SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાકાર [ ૧૭૧ + વાચસ્પતિએ માધવનિદાન ઉપર આતંકદર્પણ નામની ટીકા લખી છે અને તેના આરંભમાં એ કહે છે કે પોતે વિજયરક્ષિત અને તેને શિષ્ય શ્રીકંઠેદત્તની મધુકોશ ટકા જેઈ છે અને વિજયરક્ષિતે ચક્રદત્તને ઉલેખ કર્યો છે તથા આંખની રચનાની ચર્ચામાં અરુણદત્તના મતનું ખંડન કર્યું છે. અહીં અરુણદત્તનું નામ લીધું નથી, પણ અણુદત્ત (અ. હ. ઉ. મ. ૧૨, શ્લો. ૧ ની ટીકામાં) દર્શાવેલા મતથી તદ્દન ઊલટ મત દર્શાવ્યું છે. હવે વાચસ્પતિએ ટીકાના આરંભના શ્લોકમાં કહ્યું છે કે પોતાના પિતા પ્રમદ હમ્મીર રાજાની અને મોટાભાઈ મહમ્મદ રાજાની સભામાં હતા. આ મહમ્મદ તે પ્રખ્યાત મહમ્મદ ઘોરી (ઈ. સ. ૧૧૯૩ થી ૧૨૦૫) એમ હર્નલ ધારે છે. વળી, વિજયરક્ષિતે ઈ. સ. ૧૨૯૩ માં ગરત્નમાલા લખનાર ગુણકરને ઉલ્લેખ કર્યો છે. મને એ ઉલ્લેખ મળે નથી. આ ઉપરથી હનલે ઉપરના ત્રણ ટીકાકારો માટે નીચેને કાલાનુક્રમ ગોઠવ્યો છે : અરુણદત ઈ. સ. ૧૨૨૦ લગભગ વિજયરક્ષિત ઈ. સ. ૧૨૪૦ લગભગ વાચસ્પતિ ઈ. સ. ૧૨૬૦ લગભગ અને આ ગોઠવણ ઘણે ભાગે સ્વીકારાઈ છે, પણ મને નીચેના કારણથી એમાં શંકા પડે છે. અલબત્ત, હેમાદ્રિએ પણ જેને ઉલ્લેખ કર્યો છે તે અણદત્ત તે ઈ. સ. ૧૨૨૦ કે તેથી પહેલાં થયા હશે, કારણ કે તેણે સાતમા શતકના બાણ અને આઠમા શતકના માઘને ઉલ્લેખ કર્યો છે, પણ તે પછીના કેઈને નથી કર્યો, એટલે કદાચ ચક્રપાણિના અણદત્ત સમકાલીન પણ હોય. ૧. મા. નિ, નેત્રરોગનિદાન, . ૨૯ ની ટીકા. ૨. પીટર્સનનો રિપોર્ટ, ૧૮૮૯ થી ૨, ૫, ૨૬.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy