SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદને ઇતિહાસ ભાષાન્તર થયું છે અને તેનું કે પછી કોઈ બીજાનું અંગ્રેજી ભાષાન્તર ઈ. સ. ૧૭૮૮માં કલકત્તામાં છપાયું છે.' એક શાલિહોત્રીય અશ્વશાસ્ત્ર નામને સંસ્કૃત ગ્રન્થ મદ્રાસની ગવર્નમેન્ટ એરિયેન્ટલ મેન્યુરિટ્સ લાયબ્રેરીમાં છે. એક ગણરચિત અશ્વાયુર્વેદની હાથપ્રતની નેંધ નેપાળના કેટલેગમાં છે. ૩ વર્ધમાનને યોગમંજરી નામનો ગ્રન્થ, દીપંકરનું અશ્વઘક શાસ્ત્ર અને ભેજના પણ ૧૩૮ શ્લોકના શાલિહોત્ર ગ્રન્થની નોંધ મળે છે. એક કહણવિરચિત શાલિહેત્રસારસમુચ્ચયની હાથપ્રત મળે છે. એક હયલીલાવતી નામના ગ્રન્થને ઉલ્લેખ જયદત્તના અવૈદ્યકની પ્રસ્તાવનામાં શ્રી કવિરાજ ઉમેશચન્દ્ર દત્ત કર્યો છે. આ ટક ગ્રન્થ ઉપરાંત અગ્નિપુરાણુ જેવા ગ્રન્થમાં અવૈદ્યક સંબંધી પ્રકરણે મળે છે. પણ અવૈધકના ઉપલબ્ધ સાહિત્યમાંથી બે ગ્રન્થ (૧) જયદત્તસૂરિકૃત અવૈદ્યક, અને (૨) નકુલકૃત અશ્વચિકિત્સા બંગાલ ર. એ. સે. તરફથી “બિબ્લેથિકા ઈન્ડિકા” સિરીઝમાં છપાયેલ છે. પડવે વિરાટનગરમાં છૂપે વેષે રહ્યા ત્યારે નકુલે વિરાટ રાજાના ઘોડાઓની સંભાળ રાખવાનું અને સહદેવે ગાની સંભાળનું કામ માથે લીધેલું એ મહાભારતીય આખ્યાયિકાને પરિણામે નકુલના નામે અશ્વચિકિત્સાનો ગ્રન્થ ચડ્યો હોય એવો સંભવ છે. ૧. એજન, પૃ. ૩૭૯ થી ૩૮૨. ૨. એજન, પૃ. ૩૯૪. ૩. એજન, પૃ. ૩૭૫. ૪. જુઓ કીથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરચર', પૃ. ૪૬૫. ૫. વેધરાજ જા. ત્રિ. આચાર્ય પાસે હાથપ્રત છે. ૬, જુઓ મહાભારત, વિરાટપર્વ.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy