________________
આયુર્વેદના મુદ્રિત—અમુદ્રિત સ ગ્રન્થાની એક યાદી પ્રકટ થાય એ બહુ જરૂરનું છે, પણ હજી સુધી એવી સંપૂર્ણ યાદી પ્રકટ થઈ નથી. અમુક અમુક પુસ્તકાલયાની યાદી પહેલાં તથા હાલમાં બહાર પડી છે, પણ એ ઉપરથી એક સંપૂર્ણ યાદી તૈયાર કરવાના પ્રયત્ન થયે નથી. આયુર્વેદના ઇતિહાસ માટે એવી યાદી અગત્યનું સાધન હોવા છતાં એનેા અભાવ ઋતિહાસ લખવામાં નડવાનું કારણ નથી. આયુર્વેદના સળંગ ઇતિહાસ ઉકેલી શકાય એટલું પ્રત્યેક યુગનું આયુવૈદિક સાહિત્ય પ્રસિદ્ થઈ ગયું છે.
દક્ષિણ ભારતના આયુર્વેદિક સાહિત્યનું જીદુ પ્રકરણ કરવું પડયુ છે. ત્યાંના ધણા ગ્રન્થા હજી દેવનાગરી લિપિમાં ઉપલબ્ધ નથી, એટલે ફક્ત નામા ઉતારીને સતાષ માન્યા છે.
ઈ. સ. ૧૩મા ૧૪મા શતક પછીનાં સેા વર્ષીમાં ઘણી નાનીમોટી ગ્રન્થરચના થઈ છે. એમાંથી વધારે વપરાતા ગ્રન્થાની વીગતા આપી છે, જ્યારે બાકીનાની છેવટ એક યાદી આપી છે. અલબત્ત, આ યાદી સંપૂર્ણ નથી.
આધુનિક સમયનું વીગતવાર ઐતિહાસિક અવલાન કરવા જતાં જુદું પુસ્તક થાય એટલી માહિતી ઉપલભ્ય છે, પણ અહીં તા આધુનિક આયુર્વેદિક પ્રવૃત્તિના ભિન્ન ભિન્ન પ્રકારાની જ નેધ, આયુર્વેદના સમગ્ર ઇતિહાસમાં આધુનિક સમયનું સ્થાન દર્શાવવા પૂરતી, કરી છે.
}
મુંબઈ, કાર્તિક, સ. ૧૯૯૮
દુર્ગાશ’કર કે. શાસ્ત્ર