SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નિઘંટુઓ [ રરપ નેધ કરી છે. તેમાંથી છેલ્લે તે સે વર્ષ ઉપર રચાયેલે હેઈને આધુનિક ગણાય; જોકે એમાં આધુનિકતા ભલે ન હોય. અને તે પછીના તે આધુનિક કાળના અવલોકનમાં જ આવવા જોઈએ. સમગ્ર રીતે નિઘંટુસાહિત્યનું અવલોકન કરતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે ધન્વન્તરિનિઘંટુએ નિઘંટુરચનાને જે ચીલે પાડયો તેમાં પાછળથી ફેરફાર કે સુધારો ભાગ્યે જ થયો છે. પાછળના નિઘંટુંકાએ દ્રવ્યનામોને સંગ્રહ સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરે એને પિતાનું કર્તવ્ય માન્યું છે. દા. ત., મદનપાલ, રાજનિઘંટુ વગેરેના ઉમેરા જુઓ. છેલે, ઉપર કહેલા વૈદ્યામૃતકારે યુનાનીમાંથી પ્રચારમાં આવેલું એથમીજીરું ઉમેર્યું તે આતંકતિમિરભાસ્કરકારે ચાનો ઉમેરે કર્યો એ નેધવું જોઈએ. પણ દ્રવ્યોની સવિસ્તર ઓળખાણ આપવાને કોઈએ પ્રયાસ કર્યો નથી. શિવદત્ત જેવા એકાદ નિઘંટુમાં કાંઈક પરિચય આપવાને પ્રયાસ થયે છે, જોકે તેયે ઘણે અપર્યાપ્ત છે. તેને તથા જૂની પરિચયજ્ઞાપિકા સંજ્ઞાઓ કે ટીકાકારેએ કવચિત આપેલે પરિચય એને આધાર લઈને હાલના શેધકાને સંદિગ્ધ વનસ્પતિનિર્ણય માટે માર્ગ શોધવો પડે છે. અને અનેકધા પ્રયત્નો થયા છતાં હજી ઘણાં દ્રવ્યો સંદિગ્ધ છે એ વસ્તુસ્થિતિ સમગ્ર નિઘંટુસાહિત્યમાંથી પણ કેટલે ઓછો પરિચય મળે છે એ દર્શાવવા માટે પૂરતી સૂચક છે. દ્રવ્યોના ગુણેના વર્ણનની બાબતમાં પણ નિઘંટુઓ સંતોષકારક નથી. તેમ જ એ વર્ણનની શૈલીમાં પાછળથી કશો ફેરફાર થયો નથી; અને ગુણવગુણના કથનમાં કવચિત, અનુભવને અંશ હશે તો એ એટલે અ૫ છે કે સાંપ્રદાયિક વર્ણનમાં દબાઈ જાય છે. અલબત્ત, બહારથી લેક કે અન્ય વૈદકમાંથી દાખલ થયેલાં નવાં દ્રવ્યના વર્ણનમાં અનુભવને પ્રકાશ દેખાય છે ખરે. ૧૫
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy