SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સંહિતાઓ વિલુસ તંત્રો અને સંહિતાઓ ચરકસંહિતા અને સુશ્રુતસંહિતા એ બે સંપૂર્ણ અને ભેલ તથા કાશ્યપ એ બે અપૂર્ણ સંહિતાઓ ઉપરાંત કાયચિકિત્સા આદિ ભિન્ન ભિન્ન અંગેના અનેક ગ્રન્થ ડહલનાદિ પ્રસિદ્ધ ટીકાકારેના સમયમાં વિદ્યમાન હતા એમ જુદી જુદી ટીકાઓમાં આપેલાં ઉદાહરણોથી દેખાય છે. કવિરાજ ગણનાથ સેને જુદી જુદી ટીકાઓમાંથી આ લુપ્ત પ્રત્યેની યાદી “પ્રત્યક્ષશારીરના ઉપોદઘાતમાં જુદી તારવી છે. એમણે નમૂનાનાં ઉદાહરણ પણ ઉતાર્યા છે તે છોડી દઈને નીચે લુપ્ત ગ્રંથની યાદી જ “પ્રત્યક્ષશારીર' ના ઉપઘાતમાંથી ઉતારવામાં આવે છે – કાયચિકિત્સાનાં તન્નો-(૧) અગ્નિવેશતત્ર, (૨) જક્તકર્ણસંહિતા, (૩) પરાશરસંહિતા, (૪) ક્ષારપાણિસંહિતા, (૫) હારીતસંહિતા, (૬) ખરનાદસંહિતા, (૭) વિશ્વામિત્રસંહિતા, (૮) અગત્યસંહિતા, (૯) અત્રિસંહિતા.૪ શયતંત્રો–(૧૦) ઔપધેનવતંત્ર, (૧૧) ઔરબ્રન્ટ, (૧૨) વૃદ્ધસુશ્રુતતન્ન, (૧૩) પૌષ્કલાવતતન્ન, (૧૪) વૈતરણતત્ર, ૧. આ અગ્નિવેશતંત્ર ચરકસંહિતાથી જુદું છે એમ તેમાંથી ઉતારેલા પાઠોથી જણાય છે. ૨, હારીતસંહિતા છપાયેલી છે તે તે આધુનિક છે. એ નામના પ્રાચીન તંત્રમાંથી ટીકાઓમાં પાઠે ઉતારેલા મળે છે. ૩. ખરનાદસંહિતા ઉપરના ન્યાસની હાથપ્રતનું સાતમાથી નવમાં શતક વચ્ચે લખાયેલું એક પાનું ગિલગિટમાંથી મળ્યું છે. ( જુઓ આયુર્વેદવિજ્ઞાન, પુ. ૨૨, પૃ. ૨૧૩) ૪. અત્રિસંહિતાનું નામ પ્રસિદ્ધ છે અને છપાયેલ છે, પણ એને કઈ પાઠ કઈ ટીકામાં ઉતારેલે મળતું નથી એટલે એનું અસ્તિત્વ સંદિગ્ધ છે. આત્રેયસંહિતા તે અર્વાચીન છે. | પ, સુકૃતમાં ઔષધેનવ, ઔરબ્રના તંત્રે ઉલ્લેખ કર્યો છે (સૂ ૪-૯), પણ એમાંથી કઈ ઉતારશ કવિરાજ ગણનાથ સેનને મળ્યો નથી.'
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy