SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ ૬ નિઘંટ ચરક-સુશ્રુતના કાળમાં જ ઓષધીય દ્રવ્યોના ગુણ-ઉપયોગના વર્ણનની આવશ્યકતા વૈદ્યોના ધ્યાનમાં આવી હતી. ચરકના અન્નપાનવિધિ ( સૂ. અ. ૨૭) અધ્યાયમાં મૂકધાન્યવર્ગ, શમીધાન્યવર્ગ, માંસર્ગ, શાકવર્ગ, ફલવર્ગ, હરિતવર્ગ, મઘવર્ગ પાડી તે તે વર્ગમાં શું શું આવે છે તે કહેવા સાથે દરેકના ગુણદોષ પણું વર્ણવ્યા છે. એ જ રીતે પવિરેચનગ્નતાશ્રિતીય (સૂ. અ. ૪) ૨૧૭ માં જીવનીય, બૃહનીય, લેખનીય વગેરે પચાસ મહાકષાયે ગણુવ્યા છે. તેમાં પણ નિઘંટુપદ્ધતિનું બીજ છે. સુશ્રુત આ વિષયમાં ચરકથી આગળ જાય છે. સુશ્રુત સૂત્રસ્થાનના ૩૮ મા અધ્યાયમાં જે ૩૭ દ્રવ્યગણે ગણાવ્યા છે તેમાં વૈદ્યકીય દષ્ટિની પ્રગતિ દેખાય છે. વાગભટ આ બાબતમાં સુશ્રતને અનુસરે છે (જુઓ અ. હે. સૂ, અ. ૧૫). અન્નપાનવિધિઅધ્યાય ચરક પેઠે સુકૃતમાં પણ છે જ (જુઓ સૂ. અ. ૪૬), પણ પ્રવાહી દ્રવ્યો-દૂધ, ઘી, છાશ, દહીં, પાણી વગેરેના વર્ણનને સુશ્રુતમાં જુદે અધ્યાય છે (સૂ. અ. ૪૫). આ રીતે નિઘંટુ સાહિત્ય મૂળ તે ચરકસુશ્રુતમાં જ છે, પણ પ્રત્યેક ઓષધીય દ્રવ્યનું પૃથફ વર્ણન કરવાની પદ્ધતિ બ્રહત્રયીના
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy