SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ રવિશ અને રસશે I ૧૫ ગ્રન્થ કરતાં વધારે યોગ્ય છે. “સર્વદર્શનસંગ્રહ'ના કર્તા ૧૪ મા શતકના માધવાચાર્યે રસહૃદયમાંથી નામ સાથે ઉતારે કર્યો છે. અને તે પહેલાંના તેરમા શતકના રસરત્નસમુચ્ચયમાં રસસિદ્ધો ગણાવતાં ગોવિંદ નામ છે. તે આ ગ્રન્થના કર્તા જ હશે. રસરત્નસમુચ્ચયમાં આ ગ્રન્થમાંથી ઉતારો પણ કરે છે. મતલબ કે આ ગ્રન્થના કર્તા તેરમા શતક પહેલાં થઈ ગયા છે એ નક્કી. ક્યારે એ કહેવું મુશ્કેલ છે. આ ગ્રન્થનાં પ્રકરણો (જેને ગ્રન્થમાં અવધ કહેલ છે)ની ઇતિશ્રીમાં પ્રખ્યકર્તાને પરમહંસ પરિવ્રાજકાચાર્ય ગોવિંદ ભગવત્પાદ કહેલ છે. બીજી તરફથી ભગવાન શંકરાચાર્યે પિતાને ગોવિંદભગવત્પાદના શિષ્ય કહેલ છે. આ નામસામ ઉપરથી રસહદયનું આયુર્વેદીય ગ્રન્થમાળામાં સંપાદન કરતાં શ્રી. યંબક ગુરુનાથ કાળેએ શંકરાચાર્યને ગુરુ ગોવિંદભગવત્પાદને જ આ ગ્રન્થના કર્તા માન્યા છે. પણ કેવલાદ્વૈતવેદાંતને પણ કોઈ ગ્રન્ય શંકરાચાર્યના એ ગુએ લખેલે મળ્યું નથી, અને કઈ તંત્રગ્રન્થના કર્તા આ વેદાન્તાચાર્યને ગુરુ હોય એ માનવું મુશ્કેલ છે. પણ રસહૃદય જેવા ગ્રન્થને આઠમા શતક જેટલા જૂના કાળમાં ખેંચી જવામાં મને તો બીજી જ મુશ્કેલી નડે છે. રસહૃદયમાં રસવિદ્યાનું જે બહાળું જ્ઞાન જેવામાં આવે છે તે આઠમા શતકમાં હોય તે ૧૧ મા શતકના ચક્રપાણિ દત્ત જેવા વૈદ્યક સાહિત્યના વિશાળ પરિચયવાળા વિદ્વાન વૈદ્યના ગ્રન્થ ઉપર એની અસર થયા વગર રહે નહિ. માટે હું તે રસરત્નાકર કે રસેન્દ્રમંગલને પણ ૧૧ મા શતક પહેલાં માનતો નથી અને આ રસહૃદયને પણ શ્રી પ્ર. રાય પેઠે ૧૧ મા શતકને ગ્રન્થ માનવાના મતને છું.' રસહૃદયના કર્તાએ પિતાને પરિચય આપતાં ચંદ્રવંશના હૈયાકુળના કિરાતનૃપતિ શ્રી મદન, જેઓ જાતે રસવિદ્યાભિજ્ઞ હતા, તેમની પાસેથી પોતાને બહુમાન મળ્યું હતું ' ૧. જુઓ હિસ્ટરી ઐફિ હિન્દુ કેમિચ્છી, ગં. ૨, ૬, પૃ. ૫૩.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy