SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] આયુર્વેદને ઈતિહાસ અષ્ટાંગસંગ્રહને સમય આથી વધારે નિશ્ચિત કરતાં હર્બલ કહે છે કે બૌદ્ધયાત્રી ઇન્સિંગ, જેઓ લગભગ ઈ. સ. ૬૭૫ થી ૬૮૫ સુધીનાં દશ વર્ષ નાલન્દામાં રહ્યા હતા, તેઓએ લખ્યું છે કે “પહેલાં (વૈદ્યકની) આઠ શાખાઓ આઠ પુસ્તકમાં હતી, પણ હમણું એક માણસે તેને સંગ્રહ કરીને એક પુસ્તક બનાવ્યું છે અને હિંદુસ્તાનના વૈદ્ય તેને અનુસરીને ચિકિત્સા કરે છે” ( રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ પ્રેકિટસ). ઇસિંગનું ઉપરનું કથન વાટના અષ્ટાંગસંગ્રહને ખાસ લાગુ પડે છે એમ હર્નલ કહે છે એ મને સયુકિક લાગે છે, પણ એ ઉપરથી તેઓ એને સમય ઈ. સ. ૬૨૫ ઠરાવે છે તે છેડે વહેલે હવે જોઈએ એવું મને નીચેના કારણથી લાગે છે. પ્રખ્યાત પૌતિષાચાર્ય વરાહમિહિર, જેઓ શક ૪૨૧ (ઈ. સ. ૫૫૬) માં થઈ ગયા છે, તેઓએ કાંદપિક પ્રકરણ (બૃહસંહિતા અ. ૭૬)માં માક્ષિક આદિ દવાઓવાળો એક પાઠ આપે છે, જે અષ્ટાંગસંગ્રહ (ઉ. અ. ૪૯)માંથી ઉતારવામાં આવ્યો છે એ મેં અન્યત્ર વિગતવાર બતાવ્યું છે. અને એ પુરાવાના બળથી હું અષ્ટાંગસંગ્રહને ઈ. સ. પાંચમા શતકમાં કે ઈ. સ. ૫૦૦ની આસપાસમાં મૂકું છું. મ. ભ. કવિરાજ ગણનાથ સેન પણ ઉપલા પુરાવાને ઉલ્લેખ કર્યા વગર અષ્ટાંગસંગ્રહને ઈ. સ. પાંચમા શતકમાં મૂકે છે. ૩ અષ્ટાંગસંગ્રહના કર્તાનું નામ વાલ્મટ હતું. એના પિતામહનું નામ પણ વાડ્મટ જ હતું અને તેઓના પિતાનું નામ સિંહગુપ્ત અને પોતે સિંધુમાં જન્મેલા એટલી હકીકત અષ્ટાંગસંગ્રહને ૧. હર્નલ: એજન, પૃ. ૧૦. ૨. જુઓ આયુર્વેદવિજ્ઞાન,’ પુ. ૩, પૃ. ૩૫૮. ૩. “પ્રત્યક્ષશારીરને ઉપાઘાત, આ. ૩, પૃ. ૫૪.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy