SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] આયુર્વેદ તિહાસ એ કથન શાયરસંહિતા ઉપર બે ટીકાઓ છપાઈ છે: (૧) આમલ્લવિરચિત દીપિકા જે આઢમલી તરીકે પ્રખ્યાત છે, અને (૨) પં. કાશીરામ વૈદ્યવિરચિત ગૂઢાર્થદીપિકા. આમાંથી આઢમલ હમ્મીરપુરના શ્રીવાસ્તવ્ય કુલના વૈદ્ય ચક્રપાણિના પુત્ર ભાવસિંહના પુત્ર હોવાનું અને હસ્તીકાતિપુરીના રાજા જૈત્રસિંહના રાજયમાં ટીકા લખી હોવાનું એ પિતે જ ગ્રન્થારંભે કહે છે. આ આઢમલના પૂર્વજ ચક્રપાણિ અને ચરકટીકાકાર ચક્રપાણિ એક જ એમ નિ. પ્રે. માં સટીક શાળધરસંહિતાનું સંપાદન કરનાર પં. પરશુરામ શાસ્ત્રીએ કહ્યું છે તે તો ભ્રમ છે, કારણ કે ચરકટીકાકાર શ્રીવાસ્તવ્યકુલેત્પન્ન નથી, લોધવલી કુલેત્પન્ન છે. વળી, પ્રખ્યાતે શકા એકાદશ એટલું લખેલું મળે છે, પણ દશકને આંકડે નથી. છતાં એમાં કાંઈ ભૂલ ન હોય તે શકાબ્દ ૧૧૯૯ એટલે ઈ. સ. ૧૨૭૭ પહેલાં આઢમલ થયા હોવા જોઈએ અને જેસલમેરને એક જૈતસી એ અરસામાં થઈ ગયે છે. અને જોકે હસ્તીકાતિપુરીને પત્તો નથી, પણ બીજી રીતે જોતાં શાધરને ટીકાકાર આઢમલને સમય ઈ. સ. ૧૩મા શતકના પાછલા ભાગથી વહેલે ન હોઈ શકે. શાર્ટુગધરના બીજા ટીકાકાર કાશીરામ પોતે શાહ સલીમના રાજ્યમાં ટીકા લખી હોવાનું કહે છે; એટલે તેઓ ઈ. સ. ૧૬મા શતકમાં થઈ ગયા એ ચોક્કસ છે. આ કાશીરામ કૃષ્ણભક્ત હતા. વચલા કાળમાં, ઘણું કરી શાગધર પછી, વૈદ્યક ગ્રન્થની જે મોટી સંખ્યા રચાઈ છે, તેમાં અમુક એક જ વૈદ્યક અંગ ઉપર થયેલી રચના ખાસ નોંધવી જોઈએ. માધવનિદાનથી આ પ્રકારની શરૂઆત થઈ છે એમ કહી શકાય. આ પ્રકારના થોડા ચની નોંધ નીચે કરી છે, ત્યારે બાકીનાનાં નામે પૃ. ૨૩૮માં આપેલી યાદીમાં છે. ૧. “પ્રત્યક્ષશારીર', આ ૩, , પૃ. ૬૩, 2. જુઓ ફની કેનેલજી, ૫, ૨૯૦,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy