________________
હ૪ ]
આયુર્વેદને ઈતિહાસ હરત્યાયુર્વેદના રેગોનું વર્ગીકરણ, નિદાન, ચિકિત્સાક્રમ ઈત્યાદિ સામાન્ય આયુર્વેદના ઘેરણને અનુસરે છે, છતાં એમાં હાથીઓને જ ખાસ થતા રોગો(દા. ત., મદરેગ વગેરે)નું વર્ણન તથા એની ચિકિત્સા વગેરે ઘણું નવું વસ્તુ છે.
હત્યાયુર્વેદ ઉપરાંત “માતંગલીલા' નામને એક હાથીઓના વૈદ્યકને લગત નારાયણને રચેલે ગ્રન્થ છે, જે ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝમાં છપાયે છે. આ ગ્રન્થના કર્તા પણ પાલકાય મુનિને જ હરત્યાયુર્વેદના આદિ આચાર્ય ગણે છે. કીથ આ ગ્રન્થને એની ભાષા, પદ્યરચના વગેરે ઉપરથી આધુનિક કહે છે.
અશ્વવેદ્યક અને ગજવૈદ્યક પેઠે ગવૈદ્યકનાં કે બીજાં પશુઓનાં વૈદ્યકનાં જુદાં પુસ્તકે મળતાં નથી, પણ ૧૪ મા શતકના “શાર્ગધરપદ્ધતિ” નામના ગ્રન્થમાં બકરાં, ગાય વગેરેની ચિકિત્સાના પણ છેડા શ્લેકે છે.
વૃક્ષાયુવેદ– આયુર્વેદાચાર્યોએ વૃક્ષને પણ સચેતન માનેલ છે અને તેની ચિકિત્સા ઉપર ધ્યાન આપ્યું છે. અત્યારે શાગધરપદ્ધતિમાં વૃક્ષાયુર્વેદ અથવા ઉપવનવિનોદ નામનું ૨૩૬ શ્લેકેનું એક પ્રકરણ જળવાઈ રહ્યું છે અને આ વિષયમાં એ જ જેવા જેવું છે. જોકે રાઘવભટ્ટને “વૃક્ષાયુર્વેદ” નામને બીજે પણ ગ્રન્થ મળે છે.
૧. સંસ્કૃત કાવ્યસાહિત્યમાં હાથીઓના મદની ગન્ધની ઘણું વાત આવે છે. એ મદ એક જાતનો હાથીનો રાગ છે, અને હાથીના લમણે ઉપરના સ્ત્રાવમાંથી ખાસ જાતની ઉગ્ર ગંધ આવે છે.
૨. “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ૫, ૪૬૫.
૩. જુઓ ચરસંહિતા (સૂ. ૧, ૨, ૪૮)ની ચક્રપાણિની ટીકા, જેમાં નીચેને શ્લેક ટીકાકાર ઉતાર્યા છે :
अन्तःसंज्ञा भवन्त्येते सुखदुःखसमन्विताः।