિઘંટુકારે જાતે વનસ્પતિને જોઈને નામ લખ્યાં નથી. વળી, રાજનિઘંટુંકાર કહે છે કે પોતે કર્ણાટી તથા મહારાષ્ટ્ર ભાષામાં
સ્પષ્ટતા કરી છે, પણ આલ્બ, લાટાદિ ભાવાનાં નામો તે તે દેશવાસીઓ પાસેથી જાણી લેવાં. આ જોતાં તેઓના વડવા કાં તે મહારાષ્ટ્ર કે કર્ણાટકથી કાશ્મીર ગયા હોય અથવા પોતે લાંબે વખત આ દેશોમાં રહ્યા હોય એવી શંકા પડે છે.
પાકશાસ્ત્ર–પ્રાચીને એ કૃતા-રાંધેલા જુદી જુદી જાતના ખેરાનું પણ શકધાન્ય, શમીધાન્ય વગેરે સાથે વર્ણન કર્યું છે (જુઓ ચરક સૂ. અ. ૨૭), પણ પાછળથી ધન્વન્તરિ આદિ નિઘંટુમાં શાસ્ત્રીય વર્ગીકરણની દૃષ્ટિથી આ વિષય છોડી દેવામાં આવ્યું, પણ જૂના વખતથી રાજાઓના ખેરાક ઉપર ધ્યાન રાખવાની વૈદ્યની ફરજ ગણાતી એ પહેલાં કહ્યું જ છે. રાજાનું આરોગ્ય સચવાઈ રહે એ માટે ખેરાકની પથ્યાપથ્ય દષ્ટિથી ચૂંટણી કરવાની
Page #232
--------------------------------------------------------------------------
________________
નિષદ્ગુ
[ ૨૨૩
તથા ઝેરથી ખારાકનું રક્ષણ કરવાની વૈદ્યની ક્રૂરજ હતી. એ માટે રસેાડાના ઉપરી તરીકે ઘણીવાર વૈદ્યને રાખવામાં આવતા. વળી, સામાન્ય દર્દીઓને પણ પથ્યાપથ્યની સૂચના આપવા માટે ખારાકની વિવિધ વાનીઓની બનાવટ, ગુણદોષ વગેરે સબંધી જ્ઞાન વૈદ્યોમાં વિકાસ પામ્યુ છે.
મહાભારતના નલાખ્યાનમાં નલરાજાને પાકશાસ્ત્ર સિદ્ધ હતું એવી માન્યતા હાવાથી નલરાજાને નામે ચઢેલા નલપાકદÖણુ નામ એક ગ્રન્થ કાશીમાં ચૌખમ્મા સ`સ્કૃત સિરીઝમાં છપાયા છે. ખીજો ગ્રન્થ ક્ષેમકુતૂહલ નામના વૈદ્યવર શ્રી. ક્ષેમશર્માના રચેલા આયુર્વેદીય ગ્રન્થમાળામાં વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાયે` છપાવ્યા છે. આ ક્ષેમકુતૂહલ ગ્રન્થ વિ. સ. ૧૬૦૫ માં રચ્યા છે એમ ગ્રન્થકર્તાએ પેાતે જ ગ્રન્થાન્તે લખ્યુ છે.
ક્ષેમકુતૂહલ ગ્રન્થમાં કુલ ખાર ઉત્સવેા છે, જેમાં દ્રવ્યપાકની પરિભાષા, ભેાજનગૃહ, રાંધવાનાં વાસણા, રસાડાને ઉપયાગી સાધને, સવિષે અન્નની પરીક્ષા, રાજાએ કેવા વૈદ્યને રસોડા ઉપર રાખવા, વૈદ્યે ભેજનની ખાખતમાં રાજાની કેવી સંભાળ રાખવી, રસાયાની પ્રશંસા, ઋતુભેદ અને તેને યોગ્ય ચર્યાંનું સામાન્ય કથન, દિનચર્યા, ભેાજનપ્રકાર, ખારાક ઉપર નજર પડે નહિ તેની સ'ભાળ, જુŕજુાં ઘીના ગુણા, ખીચડી,કચેરી, મૂળા, પટેાલ, આદુ, વગેરેના ગુણા, જુદાં જુદાં માંસને રાંધવાની ક્રિયા, માછલાંના ખારાકા, શાકના પ્રકાશ, ખાવાની વસ્તુ બગડે નહિ તે રીતે તેમને રાખી મુકવાની રીતેા, પાળી, શીરા, ઘેવર, લાડુ, દૂધની બનાવટા, જલેબી, ભૂખ લગાડનારી બનાવટા વગેરે ધણી બનાવટાનું વર્ણન છે. આ ક્ષેમશર્માએ પેાતાના વંશનું વન ગ્રન્થાર ંભે આપ્યું છે, જેમાં એના પ્રપિતામહે દિલ્હી શક્રેશ્વર( સુલતાન )ની સેવા કરીને ૧૧ ગામ મેળવેલાં હોવાનું કહ્યું છે. એની પેાતાની માતા પેાતાના પતિ પછવાડે સતી થયેલી. ક્ષેમશર્માએ પોતે વિક્રમસેન
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
આયુર્વેદના ઇતિહાસ
રાજાની સેવા કરીને મેળવેલા ગામમાં એક વાવ બંધાવી હતી. આ વિક્રમસેન ક્યાંના રાજા હતા તે સમજાતું નથી.
આ ક્ષેમશર્માએ જે ગ્રન્થા જોયા હોવાનું ભીમના ગ્રન્થ કયા અને રવિના સિદ્ધપાક ગ્રન્થ નથી. વળી, તેણે નલપાકનું નામ નથી લખ્યું એ પણ સૂચક છે. આ પછી ભાજનકુતુહલ નામનેા પણ એક ગ્રન્થ લખાયા છે. પણુ વિ. સં.ની ગઈ સદીના છેલ્લા ભાગમાં લખાયેલ સિદ્ધભેષ મણિમાલામાં જે ખારાકની બનાવટાનું વર્ષોંન છે તે તેા વર્તમાન કાળની પ્રચલિત બનાવટાનું જ છે એમ કહી શકાય.
લખેલું છે તેમાં
થયા તે જાણવામાં
આ ઉપરાંત કૈયદેવના પથ્યાપથ્યવિષેાધક ગ્રન્થ કે કૈયદેવનિધંટુ,૧ શિવદત્તના નિધ’ટુ,૨ રાજવલ્લભકૃત દ્રવ્યગુણુસંગ્રહ જે ઈ. સ. ૧૭૬૦માં રચાયા છે,૩ માધવકૃત દ્રષ્યાવલિ, રત્નમાલા, રત્નાવલિ, ચન્દ્રનન્દનકૃત ગણુનિધ ટુ, શૅરાજનિધં, મુદ્ગલકૃત દ્રવ્યરત્નાકરનિધ ટુ, વિશ્વનાથસેનકૃત પથ્યાપથ્યનિધ ટુ, ત્રિમલ્લભટ્ટકૃત દ્રવ્યગુણુશતશ્લોકી૪ વગેરે નિષ’ટુમન્થા છે.
રાજનિધટુ પછીના પ્રસિદ્ધ માટે નિટુ તા ભાવપ્રકાશના છે, પણ ભાવપ્રકાશની નાંધ પાછળ આવવાની છે. વૈદ્ય રૂગનાથજી ઇન્દ્રજીએ ભાવપ્રકાશ પછીના શકે ૧૬૦૩ (ઈ.સ. ૧૬૮૧) માં અહમદનગરના માણિકયભટ્ટના પુત્ર વૈદ્ય મારેશ્વરે રચેલા વૈદ્યામૃત ગ્રન્થનીપ તથા કાશીમાં વૈદ્ય બલરામે રચેલા આત...કતિમિરભાસ્કરની
૧, ભાષા ટીકા સહિત સંપાદિત કૈયદેવનિધંટુ, મેહરચન્દ લક્ષ્મણદાસે લાહારથી ૧૯૨૮ માં પ્રકાશિત કર્યા છે.
૨. શિવદત્તમાંથી રૂગનાથજી ઇન્દ્રજીના નિંદ્ગમાં ઉતારા કર્યા છે. ૩, જીઓ વૈદ્યકસિન્ધુનું વિજ્ઞાપન, પૃ. ૧-૦,
૪, આ નામેા વિરાચરણ ગુપ્તે આપ્યાં છે, અને શ્રી. બાપાલાલ ગ. વૈધે નિહુઆદર્શામાં ઉતાર્યા છે,
૫. વૈદ્યામૃત છપાઈ ગયા છે,
Page #234
--------------------------------------------------------------------------
________________
નિઘંટુઓ
[ રરપ નેધ કરી છે. તેમાંથી છેલ્લે તે સે વર્ષ ઉપર રચાયેલે હેઈને આધુનિક ગણાય; જોકે એમાં આધુનિકતા ભલે ન હોય. અને તે પછીના તે આધુનિક કાળના અવલોકનમાં જ આવવા જોઈએ.
સમગ્ર રીતે નિઘંટુસાહિત્યનું અવલોકન કરતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે ધન્વન્તરિનિઘંટુએ નિઘંટુરચનાને જે ચીલે પાડયો તેમાં પાછળથી ફેરફાર કે સુધારો ભાગ્યે જ થયો છે. પાછળના નિઘંટુંકાએ દ્રવ્યનામોને સંગ્રહ સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરે એને પિતાનું કર્તવ્ય માન્યું છે. દા. ત., મદનપાલ, રાજનિઘંટુ વગેરેના ઉમેરા જુઓ. છેલે, ઉપર કહેલા વૈદ્યામૃતકારે યુનાનીમાંથી પ્રચારમાં આવેલું એથમીજીરું ઉમેર્યું તે આતંકતિમિરભાસ્કરકારે ચાનો ઉમેરે કર્યો એ નેધવું જોઈએ.
પણ દ્રવ્યોની સવિસ્તર ઓળખાણ આપવાને કોઈએ પ્રયાસ કર્યો નથી. શિવદત્ત જેવા એકાદ નિઘંટુમાં કાંઈક પરિચય આપવાને પ્રયાસ થયે છે, જોકે તેયે ઘણે અપર્યાપ્ત છે. તેને તથા જૂની પરિચયજ્ઞાપિકા સંજ્ઞાઓ કે ટીકાકારેએ કવચિત આપેલે પરિચય એને આધાર લઈને હાલના શેધકાને સંદિગ્ધ વનસ્પતિનિર્ણય માટે માર્ગ શોધવો પડે છે. અને અનેકધા પ્રયત્નો થયા છતાં હજી ઘણાં દ્રવ્યો સંદિગ્ધ છે એ વસ્તુસ્થિતિ સમગ્ર નિઘંટુસાહિત્યમાંથી પણ કેટલે ઓછો પરિચય મળે છે એ દર્શાવવા માટે પૂરતી સૂચક છે.
દ્રવ્યોના ગુણેના વર્ણનની બાબતમાં પણ નિઘંટુઓ સંતોષકારક નથી. તેમ જ એ વર્ણનની શૈલીમાં પાછળથી કશો ફેરફાર થયો નથી; અને ગુણવગુણના કથનમાં કવચિત, અનુભવને અંશ હશે તો એ એટલે અ૫ છે કે સાંપ્રદાયિક વર્ણનમાં દબાઈ જાય છે. અલબત્ત, બહારથી લેક કે અન્ય વૈદકમાંથી દાખલ થયેલાં નવાં દ્રવ્યના વર્ણનમાં અનુભવને પ્રકાશ દેખાય છે ખરે.
૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________
ખંડ ૭. પાછલા સંગ્રહગ્રન્થ
નાડીવિદ્યા શાધરસંહિતામાં નાડી પરીક્ષાનું પ્રકરણ (પૂર્વ ખંડ, અ. ૩, શ્લોક ૩) છે. એ જોતાં એના વખતમાં વૈદ્યો માટે નાડીશાન આવશ્યક મનાવા લાગ્યું હતું. આયુર્વેદના પ્રાચીન ગ્રન્થમાં નાડી પરીક્ષાની વાત નથી, પણ દ્રાવિડ વૈદ્યકમાં નાડીસાન સંબંધી ગ્રન્થ લખાયા હેવાનું પહેલાં નેપ્યું છે. દક્ષિણ ભારતમાં જ કદાચ નાડીવિદ્યાને ઉદભવ થયે હશે. સ્પપરીક્ષાને જ નાડી પરીક્ષા વિસ્તાર હોવા છતાં એમાં નવાં તો છે જ. નાડીની ગતિ ધીમી કે ઉતાવળી હેવી, નાડી ભારે કે હળવી લાગવી, કઠણ કે મૃદુ લાગવી વગેરે ઉપરથી શરીરની સ્થિતિનું અનુમાન કરવું એમાં સ્પપરીક્ષાથી કાંઈક વિશેષ જરૂર છે; અને એ વિશેષતા ધ્યાનમાં રાખીને નાડીવિદ્યાને વિકાસ થયો છે. શાર્ડધરસંહિતા પહેલાં થોડાં વર્ષથી જ આ વિદ્યાને વિકાસ થયે છે, કારણ કે એ પહેલાંના ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી.
શાધર, ભાવપ્રકાશ અથવા દક્ષિણ ભારતના ગદસંજીવની, વૈદ્યશાસ્ત્ર, બૃહગતરંગિણુ જેવા ગ્રન્થોમાં નાડી પરીક્ષાના પ્રકરણ હોવા ઉપરાંત એના સ્વતંત્ર ગ્રન્થ પણ મળે છે, અને તેમાંના કેટલાક જેમ દક્ષિણ ભારતમાં તેમ કેટલાક ઉત્તરમાં લખાયા છે. આમાંથી કણાદ મુનિનું નાડીવિજ્ઞાન ઘણું પ્રસિદ્ધ છે. એ મુંબઈમાં હિન્દી ભાષાન્તર સાથે તથા કલકત્તામાં કવિરાજ ગંગાધરની
Page #236
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થ
[ રર વ્યાખ્યા સાથે છપાઈ ગયું છે. એક નાડી પરીક્ષા નામને રાવણકૃત ગ્રન્થ મુંબઈમાં આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયો છે. ઉપરાંત નાડી પરીક્ષા નામના તથા એને મળતાં નામના નાનામોટા લગભગ ૪૬ ગ્રન્થનાં . નામ મળે છે અને તેમાંથી ઘણાની હાથપ્રત મળે છે. જૂના ગ્રન્થ ઉપરથી આધુનિક સમયમાં (૧) નાડીવિજ્ઞાન, (૨) નાડી જ્ઞાનતંત્ર, (૩) નાડીદર્પણ, (૪) નાડી જ્ઞાનતરંગિણી, (૫) નાડી જ્ઞાનશિક્ષા, અને (૬) નાડીઝાનદીપિકા લખાયા છે. આમાંથી રઘુનાથપ્રસાદ વિરચિત નાડી જ્ઞાનતરંગિણી ગુજરાતી ભાષાન્તર સાથે ઈ. સ. ૧૯૦૮ માં મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટએ છપાવેલ છે. નાડીદર્પણ હિંદી ભાષાન્તર સાથે મુંબઈમાં છપાયેલ છે અને બાકીના ચાર કલકત્તામાં છપાયેલ છે.
ટૂંકામાં નાડજ્ઞાનનો આ દેશના વૈદ્યોમાં સાત વર્ષથી લગભગ પ્રચાર છે. વૈદ્ય તો નાડી જોઈને રોગ પારખી શકે એવી માન્યતા લેકમાં બંધાઈ ગઈ છે–કદાચ વૈદ્યોએ જ બંધાવા દીધી છે; એટલું જ નહિ, પણ બિલાડીને પગે દોરો બાંધ્યું હોય તે એ દોરા પકડીને પણ બિલાડીએ શું ખાધું છે એ કહી આપે એવા ચમત્કારની દંતકથાઓ પણ કોઈ કોઈ જૂના વૈદ્યો વિશે પ્રચલિત છે. આવી અતિશયોક્તિને બાદ કરતાં અભ્યાસથી કેટલાક જૂના વૈદ્યો નાડીપરીક્ષાથી સારું અનુમાન કરી શકતા. અને એ શક્તિ મેળવી શકાય છે એટલું કબૂલ કરવું જોઈએ.
૧. ઉપર કહેલા પ્રકાશિત તથા હસ્તલિખિત ગ્રન્થો ઉપરથી આ વિષયના આયુર્વેદિક સાહિત્ય ઉપર તથા નાડીવિદ્યા ઉપર એક સવિસ્તર લેખ છે. એકેન્દ્રનાથ શેષ એમ. એલ. સી., એમ. ડી, તેઓએ જર્નલ ઓફ આયુર્વેદ, ૧૯૨૪ના આકબરમાં તથા ૧૯૨૬ના કેટલાક અંકોમાં લખે છે. તે જિજ્ઞાસુએ જોવા જેવો છે. ઉપરની નોંધ એ લેખ ઉપરથી કરી છે. નાડીવિજ્ઞાનના હસ્તલિખિત ગ્રન્થની સંપૂર્ણ યાદી ૧૯૨૪ ના એકબરના અંકમાં છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
આયુર્વેદને ઈતિહાસ - પાછલા કાળના રસગેવાળા સંગ્રહગ્રન્થ
સંગ્રહગ્રન્થના પ્રકરણમાં ઈ. સ. ૧૨૦૦ સુધી પહોંચીને રસવિદ્યાના વિકાસનું અવલેન કરવા માટે અટકવું પડયું હતું, કારણ કે ઈ. સ. ૧૨૦૦ પછી ચિકિત્સામાં રસગોનું વિશિષ્ટ સ્થાન દેખાય છે. રસવિદ્યા અને રસગ્રન્થના પ્રકરણમાં રસચિકિત્સાના પ્રાધાન્ય વાળા ગ્રન્થની ૧૩મા ૧૪મા શતકમાં બહોળા પ્રમાણમાં રચના થઈ હતી એ પણ જોયું છે. હવે રસગ્રન્થોની સામાન્ય વૈદ્યક ઉપર અસર થયા પછી જે ગ્રન્થ લખાયા છે તેમાંથી અતિહાસિક વિશિષ્ટતાવાળા બેચાર ગ્રન્થનું દિગ્દર્શન કરવાથી ૧૩માથી ૧૮મા શતક સુધીની આયુર્વેદની સ્થિતિની સ્પષ્ટતા થશે.
આ કાળમાં મુસ્લિમ અસર આ દેશની બીજી સંસ્થાઓ ઉપર તેમ વૈદ્યક ઉપર પણ થઈ છે. અફીણને વપરાશ એ મુસ્લિમ અસરનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
શાગધરસંહિતા-આ ગ્રન્થ લખનાર શાળધરે પોતે દામોદરના પુત્ર છે એથી વિશેષ કશું કહ્યું નથી, પણ સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોના સંગ્રહ તરીકે પ્રસિદ્ધ શાળધરપદ્ધતિના કર્તા કવિ શાગધર પણ દામોદરના પુત્ર હોવાથી અને એને સમય તેના દાદા રાઘવદેવના આશ્રયદાતા રણથંભેરના ચોહાણરાજા હમીર (ઈ. સ. ૧૨૮૨ થી ૧૩૦૧)ના સમય ઉપરથી ૧૪માં શતકમાં નિશ્ચિત કરવાથી આ વૈદ્યને સમય પણ ૧૪ માં શતકમાં ઘણાએ માન્ય છે. પણ પદ્ધતિના કવિ પોતાને વૈધ નહિ પણ કવિ જ કહે છે અને શાર્ગધરસંહિતાને પદ્ધતિમાં ઉલ્લેખ કરતા નથી; એટલું જ નહિ, પણ ભાષા, ધાર્મિક માન્યતા, કવિત્વશક્તિ, પદ્ધતિમાં, વૈદ્યને લગતા ઉલ્લેખો વગેરે બાબતેમાં બે ગ્રન્થર્તાઓના એકથનું સૂચક
૧. જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત.
Page #238
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થ
[ રર૯
કાંઈ નથી મળતું, પણ ભેદનું સૂચક ઘણું મળે છે. વળી, શાધરસંહિતાને હેમાદિએ ઉલ્લેખ કર્યો છે એ જોતાં પદ્ધતિકાર પહેલાં લગભગ દોઢસો વર્ષે ૧૩મા શતકના આરંભમાં વૈદ્ય શાર્ડગધર થયા હોવા જોઈએ. શાધરે અફીણ વાપર્યું છે એટલે ૧૨૦૦ પહેલાં ન હોઈ શકે.
શાગધરસંહિતામાં ત્રણ ખંડ છે. તેમાંથી પહેલા ખંડમાં પરિભાષા, દવા લેવાને વખત વગેરે, નાડી પરીક્ષા, દીપન-પાચનાધ્યાય, કલાદિકખાન, સૃષ્ટિક્રમ અને રોગગણુના એ રીતે સાત અધ્યા છે. બીજા મધ્યખંડમાં સ્વરસ, કવાથ, ફાંટ, હિમ, કલક, ચૂર્ણ, ગુગ્ગલ, અવલેહ, સ્નેહ, આસવ, ધાતુઓનાં શોધનમારણ, રસશોધનમારણ તથા રસગે એ રીતે બનાવટને અનુસરતા વિભાગો પાડી વૈદકમાં સામાન્ય રીતે પ્રચલિત બનાવટને સંગ્રહ કર્યો છે. ગુજરાતમાં શાળધરેક યુગને બહુ પ્રચાર થયો છે. મહારાષ્ટ્રમાં જેવી ગરત્નાકરની અને બંગાળામાં રસેન્દ્રસાર સંગ્રહ કે ભૈષજ્યરત્નાવલિની જોકપ્રિયતા છે તેવી ગુજરાતમાં શાગધરની છે. શાગધરના ત્રીજા ઉત્તર ખંડમાં સ્નેપાનવિધિ, દવિધિ, વમનવિધિ, વિરેચનાધ્યાય, બસ્તિ, નિરુદ્ધબસ્તિ, ઉત્તરબસ્તિ, નસ્ય, ગંડૂષકવલ, ધૂમપાન, લેપ, અભંગ, રક્તસ્ત્રાવવિધિ અને નેત્રકર્મવિધિ એ રીતે પંચકર્માદિ ચિકિત્સાપ્રકારે વર્ણવ્યા છે.
ગ્રન્થકર્તા પોતે જ પ્રસ્થાને કહે છે કે આયુર્વેદ ઉપર જે વિવિધ સંહિતાઓ છે તેમાંથી છેડે સાર લઈને અલ્પબુદ્ધિવાળા અલ્પાયુષી લેકે માટે આ રચે છે. અને એણે ઠીક સાર ખેંચે છે એમ કહેવું પડશે. એણે કવચિત નવીન વસ્તુ પણ નેધી છે. દા. ત., પ્રાણવાયુ વિષ્ણુપદામૃત પીવા બહાર જાય છે
૧. જુઓ આયુર્વેદવિજ્ઞાન', પૃ. ૨૨, પૃ. ૨૭૫ થી ૨૮૦. ૨. નિ. કે., અ. હ. ની આડમાં હેમાદ્ધિ ઉલિખિત ગ્રન્થસૂચિ.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ]
આયુર્વેદ તિહાસ એ કથન શાયરસંહિતા ઉપર બે ટીકાઓ છપાઈ છે: (૧) આમલ્લવિરચિત દીપિકા જે આઢમલી તરીકે પ્રખ્યાત છે, અને (૨) પં. કાશીરામ વૈદ્યવિરચિત ગૂઢાર્થદીપિકા.
આમાંથી આઢમલ હમ્મીરપુરના શ્રીવાસ્તવ્ય કુલના વૈદ્ય ચક્રપાણિના પુત્ર ભાવસિંહના પુત્ર હોવાનું અને હસ્તીકાતિપુરીના રાજા જૈત્રસિંહના રાજયમાં ટીકા લખી હોવાનું એ પિતે જ ગ્રન્થારંભે કહે છે. આ આઢમલના પૂર્વજ ચક્રપાણિ અને ચરકટીકાકાર ચક્રપાણિ એક જ એમ નિ. પ્રે. માં સટીક શાળધરસંહિતાનું સંપાદન કરનાર પં. પરશુરામ શાસ્ત્રીએ કહ્યું છે તે તો ભ્રમ છે, કારણ કે ચરકટીકાકાર શ્રીવાસ્તવ્યકુલેત્પન્ન નથી, લોધવલી કુલેત્પન્ન છે. વળી, પ્રખ્યાતે શકા એકાદશ એટલું લખેલું મળે છે, પણ દશકને આંકડે નથી. છતાં એમાં કાંઈ ભૂલ ન હોય તે શકાબ્દ ૧૧૯૯ એટલે ઈ. સ. ૧૨૭૭ પહેલાં આઢમલ થયા હોવા જોઈએ અને જેસલમેરને એક જૈતસી એ અરસામાં થઈ ગયે છે. અને જોકે હસ્તીકાતિપુરીને પત્તો નથી, પણ બીજી રીતે જોતાં શાધરને ટીકાકાર આઢમલને સમય ઈ. સ. ૧૩મા શતકના પાછલા ભાગથી વહેલે ન હોઈ શકે.
શાર્ટુગધરના બીજા ટીકાકાર કાશીરામ પોતે શાહ સલીમના રાજ્યમાં ટીકા લખી હોવાનું કહે છે; એટલે તેઓ ઈ. સ. ૧૬મા શતકમાં થઈ ગયા એ ચોક્કસ છે. આ કાશીરામ કૃષ્ણભક્ત હતા.
વચલા કાળમાં, ઘણું કરી શાગધર પછી, વૈદ્યક ગ્રન્થની જે મોટી સંખ્યા રચાઈ છે, તેમાં અમુક એક જ વૈદ્યક અંગ ઉપર થયેલી રચના ખાસ નોંધવી જોઈએ. માધવનિદાનથી આ પ્રકારની શરૂઆત થઈ છે એમ કહી શકાય. આ પ્રકારના થોડા ચની નોંધ નીચે કરી છે, ત્યારે બાકીનાનાં નામે પૃ. ૨૩૮માં આપેલી યાદીમાં છે.
૧. “પ્રત્યક્ષશારીર', આ ૩, , પૃ. ૬૩, 2. જુઓ ફની કેનેલજી, ૫, ૨૯૦,
Page #240
--------------------------------------------------------------------------
________________
સંગ્રહસ્થા
( [ ૧૩૫ જવરસમુચ્ચય નામના એક પ્રાચીન આયુર્વેદીય ગ્રન્થાના વચનેના સંમદરૂપ ગ્રન્થની તાડપત્ર ઉપર લખાયેલી આઠસોથી વધારે વર્ષ જૂની હાથપ્રત નેપાળના શ્રી સજગુરુ હેમરાજ શર્માના સંગ્રહમાં છે. એ જોતાં વૈધકનાં એક એક અંગ સંબંધી ગ્રન્થો જૂના કાળથી લખાવા માંડ્યા છે એમ નક્કી થાય છે.
કાયસ્થ ચામુંડને જ્વરતિમિરભાસ્કર ઉપર નોંધેલા જવરસમુચ્ચયની જ યાદ આપે છે. અલબત્ત, ચામુંડને ગ્રન્થ પાછળનો હોવાથી એમાં સન્નિપાતનું વર્ણન છે તે જૂના ગ્રન્થમાં હોવાને સંભવ નથી. જ્વરતિમિરભાસ્કરની બિકાનેરમાં ઈ. સ. ૧૪૮૯ ની હાથપ્રત છે. રસસંકેતકલિકા પણ આ જ ચામુંડની લખેલી હેવી જોઈએ, કારણ કે એની એક હાથપ્રતમાં સં. ૧૫૩૧ (ઈ. સ. ૧૪૭૫)ની સાલ મળે છે.
- કર્મવિપાક—આયુર્વેદ પુનર્જન્મને તથા પૂર્વ કર્મને જરૂર માને છે, પણ જન્માંતસ્કૃત પાપને લીધે રોગ થાય છે એ વાત જૂના ગ્રન્થમાં નથી. પાછળથી એ ઉપર ભાર દેવાઈને તિઃશાસ્ત્ર અને વવકના વિચારોના મિશ્રણવાળા કર્મવિપાકના પ્રત્યે લખાયા છે.
વીરસિંહાવલોકપ નામને આ જાતનો તિકશાસ્ત્રના અભિપ્રાયથી જુદાજુદા રિગોનાં કારણે તથા ઉપાયો વર્ણવતે એક
૧. જુઓ કાશ્યપ સંહિતા, પરિશિષ્ટ, પૃ. ૨૩૪. ૨. જેલીનું મેડિસિન, પૃ. ૪.
૩. આયુર્વેદ ગ્રન્થમાળામાં રસસંકેતકલિકા છપાયેલ છે, તેની ભૂમિકાની ટીપ જુઓ.
૪, ચરક, સૂ. અ. ૧૬.
૫. પીરસિંહાવલોક ક્ષેમરાજ શ્રીકૃષ્ણદાસે મુંબઈમાં વિ. સં. ૧૯૫૪માં છપાવ્યો છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
આયુર્વેદને ઈતિહાસ અન્ય તમર વંશના વીરસિંહને ઈ. સ. ૧૩૮૭માં લખાયેલું મળે છે અને બીજા સારગ્રાહકકર્મવિપાક નામના પ્રત્યેની હાથપ્રત મળે છે, જે જેલી પ્રમાણે ઈ. સ. ૧૭૮૪ માં લખાયેલ છે.
ત્રિશતી-આ જ શતકમાં કે કદાચ તે પછીના ૧૫માં શતકમાં ત્રિશતી નામને ત્રિદોષવરનાં નિદાન-ચિકિત્સાને એક ગ્રન્થ ગુજરાતના વૈદ્ય દેવરાજના પુત્ર શાધરનો રચેલો મળે છે. ભાવમિથે જ્વરપ્રકરણમાં આ ગ્રન્થમાંથી ઉતારે કર્યો છે.
મોહનવિલાસ–શાગધરના વખત પહેલાં જ મુસલમાની અસર વૈદ્યક ઉપર થઈ હતી અને અફીણને ઉપયોગ એ મુસ્લિમ અસરને એક સચોટ દાખલો છે. પણ પછી મહમૂદશાહના વખતમાં ઈ. સ. ૧૪૧૧માં કાલ્પીમાં મમહનવિલાસ નામને મુસ્લિમ નામવાળો વાજીકરણ તથા સ્ત્રીબાલકની ચિકિત્સાને લગતું એક ગ્રન્થ લખાય છે.૪
બાલચિકિત્સાના ગ્રન્થ-કૌમારભૂત્ય વિશે છવકાદિ આચાર્યોના ગ્રન્થ સંહિતાકાળમાં હતા એ પહેલાં કહ્યું જ છે, પણ પાછલા કાળમાંયે બાળકોની ચિકિત્સાને ઉદ્દેશીને ગ્રન્થ લખાયા છે. શિશુરક્ષારત્ન નામનો એક ગ્રન્થ પૃથ્વીમલને લખેલો મળ્યો છે. તેમાં મદનપાલનિઘંટને ઉલ્લેખ છે અને એ ઉપરથી જોલી ઈ. સ. ૧૪૦૦ પછીને એને માને છે."
બીજો આ જાતને ગ્રન્થ વૈદ્ય કલ્યાણને બાલતન્ત્ર નામને ઈ. સ. ૧૫૮૮ (વિ. સં. ૧૬૪૪)માં કાશીમાં રચાય છે. આ
૧. જોલી, મેડિસિન, પૃ. ૫. ૨. એજન, ૩. શાગધર ત્રિથતી નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ છે. ૪. જેલી, મેડિસિન, પૃ. ૫.
૫. જેલી, મેડિસિન, પૃ ૫. આ ગ્રન્થની હાથખત ઇંડિયા ઐફિસ પુસ્તકાલયમાં છે,
૬. બાલત– મુંબઈમાં હિન્દી ભાષાન્તર સાથે વિ. સં. ૧૯૭૦માં છપાયું છે. પ્રકાશક હરિપ્રસાદ ભગીરથજી.
Page #242
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થા
[ ૨૩૩
વૈદ્ય કલ્યાણ મૂળ ગુજરાતના પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. ત્રીજે રાવણકૃત કુમારતન્ત્ર છે, જેના ચક્કસ સમયની ખબર નથી.
સીવિલાસ-સેળમા શતકના અન્તમાં કે સત્તરમા શતકમાં ગુજરાતના જ શ્રીગોડ જ્ઞાતિના વૈદ્ય દેવેશ્વરે સ્ત્રીવિલાસ નામને સ્ત્રીરોગચિકિત્સાને લગતો ગ્રન્થ લખે છે.
વિષચિકિત્સાને કાશ્યપ સંહિતા નામને એક ગ્રન્થ મૈસુરમાં ૧૯૩૩માં છપાય છે. એ પૃ. ૯૬ માં નેધલે જ ગ્રન્થ છે કે પાછળનો એ કહેવું મુશ્કેલ છે.
ભાવપ્રકાશ–શાગધર પછી મેટે, વૈદ્યોમાં ખૂબ પ્રીતિપાત્ર અને સર્વાગસંગ્રહ તરીકે છેલ્લે ગ્રન્થ ગણાય એ ભાવપ્રકાશ ગ્રન્થ રચાય છે. લઘુત્રયીમાં એનું સ્થાન જોતાં વૈદ્યકના પઠન પાઠનમાં છેલ્લા સૈકાઓમાં એને સામાન્ય પ્રચાર હશે એ સમજી શકાય છે. આ ભાવપ્રકાશના કત ભાવમિશ્ર પોતાને શ્રીમિથલટકતનય કહે છે. એથી વધારે પિતાને કશે પરિચય એમણે આપે નથી. પણ આયુર્વેદવિજ્ઞાન, અ. ૧ ના કથનને અનુસરી જેલી એને બનારસના ગણે છે, જ્યારે ગણનાથ સેન એને કાન્યકુજના કહે છે. વળી, ભાવપ્રકાશમાં ફિરંગરેગનું વર્ણન અને ફિરંગી સ્ત્રીઓ સાથેના પ્રસંગથી એ રોગ થાય છે એમ લખ્યું છે, એ જોતાં ફિરંગીઓ–પોર્ટુગીઝ– આ દેશમાં આવીને વસ્યા તે પહેલાં અર્થાત ૧૬મા શતકના આરંભ પહેલાં રચાયો હોવાનો સંભવ નથી એમ કહે છે તે યથાર્થ છે."
૧. જુઓ “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય' નામને મારા સૂરતની સાહિત્ય પરિષદમાં આપેલ નિબંધ, વૈકલ્પતરુ, પુ. ૨૧,
૨. ભાષાટીકા સાથે ખેમરાજ કૃષ્ણદાસે આ ગ્રન્થ છપાવ્યો છે, ૩. જુઓ ટિપણી ૧ વાળે નિબંધ. ૪. જેલી, મેડિસિન, પૃ. ૨. ૫, પ્રત્યક્ષશારીર, આ. ૩, ૬, પૃ. ૫૭.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
આયુર્વેદને ઈતિહાસ ટુબીજનમાં ઈ. સ. ૧૫૫૮ ની હાથપ્રત છે, એટલે ભાવપ્રકાશ એથી મેડે તે નથી જ. કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ શારીરવર્ણન સુશ્રતાદિ ગ્રન્થમાંથી “ગતાનુગતિક રીતે ” ભાવમિત્રે ઉતાર્યું છે અને “પ્રમાદસંકુલ” છે, પણ એને સમય જતાં એ ક્ષમ્ય છે અને બીજી રીતે એ ગ્રન્થની કીમતને એથી કશે બાધ આવતો નથી. વાભટ પછી આયુર્વેદનાં સર્વ અંગેનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો હોય એવો ગ્રન્થ તે એક ભાવપ્રકાશ જ છે, એમ વિરજાને ચરણ ગુખે કહ્યું છે, પણ સોઢલ પછી એમ ખરી રીતે કહેવું જોઈએ. વળી, જે ચરક–સુશ્રોક્ત શલ્ય–શાલાક્ષાદિ વાતને પ્રચાર વૈદ્યોમાં ઓછો થઈ ગયો હતો તેને ભાવપ્રકાશમાં ટૂંક સાર જ આપવામાં આવ્યો છે, જ્યારે જે અનેક નવા વેગે પ્રચારમાં આવ્યા હતા તેમાંથી પિતાને સારા લાગ્યા તે ભાવમિએ આપ્યા છે. વળી, અફીણ તો શાગધરાદિમાંય છે, પણ ચોપચીનીને ભાવમિથે જ પહેલો ઉપાય કર્યો છે. ફિરંગરોગનું વર્ણન તથા મરિકા રહેવા દઈને પણ લોકપ્રસિદ્ધ શીતલાનું વર્ણન કર્યું છે એ ગ્રન્યકારની જાગરૂકતા દર્શાવે છે.
ભાવમિત્રે પૂર્વ ખંડ, મધ્યખંડ અને ઉત્તરાખંડ એ રીતે ત્રણ ખંડમાં ગ્રન્ય ર છે, જોકે છેલ્લે ઉત્તરાખંડ તો તદ્દન નાને છે. વળી પૂર્વ ખંડ અને મધ્યખંડમાં પહેલે ભાગ, બીજો ભાગ એ રીતે ભાગ પાડયા છે. પ્રથમ ખંડમાં અશ્વિનીકુમારની અને આયુર્વેદાચાર્યોની ઉત્પત્તિથી આરંભી સૃષ્ટિક્રમ, ગર્ભપ્રકરણ, દોષ અને ધાતુનું વર્ણન, દિનચર્યા, ઋતુચર્યા વગેરે વિષયો પછી વિસ્તારથી નિઘંટુ આપે છે, જેમાં અમુક દ્રવ્ય ન મળે તે એને બદલે કયું લેવું તે એટલે
૧, જેલી, મેડિસિન, પૃ. ૩. ૨. પ્રત્યક્ષશારીર, ઉ, પૃ. ૬૩. ૩. જુઓ “વનૌષધિદર્પણ”ની ઉપક્રમણિકા, પૃ. ૩૬,
Page #244
--------------------------------------------------------------------------
________________
ચહથળે
[ ૨૩૫ પ્રતિનિધિનિર્ણય પણ છે. નિઘંટુની પદ્ધતિ તે રાજનિઘંટુ આદિના જેવી જ છે. રાંધેલા ખોરાકનું વર્ણન પણ આ નિઘંટુમાં છે જ. પૂર્વ ખંડના જ દ્વિતીય ભાગમાં માનપરિભાષા, ધાતુ વગેરેના શાધનમારણને વિધિ અને પંચકર્મવિધિ એટલું છે. પછી મયખંડમાં જવરાદિ રોગોની ચિકિત્સા કહી છે. અલબત્ત, આ ચિકિત્સાવર્ણનમાં સોઢલ પેઠે શલ્ય–શાલાક્ષાદિ અંગેના જુદા વિભાગો નથી પાડ્યા. અને છેલ્લા ઉત્તરાખંડમાં માત્ર વાજીકરણ અધિકાર છે. એટલે એ રીતે પણ પ્રાચીન પ્રણાલીનું અનુસરણ ભાવમિએ નથી કર્યું. અલબત્ત, એના સમયના વૈદ્યકનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ છે. વળી ત્રણ વર્ષથી મુસલમાન અને તેઓમાં પ્રચલિત યુનાની વૈદ્યક આયુર્વેદિક વૈદ્યો સમક્ષ હોવા છતાં એની વિશેષ અસર થઈ નથી એ ખાસ જોવા જેવું છે.
ભાવમિશ્રના જ રચેલા એક ગુણરત્નમાળા નામના ગ્રન્થની હાથપ્રત ઇડિયા ઓફિસ પુસ્તકાલયમાં હેવાનું જેલી કહે છે.
૧૬માં શતકને જ બીજો ગ્રન્થ ટોડરાનંદ છે, જે અકબરના હિન્દુ સચિવ ટોડરમલ્લને રચેલો છે.
આ જ શતકમાં કે કદાચ ૧૭મામાં જૈન હર્ષકીર્તિસૂરિને યોગચિન્તામણિ નામનો ગ્રન્થ રચાય છે. એની ઈ. સ. ૧૬૬૬ ની હાથપ્રત મળે છે. ૩ બીજી તરફથી એમાં ફિરંગનું વર્ણન છે એ જોતાં ભાવપ્રકાશ પછી રચાયે હેવાને સંભવ છે.
૧મા શતકમાં જ રચાયેલે ટૂંકે પણ એની કાવ્યચમત્કૃતિથી લોકપ્રિય થઈ ગયેલો ગ્રન્થ લોલિંબરાજનો વિદ્યજીવન છે. આ નાના ગ્રન્થ ઉપર એક કરતાં વધારે ટીકાઓ થઈ છે તથા એનાં અનેક
૧. જોલી, મેડિસિન, પૃ. ૩. ૨. આ ગ્રન્ય છપાઈ ગયો છે, ઈ. સ. ૧૮૬૯માં મુંબઈમાં. ૩. જેલી, મેડિસિન, પૃ. ૩.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
આયુર્વેદના ઇતિહાસ
ભાષામાં ભાષાન્તરા થયાં છે. આ વૈદ્યજીવન ગ્રન્થ ઈ. સ. ૧૬૩૩માં ચાય છે એમ મરાઠી ભાષાન્તરકારે લખેલા ચરિત્ર ઉપરથી ગોંડલ ઠાકારસાહેબે લખ્યું છે; પણ જોલી કહે છે કે ઈ. સ. ૧૬૦૮ની હાચપ્રત મળી છે.૨ આ લેાલિબરાજનાં પિતાનું નામ દિવાકર ભટ્ટ એણે પોતે જ લખ્યું છે; પણ એ જીન્નરના રહેવાસી હતા અને લેલિ`બરાજે વૈદ્યાવતસ નામના એક બીજો ગ્રન્થ લખ્યા છે એમ મરાઠી ભાષાન્તરકારે તેના જીવનચરિત્રમાં લખ્યુ છે.
આ વૈદ્યવન ઉપરાંત ૧૭મી સદીમાં અનેક ગ્રન્થા લખાયા છે. દા. ત. જગન્નાથના યેાગસંગ્રહ ૧૬૧૬માં, સુખખાધ ૧૬૪૫-૪૬ માં, કવિચન્દ્રને ચિકિત્સારત્નાલિ ઈ. સ. ૧૬૬૧માં, રઘુનાથ પંડિતના વૈદ્યવિલાસ ઈ. સ. ૧૬૯૭માં, વિદ્યાપતિના વૈદ્યરહસ્ય ૧૬૯૮માં રચાયેલ છે૪ એમ જોલીએ (પૃ. ૨) તેાંધ્યું છે.
વૈદ્ય ચિન્તામણિના પ્રયાગામૃત અને નારાયણના વૈદ્યામૃત અઢારમી સદીમાં લખાયા છે એમ જોલી (પૃ. ૨) ધારે છે. વળી, આ જ સદીમાં ઉપાધ્યાય માધવના આયુર્વેદપ્રકાશ લખાયા છે.પ ભાવપ્રકાશને માધવે ઉલ્લેખ કર્યાં છે અને ઈ. સ. ૧૭૧૩ (વિ. સ. ૧૭૮૬ )ની હાથપ્રત ઇંડિયા આસિ પુસ્તકાલયમાં છે.૬ આયુર્વેદપ્રકાશમાં રસશાસ્ત્રના બધા વિષયે બહુ સારી રીતે વર્ણવેલા છે. આ માધવના
૧. હિંદી ભાષાન્તર સાથે શેઠ વ્રજવલ્લશ હરિપ્રસાદે છપાવેલ છે અને ગુજરાતી ભાષાંતર સાથે નિયસાગર પ્રેસમાં છપાયેલ છે,
૨. જોલી, મેડિસિન, પૃ. ૨.
૩. જીએ ગુજરાતી પ્રેસમાં છપાયેલ વૈદ્યયનમાં લેાલિબરાજના વૃત્તાન્ત, આ વૈદ્યાવતસ હિંદી ભાષાન્તર સાથે છપાઈ ગયા છે,
૪, વૈઘરહસ્ય છપાઈ ગયા છે,
૫. આયુર્વેદ ગ્રન્થમાળામાં આ ગ્રન્થ ઈ. સ. ૧૯૧૩ માં છપાયા છે, ૬. એલી, મેડિસિન, પૃ. ૨.
Page #246
--------------------------------------------------------------------------
________________
સંગ્રહગ્રન્થ
[ ૨૩૭
લખેલે પાકાવલિ નામને એક ગ્રન્થ પણ છપાયે છે. ઈ. સ. ૧૭૯૪માં રચાયેલા રવિના વરપરાજયની નેધ ગોંડલના ઇતિહાસમાં છે.
પોગરત્નાકર–વૈદ્યોમાં ખૂબ વપરાતો ગરત્નાકર નામને યેગસંગ્રહ ગ્રન્થ ઘણું કરી ૧૮ મા શતકમાં રચાય છે. યોગરત્નાકર આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્થશાળામાં છપાય છે. ગ્રન્થકર્તાના નામની ખબર નથી, પણ એની એક હાથમત શાક ૧૬૬૮ની આનન્દાશ્રમ પાસે હતી એટલે ઈ. સ. ૧૭૪૬થી પહેલાં ગ્રન્થ રચાયો છે એટલું નક્કી.
તેરમાથી અઢારમા શતક સુધીમાં થઈ ગયેલા વૈદ્યક ગ્રન્થકારોની જે ટૂંકી નોંધ ઉપર કરી છે તે ઉપરથી એ સે વર્ષના ગાળામાં રચાયેલા વૈદ્યક ગ્રન્થના પ્રકારને ખ્યાલ વાંચનારને જરૂર આવશે; જેકે જથ્થાને ખ્યાલ પૂરે નહિ આવે, કારણ કે એ અરસામાં થયેલી ગ્રન્થરચનામાંથી પાછળથી જે તદ્દન નષ્ટ થઈ ગઈ તેને ન ગણવામાં આવે તો પણ જેની હાથપ્રત ક્યાંક પણ જળવાઈ રહી હોય તે સર્વની આ સંપૂર્ણ યાદી નથી. જુદાં જુદાં પુસ્તકાલયોમાં સચવાઈ રહેલ હાથપ્રતોની લખ્યા સાલ વગેરે ઉપરથી જેલી વગેરેએ જુદાજુદા સૈકાઓમાં થયેલી ગ્રન્થરચના વિષે જે અનુમાને કર્યા છે તે ઉપરથી અહીં નેધ કરી છે, પણ લખ્યા સાલા વગરની હાથપ્રતો ઘણી છે. કેટલાક છપાયેલા ગ્રન્થને પણ રચનાસમય જાણવાનું કોઈ સાધન નથી. એ સ્થિતિમાં નીચે જેના સમયની બરાબર ખબર નથી એવા તથા પહેલાં જેને ઉલ્લેખ " નથી થયો તેવા પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રન્થની એક યાદી ઉતારી છે.
આ યાદી સંપૂર્ણ નથી. વિવિધ પુસ્તકાલયનાં કેટલોગો કે કેટલોગસ કેટલોગમ ઉપરથી વધારે સંપૂર્ણ યાદી થઈ શકે, પણું નીચેની યાદી તે રસગસાગરમાં આપેલી યાદી, ગેડલ ઠાકર
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
આયુર્વેદને ઈતિહાસ સાહેબના ઈતિહાસમાં આપેલી યાદી, જેનું મૂળ કદાચ ઓફેટ જ હશે, તથા વનૌષધિદપર્ણમાં આપેલી યદી ઉપરથી તૈયાર કરી છે. આ યાદીમાંના કેટલાક ગ્રન્થ ૧૮ મી સદી પછી એટલે આધુનિક સમયમાં રચાયા છે, પણ એમનું સ્વરૂપ આધુનિક સમય પહેલાંના ગ્રન્થાને મળતું છે.
પ્રકીર્ણ ગ્રન્થાની યાદી અભ્રક૫-ગોંડલના ઇતિહાસમાં નામ છે.
અજીર્ણામૃતમંજરી-કાશીરાજકૃત નિઘંટુરત્નાકરની બીજી આવૃત્તિના પહેલા ભાગમાં છપાઈ ગયેલ છે.
અનુપાનતરંગિણી-ગુજરાતી ભાષાન્તર સાથે મહાદેવ રામચંદ્ર જાગુષ્ટએ છપાવ્યો છે.
અનુપાનદર્પણ– ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાયે છે.
આયુદસુષેણસંહિતા–ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાયે છે
અપ્રકાશ-રાવણકૃત ભાષા ટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાઈ ગયા છે.
આરેગ્યચિન્તામણિ–પં. દામોદરકૃત.
કલ્યાણકારક – ઉગ્રાદિત્ય વિરચિત, ૧૯૪૦ માં સોલાપુરમાં છપાયો છે.
કામરત્ન- કર્તાનું નામ રોગસાગરના નિર્માતાએ નથી આપ્યું, પણ વેંકટેશ્વરમાં આ ગ્રન્થ છપાયે છે અને તેમાં ગેશ્વર નિત્યનાથપ્રણીત કહેલ છે.
કાલજ્ઞાન–ભાષાટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં અને ગુજરાતી ભાષાન્તર સાથે જાગુષ્ટએ છપાવેલ છે.
ફૂટમુદ્રગર–માધવપ્રણીત. નાનો ચિકિત્સાને ગ્રન્થ છે. વેંકટેશ્વર પ્રેસમાં ભાષા ટીકા સાથે છપાયે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
સુગ્રથસ્થા
[ies:
ગાક્ષસ’હિતા—ાં ગારખનાથ. અમુદ્રિત. ગૌરીકાંચલિકા—ચિકિત્સાપ્રન્થ. છપાયા છે વેંકટેશ્વર પ્રેસમાં,
જેમાં મંત્ર, તંત્ર, જ્યાતિષ વગેરે ચિકિત્સા છે. થમકારચિંતામણિ—ગાવિ દરાજકૃત. ગોંડલના પ્રતિહાસમાં
ચિકિત્સાકભકપવલી—કાશીરામ ચતુવે`દી સંકલિત. વેંકટેશ્વર પ્રેસમાં છપાયા છે.
ચિકિત્સાંજન—વિદ્યોપાધ્યાયકૃત. અપ્રકાશિત. ચિકિત્સારનાભરણ—સદાનન્દ દાધીચ વિરચિત. ચિકિત્સારહસ્યમ્—હારીતમુનિ વિરચિત. ચિકિત્સાસાર—ગાપાળદાસકૃત. છપાયા છે.
દ્રવ્યગુણાતક—ત્રિમલ ભટ્ટકૃત. વેંકટેશ્વર પ્રેસમાં છપાયો છે. ધાત્રીમજરી—કર્તાના નામની ખબર નથી. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
નામ છે.
નરપતિયાઁ—સં. ૧૨૩૨માં મૂળ ધારાના પ્રદેવના પુત્ર નરપતિ કવિએ અણુહિલવાડમાં લખેલે શકુનશાસ્ત્રમન્ય છે. ૨ સંસ્કૃત ટીકા સાથે વે...કટેશ્વરમાં છપાઈ ગયા છે.
નામસાગર—કેન્દ્રદેવે રચેલા અપ્રકાશિત ચિકિત્સાપ્રન્થ છે.૩ નારાયણવિલાસ—નારાયણુભૂપતિ વિરચિત. પથ્યાપથ્ય • મહામહાધ્યાય વિશ્વનાથ કવિરાજકૃત. આ આધુનિક ગ્રન્થ ભાષા ટીકા સાથે છપાઈ ગયા છે.
૧. વનૌષદ્વિપ ણની ઉપક્રમણિકામાં નામ છે,
* આ નિશાનીવાળા ગ્રન્થાની રસયેાગસાગરમાં પ્રમાણરૂપે લીધેલા અપ્રકાશિત ગ્રન્થાની યાદીમાં નોંધ છે,
૨, જીએ મારા ‘ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ ', વિ, ૨, પૃ, ૩૩૪° અને ડફની કેનાલાજી, પૃ. ૧૬૧.
૩. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં નામ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦]
આયુર્વેદને ઈતિહાસ પથ્યાપથ્યનિઘંટ- કવિ શ્રીમુખત. ગોંડલના ઇતિહાસમાં નેધ છે.
પરિભાષાવૃત્તિપ્રદીપગોવિંદસેનત. પારદ યોગશાસ–શિવરામ યેગીન્દ્રકૃત. છપાઈ ગયો છે.
પ્રગચિન્તામણિ–રામમાણિજ્ય સેન વિરચિત. કલકત્તામાં છપાયે છે, એમ શ્રી વિરજાચરણ ગુપ્ત કહે છે. ગોંડલના ઇતિહાસમાં કર્તાનું નામ માધવ લખ્યું છે.
પ્રયોગસાગર–ગોંડલના ઇતિહાસમાં નામ છે. કર્તાનું નામ નથી. બાલચિકિત્સાપટલ–ગ્રન્થકાર અજ્ઞાત. અમુકિત.
બાલોદય–શ્રી કાશીનાથ ચતુર્વેદી વિરચિત. ભાષાનુવાદ સાથે છપાયે છે.
બાલબોધર–વામાચાયૅકૃત. અમુદ્રિત. ભૈષજ્યસારામૃતસંહિતા–ઉપેન્દ્રવિરચિત.
મધુમતી ૩–દ્રાવિડવાસી નીલકાન્ત ભટ્ટના પુત્ર રામકૃષ્ણ ભદ્રના શિષ્ય નરસિંહ કવિરાજને રચેલે દ્રવ્યગુણ તથા ચિકિત્સા સંબંધી અમુદ્રિત ગ્રન્ય.
યોગચન્દ્રિકા*-લક્ષ્મણવિરચિત. ગંડલના ઈતિહાસમાં ઈ. સ. ૧૬૩૩માં રચાયેલ એમ લખ્યું છે.
યોગદીપિકા–ગુજરાતના નાગર રણકેશરીને લખેલો ૩૯૦ શ્લોકને ટૂંકે સંગ્રહ ગ્રન્થ. ગ્રન્ય જૂને છે. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે.
યોગમહાવ-રામનાથ વિદ્વાને સંગૃહીત. ૧-૨. વાષધિદર્પણની ઉપક્રમણિકા, ૩. “જુઓ ગુજરાતનું વૈદ્યક સાહિત્ય” નામને મારે નિબંધ. ૪. એજન,
Page #250
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ
[ ૨૪૧ પાગમહેદધિ–કર્તા અજ્ઞાત. અમુદ્રિત. મળેલી હાથપ્રતમાં નિઘંટુભાગ છે.
ગરત્નમાલાગંગાધર યતીન્દ્રની ઈ. સ. ૧૫૭૪માં અમદાવાદમાં લખાયેલી હાથપ્રત ઇડિયા ઓફિસ લાયબ્રેરીમાં છે.
યોગરત્નાકર૩–નયનશેખરને ગુજરાતી ચોપાઈમાં ઈસ. ૧૬૮૦ માં લખાયેલે અન્ય.
યોગશતક–શ્રીકંઠદાસરચિત. આના ઉપર વરસચિની અભિધાનચિંતામણિ નામની ટીકા છે.
ગસંગ્રહ-કર્તા અજ્ઞાત. અપ્રકાશિત.
યોગસમુચ્ચય–ગુજરાતી શ્રીગેડ બ્રાહ્મણ હરિરામના પુત્ર માધવને લખેલે ટૂંકો ગ્રંથ, જેની હાથપ્રત સ્વ. તનસુખરામ મ. ત્રિપાઠીના સંગ્રહમાં હતી.
યોગસમુચ્ચય-વ્યાસ ગણપત રચિત. ગુજરાતી ભાષાંતર સાથે રાજવૈદ્ય જીવરામ કાલિદાસે છપાવ્યો છે.
રત્નાકરૌષધયોગ – કર્તા અનાત. અપ્રકાશિત. રસકંકાલીય-કંકાલયોગી વિરચિત. આ ગ્રંથ છપાયો છે. રસકપલતા—મનીરામ વિરચિત.
રસકામધેનુ-વૈવવર શ્રી ચૂડામણિ સંગૃહીત. આ ગ્રંથ મુંબઈની આયુર્વેદીય ગ્રંથમાળા (પુષ્પ ૧૬મું)માં છપાયે છે.
રસકિન્નર–– કર્તા અજ્ઞાત. રસકૌમુદી–શક્તિવલ્લભ વિરચિત.
રસકૌમુદી-જ્ઞાનચંદ્ર વિરચિત. આ ગ્રંથ લાહેરમાં છપાઈ ગયો છે.
