________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૨૦ વળી, સારા વૈદ્ય “રાગનાં કારણે, લક્ષણ, રેગની શાન્તિ અને રેગ ફરી ઊથલે ન મારે એ જ્ઞાન તો મેળવવું જ, પણ જાતે બધી ક્રિયા કરીને અનુભવ મેળવી લે ” એમ ચરક કહે છે. કઈ પણ જમાનાના સાચા વૈદ્ય માટે વિદ્યા, અનુભવ કે કર્મભ્યાસ
અને અંદરની બુદ્ધિ-એક જાતને સૂઝ કે એ તે જરૂરનાં છે જ, પણ ચરકાચાર્ય તે પવિત્રતાને પણ આવશ્યક ગણે છે અને એ પવિત્રતા ઉપર ભાર મૂકીને વૈદ્યને આદર્શ દર્શાવતાં કહે છે કે “પિતાને શરણે આવેલા દુઃખી રેગી પાસેથી વિદ્વાનને વેશ ધારણ કરનાર વૈદ્ય કાંઈ પૈસા લેવા એ કરતાં તે સપનું ઝેર કે ઉકાળેલું ત્રબું પીવું વધારે સારું.”
અલબત્ત, વૈદ્ય કમાવા માટે ધ ન કરવો એમ ચરકનું કહેવું નથી, પણ કમાણુ એ એનું લક્ષ્ય ન હોવું ઘટે. ચરક તો કહે છે: “વૈદ્ય સર્વ રોગીઓની પોતાનાં બાળકોની કરે તેમ કેવળ ધર્મ મેળવવાની ઈચ્છાથી રોગોમાંથી રક્ષા કરવી. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ માટે આયુર્વેદ છે, પણ જેઓ અર્થ અને કામ માટે નહિ પણ ભૂતદયા માટે ચિકિત્સા કરે છે તેઓ સર્વશ્રેષ્ઠ છે. જેઓ ચિકિત્સાને બજારુ ચીજ પેઠે વેચે છે તેઓ સેનાના ઢગલાને છોડીને ધૂળના ઢગલાને પકડે છે. દારુણ રગે વડે યમરાજાના દરબારમાં જવા તૈયાર થયેલા દર્દીઓના યમના પાસને કાપી જેઓ જીવિત આપે છે તેઓને આ જીવિતદાનથી બીજું કોઈ દાન મોટું નથી. ભૂતદયા એ પરમ ધર્મ છે એમ જાણીને જે ચિકિત્સાને વ્યવસાય કરે છે તેના બધા અર્થ સિદ્ધ થાય છે અને તે આત્યંતિક સુખ એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે.”૩ | ચરકના ઉપર કહેલા આદર્શનું સંપૂર્ણ અનુસરણ બધા વૈદ્યો નહિ કરી શકતા હોય, પણ છેક ચરકના કાળથી તે ગઈ
૧. ચરક, સૂ. અ. ૯, , ૬, ૧૮–૨૧. ૨. એજન, સૂ. અ. ૧, . ૧૩૨-૩૩. ૩. એજન, ચિ. અ. ૧, પૃ. ૪, . ૫૬૬૨.