૧. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે. ૨. જુઓ “ગુજરાતનું વૈદ્યક સાહિત્ય” નામનો મારે નિબંધ. ૩. એજન. ૪. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં તથા ગોંડલના ઇતિહાસમાં નામ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨ ]
રસકૌમુદી—માધવ વિરચિત. રસજ્ઞાનમ્—જ્ઞાનજ્યેાતિ વિરચિત. રસચંડાંશુ-દત્તાત્રેયે સંગૃહીત. છપાયા છે. રસચિન્તામણિ—અનન્તદેવ વિરચિત. ભાષાટીકા સાથે
વેંકટેશ્વર પ્રેસમાં છપાયા છે.
આયુર્વેદના ઇતિહાસ
રસતરંગમાલિકા –જનાર્દન ભટ્ટકૃત.
રસપારિજાત—ગોંડલના ઇતિહાસમાં વૈદ્યશિરામકૃિત એમ લખ્યું છે. ૨. સા. સં.માં નામ નથી.
રસપ્રદીપ—પ્રાણનાથ વૈદ્યવિરચિત, ગોંડલના પ્રતિહાસમાં ઈ. સ. ૧૪૮૩માં વીશલદેવે લખેલા છે એમ લખ્યું છે. ભાષાટીકા સાથે વે...કટેશ્વરમાં એક રસપ્રદીપ છપાયા છે.
રસમાધચન્દ્રાદય—કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસમુક્તાવલિ—કર્યાં અજ્ઞાત. અમુદ્રિત.
રસમ જરી—શાલિનાથ વિરચિત. ભાષાટીકા સાથે વે'કટેશ્વરમાં છપાયા છે.
રસરનકૌમુદી—કર્તા અજ્ઞાત. અમુદ્રિત.
રસરત્નપ્રદીપ—રામરાજ વિરચિત. શ્રી. ભાનુદત્ત વિદ્યાલ કારે લાહારથી છપાવ્યા છે.
રસરત્નમણિમાલા—વૈદ્ય ખાવાભાઈ અચળજી સંગૃહીત.
અમુદ્રિત.
રસરાજશ કર્”—રામકૃષ્ણ વિરચિત. રસરાજશિરોમણિ—પરશુરામ વિરચિત. રસરાજસુન્દર—ત્તરામ સંગૃહીત. છપાયા છે.
૧, વનૌષધિદર્પણની અનુક્રમણિકામાં નામ છે. ૨. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
સંગ્રહયો
[ ૨૪૩
રસસંગ્રહસિદ્ધાન્ત–ગોવિંદરામ વિરચિત. રસસાગર–ક્ષેમાદિત્ય વિરચિત રસસારસંગ્રહ–કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસાધ્યાય –કાશી સંસ્કૃત સિરીઝમાં ૧૯૩૦માં છપાયે છે.
રસ મૃત—વૈદ્ય કેન્દ્ર પંડિત કત. ઈ. સ. ૧૪૯૫ માં રચાય છે એમ ગોંડલના ઈતિહાસમાં છે.
રસાયનપરીક્ષા-કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસાલંકાર–ભટ્ટ રામેશ્વર વિરચિત. અમુદ્રિત. રસાવતાર–કર્તા અજ્ઞાત. અમુદ્રિત.
રસાવતાર–માણિજ્યચન્દ્ર જૈન વિરચિત. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે.
રસાયનપ્રકરણ–મેરૂતુંગ નામના જૈન સાધુને ઈ. સ. ૧૩૮૭માં બનાવેલ ગ્રન્થ.
રસેન્દ્રકલ્પદ્રુમ-રામકૃષ્ણ ભટ્ટ વિરચિત. રસેન્દ્રરત્નમેષ – દેવેન્દ્ર ઉપાધ્યાય વિરચિત. રામવિદર-પદ્યરંગકૃત રસગ્રન્થ. રેગનિદાન – ધન્વન્તરિકૃત. અમુદ્રિત.
લેહપદ્ધતિ–સુરેશ્વર વિરચિત. આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયે છે.
વાણીકરી-વાણકવિકૃત.
વિદ્ધારપ–કન્યકાર અજ્ઞાત. અમુકિત. વિવિધ વિષવિષયક ગ્રન્થ.
૧. ગોંડલના ઇતિહાસમાં આ ગ્રંથનું નામ છે, ૨. ગંડલના ઇતિહાસમાં નામ છે. ૩-૫. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં નામ છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪] :
આયુર્વેદને ઇતિહાસ વૈદ્યકલ્પદ્રુમ–રઘુનાથપ્રસાદકૃત. છપાયે છે. વૈદ્યકૌસ્તુભ–શ્રી મેવારામ વિરચિત. ૧૯૨૮માં છપાયે છે. વિચિંતામણિઝ–કત અજ્ઞાત. વૈચિંતામણિ—કત અજ્ઞાત.
(લઘુ)– ' , વૈદ્યદર્પણ - અમુદ્રિત. કર્તા કલ્યાણ ભટ્ટના પુત્ર પ્રાણનાથ વૈદ્ય. વિદ્યરત્ન-કેદાર ભટ્ટ સંગૃહીત. વેંકટેશ્વરમાં છપાયો છે.
વિધવલભ- હસ્તિચિકૃત ભાષાટીકા સાથે વેંકટેશ્વરમાં છપાયો છે. આ ગ્રન્થ ઈ. સ. ૧૯૭૦માં રચાય છે એમ ગોંડલના ઇતિહાસમાં લખ્યું છે. કર્તાનું નામ હસ્તિસચિને બદલે હસ્તિસૂરિ લખ્યું છે.
વૈદ્યવૃન્દ–નારાયણકૃત. અમુક્તિ. વિદ્યોત્તસ–શ્રી. રાજસુન્દર વૈદ્ય વિરચિત. સિલોનમાં છપાયે છે. શતગ–કર્તા અજ્ઞાત. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
સર્વવિજયીતંત્ર- કર્તા અજ્ઞાત. ગોંડલના ઈતિહાસમાં નામ છે.
સિદ્ધાન્તમંજરી–બો પદેવકૃત છે એમ વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં લખ્યું છે. અમુદ્રિત.
સૂતપ્રદીપિકા–કર્તા અજ્ઞાત. હરિતાલ ક૯૫– કર્તા અજ્ઞાત.
હંસરાજનિદાન–હંસરાજકૃત ભાષાટીકા સહિત. વેંકટેશ્વરમાં છપાયે છે
- હિતેપદેશ– જૈનાચાર્ય શ્રીકંઠસૂરિ વિરચિત. વેંકટેશ્વરમાં છપાયે છે.
હિતોપદેશ-પરમશવાચાર્ય શ્રીકંઠ શિવપંડિન વિરચિત. અમુદ્રિત. છે. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
આધુનિક સમયનેા આરંભ કયા વર્ષથી ગણવા એ મેટા પ્રશ્ન છે. રાજકીય ઇતિહાસમાં બ્રિટિશાની રાજ્યસત્તા જે સાલમાં આ દેશમાં સ્થિર થઈ તે ઈ. સ ૧૭૫૭ થી બ્રિટિશ અથવા આધુનિક સમયને આરભ ગણવામાં આવે તે ઘણાં કારણથી ભલે યોગ્ય હા, પણ સાંસ્કૃતિક ઇતિહાસમાં એ તારીખ કશા મહત્ત્વની નથી. મારા મતે તે। આયુર્વેદના ઇતિહાસમાં આધુનિક સમયને આરંભ ઈ. સ. ૧૮૩૫-૩૬ થી ગણવા જોઈ એ, કારણુ નવી સ્થપાયેલી મેડિકલ કૉલેજ આક્ મેગાલમાં ઈ. સ. ૧૮૩૫ માં એક બંગાળી બ્રાહ્મણ ૫. મધુસૂદન ગુપ્તે મડદું ચીરીને શારીર શીખવવાના આરંભ કર્યો અને એ જ મધુસૂદન ગુપ્ત કલકત્તામાં તરતમાં સ્થપાયેલ સ ંસ્કૃત કૉલેજના અધ્યાપક થયા અને તેણે જ ઈ. સ. ૧૮૩૬માં સુશ્રુતને પહેલી વાર છાપ્યો. આ એ બનાવ—— આયુર્વેદના અધ્યાપન સાથે આધુનિક વિજ્ઞાનના સંસર્ગ' અને આયુર્વેદિક ગ્રન્થનું પ્રથમ મુદ્રણુ એનાથી આયુર્વેદના ઇતિહાસના આધુનિક સમયને હું આરંભ ગણું છું.
આયુર્વેદના આ ઇતિહાસ વાંચનારને ચરક-સુશ્રુતની સંહિતાના કાળમાં આયુર્વેદીય વિજ્ઞાનની પરમ ઉન્નતિ થઈ હતી એ કહેવાની જરૂરી નથી. સ ંહિતા પછીના કાળમાં મનુષ્યશરીરને થતા રોગા અને તેની ચિકિત્સા સંબધમાં નવું કહેવાય એવું ભાગ્યે જ શોધાયું છે એ પણ જોયું. શારીર આદિ ઉપાંગા તા પાછળથી ખેડાતાં અધ થઈ ગયાં અને ધીમે ધીમે એનું જ્ઞાન ક્ષીણ થઈ ગયું; છતાં
૧. મધુસૂદન ગુપ્તની આ હિંમત માટે ધન્યવાદ આપવા અર્થે કલકત્તામાં ફોટ વિલિયમ ઉપરથી એ દિવસે તાપ ફોડવામાં આવી હતી. જીએ ભાનુમતી વ્યાખ્યાસહિત સુશ્રુત સૂત્રસ્થાન( ૧૯૩૯ નિ. પ્રે, )ને ઉપેાદ્ધાત, પૃ. ૧૩,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬]
આયુર્વેદને ઈતિહાસ પ્રાચીન ગ્રન્થ સમજવાને તથા એમાંથી મળતા જ્ઞાન વડે વૈદ્યક વ્યવહાર કરવાનો માર્ગ ચાલુ રહ્યો. જૂના ગ્રન્થમાંથી વીણેલા થોડા સઘ ફલપ્રદ ગણુતા પેગ વડે વૈદ્યક કરી ખાનાર ઓછું ભણેલા વૈદ્યો જોકે મધ્યકાળમાં વધારે હતા, પણ જૂના ગ્રન્થમાં તલસ્પર્શી અવગાહન માટે પ્રયત્ન કરનારા વિદ્વાન વૈદ્યો પણ કઈ કઈ થઈ ગયા છે. વળી, શસ્ત્રચિકિત્સા જેવાં કેટલાંક કર્મો વૈદ્યોમાંથી નીકળી ગયાં, પણ રસવિદ્યાના વિકાસ સાથે તથા મુસ્લિમના આવવા સાથે કેટલાંક નવાં ઔષધને વૈદ્યોને લાભ મળે. અહીં કહેવું જોઈએ કે પ્રસૂતિકર્મ, અગ્નિકર્મ, શસ્ત્રકર્મ, જળ મૂકવી વગેરે વૈદ્યોમાંથી નીકળી ગયાં, પણ એ કર્મો પોતે લકમાં રહ્યાં હતાં. જેમ સુવાવડ કરાવનારી દઈએ કે સુયાણીઓને વર્ગ થયે, તેમ પાટપીંડી કરનારને પણ એક વર્ગ નીકળે. મધ્યકાળની લડાઈમાં આ વર્ગને ઉપગ જરૂર થતો. પણ તે તે કર્મ સાથે વિજ્ઞાનને વેગ જે પ્રાચીનકાળમાં હતું તે નીકળી ગયે; એટલું જ નહિ, પણ ઘણીવાર અવનતિ પણ થઈ
ભારતમાં સામાન્ય સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર દષ્ટિ નાખતાં ગુપ્તયુગને મધ્યમાં રાખીને ઈ. સ. બીજા-ત્રીજા શતકથી સાતમા આઠમા શતક સુધી આ દેશ સંસ્કૃતિના શિખર ઉપર હતું એમ કહી શકાય. આયુર્વેદની બાબતમાં આ યુગના આરંભમાં સંહિતાઓ રચાઈ ત્યારે શિખર આવી ગયેલું. ઈ. સ. સાતમા-આઠમા શતક પછી આ દેશમાં વિદ્યા–કલાની અવનતિ શરૂ થઈ છે. અલબત્ત, બધી વિદ્યા–કલાઓ એકસાથે અવનતિને પંથે પડે એ સંભવિત નથી, પણ ધીમે ધીમે પ્રત્યેકમાં અવનતિનાં ચિહ્ન જોઈ શકાય છે. આયુર્વેદની બાબતમાં સંહિતાકાળ પછી, ઉપર કહ્યું છે તેમ, વિજ્ઞાનિક બુદ્ધિની અવનતિ શરૂ થઈ ખરી, છતાં કેટલાક કાળ સુધી વિદ્યા - રહી હતી. પરંતુ છેલ્લા સત્તરમા-અઢારમા સૈકાઓમાં તે
Page #256
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૪૭ વિદ્યા પણ ઘણુ ક્ષીણ થઈ ગઈ. સામાન્ય રીતે આ દેશની બુદ્ધિશક્તિ છેક નીચલે પગથિયે અઢારમા શતકમાં પહોંચી ગઈ હતી એમ મને આ દેશને ઇતિહાસ જોતાં લાગે છે. યુરોપમાં જે સૈકાઓમાં આધુનિક વિજ્ઞાનને ભારે વિકાસ થયો હતો તે સકાઓમાં જ આપણે ત્યાં ગાઢ અંધકાર જામ્યો હતે.
બ્રિટિશ સાથેના સંસર્ગ પછી આપણા લોકોના ચિત્તને જે પહેલે ધક્કો લાગે તે ધક્કાથી જેની પહેલી આંખ ઊઘડી તે ગાળાના રાન રામમોહન રાયથી ગુજરાતના કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ અને કવિ નર્મદ સુધીના સર્વને આ દેશ વહેમ અને અજ્ઞાનના અંધારા ખાડામાં પડેલો લાગ્યો હતો.
આયુર્વેદની બાબતમાં પણ આધુનિક યુગના આરંભ પહેલાંના સૈકામાં સ્થિતિ છેક નીચલે પગથિયે પહોંચી ગઈ હતી. જૂના ગ્રન્થમાં શારીર, શસ્ત્રકર્મ જેવા ભાગે તે ઘણા વખતથી સમજાતા મટી ગયા હતા, પણ મોટા ભાગના વૈદ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં, તે ચરક-સુશ્રુતનું અધ્યયન-અધ્યાપન પણ વિરલ થઈ ગયું હતું. દવા તરીકે વપરાતી વનસ્પતિઓને ઓળખનારા વૈદ્યોને શોધવા મુશ્કેલ હતા. ગાંધીઓને ત્યાંથી જે મૂળિયાં, લાકડાં વગેરે મળે તેના ઉપર વિશ્વાસ રાખવામાં આવતો. મહાર, ધાતુઓ, ઉપર વગેરેમાં પણ ઘણું સંદિગ્ધતા પેસી ગઈ હતી. રસવિદ્યાની ક્રિયાઓ
ડી જ વ્યવહારમાં જળવાઈ રહી હતી. નાના નાના પેગસંગ્રહમાંથી વેગે ચૂંટીને ઘણાખરા અને કેટલાક તે પિતાના કુટુંબમાં વડવાઓએ લખી રાખેલ યાદી ઉપરથી વૈદ્યક કરતા. લઘુત્રયીનું ઠીક અધ્યયન કર્યું હોય એ સારું ભણેલ વૈદ્ય ગણાય. એ સ્થિતિ પચાસ-સાઠ વર્ષ ઉપરના વૈદ્યોએ ગુજરાતમાં જાતે જોયેલી. સંસ્કૃત ન જાણનાર વૈદ્યક ન કરી શકે એવું તે હતું જ નહિ; ડોશીઓ પણ દવા બતાવી શકતી અને દેશી ભાષાના સાહિત્યના વિકાસ
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૪૮].
આયુર્વેદનો ઈતિહાસ સાથે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં દેશી ભાષામાં વૈદ્યક ગ્રન્થો લખાયા છે. ગુજરાતમાં ખાસ કરીને જૈનેના હાથે આ દેશી ભાષાના પ્રત્યે વાંચીને પણ વૈદ્યને ધંધે કરનારા ઘણુ હતા. ટૂંકામાં વૈદકના સિદ્ધાંત લગભગ ભુલાઈને યોગ અને નુસખા ઉપર વઘક આવી ગયું હતું. હજી એ અંધકારયુગની અસર છે; પણ જેને બ્રિટિશ અમલનો પહેલે ધક્કો લાગ્યો તે બંગાળામાં પહેલાં અને પછી ધીમેધીમે બધે સે વર્ષથી આધુનિક યુગને સૂર્યોદય થયો છે.
આ સૂર્યોદય સાથે આયુર્વેદનું અધ્યાપન, પાશ્ચાત્ય વૈધકને સંસર્ગ, ગ્રન્થપ્રકાશન વગેરે જે પ્રવૃત્તિઓ ચાલુ થઈ તેમાંથી કેટલીકનું, નમૂના તરીકે, અવલોકન કરવાથી આધુનિક સમયની આયુર્વેદિક સ્થિતિને સામાન્ય ખ્યાલ આવી જશે.
ગ્રન્થપ્રકાશન–ઈ. સ. ૧૮૩૬ માં, ઉપર કહ્યું છે તેમ, સુશ્રુતસંહિતા પહેલી વાર કલકત્તામાં છપાઈ. પછી તે ચરકસંહિતા આદિ આયુર્વેદના ગ્રંથે કલકત્તામાં, પૂનામાં, મુંબઈમાં, લાહેરમાં એમ ઝપાટાબંધ મૂળ તથા સટીક પણ છપાવા માંડ્યા. કેટલાક ગ્રન્થની તે અત્યારે અનેક આવૃત્તિઓ મળે છે. પહેલાં કલકત્તામાં બંગાળી લિપિમાં કેટલાક ગ્રન્થ છપાયેલા, પણ પાછળથી તે દેવનાગરીમાં છપાવા માંડયા છે. વળી શરૂઆતમાં ગ્રન્થા છાપી નાખવા એટલું જ પ્રકાશનું લક્ષ્ય હતું, પણ પછી અનેક હાથપ્રતે મેળવી સાચે પાઠ શુદ્ધ રૂપમાં છાપવાને આદર્શ લક્ષમાં રાખીને ઘણું ગ્રન્થો છપાયા છે. નિર્ણયસાગર પ્રેસમાંથી તથા આ. મા. જાદવજી, ત્રિકમજી આચાર્યને હાથે સંપાદિત થયેલા ગ્રન્થો એ આયુર્વેદિક સાહિત્યના ઉત્તમ પ્રકાશનના નમૂના છે એમ ખુશીથી કહી શકાય.
૧. ઉપર આપેલી યાદીમાં ગરનાકર નામના એક ગુજરાતી ગ્રન્થની ખાસ નોંધ લીધી છે,
Page #258
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૪૯
આયુર્વેદિક ગ્રન્થના પ્રકાશન સાથે ઓછું સંસ્કૃત જ્ઞાન ધરાવનાર માટે ગ્રન્થના દેશી ભાષામાં ભાષાન્તરે હોવાની જરૂર લાગી હતી અને બંગાળી, હિંદી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષામાં ભાષાન્તર થઈને છપાયાં અને ખયાં પણ ખરાં. સંસ્કૃત પુસ્તક કરતાં ભાષાન્તરવાળાં પુસ્તક વધારે ખપતાં હોવાથી પ્રકાશકે અને બુકસેલરોનું એ તરફ વધારે આકર્ષણ થયું. બંગાળી વિશે મને ખબર નથી, પરંતુ હિંદી, મરાઠી અને ગુજરાતીમાં થયેલાં ભાષાન્તરોમાં ઘણું અંતિ અશુદ્ધ છે. શુદ્ધ અને સારાં ભાષાન્તરો વિરલ છે, એમ કહી શકાય. છતાં છેલ્લાં વર્ષોમાં શુદ્ધિને આગ્રહ વધ્યો છે ખરે. વળી, ભાષાન્તરે–ખાસ કરીને હિંદી ભાષાન્તરેની મોટી સંખ્યા હોવા છતાં બધા શિષ્ટ પ્રત્યેના પાઠયપુસ્તક તરીકે વાપરી શકાય એવા અનુવાદે હિંદીમાં પણ થયા નથી એ સખેદ સ્વીકારવું પડે છે અને ગુજરાતી ભાષામાં તો હિંદી અને મરાઠી કરતાં અનુવાદ થયા જ છે એ છો. પ્રાચીન ગ્રન્થની અર્વાચીન સંસ્કૃત ટીકાઓ
ઉપર કહ્યું તેમ દેશી ભાષામાં ભાષાન્તરે થવા માંડ્યા, છતાં એને ઉપયોગ અપડ્યો માટે છે એવી ભાવના વિદ્વાન વૈદ્યોમાં રહી છે અને અર્વાચીન કાળમાં સંસ્કૃતમાં સારી ટીકાઓ લખાઈ છે. આ જમાનામાં સંસ્કૃતમાં ટીકાઓ લખવાનું માન મુખ્યત્વે બંગાળાને ફાળે જાય છે. બંગાળામાં વિદ્યાતિ હોવાથી કે ગમે તે કારણથી ત્યાંના વૈદ્યોમાં સંસ્કૃતનો અભ્યાસ વધારે જળવાઈ રહ્યો હતો અને એ કારણથી પુનરુત્થાન પણ ત્યાં જ શરૂ થયું.
ચરકની જલ્પક૫ત. ટીકા-મુર્શિદાબાદના કવિરાજ ગંગાધરજી ઈ. સ. ૧૭૯૮ માં જન્મ્યા હતા, અને જૂની રીતે
૧. કવિરાજ ગંગાધરના જીવનચરિત્ર માટે જુઓ આયુર્વેદ મહામંડળને રજત જયંતી ગ્રન્થ, દ્વિતીય ભાગ, પૃ. ૧૨૨.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
આયુર્વેદને ઈતિહાસ અધ્યયન કર્યા પછી ૨૧ વર્ષની ઉમરે ચિકિત્સા શરૂ કરી. એ વખતના તેઓ પ્રથમ પંક્તિના વિદ્ય ગણાતા હતા, એટલું જ નહિ, પણ સર્વશાસ્ત્રજ્ઞ ગણુતા હતા.
આ કવિરાજ ગંગાધરજીએ વૈદ્યકેતર વિષ ઉપર પણ અનેક ગ્રન્થો લખ્યા છે અને વૈદ્યક વિષય ઉપર ઘણા ગ્રન્થ લખ્યા છે; પણ અહીં જે પ્રસ્તુત છે તે તે ચરક ઉપરની એમણે લખેલી પાંડિત્યપૂર્ણ જલ્પકલ્પતરુ ટીકા છે.' કવિરાજ ગંગાધરછ ૮૬ વર્ષની ઉમરે ઈ. સ. ૧૮૮૪માં સ્વર્ગવાસી થયા.
કવિરાજ ગંગાધરના શિષ્ય અને પ્રશિષ્ય મોટા વિદ્વાન અને ભારતવિખ્યાત થયા છે. એમના એક શિષ્ય કવિરાજ હારાણચન્દ્ર ચક્રવતી૨ (ઈ. સ. ૧૮૪૯ થી ૧૯૩૫) પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા. તેઓએ સુશ્રત ઉપર સુશ્રુતાર્થસંદીપન નામનું ભાષ્ય લખ્યું છે.
કવિરાજ ગંગાધરજીના બીજા શિષ્ય મહામહોપાધ્યાય કવિરાજ દ્વારકાનાથ સેન (ઈ. સ. ૧૮૪૩ થી ઈ. સ. ૧૯૦૯), ૫ણ કલકત્તાના બહુ પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા. એમના પુત્ર અને શિષ્ય કવિરાજ યોગીન્દ્રનાથ સેન વૈદ્યરન એમ. એ. (ઈ. સ. ૧૮૭૧ થી ૧૯૩૧ ) પણુ કલકત્તાના પ્રખ્યાત વૈદ્ય હતા અને નિ. ભા. વૈદ્યસંમેલનના બે વાર પ્રમુખ થયા હતા. એમણે ચરક ઉપર ચરકે પસ્કાર નામની ટીકા લખી છે.
૧. આ ટીકા બરહામારમાં ઈ. સ. ૧૮ડલ્માં પહેલી વાર છપાયેલ છે.
૨. હારાણચન્દ્ર ચક્રવતીનું ચરિત્ર રજત જયન્તી ચૈન્ય, દ્વિતીય ભાગ, પૃ. ૭૬ માં છપાયું છે.
૩. સુકૃતાર્થસંદીપનભાષ્ય શક ૧૮૨૭ માં કલકત્તામાં છપાયું છે,
૪. રજત જયન્તી ગ્રન્થના પૃ. ૪૮૪ ઉપર દ્વારકાનાથ સેનનું ચરિત્ર, છપાયું છે.
૫. એજન, પૃ. ૪૯૨ ઉપર ચરિત્ર છપાયું છે. ૬, ગ્રન્યકર્તાએ પિતે ઈ. સ. ૧૯૨૦ માં કલકત્તામાં છપાવેલ છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૫ યોગસંગ્રહગ્રન્થ-ગસંગ્રહના જેવા પ્રત્યે છેલ્લાં સેંકડો વર્ષથી રચાતા હતા તેવા અનેક ગ્રન્થ છેલ્લાં સે વર્ષમાં પણ રચાયા છે, પણ એમાંના કેટલાક ખાસ બેંધપાત્ર છે.
ભૈષજ્યરત્નાવલિ–બંગાળાના કવિરાજ શ્રી વિનોદલાલ સેનને પિતાના ઘરમાં મહામહોપાધ્યાય ગોવિંદદાસની રચેલી એક જીર્ણ શીણું પેગસંગ્રહની પુસ્તિકા મળી આવતાં એમાં અનેક ગ્રન્થમાંથી પિતાને ગમ્યા તેવા ઉમેરા કરી, એ પુસ્તિકાને હષ્ટપુષ્ટ બનાવી ભવનાવલિ નામથી છપાવી છે. આ ગ્રન્થના ગે વૈદ્યોમાં– વિશેષ કરીને બંગાળાના વૈદ્યોમાં–ખૂબ પ્રચલિત છે. એમાં પસર્ગિકમેહ અને શીર્ષાબુ જેવા નવા રોગોનું દાક્તરી વૈદ્યકમાંથી લઈને વર્ણન પણ લખ્યું છે.
કવિરાજ વિદલાલ સેને આયુર્વેદવિજ્ઞાન નામને સૂત્ર, શારીર, દ્રવ્યસ્થાન, નિદાન, ચિકિત્સન એ રીતે પાંચ સ્થાનમાં આયુર્વેદનાં શારીર, નિઘંટુ, યંત્રશાસ્ત્રોનું વર્ણન વગેરે સર્વ અંગેના વર્ણનવાળો એક ગ્રન્થ છપાવ્યો છે. આ ગ્રન્થમાં ઉપર કહેલા નવા રેગોનું પણ વર્ણન છે.
નિઘંટુરત્નાકર –બ્રિટિશ હકૂમત સ્થપાઈ અને છાપખાનાં આવ્યાં તે પછી વૈદ્યકના ઉદ્ધારની જે વાસના આ દેશમાં જાગી અને છાપખાનાંની સગવડથી મોટા પ્રત્યે રચી છપાવી શકવાની જે સગવડ મળી તેને પરિણામે નિઘંટુરત્નાકર જેવા ગ્રન્થો રચાયા છે એવું માનવામાં વાંધો નથી.
૧. ઉપર (પૃ. ૨૪૨ માં) નાધેલ રસરત્નમણિમાલા સંસ્કૃતમાં થયેલી માત્ર યુગોના સંગ્રહની અમુદ્રિત રચનાનો સરસ દાખલો છે, જ્યારે શ્રી રધુનાથ શાસ્ત્રી દત્ય અને કૃષ્ણશાસ્ત્રી ભાટવડેકર એ બેએ તૈયાર કરી છપાવેલે મરાઠી વૈદ્યસાર સંગ્રહ (જેનું ગુજરાતી ભાષાન્તર પણ છપાયું છે) મુદ્રિત રચનાને સારે દાખલ છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૫૨ ].
આયુર્વેદને ઈતિહાસ ઈ. સ. ૧૮૬૭માં વૈદ્યવયં વિષ્ણુ વાસુદેવ ગોડબેલેએ વૈદ્યવાર્ય ગણેશ રામચંદ્ર શાસ્ત્રી દાતાર આદિ દક્ષિણી વૈદ્યો પાસે તૈયારી કરાવી શેઠ હંસરાજ કરમશી રણમલ્લ જેવા ગુજરાતી શેઠિયાએ આપેલા મેટા આશ્રયથી મરાઠી ભાષાન્તર સાથે નિઘંટુરનાકર ત્રણ ભાગમાં છપાવ્યું હતું. આ ગ્રન્થ આયુર્વેદના ગ્રન્થમાંથી મૂળ વચને જ ઉતારીને તૈયાર કરવામાં આવ્યો છે. ઓષધિગુણદોષ, પરિભાષા, પંચકષાય, સુકૃત શારીર, અષ્ટવિધ પરીક્ષા, ધાતુશોધનમારણ વગેરે, પારદ, મહારસ, ઉપરસ, રત્નો, અર્કપ્રકાશ, અજીર્ણમંજરી વૈદ્યકશાસ્ત્રીય પારિભાષિક કષ, રેગવિજ્ઞાન અને ચિકિત્સા એ રીતે વિભાગો પાડીને સંગ્રહ કરવામાં આવ્યો છે.
બહન્નિઘંટુરત્નાકર –ઉપર ધેલા નિઘંટુરત્નાકરથી પણ બૃહત્કાય આ ગ્રન્ય પં. દત્તરામ ચૌબેઠારા સંકલિત તથા ભાષા ટીકા સહિત છ ભાગમાં વેંકટેશ્વરમાં છપાયો છે. જ્યારે આ બૃહનિધટુરત્નાકરના સાતમા આઠમા ભાગ તરીકે લાલા શાલગ્રામસંકલિત શાલગ્રામનિઘંટુભૂષણના બે ભાગની યોજના કરી છે. આ સાતમાઆઠમા ભાગમાં સંસ્કૃત, હિંદી, બંગલા, મરાઠી, ગુજરાતી, દ્રાવિડી વગેરે ભાષાનાં નામે સાથે ઔષધેનું ગુણવર્ણન છે.
બૃહનિઘંટુરત્નાકર વિશે મને વિશેષ ખબર નથી, એની શુદ્ધિ વિશે હું સાશંક છું, પણ નિઘંટુરત્નાકરને તે એ છપાયા પછી અને રસોગસાગર છપાયા પહેલાં દક્ષિણ અને ગુજરાતી વૈદ્યોમાં ઘણો ઉપયોગ થતો જોયો છે. પણ ભારે કદના આવા સર્વસંગ્રહાત્મક ગ્રન્થ કરતાં ચૂંટેલા પાઠાવાળા અને બનાવટમાં તથા ગની પસંદગીમાં પોતાના અનુભવોને દાવો પણ
૧. ઈ. સ. ૧૯૩૬ માં આ મોટા ગ્રંથની આવૃત્તિ બીજી, બે ભાગમાં, છપાઈ, કાગળ વગેર સુંદર બહિરંગમાં તથા મરાઠી ભાષાન્તર અને મૂળ વચનની શુલિની બાબતમાં તથા ગોઠવણમાં ઘણું જ ઈષ્ટ સુધારા સાથે નિ. પ્રે, તરફથી છપાયેલ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૫૩
કરવામાં આવ્યા હાય એવા ગ્રન્થા તરફ્ વિશેષ આકર્ષણ દેખા હાલમાં શ્યામસુંદરાચાર્ય વિરચિત (શ્યામસુંદર રસાયનશાલા, ગાયલાટ, કાશીમાં છપાયેલ, તૃતીયાવૃત્તિ, ૧૯૩૫) રસાયનસાર તથા ઠાકર નાથુસિંહ વર્માના ( કાલેડા-મેગલા, પે।. કૅકડી, જિલ્લા અજમેર, દ્વિતીયાવૃત્તિ, ૧૯૩૮) રસતન્ત્રસાર અને સિદ્ધપ્રયાગસંગ્રહ એય હિંદી ભાષા ટીકાવાળા ગ્રન્થા, ખાસ ઉદ્દાહરણુરૂપ ગણાય એવા ગ્રન્થા છે.
પણ જૂની વસ્તુના સંગ્રહ સાથે સ્વાનુભવની ઝળક જેમાં પદે પદે દેખાઈ આવતી ઢાય એવા ગ્રન્થતા સિદ્ધભેષજમણિમાલા છે. મૂળ અમદાવાદ( ગુજરાત )ના પણ જયપુરમાં ચાર પેઢીથી વસેલા ભટ મેવાડા જ્ઞાતિના શ્રી. કૃષ્ણરામ વ્યાસના રચેલા આ ગ્રન્થ છે. એમના પિતા કુન્દનજીએ પણ ‘હિકમન્મન્દારબન્ધ’ નામના ગ્રન્થ લખેલા. સિદ્ધભેષજમણિમાલામાં જૂના ગ્રન્થેનાં વચને સ ંગ્રહ નથી, પણ જૂના ગ્રન્થામાંથી, યુનાની વૈદ્યકમાંથી તથા વ્યવહારમાંથી વસ્તુ લઈ ને ગ્રન્થકર્તાએ સ્વતંત્ર રચના કરી છે, અને એ કારણથી આયુર્વેદિક સાહિત્યમાં એ ગ્રન્થનું ખાસ સ્થાન છે.
રસયાગસાગર—ઉપર નિ'ટુરત્નાકર અને બૃહન્નિધટુરત્નાકર એ એ મેાટા સંગ્રહગ્રન્થાની વાત કરી છે. એથી કાંઈક જુદા ધારણ ઉપર રસયેાગસાગરમાં સંગ્રહ કરવામાં આવ્યેા છે. પ્રકાશિત તથા અપ્રકાશિત—અપ્રકાશિતમાં તેા કેટલાક દુર્મિલ ગ્રન્થાને ભારે પ્રયત્નથી મેળવીને યાવદુપલભ્ય ગ્રન્થામાંથી જેમાં કેવળ રસયેાગાના હિંદી ભાષાંતર સાથે ઉલ્લેખપૂર્ણાંક સંગ્રહ કરવામાં આવ્યા છે તે રસયેાગ
૧, સિદ્ધભેષજમણિમાલા, ગ્રન્થકર્તાના શિષ્ય અને ભારતપ્રસિદ્ધ લક્ષ્મીરામ સ્વામીની ટિપ્પણીઓ સાથે કર્તાના પુત્રે સ. ૧૯૫૬ માં વેંકટેશ્વર પ્રેસમાં છપાળ્યેા છે, આ ગ્રન્થના શ્રા, બા, ગ. વૈદ્યે કરેલા સરસ ગુજરાતી અનુવાદ ‘આયુર્વેદ વિજ્ઞાન'ના છેલ્લા અકામાં કટકે કટકે છપાતા હતેા,
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪ ]
આયુર્વેદના ઇતિહાસ
સાગર સ્વ. પૂ. હરિપ્રપન્નજીનું નામ ચિરંજીવ રાખે એવા ગ્રન્થ છે. ૧ ભારતભૈષજ્યરત્નાકર—ઉપરના જેવા જ પણ જેના આરંભ પહેલાં થયેલા પશુ મોટા ભાગ રસયેાગસાગર પછી તૈયાર થયેલા તેવા આ ગ્રન્થ છે. પણ એમાં કેવળ રસયેાગાના નહિ, પણ કવાથ, ચૂ, ગુટિકા, તેલ, વગેરે સ` બનાવટાના ભાષા ટીકા સામે સ ંગ્રહ કરવામાં આવ્યા છે.૨ રસયેાગસાગરના આ ગ્રન્થના પછી તૈયાર થયેલા ભાગાને લાલ મળ્યા હોય એ સ્વાભાવિક જ છે.
બ્રિટિશ અમલ સાથે આધુનિક વિજ્ઞાનને પણુ આ દેશમાં પ્રવેશ થતાં એની સહાયથી આપણી જૂની વિદ્યાએને નવું જીવન આપવાના પુષ્કળ પ્રયાસા થયા છે એ સામાન્ય હકીકત છે. આયુર્વેદની સાથે સંબંધવાળા એ પ્રકારના થોડા પ્રયાસાની, તે આયુર્વેદની વમાન સ્થિતિના પ્રકાશક તથા ભાવિના સૂચક હાવાથી, અહી અતિ ક્રૂકામાં પણ નોંધ કર્યાં વગર ચાલે નહિ,
અંગાળાના કવિરાજ ગંગાધરજીની પહેલાં એ વર્ષે એટલે ઈ. સ. ૧૭૯૬ માં જન્મેલા જામનગરના પ્રશ્નોરા વૈદ્ય વિઠ્ઠલ ભટ્ટ જાતે કાઈ ગ્રન્થ લખ્યા નથી, પણ એમના શિષ્ય જૂનાગઢના પ્રશ્નોરા વૈદ્ય રૂગનાથ ઇન્દ્રજીએ નિધ ટુસંગ્રહ નામના જે ગ્રન્થ લખ્યા છે તેમાં આધુનિક વનસ્પતિશાસ્ત્રના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી આદિની મદદથી થોડે પણુ લાભ લેવામાં આવ્યે
૧. રસયેાગસાગર કર્તાએ જ ભાસ્કર ઔષધાલય, મુંબઈ ન, ૨ માંથી સ, ૧૯૮૪ અને ૧૯૮૭ માં બે ભાગમાં છપાવ્યા છે,
૨. ભારતભૈષજ્યરત્નાકર વૈદ્ય ગેાપીનાથ ગુપ્તની ભાષા ટીકા સાથે સ, ૧૯૮૧ થી ૧૯૯૩ વચ્ચે પાંચ ભાગમાં ઊંઝા આયુર્વેદિક ફાર્મસી તરફથી પ્રકાશિત થયા છે.
૩, આ વિઠ્ઠલ ભટ્ટ તથા એમની શિષ્યપરંપરાની નોંધ ગુજરાતનું વૈદ્યક સાહિત્ય' નિબંધમાં લીધી છે. ( જીએ વૈદ્યકલ્પતરુ, ૧૯૧૬)
6
Page #264
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૫૫
છે. એ પ્રકારના એ પહેલા નિષ ́ટુ છે.૧ ખીજો બંગાળના કવિરાજ વિરજાચરણુ ગુપ્તા વનૌષધિદણુર છે અને ત્રીજો ભાઈ ખાપાલાલ ગ. વૈદ્યના નિધ ́ટુઆ' છે. આ વિષયના આ ત્રણ ગ્રન્થાની જ નોંધ નમૂના તરીકે પૂરતી છે.૪ વળી, અહીં સસ્કૃત અથવા ગુજરાતી ગ્રન્થાની જ નોંધ લઈ શકાય એમ છે; મરાઠી, હિંદી આદિ ભાષાના ગ્રન્થાની નૈધિ શકય નથી.
રસશાસ્ત્રને આ પ્રકારના ગ્રન્થ ૫. સદાનન્દ શર્માએ સ ંસ્કૃત પદ્યમાં રચેલા અને સ. ૧૯૮૧માં કવિરાજ નરેન્દ્રનાથ મિત્રે લાહારથી છપાવેલે રસતર ગિણી નામનેા છે, જે વૈદ્યોમાં ધણા વપરાય છે.
આધુનિક દાક્તરી વૈદ્યક ભણ્યા પછી એ જ્ઞાનના લાભ દેશી વૈદ્યકના વિદ્યાર્થી ને આપવાની ઇચ્છાથી દેશી દાક્તરાને હાથે લખાયેલા ગુજરાતી ગ્રન્થામાંથી સૌથી જૂના ડૉ. ત્રિભુવનદાસનેા શારીર અને વૈદ્યક છે. એ ગ્રન્થામાં અતિ ટૂંકામાં આપેલા શારીરજ્ઞાનના અને અંગ્રેજી રાગવિજ્ઞાનને ગુજરાતના ચાળીશ વર્ષોં પહેલાં નવા થતા વૈદ્યોએ ણા લાભ લીધા છે. એ પછી એ કરતાં સહેલા અને ચેાગાના મેટા સંગ્રહવાળા ગ્રન્થ વૈદ્ય જટાશ ંકર લીલાશંકરના ‘ઘરવૈદુ” છે (પહેલી આ. લગભગ ઈ. સ. ૧૯૦૦). એ ગ્રન્થ પણુ ઓછું સસ્કૃત જાણનાર વૈદ્યકજિજ્ઞાસુને ધણા ઉપયાગી થયા છે.
૧. આ નિધટું સંગ્રહકર્તાએ જ જૂનાગઢમાં ઈ. સ. ૧૮૯૩ માં છપાયેા હતા.
૨. વનૌષધિદર્પણ કલકત્તામાં ૧૯૦૮ માં છપાયેલ છે.
૩. નિધટુઆદ' કર્તાએ બે ભાગમાં ઈ, સ, ૧૯૨૭ માં છપાવેલ છે.
૪, ગુજરાતીમાં સ્વતંત્ર વૈજ્ઞાનિક ગ્રન્થ તરીકે જે અજોડ છે તે જયકૃષ્ણ ઇન્દ્રજીના ગ્રન્થાને કેવળ વનસ્પતિશાસ્ત્રના ગણીને તથા ડૉ. દેશાઈના ગ્રન્થ મરાઠીમાં હાવાથી અને ઇંડિયન મેડિસિનલ બૅન્ટ્સ અંગ્રેજીમાં હાવાથી એને નથી નાંધ્યા.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]
આયુર્વેદને ઈતિહાસ દાક્તરી વૈદ્યકના ગ્રન્થોનાં ગુજરાતી કે મરાઠી, હિંદીમાં સીધાં ભાષાન્તરે કે સારાંશે લોકોમાં જ્ઞાનપ્રચારના હેતુથી લખાયાં છે, તેને તે અહીં નેધવાની જરૂર નથી, પણ આધુનિક વિજ્ઞાનની અસરથી થયેલી આયુર્વેદિક સાહિત્યની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ તો વળી આયુર્વેદના નવા શિક્ષણક્રમને ધ્યાનમાં રાખીને પાઠયપુસ્તક તરીકે જે થોડા ગ્રન્થો રચાયા છે તે છે અને તેમાંથી નમૂનાના બે ગ્રન્થની નોંધ નીચે લીધી છે.
પ્રત્યક્ષશારીર–આયુર્વેદિક શિક્ષણક્રમમાં શારીરના પાયગ્રન્થ તરીકે પ્રાચીન પરિભાષા-શૈલી ધ્યાનમાં રાખીને અને શારીર જેવા ફૂટ વિષયની નવી પરિભાષા રચીને સંસ્કૃતમાં પ્રત્યક્ષશારીરની રચના કરનાર અખિલ ભારતના પરમ વિદ્વાન ઉભયજ્ઞ મહામહોપાધ્યાય કવિરાજ ગણનાથ સેને ઈ. સ. ૧૯૧૪માં પ્રત્યક્ષશારીરને પ્રથમ ખંડ બહાર પાડ્યો અને ઈ. સ. ૧૯૩૬માં ત્રીજે ખંડ બહાર પાડી ગ્રન્થ પૂરે કર્યો. આ પ્રત્યક્ષશારીર ગ્રન્થને આયુર્વેદના સારા પંડિત આયુર્વેદીય વિદ્યાર્થીઓ માટેના નવીન જ્ઞાનના સંગ્રહવાળા પાઠ્યપુસ્તક તરીકે આદભૂત ગણે છે.
કવિરાજ ગણનાથ સેને જ સિદ્ધાંતનિદાન નામના સંસ્કૃત ગ્રન્થને પણ એક ખંડ ઈ. સ. ૧૯૨૨માં બહાર પાડયો છે. બાકીના ખંડે તૈયાર થાય છે એમ સાંભળ્યું છે.
| પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગી થાય એ હેતુથી શારીર, પ્રસૂતિતંત્ર, રોગવિજ્ઞાન, કીટાણુશાસ્ત્ર, વિષાક, નેટવૈદ્યક વગેરે વિષયના નાનામોટા હિંદી, મરાઠી, ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થ લખાયા છે. દા. ત., ડો. જાદવજી હંસરાજનું નેત્રવૈદ્ય, ડો. મુજેનું નેત્રેચિકિત્સા નામનું સંસ્કૃત પુસ્તક અને ડા. બાલકૃષ્ણ અ. પાઠકનું ગુ. વ. સે. એ ૧૯૩૯માં પ્રકટ કરેલું જતુશાસ્ત્રપ્રવેશિકા જુદી જુદી દૃષ્ટિથી લખાયેલા સારા ગ્રન્થો છે.
૧. “પ્રત્યક્ષશારીરને છે. બા. અ. પાઠકે કરેલો ગુજરાતી અનુવાદ પણ છપાયે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[૨૫૦ - પણ હજી પ્રત્યક્ષશરીર પેઠે બહુમાન્ય કેઈક જ થયા છે, પણ ધીમે ધીમે ચળાઈને પાઠ્યપુસ્તક તરીકે આયુર્વેદના વિદ્યાથીઓને ખરેખર ઉપકારક થાય એવા સારા ગ્રન્થો જરૂર પ્રકટ થશે. '
ઇતર પ્રવૃત્તિઓ–નવા જમાનામાં દેશી વૈદ્યોમાં જાગૃતિ આવીને આયુર્વેદના ઉદ્ધારને લક્ષીને જે જે પ્રવૃત્તિઓ છેટલાં સો વર્ષ દરમિયાન થઈ તેમાંથી આયુર્વેદિક સાહિત્યને લગતી પ્રવૃત્તિઓનું ટૂંકામાં અવકન કર્યું. હવે સાહિત્યેતર પ્રવૃત્તિઓ તરફ નજર નાખીએ. વૈદ્યો પોતાનાં ઔષધે પોતે બનાવી લે એ પ્રથા જૂના કાળમાં હતી. પછી રસદ્યોએ રસશાળાની સ્થાપનાનું રણ દાખલ કર્યું; પણ એમાં રસવૈદ્યો રસ, ઉપરસ વગેરેનાં શેધન-મારણ કરીને જે ઔષધે તૈયાર કરતા તે પિતાના ઉપયોગ માટે કરતા, પણ ગુજરાતમાં જામનગરની રસશાળા સં. ૧૯૨૦ માં સ્થપાઈ ત્યાંથી આરંભ ગણતાં પણ તે વર્ષથી વેપાર અર્થે ઔષધ તૈયાર કરવાનો પ્રવાહ ચાલે છે અને ધીમે ધીમે આયુર્વેદિક દવાઓ બનાવનાર ઘણી સંસ્થાઓ નીકળી છે; પણ એ બધાંનાં નામ કે તેઓને અનુક્રમ નેધવાની અહીં જરૂર નથી.
ધર્માદા દવાખાનાં અને ઇસ્પિતાલો–છેક ચરક–સુકૃતના વખતથી દર્દીઓને દવા આપતાં અર્થને વિચાર ન કરે એ સદૈદ્યને આદર્શ હતો. એટલે પ્રત્યેક વૈદ્ય પોતાની શક્તિ પ્રમાણે ધર્માદા દવાખાનું ચલાવતે એમ કહી શકાય. પણ જમાને બદલાય છે અને વૈદ્યોની દષ્ટિ અર્થ તરફ વધારે વળી છે, તે બીજી તરફથી શ્રીમન્ત, સ્થાનિક સંસ્થાઓ, ધર્માદા ટ્રસ્ટ અને રાજ્ય એ સર્વને આયુર્વેદિક ધર્માર્થ દવાખાનાંઓ સ્થાપવા તરફ વૈદ્યો વાળી શકયા છે ખરા. પરિણામે છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં ઘણું ધર્માર્થ દવાખાનાઓ નીકળ્યાં છે અને
૧. જુઓ ઉપર પૃ. ૧૧૭.. ૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
આયુર્વેદને ઈતિહાસ કલકત્તામાં, કાશીમાં, પૂનામાં અને બીજે પણ કેટલેક સ્થળે નાનીમેટી ઇસ્પિતાલે પણ નીકળી છે. પણ એ દિશામાં હજી ઘણું વિસ્તારને અવકાશ છે. - સંમેલન–હશે : દૌ , એ સત્યની પિછાનથી તથા નેશનલ કેગ્રેિસ, પ્રાચ વિદ્યા પરિષદ, સાહિત્ય પરિષદ વગેરેના મેળાવડાઓ જોઈને વૈદ્યોને પણ મેળાવડે થાય તે એમાં જુદા જુદા પ્રદેશના વૈદ્યોના સહકારથી વૈદ્યક વિદ્યાની અને વૈદ્યક ધંધાની ઉન્નતિને વિચાર તથા પ્રજામાં તેમ જ રાજ્યમાં હિતકર વિચારેને પ્રચાર બેય થઈ શકે એ લક્ષ્યથી સ્વ. શંકર દાળ શાસ્ત્રીપદે (સં. ૧૯૨૩ થી ૧૯૬૫)ને હાથે વૈદ્ય સંમેલનને સં. ૧૯૬૪ માં આરંભ થયો. અને પછી તો એ સંસ્થા નિયમબદ્ધ થઈને નિખિલ ભારતવર્ષીય અને પ્રાન્તીય એમ બે રૂપમાં આજ સુધી ચાલે છે. કે આ સંમેલનમાં કાશ્મીરથી કન્યાકુમારી–સિલેન અને કલકત્તાથી દ્વારકા સુધીના વૈદ્યો ભાગ લે છે. વૈદ્યોમાં આ પ્રવૃત્તિથી નવું સંગઠિત જીવન આવ્યું છે અને સમાજમાં તથા સરકારમાં આયુર્વેદને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. પ્રચારકાર્ય ઉપરાંત સ્વકીય ઉન્નતિ માટે પણ સંમેલનારા પ્રયાસો થયા છે. આયુર્વેદના ભાવિ જીવનને સાચે આધાર વિદ્યાવિષયક ઉન્નતિ છે એ તે વિદ્વાન વિવોના ધ્યાનમાં તરત આવે એવું સત્ય છે. વૈદ્ય સંમેલનને આરંભ કરનાર શંકર દાળ શાસ્ત્રીપદેએ જ સં. ૧૯૬૩માં આયુર્વેદ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને પછી મ. ભ. ગણનાથ સેન, આ. સા. જાદવજી ત્રિ. આચાર્ય, ૫. લક્ષ્મીરામ સ્વામી વગેરે ભારતભરના ભારતીય પ્રતિષ્ઠાવાળા અગ્રગણ્ય વિદ્વાન વૈદ્યોએ વૈદકની : ૧. શંકર દાજી શાસ્ત્રીપદેના જીવનચરિત્ર માટે જુઓ રજત જયન્તી ન્ય, દ્વિતીય ભાગ, ૫, ૪૭૧.
૨. વૈદ્ય સંમેલનને આરંભથી આજ સુધીને વૃત્તાન્ત જાણવા માટે જુઓ રજત જયની ગ્રન્યના બેય ભાગે.
Page #268
--------------------------------------------------------------------------
________________
આધુનિક સમય
[ ૨૫૯ પ્રાચીન તથા આધુનિક સ્થિતિને વિચાર કરીને ન પાઠયક્રમ તૈયાર કર્યો અને તેને અનુસરતી પરીક્ષાશ્રેણીઓ તૈયાર કરી,. વિદ્યાપીઠ પરીક્ષાઓ લઈ પદવીઓ આપે એવું ધોરણ પાડયું અને વિદ્યાપીઠને પરીક્ષક સંસ્થા તરીકે ભારતીય પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં વૈદ્યસંમેલનની લોકપ્રિયતા વધવા સાથે વિદ્યાપીઠની આ પરીક્ષાઓ પણ ધીમે ધીમે ઘણી લોકપ્રિય થઈ પ્રતિવર્ષ એ પરીક્ષાઓમાં વિદ્યાથીની સંખ્યા વધતી ગઈ અને ઈ. સ. ૧૯૩૯ ની પરીક્ષાઓમાં આખા ભારતવર્ષમાં જુદા જુદા ભાગમાં આવેલાં ૨૮ કેન્દ્રોમાં કુલ ૨૩૦૦ જેટલી મેટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ બેઠા હતા. આ પરીક્ષાર્થીઓમાં સ્ત્રીઓ પણ હોય છે. હાલમાં આ વિદ્યાપીઠ પાસે સંબદ્ધ સંસ્થાઓ પચીસ છે.
જોકે વિદ્યાપીઠને પિતાનું મહાવિદ્યાલય હોય એ ઘણું જરૂરનું છે એટલું તે વૈદ્ય સંમેલનના પ્રધાન કાર્યકર્તાઓને સંમેલનના આરંભ સાથે જ લાગ્યું હતું અને એ માટે પુષ્કળ પ્રયત્ન થયા છે–ગયે વર્ષે પણ પ્રયત્ન થયો છે, છતાં હજી મહાવિદ્યાલય સ્થપાયું નથી. પણ અનેક નાનામોટાં વિદ્યાલયોએ વિદ્યાપીઠની પરીક્ષાઓને સ્વીકારી છે. છતાં અનેક આયુર્વેદ વિદ્યાલયે એવાં છે કે જે પિતાના સ્વતંત્ર પાઠ્યક્રમ પ્રમાણે શિક્ષણ આપે છે તથા પરીક્ષાઓ લઈ પદવીઓ આપે છે. કઈ કઈ દેશી રાજ્યમાં તથા કઈ કઈ બ્રિટિશ પ્રાન્તમાં રાજ્યમામ આયુર્વેદની શિક્ષણ સંસ્થાઓ છે. તેઓ તેમ કેટલીક ખાનગી સંસ્થાઓ પણ પિતાનું ધોરણ વિદ્યાપીઠથી સ્વતંત્ર રાખે છે. છેવટ છેટલાં વર્ષોમાં તે કેટલાક પ્રાન્તમાં વૈદ્ય-હકીમેના રજિસ્ટ્રેશનને કાયદો પસાર થયે છે, એટલે એ પ્રમાણે તે સરકારે માન્ય કરેલ પાઠ્યક્રમ અને પરીક્ષાએ જ રજિસ્ટ્રેશનની યોગ્યતા આપશે.
આયુર્વેદિક વિદ્યાલય – પ્રાચીન કાળથી સારા વૈલો અધ્યાપનને પિતાનું કર્તવ્ય માનતા હતા. અને જેમ બીજી પ્રાચીન
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૦]
આયુર્વેદના ઇતિહાસ
વિદ્યાએ ગુરુને ઘેર રહીને શિખાતી તેમ આયુર્વેદ પણ ગુરુને ઘેર રહીને શીખવાનું ચરક–સુશ્રુતના કાળથી ચાલ્યું આવતું ધેારણુ પચાસ વર્ષોં પહેલાં આ દેશમાં સામાન્ય હતું. બંગાળમાં એને ‘ ટાલ ' પદ્ધતિ કહે છે, પણ ભારતમાં સર્વત્ર એ પદ્ધતિ ચાલુ હતી. એ પદ્ધતિ પ્રમાણે વૈદ્યક ભણેલા વૈદ્યો હાલમાં પણ ગુજરાતમાં છે; એટલું જ નહિ, પણ ગુજરાતના પ્રથમ પંક્તિના વૈદ્યોમાં ગણાય છે.
આ પ્રાચીન શિક્ષણપદ્ધતિ શ્રેષ્ઠ ગુરુ અને ઉત્તમ શિષ્યને ચોગ હાય તે ઉત્તમ પરિણામ ઉપજાવી શકે છે, પણ શિક્ષણના સામાન્ય પ્રચાર માટે આ પદ્ધતિ નિરુપયેાગી છે. વળી, જ્યારે જૂની અને નવી સ` વિદ્યાઓનું શિક્ષણ શાળા-પાઠશાળાએ ભારત અપાય છે ત્યારે એક આયુર્વેદનું જ શિક્ષણ એથી જુદી રીતે અપાય એ કેમ ચાલી શકે? આ વિચારસરણીને પરિણામે સંસ્કૃત પાઠશાળાઓ સાથે તથા એથી સ્વતંત્ર રીતે પણ આયુર્વેદની શાળાએ પહેલાં વ્યક્તિગત પ્રયત્નથી અને પાછળથી સમૂહગત પ્રયત્નથી આધુનિક સમયના આરંભથી ચાલુ થઈ છે. આયુર્વેદની આ શાળા-પાઠશાળાઓના અભ્યાસક્રમ શા રાખવા એને નિષ્ણુય પહેલાં તેા તે તે સંસ્થાના અધ્યાપકેા જ કરતા; ક્રાઈ જાતનું સામાન્ય ધારણ ન હતું. પણ દાક્તરી વિદ્યાના અહેાળા પ્રચાર સાથે વૈદ્યોને દાક્તરો સાથે હરીફાઈ ઉત્પન્ન થતાં શારીર આદિ દાક્તરી વિદ્યાનાં કેટલાંક અંગાનું જ્ઞાન પણ આયુર્વેદના જ્ઞાન સાથે જોડવું એ કેટલાક ઉભય વિદ્યાના સંસ્કારવાળા વૈદ્ય–દાક્તરેાને આવશ્યક લાગ્યું. મુંબઈમાં આ હેતુથી ઈ. સ. ૧૮૯૬ માં એ વખતના સારા વૈદ્યો અને દાક્તરાના સહકારથી વૈદ્ય પ્રભુરામ જીવનરામે ' આયુર્વેદ વિદ્યાલયની સ્થાપના કરી. જેને કેટલાક વિરેાંધીએ મિશ્ર શિક્ષણુ કહે છે તેવું શિક્ષણ આપનારી કદાચ આ પહેલી સંસ્થા હશે. એ પછી તા અ. લા. આયુર્વેČટ્ટ મહામંડળે પાતે સ્થાપેલ વિદ્યાપીઠ માટે પણ આયુર્વેદના સંપૂર્ણ જ્ઞાન સાથે શારીર, પ્રસૂતિશાસ્ત્ર, શલ્યતંત્ર
Page #270
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
[ ૨૬૧: વગેરે ઉપલબ્ધ આયુર્વેદિક સાહિત્યમાં સવિસ્તર ન મળતા છતાં આવશ્યક વિષય બહારથી લઈને પણ અભ્યાસક્રમમાં દાખલ કરવાનું છેરણ સ્વીકારાયું અને હાલમાં ખાનગી તેમ જ દેશી રાજ્યો તરફથી તથા સરકાર અને યુનિવર્સિટી તરફથી ચાલતી આયુર્વેદિક શિક્ષણની સંસ્થાઓમાં વીગતમાં ફેરફાર હોવા છતાં મિશ્ર ઘેરણ જ સ્વીકારવામાં આવ્યું છે. અને છેવટ રજિસ્ટ્રેશનના કાયદાએ એ ધરણને જ સરકાર માન્ય કરવાથી એને અનિવાર્ય કરી દીધું છે.
વર્તમાનમાં આયુર્વેદના ઈતિહાસની ગતિ કઈ દિશામાં છે તેને ખ્યાલ વર્તમાનકાળના આ ટૂંકા અને સામાન્ય અવલોકનથી આવશે. બાકી વીગતવાર અવલોકન કરવા જતાં તે એક મેટું પુસ્તક થાય એટલી સામગ્રી છે.
ઉપસંહાર વેદકાળથી આરંભી વર્તમાન સુધીના આયુર્વેદના ઈતિહાસનું ટૂંકામાં અવલોકન કર્યું. આયુર્વેદની ઉન્નતિ જેમ ઉત્સાહજનક છે તેમ અવનતિ હૃદયાવસાદક છે, પણ આયુર્વેદમાં અદ્દભુત જીવનશક્તિ છે. બે બજાર વર્ષ જેટલું લાંબું આયુષ એ સાધારણ વાત નથી. વળી, પચાસ વર્ષ પહેલાં જ્યારે આયુર્વેદ અવનતિની ખીણમાંથી બહાર નહોતે આવ્યો અને પાશ્ચાત્ય વૈદ્યક આધુનિક વિજ્ઞાનની વિવિધ શાખાઓના બળથી ઉન્નતિના શિખર સુધી પહોંચી ગયું હતું ત્યારે પણ ઉત્તમ કોટિના દેશી વૈદ્યો દાક્તરોની હરીફાઈમાં ઠીક ઊભા રહી શકતા. એ વખતના શ્રેષ્ઠ વૈદ્યોમાં આયુર્વેદ ઉપર પૂરે વિશ્વાસ જોવામાં આવતું. આ વિધાનને દાખલાઓથી સાબિત કરવાની જરૂર મને નથી લાગતી.
છેલ્લાં પચાસ વર્ષોમાં વૈદ્યોએ વ્યક્તિગત તથા સાથે મળીને પિતાની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયાસ કર્યો છે, જેની સંક્ષિપ્ત દિગ્દર્શક નેધ ઉપર કરી જ છે; છતાં દાક્તરી વૈદ્યકનું પ્રજા ઉપરનું વર્ચસ
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૬૨ ].
આયુર્વેદને ઇતિહાસ એ અરસામાં જે પ્રમાણમાં વધ્યું છે તે પ્રમાણમાં દેશી વૈશ્વકનું વધ્યું નથી. દેશી વૈદ્યક છેલ્લાં પચાસ વર્ષમાં આગળ આવવાને પ્રયત્ન કરવા છતાં કાંઈક પાછળ પડયું છે એમ મને લાગે છે.. અને આ સ્થિતિના કારણે કેવળ બાહ્ય રાજકીય સહાય વગેરે છે એમ મને નથી લાગતું. વિદ્યા અને કલામાં પાશ્ચાત્ય વૈદ્યકવિનાને જે અસંખ્ય વિશેષતાઓ ઉમેરી છે તેની સાથે સરખાવી શકાય એવું કશું દેશી વૈદ્યોએ કર્યું નથી. પાશ્ચાત્ય વૈદ્યકની આવી સિદ્ધિએનાં કારણોને વિચાર અહીં અપ્રસ્તુત છે, પણ આયુર્વેદના પાઠ્યક્રમમાં પાશ્ચાત્ય વૈદ્યકમાંથી અમુક વિષયે દાખલ થયા છે એ હકીકતને તથા ભવિષ્યમાં પાશ્ચાત્ય વૈદકની અસર વધવાની સંભાવને વિચાર કરીને આયુર્વેદનું ભાવિ કલ્પવા જતાં એનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને તે ઘણું જોખમમાં લાગે છે..
ઇતિહાસકાર તિષી નથી, ભાવિમાં નજર નાખવાને એને દાવો નથી; છતાં આયુર્વેદના સમગ્ર ઇતિહાસ ઉપર દૃષ્ટિ નાખતાં એમ લાગે છે કે ચરક-સુતને યુગ ફરી આવવાને સંભવ નથી.” ભવિષ્યને આયુર્વેદિક વૈદ્ય કેવો હશે અને ચરક-સુશ્રુતે આપેલા કીમતી વારસામાંથી ભવિષ્યની પ્રજાના કલ્યાણમાં કેટલાને ઉપયોગ થશે એ કહેવું મુશ્કેલ છે, છતાં પુનર્વસુ અને ધન્વન્તરિને આત્મા આ દેશના ભાવિ વૈદ્યોમાં ગમે તે રૂપમાં પણ પ્રકાશ આપ્યા કરશે. એવી આશા છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
અપચી-૬, ૩૭, ૪૫ અકબર–૧૭૦, ૨૦૮, ૨૩૫
અવા-૩૭ અર્કપ્રકાશ-૨૩૮
અબુ મસૂર–૧૧૪ અગદતંત્ર-૫, ૪૧, ૪૭,૯૬, ૧૦૨,
અબ્બાસીદ ખલીફ-૧૧૪, ૧૭૮ ૧૪૮–૧૫૦, ૨૧૨
અબ્રજ-૪૦ અગ્નિપુરાણ-૮૦, ૯૦, ૧૦૬
અભ્રકક૫–૨૩૮ અગ્નિવેશ–૫૪, ૫૭, ૫૮, ૬૧, ૬૮,
અભિનવચન્દ્ર-૨૧૪ ૭૯, ૮૬, ૮૭, ૧૦૫ અભિધાનરત્નમાલા-૨૧૬, ૨૧૮ અગ્નિશાદિ–૧૦૫
અભિધાનચૂડામણિ–૨૧૬, ૨૨ અગ્નિવેશતંત્ર–પ૯, ૬૮, ૭૦-૭૨, અભિધાનચિતામણિ–૨૪૧ ૭૪, ૭૫, ૮૫, ૯૫
અ.ભા. આયુર્વેદિક મહામંડળ-૨૬૦ અગત્ય-૨૧૦
અમૃતેશાનન્દ-૨૨૧ અગત્યસંપ્રદાય–૨૦૯, ૨૧૦ અમર-૨૧૮ અગત્યસંહિતા-૯૫
અમરકાશ–૨૧૮, ૨૨૨ અઘેડે (મામા)-૨૩
અમરવર–૭૭ અજગલિકા–૧૪૫
અમીવન (અમીવ Amaeba)-૪૧
અમીવચાહન-૪૧ અજીર્ણામૃતમંજરી-૨૩૮
અર્શ–૩૬ અત્રિસંહિતા-૯૫
અર્શનિદાન–૧૫૫ અથર્વવેદ-૧૫-૧૮, ૨૦, ૨૪,
અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા-૧૦૧ ૨૬–૩૪, ૩૭–૪૦,૪૨-૪૮, ૫૦, ૫૨, ૫૩, ૫૮, ૬૬
અરબસ્તાન–૧૧૪ અથર્વમંત્ર-૧૬, ૨૧
અરબી-૧૧૩, ૧૧૪ અર્થશાસ્ત્ર૫૬, ૧૦૦-૧૦૩
અરુણુદત-૧૬૨, ૧૭૦, ૧૭૧
અલંબાયનતંત્ર-૯૬ અનસૂયા-૬૪
અલજી-૪૭ અનન્તદેવ–૨૪૨ અનન્તસેન-૧૮૧
અલાઉદ્દીન મહમ્મદ-૧૭૨ અનુપાનતરંગિણી-૨૩૮
અવતારિકા૧૬૮ અનુપાનદર્પણ–૨૩૮
અવયવચિકિત્સાપ્રણાલી-૧૫ર
Page #273
--------------------------------------------------------------------------
________________
અવનતીવ–૭૨ - અવસ્તા–૧૭ અ. શ્રી. સ્વામીનારાયણ-૪ અશ્મરીની શસ્ત્રચિકિત્સા-૪૬ અશ્વચિકિત્સા-૯૦, ૯૧ અવૈદ્ય-૨૧૪ અશ્વવૈદ્યક–૮૦, ૮૯, ૯૧ અશ્વાયુર્વેદ–૯૦ અશ્વિદેવો–૧૨–૧૪, ૧૮–૨૦,
૩૦, ૫૮, ૨૩૪ અષ્ટાંગહૃદય-૯, ૧૫૪–૧૬૦,૧૬૨, - ૧૬૮–૧૭૧, ૧૭૩, ૧૮૨,
૧૮૭, ૧૮૯, ૨૧૨, ૨૧૩,
૨૨૯ અષ્ટાંગસંગ્રહ–૧૫૪–૧૫૭, ૧૫૯,
૧૬૦–૧૬૨, ૧૬૪, ૧૬૮,
૧૮૯, ૨૦૪ અષ્ટાંગનિઘંટુ-૧૬૨ અષ્ટાંગહૃદયનિઘંટુ-૨૧૬ અષ્ટાંગઆયુર્વેદ-૪૭, ૨૧૨ અષ્ટાંગાવતાર–૧૬૨ અશોક-૯૩, ૧૧, ૧૨૨ અહમદનગર–૨૨૪ અજ્ઞાતયમ્મા-૩૫, ૫૦ અંગદેશ- ૨ અંગિરા-૬૬ અંજનનિદાન–૬૮
आ આચાર્ય–૧૩૩ આજીગર્ત શુનઃશેષ–૩૪ માઢમલે-૨૩૦
આઢમલ્લી–૨૩૦ આય–૨૪, ૫૪, ૫–૫૯, ૬૪
૬૭, ૭૯ ૮૪, ૧૦૪, ૨૦૯ આત્રેય ભદ્રકાપ્યીય-૬૬ આક્ત અસ્થિસંખ્યા-૭૯ આતુરાલ-૧૧૮-૧૨૦ આતંકદર્પણુટીકા–૧૭૧, ૧૭૮ આતંકતિમિરભાસ્કર-૨૪, ૨૨૫ આથર્વણમંત્રવિદ્યા-૫૧ આથર્વણુભિષ-૫૧, પર આથર્વણવૈદ્ય-૨૨, ૩૨–૩૪, ૪૮,
૧૦, ૫૩ આથર્વણદધીચ–૧૯, ૨૦ આથર્વણવિપ્ર-૪૮ આદ્યસુશ્રુતર આદિમ–૧૯૧ મા. . . –૧૮ આધુનિક વિજ્ઞાન–૨૪૭ આધુનિક પાશ્ચાત્ય વૈદ્યક–૧૦૮ આદ્મવંશ-૮૨ આલ્બ દેશનું વૈદ્યક–૨૧૪ આનન્દાશ્રમ ગ્રન્થમાળા, પૂના-૨,
૧૮૦, ૨૧૬, ૨૧૯, ૨૩૭ આનન્દકન્દ–૨૧૧ આભિચારિક આથર્વણુ મંત્રા–૧૬ આઝદેવ-૨૩૯ આયુર્વેદ૪, ૧૨-૧૫, ૨૦, ૩૦
૩૩,૩૯-૪૧,૪૭,૪૮,૫૨-૫૪, પ૭, ૬૬, ૭૨, ૭૭, ૮૬, ૭, ૯૮, ૧૦૦, ૧૦૨-૧૦૬, ૧૦૮,
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૧૧, ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૨૨, ૧૨૩, ૧૨૬-૧૩૦, ૧૩૪, ૧૪૩, ૧૪૮, ૧૭૫,
૧૭૮ આયુર્વેદના આચાર્યો-૫, ૨૫,૪૮,
૯૪,૧.૩૪–૧૩૯, ૧૪૯, ૨૩૪ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર-૧૦૦,
૧૦૩ આયુર્વેદીય અસ્થિગણના – ૧૧૨ આયુર્વેદનો ઈતિહાસ – ૩, ૫,
૮-૧૧, ૧૪, ૧૭૬, ૨૪૫,
૨૬૧ આયુર્વેદના ઇતિહાસમાં આધુનિક
સમય – ૨૪૫ આયુર્વેદિક ગ્રન્થ-૫, ૨૨, ૧૬૮ આયુર્વેદ ગ્રન્થમાળા-૧૮૦, ૨૦૦,
૨૦૨, ૨૦૮, ૨૨૭, ૨૩૧,
૨૩૬, ૨૪૧, ૨૪૩ આયુર્વેદનાં દાર્શનિક તથા સંસ્કૃત
સંબંધી પ્રકરણને અભ્યાસ
૮૨, ૧૦૬, ૧૫૯ આયુર્વેદીપિકા-૧૬૪, ૧૬૫ આયુર્વેદપ્રકાશ-ર૦૦, ૨૩૬ આયુર્વેદપ્રેમી-૯ આયુર્વેદનું ભાવિ–૨૬૨ આયુર્વેદમહોદધિ–૨૧૬ આયુર્વેદ મહામંડળ રજત જયન્તી
ગ્રન્થ-૨૪, ૨૫૦, ૨૫૮ આયુર્વેદરસાયટીકા-૧૭૨, ૧૭૩ આયુર્વેદવિજ્ઞાન–૧૦, ૧૪, ૨૩,
૨૪, ૨૬, ૨૭, ૩૨, ૩૬, ૪૧-૪૪,૬૦, ૬૭,૭૩–૭૬,
૧૦૫, ૧૨૧, ૧૨૨, ૧૨૫, ૧૨૮, ૧૨-૧૩૧, ૧૪૬, ૧૪૯, ૧૫૨, ૧૫૬, ૧૫૮, ૧૬૩, ૧૬૪, ૧૭૪, ૧૮૩, ૧૯૮, ૧૯૯, ૨૦૧, ૨૦૯,
૨૨૯, ૨૩૩, ૨૫૧, ૨૫૩ . આયુર્વેદ વિદ્યાપીઠ–૨૫૮, ૨૫૯ આયુર્વેદ વિદ્યાલય-૨૫૯, ૨૬૦ આયુર્વેદિક વૈદ્ય-૨૨ . આયુર્વેદીયશારીરમ-૧૨૭ આયુર્વેદનું શિક્ષણ૨૬૦ આયુર્વેદિક સાહિત્ય ૪, ૧૦, ૧૧,
૧૬, ૧૭, ૨૦, ૨૧, ૨૪, ૨૮,
૨૯, ૩૫, ૫૮, ૧૫૪, ૨૫૩ આયુર્વેદ સુષેણુસંહિતા-૨૩૮ આયુર્વેદસૂત્ર–૨૧૫ આયુર્વેદની સંહિતાઓ–૫૫, ૮૭ આયુર્વેદસંદેશ–૧૪ આયુષ્યમંત્રો-૧૬ આર્ય તારા-૧૬૦ આર્યવિદ્યાવ્યાખ્યાનમાળા-૪ આર્ય વૈદ્યો–૨૦ આર્યાવલોકિત-૧૬૦ આયે-૩, ૫, ૧૭,૮૮, ૧૧૪,૧૬૦ આરોગ્યક૯૫મ–૨૧૪ આરેગ્યચિન્તામણિ–૨૩૮ આરોગ્યમંજરી-૯૭ આરોગ્યશાળા-૧૨૨ આશ્ચર્યાનમાળા-૧૯૪ આશાધર-૧૬, આશુમૃતક પરીક્ષા-૧૦૧ आस्रावः-३४
Page #275
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્ત−૧૦૮
યાહ મળવાનાત્રેય:-૭૫ ઇત્સિંગ-૭૩, ૧૦૮, ૧૫૬ તિસરઃ પતંગઃિ-૬૯
Indian Antiquary-૭૧ Indian Culture-૭૫
Indian Medical Record૧૪૧
Indian Medicine--૧૫૫, ૧૭૮
Indian Medical Plants૧૫૫
India Office Library૮૯,૧૭૬,૨૩૨-૨૩૬, ૨૪૧
મુન્દ્ર—૧૩, ૧૪, ૫૦, ૧૮ ઇન્દુકર-૧૭૮
ઇન્દુ વ્યાખ્યા ૧૬૪, ૧૬૮, ૧૭૮ ૨૧૨, ૨૧૩
ઇન્સ્ક્રિપ્શન્સ આર્ અરોાક–૯૩,૧૧૯ ઈમ્પિરિયલ ગેઝેટિયર
આફ્
ઇન્ડિયા-૬ Immunity-૧૩૬ ઇસ્પિતાલ–૧૧૯, ૧૨૦, ૧૨૨
ई
ઈરાન-૧૧૪
ઈરાની ભાષા ૧૧૪ ઈરાની રાજા દારાયસ-૬૭
eff
૪ રેસીસ્ટ્રેટાસ-૧૧૧ ઈશાનદેવ ૧૭૩
उ
ગ્રાદિત્યાચાય –૨૧૪, ૨૩૮
ઉત્તરતંત્ર-૬૧, ૬૨
ઉત્તરસ્થાન–૯૨ ઉદ્યોગપ−૧૦૫
ઉદ્યોત–૧૯
ઉદરચિકિત્સિત-૧૩૮
ઉદાવત-૪૯
ઉપચિત્—૩ ૬
ઉપનિષદે–૩૧, ૭૨, ૫૮, ૭૭
ઉપવનનવાદ–૯૪
ઉપાધ્યાય માધવ–૨૩૬ ઉપેન્દ્ર~૨૪૦ ઉમામહેશ્વરસંવાદ-૨૧૬ ઉશન:સંહિતા—૯૬
ऊ
ઊંઝા આયુર્વેદિક ફ્રા સી–૨૫૪
ઋગ્વેદ–૧૩, ૧૪, ૧૬-૨૨, ૩૦, ૩૫, ૩૯, ૪૦, ૬, ૭૭
ચીક−૮૩ ઋષ્યશૃંગ-૯૨
r
એઇન્સ્ટી–૨૧૦
એકેન્દ્રનાથ દ્વેષ-૨૩, ૧૪૭ એન્સાકલેપીડિયા આફ ઇન્ડો
આયન રીસ−૧૦, ૧૭ એક્ષ્મીની−૮૨, ૯૩, ૧૭૮ એલેક્ઝાન્ડ્રિયા-૧૧૧
Page #276
--------------------------------------------------------------------------
________________
એ શાર્ટ હિસ્ટરી ઑફ આમ મેડિકલ સાયન્સऐ
ઐતિહાસિકા-૧૩ ઐતરેય આરણ્યક–૨૫
ઐતરેય બ્રાહ્મણુ–૫૦, ૬૭, ૮૪ ओ
આફ્રૂટનું કૅટેલાગસ કૅટેલગામ
૧૬૯ આર-૪૬
આરિયેન્ટલ કૉન્ફરન્સ, કલકત્તા
૧૪૭
આરિયેન્ટલ લાયબ્રેરી,
મદ્રાસ-૧૬૨,
૧૯૮
औ
ઔપધેનવ–૫૮, ૬૩ ઔપચેનવતન્ત્ર–૯૫ ઓપનિષદ સાહિત્ય-૩૧, ૬૬
ઔરભ-૬૩ ઔરભતન્ત્ર—પ ઔષધેાપચાર–૨૪
क
લારાકામ -૧૪૧
ફટ−૧૨૧
૩૪ (૪)–૨૩, ૩૩, ૩૬
कठचरकाल्लुक - १८ કઠશાખા
કણાદ મુનિ–૨૨૬ કનિષ્ઠ-૭૧
કનિંગહામ–૯૨, ૧૯૬
-નૈયાલાલ વૈદ્ય ૩પ
કપિલતન્ત્ર૯૬ ક્રમ્માજ-૧૧૩ *ર્ણાટી−૧૬૯
કર્ણાટકના આયુર્વેદ–૨૧૪
* વિપાક-૨૩૧
કરવી તન્ત્ર-૯૬
કરાલતન્ત્ર-૯}
•
પસ્થાન-૧૬૦
*પસિદ્ધિસ્થાન–૧૭૨
કલ્પસૂત્રા–૫૪
કલ્યાણ-૯૦
કલ્યાણકારક–૨૩૮ કલ્યાણ ભટ્ટ ૨૪૪
કલકત્તા યુનિવર્સિટી-૭૪, ૧૪૧ લેામ–૨૬ કવિચન્દ્ર—૨૩૬
કવિ નમઁદ–૨૪૭
કવિ હર્ષોં-૫૫
કવિરાજ ગ`ગાધર-૨૨૬, ૨૪૯, ૨૫૦, ૨૫૪ કવિરાજ હૈં।. ગિરીન્દ્રનાથ મુખાપાધ્યાય—૯, ૧૧, ૩૬, ૪૩, ૪૪, ૬૪, ૧૦૮, ૧૪૧ કવિરાજ નરેન્દ્રનાથ મિત્ર-૨૫૫ કવિરાજ યાગીન્દ્રસેન વૈદ્યરત્ન–૨૫૦ કવિરાજ શ્રી ઉમેશચન્દ્ર ગુપ્ત–૯ કવિરાજ શ્રી ઉમેશચન્દ્ર દત્ત-૯૦,૯૧ *વિરાજ શ્રી જ્યાતિષચન્દ્ર સેન
૧૭૩, ૧૮૧
Page #277
--------------------------------------------------------------------------
________________
*વિરાજ શ્રી વિનાધ્યાલ સેન-૨૫૧ *વિરાજ શ્રી વિરાચર ગુપ્ત૧૦, ૨૫૫
કવિરાજ દ્વારાણુચન્દ્ર ચક્રવર્તી
૨૫૦
કવિવર રવીન્દ્રનાથ ટાગર-૩ કવિ વૈદ્ય વિઠ્ઠલ ભટ્ટ-૨૫૪ કવિ શ્રીમુખ–૨૪૦
વીશ્વર દલપતરામ-૨૪૭
શ્ય૫-૮૩
ક્ષપુટ-૮૧ કકાલયેાગી–૨૪૧
Couching-૧૪૪
કાકતાલીય રાણી રુદ્રઞા-૧૨૧
કાન્તિકાવાસ–૧૮૨
કાન્તર્ષિક પ્રકરણ-૭૩
કામદેવ−૧૯૬
કામરન–૨૩૮
કામશાસ્ત્ર-પ૬, ૧૦૩, ૧૯૦ કાયચિકિત્સક–૪૮, ૪૯
કાયચિકિત્સા–૫, ૪૦, ૫૬, ૬૧, ૯૫, ૧૬૧, ૧૭૬
કાયચિકિત્સાશાસ્ત્ર ૧૩૭, ૧૫૦
કાયસ્થ ચામુંડ–૨૩૧ કાર્તિ ક−૧૬૭
ક્રાતિ કડ–૧૬૭
કાલનાથ-૨૦૪, ૨૩૮
કાશ્મીર–૭૨
કાશ્યપ–૧૨, ૯૫, ૧૧૪ કાશ્યપતન્ત્ર-૮૪, ૯૬ .
૨૧૮
કાશ્યપસંહિતા−૧૧, ૩૫, ૫૫, ૬૨, ૭૧, ૭૬, ૭૯-૮૧, ૮૩, ૮૪, ૯૬, ૯૮, ૧૪૫, ૧૪૬, ૧૫૩, ૨૩૧, ૨૩૩ કાશગરનાં ખચિર-૧૭૪ કાશિકાવૃત્તિ ૧૦૭, ૧૦૮ કાશી-૬૫, ૧૩૧, ૨૨૪ કાશીનાથ ચતુર્વેદી–૨૩૯, ૨૪૦ કાશીરાજ–૫૪, ૭૬, ૨૩૮ કાશી સંસ્કૃત સિરીઝ-૨૪ કાંકાયન—૬૬, ૧૧૪ કાંકાયનતન્ત્ર-૯૬
કાંપિલ્ય—૬૮
ક્રિતાબ લ વૈવ−૮૯ કિરાત–૧૯૫, ૧૯૬ કિલાસ-૩૯
કિંગ એડવર્ડ મેડિકલ સ્કૂલ, ઈંદાર
૧૩૮
કીર્તિમાન ચાલુકય–૨૧૪
કુચુમારતન્ત્ર-૯૭ કૈટીપ્રાવેશિક–૧૫૦ કુન્દનજી–૨૫૩
કુન્હે—૧૭
કુશ્રુત મુલ્ક−૮૯ કુઞ્જિકાતન્ત્ર–૧૯૨
કુમાર-૮૪ કુમારતન્ત્ર–૨૩૩
કુમારભૃત્યસત્તા−૮૪
કુમારશિરા ભરદ્વાજ—૫૬
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૯
ખગોળ-૪ ખરનાદ–૧૭૬ ખરનાદસંહિતા–૧૭૬
કુમારાગાર-૧૧૮ કુરિણિ–૧૨૦, ૧૨૧ કુસુમાવલી ટીકા-૧૭૮, ૧૮૦ કંજલાલ ભિષચત્ન–૧૪૭ ફૂટમુગર-૨૩૮ કૃયુગ-૮૫ કૃમિ-૪૧-૪૪, ૧૩૫ કૃમિવિજ્ઞાન-જર કૃષ્ણય–૬૪, ૬૫, ૧૦૪ કૃષ્ણત્રેયતત્ર-૯૬ કૃષ્ણ શાસ્ત્રી ભાટવડેકર-૨૫૧ કેટલેગસ કેટલેગ-૧૨૭, ૧૬૯ Canula-482 કેદાર ભટ્ટ-૨૪૪ કેન્દ્રદેવ–૨૩૯ કેરલી–૧૬૯ કેરલના વૈદ્યો-૧૬૮ કેરલ પ્રાન્તમાં આયુર્વેદ-૨૧૨,૨૧૩ કેસસ-૧૧૨ કેશવ-૫૦
ટ૭૦, ૧૬૪ કૈયદેવ–૨૨૪ Bયદેવનિઘંટુ–૨૨૪ કોઠાવિદ્યા–૧૧૬ કોદંડ રામાશ્વત્થામ ભટ્ટાર–૧૨૦ કૌમારભૂત્ય-૫, ૪૮, ૬૫, ૮૫,
૯૮, ૧૪૫, ૧૪૬ કૌમારભૂત્યત~-૯૬
ગ્રન્થપ્રકાશન–૨૪૮ ગજવૈદ્યક-૮૯ ગણિત-૪ ગદસંજીવની–૨૧૬, ૨૨૬ ગદવિનિશ્ચય–૧૭૯ ગદાધર-૧૭૩, ૧૮૨ ગયદાસ–૧૬૫–૧૬૮ ગદનિગ્રહ–૧૮૩, ૧૮૪ ગર્ભિણી વ્યાકરણ-૧૬, ૧૪૭ Government Oriental
Manuscripi's Libraty,
Madras-co નવીની–૨૯, ૩૦, ૧૨૬ गवीनिके-४४ ગંગાધર યતીન્દ્ર-૨૪૧ ગંગાધર શાસ્ત્રી–૧૨૯
ગ્રામ્ય વ્યાધિ-૫૦ ગ્રાહ–૩૭ ગ્રીસ-૧૦૮૧૧૨ ગાર્ગવતન્ન-૯૬ ! ગાર્મેતન્ન-૯૬ ગાંધારને રાજા-૬૭, ૬૮ ગીતગોવિન્દ-૯૧ ગુ. એ. લે. ભા. ૨-૧૮૩ ગુગ્ગલુતિવૃત–૧૭૬ ગુજરાત-૨૪૭, ૨૫૫
ખગેન્દ્રમણિદર્પણ–૨૧૪
,
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ગોવિંદરામ–૨૪૩ ગોવિંદસેન–૨૪૦ ગેવિંદાચાર્ય–૨૦૧ ગેડલ–૧૯૩ ગોંડલના ઠાકોર સાહેબ સર
ભગવતસિંહજી – ૯, ૨૧૬,
૨૩૫, ૨૩૭ ગોંડલને ઈતિહાસ-૨૩૭–૨૪૪ ગૌડાધિનાથ-૧૦૨ ગૌડ દેશ–૧૮૧ ગૌતમત—–૯૬ લૌ. . .-૧૮ ગૌરી કાંચલિકા-૨૩૯
ગુજરાતનું વૈદ્યક સાહિત્ય-ર૩૩,
૨૪૦, ૨૪૧, ૨૫૪ ગુજરાત વર્નાકયુલર સોસાયટી-૨૫૬ ગુજ. મધ્ય. રાજ. ઈતિહાસ-૬૨,
૨૩૯ ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૨૩- ૬૦, ૧૮૩ ગુજરાતી પ્રેસ–૨૩૬ ગુણનિઘંટુ-૨૨૪ ગુણરત્નમાલા-૨૩૫ ગુણસંગ્રહ-૧૮૩ ગુણકર-૧૭૧ ગુપ્તયુગ-૨૪૬ ગુરુ-૧૨૩ : ગુલકુલ–૨૦૪ ગૂગળ (ગુરુ)-૨૩ ગૂઢપદભંગ વ્યાખ્યા-૧૬૭ ગૂઢાર્થદીપિકા-૨૩૦ ગૃહ્યસૂત્રે-૪૭ સૈવ્ય-૩૮ ગપાળદાસ–૨૩૯ ગોપાલભટ્ટ-૨૦૧ ગોપી મેહન કવિરાજ-૧૭૮ ગેપુરક્ષિતતન્ન-૯૬ ગોરખનાથ–૨૩૯ ગેરક્ષસંહિતા-૨૩૯ ગોડસ્ટર-૧૩. ગોવર્ધન શર્મા૧૩૦. -ગોવિંદરાજક
ઘરવૈદું-૨૫૫ ઘર આથર્વણુ મન્ટો-૧૬
ચ્યવન–૧૯, ૨૦ ચક્રદત્ત-૮૧, ૧૭૧, ૧૭૯, ૧૮૧,
૧૮૨, ૧૮૪, ૧૮૭, ૧૯૦,
૨૧૮, ૨૧૯ ચક્રપાણિ-૬૮, ૬૯, ૭૬, ૯૪,
૧૬૩, ૧૬૮, ૧૭૧, ૧૭૮,
૧૯૦, ૨૩૦ ચક્રપાણિ દત્ત-૬૯, ૭૨, ૮૧, * ૧૦૨, ૧૫૭, ૧૬૪–૧૭,
૧૮૦, ૧૮૨, ૧૯૫, ૨૧૮ ચક્કસંગ્રહ-૧૬૫, ૧૮૧, ૧૮૨, ૧૮૪ ચતુર્વચિન્તામણિ-૧૭૨
Page #280
--------------------------------------------------------------------------
________________
ચપટી-૨૦૪, ૨૦૫ ચન્દ્રગુપ્ત બીજો−૧૬૩ ચન્દ્ર-૬૩, ૧૭૫–૧૭૭ ચન્દ્રનન−૧૪૯, ૨૨૪ ચન્દ્રભાગા-૬૮ ચન્દ્રરાજ–૨૧૪ ચન્દ્રસેન-૧૯૧ ચમત્કારચિન્તામણિ–૨૩૯
ચર-૭, ૧૫, ૧૬, ૨૪,
૩૦, ૩૩, ૩૫, ૪૧, ૪૩, ૪૪, ૪૮, ૫૧, ૫૬, ૫૭, ૫૯, ૬૪–૭૨, ૭૫, ૮૩, ૮૩, ૮૫, ૮, ૧૦૨, ૧૦૬, ૧૧૬-૧૧૮, ૧૨૨–૧૨૪, ૧૨૬-૧૨૯, ૧૩૩-૧૩૯, ૧૪૫–૧૫૩, ૧૬૧, ૧૬૪૧૬૭, ૧૭૩, ૧૭૪, ૧૭૬, ૧૭૭, ૧૭૯, ૧૮૦, ૧૮૬૧૮૯, ૨૧૬-૨૧, ૨૩૧, ૨૪૮–૨૫૦
ચરકન્યાસ–૧૬૩ ચરકના સમય-૬૮ ચરકપદ્ધતિ−૧૦૦
ચરશાખા-૬૯
ચરક-સુશ્રુત-૫૬, ૭૫, ૮૩, ૮૭, ૮૮, ૯૩, ૧૦૧,૧૦૩-૧૦૫, ૧૧૧, ૧૧૪, ૧૧૬, ૧૨૬, ૧૩૩, ૧૩૮, ૧૫૪, ૧૫૫, ૧૫૯, ૧૬૦, ૧૬૯, ૧૭૪, ૧૮૦-૧૮૨, ૨૧૭, ૨૧૮, ૨૨૦, ૨૨૨, ૨૩૪, ૨૪૧, ૨૪૭, ૨૫૭, ૨૦
ચરક–સુશ્રુત–ભેલનું પૌવાપય –૮૫,
૧૦૭
૨૦૧
ચરકસ હિતા–પર–૫૫, ૫૯, ૬૦, ૪-૬૮, ૭૦, ૭૨-૧૬, ૭૯, ૮૩, ૮૮૮, ૯૪, ૯૫, ૯૭, ૧૦૩, ૧૦૭ ૧૧૪, ૧૧૫, ૧૫૮, ૧૬૩, ૧૭૫, ૧૮૧, ૧૮૬
ચરકાપસ્કાર–૨૫૦ ચરણવ્યૂહ-૬૯ ચક્ષુષ્યત ંત્ર-૯૬
ચાણકય–૧૦૦ ચાન્દ્રભાગ (—ગિ)-૬૭ ચિકિત્સા—૧૧૭ ચિકિત્સાક્રમકપવલ્લી–૨૩૯
ચિકિત્સાકલિકા-૧૭૪–૧૦૬, ૧૭૯
ચિકિત્સાન્લુ–૨૧૪ ચિકિત્સારનાભરણુ–૨૩૯ ચિકિત્સારત્નાવલિ–૨૩૬ ચિકિત્સારહસ્યમ્–૨૩૯ ચિકિત્સાસાર–૨૩૯
ચિકિત્સાસારસ’ગ્રહ–૧૮૨, ૨૩૯ ચિકિત્સાંજન–૨૩૯
ચિન્તામણિ–૨૧૪ ચીન-૧૦૮
ચેગલપ૩–૧૨૦
ચૈત્રરથવન–૬૮ ચાખમ્ભા સ ંસ્કૃત સિરીઝ-૧૨૩
ચાલદેશ–૧૨૦
છાંદોગ્યાપનિષદ-૩૦, ૩૧, ૩૮,
૪૨, ૧૭૦.
Page #281
--------------------------------------------------------------------------
________________
२७२
તિષ-૪ વરતિમિરભાસ્કર-૨૩૧ વરપરાજય–૨૩૭ જવરસમુરચય-૨૩૧ જગન્નાથ-૨૩૬ જગન્નાથસૂરિ–૨૧૫, ૨૩૬ જતકર્ણ–૧૭, ૬૮ જતુકર્ણસંહિતા-૯૫ જંતુશાસ્ત્રપ્રવેશિકા-૨૫૬ જનરલ સર પાડલ્યુકોસ-૧૩૮ જન્ન-૩૭ જમદગ્નિ-૬૬ જયકૃષ્ણ ઈન્દ્રજી-૨૫૪ - જયદત્તસૂરિ-૯૦, ૯૧ જયદત્તસૂરિકૃત અશ્વઘક–૯૦ જયદેવ–૯૧ જયરવિ૨૩૭ જયરામ રઘુનાથ-૯૦, ૯૧
જ્યાદિત્ય-૭જર્નલ ઓફ આયુર્વેદ-૪૩, ૧૭૭,
૨૨૭ Journal of the A. 0.s-
૭૦ Journal of the I. M. A.
૧૪૩, ૧૪૬ Journal of B.B. R. A. S.
. ૧૪૪ જર્મન પ્રાચં તત્વવિદ-૭
જલ્પક૫તટીકા-૨૪૯, ૨૫૦ ગાષ–૨૧ જળ-૪૯ જલદર-૩૩, ૩૪, ૪૯, જળપચારશાત્ર-૨૧ જાઈસ–૧૧૯ જામનગરની રસશાળા-૨૫૭ જાયાન્ય-૩૫, ૩૬ જાવાલ (Gaval)-૧૩૮ જાહેર આરોગ્યશાસ્ત્ર-૧૩૪ જાંગલિવિદ–૧૦૨ જીવક–૬૨, ૬૫, ૮૩, ૮૪, ૯૮ છવકકુમારભથ્થ-૯૮ જીવકત~-૯૬ છવિતાભિસર-૧૧૬ જેજટ-૬૩,૧૬૩–૧૬૮, ૧૭૬,
૨૧૩ જેસલમેર-૨૩૦ જેતસી–૨૩૦ જેને સાહિત્ય-૬૬ જૈનાચાર્ય શ્રીકંઠેસૂરિ–૨૪૪ " જેલી (પ્રો. જુલિયસ જેલી)
૧૦, ૧, ૩, ૧૦૮–૧૧૦, ( ૧૧૪, ૧૧૫, ૧૨૮, ૧૭૮, - ૨૧૬,૨૩૨, ૨૩૩, ૨૩૫, ૨૩૬
ઝંડુ ભટ્ટજીનું ચરિત્ર-૧૫ર ઝીમર-૩૬
Page #282
--------------------------------------------------------------------------
________________
Tarter-187 ટિપ્પનકાર માધવ-૧૬૭ ટીકાકાર કાશીરામ-૨૩૦ ટીસિયાસ–૧૧૦, ૧૧૧ ટેથે૫–૧૩૭ ટેલમુદ–૧૧૧-૧૧૨ ટરમલ–૨૩૫ ટોડરાનન્દ-૨૩૫
ટોલ ’પદ્ધતિ-૨૬૦ ટયુટેનિક જાદુ-૧૭ Trephining-૧૪૨
ડે. જમશેદજી જીવણજી માદી-૧૪૪ ડે. જાદવજી હંસરાજ-૨૫૬ ડો. ત્રિભુવનદાસ-૨૫૫ ડો. પી. સી. રાય-૧૦, ૧૫૫,
૧૮૭–૧૯૦, ૧૯૨, ૧૯૩,
૧૯૭–૨૦૫ . બાલકૃષ્ણ અ. પાઠક–૨૫૬ ડે. ભાંડારકર-૨૨૧ ડે. મુંજે–૨૫૬ છે. રાજેન્દ્રલાલ મિત્ર-૨૨૧ ડે. વામન ગણેશ દેસાઈ-૨૦૩,
૨૫૫
હું દુકનાથ-૨૦૪
ઠાકુર નાથુસિંહ વર્મા–ર૫૩
ડાની ક્રોનોલેજી-૧૮૨, ૧૯૬,
૨૨૧, ૨૩૦, ૨૩૯ ડલન-૬૩, ૮૦, ૮૭, ૯૫, ૯૮,
- ૧૬૪–૧૬૯ ડહણાચાર્ય–૧૬૬ ડીડીંસ-૧૦૯ છે. અન્ના મોરેશ્વર કુર્ત-૯ ડે. એકેન્દ્રનાથ ઘોષ–૨૨૭ ડે. એમ. આર. ભટ્ટ-૨૧૩ ડે. આફ્ટ-૧૨૭, ૧૬૯, ૧૭૫,
૨૦૧, ૨૩૮ ડે. કેએસ. હસકર-૧૪૩,
૧૪૬, ૧૪૯
તમન-૧૭, ૩૩ તત્ત્વચન્દ્રિકા–૧૬૫ તવચન્દ્રિકા ટીકા–૧૮૧ તત્રકાર-૬૮ તત્રયુક્તિઓ-૧૦૨ તત્રયુક્તિવિચાર-૧૬૮, ૨૧૩ તક્ષશિલા-૬૫, ૯૮ . ताबुवम्-४७ તાવ-૩૩ તાજેર–૭૪ તિબેટ-૧૧૨–૧૧૪, ૧૯૧ તિરુમકૂલ–૧૨૦ તીસટ-૧૭૫–૧૭૭ તુર્કસ્તાન-૭૨, ૧૭૪ . .
* ૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
२.४
- તેને સંપ્રદાય-૨૧૦
તેરયર-૨૧૦ તૈત્તિરીય બ્રાહાણ-૨૨, ૨૮, ૩૯ તૈત્તિરીય સંહિતા-૧૨, ૧૮, ૩૫ - ૩૯ તૈત્તિરીપનિષદ-૧૨૯ ત્રિદોષવાદ-૩૦, ૩૧, ૧૩૦, ૧૩૫ ત્રિધાતુવાદ–૪૦, ૧૧૦ ત્રિધાતુ શર્મ-૩૦ ત્રિધાતુસિદ્ધાન્ત–૧૧૨ ત્રિપિટક-૬૫, ૯૭ ત્રિમલ્લ ભટ્ટ-૨૧૬, ૨૨૪, ૨૩૯ ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ–૯૪, ૨૧૩ ત્રિશતી–૨૩૨ .
દિવાકર ભટ્ટ-૨૩૬ દિવોદાસ-૭૭ દીપકર-૯૦ દીઘનિકાય-૭૫ દુનમન-૪૨ દુરુવાહ-૮૪ દૂરદર્શક યન્ત્ર-૪ દઢબલ–૭૨-૭૪, ૭૬, ૮૬, ૧૦,
૧૫૭, ૧૫૮, ૧૬૩, ૧૭૪,
૧૮૭. દઢબલને સમય-૭૨ દેવગિરિ-૧૭૨ દેવગિરિના યાદવરાજા મહાદેવ–૨૨૦. દેવગિરિના યાદવરાજા રામચંદ્ર-૨૨૦ દેવેન્દ્ર ઉપાધ્યાય–૨૪૩. દેવેન્દ્ર મુનિ–૨૧૪ દેશી રાજ્ય-૨૬૧ દેશી વૈદ્યક–૧૩૯, ૨૬૨ દેવવ્યપાશ્રયભેષજ-૫૧, ૧૧૫ દૈવવ્યાપાશ્રયવૈદ્યક–૧૧૫ દ્રવ્યગુણચતુર્લોકી-૨૧૬ દ્રવ્યગુણતશ્લોકી–૨૨૪, ૨૩૯ દિવ્યગુણશાસ્ત્ર-૫ દિવ્યગુણસંગ્રહ-૧૬૫,૧૮૧,૨૧૮,
૨૨૪ . દ્વવ્યાવલિ–૨૨૪ દ્રાવિડ વૈદ્યક–૧૨ દ્રાવિડ લેકે-૧૨ દ્રાવિડી–૧૬૯
થર્મોમીટર-૧૩૭
દતરામ–૨૪૨ દત્તાત્રેય–૨૪૨ દશરથન્ટર દક્ષ પ્રજાપતિ-૧૪ દક્ષિણ ભારતમાં આયુર્વેદવિદ્યાને
પ્રચાર–૧૦૯, ૧૨૧ દક્ષિણમાગ તાંત્રિકે–૨૦૪ દક્ષિણમાર્ગીય જ્ઞાન ગવાદ-૧૯૭ દંડી–૨૦૦ દાક્તરી વૈદ્યક૨૫૧, ૨૬૨ દામોદર–૧૭૦, ૨૨૮, ૨૩૮ દિલ્હી શકેશ્વર (સુલતાન)-૨૨૩
Page #284
--------------------------------------------------------------------------
________________
ધન્વન્તરિ–૪૮, ૫૬, ૫૮, ૬,
૬૩, ૭૬-૮૦, ૮૯, ૨૧૦, ૨૧૮, ૨૧૯, ૨૬ર
ધન્વન્તરિ અને સુશ્રુતના સમય
૭૬, ૭૮
૨૧૮,
ધન્વન્તરિનિધ ટુ–૧૩૩, ૨૨૬, ૨૨૨, ૨૨૫
ધન્વન્તરિવિલાસ–૨૧ ૬
ધન્વન્તરિસંપ્રદાય–૭૮, ૮૬ ધન્વન્તરિસારનિધિ–૨૧૬ ધમની–૩૨
ધર્મસૂત્ર-૫૪
ધર્માદા વાખાના-૨૫૭
ધાતુક્રિયા–૨ ૧
ધાત્રીમ’જરી–૨૩૯ ધાન્યન્તર વૈદ્યો–૧૧૧
ધારા૫–૨૧૩ ધારાનગરી-૧૫૭
न
નકુલ-૯૦, ૯૧
નગ્નજિત રાજા–૬૭, ૮૪
નજલા (Gout)–૩૬
નટેશ શાસ્ત્રી–૧૬
નપુંસકતા–૧પર નવશ—૧૦૦
નન્દી-૨૦૦
નન્દીશ્વર-૨૧૦
નમૂકી બ્રાહ્મણુ–૨૧૨
૨૫
નયપાલ દેવ−૧૬૪ નયરશેખર–૨૪૧ નરદત્ત વૈદ્ય−૧૬૪
નરપતિ કવિ–૨૩૮ નરપતિજયચર્યાં–૨૩૯ નરસિહ–૨૧૨, ૨૧૩ નરસિંહકૃત ભાષ્ય–૨૧૨ નરહરિ–૨૨૧
નલપાકદણુ–૨૨૩
નલાખ્યાન-૨૨૩
નય-૪૯
નાગર રણુકેશરી–૨૪૦ નાગાર્જુન−૬૩, ૮૦, ૮૨, ૯૦, .
- ૧૯૧, ૧૯૪, ૨૦૦, ૨૧૪.
નાગાનાભ્રક-૮૧ નાગા તા–૨૧૩
નાગેશ ભટ્ટ-૬૯ નાડી-૧૨૦, ૧૨૧ નાડીચક્ર–૩૧
નાડીતવિવિધ–૬૪
નાડીત-ત્ર−૧૧૧, ૧૨૦, ૧૨૧
નાડીદ ણુ–૨૨૭ નાડીનક્ષત્રમાલા—–૨૧૬ નાડીનાન–૨૧૬ નાડીદાનતન્ત્ર–૨૨૭
નાડીનાનતરંગિણી–૨૨૭ નાડીજ્ઞાનદીપિકા–૨૨૭ નાડીજ્ઞાનવિનિય ખિવેધનાડી
તન્ત્ર-૨૧૬.
Page #285
--------------------------------------------------------------------------
________________
નાડીઝાનશિક્ષા–૨૨૭ નાડીવિજ્ઞાન–૨૨૭ નાડીવિદ્યા–૨૨૬ નામસાગર-૨૩૯ નારાયણ–૯૪, ૧૬૪, ૧૮૦ ૨૩,
૨૪૪ નારાયણભૂપતિ-૨૩૯ નારાયણવિલાસ-૨૩૯ નાલન્દા–૧૫૬ નાવનીતક-૧૦, ૭૪, ૭૬, ૮૫,
૮૬, ૮, ૧૫૪, ૧૭૪, ૧૮૯ નિઘંટુ-૧૭૩, ૧૪૩, ૧૮૪,
૨૧૭, ૨૨૧ નિઘંટુઆદર્શ—૨૨૧, ૨૨૪, ૨૫૫ નિઘંટુકાર-૨૨૧ નિઘંટુરત્નાકર-૨૩૮, ૨૫૧-૨૫૩ નિઘંટુરાજ-૨૨૨ નિઘંટુસંગ્રહ-૨૧૯, ૨૨૦, ૨૫૪ નિત્યનાથ–૨૧૫ નિત્યનાથ સિદ્ધ–૨૦૧ નિદાન–૪૮ નિબન્ધસંગ્રહટીકા–૧૬૭, ૧૬૮ નિ. ભા. વૈદ્ય સંમેલન-૩૪, ૧૨૧
૧૨૬, ૧૩૨, ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૪૯, ૨૦૯, ૨૨૧,
૨૫૦ નિમિત્તતત્ર-૯૬ નિર્ણયસાગર પ્રેસ-૫૫, ૮૩, ૧૬૦,
૧૬૨, ૧૬૫, ૧૭૨, ૧૭૩,
૧૭૫, ૧૭૮, ૧૮૨, ૨૦૫, ૨૦૦, ૨૩૬, ૨૪૫, ૨૪૮,
૨પર * નિરન્તરપદવ્યાખ્યા-૧૬૪ નિરુક્ત–૧૩–૧૫ નિરક્તસાર–૧૩ નીલકાન્ત ભટ્ટ-૨૪૦ નીલમેધ વૈદ્ય-૨૧૩ નુસખાઓ-૨૪૮ નૃપતુંગ–૨૧૪ નસિંહ કવિરાજ-૧૭૦, ૨૪૦ નેત્રચિકિત્સા–૨૫૬ નેત્રચિકિત્સા-૨૫૬ નેત્ર વૈદ્ય-૨૫૬ , નેપાળ–૧૭૭ નેપાળનું કેટલોગ-૨) નેશનલ કોન્ટેસ, ઇડિયન–૨૫૮. નૈષધચરિત–૫૫ નેટિસીઝ ઓફ સંસ્કૃત મેન્યુદ્ધિ
૨૨૧ ન્યાયચન્દ્રિકા-૧૬૫ ન્યાયદર્શન–૬૯, ૧૦૭ ન્યાયસૂત્ર-૧૦૬ ન્યુ બર્ગર-૭, ૮
Pterygeum-988 પતંજલિ–૬–૭૧, ૯૭ પથ્યાપથ્ય–૨૩૯
Page #286
--------------------------------------------------------------------------
________________
પથ્યાપથ્યનિધ’ટુ–૨૪૦ પથ્યાપથ્યવિમેાધક–૨૨૪ પદ્મનાભ ૨૦૦
પદ્મર ગ–૨૪૩ પદાર્થો ચન્દ્રિકા-૧૬૯,
૨૧૬
पंजार - ७२
પરમૌવાચાય શ્રી પંડિત-૨૧૬
૨૪૪
પરમહંસ પરિવ્રાજકાચાય ગાવિદ
ભગવત્પાદ–૧૯૫
પરશુરામાવતાર–૨૧૨, ૨૪૨ પરહિતસંહિતા—૨૧૫
પરાશર–૫૭, ૬૮, ૬૯, ૧૭૫, ૧૭૬ પરાશરસંહિતા-૯૫
પરિચયજ્ઞાપિકા-૨૨૫
પરિચારકા−૧૨૦, ૧૨૧ પરિભાષાવૃત્તિપ્રદીપ–૨૪૦ પર્જન્યરાય વૈ. મેઢ-૧૦
પશ્વાયુવે—પ
પંચક ૧૩૯
પંચતંત્ર–૯૧
પંચનદ–છર
પ’ચવિ શભ્રાહ્મણુ–૨૧, ૩૯
પંજામ−૧૫, ૬૭, ૭૨ પંજિકા (ટીકા) ૧૬૫ ૫જિકાકાર ભારકર–૧૬૭ પંડિત કાશીરામ વૈદ્ય ૨૩૦
દત્તરામ ચામે—પર
22
૨૦૦
પંડિત પરશુરામ શાસ્ત્રી–૨૩૦ ,, મધુસૂદન ગુપ્ત–૨૪૫
""
""
""
,, લક્ષ્મીરામ સ્વામી-૨૫૮
""
""
,,
મસ્તરામ શાસ્ત્રી–૧૬૩ મહામહેાપાધ્યાય ગૌરીશ ંકર હી. આઝા–૨૩, ૭૧ માલવીયજી–૧પર
""
શ્રી રાજગુરુ. હેમરાજ શર્મા
૧૧, ૭૧, ૯૧-૮૪, ૨૩૧ સદાનન્દ્ર શર્મા-૨૫૫ હજારીલાલ શુકલ–૨૦૫ હરિપ્રપન્નજી–૧૧,
૨૪–૨૬,
૨૮, ૩૫, ૩૬, ૪૧, ૪૫ ૪૬, ૬, ૮, ૮૭, ૧૫૮, ૨૫૪
પાકશાસ્ત્ર–૨૨૨
પાકાવલિ–૨૩૭
પાકા—૩૬, ૩૭
પાટલીપુત્ર–૧૧૦ પાઠથા ટીકા—–૧૭૦ પાણિપૂર્વાસ્થિ-૧૧૨ પાણિનિ—૫૬, ૭૮ પાણિનિસૂત્ર–૭૮ પાત જલતન્ત્ર-૯૭ પાત જલસ્ત્રવૃત્તિ-૬૯
પાથરવાટ-૯૨
પામન–૧૭
પામા-૩૮
પારયેાગશાસ્ત્ર-૨૪૦
Page #287
--------------------------------------------------------------------------
________________
પારસીક થવાની–૧૧૩
પૂજ્યપાદ-૨૧૪, પારીક્ષિ મેગલ્ય-૬૫
પૂજયપાદીય–૨૧૪, ૨૧૫ પાર્વતક-૬૨
પૂર્વ તુર્કસ્તાન–૧૭૪ પાર્વતકત––૯૬
પૃથ્વી મલ્લ-૨૩૨ પાર્વતી–૨૧૦
Parancentesis –982 પાર્વતીપરમેશ્વર-૨૧૩
પેરેસેસસ–૧૮૮ પાર્વતીપુત્ર–૨૦૧
પૌરાણિક દત્તાત્રેય-૬૪ પાલકાય–૯૨, ૯૪, ૨૧૪
પૌષ્કલાવત-૬૩ પાલ રાજાઓ–૧૬૬
પૌષ્કલાવતતંત્ર-૯૫ પાશ્ચાત્ય વિજ્ઞાન–૨૪૮, ૨૬૨
પ્રજાપતિ-૫૮ પાશ્ચાત્ય વૈદ્યશાસ્ત્ર-૪, ૨૦, ૧૩૯
પ્રત્યક્ષશારીર-૧૦, ૨૯, ૬૩, ૬૪, - ૨૬૨
૬૮, ૭૩,૭૪, ૭૬, ૮૬,૯૫,
૯૭, ૧૨૫–૧૨૭, ૧૩૦, પાંડવો–૯૦
૧૫૬, ૧૫૮, ૧૭૮, ૧૭૯, પી. કે. ગેડે-૧૬૯
૧૮૩, ૨૦૪, ૨૨૮, ૨૩૦, પીટર્સન-૧૬૯, ૧૯૪
૨૩૩, ૨૩૪, ૨૫૫, ૨૫૭ પીટર્સનને રિપોર્ટ–૧૭૧ પ્રદ્યોત-૬૫ પીતલખેરા ગુફાના લેખે-૧૧૮ પ્રબંધચિન્તામણિ-૬૨, ૮૨, ૧૫૭ પીપર (પિuસ્ત્રી)-૨૩
પ્રદ-૧૭૧ પુનર્વાસુ-૬૭, ૭૬, ૨૬૨ પ્રગચિન્તામણિ–૨૪૦ પુનર્વસુ આય-૪૮,૫૬, ૫૭૫૯, પ્રગસાર–૨૪૦ ૬૪-૬૭,૭૬, ૮૩, ૮૪, ૮૯
પ્રયાગામૃત–૨૩૬ પુધિ–૧૯
પ્રશ્નોત્તરરત્નમાલા-૨૧૬ પુરાણવિવેચન–૧૦૫ •
પ્રશ્નોપનિષદ-૩૧, ૩૨ પુરાણે-૨૦, ૭૬, ૭૮, ૮૦, ૧૦૪,
પ્રતિતંત્ર-૫, ૪૬, ૧૪૬, ૧૪૭, ૧૦૫
૧૫૩ પુરાતત્વમંદિર-૪
પ્રસૂતિશાળાઓ-૧૧૮, ૧૨૨ पुरीतत्-२८
પ્રાકૃતશારીરશાસ્ત્ર-૩૦ પુસવમેધર
પ્રાચીન આયુર્વેદ-૧૨૮
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૯
પ્રાચીન આયુર્વેદમાં હદય-૧૨૫ પ્રાચીન આર્યો-૧૧૪ પ્રાચીન આચાર્યો-૧૩૩ પ્રાચીન વૈદ્ય-૧૪૨, ૧૪૩ પ્રાચ્યવિદ્યા-૮ પ્રાચ્યવિદ્યા પરિષદે–૨૫૮ પ્રાચ્ય વૈદ્યક–૭ પ્રાણનાથ વૈદ્ય-૨૪૨, ૨૪૩ છે. કીથ–૩૬, ૩૭, ૩૯, ૭૧,
૭૨, ૯૦, ૯૪, ૧૦૧, ૧૦૮,
૧૧૦. પ્રે. ગ. સ. દીક્ષિત-૧૨૯, ૧૩૧ પ્રા. સીલ્વે લેવી–૭૧ પ્લેફેર-૮
બર્મા–૧૧૩, ૧૧૪ વચાર-૨૮, ૩૬, ૩૭ બસવ-૨૧૫ બસવરાજીયમ–૨૧૪, ૨૦૧૫ બંગસેન–૧૮૨, ૧૮૪ બંગાલ-૧૬૬ બંગાલ શેયલ એશિયાટિક સોસા
યટી–૯૦ બાપાલાલ ગ. વૈદ્ય-૧૪૯, ૨૨૪,
૨૫૩, ૨૫૫ બાર્બકસાહ–૧૮૧, ૧૮૨ બાલગ્રહચિકિત્સા–૨૧૪ બાલચિકિત્સાપટલ–૨૪૦ બાલત––૨૩૨ બાલબધ-૨૪૦ બાલોદય–૨૪ ૦ બાલ મૂળરાજ-૬૨ બાલશેષ (Rickets)–૧૪૫ બાહીકભિવક કકાયન–પ૬, ૧૧૪ બિબ્લિોગ્રાફી ઓફ વર્કસ એન
ઇડિયન મેડિસિન-૯ બિબ્લેથિકા ઇન્ડિકા-૯૦, ૯૧ બિંબિસાર-૬૫ બી. ઈ. સિરીઝ, કલકત્તા-૧૯૮ બીલ્સ બુદ્ધિસ્ટ રેકર્ડઝ-૧૨૦ બીજા (Baesana)-૧૭ બુદ્ધ-૬૫ મુલદાસ રાજા-૩
ફક્કરગ–૧૪૬ ફળ જ્યોતિષ-૪ ફાઈબસ ટિસ્યુ-૧૨ ૬ ફાર્બસ ગુજરાતી સભા-૧૫૭ ફારસી અને અરબી–૧૧૩, ૧૧૪ ફારસી વૈદ્યક–૧૧૪ ફાસ્થાન–૧૧, ૧૨૦ ફાંટ-૪૯ Physiology-920 ફિરંગ રોગ-૩૫, ૩૬, ૨૩૩-૨૩૫ ફર્ટ વિલિયમ-૨૪૫
બડિશ-પ૬, ૬૬ બન્ધકતત્ર-૨૬ બરહામપાર-૨૫૦
Page #289
--------------------------------------------------------------------------
________________
બૃહદારણ્યક ઉપનિષદ–૨૦. બૃહત્સ`હિતા-૧૫૬ બૃહયાગતરંગિણી–૨૧૬, ૨૨૬ ગૃહન્નિધ ટુરનાકર–૨૫૨, ૨૫૩ એમેલેનિયા−૧૦૮
મડલિયન લાયÐરી–૧૬ ૬ મેધિસત્ત્વ નાગાર્જુન-૮૧ આપદેવ–૨૨૦, ૨૪૪
બૌદ્ધ જાતા ૬૫ ઔધ ધર્મ-૧૧૩, ૧૯૧ બૌદ્ધ શૂન્યવાદ–૭૦, ૮૧, ૧૯૧ બૌદ્ધ સાહિત્ય-૬૬, ૯૭
ઔદ્યો–૨૦૧, ૨૦૬ બ્રાજ્યાતિ–૨૦૦
બ્રહ્મસૂત્રો−૧૫૦
બ્રહ્મા-૫૭, ૫૮
બ્રહ્માંડપુરાણુ૭૬
બ્રાહ્મણા-૧૬, ૨૮, ૪૧, ૪૭ બ્રિટિશા–૧૨૨
બ્રિટિશાની રાજસત્તા-૨૪૫, ૨૫૧ બ્લુમફીડ–૧૭, ૩૬-૩૮, ૪૯
भ
ભટ્ટ નરહરિ–૧૭૦ ભટ્ટ રામેશ્વર–૧૪૩ ભટ્ટ શિવદેવ–૧૭૦
ભટ્ટાર હરિશ્ચન્દ્ર૭૦, ૧૬૩, ૧૬૪,
૧૬૯
ભદ્ર કાપ્ય–૫૬,૬
૧૦૦
ભદ્ર શૌન—૫૬ ભદન્ત નાગાર્જુન–૨૧૨. ભર્તૃહરિ-૭૦
ભરતપાલ–૧૬૬, ૨૩૧
સરાજ-૧૩, ૫૭, ૫૮
ભાગવત–૭૬
ભાદાનક–૧૬૬
ભાદાનકનાથ-૧૬૬
ભાનુદત્ત-૧૬૪
ભાનુમતી ટીકા-૬, ૬૩, ૭૬,
૭૭, ૮૦, ૮૧, ૧૬૪, ૧૬૬, ૩૪૫
ભાનુમતી સહિત સુશ્રુત સૂત્રસ્થાન
૭, ૭૭, ૮૦, ૮૧
ભાનુશ ંકર નિ યરામ-૧૩૧
ભાનુસુખરામ નિષ્ઠુરામ મહેતા
ヒ
ભાભલ-૧૮૦
ભારત કે પ્રાચીન રાજવંશ-૨૨૧ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ—
૨૪૫, ૨૪૬
ભારતભૈષજ્યરત્નાકર–૨૫૪
મારતીય કૃતિદાસજી વરેલા-૧૦૧ ભારતીય જ્યંતિ શાસ્ત્ર-૪, ૮૮ ભારતીય રસશાસ્ત્ર–૨૦૭ ભાલુકિતન્ત્ર-૬
ભાવપ્રકાશ–૩૬, ૬૯, ૨૦૧,૨૨૦૮, ૨૧૪, ૨૧૫, ૨૨, ૨૩૩, ૨૩૬, ૨૪૫
:
Page #290
--------------------------------------------------------------------------
________________
ભાવમિશ્ર ૬૯, ૭૦ ૨૩૨-૨૩૫
ભાવસિંહ–૨૩૦ ભાસ્કર ઔષધાલય–૨૫૪ ભાસ્કર ભટ્ટ ૧૨૭, ૧૬૭ ભાંડારકર પ્રાચ્ય વિદ્યામ દિર–૧૭૫ ભાંડારકર સ ંસ્કૃત રિપાટ -૨૨૧ ભિષ-૧૪, ૧૮, ૧૯, ૩૨, ૪૧,
પર
મિષા વૈદ્ઘિ સ્વરૂપ-૧૪
મિત્તńમ-૧૪, ૧૯ ભિકાજી વિ. ડેગ્વેકર–૧૩૧
ભિક્ષુ આત્રેય-૬૪, ૬ ભીમ–૨૨૪
ભીમ પહેલા-૬૨
ભીમદેવ બીજો−૧૮૩
ભીષ્મપવ -૧૦૫
ભૂતવિદ્યા–૪૨, ૧૪૫
ભૂતવિદ્યાભિજ્ઞ—–૪૮
૧૮૩,
બેલ–૫૫, ૫૭, ૬૧, ૬૪, ૬૮, ૭૫, ૭૬, ૮૪-૨૭, ૯૧, ૧૦૬, ૧૧૪, ૧૨૮, ૧૨૯, ૧૫૩, ૧૭૪, ૧૭૬ ભેલસંહિતા—૫૫, ૬૨, ૬૭, ૬૮, ૭૪, ૮૩, ૮, ૧૦૬, ૧૩૦
મેષજ-૧૬, ૧૭, ૮૪ ભેષજ આથ`ણુ મન્ત્રા-૧૬
બેષજપ-૨૧૧ ભેજજમના-૨૧૧
૨૧
લેજ પસવ સ્વ-૨૧૬
મેગી—૧૬
ભૈરવ-૧૯૮
ભૈષજ્યસારામૃતસ હિતા—૨૪૦
ભૈષજ્યમ`ત્રા-૧૬, ૧૭ ભૈષજ્યરત્નાવલિ–૨૨૯, ૨૫૧
ભૈષજ્યકન્ય-૯૮
ભાજ–૬૯, ૯૦, ૧૫૭, ૧૭૫, ૧૮૦
ભાજતન્ત્ર–૯૬
ભાજનકુતૂહલ–૨૨૪
ભાજપ્રબન્ધ-૮૫, ૧૪૨
ભૌતિકશાસ્ત્ર-૫, છ
ᄑ
મગધ-૯૩, ૧૦૦ મગ્મીરામ–૨૪૧
મતને-૨૯
મથનસિંહ–૨ ૦૪
મથુરા-૧ ૬ ૬
મદનપાલ–૨૨૦-૨૨૨, ૨૨૫ મદનપાલનિધ ટુ-૨૩૨ મદનવિનેાનિંધ ટુ-૨૨૦, ૨૨૧
મંદાગ—૯૪
મદ્રાસ સરકાર–૧૩૧ મધુકાશ-૧૬૪, ૧૭૧ मधुकोश अर्शोनिदानम्-७२ મધુકાશ ટીકા-૧૭૧, ૧૭૮ મધુ બ્રાહ્મણુ–૨૦ મધુમતી–૨૪૦ મન્થાનભરવ–૨૧૧
Page #291
--------------------------------------------------------------------------
________________
મનુસ્મૃતિ-૧૦૭ મમ્મટ–૧૬૪
મયૂરપાદ ભિક્ષુ-૨૧૨ મરાઠી વૈધસાર્સગ્રહ–૨૫૧
મરુત-૧૪
અલકાપુરના શિલાસ્ત ભ–૧૨૧ અસૂરિા–૧૪૫
મહમ્મદ–૧૭૧
૨૮૨
મહમ્મદ ધારી–૧૭૧, ૧૭૨
મહમ્મદ તઘલખ ૧૭૨
મહર્ષિ ચુલત્ય-૨૧૦ મહાદેવ–૨૦૮, ૨૧૦ મહાદેવ રામચંદ્ર જાગુપ્ટે-૨૨૭, ૨૩૮ મહામાધિ સાસાયટી, સારનાથ–૯૮ મહાભારત-૬૪, ૬૯, ૭૬-૭૮, ૮૦, ૮૮, ૯૨, ૧૦૪, ૧૦૫, ૧૨૩
મહાભારતનું યુદ્ધ-૭૮ મહાભાષ્ય-૬૯, ૭૦, ૭૮ મહામહેાપાધ્યાય કવિરાજ ગણુનાથ
સેન−૧૦, ૨૪,૨૯, ૩૧, ૬૦, ૬૨, ૬૪, ૬૮, ૬૯, ૭૩, ૭૪, ૭૬-૭૮, ૮૦-૮૨, ૮૬, ૯૫-૯૭, ૧૨૬, ૧૨૭, ૧૩૧, ૧૩૨, ૧૩૬, ૧૪૧, ૧૪૨, ૧૪૪, ૧૫૬, ૧૫૭, ૧૬૫૧૬૭, ૧૭, ૧૦૬, ૧૦૮, ૧૭૯, ૧૮૨, ૨૩૩, ૨૩૪, ૨૫૬, ૨૫૮
મહામહાપાધ્યાય ક્રવિરાજ દ્વારકાનાચ સેન–૨૫૦
ગાવિંદદાસ–૨૫૧
,મથુરાપ્રસાદ દીક્ષિત
૯૭
,,વિશ્વનાથ કવિરાજ
૨૪૦
મહાયાન બૌદ્દો-૨૦૬
મહાયાન મત-૧૯૨, ૧૯૭, ૨૦૬ મહારાગસ્થાન–૯૨
મહાવગ−૮૪, ૯૭
મહાવ’--૧૧૩
મહાસામત–૯૧
મહીપાલ–૧૬૬
,
""
""
""
મહેરચન્દ લક્ષ્મણુદાસ-૨૨૪ મહેશ્વર–૧૬૩
મોંગલેય પ્રેસ, ત્રિચુર−૧૬૮
મંગળગિરિ–૨૧૫
મંગળરાજ-૨૧૪
મંજૂષ-૬૯ મગ્ર ખીસેજા
Basaza )–૧૭ માણિકયચન્દ્ર જૈન–૨૪૩ માણિકય ભટ્ટ-૨૨૪ માતંગલીલા-૯૪ માધ્યમકવૃત્તિ-૮૧, ૮૨, ૧૯૧
(Manthra
માધવ–૭, ૬૮, ૭૩, ૧૬૭, ૧૭૩,
૧૭૯, ૧૮૩, ૧૯૫, ૧૯૮,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૩
મૅગેસ્થિનીસ૯૩, ૧૧૦ મેટીરિયા મૅડિકા-૨૧૦ મૅડિકલ કોલેજ ઓફ બેન્ગાલ-૨૪૫ મેડિસિન-૧૦, ૩૬, ૯૧, ૯૩,
૧૦૮, ૧૧૪, ૧૨૮, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૬૭, ૨૩૧
૨૩૬, ૨૩૮, ૨૪૦-૨૪૨,
૨૪૪ માધવકર-૧૭૭, ૧૭૮ માધવનિદાન-૭૩, ૧૫૫, ૧૭૧,
૧૭૩, ૧૭૭, ૧૭૯, ૧૮૦,
૧૮૪, ૨૩૦ માધવવૃન્દ–૧૮૫ માયુ-૨૮ મારીચ કશ્યપ-૮૩, ૮૪ મારીચિ—૫૬ મારીચિ કશ્યપ-૫૬ માલંચિકા ગામ–૧૮૧ માંડવ્ય–૧૯૧ માંડવ્યતત્ર– ૭ માંત્રિક વૈદ્ય–૧૧૫ મિલિન્દપ્રશ્ન-૭૮ મીમાંસા સૂત્ર-૫૬ મુક્તાવલી–૧૭૮ મુve૪–૩૧ મુનીન્દ્ર નાગાર્જુન-૮૧ મુસ્લિમકાળ-૧૧૪ મુંજરાજ-૨૧૮ મૂઢ ગર્ભ–૧૪૭, ૧૪૮ मूत्रवह-२८ મૃગશીર્ષ-૬૬ મૃગાંક દત્ત–૧૭૦ મૃતક પરીક્ષા-૧૦૧ મેકડોનલ-૬, ૭, ૩૬, ૩૭, ૩૯,
૧૦૭, ૨૧૮
મેડિસિન ઓફ એક્સ્ટન્ટ ઇન્ડિયા
૧૦, ૭૯, ૧૦૮, ૧૧૦, ૧૧૧ મેરૂતુંગ-૧૫૭, ૨૪૩ મેંગલૂર જેબુ-૨૧૪ મેંબ્રેન–૧૨૬ મૈસૂર–૨૧૫
. . -૧૨, ૧૮, ૨૮, ૩૫ મોતીલાલ બનારસીદાસ–૧૯૯ મમહનવિલાસ-૨૩૨ મોહન જે ડેરે એન્ડ ઇટસ
સિવિલિશન–૧૨ મેક્ષ-૧૧૭ મૌર્ય ચંદ્રગુપ્ત-૧૦૦
૨ યજ:પુષિીય-૬૬ યજુર્વેદ-૧૪, ૧૮-૨૦, ૨૫, ૨૭,
૩૧, ૩૫, ૬૯, ૧૨૯ યજુર્વેદસંહિતા-૧૨૯ યો–૧૪૦ યમરાજ-૧૧૭ યશોધન-૨૦૦ યશોધર–૨૦૦
Page #293
--------------------------------------------------------------------------
________________
યોગસંગ્રહ–૨૪૭, ૨૬૭ ગસૂત્ર-૬૯, ૭૦ ગાર્ણવ-૧૧૩ યોગેશ્વર નિત્યનાથ–૨૩૮ વ્યાપત્ર-૧૪૬
યસ્મા–૩૪, ૩૫, ૩૮, ૪૭, ૫૦ યાકાબી–૭૦ યાદવ રાજા મહાદેવ–૧૭ર યાજ્ઞવલ્કય સ્મૃતિ-૧૦૫, ૧૦૬ યુક્તિવ્યપાશ્રયભેષજ-૫૧ યુનાની વૈદ્યક–૧૦૮, ૨૩૫, ૨૫૩ યુનિવર્સિટીઓ-ર૬૧ યુરોપ-૨૪૭ યુરોપીય પ્રાચતત્વવેત્તાઓ–૩ યુરોપીય શસ્ત્રચિકિત્સકે-૬ યુવાન ચુઆંગ-૮૧, ૧૨૦
ગચજિકા–૨૪૦ , ચિન્તામણિ–૨૩૫
દીપિકા–૨૪૦ મહાર્ણવ-૨૪૦ મહોદધિ–૨૪૧
મંજરી-૨૦ ,, રત્નમાલા-૧૭૧, ૨૪૧
રત્નસમુચ્ચય–૧૭૫, ૧૭૬ , રત્નાકર-૧૨, ૨૨૯,૨૩૭
૨૪૧, ૨૪૮ રત્નાવલિ- ૨૧૬ વાતિક-૬૯ વસિષ્ઠ-૮૦
વિધિ– ૭૫ ,, શતક-૮૧, ૨૧૧, ૨૧૬, ૨૪૧ ,, સમુચ્ચય–૨૪૧ , સંગ્રહ-૨૩૬, ૨૪૧ .
રધુનાથપ્રસાદ–૨૨૭, ૨૪૪ રઘુનાથ પંડિત–૨૩૬ રઘુનાથ શાસ્ત્રી દત્યે–૨૫૧ રધુવંરા-૧૧૮ રજવ જયંતી ગ્રંથ (નિ. ભા. વૈદ્ય
સંમેલન)-૧૨૬, ૧૨૭ રત્નષ–૧૯૧ રત્નપ્રભા ટીકા-૧૮૧ રત્નપાલ-૨૨૧ રત્નમાલા-૧૭૮, ૨૨૪ રત્નાકરૌષધગ-૨૪૧ . રત્નાવલિ–૨૨૪ રવિ–૨૨૪ રવિગુપ્ત–૧૭૭ રસક૯૫-૨૦૧
, કપલતા-૨૪૧ , રસકંકાલીય–૨૪૩ , કામધેનુ–૨૦૮, ૨૪૧ કિન્નર-૨૪૧ કૌમુદી-૨૪૧, ૨૪૨ ગ્રન્થ-૧૮૬ ચિન્તામણિ–૨૪૨
Page #294
--------------------------------------------------------------------------
________________
રસ -૨૪૨ "
તત્રસાર–૨૫૩ , તરંગમાલિકા-૨૪૨ , તરંગિણી–૨૫૫ , નક્ષત્રમાલિકા-૨૦૪ ,, પ્રકાશસુધાકર-૨૦૦, ૨૦૧ , પ્રદીપ-૨૪૨ , પ્રદીપિકા-૨૧૫ , પદ્ધતિ–૨૦૮ , પારિજાત-૨૪૨ , બોધચન્દ્રોદય-૨૪૨ રસમહેદધિ૨૧૩ રસમંજરી–૨૪ર રસમુક્તાવલિ-૨૪૨ રસોગસાગર-૧૧, ૨૪-૨૮, ૪૧,
૪૬, ૬૦, ૮૬, ૧૫૮, ૨૩૭–
૨૩૯, ૨૫-૨૫૪ રસરત્નકૌમુદી–૨૪૨ રસરનપ્રદીપ-૨૧૬, ૨૪૨ , , મણિમાલા-૨૪૨, ૨૫૧ , , સમુચ્ચય–૧૫૮, ૧૯૧ ૧૯૫, ૧૯૯-૨૦૧, ૨૦૪
૨૦૮, ૨૧૧ રસરનાકર-૧૯૨, ૧૯૩, ૧૯૫,
૨૦૧ રસરાજલક્ષ્મી-૨૦૪, ૨૦૮ રસરાજ શંકર-૨૪૨ રસરાજશિરોમણિ-૨૪૨ રસરાજસુન્દર–૨૪૨ રસવિદ્યા-૧૮૬, ૨૪૬, ૨૪૭
રસવૈદ્ય જીવરામ કાલિદાસ–૧૯,
૨૪૧ , વૈદ્યક–૨૦૮ ., વશેષિકસૂત્ર-૨૧૨, ૨૧૩ , શાસ્ત્ર-૫ , સંગ્રહસિદ્ધાન્ત-૨૪૩ ' , સંકેતકલિકા–૨૩૧ - સાગર-૨૪૩ છે સાર–૨૦૧ રસસારસંગ્રહ-૨૪૩ રસહેય–૧૯૫–૧૯૭, ૨૧૩ રસહૃદયતંત્ર–૧૯૪ રસાધ્યાય–૨૪૩ રસામૃત-૨૪૩ રસાયન-૪૭, ૪૮, ૧૫૦, ૧૫ર રસાયનતંત્રો-૯૭, ૧૫૦, ૧૫૨ રસાયનપરીક્ષા-૨૪૩ રસાયનપ્રકરણ–૨૪૩ રસાયનસાર-૨૫૩ રસાર્ણવ-૧૯૮, ૧૯, ૨૦૮,૨૧૦ રસાલંકાર-૨૪૩ રસાવતાર-૨૪૩ રસેન્દ્રકટપદ્રુમ-૨૪૩ , ચિન્તામણિ–ર૦૪, ૨૧૬ , ચૂડામણિ–૧૯૯ , મંગલ૧૧-૧૯૫ » રત્નકાષ-૨૪૩
, સારસંગ્રહ-૨૦૧, ૨૨૯, ૨૪૨ રસેશ્વરસિદ્ધાન્ત–૧૯૭ રોહા-૪૧
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૯
રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ પ્રેકિટસ-૧૫૬ રેનોલ્ડ એફ. જી. મૂલર-૩૨, ૮૭ ( ૧૨૮ Rockhill's Life of Buddha
૬૫
રગનિદાન–૨૪૩ રોગવિનિશ્ચય–૧૭૭ રેગવિજ્ઞાન-૫, ૩૨, ૧૩૫ રોમપાદરોથ-૩૬ શૈયલ-૮ રૉયલ એશિયાટિક સોસાયટી
જર્નલ-૮૭
રાધવદેવ–૨૨૮ રાધવ ભટ્ટ-૯૪ રાજતરંગિણું-૭૨, ૮૨ રાજનિઘંટુ-૧૭૩, ૨૨૧, ૨૨૪,
૨૨૫, ૨૩૫ રાજનિઘંટુકાર-૨૨ राजपूतानेका इतिहास-७१ રાજમાર્તડ-૧૮૦ રાજમૃગાંક-૨૧૬ રાજયઠ્યા-૩૫ રાજવલભ-૨૨૪ રાજસુન્દર-૨૪૪ રાજા જેસિંહ-૨૩૦ રાજાઉં-૧૧૮ રાજા રામમોહનરાય–૨૪૭ રાજેન્દ્ર દેવુ-૧૨૦ રાજેન્દ્રલાલ મિત્ર-૨૧ રાઝી–૧૧૪. રામકૃષ્ણ ભટ્ટ-૨૪૦, ૨૪૨, ૨૪૩ રામચન્દ્ર-૮૦, ૧૭૨, ૨૦૪, ૨૧૪ રામનાથ વિદ્વાન–૧૭૦, ૨૪૦ રામાણિજ્યસેન–૨૪૦ રામરાજ-૨૪૨ રામવિદ-૨૪૩ રામાયણ-૮૦ રાવણુત કુમારતત્ર-૨૩૩. રાવણની નાડી પરીક્ષા-૧૨૭ રાવળપિંડી–૧૬૩ રાહુલ સાંકૃત્યાયન-૯૮ રુજારૂ–૧૯ -૧૨, ૧૪, ૧૯, ૨૦, ૪ર
પુસ્તકાલય, મુંબઈ–૧૬૫ રિયલ એશિયા. સો. મુંબઈ–૧૯૪
લઘુત્રયી-૨૩૩, ૨૪૭ લધુ વાશ્લેટ-૬૨ લઘુ વાગભટ ટીકા-૧૮૧, ૧૮૨ લક્ષ્મણ–૧૬૭, ૨૪૦ . લક્ષ્મીરામ ટ્રસ્ટ-૧૭૩ લક્ષ્મીરામ સ્વામી–૨૫૩ લાટવાયન-૯૬ લાલા શાલગ્રામ-૨૫૨ લિંગપૂજા-૧૨ લીગામેન્ટ-૧૨૬ Laparatomy-982 લેફટનન્ટ બોઅર-૧૭૪ લેસેન-૮
Page #296
--------------------------------------------------------------------------
________________
લેાપદ્ધતિ–૨૪૩ લોકમાન્ય તિલક-૬} લેાધ્રવલી કુલ–૨૩૦ લેામપાદ-૯૨
લેાલિબરાજ-૨૩૫, ૨૩૬ લેહશાસ્ત્ર-૮૧
व
વયિસેતુ લક્ષ્મી ગ્રંથમાળા−૧૬, ૧૬૮, ૨૧૩ વડ સંપ્રદાય–૨૧૦
વનસ્પતિશાસ્ત્ર ૧૩૩ નિષ્ઠુ-૨૯
વનૌષધિદણ-૧૦, ૨૩૪, ૨૩૮,
૨૪૪, ૨૫૫
વમન-૧૧૮
વરરુચિ-૨૪૧ વરાહમિહિર–૭૩, ૧૫૬ વરુણ–૧૪, ૧૯, ૫૦ વધમાન−૮૦ વલ્લભેન્દ્ર નિયાગી–૨૧૪
વસિષ્ઠ – ૬૬ વસિષ્ઠતન્ત્ર—૯૭ વાઈઝ−૮
વાગ્ભટ–૭, ૫૫, ૭૦, ૭૩, ૧૩, ૧૨૮, ૧૨૯, ૧૫૪–૧૬૪, ૧૬૮-૧૭૦, ૧૭૫–૧૭૭,
૧૭૯, ૧૮૨, ૧૮૭, ૧૮૯, ૨૦૪, ૨૦૫, ૨૧૪, ૨૧૬, ૨૧૭, ૨૧૯, ૨૩૪ વાગ્ભટખંડનમંડન ટીકા ૧૭૦ વાગ્ભટવિમ-૧૫૮, ૧૬૦,૧૬૨,
૧૬૮, ૧૭૦, ૧૭૨, ૧૭૩, ૨૦૫
૧૮૭
વાચસ્પતિ ૧૭૧, ૧૦૨ વાજસનેયી સંહિતા–૧૮, ૧૯,૨૨, ૨૫, ૨૭, ૨૮, ૩૫-૩૭, ૩૯, ૪૨ વાજીકરણ–૪૭, ૪૮, ૯૭, ૧૫ર
તન્ત્ર ૯૭ યેાગા-૧૦૪
,,
વાણીકરી–૨૪૩ વાણી વિ–૨૪૩ વાત્સ્ય-૮૩, ૮૫
વાત્સ્યાયન−૧૦૩, ૧૦૪ વાતકલાકલીય- } }
વાતાતપિક-૧૫૦ વાતીકાર–૩૮, ૪૦ વા. ય. મૂ.-૧૮ વાયચન્દ્ર ૧૦૩ વામતાંત્રિકમા –૧૯૬
વામન-૭૦
વામાચાય –૨૪૦
વાયુપુરાણુ−૧૦૫, ૧૦૬
વાર્તિ-૭૮
વાવિના આત્રેય-૮૪
વાહટ-૧૬૨, ૨૧૩ વાહિનીતન્ત્ર-૧૧૧ વિક્રમસેન–૨૨૩, ૨૨૪ વિક્રમાદિત્ય-૧૬૩
વિકિલન્દુ-૩૮ વિજયદત્ત–૯૧
વિજયરક્ષિત-૬૦, ૬૨, ૬૮, ૭૨,
૭૬, ૧૦૭૧-૧૭૩, ૧૭૮ વિડાલ ( Widal )−૧૩૮
Page #297
--------------------------------------------------------------------------
________________
વિદ્ધાર-૨૪૩ વિકલ્પ-૩૮ વિજ્ઞાનભિક્ષુ–૬૯ વિજ્ઞાનવાદ–૭૦ વિર ચલેશ્વર આતુરાલય–૧૨૦ વીરભદ્ર-૨૧૪ વીરસિંહ-૨૩૨ વીરસિંહાવલેક–૨૩૧ વીશલદેવ૨૪૨
વિદ્યાપતિ-૨૩૬ વિદ્યપાધ્યાય-૨૩૯ વિદેહત–– ૬, ૧૭૬ * વિદેહ રાજા-૬૧, ૧૭૬ વિન્ટરનિઝ-૧૦૦ વિન્સેન્ટ સ્મિથ-૧૦૧, ૧૧૯ વિનયપિટક-૭, ૨૮, ૧૦૦ વિપ્રવૈવ–૨૨ વિમાનસ્થાન (ચરક)–૧૨૨ વિરજાચરણ ગુપ્ત-૨૨૪, ૨૩૪,
૨૪૦ વિરાટપર્વ (મહાભારત)-૯૦ વિરેચન–૧૧૮ વિલ્સન-૮ વિશ્વપ્રકાશ કેશ–૧૬૩, ૨૨૨ વિશ્વભેષજ-૨૧ વિશ્વામિત્ર-૮૦ વિશ્વામિત્ર (વૈદ્યતન્ત્રકાર)-૮૦ વિશ્વામિત્રસંહિતા-૯૫ વિશ્વેશ્વર-૧૨૧, ૧૨૨ વિશ્વેશ્વરનાથ રેહ-૨૨૧ વિશર-૩૮ વિષ્ણુ-૧૮, ૬૪ વિષ્ણુદેવ–૨૦૪ વિષ્ણુપુરાણ-૭૬ વિષ્ણસ્મૃતિ-૧૦૭ વિષ્ણલા-૧૯ નિકૂવી-૩૪
वृक-२८ વૃક્ષાયુર્વેદ-૯૪ વૃદ્ધ છવક-૮૪, ૮૫ વૃદ્ધજીવકતત્ર-૮૩, ૯૬ વૃદ્ધત્રયી–૧૫૪, ૧૩, ૨૧૧, ૨૧૨
૨૧૭ વૃદ્ધ વાગભટ-૬૨, ૬૩, ૭૩, ૭૪,
૮૭, ૧૨, ૧૫૯ વૃદ્ધ સુશ્રત–૬૨ ગૃહસુશ્રુતતંત્ર-૯૫ વૃન્દ૬૫, ૮૧,૧૭૩, ૧૭૮–૧૮૨,
૧૮૪, ૧૮૭, ૧૮૯ ૧૯૦,
૨૧૬ વૃન્દ માધવ-૧૭૩
- નિદાન–૧૭૯ વેદ–૧૫, ૧૬, ૧૮, ૨૭, ૨૮,૪૦,
૪૧-૪૪, ૪૮, ૪૯ વેદિક ઇન્ડેફસ-૩૫, ૭૭, ૩૯ વેમ્બર-૩૭, ૩૮ વેશધારી વૈદ્ય-૧૧૬
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯
વેંકટેશ્વર પ્રેસ-૬૮, ૧૦૦, ૨૩૮,
૨૩૯, ૨૪૨, ૨૪૪, ૨૫૨,
૨૫૩. વેંકટેશ્વર મંદિર–૧૨૦ વૈતરણતંત્ર-૯૫ વૈદ્ય–૧૯, ૪૧ વૈદ્યક–૫, ૧૨, ૨૨, ૫૬ , ધંધો-૧૩, ૧૮ , વિદ્યા-૫–૭, ૨૨, ૫૧, ૧૨૩ , શાસ્ત્ર–૧૨૩
સંસ્કૃત ગ્રંથ-૧૧૨ , વૈદ્યકલ્પતર–૨૩૩ , ક૯પકુમ–૨૪૩ ક કયાણુ–૨૩૨ , કૃષ્ણ શાસ્ત્રી કવડે-ર૭ , કેન્દ્ર પંડિત-૨૪૩ કૌસ્તુભ-૨૪૪
ગોપીનાથ ગુમ-૨૫૪ , ચિન્તામણિ–૨૩૬, ૨૪૪
જટાશંકર લીલાધર–૫૨૫ છે, જીવન–૨૩૫, ૨૩૬ , ટી. રુદ્ર પારાવ–૧૬૮ , દર્પણ-૨૪૪ , દેવરાજ-૨૩૨ , દેવેશ્વર - ૨૩૩ , ધીરજલાલ કાશીરામ પાઠક
૧૮૩ નન–૧૮૩ વૈદ્યનાથ-૨૧૩ વૈદ્ય નીલમેધ–૧૬૮ , પ્રભુરામ જીવનરામ–૨૬
વૈદ્ય પંચાનન શ્રી કવડે શાસ્ત્રી–૨૬ ,, પંડિત મણિશમ–૨૦૪ , પંડિત રામગોપાલ શાસ્ત્રી–ર , પંડિત રામચંદ્ર શાસ્ત્રી | કિંજવડેકર-૧૫૫
બલરામ-૨૨૪ , બાવાભાઈ અચળજી-૨૪૨ , મનેરમા-૨૧૩ , મેરેશ્વર-૨૨૪
રન-૨૪૪ , રહસ્ય-૨૩૬ વૈદ્યરાજ કેશવ-૨૦૦ વૈદ્યરાજ જાદવજી ત્રિ. આચાર્ય
૫૫, ૬૭, ૭૦, ૭૧, ૭૫, ૮૩, ૮૮, ૯૦, ૧૫૮, ૧૬૩-૬૫, ૧૭૦, ૧૭૫, ૧૮૦, ૧૯૪, ૨૦૧, ૨૦૨, ૨૦૮, ૨૨૩, ૨૪૯, ૨૪૧, ૨૪૩, ૨૪૮,
૨૫૮ વૈદ્ય રૂગનાથજી ઈન્દ્રજી-૨૧૯, ૨૨૦
૨૨૬, ૨૨૪, ૨૫૪ વૈદ્યવાર્ય ગણેશ રામચંદ્ર દાતાર-૨૫૨ વૈિદ્યવર્ય વિષણુ વાસુદેવ ગોડબોલે-૨૫૨ વૈવર કાલિદાસ-૨૧૩ , શ્રી ચૂડામણિ-૨૩૬, ૨૪૪ વૈદ્યવલ્લભ-૨૪૪ વૈદ્યવિલાસ-૨૩૬ વૈદ્યવૃન્દ-૨૩૬ વૈદ્યશાસ્ત્ર-૨૨૬ વૈદ્યશિરોમણિ–૨૪૨
Page #299
--------------------------------------------------------------------------
________________
વૈદ્ય સંમેલન-૧૩૧, ૧૭૩, ૨૫૮ સારસ્વત બ્રાહ્મણા-૭૮
""
,, હકીમેાનું રજિસ્ટ્રેશન-૨૫૯ જ્ઞાતિ-૨૪૯ વૈદ્યામૃત–૨૨૪, ૨૩૬
""
વૈદ્યામૃતકાર-૨૨૫ વૈદ્યાવત’સ-૨૩૬
વૈદ્યોત્ત’સ-૨૪૪ વૈદિક આł-૧૩
ઋષિઓ–૧૫, ૨૧, ૨૩, ૨૫,
૨૬, ૪૩ મંત્રા-૧૭
વૈદ્ય–૨૨, ૪૪, ૫૩, ૧૩૨, ૧૩૫ શસિંધુ-૯, ૨૦૧, ૨૨૪ શારીર–૨૪
""
,; સમય–૧૨, ૨૦-૨૩, ૩૦, પર, ૨૬૧
""
""
""
19
સમાજ–૧૫
સાહિત્ય–૧૪, ૨૩, ૨૪, ૨૮, ૨૯, ૬૬
વૈદિક સાહિત્યાભિદેર કથા–૨૩
.
..
વૈદુ−૪, ૧૬ વૈહ જનક-૫૬ વૈદેહ નિમિ-૫૬
વૈશેષિક-૬૯, ૭૧ ત્રા-૧૦૭
,,
વૈષ્ણુવ ધર્મીના સક્ષિપ્ત ઇતિહાસ
૭૮, ૨૧, ૨૨૦
વૈષ્ણવી શક્તિ-૧૩૬ વ્યવહાર વૈદ્ય-૧૦૧
વ્યાકરણુ–૧૫
૨૯૦
વ્યાડિતન્ત્ર—૯૭ બ્યાન વાયુ-૩૨ વ્યાસ ગણુપત–૨૪૧ વ્યાસ ભાષ્ય−}e વ્હીટની—૩૬, ૩૮
શ
શક્તિવલ્લભ–૨૪૧
શતપથ બ્રાહ્મણુ–૧૨, ૧૮, ૨૪, ૨૮, ૩૧, ૩૫, ૩૭, ૧૨, ૫૩, ૬૬, ૬૭, ૭૯, ૮૪, ૮૭
શતપથાદિ બ્રાહ્મણા−૮૭ ચૈતયાગ–૨૪૪
શતશ્લોકી ચંદ્રકળા-૨૨૦ શબચ્છેદ ૧૧૧, ૧૨૫ શખરભાષ્ય ૧૫૧ શખરસ્વામી-૧૫૧
શલ્ય અને શાલાકથતંત્ર–૫, ૧૫, ૨૦ શલ્યતંત્ર–૫, ૧૫, ૨૦, ૪૪, ૪૫, ૬૦, ૭૭, ૯૫, ૧૩૯, ૧૫૩,
૧૭૬ શલ્યસ્થાન-૯૨
શલ્યહર વધ–૪૮, ૪૯ શશિલેખા−૧૬૮
શસ્ત્રક્રિયા–૪૫
શસ્ત્રચિકિત્સા–૨૦, ૨૧, ૫૬
શસ્ત્રવિદ્યા−}
શસ્ત્રો—૧૪૦
શ ંકર ખાલકૃષ્ણ દીક્ષિત-૪, ૮૮ શંકરાચાય –૧૯૫, ૨૧૩ શંભુ–૨૦૦
શકુનશાસ્ત્ર-૨૩૯ શાક્ત તાંત્રિકા—૨૦૬
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૧
શાતવાહનચરિત્ર-૮૧ શાન્તવાહન રાજા–૮૧, ૮૨, ૧૯૨ શાન અથર્વણ–૧૧૬ શાન્તિપર્વ (મહાભારત)–૧૦૪ શાગધર-૭, ૧૮૩, ૧૮૪, ૨૧૬,
૨૨૮-૩૦, ૨૩૨-૩૪ . શાર્ડગધર પદ્ધતિ-૯૧, ૯૪ શાર્ડગધરસંહિતા–૨૨૬, ૨૨૮-૩૦ શારીર–૫, ૩૦, ૧૧૨, ૧૨૬, ૧૨૭ શારીર અને વૈદ્યક-૨૫૫ શારીર અવયવો-૨૬ શારીર પવિત્રની–૧૨૭ શારીર વૈદ્યક–૧૨૭ શારીરશાસ-૧૨૭ શારીરસ્થાન–૧૪૬ શાલગ્રામનિધટુભૂઘણુ–૨૫૨ શાલાક્યચિકિત્સક–૪૮ શાલાક્યતંત્ર-૫, ૧૫, ૨૦, ૪૭,
૪૮, ૬૧, ૬૨, ૬૪, ૯૬,
૧૪૩, ૧૫૩ શાલિનાથ–૨૪૨ શાલિહેત્ર ગ્રંથ-૯૦ શાલિહોત્ર મુનિ-૮૦, ૮૯, ૯૧ શાલિહોત્રસંહિતા-૮૦, ૮૯ શાલિહેત્રસારસમુચ્ચય–૯૦ શાલિહોત્રીય અશ્વશાસ્ત્ર-૯૦, ૯૧ શાહજહાન-૮૯ શાહ સલીમ-૨૩૦ શંકરભાષ્ય–૧૫૦ શિવતત્તરત્નાકર-૨૧૫ શિવદત્ત-૨૨૪, ૨૨૫ -
શિવદાસસેન–૬૪, ૧૬૪, ૧૬૫, - ૧૭૩, ૧૭૯, ૧૮૧, ૧૮૨, ૨૧૮ શિવરામ યોગીન્દ્ર-૨૪૦ શિલાજવાદિ રસાયન ગ–૧૮૬ શિલાશાસન–૧૧૯ શિશુરક્ષાર-૨૩૨ શિષ્ય–૧૨૩ શીપદ-૩૯ શીમીડ-૩૯ શીર્ષક્તિ -૩૯ શીર્ષામય-૩૯ શુષ્મ-૪૦ શેઠ વ્રજવલ્લભ હરિપ્રસાદ–૨૩૬ શેઠ હંસરાજ કરમશી રણમલ્લ–૨૫૨ શેષરાજનિઘંટુ-૨૨૪ શૈવ તાન્ત્રિકો-૨૦૬ શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ-૧૪ શૌનકતંત્ર-૬ શ્યામસુંદર–૨૫૩ શ્યામસુંદર રસાયનશાલા–૨૫૩ શ્રીકઠ-૬૮,૧૭૮,૨૧૬,૨૪૧,૨૪૪ શ્રીકઠ દત્ત-૬૪, ૬૮, ૧૭૧-૭૩,
૧૭૮, ૧૮૦ ' શ્રીકંઠદાસ–૨૪૧ શ્રીકંઠનિદાન-૨૧૬ શ્રીકૃષ્ણરામ વ્યાસ–૨૫૩ શ્રીગૌડ બ્રાહ્મણ હરિદાસ–૨૪૧ શ્રી જીવરામ કાલિદાસ-૨૦૧ શ્રી યંબક ગુરુનાથ કાળે–૧૯૫, ૧૯૬ શ્રીનાથ પંડિત-૨૧૫ શ્રી પી. કે. ગેડે–૧૭૦, ૧૭૨ *
Page #301
--------------------------------------------------------------------------
________________
२६२
શ્રી ભાનુદત વિદ્યાલંકાર-૨૪૨ શ્રી ભુવનચંદ્ર વસાક-૨૦૧ શ્રી મદન -૧૯૫, ૧૯૬ શ્રી મિશ્રમલટક-૨૩૩ શ્રીમુખ–૧૨૭ શ્રી મેરારજી વૈદ્ય-૨૨૦ શ્રી વાચસ્પતિ વૈદ્ય–૧૭૮ શ્રીવાસ્તવ્ય કુલ–૨૩૦ શ્રી શંકર મેનન–૨૧૨, ૨૧૩ શ્રેડર-૮ શ્રૌતસૂત્રો-૪૭.
પ્લે -૩૯ શ્વિત્ર-૩૮ વેતાંબર સાધુ ગુણાકર–૧૯૪
પવિવેચન શતાશ્રિતીય-૨૧૭
સર્વાંગસુન્દર ટીકા-૧૭૦, ૧૭૭ સરકાર- ૨૬૧ સરકારી પ્રાચ્ય પુસ્તકાલય, મદ્રાસ
૧૬૩, ૧૬૪ સરસ્વતી-૧૪ સસાની કાળ-૧૧૪ સહજપાલ-૨ ૨૧ સહપાલ-૧૬૬ સહસ્રયોગ–૨૧૩ સંકેતમંજરી–૧૭૦ સંધદયાળુ-૧૮૩ સંસ્કૃત કોલેજ–૨૪૫ સંસ્કૃત ટીકાઓ-૨૪૯ સંસ્કૃત પાઠશાળાઓ-૨૬ ૦ સંસ્કૃત લિટરેચર–૧૦૬ સંસ્કૃત સાહિત્ય-૮, ૧૧, ૧૫ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-૬,
૨૧૮ , સંહિતાઓ- ૧૧૫, ૧૧, ૧૨૭,
૧૫૩, ૨૪૬ સંહિતાકાલીન વૈદ્ય-૧૧૫, ૧૩૩ સંહિતાકાળ-૧૨૨, ૨૩૨, ૨૪૫, સંહિતા ગ્રન્થ–૧૫૪ સન્નિપાતચન્દ્રિકા-૨૧૬ સાત્યકિત––૯૬ સાધારણ–૨૨૧ સામગાયનાખ્ય–૨ સાયણચાર્ય-૩૦,૩૨,૩૫-૩૮,૪૦ સારગ્રાહક કર્મવિપાક-૨૩૨ સારશ્યસંગ્રહ–૧૧૩ સારસંગ્રહ-૧૭૭, ૨૧૬
સત્રશાળા-૧૨ સત્ત-૧૩૪ સદાનન્દ દાધીચ-૨૩૯ સનકતંત્ર-૯૬ સપાદલક્ષ–૧૬૯ સભાપર્વ–૧૦૪ સભાષ્ય રસવૈશેષિકસૂત્ર–૨૧૨ સમુદ્રમભ્યન-૭૬ સર્જિકલ ઈમે એક હિન્દુઝ–
૧૦૮, ૧૪૧ સર્પદંશ-૧૪૯ સર્વદર્શનસંગ્રહ-૧૯૫, ૧૯૭,૧૯૮ સર્વરોગચિકિત્સાર––૨૧૪ સર્વવિજયીત-૨૪૪
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪
સારાર્થ સંગ્રહ-૨૧૧. સાહસીક રાજા-૧૬૩ સાહિત્ય પરિષદ-૨૫૮ સાંકેતિક ચિકિત્સા-૧૮ સાંખ્યકારિકા-૮૫, ૧૦૭ સાંખ્ય ગુણત્રયવાદ-૧૧૦ સાંખ્યદર્શન–૬૯, ૧૩૦ સાંખ્યોગ - ૬૯ સાંખ્યશાસ્ત્રકાર-૬૯ સાંખ્યકારિકા-૮૨ સાંખ્યસાહિત્ય-૩૧ સખ્યાદિ દર્શને-૮૨, ૧૩૦ સાંખ્યાયન આરણ્યક-૨૫ સિમ-૩૯ સિમલ-૩૯ સિદ્ધપ્રયોગસંગ્રહ-૧૫૩ સિદ્ધપાક–૨૨૪ સિદ્ધાભેષજમણિમાલા-૨૪, ૨૫૩ સિદ્ધમંત્ર-૨૨૦ સિદ્ધગ-૧૧૪, ૧૭૮-૮૨ સિદ્ધગની ટીકા-૬૪ સિદ્ધસારસંહિતા-૧૭૦ સિદ્ધાન્તનિદાન-૧૩૨, ૨૫૬ સિદ્ધાન્તમંજરી–૨૪૪ સિલ્વદેશ૬૭. સિંધુ સંસ્કૃતિ-૧૨, ૬૭ સિલોન–૧૧૩, ૧૧૪ સિંધણ રાજા–૨૦૪
સિંહગુપ્ત–૧૫૬, ૧૫૭, ૨૦૪ સિંહગુપ્તસૂનુ-૧૫૮ સિંહલી ભાષા–૧૧૩ સફિલિસ (Syphilis)-૩૫, ૩૬ સુકીર-૧૬ સુખબોધ–૨૩૬ સુદાન્ત સેન–૧૭૩ સુધીર-૧૬૭. સુરામ-૩૯ સુરેશ્વર–૨૪૩ સુકૃત–૭, ૧૫, ૧૬, ૨૦, ૨૧,
૨૪, ૨૫, ૨૮, ૩૦, ૩૩, ૩૭,૪૦-૪૨,૪૪,૪૬,૪૮, ૫૪, ૫૬-૫૮, ૬૦, ૬૨, ૩, ૬૬, ૬૮, ૭૬–૭૮,૮૦-૮૩, ૮૫, ૮૬, ૮, ૧૨, ૧૦૬, ૧૦૯, ૧૧૦, ૧૧૩, ૧૧૪, ૧૨૨, ૧૨૩, ૧૨૫, ૧૨૮, ૧૩૦, ૧૩૩-૫૩, ૧૬૧, ૧૬૪-૬૭, ૧૭૩-૭૭, ૧૭૯, ૧૮૦, ૧૮૬, ૧૪૮, ૧૯૨,
૨૦૯, ૨૧૬-૨૦, ૨૪૫ સુશ્રત ઉત્તરસ્થાન-૯૬ ” સુશ્રતને સમય–૭૬ સુશ્રુતનો સંપ્રદાય—૬૦, ૭૬ સુશ્રુત શારીર અંગ–૨૯ સુશ્રત શારીરસ્થાન–૧૨૯ સુશ્રુતસંહિતા–પર-૫૫, ૬૦, ૬૨,
૭૭, ૭૦, ૮૦, ૮૩, ૮૬, ૯૫, ૯૭
Page #303
--------------------------------------------------------------------------
________________
સુશ્રુત સૂત્રસ્થાન−૬૦, ૬૩, ૭૬, ૭૭, ૧૨૨, ૧૭૨, ૨૪૫
સુશ્રુતા સાંદીપન–૨૫૦ સુશ્રુતાક્ત ઉપદેશ-૩૬
સુઝા-૧૧૭
સૂત્રગ્રન્થા-૫૪ સૂત્રપ્રદીપિકા-૨૪૪
સૂતિકા રાગા-૧૪૮
સૂક્ષ્મજન્તુશાસ્ત્ર-૧૩૬ સૂક્ષ્મદર્શીકયત્ર-૪, ૧૨૫ સેાઢલનિધ’ટુ-૧૮૩, ૨૧૯ સેાઢલ વૈદ્ય-૧૮૩-૮૫, ૧૮૭, ૧૮૮, ૨૧૯, ૨૩૪, ૨૩૫
સામદેવ-૧૯૯, ૨૦૦ સામશેષજ–૧૭
૨૪
સૌશ્રુતતંત્ર-૬૦-૬૩, ૮૫ સ્ટડીઝ ઇન ધ મેડિસિન આફ્ એન્શ્યટ ઈંડિયા-૨૪, ૬૩,
૭૩, ૭૪, ૮૨, ૧૦૭, ૧૨૬, ૧૭, ૧૫૭, ૧૭૬
સ્ટડીઝ ઇન વાત્સ્યાયન કામસૂત્ર-૧૦૩
સ્ટેન્ઝેક્ષર-૮
સ્ત્રીવિલાસ-૨૨૩ સ્વર્જિત-૪
સ્વ. ઝંડુ ભટ્ટજી−૧૫૨ સ્વ. તનસુખરામ મ. ત્રિવેદી૧૯૩, ૨૪૧
સ્વ. પ`ડિત ડી. ગોપાલાચાલુ – ૧૨૧, ૨૧૧, ૨૧૫, ૨૧૬
સ્વ. મણિલાલ કારભાઈ વ્યાસ
૧૮૩
સ્વ. શંકર દાળ શાસ્ત્રીપદે-૨૫૮ સ્વસ્તિવાચન–૧૪૭
સ્વસ્થવૃત્ત-૫, ૧૩૪
ह
હડકવા–૧૫૦
હમીર ચૌહાણુ રાજા–૧૭૧, ૧૭૨,
૨૨૮
હમ્મીરપુત્ર-૨૩૦ હયધેાષ–૮૯ હયલીલાવતી-૯૦
હરપ્પા-૧૨ હરમેખલા-૨૧૩
હન`લ (એફ. ડેાલ્ડ હલ)–૭, ૧૦, ૨૪, ૬૩, ૬૫, ૭૨–૭૪
૭૯, ૮૨, ૧૦૭, ૧૦૯, ૧૧૦-૧૨, ૧૨૬, ૧૨૭, ૧૫૫-૫૭, ૧૫૯, ૧૭૦-૭૨, ૧૭૪, ૧૭૭ હે કીર્તિ સૂરિ-૨૩૫ હ ચરિત−૮૧, ૧૬૩ હ વ ન–૧૨૦ હરિતાલક૫-૨૪૪ હરિપ્રસાદ ભગીરથજી-૨૩૨
હિરમત્–૩૯
હરિવંશ—૭૬
હરિશ્ચંદ્ર−૮૦, ૮૭, ૧૭૬, ૨૨૧, હરિશાસ્ત્રી પરાડકર−૧૬૦, ૧૬૨,૧૬૮, ૧૪૯, ૧૭૨, ૧૭૫
Page #304
--------------------------------------------------------------------------
________________
હત્યાયુવેદ–૯૨-૯૪ હસ્તિકાન્તિપુરી–૨૩૦ હસ્તિચિકિત્સા–૯૧
હસ્તિરુચિ–૨૪૪ હસ્તિસૂરિ–૨૪૪
હંસરાજ-૨૪૪ હંસરાજનિદાન–૨૪૪ હા. એ. સી.–૭૦
હાઇપેાક્રેટીસ–૧૧૧, ૧૧૨ હારાણુચન્દ્ર ચાકલાદાર–૧૦૩ હારીતમુનિ–૫૭, ૬૮, ૭૬, ૧૭૫,
૧૭૬, ૨૩૯
હારીતસંહિતા–૭૬, ૭૯, ૯૫ હાવ–૧૨૯
હિકમન્મન્દારઅન્ય–૨૫૩ હિતાપદેશ-૨૪૪ હિન્દુઓનું વૈદ્યક–૭
હિન્દુસ્તાન–૧૧૪
હિમાલય—૧૫, ૧૧૩ હિરણ્યાક્ષતન્ત્ર-૯૬
હિરા-૨૭, ૩૨ હિસ્ટરી આફ્ ઇન્ડિયન મેડિસિન— ૯, ૧૦, ૧૪, ૩૬, ૬૩, ૮૯, ૧૦૦
હિસ્ટરી આફ્ મૅડિસિન−૮
હિસ્ટરી આક્ હિન્દુ કેમિસ્ટ્રી−૧૦, ૧૫૫, ૧૭૮, ૧૮૮૯૨,
૨૫
૪
૧૯૫, ૧૯૮-૨૦૫, ૨૭,
૨૦૮
હીરાફીલાસ-૧૧૧
હુઝ—૧૧૯ હૃદયખાધિકા–૧૭૦ હાગ ૩૪, ૪૦
હેવામય—–૪૦
હઘોત–૪૦ હેમાડપત–૧૭૨
હેમાદ્રિ-૧૬૮-૭૩, ૧૭૮, ૧૮૨, ૨૨૦, ૨૨૯
હેમાદ્રિ યાંચ ચરિત્ર-૧૭ર હૈહયા-૧૯૫, ૧૯૬ હામ ખીસેઝા(Home Beasaza)
૧૭
Human Parasites in
अथर्ववेद-४३
क्ष
ક્ષયરાગસ્થાન–૯૨ ક્ષારપાણિ—પ૭, ૬૮, ૧૭૬ ક્ષારપાણિસંહિતા—૯૫
ક્ષેમકુતૂહલ-૨૨૩
ક્ષેમરાજ શ્રીકૃષ્ણુ શર્મા ૨૩૧, ૨૩૩ ક્ષેમશમાં-૨૪૩ ક્ષેમાદિત્ય-૨૪૩
જ્ઞાનચંદ્ર-૨૪૧
ज्ञ
Page #305
--------------------------------------------------------------------------
________________
નામ
ગુજરાત વિદ્યાસભાનાં વૈદક તથા આરોગ્યને લગતા પ્રકાશને નામ
લેખક કિંમત ૧ દારૂ
ડો. નીલકંઠરાય ઠા. છત્રપતિ ૦-૧૯ ૨ કેર નિષેધક
દુર્લભજી શામજી ધ્રુવ ૦-૦૬ ૩ દાયકે દશ વર્ષ ડાહ્યાભાઈ હ. જાની ૦–૨૫ ૪ દવાઓ અને રેગે . હરિપ્રસાદ દેસાઈ ૦-૩૭ ૫ વિટામિન્સ અને પેનિસિલિન ડૉ. હરિપ્રસાદ દેસાઈ ૦–૩૭ ૬ કામજન્ય દર્દી
તેના અટકાયતની આવશ્યકતા અને વ્યવસ્થા
ડો. હર્ષદરાય ઈ ઝાલા ૦-૫૦ ૭ પાચનતંત્રના રેગ ડો. હર્ષદરાય ઈ ઝાલા
ડો. હસમુખલાલ જે. મહેતા ૧-૦૦
૮ તબીબી વિજ્ઞાનમાં
આધુનિક પ્રગતિ
ડે. દલસુખભાઈ કા. શાહ
૦–૩૭
સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ
લેખકઃ શ્રી. બાપાલાલ ગ. વૈદ્ય * રૂ ૮-૦૦
ગુજરાત વિદ્યાસભા : ભદ્ર, અમદાવાદ– ૧
Page #306
--------------------------------------------------------------------------
_